n_id
stringlengths
5
10
doc_id
stringlengths
64
67
lang
stringclasses
7 values
text
stringlengths
19
212k
pib-87930
796a5cb90facab1dc5a6bf7949493e9a69b0e5593e6871e71e0a0ec0861a74e0
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય 02 નવેમ્બર, 2018ના રોજ પ્રધાનમંત્રી એમએસએમઈ ક્ષેત્ર માટે મુખ્ય સહયોગ અને પ્રચાર કાર્યક્રમનો શુભારંભ કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 02 નવેમ્બર, 208ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદનાં ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારના સહયોગ અને પ્રચાર કાર્યક્મનો પ્રારંભ કરશે. દિલ્હીના કાર્યક્રમની સમાંતર આ પ્રકારના શુભારંભ કાર્યક્રમો દેશનાં 100 સ્થળોએ યોજવામાં આવશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ તમામ સ્થળો દિલ્હી ખાતેના મુખ્ય સમારોહ સાથે જોડાયેલાં રહેશે. મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી વિશેષ સંબોધન કરશે. તેઓ MSME ક્ષેત્રને સ્પર્શતી કેટલીક બાબતો અંગે વાત કરશે તેવી અપેક્ષા છે. તાજેતરના વર્ષોમાં કેન્દ્ર સરકાર MSME ક્ષેત્રને વધુ અગ્રતા આપી રહી છે. આ સહયોગ અને આગળ વધવા માટેના કાર્યક્રમ હવે પછીના 100 દિવસો સુધી ચાલુ રહેશે અને તેમા સમગ્ર દેશને આવરી લેવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે થઈ રહેલા પ્રયાસોમાં આ પ્રકારના કાર્યક્રમો વડે એકરૂપતા લાવવાનો પ્રયાસ કરાશે અને આ કાર્યક્રમને મિશન મોડમાં હાથ ધરવામાં આવશે. તેનુ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ મારફતે સતત મોનિટરીંગ થતુ રહેશે. આ પ્રસંગે હાજર રહેનારા મહાનુભવોમાં કેન્દ્ર સરકારના નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલી તથા કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો રાજ્ય મંત્રી શ્રી ગિરીરાજ સિંહનો સમાવેશ થાય છે. RP (Visitor Counter : 229
pib-51681
0ffefa57ecafbc4ed8fab48edf55c53c3d1b9d84bc2398e8ff9b1845123a1ffd
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી જોગબાની-બિરાટનગર ખાતે બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટનું સંયુક્તપણે ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે. પી. ઓલી સાથે જોગબાની-બિરાટનગર ખાતે બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ નું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ભારત-નેપાળની સરહદ પર વેપારની સુગમતા અને લોકોની અવર-જવર માટે જોગબાની-બિરાટનગર ખાતે ભારતની મદદથી બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. બંને પ્રધાનમંત્રી ભારત સરકારની મદદથી નેપાળમાં ભુકંપ બાદ આવાસ પુનર્નિમાણ પરિયોજનામાં થયેલી નોંધપાત્ર પ્રગતિના સાક્ષી બનશે. ગોરખા અને નુવાકોટ જિલ્લામાં 50,000 આવાસોના નિર્માણ માટેની ભારત સરકારની કટિબદ્ધતા પૈકી 45,000 આવાસોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે. RP (Visitor Counter : 74
pib-191960
c11166b0b8d8cfe2f58457c9bc85b8ada60b0efb1ab8a345630afb1af6fd98e5
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 139.70 કરોડ લોકોને રસી આપવામાં આવી ભારતમાં સક્રિય કેસનું ભારણ 78,291 થયું સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.23% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા સાજા થવાનો દર હાલમાં 98.40% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 6,960 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,08,926 દર્દીઓ સાજા થયા છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,495 નવા કેસ નોંધાયા દૈનિક પોઝિટિવીટી દર 0.62% પહોંચ્યો, છેલ્લા 80 દિવસથી 2% કરતા ઓછો સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 39 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.59% છે કુલ 66.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ | | નંબર. | | રાજ્ય | | ઓમિક્રોનના કેસની સંખ્યા | | ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ | | 1 | | મહારાષ્ટ્ર | | 65 | | 35 | | 2 | | દિલ્હી | | 64 | | 23 | | 3 | | તેલંગણા | | 24 | | 0 | | 4 | | રાજસ્થાન | | 21 | | 19 | | 5 | | કર્ણાટક | | 19 | | 15 | | 6 | | કેરાલા | | 15 | | 0 | | 7 | | ગુજરાત | | 14 | | 4 | | 8 | | જમ્મુ એન્ડ કાશ્મીર | | 3 | | 3 | | 9 | | આંધ્ર પ્રદેશ | | 2 | | 1 | | 10 | | ઓડિશા | | 2 | | 0 | | 11 | | ઉત્તર પ્રદેશ | | 2 | | 2 | | 12 | | ચંદિગઢ | | 1 | | 0 | | 13 | | લદાખ | | 1 | | 1 | | 14 | | તામિલનાડુ | | 1 | | 0 | | 15 | | ઉત્તરાખંડ | | 1 | | 0 | | 16 | | પશ્ચિમ બંગાળ | | 1 | | 1 | | | | કુલ | | 236 | | 104 SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 146
pib-252383
195cc40ff1a6ede851adddd2eac8f43666baeb29ec71a118b50fcfc78161e544
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય મન કી બાત પ્રસારણ તારીખ 29-05-2022 મારાં પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ફરી એક વાર ‘મન કી બાત’ નાં માધ્યમ થી આપ સૌ મારાં કરોડો પરિવારજનોને મળવાનો અવસર મળ્યો છે. ‘મન કી બાત’ માં આપ સૌનું સ્વાગત છે. થોડાંક દિવસ પહેલાં દેશે એક એવી સિદ્ધી હાંસલ કરી છે, જે આપણને સૌને પ્રેરણા આપે છે. ભારતનાં સામર્થ્ય પ્રત્યે એક નવો વિશ્વાસ જગાડે છે. તમે લોકો ક્રિકેટનાં મેદાન પર ટીમ ઇન્ડિયાનાં કોઇ બેટ્સમેનની સેન્ચ્યુરી સાંભળીને ખુશ થતાં હશો, પરંતુ ભારતે એક અન્ય મેદાનમાં પણ સેન્ચ્યુરી લગાડી છે અને તે ખૂબ વિશેષ છે. આ મહિનાની પાંચમી તારીખે દેશમાં યુનિકોર્નની સંખ્યા 100 નાં આંકડાં સુધી પહોંચી ગઈ છે, અને તમને તો ખબર જ છે કે, એક યુનિકોર્ન એટલે ઓછામાં ઓછા સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટ અપ. આ તમામ યુનિકોર્નનું કુલ વેલ્યુએશન 330 બિલીયન ડોલર, એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. નિશ્ચિત રૂપે આ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી વાત છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, આપણાં કુલ યુનિકોર્નમાંથી 44 - ફોર્ટીફોર યુનિકોર્ન તો ગયા વર્ષે જ સ્થપાયા હતાં. એટલું જ નહીં આ વર્ષનાં 3-4 મહિનામાં જ બીજાં નવાં 14 યુનિકોર્ન બની ગયા છે. આનો અર્થ એ થયો કે, ગ્લોબલ પેન્ડેમિકનાં આ સમયમાં પણ આપણાં સ્ટાર્ટ અપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે. ઇન્ડિયન યુનિકોર્ન્સનો એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ યુએસએ, યુકે અને અન્ય કેટલાંય દેશો કરતા પણ વધુ છે. એનાલિસ્ટ્સનું તો એવું પણ કહેવું છે કે આવનારાં વર્ષોમાં આ સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળશે. એક સારી વાત એ પણ છે કે, આપણાં યુનિકોર્ન્સ ડાઇવર્સીફાઇંગ છે. જે ઇ-કોમર્સ, ફિન-ટેક, એડ-ટેક, બાયો-ટેક જેવાં કેટલાંય ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. એક અન્ય વાત જેને હું વધુ મહત્વની માનું છું તે એ કે સ્ટાર્ટ-અપ્સની દુનિયા ન્યૂ ઇન્ડિયાનાં સ્પિરીટને રિફ્લેક્ટ કરી રહી છે. આજે, ભારતનું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માત્ર મોટાં શહેરો સુધી જ સીમિત નથી, નાનાં-નાનાં શહેરો અને કસ્બાઓમાંથી પણ ઉદ્યોગ સાહસિકો સામે આવી રહ્યાં છે. આનાંથી સમજી શકાય છે કે ભારતમાં જેની પાસે ઇનોવેટિવ આઇડિયા છે તે વેલ્થ ક્રિએટ કરી શકે છે. મિત્રો, દેશની આ સફળતાની પાછળ દેશની યુવા શક્તિ, દેશનું ટેલેન્ટ અને સરકાર, બધાં મળીને પ્રયત્નો કરી રહ્યાં છે, દરેકનું યોગદાન છે, પરન્તુ આમાં અન્ય એક મહત્વપૂર્ણ બાબત પણ છે અને તે એ કે સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં રાઇટ મોનિટરિંગ એટલે કે સાચું માર્ગદર્શન, એક સારો મેન્ટોર સ્ટાર્ટ-અપને નવીં ઊંચાઇઓ સુધી લઇ જઇ શકે છે. તે ફાઉન્ડર્સને રાઇટ ડિસિઝન માટે દરેક રીતે ગાઇડ કરી શકે છે. મને, એ વાતનો ગર્વ છે કે ભારતમાં આવાં ઘણાં મેન્ટોર છે જેમણે સ્ટાર્ટ-અપ ને આગળ વધારવાં માટે પોતાને સમર્પિત કરી દીધી છે. શ્રીધર વેમ્બૂજીને તાજેતરમાં જ પદ્મ સમ્માન મળ્યું. તે સ્વયં સફળ ઉદ્યોગ સાહસિક છે, પરન્તુ હવે તેમણે બીજાં ઉદ્યોગ સાહસિકોને ગ્રૂમ કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રીધરજી એ પોતાનું કામ ગ્રામીણ વિસ્તારમાંથી શરૂ કર્યું છે. તેઓ ગ્રામીણ યુવાનો ને ગામમાં જ રહીને તે ક્ષેત્રમાં કંઇક નવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણાં ત્યાં મદન પડાકી જેવાં લોકો પણ છે જેમણે રુરલ એન્ટરપ્રિન્યોર્સને પ્રેરણા આપવા માટે 2014માં વન-બ્રિજ નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. આજે, વન-બ્રિજ દક્ષિણ અને પૂર્વી-ભારતનાં 75થી પણ વધુ જિલ્લામાં કાર્યરત છે. તેનાથી જોડાયેલ 9000 થી પણ વધુ રુરલ એન્ટરપ્રિન્યોર્સ ગામડાંનાં ગ્રાહકોને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. મીરા શેનોયજી પણ એવી જ એક મિસાલ છે તેઓ રુરલ, ટ્રાયબલ અને ડિસેબલ્ડ યુથ માટે માર્કેટ લીંફૂડ સ્કિલ્સ ટ્રેઇનિંગનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે. અહીંયા મેં તો થોડાંક જ નામનો ઉલ્લેખ કર્યો છે પરન્તુ આજે આપણી વચ્ચે મેન્ટોર્સ ની ઊણપ નથી. આપણાં માટે ખૂબ ખુશીની વાત છે કે સ્ટાર્ટ-અપ માટે આજે દેશમાં એક સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ તૈયાર થઇ રહી છે. મને વિશ્વાસ છે કે આવનારાં સમયમાં આપણને ભારતનાં સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં પ્રગતિની નવી ઊડાન જોવાં મળશે. સાથીઓ થોડાંક દિવસો પહેલાં મને એક એવી ઇન્ટરેસ્ટિંગ અને અટ્રેક્ટિવ વસ્તુ મળી, જેમાં દેશવાસીઓની ક્રિએટીવિટી અને તેમનાં આર્ટિસ્ટિક ટેલેન્ટનો રંગ ભરેલો છે. એક ભેટ છે, જે તમિલનાડુનાં થંજાવુરનાં એક સેલ્ફ હેલ્પ ગ્રૃપે મને મોકલી છે. આ ભેટમાં ભારતીયતાની સુગંધ છે અને માતૃ-શક્તિનાં આશિર્વાદ તેમજ મારાં પર તેમનાં સ્નેહની ઝાંખી પણ જોવાં મળે છે. આ એક સ્પેશિયલ થંજાવુર ડૉલ છે, જેને જીઆઇ ટેગ પણ મળેલ છે. હું થંજાવુર સેલ્ફ-હેલ્પ ગ્રૃપ ને વિશેષ ધન્યવાદ પાઠવું છું, કે જેમણે મને સ્થાનિક સંસ્કૃતિમાં ઓતપ્રોથ આ ભેટ મોકલી છે. જોકે, સાથીઓ આ થંજાવુર ડૉલ જેટલી સુંદર હોય છે, એટલી જ સુંદરતાથી તે મહિલા સશક્તિકરણની નવી ગાથા પણ લખી રહી છે. થંજાવુરમાં મહિલાઓનાં સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ નાં સ્ટોર્સ અને કિઓસ્ક પણ ખુલી રહ્યાં છે. જેનાં થકી કેટલાંય ગરીબ પરિવારોનું જીવન બદલાઇ ગયું છે. આવાં કિઓસ્ક અને સ્ટોર્સની મદદથી મહિલાઓ હવે પોતાનાં પ્રોડક્ટ સીધાં ગ્રાહકો વેચી શકે છે. આ પહેલને ‘થારગઇગલ કઇવિનઈ પોરુત્તકલ વિરપ્પનઈ અંગાડી’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલ સાથે 22 સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ જોડાયેલાં છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે મહિલા સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ, મહિલા સ્વયં સહાયતા સમૂહનાં આ સ્ટોર થંજાવુરનાં અતિ પ્રાઇમ લોકેશનમાં ખુલ્યાં છે. તેની સંભાળની સંપૂર્ણ જવાબદારી પણ મહિલાઓ જ ઊપાડી રહી છે. આ મહિલા સેલ્ફ હેલ્પ ગૃપ થંજાવુર ડૉલ અને બ્રોન્ઝ લેમ્પ જેવાં જીઆઇ પ્રોડક્ટ ઉપરાંત રમકડાં, મેટ અને આર્ટિફિશિયલ જ્વેલેરી પણ બનાવે છે. આવાં સ્ટોર્સનાં કારણે જીઆઇ પ્રોડક્ટની સાથે-સાથે હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ્સનાં વેચાણમાં ઘણી તેજી જોવાં મળી છે. આ ઝુંબેશને પરિણામે, ન માત્ર કારીગરોને પ્રોત્સાહન મળ્યું છે, બલ્કે મહિલાઓની આવક વધવાથી તેમનું સશક્તિકરણ પણ થઇ રહ્યું છે. મારો ‘મન કી બાત’ નાં શ્રોતા મિત્રોને પણ એક આગ્રહ છે તમે, પોતાના ક્ષેત્રમાં એ જાણકારી મેળવો કે ત્યાં કયા-કયા મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૃપ કામ કરી રહ્યાં છે. તેમનાં પ્રોડક્ટ્સ વિશે પણ તમે જાણકારી ભેગી કરો અને તે વસ્તુઓને વધુમાં વધુ ઉપયોગમાં લાવો. આમ કરીને, તમે સેલ્ફ હેલ્પ ગ્રૃપની આવક વધારવામાં મદદ તો કરશો જ, ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ ને પણ વેગ આપશો. સાથીઓ, આપણાં દેશમાં ઘણી બધી ભાષાઓ, લિપિઓ અને બોલિઓનો સમૃદ્ધ ખજાનો છે. અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ-અલગ પહેરવેશ, ખાનપાન અને સંસ્કૃતિએ આપણી ઓળખ છે. આ ડાયવર્સિટી, આ વિવિધતા, એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણને વધુ સશક્ત બનાવે છે અને એકજૂથ રાખે છે. અને લગતું જ એક ખૂબ જ પ્રેરક ઉદાહરણ – એક બેટી કલ્પનાનું છે, જેને હું આપ સૌ સાથે વહેંચવાં માગું છું. તેનું નામ કલ્પના છે પરન્તુ તેમનો પ્રયત્ન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની સાચી ભાવનાથી ભરપૂર છે. તાજેતરમાં જ કલ્પનાએ કર્ણાટકમાં પોતાની 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી છે, પરન્તુ તેની સફળતાની ખાસ વાત એ છે કે કલ્પનાને થોડાંક સમય પહેલાં સુધી કન્નડ ભાષા પણ આવડતી નહોતી. તેમણે ત્રણ મહિનામાં માત્ર કન્નડ ભાષા જ ન શીખી, તેમાં 92 નંબર લાવીને પણ બતાવ્યાં. તમને એ જાણીને આશ્ચર્ય થતું હશે પણ આ સાચી વાત છે. તેના વિશેની બીજી કેટલીય વાતો એવી છે કે જે તમને આશ્ચર્યમાં પણ મૂકી દેશે અને પ્રેરણા પણ આપશે. કલ્પના, મૂળે ઉત્તરાખંડનાં જોશીમઠની રહેવાસી છે. તે પહેલાં ટીબી થી પીડાઇ રહી હતી અને તે જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની આંખોની રોશની પણ જતી રહી હતી. પરન્તુ કહેવાય છે ને કે, જહાં ચાહ વહાં રાહ. ત્યાર બાદ કલ્પના મૈસુરૂમાં રહેતાં પ્રોફેસર તારામૂર્તિનાં સંપર્કમાં આવી, જેમણે કલ્પનાને ન માત્ર પ્રોત્સાહિત કરી પરન્તુ બધી રીતે તેની મદદ પણ કરી. આજે તે પોતાની મહેનતથી આપણાં બધાં માટે ઉદાહરણ બની ગઇ છે. હું, કલ્પનાને તેમનાં હિમ્મ્ત માટે ધન્યવાદ પાઠવું છું. આવી જ રીતે, આપણાં દેશમાં એવાં કેટલાય લોકો છે જે દેશની ભાષાગત વિવિધતાને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે. આવાં જ એક મિત્ર છે પશ્ચિમ બંગાળનાં પુરુલિયાનાં શ્રીપતિ ટૂડૂજી. ટૂડૂજી, પુરુલિયાનાં સિદ્ધો-કાનો-બિરસા યુનિવર્સિટીમાં સંથાલી ભાષાનાં પ્રોફેસર છે. તેમણે, સંથાલી સમાજ માટે તેમની પોતીકી ‘ઓલ ચિકી’ લિપિમાં, દેશનાં બંધારણની પ્રત તૈયાર કરી છે. શ્રીપતિ ટૂડૂજી કહે છે કે, આપણું બંધારણ આપણાં દેશમાં દરેક નાગરિકને તેના અધિકાર અને કર્તવ્યનો બોધ કરાવે છે. એટલાં માટે, દરેક નાગરિકે તેનાથી પરિચિત હોવું જરૂરી છે. એટલા માટે, તેમણે સંથાલી સમાજ માટે તેમની જ લિપિમાં બંધારણની કોપી તૈયાર કરીને ભેટ સ્વરૂપે આપી છે. હું, શ્રીપતિજીનાં આ વિચાર અને તેમનાં પ્રયત્નોને બિરદાવું છું. આ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. આ ભાવનાને આગળ વધારનારાં આવાં ઘણાં બધાં પ્રયત્નોનાં વિષયમાં તમને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની વેબસાઇટ પર પણ જાણકારી મળશે. અંહી તમને ખાનપાન, કળા, સંસ્કૃતિ, પર્યટનની સાથે આવાં કેટલાંય વિષયોને લગતી પ્રવૃતિઓ વિશેની જાણકારી મળશે. તમે, તે એક્ટિવિટીનો ભાગ પણ બની શકો છો, તેનાથી તમને, પોતાના દેશ વિશે જાણકારી પણ મળશે અને તમે દેશની વિવિધતાનો અનુભવ પણ કરી શકશો. મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે આપણાં દેશમાં ઉત્તરાખંડમાં ‘ચાર-ધામ’ની પવિત્ર યાત્રા ચાલી રહી છે. ‘ચાર-ધામ’ અને ખાસ કરીને કેદારનાથમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો પોતાની ચારધામ યાત્રાના સુખદ અનુભવો શેઅર કરી રહ્યા છે. પરન્તુ મેં એ પણ જોયું છે કે, શ્રદ્ધાળુઓ કેદારનાથમાં કેટલાક યાત્રીઓ દ્વારા ફેલાવાતી ગંદકીનાં કારણે ખૂબ દુખી પણ છે. કેટલાય લોકોએ આ વિશે સોશિયલ મિડિયા પર પણ લખ્યું છે. આપણે પવિત્ર યાત્રામાં જઇએ અને ત્યાં ગંદગીનો ખડકલો થાય એ યોગ્ય નથી. પરન્તુ સાથીઓ, આ ફરિયાદો વચ્ચે કેટલીય સુંદર તસ્વીરો પણ જોવાં મળી રહી છે. જ્યાં શ્રદ્ધા છે, ત્યાં સર્જન અને સકારાત્મકતા પણ છે. કેટલાય શ્રદ્ધાળું એવાં પણ છે કે જે બાબા કેદારનાં ધામમાં દર્શન-પૂજનની સાથોસાથ સ્વચ્છતાની સાધના પણ કરી રહ્યાં છે. કોઈ પોતાનાં રોકાણની જગ્યાએ સાફસફાઇ કરી રહ્યાં છે તો કોઇ યાત્રા માર્ગ પરથી કચરો સાફ કરી રહ્યાં છે. સ્વચ્છ ભારત અભિયાન ટીમની સાથે મળીને કેટલીયે સંસ્થાઓ અને સ્વયંસેવી સંગઠનો પણ ત્યાં કામ કરી રહ્યાં છે. સાથીઓ, આપણે ત્યાં જેમ તીર્થયાત્રાનું મહત્વ છે તેમ તીર્થ સેવાનું પણ મહત્વ સૂચવવામાં આવ્યું છે, અને હું તો એમ પણ કહીશ કે, તીર્થ-સેવા વગર, તીર્થ-યાત્રા પણ અધૂરી છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કેટલાય લોકો છે જે સ્વચ્છતા અને સેવાની સાધનામાં જોડાયેલાં છે. રુદ્ર પ્રયાગમાં રહેતાં શ્રીમાન મનોજ બૈંજવાલજી પાસેથી પણ તમને ઘણી પ્રેરણા મળશે. મનોજજી એ પાછલાં પચ્ચીસ વર્ષોથી પર્યાવરણની જાણવણીનું બીડું લઈ રાખ્યું છે. તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવવાની સાથે જ પવિત્ર સ્થાનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં પણ જોતરાયેલા રહે છે. વળી, ગુપ્તકાશીમાં રહેતાં સુરેન્દ્ર બગવાડીજી એ પણ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. તેઓ ગુપ્તકાશીમાં નિયમિત રૂપથી સફાઈ કાર્યક્રમ ચલાવે છે અને મને જાણ થઇ છે કે, આ અભિયાનનું નામ પણ તેમણે ‘મન કી બાત’ રાખ્યું છે. આવી જ રીતે દેવર ગામનાં ચમ્પાદેવી ગયા ત્રણ વર્ષથી પોતાનાં ગાંમની મહિલાઓને કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શીખવાડી રહ્યાં છે. ચંપાજીએ અસંખ્ય છોડ રોપ્યા છે અને તેમણે જાતમહેનતથી એક સુંદર હરિયાળું વન તૈયાર કરી દીધું છે. સાથીઓ, આવાં જ લોકોનાં પ્રયત્નોથી દેવભૂમિ અને તીર્થોની તે દૈવીય અનુભૂતિ જળવાઇ રહી છે, જેનો અનુભવ કરવા માટે આપણે ત્યાં જઇએ છીએ, આ દેવત્વ અને આધ્યાત્મિકતાને જાળવી રાખવાની જવાબદારી આપણી પણ તો છે. અત્યારે આપણાં દેશમાં ‘ચારધામ યાત્રા’ ની સાથે આગામી સમયમાં ‘અમરનાથ યાત્રા’, ‘પંઢરપુર યાત્રા’ અને ‘જગન્નાથ યાત્રા’ જેવી કેટલીએ યાત્રાઓ થશે. શ્રાવણ મહિનામાં તો કદાચ દરેક ગામમાં કોઇક ને કોઇક મેળો લાગતો હોય છે. સાથીઓ, આપણે જ્યાં પણ જઇએ, આ તીર્થ ક્ષેત્રોની ગરિમા જળવાય, શુદ્ધતા, સાફ-સફાઇ, એક પવિત્ર વાતાવરણ સચવાય તે આપણે ક્યારેય ન ભૂલીએ. તેને હમેશા જાળવી રાખએ અને તેથી જરૂરી છે કે આપણે હમેશા સ્વચ્છતાનાં સંકલ્પને યાદ રાખીએ. થોડાંક જ દિવસો પછી, 5મી જૂનને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં રૂપમાં ઊજવે છે. પર્યાવરણને કેન્દ્રમાં રાખીને આપણે આપણી આસ-પાસ સકારાત્મક અભિયાન ચલાવવાં જોઇએ અને આ નિરંતર કરવા જેવું કાર્ય છે. તમે, આ વખતે બધાંને સાથે લઇને સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે કોઇક પ્રયત્ન જરૂર કરો. તમે સ્વયં છોડ વાવો અને અન્યોને પણ પ્રેરિત કરો. મારાં વહાલાં દેશવાસીઓ, આગામી મહીનાની 21 જૂને આપણે આઠમો ‘અંતર્રાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવાનાં છીએ. આ વખતે યોગ દિવસની થીમ – યોગા ફોર હ્યુમેનીટી – છે. હું આપ સૌને ‘યોગ દિવસ’ ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવાનો આગ્રહ કરીશ. હાં, કોરોનાને લગતી સાવચેતીઓનું પાલન પણ કરજો. આમ તો, હવે સમગ્ર દુનિયામાં કોરોનાને લઇને પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થઇ હોય તેવું લાગે છે. વધુને વધુ વેક્સિનેશન કવરેજનાં કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ બહાર નિકળી રહ્યાં છે. અને તેથી સમગ્ર દુનિયામાં ‘યોગ દિવસ’ ને લઇને ઘણી તૈયારીઓ થઈ રહેલી જોવાં મળી રહી છે. કોરોના મહામારીએ આપણને સૌને એ અનુભવ કરાવ્યો છે કે આપણાં જીવનમાં, સ્વાસ્થ્યનું કેટલું બધું મહત્વ છે અને યોગ તેમાં કેટલું મોટું માધ્યમ છે. લોકો અનુભવી રહ્યાં છે કે યોગથી ફિઝીકલ, સ્પીરિચ્યુઅલ અને ઇન્ટલેક્ચ્યુઅલ વેલ બિઇંગમાં પણ કેટલો વધારો થાય છે. વિશ્વનાં ટોપ બિઝનેસ પર્સન્સથી લઇને ફિલ્મ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ સુધી, સ્ટુડન્ટ્સથી લઇને સામાન્ય માનવી સુધી, સહુ યોગને પોતાનાં જીવનનું અભિન્ન અંગ બનાવી રહ્યાં છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર દુનિયામાં યોગની વધતી લોકપ્રિયતાને જોઇને તમને બધાને ખૂબ સારું લાગતું હશે. સાથીઓ, આ વખતે દેશ-વિદેશમાં ‘યોગ દિવસ’ પર થનાર કેટલાક ખૂબ જ ઇનોવેટીવ ઉદાહરણો વિશે મને જાણકારી મળી છે. તેમાંનું જ એક છે – ગાર્ડિયન રિંગ – એક ખૂબ મોટો યુનિક પ્રોગ્રામ થવાનો છે. તેમાં મુવમેન્ટ ઓફ સનને સેલિબ્રેટ કરવામાં આવશે, એટલે કે, સૂરજ જેમ-જેમ યાત્રા કરશે, ધરતીનાં ભિન્ન-ભિન્ન સ્થળોએથી, આપણે યોગનાં માધ્યમથી તેનું સ્વાગત કરીશું. અલગ-અલગ દેશોમાંનાં ઇન્ડિયન મિશન્સ ત્યાંના લોકલ ટાઇમ પ્રમાણે સૂર્યોદયનાં સમયે યોગ કાર્યક્રમનું આયોજન કરશે. એક દેશ પછી બીજાં દેશમાં કાર્યક્રમ શરૂ થશે. પૂર્વથી પશ્ચિમ સુધી નિરંતર યાત્રા ચાલતી રહેશે, અને એવી જ રીતે, કાર્યક્રમ આગળ વધતો રહેશે. આ કાર્યક્રમોની સ્ટ્રિમીંગ પણ એવી જ રીતે એક પછી એક, જોડાતી જશે, એટલે કે, આ એક રીતે રીલે યોગા સ્ટ્રિમીંગ ઇવેન્ટ હશે. તમે પણ બધાં તેને જરૂર જોજો. સાથીઓ, આપણાં દેશમાં આ વખતે ‘અમૃત મહોત્સવ’ ને ધ્યાનમાં રાખીને દેશનાં 75 પ્રમુખ સ્થળો પર પણ ‘અંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નું આયોજન થશે. આ અવસર પર કેટલાય સંગઠનો અને દેશવાસીઓ પોતપોતાનાં સ્તર પર પોતપોતાનાં ક્ષેત્રોની ખાસ જગ્યાઓ પર કંઇક ને કંઇક ઇનોવેટીવ કરવાની તૈયારી કરી રહ્યાં છે. હું, તમને પણ આગ્રહ કરું છું કે આ વખતે યોગ દિવસ ઊજવવા માટે, તમે, તમારા શહેર, કસ્બા અથવા ગામમાં કોઇ એવી જગ્યા પસંદ કરો જે સૌથી વિશેષ હોય. આ જગ્યા કોઇ પ્રાચીન મંદિર કે પર્યટન કેન્દ્ર હોઇ શકે છે, અથવા તો કોઇ પ્રસિદ્ધ નદી, ઝરણું અથવા તળાવનો કિનારો પણ હોઇ શકે છે. તેનાથી યોગની સાથોસાથ તમારાં વિસ્તારની ઓળખ પણ વધશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. અત્યારે ‘યોગ દિવસ’ ને લઇને 100 દિવસનું કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યું છે, અથવા એમ કહો કે ખાનગી અને સામાજિક પ્રયાસો મારફત યોજાનાર કાર્યક્રમે, ત્રણ મહિના પહેલાંથી જ શરૂ થઇ ચૂક્યા છે. જેમ કે દિલ્લીમાં 100માં દિવસના અને 75માં દિવસના કાઉન્ટડાઉન પ્રોગ્રામ્સ થયાં છે. એવી જ રીતે આસામનાં શિવસાગરમાં 50માં અને હૈદરાબાદમાં 25માં કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. હું ઇચ્છું છું કે તમે પણ અત્યારથી ‘યોગ દિવસ’ ની તૈયારિયો શરૂ કરી દો. વધુને વધુ લોકોને મળો, બધાને ‘યોગ દિવસ’નાં કાર્યક્રમ સાથે જોડાવા માટે આગ્રહ કરો, પ્રેરિત કરો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા ‘યોગ દિવસ’ માં ઉત્સાહભેર જોડાશો, સાથે સાથે યોગને પોતાના રોજીંદા જીવનમાં પણ અપનાવશો. સાથીઓ, થોડાં દિવસ પહેલાં હું જાપાન ગયો હતો. મારાં કેટલાંય કાર્યક્રમો વચ્ચે મને કેટલાંક શાનદાર લોકોને મળવાનો અવસર મળ્યો. હું ‘મન કી બાત’ માં તમારી સાથે તેમનાં વિશે વાત કરવા માગું છું. તે લોકો છે તો જાપાનનાં, પરન્તુ ભારત માટે તેમને ગજબની લાગણી અને પ્રેમ છે. તેમાંના એક છે હિરોશિ કોઇકેજી, જે એક પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર છે. તમને એ જાણીને ખુશી થશે કે તેમણે મહાભારત પ્રોજેક્ટને ડિરેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત કમ્બોડિયામાં થઇ હતી અને પાછલાં નવ વર્ષોથી તે નિરંતર ચાલે છે. હિરોશિ કોઇકેજી દરેક કાર્ય ખૂબ જ નોખી રીતે કરે છે. તેઓ દર વર્ષે એશિયાનાં કોઇ એક દેશની યાત્રા કરે છે અને ત્યાંનાં લોકલ આર્ટિસ્ટ અને મ્યુજિશીયનની સાથે મહાભારતનાં કેટલાંક અંશોને પ્રોડ્યુસ કરે છે. આ પ્રોજેક્ટનાં માધ્યમથી તેમણે ભારત, કમ્બોડિયા અને ઇન્ડોનેશિયાની સહિત નવ દેશોમાં પ્રોડક્શન કર્યા છે અને સ્ટેજ પ્રર્ફોર્મન્સ પણ આપ્યા છે. હિરોશિ કોઇકેજી એવાં કલાકારોને સાથે એકત્ર કરે છે જેમનું ક્લાસિકલ અને ટ્રેડિશનલ એશિયન પરફોર્મિગ આર્ટમાં ડાયવર્સ બેકગ્રાઉન્ડ રહેલું હોય. આના કારણે તેમનાં કામમાં વિવિધ રંગો જોવા મળે છે. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા અને જાપાનનાં પર્ફોમર્સ જાવા નૃત્ય, બાલી નૃત્ય, થાઈ નૃત્યનાં માધ્યમથી તેને વધુ આકર્ષક બનાવે છે. ખાસ વાત એ છે કે, તેમાં પ્રત્યેક પરફોર્મર પોતાની જ માતૃભાષામાં બોલે છે અને કોરિયોગ્રાફી ખૂબ સુંદર રીતે આ વિવિધતાને પ્રદર્શિત કરે છે. અને મ્યુઝિકની ડાયવર્સિટી આ પ્રોડક્શનને વધુ જીવંત બનાવી દે છે. તેમનો હેતુ એ વાતને ઊજાગર કરવાનો છે કે આપણાં સમાજમાં ડાયવર્સિટી અને કો-એક્ઝિસ્ટન્સ નું શું મહત્વ છે અને શાંતિનું રૂપ વાસ્તવમાં કેવું હોવું જોઇએ. આ સિવાય, હું જાપાનમાં અન્ય જે બે લોકોને મળ્યો તે છે – આત્સુશિ માત્સુઓજી અને કેન્જી યોશીજી. આ બંને ટેમ પ્રોડક્શન કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીનો સંબંધ રામાયણની તે જાપાની એનિમેશન ફિલ્મ સાથે છે જે 1993 માં રિલીઝ થઇ હતી. આ પ્રોજેક્ટ જાપાનનાં ખૂબ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર યુગો સાકોજી સાથે જોડાયેલો હતો. લગભગ 40 વર્ષ પહેલાં, 1983 માં, તેમને પહેલી વાર રામાયણ વિશે જાણવા મળ્યું હતું. ‘રામાયણ’ તેમનાં હ્રદયને સ્પર્શી ગયી, ત્યાર બાદ તેમણે તેનાં પર ઊંડાણપૂર્વક રિસર્ચ શરૂ કર્યું. આટલું જ નહીં પણ તેમણે જાપાની ભાષામાં રામાયણનાં 10 વર્ઝન વાંચી નાખ્યા. અને તેઓ અહીં જ ન અટક્યા તેઓ તેને એનિમેશનમાં પણ રૂપાંતરિક કરવા માંગતા હતા. આ માટે ઇન્ડિયન એનિમેટર્સે પણ તેમની ઘણી મદદ કરી, તેમને ફિલ્મમાં દેખાડવામાં આવેલ ભારતીય રીતી-રિવાજો અને પરંપરાઓ વિશે ગાઇડ કરવામાં આવ્યાં. તેમને જણાવવામાં આવ્યું કે ભારતમાં લોકો ધોતી કેવી રીતે પહેરે છે, સાડી કેવી રીતે પહેરે છે, વાળ કેવી રીતે ઓળે છે. બાળકો પરિવારમાં અંદરોઅંદર એકબીજાનું માન-સમ્માન કેવી રીતે કરે છે, આશીર્વાદની પરંપરા શું હોય છે. સવારે ઉઠીને પોતાના ઘરનાં જે વડીલો છે તેમને પ્રણામ કરવું, તેમનાં આશીર્વાદ લેવા – આ તમામ બાબતો 30 વર્ષો પછી હવે આ એનિમેશન ફિલ્મ ફરીથી 4k માં રી-માસ્ટર કરાઈ રહી છે. આ પ્રોજેક્ટ ખૂબ ઝડપથી પૂરો થવાની સંભાવના છે. આપણાથી હજારો કિલોમીટર દૂર જાપાનમાં રહેતા લોકો, જે ન તો આપણી ભાષા જાણે છે, ન તો આપણી પરમ્પરાઓ વિશે એટલું જાણે છે, તેમ છતાં તેમનું આપણી સંસ્કૃતિ માટેનું સમર્પણ, શ્રદ્ધા, આદર ખૂબ પ્રશંસનીય છે. – કયો હિન્દુસ્તાની આ વાત માટે ગર્વ નહીં કરે ? મારા વહાલાં દેશવાસીઓ, સ્વ થી ઉપર ઊઠીને સમાજની સેવાનો મંત્ર, સેલ્ફ ફોર સોસાયટીનો મંત્ર, આપણાં સંસ્કારોનો ભાગ છે. આપણાં દેશમાં અગણિત લોકોએ આ મંત્રને પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. મને આંધ્રપ્રદેશમાં, મર્કાપુરમમાં રહેતાં એક સાથી, રામ ભૂપાલ રેડ્ડીજી વિશે જાણકારી મળી. તમે જાણીને અચંબામાં મૂકાશો કે રામભૂપાલ રેડ્ડીજીએ રિટાયરમેન્ટ પછી મળેલી પોતાની સંપૂર્ણ કમાણીને દિકરીઓના અભ્યાસ માટે દાન કરી દીધી છે. તેમણે લગભગ 100 જેટલી દીકરીઓ માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ખાતા ખોલાવ્યા અને તેમાં પોતાનાં 25 લાખથી પણ વધુ રૂપિયા જમા કરાવી દીધા. આવી જ સેવાનું અન્ય એક ઉદાહરણ યૂ.પી. માં આગરાનાં કચૌરા ગામનું છે. ઘણાં વર્ષોથી આ ગામમાં મીઠા પાણીની તંગી હતી. આ દરમિયાન, ગામનાં એક ખેડૂત કુંવરસિંહ ને ગામથી 6-7 કિલોમીટર દૂર પોતાનાં ખેતરમાં મીઠું પાણી મળી ગયું. તે તેમનાં માટે ખૂબ આનંદનો અવસર હતો. તેમણે વિચાર્યું કે આ પાણીથી ગામના બાકીનાં તમામ લોકોની સેવા કરીએ તો કેવું સારું. પરન્તુ ખેતરથી ગામ સુધી પાણી લઇ જવા માટે 30-32 લાખ રૂપિયા જોઇતા હતા. થોડાંક સમય પછી કુંવર સિંહનાં નાનાં ભાઇ શ્યામ સિંહ સેનામાંથી નિવૃત થઇને ગામ આવ્યા. તેમને આ વાત જાણવા મળી. તેમણે નિવૃતિ સમયે મળેલ પોતાની સંપૂર્ણ ધનરાશિ આ કામ માટે આપી દીધી અને ખેતરથી ગામ સુધી પાઇપલાઇન પાથરીને ગામનાં લોકો સુધી મીઠું પાણી પહોંચાડ્યું. જો ઇચ્છાશક્તિ હોય, પોતાના કર્તવ્યો પ્રત્યે ગંભીરતા હોય, તો એક વ્યક્તિ પણ કેવી રીતે સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે, આ પ્રયત્ન તે વાતની સૌથી મોટી પ્રેરણા છે. આપણે કર્તવ્ય પથ પર ચાલીને જ સમાજને સશક્ત કરી શકીએ છીએ, દેશને સશક્ત કરી શકીએ છીએ. આઝાદીનાં આ ‘અમૃત મહોત્સવ’ માં આ જ આપણો સંકલ્પ હોવો જોઇએ અને આ જ આપણી સાધના પણ હોવી જોઇએ અને જેનો એક જ માર્ગ છે – કર્તવ્ય, કર્તવ્ય અને કર્તવ્ય. મારાં વહાલાં દેશવાસીઓ, આજે ‘મન કી બાત’ માં આપણે સમાજ સાથે જોડાયેલાં કેટલાંય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. તમે બધા, અલગ-અલગ વિષયો સાથે જોડાયેલાં મહત્વપૂર્ણ સૂચનો મને મોકલતાં રહો છો, અને તેનાં જ આધારે આપણી ચર્ચા આગળ વધે છે. ‘મન કી બાત’ નાં આગામી સંસ્કરણ માટે પણ આપના સૂચનો મોકલવાનું ભૂલતા નહીં. હાલમાં આઝાદીનાં અમૃત મહોત્સવ સાથે જોડાયેલ જે કાર્યક્રમ ચાલી રહ્યાં છે, જે આયોજનોમાં તમે ઉપસ્થિત રહો છો, તે વિષય સંદર્ભે પણ મને જરૂર જણાવજો. Namo app અને MyGov પર હું તમારા સૂચનોની રાહ જોઇશ. આવતી વખતે આપણે ફરી એકવાર મળીશું, ફરીથી દેશવાસીઓ સાથે જોડાયેલ આવાં જ વિષયો પર વાતો કરીશું. તમે, તમારું ધ્યાન રાખજો અને તમારી આસપાસના તમામ જીવજંતુઓનો પણ ખ્યાલ રાખજો. ઉનાળાની આ ઋતુમાં તમે પશુ-પક્ષીઓ માટે દાણાં-પાણી આપવાનું તમારું માનવીય દાયિત્વ પણ નિભાવતા રહો – તે જરૂર યાદ રાખજો, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-198935
e890dc558af3b4b73098fd59a295d57728ad9776d8e17e754551afaa9e8dce92
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય જી20 લીડર્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી અને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર એચ.ઈ. ડૉ. એન્જેલા મર્કેલ વચ્ચે બેઠક યોજાઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2021ના રોજ ઈટાલીના રોમમાં જી20 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલની મુલાકાત કરી હતી.. લાંબા સમયથી ચાલતા તેમના સહકાર અને અંગત મિત્રતાને યાદ કરીને, વડા પ્રધાને ચાન્સેલર મર્કેલની માત્ર જર્મનીમાં જ નહીં પરંતુ યુરોપીયન અને વૈશ્વિક સ્તરે તેમના નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી. તેમણે ડૉ. મર્કેલના અનુગામી સાથે ગાઢ વ્યૂહાત્મક ભાગીદારી જાળવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચેના ઘનિષ્ઠ દ્વિપક્ષીય સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમના વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવાનું વચન આપ્યું હતું. તેઓ ગ્રીન હાઇડ્રોજન સહિતના નવા ક્ષેત્રોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા માટે પણ સંમત થયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ ડૉ. મર્કેલને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-211712
8d8c5ab26bc76179b8d75b3792f11bb98d27b95a7dd2ae13cd397a6909850ac6
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રીએ વિરુધુનગર ખાતે PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક માટે તમિલનાડુને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક વિરુધુનગરના આકાંક્ષી જિલ્લાની સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપશે. પ્રધાનમંત્રી કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા મેગા ટેક્સટાઇલ પાર્કના પ્રારંભની જાહેરાત કરતા ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: "તમિલનાડુની મારી બહેનો અને ભાઈઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે! વિરુધુનગરનો મહત્વાકાંક્ષી જિલ્લો પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કનું ઘર હશે. આ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને રાજ્યના યુવાનો માટે ફાયદાકારક સાબિત થશે. #PragatiKaPMMitra" GP/JD (
pib-131774
1d62be547ca1990ce11846e5c86dfde986f6e32fde059ed5aca5ba398b5c45f2
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 190.20 કરોડને પાર 12-14 વર્ષની વય જૂથ માટે 3 .04 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 20,635 છેલ્લા 24 કલાકમાં 3,451 દૈનિક નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.74% સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.83% આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 190.20 Cr ને વટાવી ગયું છે. આ 2,36,46,697 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.04 કરોડ થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે: | | સંચિત વેક્સિન ડોઝ કવરેજ | | HCWs | | પ્રથમ ડોઝ | | 1,04,05,638 | | બીજો ડોઝ | | 1,00,22,747 | | સાવચેતી ડોઝ | | 49,17,651 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,84,16,600 | | બીજો ડોઝ | | 1,75,50,850 | | સાવચેતી ડોઝ | | 79,12,526 | | 12-14 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 3,04,48,722 | | બીજો ડોઝ | | 97,80,217 | | 15-18 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 5,87,20,828 | | બીજો ડોઝ | | 4,31,71,512 | | 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 55,61,13,520 | | બીજો ડોઝ | | 48,14,71,513 | | સાવચેતી ડોઝ | | 2,77,665 | | 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 20,30,10,287 | | બીજો ડોઝ | | 18,87,73,756 | | સાવચેતી ડોઝ | | 7,94,418 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 12,69,31,452 | | બીજો ડોઝ | | 11,76,34,272 | | સાવચેતી ડોઝ | | 1,56,53,313 | | સાવચેતી ડોઝ | | 2,95,55,573 | | કુલ | | 1,90,20,07,487 સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 20,635 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.05% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.74% છે. છેલ્લા 24 કલાકમાં 3,079 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 4,25,57,495 છે. છેલ્લા 24 કલાકમાં 3,451 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,60,613 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 84.06 કરોડ થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 0.83% છે અને દૈનિક સકારાત્મકતા દર 0.96% હોવાનું નોંધાયું છે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 151
pib-74927
7adfa1a0d3bc84c7a9e4b4ac43a7fcae2efdfa40f2195e89275738024f27c4b7
guj
મંત્રીમંડળ મંત્રીમંડળે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનાં ઉદ્દેશ માટે ચીજવસ્તુઓ અને સેવાઓનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ વિશે નાઇસ સમજૂતી, ટ્રેડમાર્કના પ્રતીકાત્મક તત્વોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ સ્થાપિત કરવા માટે વિયેના સમજૂતી અને ઔદ્યોગિક ડિઝાઇનો માટે આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ સ્થાપિત કરવા માટે લોકાર્નો સમજૂતીમાં ભારતને સામેલ થવાના પ્રસ્તાવને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે – ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનાં ઉદ્દેશ માટે ચીજવસ્તુઓ અને સેવાઓનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ વિશે નાઇસ સમજૂતી, ટ્રેડમાર્કનાં પ્રતિકાત્મક તત્વોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ સ્થાપિત કરવા માટે વિયેના સમજૂતી, ઔદ્યોગિક ડિઝાઇનો માટે આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ સ્થાપિત કરવા માટે લોકાર્નો સમજૂતીમાં ભારતનાં પ્રવેશના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નાઇસ, વિયેના અને લોકાર્નો સમજૂતીમાં પહોંચ સ્થાપિત કરવાથી વૈશ્વિક સ્વરૂપે અપનાવવામાં આવતી વર્ગીકરણ પદ્ધતિઓ અનુસાર ટ્રેડમાર્ક અને ડિઝાઈનની ઉપયોગિતાનાં પરીક્ષણ માટે વર્ગીકરણ વ્યવસ્થાઓ સાથે તાલમેળથી ભારતમાં બૌદ્ધિક સંપદા કાર્યાલયને મદદ મળશે. એનાથી ભારતીય ડિઝાઇનો, પ્રતીકાત્મક તત્વો અને વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ કરવાની વ્યવસ્થાઓમાં સામેલ કરવાની તક મળશે. આ પહોંચથી ભારતમાં આઈપી સંરક્ષણનાં સંબંધમાં વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ સ્થાપિત થવાની આશા છે. આ પહોંચથી સમજૂતી અંતર્ગત વર્ગીકરણોની સમીક્ષા અને સંશોધન વિશે નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં અધિકારોનો ઉપયોગ કરવામાં પણ સરળતા રહેશે. NP/J.Khunt/GP/RP (Visitor Counter : 192
pib-67684
068c80ad73c87be76b6e4af1e8b98214f80b7c971410f125a86aa8fd64acc8c6
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતમાં દૈનિક ધોરણે 40,000 કરતાં ઓછા નવા કેસ નોંધાયા સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે, હાલમાં સક્રિય કેસનું ભારણ 4.4 લાખ કેસ કરતાં ઓછુ દૈનિક પોઝિટીવિટી દર 4%ના મહત્વપૂર્ણ આંકથી ઘટીને 3.45% નોંધાયો ભારતમાં છ દિવસ પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 40,000 કરતાં ઓછી નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની સંખ્યા 37,975 છે. 8 નવેમ્બરથી, સળંગ છેલ્લા 17 દિવસમાં, દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 50,000ના આંકડાથી નીચે નોંધાઇ રહી છે. ભારતમાં પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો હોવાથી હાલમાં દેશમાં કુલ 2,134 લેબોરેટરીમાં પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ દસ લાખથી વધારે પરીક્ષણો કરવાની કટિબદ્ધતાને અનુરૂપ છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,99,545 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણની સંખ્યા 13.3 કરોડ કરતાં વધારે થઇ ગઇ છે. દૈનિક ધોરણે સરેરાશ 10 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટીવિટી દર સતત નીચલા સ્તરે જાળવી રાખવાનું સુનિશ્ચિત થયું છે અને હાલમાં આ દર સતત ઘટાડા તરફી છે. આજે એકંદરે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર 6.87% નોંધાયો છે જે 7%ના મહત્વપૂર્ણ આંકડા કરતાં નીચે છે. દૈનિક પોઝિટીવિટી દર માત્ર 3.45% છે. મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટીવિટી દરમાં તબક્કાવાર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ વધીને 96,871 થઇ ગયા છે. છેલ્લા બે અઠવાડિયાથી સક્રિય કેસની સંખ્યામાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 42,314 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. હાલમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,38,667 થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું વર્તમાન ભારણ ઘટીને 4.78% થઇ ગયું છે અને આ આંકડો સતત ઘટી રહ્યો છે. સાજા થવાનો દર પણ એકધારો વધીને 93.76% સુધી પહોંચી ગયો છે. દેશમાં આજદિન સુધીમાં કુલ 86,04,955 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 75.71% કેસ માત્ર 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જ છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 7,216 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ કેરળમાં 5,425 અને મહારાષ્ટ્રમાં 3,729 દર્દી એક દિવસમાં સાજા થયા હોવાનું નોંધાયું છે. નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 77.04% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. દિલ્હીમાં 4,454 દર્દી નવા નોંધાયા હોવાથી દૈનિક ધોરણે નવા દર્દીની સંખ્યા અહીં સર્વાધિક નોંધાઇ છે. દિલ્હી પછી મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 4,153 દર્દી પોઝિટીવ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 480 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 73.54% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 121 દર્દી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 47 અને 30 દર્દીઓ એક દિવસમાં મૃત્યુ પામ્યા છે. SD/GP/BT (
pib-46587
a4db683e6fa9235420cbc157dd2015c50fb5095a379f8837717abdc3ccb5e4ec
guj
નાણા મંત્રાલય કેન્દ્રીય નાણા મંત્રી કાલે ઔપચારિક ક્ષેત્રમાં ખાસ કરીને ભારતના સંદર્ભમાં લૈંગિક સમાનતા સૂચકાંક જારી કરશે નવી દિલ્હી, 12-04-2017 કેન્દ્રીય નાણાં, રક્ષા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલી આવતી કાલે નવી દિલ્હીમાં યોજાનારા ફિક્કી લેડિઝ ઑર્ગેનાઈઝેશન ના 33માં વાર્ષિક અધિવેશનમાં ઔપચારિક ક્ષેત્રમાં ખાસ કરીને ભારતના સંદર્ભમાં લૈંગિક સમાનતા સૂચકાંક જારી કરશે. એફએલઓ તથા ફિક્કી દ્વારા સંયુક્ત રૂપથી પ્રારંભ લૈંગિક સમાનતા સૂચકાંક વિકસિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય લૈંગિક વિવિધતા તથા ઔપચારિક ક્ષેત્રમાં મહિલાઓના સશક્તિકરણનું મૂલ્યાંકન કરવું અને ગત વર્ષોની પ્રગતિની સમીક્ષા કરવાનું છે. આ સૂચકાંક લૈંગિક સમાનતાના ધોરણે નક્કી કરવા માટે રૂપરેખાના રૂપમાં કાર્ય કરશે અને એમાં સંગઠનનો સમગ્ર આંક જોવાશે. લૈંગિક સમાનતા સૂચકાંક જારી કરવા ઉપરાંત શ્રી અરૂણ જેટલી સુશ્રી ફરહા ખાન , સુશ્રી શોભના ભરતીયા , સુશ્રી અનિતા ડોંગરે , સુશ્રી રેનૂ સૂદ કરનાડ આવાસ વિકાસ નાણા નિગમ ના વ્યવસ્થાપક નિદેશક, ડૉ. પ્રતાપ સી. રેડ્ડી તથા પહલવાન, ઓલંપિક કોચ શ્રી મહાવીર સિંહ ફોગટને એફએલઓ આઈકોન પુરસ્કાર પ્રદાન કરશે. AP/J.Khunt/GP (Visitor Counter : 129
pib-16992
b1cb1d19616393a7cc8ed907bdaa0cbde24b2c176dbf42d8041753d7213c5ce6
guj
ગૃહ મંત્રાલય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જયપુરમાં ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 30મી બેઠકની અધ્યક્ષતા કરી ક્ષેત્રીય પરિષદો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધિત, વિવાદિત આંતરરાજ્ય મુદ્દાઓમાં સર્વ સંમતિથી ઉકેલ લાવવા, રાજ્યોની વચ્ચે ક્ષેત્રીય સહયોગમાં વધારો કરવા અને સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવનારા સહિયારા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રદાન કરે છે દેશમાં 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી પ્રધાનમંત્રી મોદીજીએ ક્ષેત્રીય પરિષદની બેઠકો નિયમિત યોજાય, પરિણામલક્ષી હોય અને પડતર રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તે સફળ હોય તે બાબત પર ખાસ ભાર મૂક્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આંતર-રાજ્ય પરિષદ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારત સરકારના તમામ મંત્રાલયો રાજ્ય સરકારો સાથે મળીને આ કાર્યને ઝડપી બનાવવા કામ કરી રહ્યા છે 2006 થી 2013ની વચ્ચે પ્રાદેશિક પરિષદની 6 બેઠકો અને તેની સ્થાયી સમિતિની 8 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 2014 થી 2022 સુધીમાં પ્રાદેશિક પરિષદની 19 બેઠકો અને સ્થાયી સમિતિની 24 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અમે પરિષદની બેઠકોની ગતિમાં ઘણો વધારો કર્યો છે અને તેમને પરિણામલક્ષી પણ બનાવી છે, આ ગતિ અને પરિણામો લાવવાનો રેકોર્ડ ચાલુ રાખવો જોઇએ ઉત્તરીય ક્ષેત્રમાં રાજ્યોના પરસ્પર અને કેન્દ્ર તેમજ રાજ્યો વચ્ચેના મુદ્દાઓનું નિરાકરણ દેશના વિકાસ અને સંઘીય માળખાને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિષદની ભૂમિકા સલાહકારી હોવા છતાં, મને એ વાતનો આનંદ છે કે મારાં ત્રણ વર્ષના અનુભવમાં, પરિષદમાં 75 ટકાથી વધુ મુદ્દાઓ સર્વસંમતિથી ઉકેલાઇ ગયા છે આ પ્રકારે એક ખૂબ જ સારી પ્રક્રિયાની શરૂઆત થઇ છે અને આપણે બધાએ તેને ચાલુ રાખવી જોઇએ, આપણે રાષ્ટ્રીય સહમતિના મુદ્દાઓ પર 100 ટકા પરિણામ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 30મી બેઠક અને તેની સ્થાયી સમિતિની 19મી બેઠકમાં કુલ 47 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 4 મુદ્દાઓને રાષ્ટ્રીય મહત્વના વિષયો તરીકે ઓળખવામાં આવ્યા હતા કુલ 47 મુદ્દામાંથી, 35 કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, જે સહકારી સંઘવાદની ભાવનાથી રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યે મોદી સરકારના સંકલ્પ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે બેઠકમાં સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે તમામ હિતધારકોને સાથે મળીને એક અસરકારક વ્યૂહરચના બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો, ગૃહ મંત્રીએ કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આર્થિક છેતરપિંડી અને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતા સાયબર અપરાધોને રોકવા માટે એક રણનીતિ ઘડવા માટે એક સમિતિની રચના કરવા માટે કહ્યું સાયબર ગુનાઓના વધી રહેલા જોખમો અને તેના નિવારણની રણનીતિ અને વિવિધ માધ્યમો દ્વારા સાયબર સાવધાની સંબંધિત અભિયાન ચલાવવા પર વિશેષ ભાર મૂક્યો સંગઠિત અને સંકલિત સાયબર હુમલાઓ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને આર્થિક ગતિવિધિ પર ઊંડી અસર પડે છે, આ વાતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સાયબર સ્પેસ અને સમગ્ર નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે શ્રી અમિત શાહે કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન દ્વારા સાયબર ગુનાઓની સંખ્યા વધારે હોય તેવા વિવિધ હોટ-સ્પોટ્સમાં સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે કહ્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ નેટવર્કના વિસ્તરણની દૂરંદેશીને અનુરૂપ, તમામ ગામોમાં 5 કિમીની અંદર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જયપુરમાં ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 30મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી રાધા કૃષ્ણ માથુર, ચંદીગઢના પ્રશાસક શ્રી બનવારીલાલ પુરોહિત, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદિયા, પંજાબના નાણાં મંત્રી શ્રી હરપાલ સિંહ ચીમા અને સભ્ય રાજ્યોના વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયના સચિવો, ઉત્તરીય ક્ષેત્રમાં સભ્ય રાજ્યોના મુખ્ય સચિવો તેમજ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ક્ષેત્રીય પરિષદોનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. આવી ક્ષેત્રીય પરિષદો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધિત, વિવાદિત આંતરરાજ્ય મુદ્દાઓમાં સર્વ સંમતિથી ઉકેલ લાવવા, રાજ્યોની વચ્ચે ક્ષેત્રીય સહયોગમાં વધારો કરવા અને સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવનારા સહિયારા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રદાન કરે છે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી પ્રધાનમંત્રી મોદીજીએ ક્ષેત્રીય પરિષદની બેઠકો નિયમિત યોજાય, પરિણામલક્ષી હોય અને પડતર રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તે સફળ હોય તે બાબત પર ખાસ ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આંતરરાજ્ય પરિષદ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ભારત સરકારના તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે મળીને તેને ગતિ આપવાનું કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, 2006 થી 2013 ની વચ્ચે પ્રાદેશિક પરિષદની 6 બેઠકો અને તેની સ્થાયી સમિતિની 8 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 2014 થી 2022 સુધીમાં પ્રાદેશિક પરિષદની 19 બેઠકો અને સ્થાયી સમિતિની 24 બેઠકોનું આજન કરવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અમે પરિષદની બેઠકોની ગતિમાં ઘણો વધારો કર્યો છે અને તેમને પરિણામલક્ષી પણ બનાવી છે, આ ગતિ અને પરિણામો લાવવાનો રેકોર્ડ ચાલુ રાખવો જોઇએ. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરીય ક્ષેત્રમાં રાજ્યોના પરસ્પર અને કેન્દ્ર તેમજ રાજ્યો વચ્ચેના મુદ્દાઓનું નિરાકરણ દેશના વિકાસ અને સંઘીય માળખાને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી પહેલાં 2019 માં, ચંદીગઢમાં યોજાયેલી ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની બેઠકમાં 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમાંથી 16 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉત્તરીય ક્ષેત્રીય પરિષદમાં સાયબર ગુનાઓની વધી રહેલી સંખ્યા અને તેના નિરાકરણ પર રણનીતિ ઘડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિવિધ માધ્યમો દ્વારા સાયબર સાવધાની સંબંધિત અભિયાન ચલાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. સાયબર ગુનાઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિ પર ઊંડી અસર પડતી હોવાની બાબતને રાખીને, પરિષદે દેશના સાયબર સ્પેસની સુરક્ષા અને સમગ્ર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી અમિત શાહે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા સામાન્ય સૉફ્ટવેરનો ઉપયોગ કરવા, ચિંતાજનક મુદ્દાઓને ઓળખી કાઢવા અને અપરાધીઓને શોધવા તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા સાથે મળીને કામ કરવાની સલાહ આપી હતી. આ સંદર્ભમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સાયબર ગુનાખોરીના વધતા જોખમને પહોંચી વળવા માટે તમામ સંબંધિત વિભાગો અને રાજ્ય સરકારો સાથે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિ દ્વારા રણનીતિ ઘડવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી પોલીસ અધિકારીઓ, પબ્લિક પ્રોસિક્યૂટરો અને ટેલિકોમ કંપનીઓ, તેમના PoS એજન્ટો સહિત કટિંગ એજ એજન્સીઓને નવી ટેકનોલોજી અને ઉન્નત કૌશલ્યથી તાલીમબદ્ધ કરવાની આવશ્યકતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સાયબર ગુનાઓનું પગેરું શોધી કાઢવા માટે આઇટી ટૂલ્સનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને તેના પુનરાવર્તનને રોકવા માટે વ્યવસ્થિત ઉપાય કરવા માટે કહ્યું હતું. આ બેઠકમાં સભ્ય રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણીની જટિલ સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી અમિત શાહે સંબંધિત રાજ્યોને આ મુદ્દે સૌહાર્દપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવીને સમયબદ્ધ ઉકેલ લાવવા માટે પણ કહ્યું હતું. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તમામ હિતધારકો સાથે મળીને વિકાસ માટે એક મજબૂત સહિયારા તંત્રની સ્થાપના કરે, આ ઉદ્દેશથી જ ક્ષેત્રીય પરિષદની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આમ તો પરિષદની ભૂમિકા સલાહકારી તરીકેની હોવા છતાં, તેમને એ વાતનો આનંદ છે કે, તેમના ત્રણ વર્ષના અનુભવમાં, પરિષદના 75 ટકાથી વધુ મુદ્દાઓ સર્વસંમતિથી ઉકેલાઇ ગયા છે. આ પ્રકારે, એક ખૂબ જ સારી પ્રક્રિયાની શરૂઆત થઇ છે અને આપણે બધાએ તેને ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, આપણે રાષ્ટ્રીય સર્વસંમતિના મુદ્દાઓ પર 100 ટકા પરિણામ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ક્ષેત્રીય પરિષદોની વિવિધ બેઠકોમાં સમગ્ર દેશ સાથે સંકળાયેલા સંખ્યાબંધ મહત્વપૂર્ણ મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ફોરેન્સિક સાયન્સ લેબ અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, CRPC અને IPCમાં સુધારો, પાંચ કિલોમીટરના પરીઘ વિસ્તારમાં દેશના દરેક ગામમાં બેંકિંગ સેવા, 100 ટકા ગામડાઓમાં મોબાઇલ નેટવર્ક, કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી ગ્રામીણ લોકો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની સુવિધાઓ પહોંચાડવી, રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ લાભાર્થી યોજનાઓને સો ટકા DBTના માધ્યમથી લાભાર્થીઓના ખાતામાં સીધી જ પહોંચાડવી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંખ્યાબંધ મુદ્દાઓ સામેલ છે. ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની આજે જયપુરમાં યોજાયેલી 30મી બેઠક અને તેની સ્થાયી સમિતિની 19મી બેઠકમાં કુલ 47 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી 4 મુદ્દાઓને રાષ્ટ્રીય મહત્વના વિષયો તરીકે ઓળખવામાં આવ્યા હતા અને તેના પર વિવિધ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં નિયમિત ધોરણે ચર્ચા કરવામાં આવી રહી છે અને તેના પર મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં, ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓમાં સુધારો, મહિલાઓ અને બાળકો વિરુદ્ધ દુષ્કર્મ અને જાતીય શોષણના કેસો પર દેખરેખ, આવા કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર નું અમલીકરણ સામેલ છે. કુલ 47 મુદ્દામાંથી, 35 કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, જે સહકારી સંઘવાદની ભાવનાથી રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યે મોદી સરકારના સંકલ્પ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ક્ષેત્રીય પરિષદની બેઠકમાં એ વાતની પ્રશંસા કરવામાં આવી હતી કે, ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ નેટવર્કનું વિસ્તરણ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલી દૂરંદેશી અનુસાર તમામ ગામડાઓમાં 5 કિમીના વિસ્તારની અંદર બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે. આ મામલે ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની આજની બેઠક સહિત છેલ્લા 3 વર્ષ દરમિયાનની તમામ ક્ષેત્રીય પરિષદની બેઠકોમાં ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકોમાં થયેલી ચર્ચાઓ અને પ્રાપ્ત થયેલા સૂચનોના આધારે, નાણાકીય સેવા વિભાગ, પોસ્ટ વિભાગ અને સહકાર મંત્રાલય દરેક ગામમાં 5 કિમીના વિસ્તારમાં બેંકની શાખાઓ અને પોસ્ટ ઓફિસોના IPPB ટચ પોઇન્ટ તબક્કાવાર સ્થાપિત કરવા માટે રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. ઉત્તરીય ક્ષેત્રના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી બેંક શાખાઓ /IPPB ટચ પોઇન્ટના વિસ્તરણ અંગે જયપુરની આ બેઠકમાં વિશેષરૂપે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ કાર્યવાહી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. SD/GP/JD (Visitor Counter : 216
pib-104432
686852aabe746c35a26344e6856cf92e5478802c349460101c7780eb030ab6b1
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો સતત વધારા સાથે આજે 21,769 થયા કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના કેન્દ્રિત, સતત અને સંયુક્ત પ્રયાસોના પરિણામે, ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું. દેશભરમાં વિસ્તૃત પરીક્ષણ લેબોરેટરીનું નેટવર્ક અને સરળ પરીક્ષણ માટેની સુવિધાઓએ નોંધપાત્ર વેગ આપ્યો છે. ભારતમાં રોજના 10 લાખ પરીક્ષણ કરવાની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી, છેલ્લા 24 કલાકમાં 7,31,697 પરીક્ષણો કરવામાં આવ્યા. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો માં 21,769 સુધીનો વધારો થયો છે. જયારે સંચિત પરિણામો 14 જુલાઈ, 2020ના રોજ 1.2 કરોડ હતા, જે સતત વધારા સાથે 16 ઓગસ્ટ, 2020ના રોજ 3 કરોડ થયા છે, આજ સમયગાળા દરમિયાન પોઝિટીવીટી દર 7.5%થી વધીને 8.81% થયો છે. જોકે વધુ પ્રમાણમાં પરીક્ષણો શરૂઆતમાં પોઝિટીવીટી દરમાં વધરો કરશે, પરંતુ દિલ્હીના અનુભવે એ સુનિશ્ચિત કર્યું છે કે જયારે ત્વરિત અઈસોલેશન, ટ્રેકિંગ અને સમયસર ક્લિનિકલ વ્યવસ્થાપન જેવા અન્ય પગલાંઓને સાથે જોડવામાં આવે ત્યારે ધીમે-ધીમે તે ઓછો થઈ જશે. સઘન પરીક્ષણ એ પ્રારંભિક ઓળખએ કોવિડ-19 પોઝિટીવ કેસને અલગ તારવે છે અને આ કાર્યક્ષમ ક્લિનિકલ સારવાર સાથે મળીને મૃત્યુદર નીચે લાવે છે. આમ, ઉન્નત અને સમયસર પરીક્ષણ એ પોઝિટિવિટી દરને નીચો રાખતો નથી, પરંતુ મૃત્યુદર પણ ઓછું રાખે છે. વિકસતી પરીક્ષણ વ્યૂહરચનાનો અગ્રણી નિર્ધારક એ દેશમાં નિરંતર વિસ્તૃત પરીક્ષણ લેબ નેટવર્ક છે. આ કામ જાન્યુઆરી 2020ની શરૂઆતમાં પુણે ખાતેની એક લેબોરેટરીથી થઈ હતી, જે આજે વધીને 1470 થઈ ગઈ છે, જેમાં સરકારી ક્ષેત્રમાં 969 લેબોરેટરી અને 501 ખાનગી લેબોરેટરીનો સમાવેશ થાય છે. આમાં સામેલ છે: - રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 754 - TrueNat આધારિત પરીક્ષણની લેબ: 599 - CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 117 કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA. કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો. જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે. SD/GP/BT (Visitor Counter : 180
pib-41729
8cdc52ad283c4502003ed71d73d85af6050bb664b6a94b71bf526514877e6e08
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રીની યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રીમાન ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ કુ. ઉર્સુલા વોન ડેર લેયેન સાથે મુલાકાત કરી હતી. બંને મુલાકાતીઓએ ભારતના G20 પ્રેસિડેન્સીની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. ચર્ચાઓ ભારત - EU વ્યૂહાત્મક ભાગીદારી, આગામી ભારત - EU સમિટ, ચાલુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો, આબોહવા પરિવર્તન અને LiFE, ડિજિટલ ટેક્નોલોજી અને ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ સહિત વિવિધ પાસાઓ પર કેન્દ્રીત કરવામાં આવી હતી. નેતાઓએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર વિશે પણ ચર્ચા કરી હતી જે 9 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેઓને લાગ્યું કે કોરિડોરનો ઝડપી અમલીકરણ થવો જોઈએ. પ્રધાનમંત્રીએ કોરિડોર હેઠળ સોલાર પ્રોજેક્ટ્સની શક્યતાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. CB/GP/JD (
pib-136497
ff230df8367c2d612ce55067748625a42bba946197348fb5df951805f5cb4265
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સીતારામ યેચુરીના પુત્ર આશિષના નિધન પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સીતારામ યેચુરીના પુત્ર આશિષના દુ: ખદ અને અકાળ અવસાન પર શોક વ્યક્ત કરી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી સીતારામ યેચુરીજી અને તેમના પરિવાર પ્રત્યે તેમના પુત્ર આશિષના દુ: ખદ અને અકાળ અવસાન પર સંવેદના. ઓમ શાંતિ." SD/GP (Visitor Counter : 59
pib-74426
0943d6d21c72532b250f4061dc15cda6c70359120bb1aafb0e538e2c925ae0e9
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રીએ જયંતીના અવસરે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું: "#ગાંધીજયંતી નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી." YP/GP/JD (
pib-27756
7ff7c989ec97ea81c5aa7ad17a76ecb4e17194f541cbdcdc5052f935d52fd3ca
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય તમામ પાત્રતા ધરાવતા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ આપનાર પ્રથમ રાજ્ય બનવા પર પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં તમામ પાત્રતા ધરાવતા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ આપવામાં દેશનું પ્રથમ રાજ્ય બનવા પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું: “ખૂબ-ખૂબ અભિનંદન @jairamthakurbjp જી. કોવિડ વિરુદ્ધની લડાઈમાં હિમાચલવાસીઓએ સમગ્ર દેશની સામે એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યુ છે. લોકોનો આ જ ઉત્સાહ આ લડાઈમાં ન્યૂ ઈન્ડિયાને નવી તાકાત આપશે.” SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 (
pib-163434
8f526e249d924c2347f4139cc32b6e7376fbae6f1204b86eb645fd1e0efddac3
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ અંજારમાં એલએનજી ટર્મિનલ અને પાઈપલાઈનનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અંજાર ખાતે મુંદ્રા એલએનજી ટર્મિનલ, અંજાર મુંદ્રા પાઈપલાઈન પ્રોજેક્ટ અને પાલનપુર પાલી બાડમેર પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કચ્છમાં તેમને જે સ્નેહ મળે છે તે અદ્વિતીય છે. તેમણે છેલ્લા 20 વર્ષમાં કચ્છ પ્રદેશમાં જે વિકાસ કાર્યો થઇ રહ્યા છે તેની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે એલએનજી ટર્મિનલનું ઉદઘાટન એ આજના કાર્યક્રમની હાઈલાઈટ છે. તેમણે ઉમેર્યુ કે ત્રણ એલએનજી ટર્મિનલોનું ઉદઘાટન કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ગુજરાત, ભારતના એલએનજી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, આનાથી તમામ ગુજરાતીએ ગર્વનો અનુભવ કરવો જોઈએ. કોઇપણ દેશના વિકાસમાં મજબૂત ઊર્જા ક્ષેત્રની જરૂરિયાત હોય છે એ વાતને ખાતરીપૂર્વક જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે જો આપણે ઊર્જાની દ્રષ્ટિએ ગરીબ રહીશું તો આપણે ગરીબીમાંથી બહાર નહિં આવી શકીએ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે લોકોની મહત્વાકાંક્ષાઓ વધી રહી છે અને તેઓ પરમ્પરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે આઈ વેઝ, ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઓપ્ટીકલ ફાયબર નેટવર્કની મહેચ્છા રાખે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રવાસન ક્ષેત્રમાં પુષ્કળ તકો રહેલી છે અને વિશ્વ ભારતમાં આવવા માટે ઉતાવળું બન્યું છે. આપણે કચ્છમાં પણ જોયું છે કે કેવી રીતે સફેદ રણ સમગ્ર વિશ્વનાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ઉડ્ડયન ક્ષેત્રને વધુ સસ્તું બનાવવા અને જોડાણોને વધુ સારા બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે પણ તેમણે વાત કરી. પ્રધાનમંત્રીએ તમામ ગામડાઓમાં વીજળીકરણ થાય તે બાબતની ખાતરી કરવા માટેના પ્રયત્નો અને ભારતમાં તમામ ઘરને વીજળી પહોંચાડવા માટે કરવામાં આવતા કાર્યો અંગે પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે અમે ભારતના સામાન્ય નાગરિકના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માંગીએ છીએ. RP (Visitor Counter : 118
pib-207026
b2c6b38588c0ea8bb611189056a0445e0a32be68e9b08d33554899283933b7f0
guj
વેપાર અને ઉદ્યોગ મંત્રાલય ઓસ્ટ્રેલિયા અને UAE સાથે થયેલા વેપાર કરારો ભારતીય કાપડ માટે અનંત તકો ખોલશે - શ્રી પિયુષ ગોયલ કાપડ ઉદ્યોગ 2030 સુધીમાં નિકાસમાં USD 100 બિલિયન હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે- શ્રી પિયુષ ગોયલ શ્રમ-સઘન ઉદ્યોગો દ્વારા નિકાસને વેગ આપવા માટે વેપાર સોદા - શ્રી પીયૂષ ગોયલ મંત્રી આશાવાદી છે કે UK, EU, કેનેડા અને GCC દેશો ભારતીય કાપડની શૂન્ય-ડ્યુટી આયાતને મંજૂરી આપશે શ્રી પીયૂષ ગોયલે ભારતીય કપાસના ખેડૂતોને નવી તકનીકો અને વૈશ્વિક શ્રેષ્ઠ ખેતી પદ્ધતિઓ અપનાવવા આહ્વાન કર્યું આપણે આપણા ખેડૂતોની ક્ષમતા વિકસાવવી જોઈએ અને તેમને કૃષિ વૈજ્ઞાનિક બનાવવા જોઈએ - શ્રી પીયૂષ ગોયલ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને UAE સાથે નવા આર્થિક સહકાર અને વેપાર કરારો કાપડ, હેન્ડલૂમ, ફૂટવેર વગેરે માટે અનંત તકો ખોલશે. તેમણે કહ્યું કે ભારતીય ઓસ્ટ્રેલિયા અને UAEમાં કાપડની નિકાસ પર હવે શૂન્ય ડ્યુટીનો સામનો કરવો પડશે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટૂંક સમયમાં યુરોપ, કેનેડા, યુકે અને GCC દેશો પણ ભારતીય કાપડની નિકાસને શૂન્ય ડ્યુટી પર આવકારશે. શ્રી ગોયલ આજે નવી દિલ્હીમાં 'કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી- કોટન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એસોસિએશન' ની સુવર્ણ જયંતિ ઉજવણીમાં મુખ્ય વક્તવ્ય આપી રહ્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી. એમ. વેંકૈયા નાયડુ આ ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા. મંત્રીએ ઉલ્લેખ કર્યો કે વેપાર કરારો શ્રમ-સઘન ઉદ્યોગોમાંથી નિકાસ વધારવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતે નવી ટેકનોલોજી, દુર્લભ ખનિજો, કાચો માલ કે જેનો ભારતમાં પુરવઠો ઓછો છે વગેરેને વ્યાજબી કિંમતે મેળવવા માટે પણ ખુલ્લું હોવું જોઈએ. આનાથી માત્ર આપણું ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો થશે, જે બદલામાં સમગ્ર વિશ્વમાં અમારા ઉત્પાદનોની માંગમાં વધારો કરશે, એમ તેમણે જણાવ્યું હતું. શ્રી ગોયલે એમ પણ કહ્યું કે ભારતીય કાપડ ઉદ્યોગ 2030 સુધીમાં નિકાસમાં USD 100 બિલિયન ડોલર હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. ઇવેન્ટની થીમ, 'કપાસ કી અધિક ઉપજ, શુદ્ધ ઉપજ' નો ઉલ્લેખ કરતાં, શ્રી ગોયલે કહ્યું કે આ થીમ કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા વધારવા અને કૃષિ આવક વધારવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની બિડ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી છે. તેમણે લગભગ 90,000 કપાસના ખેડૂતોને સીધી રીતે જોડીને મજબૂત કપાસ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કામ કરવા માટે CITI-CDRAની પ્રશંસા કરી. મંત્રીએ અવલોકન કર્યું કે માત્ર ફાઇબર કરતાં પણ વધુ, કપાસ એ ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલી અને પરંપરાનો અભિન્ન ભાગ છે. લગભગ 3,000 વર્ષોથી વિવિધ સુતરાઉ કાપડના ઉત્પાદનમાં ભારત દ્વારા ભોગવવામાં આવેલી એકાધિકારની યાદ અપાવતા મંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વએ ભારતીય કાપડની શ્રેષ્ઠતાના ગુણગાન ગાયા છે. 17મી સદીના મધ્ય સુધીમાં, ભારતીય કેલિકો અને ચિન્ટ્ઝ યુરોપમાં સુપરહિટ હતા, એમ તેમણે ઉમેર્યું. મંત્રીએ ગાંધીજીના ખાદી 'ચરખા' વિશે પણ વાત કરી જે સ્વદેશી અને અંગ્રેજો સામે પ્રતિકારનું પ્રતીક બની ગયું. કાપડ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની જરૂરિયાત વિશે બોલતા શ્રી ગોયલે કહ્યું કે આપણું કાપડ ગુણવત્તા, વિશ્વસનીયતા અને નવીનતાનું પ્રતીક બનવું જોઈએ. ભૌગોલિક રાજકીય કારણોસર વિશ્વ આજે વૈકલ્પિક ઉત્પાદન સોર્સિંગ હબ શોધી રહ્યું છે તે તરફ ધ્યાન દોરતાં મંત્રીએ કહ્યું કે ભારતીય કાપડ ઉદ્યોગ આ તકને ઝડપી લેવા અને 'મૌકે પે ચૌકા'ને ટક્કર આપવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે. નોંધનીય છે કે ભારતની કુલ વેપારી નિકાસમાં ભારતીય કાપડ ક્ષેત્રનો હિસ્સો લગભગ 10% છે. મંત્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક ઉત્પાદનના 23% સાથે ભારત કપાસનું સૌથી મોટું ઉત્પાદક છે, જે 65 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ટકાવી રાખે છે. શ્રી ગોયલે ભારતીય ખેડૂતોને નવી તકનીકો અને વૈશ્વિક શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે એઆઈ ટેક્નોલોજી વિશે વાત કરી જે ઓસ્ટ્રેલિયામાં ખેડૂતોને છંટકાવની કામગીરીને નિયંત્રિત કરવામાં સક્ષમ બનાવે છે, કારણ કે કપાસનો પાક ડેટા આધારિત નિર્ણયો દ્વારા છંટકાવ માટે સંવેદનશીલ છે. મંત્રીએ ટિપ્પણી કરી કે આધુનિક ઓસ્ટ્રેલિયન કપાસ ઉત્પાદકો માત્ર ખેડૂતો નથી પરંતુ ડ્રોન પાઇલોટ, ડેટા વિશ્લેષકો અને કૃષિ વૈજ્ઞાનિકો છે. તેમણે કહ્યું કે આપણે ભારતીય ખેડૂતોની ક્ષમતા વધારવી જોઈએ જેઓ પહેલાથી જ ખૂબ જ પ્રતિભાશાળી અને સક્ષમ છે, જેથી તેઓને સંલગ્ન ક્ષેત્રોમાં પણ નિષ્ણાત બનાવવામાં આવે. કપાસની ઉત્પાદકતા વધારવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ હસ્તક્ષેપો જેમ કે હાઈ-ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ , ટપક સિંચાઈ, વરસાદી પાણીનો સંગ્રહ, આંતર પાક વગેરેની યાદી આપતા મંત્રીએ કહ્યું કે આપણે કપાસની વિશેષ જાતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમ કે કસ્તુરી કપાસ તરીકે. શ્રી ગોયલે કાપડ અને વસ્ત્રોના ઉદ્યોગને ટકાઉપણું અને ખેડૂતોને ખેતીની કુદરતી પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપણે ઈનોવેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહિત કરવું જોઈએ અને ખેડૂતોને આઈસીએઆર, એગ્રી-યુનિવર્સિટી, આઈએઆરઆઈ અને કોટન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સાથે મળીને કામ કરવા કહ્યું. તેમણે કપાસની ખેતી અને કાપડના ક્ષેત્રમાં કાર્યરત પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે એકબીજા સાથે કામ કરવા પણ જણાવ્યું હતું. તેમણે રાષ્ટ્રને કાપડ માટે માનનીય PMના 5F વિઝન - ફાર્મ ટુ ફાઇબરથી ફેક્ટરીથી ફેશનથી ફોરેન સુધી સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ એમ પણ કહ્યું કે આપણે ઓર્ગેનિક કપાસમાં વૈશ્વિક પ્રભુત્વ મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે રાષ્ટ્રને વોકલ માટે વોકલ બનવા અને લોકલને ગ્લોબલમાં લઈ જવા વિનંતી કરી. મહાત્મા ગાંધીને ટાંકીને, જેમણે કહ્યું હતું કે "હું સ્પિનિંગ વ્હીલ પર દોરેલા દરેક દોરામાં ભગવાનને જોઉં છું. સ્પિનિંગ વ્હીલ જનતાની આશાનું પ્રતિનિધિત્વ કરે છે”, શ્રી ગોયલે ખાતરી આપી હતી કે વૈશ્વિક કપાસ ઉદ્યોગમાં ભારતીય કાપડનું એ જ જૂનું વર્ચસ્વ પાછું લાવવા માટે સરકાર ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગને સંપૂર્ણ સમર્થન આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સર્વગ્રાહી વિઝન અને સખત પરિશ્રમથી ભારત વૈશ્વિક કાપડ ઉદ્યોગમાં મોખરે રહેશે અને કપાસ ઉદ્યોગના દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર રહેશે. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 164
pib-104252
bdada49a8368e5c169ef389eb4b11a6230bdd4c4436e32458f7d86c962c009d2
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ પેટ્રોટેક – 2019નું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોએડા સ્થિત ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં પેટ્રોટેક-2019નું ઉદઘાટન કરશે. શ્રી મોદી આ યોજનનાં ઉદઘાટન સત્રને પણ સંબોધિત કરશે. પેટ્રોટેક – 2019ને ભારતનું મુખ્ય હાઇડ્રોકાર્બન સંમેલન ગણવામાં આવે છે. ભારત સરકારનાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં નેજા હેઠળ પેટ્રોટેક – 2019 એટલે 13મા આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસ સંમેલન અને પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે. 10 થી 12 ફેબ્રુઆરી, 2019 સુધી આયોજિત આ ત્રણ દિવસનાં ભવ્ય કાર્યક્રમમાં ભારતનાં ઓઇલ અને ગેસ સેક્ટરમાં હાલનાં બજાર અને રોકાણકારો માટે સાનુકૂળ વિકાસને દર્શાવવામાં આવશે. પેટ્રોટેક – 2019માં ભાગીદાર દેશોનાં 95થી વધારે ઊર્જા મંત્રીઓ અને લગભગ 70 દેશોનાં 7000 પ્રતિનિધિઓ સામેલ થવાની સંભાવના છે. સંમેલનની સાથે-સાથે ઇન્ડિયા એક્સ્પો માર્ટ, ગ્રેટર નોઇડામાં 20,000 ચોરસ મીટરમાં ફેલાયેલા એક પ્રદર્શનનું આયોજન પણ થશે. પેટ્રોટેક – 2019 પ્રદર્શનમાં મેક ઇન ઇન્ડિયા અને અક્ષય ઊર્જા થીમ પર વિશેષ ક્ષેત્રોની સાથે-સાથે 40થી વધારે દેશોનાં 13થી વધારે સ્વદેશી સ્ટૉલ અને લગભગ 750 પ્રદર્શકો સામેલ થશે. પ્રધાનમંત્રીએ 5 ડિસેમ્બર, 2016નાં રોજ પેટ્રોટેક – 2016નાં 12મા આયોજનનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મારી દ્રષ્ટિએ ભારતનાં ઊર્જા ભવિષ્ય માટે ચાર સ્તંભ છેઃ ઊર્જાની પહોંચ, ઊર્જાદક્ષતા, ઊર્જાસ્થિરતા અને ઊર્જાની સુરક્ષા." પ્રધાનમંત્રીએ ગ્લોબલ હાઇડ્રોકાર્બન કંપનીઓને પણ મેક ઇન ઇન્ડિયામાં આવવાનું આમંત્રણ પાઠવ્યું છે અને તેમને વિશ્વાસ અપાવ્યો કે, અમારો ઉદ્દેશ રેડ ટેપનાં સ્થાને રેડ કાર્પેટ તૈયાર કરવાનો છે. RP (Visitor Counter : 162
pib-289234
5756bc86cd60c8d126a9e5eae3c873fbc9fe07f65ce032597c738be65f376836
guj
PIB Headquarters કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન - રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 170.21 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા - ભારતમાં સક્રિય કેસનું ભારણ 9,94,891 થયું - સક્રિય કેસનું ભારણ હાલમાં 2.35% છે - સાજા થવાનો દર હાલમાં 96.46% નોંધાયો - છેલ્લા 24 કલાકમાં 1,80,456 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,08,40,658 દર્દીઓ સાજા થયા - છેલ્લા 24 કલાકમાં ભારતમાં 67,597 નવા કેસ નોંધાયા - દૈનિક પોઝિટિવીટી દર 5.02% પહોંચ્યો - સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 8.30% છે - કુલ 74.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 13,46,534 ટેસ્ટ કરાયા #Unite2FightCorona #IndiaFightsCorona PRESS INFORMATION BUREAU MINISTRY OF INFORMATION & BROADCASTING GOVERNMENT OF INDIA
pib-111733
f93619e0cf1773b6960ba938e6d1650e60d43ad6e38b98e8e09fec964cf80a69
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ વારાણસીમાં રૂ. 3350 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સરકાર માળખાગત વિકાસ અને જનકલ્યાણનાં કાર્યો કરવા સતત કાર્યરત છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લીધી હતી અને ત્યાં રૂ. 3350 કરોડની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજના સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સ્માર્ટ સિટી, કનેક્ટિવિટી, ઊર્જા, આવાસ તથા અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈક, રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રધાનમંત્રીએ મુલાકાતની શરૂઆતમાં વારાણસીનાં સ્વ. શ્રી રમેશ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેઓ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયાં હતાં. વારાણસીની બહાર ઔરે ગામમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકાર વિકાસની આગેકૂચ જાળવી રાખવા બે મોરચે કામ કરી રહી છે. સરકાર એક તરફ હાઇવે, રેલવે વગેરે જેવી માળખાગત સુવિધાઓનાં નિર્માણ માટે કાર્યરત છે, તો બીજી તરફ વિકાસનાં લાભ લોકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પૈકીની કેટલીક જાહેરાતો બજેટમાં કરવામાં આવી હતી. આજે લોકાર્પણ થયેલા વિવિધ પ્રોજેક્ટ વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વારાણસીને નવા ભારતનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે. આ સંદર્ભમાં તેમણે આજે વારાણસીમાં ડીએલડબલ્યુમાં લોકોમોટિવ ટ્રેનને લીલી ઝંડી આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ પહેલથી ભારતીય રેલવેની ક્ષમતા અને ઝડપમાં વધારો કરવામાં મદદ મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લાં સાડા ચાર વર્ષમાં રેલવેની કાયાપલટ કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે અને ભારતની પ્રથમ સેમિ હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દિલ્હીથી વારાણસીનાં રુટ પર દોડતી થઈ છે, જે રેલવેમાં પરિવર્તન કરવાનું આ પ્રકારનું પ્રથમ પગલું છે, આ વિવિધ પ્રોજેક્ટ પરિવહનને સરળ બનાવવાની સાથે વારાણસી, પૂર્વાંચલ અને નજીકનાં વિસ્તારોમાં નવા ઉદ્યોગો સ્થાપિત કરવા તરફ દોરી જશે. પ્રધાનમંત્રીએ વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો વહેંચ્યા હતાં. તેમણે આઇઆઇટી બીએચયુનાં 100 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીએચયુ કેન્સર સેન્ટર અને લહરતારામાં ભાભા કેન્સર હોસ્પિટલ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા અન્ય નજીકનાં રાજ્યોનાં દર્દીઓને આધુનિક સારવાર પ્રદાન કરશે. આયુષ્માન ભારત યોજના વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં આશરે 38,000 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે તેમજ ઉત્તરપ્રદેશમાં આશરે 1 કરોડ 20 લાખ લોકોને આ યોજનાનો લાભ મળશે. તેમણે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ યોજનાથી ઉત્તરપ્રદેશનાં આશરે 2.25 કરોડ ગરીબ ખેડૂતોને લાભ મળશે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કામધેનુ આયોગનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે ગાય અને તેમનાં વાછરડાંઓનાં વિકાસ અને સુરક્ષા માટે સ્થાપિત કરવામાં આવેલું પંચ છે. તેમણે જણાવ્યું હતું કે, વારાણસીમાં જે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ થયો હતો એ સમયસર પૂર્ણ થઈ રહી છે. પછી તેમણે દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની શુભેચ્છા પણ પાઠવી હતી. J.Khunt/RP (Visitor Counter : 137
pib-122952
62789322ec8725c9c02b2ec031de4234f37973035b23a51b2cd076f5fd7081b2
guj
નાણા મંત્રાલય નાણાં મંત્રીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત જીએસટી કાઉન્સિલની 35મી બેઠકની અધ્યક્ષતા કરી; કાઉન્સિલે નેશનલ એન્ટિ-પ્રોફિટીઅરિંગ ઑથોરિટીની મુદ્દત 2 વર્ષ લંબાવવા સહિત વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા જીએસટી કાઉન્સિલની 35મી બેઠક નવી સરકારે શપથ લીધા પછીની કાઉન્સિલની પ્રથમ બેઠક હતી. આ બેઠક સૌહાર્દપૂર્ણ અને વ્યવસાયિક રીતે યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં કાઉન્સિલ દ્વારા જીએસટી કાઉન્સિલનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અરુણ જેટલીની ઉત્કૃષ્ટ ભૂમિકાની નોંધ લેતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને એમાં જીએસટી કાઉન્સિલમાં એમનાં ઉત્કૃષ્ટ પ્રદાનની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેનાં પરિણામે જીએસટી અત્યારે સહકારી સંઘવાદનું ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ બની ગયું છે. કાઉન્સિલે એનાં વિદાય લેતાં સભ્યોનો આભાર પણ માન્યો હતો અને કાઉન્સિલમાં નવા સામેલ થયેલા સભ્યોનું સ્વાગત કર્યું હતું. એમાં ઉત્તરાખંડનાં ભૂતપૂર્વ નાણાંમંત્રી શ્રી પ્રકાશ પંતનાં અકાળે અવસાન પર શોકની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. સંપૂર્ણપણે જોઈએ તો કાઉન્સિલની બેઠક દરમિયાન 12 એજન્ડા પર ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવી હતી. એમાંથી કેટલીક બાબતો જીએસટી કાઉન્સિલની 34મી બેઠકમાં થયેલી કામગીરીને પુષ્ટિ આપવામાં જેવી હતી, કાઉન્સિલનાં જાહેરનામાને મંજૂર કરવામાં આવ્યું હતું, 12મી માર્ચ, 2019થી 11મી જૂન વચ્ચે કેન્દ્ર સરકારે પસાર કરેલા પરિપત્રો અને આદેશોને મંજૂર કર્યા હતાં તેમજ જીએસટી અમલીકરણ સમિતિનાં નિર્ણયોની નોંધ લેવામાં આવી હતી. પરિષદે કાયદા સાથે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ અપીલેટ ટ્રિબ્યુનલ માટે રાજ્ય અને વિસ્તારની બેન્ચોનાં સ્થાનો સાથે સંબંધિત નિર્ણય લીધો હતો. સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશ માટે કોમન સ્ટેટ બેન્ચ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. નેશનલ એન્ટિ-પ્રોફિટીયરિંગ ઑથોરિટીની મુદ્દત 2 વર્ષ વધારવામાં આવી હતી. કાઉન્સિલે બી2બી વ્યવહારો માટે તબક્કાવાર રીતે ઇલેક્ટ્રોનિક ઇનવોઇસિંગ સિસ્ટમ પ્રસ્તુત કરવાનો પણ નિર્ણય લીધો હતો. ઇ-ઇનવોઇસિંગ ઝડપથી વિકસતી ટેકનોલોજી છે, જે કરદાતાઓને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવામાં અને કરવેરા સાથે સંબંધિત પ્રક્રિયાઓનાં ઑટોમેશનમાં મદદરૂપ થશે. એનાથી કરવેરાની ચોરીની સમસ્યા દૂર કરવામાં કરવેરા સત્તામંડળને મદદ પણ મળશે. પ્રથમ તબક્કો સ્વૈચ્છિક હશે અને તે જાન્યુઆરી, 2020થી શરૂ કરવામાં આવશે. J. Khunt/RP (Visitor Counter : 233
pib-94128
e26aa9e150c7f7f0c845251a7ab94d255c82e47a95bd287978c4c14f2242c255
guj
મંત્રીમંડળ કેબિનેટે પ્રવાસનના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સમજુતી કરારને મંજુરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગને વધુ મજબુત કરવા માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સમજૂતી કરાર ને મંજુરી આપી દીધી છે. 1લી ઓક્ટોબર 2018ના રોજ ઉઝબેકિસ્તાન તરફથી વીઆઈપી મુલાકાત દરમિયાન આ એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે. ફાયદાઓ પ્રવાસનના ક્ષેત્રમાં એમઓયુ ઉપર કરવામાં આવનાર હસ્તાક્ષર એ બંને દેશોને પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સંસ્થાગત તંત્રનું નિર્માણ કરવામાં સહાયભૂત બનશે. તે ઉઝબેકિસ્તાન તરફથી દેશમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં પણ સહાય કરશે. આખરે તે આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણમાં પરિણમશે. આ એમઓયુ બૃહદ માળખાની અંદર અને સહયોગના ક્ષેત્રમાં તમામ સ્ટેક હિતધારકોના પારસ્પરિક હિત માટે અને લાંબાગાળાના પ્રવાસન સહયોગ માટે અનુકુળ પરિસ્થિતિનું પણ નિર્માણ કરશે. આ ઉપરાંત, આ એમએયુ તેમાં નક્કી કરવામાં આવેલા ઉદ્દેશોને પૂરા કરવા ટેના જરૂરી પગલાંઓનું અમલીકરણ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓને શોધી કાઢવામાં પણ મદદરૂપ બનશે. NP/J.Khunt/GP/RP (Visitor Counter : 92
pib-269053
64032aa8e574dad8f490630284fd2e40b1bc84bc64cc153bb6a05c6d9899e135
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય કોવિડ-19 અંગે મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ સૌથી પહેલાં હું તમામ આદરણીય મુખ્યમંત્રીઓનો આભાર માનું છું કે તેમણે પોતાનો સમય પણ ફાળવ્યો છે અને ખૂબ જ ગંભીરતા સાથે પોતાની વાત પણ રજૂ કરી છે. પણ, આપને મારો એ આગ્રહ છે કે અત્યાર સુધીમાં જે કોઈ ચર્ચાઓ, પરામર્શ થયો છે, તેમાં તમામ રાજ્યો સામેલ થયાં છે. અધિકારી સ્તરે પણ સામેલગીરી થઈ છે. દુનિયાના અનુભવો અંગે પણ વાત થઈ છે. આમ છતાં પણ મુખ્યમંત્રીઓનો પોતાનો એક વિશેષ અનુભવ હોય છે. જાહેર જીવનમાં કામ કરનારા લોકોની એક વિશેષ દ્રષ્ટિ હોય છે. કારણ કે આ બાબતે જો તમારાં સુચનો મળશે તો, મારો આગ્રહ છે કે લેખિત સ્વરૂપે શક્ય તેટલા વહેલાં સૂચનો રજૂ કરવાનો છે, કારણ કે આજે પણ ઘણા બધા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે આટલુ થશે તો, આટલુ થઈ શકે તો, તેનાથી પણ વધુ મુદ્દા હશે. આ મુદ્દા જો મળી જાય તો વ્યૂહરચના ઘડી કાઢવામાં ખૂબ જ આસાની થશે. અને આ બાબત કોઈના ઉપર લાદી શકાતી નથી. ભારત સરકાર નિર્ણય કરે કે આપણે આવું કરીશું. અને રાજ્ય સરકાર કહી શકે કે આવુ થઈ શકે તેમ નથી. આપણે બધાએ સાથે મળીને આ બાબતોને આગળ વધારવી પડશે. અને એટલા માટે તમામના વિષયોનું મોટું મહત્વ છે. કોરોના સંક્રમણ બાબતે જે પ્રેઝન્ટેશન થયાં છે. તેમાંથી પણ ઘણી જાણકારીઓ ઉભરી આવી છે. આજે મેં શરૂઆતમાં, જ્યાં સ્થિતિ થોડી બગડી ચૂકી છે તેવા રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. જ્યાં સુધી રસીનો સવાલ છે. રસીની સ્થિતિ અને વિતરણ અંગે થોડીક ચર્ચાઓ થઈ છે. એક પ્રકારે મીડિયામાં જે વાતો થાય છે તે થોડી અલગ બાબત છે. આપણે તો આ બાબતે અધિકૃત રીતે આગળ વધવું પડશે, કારણ કે આપણે સિસ્ટમનો એક હિસ્સો છીએ. આમ છતાં પણ ચિત્ર ઘણું બધું સ્પષ્ટ થયું છે. એક એવો સમય હતો કે જ્યારે આપણા સૌની સામે એક અજાણી તાકાત સામે લડવોના પડકારો હતા. પરંતુ દેશના સંગઠિત પ્રયાસોના કારણે આ પડકારોનો મુકાબલો થઈ શક્યો છે. નુકસાનને ઓછામાં ઓછું કરી શકાયું છે. આજે રિકવરી રેટ અને ફેટાલીટી રેટ બંને બાબતોમાં ભારત દુનિયાના અનેક દેશોની તુલનામાં સ્થિતિ સંભાળી શકયો છે. આપણા સૌના અથાક પ્રયાસોથી દેશમાં સારવારથી માંડીને ટેસ્ટીંગ સુધીના એક મોટા નેટવર્ક માટે આજે સતત કામ કરી રહ્યું છે. આ નેટવર્કનો સતત વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે. પીએમ કેયર્સના માધ્યમથી ઓક્સિજન અને વેન્ટીલેટર્સ ઉપલબ્ધ કરવાની કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. અમારી એ કોશિશ રહી છે કે દેશની મેડિકલ કોલેજો અને જિલ્લા હૉસ્પિટલોને ઓક્સિજન પેદા કરવાની કામગીરી બાબતે આત્મનિર્ભર બનાવી શકાય. એટલા માટે હાલમાં 150થી વધુ નવા ઓક્સિજન પ્લાન્ટસ સ્થાપવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પીએમ કેયર્સ ભંડોળ મારફતે દેશના અલગ-અલગ હૉસ્પિટલોને હજારો નવાં વેન્ટીલેટર્સ પહોંચાડવાની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે. વેન્ટીલેટર્સ માટે પીએમ કેયર્સ ભંડોળમાંથી રૂ. 2 હજાર કરોડ આપવાની વાત સ્વીકારી ચૂકાઈ છે. સાથીઓ, આપણી પાસે કોરોના સાથેના મુકાબલાના 8થી 10 મહિનાનો પૂરતો ડેટા છે. કોરોનાના મેન્જમેન્ટ બાબતે વ્યાપક અનુભવ છે. આગળની પણ નીતિ ઘડી કાઢતી વખતે આપણે, વિતેલા કેટલાક મહિનાઓમાં દેશના લોકોએ, આપણા સમાજે કેવો પ્રતિભાવ આપ્યો છે મને લાગે છે કે તે બાબત આપણે પણ સમજવી પડશે. કોરોના દરમિયાન ભારતના લોકોનો વ્યવહાર પણ એક રીતે કહીએ તો અલગ-અલગ સ્થળે અલગ-અલગ પ્રકારનો રહ્યો છે. જો આપણે વ્યાપક સ્વરૂપે તેની વાત કરીએ તો, પહેલો જે તબક્કો હતો તે ડરનો તબક્કો હતો, ભયનો હતો, કોઈને એ બાબત સમજમાં આવતી ન હતી કે પોતાની સાથે શું થશે અને પૂરી દુનિયાની હાલત પણ આવી જ હતી. દરેક વ્યક્તિ પેનિકમાં હતી અને તે રીતે દરેક વ્યક્તિ પ્રતિભાવ આપી રહી હતી. આપણે જોયું કે શરૂઆતના તબક્કામાં આત્મહત્યા કરવા સુધીની ઘટનાઓ બની છે. એ પછી ધીરે-ધીરે બીજો તબકકો આવ્યો. બીજા તબકકામાં લોકોમાં ભયની સાથે-સાથે બીજા લોકો માટે શંકાની ભાવના પણ ઉભી થઈ. તેમને થઈ ગયુ કે કોરોના થઈ ગયો એટલે બાબત ગંભીર બની ગઈ છે, દૂર ભાગો. એક રીતે કહીએ તો ઘરમાં પણ નફરતનું વાતાવરણ ઉભુ થતુ હતું અને બીમારીના કારણે સમાજ સાથેનો સંબંધ કપાઈ જવાનો પણ લોકોને ડર લાગતો હતો. આ કારણે કોરોના થયા પછી ઘણા લોકો સંક્રમણની બાબત છૂપાવવા લાગ્યા હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે આની તો જાણ જ નહીં કરવી જોઈએ. નહીં તો સમાજથી અળગા થઈ જવાશે. હવે આ બાબતમાં પણ થોડી-થોડી ગંભીરતા આવી રહી છે. લોકો ધીરે-ધીરે સમજવા લાગ્યા છે અને આ સ્થિતિમાંથી બહાર આવવા લાગ્યા છે. એ પછી ત્રીજો તબક્કો આવ્યો. ત્રીજા તબક્કામાં લોકો ઘણી હદ સુધી સમજવા લાગ્યા હતા અને હવે સંક્રમણને સ્વીકારવા પણ લાગ્યા હતા. અને જાહેર પણ કરવા લાગ્યા હતા કે મને આ તકલીફ છે, હું આઈસોલેશન કરી રહ્યો છું, હું ક્વોરેન્ટાઈન કરી રહ્યો છું. તમે પણ કરો. આનો અર્થ એ થયો કે લોકો એક બીજાને સારી રીતે સમજવા લાગ્યા હતા. જુઓ, તમે પણ જોયુ હશે કે લોકોમાં વધુ ગંભીરતા પણ આવવા માંડી છે. અને આપણે જોયુ છે કે લોકો સતર્ક પણ થવા લાગ્યા છે. અને આ ત્રીજા તબક્કા પછી આપણે ચોથા તબક્કામાં પહોંચ્યા છીએ. જેમાં કોરોનાથી રિકવરીનો દર વધ્યો છે. આથી લોકોને લાગે છે કે વાયરસ નુકસાન કરી રહ્યો નથી. તે કમજોર થઈ ગયો છે. ઘણા બધા લોકો એવું પણ વિચારવા લાગ્યા છે કે જો બીમાર થઈ ગયા છીએ તો સારા પણ થઈ જઈ શકીશું. આ કારણે બેદરકારીનો આ તબક્કો ઘણો બધો વ્યાપક બની ગયો છે. આને આ કારણે મેં તહેવારોની શરૂઆતમાં જ ખાસ રાષ્ટ્રના નામે સંદેશો બહાર પાડીને તમામ લોકોને હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે ઢીલાશ રાખશો નહી, કારણ કે કોઈ રસી નથી. દવા નથી. આપણી પાસે માત્ર એક જ રસ્તો બચ્યો છે કે આપણે કેવી રીતે જાતે દરેક વ્યક્તિને બચાવી શકીએ. આપણાથી જે ભૂલો થઈ છે તે જ એક જોખમ બની ગઈ છે, થોડીક ઢીલાશ આવી ગઈ છે. આ ચોથા તબક્કામાં આપણે લોકોને કોરોનાની ગંભીરતા તરફ વધુ જાગૃત બનાવવા જ જોઈએ. આપણે એકદમ રસી તરફ શીફટ થઈએ, જેમને જે કામ કરવાનું હશે તે કરશે આપણે તો કોરોના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. કોઈ પણ હાલતમાં ઢીલાશ રખાય નહી તેનું ધ્યાન રાખવાનુ છે. હા, શરૂઆતમાં કેટલાંક બંધન એટલા માટે લાગુ કરવાં પડયાં હતાં કારણ કે વ્યવસ્થા પણ વિકસિત કરવાની હતી. લોકોને થોડાક શિક્ષિત પણ કરવાના હતા. થોડોક આગ્રહ રાખીશુ તો પરિસ્થિતિ સંભાળી લઈ શકીશું. જે-જે બાબતો આપણે તૈયાર કરીએ તેને એ રીતે જ અમલમાં મુકીએ હવે કોઈ આગળ વધે નહીં તેની ચિંતા આપણે જરૂર કરવાની રહેશે. જેથી કોઈ નવી ગરબડ ઉભી થાય નહીં. આપદાના ઉંડા સમુદ્રમાંથી નીકળીને આપણે કિનારા તરફ આગળ ધપી રહ્યા છીએ. આપણા સૌની સાથે એ જૂની શેર શાયરી ચાલે છે અને એવુ લાગે છે કે ... हमारी किश्ती भी वहां डूबी जहां पानी कम था। આવી સ્થિતિ આપણે હવે આવવા દેવાની નથી. સાથીઓ, આજે આપણે દુનિયાભરમાં જોઈ રહ્યા છીએ કે જે દેશોમાં કોરોના ઓછો થઈ રહ્યો હતો, તમને ચાર્ટ બતાવવામાં આવ્યો છે કે ત્યાં કોરોના કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આપણે ત્યાં પણ કેટલાંક રાજ્યોમાં આ ચિંતાજનક તરાહ જોવા મળી છે. એટલા માટે આપણે સૌએ શાસન અને પ્રશાસને અગાઉ કરતાં પણ વધુ જાગૃત બનીને અને વધુ સતર્ક બનવાની જરૂર છે. આપણે ટ્રાન્સમિશનને ઓછું કરવા માટેના આપણા પ્રયાસોને જરા વધુ ગતિ આપવાની છે. ટેસ્ટીંગ હોય, કન્ફર્મેશન, કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ડેટા સાથે જોડાયેલી કોઈ પણ ઉણપને આપણે સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ બાબતો ઠીક કરવાની છે. પોઝિટિવીટી રેટના 5 ટકાના વ્યાપમાં લાવવાનો છે અને હું માનુ છું કે નાના-નાના એકમો ઉપર ધ્યાન આપવાનુ રહેશે કે ત્યાં કેમ વધારો થયો છે. અડધો કેમ વધ્યો, બમણો કેમ થયો, આ બધી આપણે રાજ્યના સ્તરે ચર્ચા કરવાને બદલે જેટલી સ્થાનિક સ્તરે ચર્ચા કરીશું તો આપણે કદાચ તે સ્થિતિને ઝડપથી હલ કરી શકીશું. બીજુ આપણે સૌએ અનુભવ કર્યો છે કે આર્ટીફિશિયલ ટેસ્ટનુ પ્રમાણ વધવુ જોઈએ. જે ઘરોમાં આઈસોલેટ કરવામાં આવેલા દર્દી છે, તેમનું મોનિટરીંગ વધુ બહેતર પ્રકારે થવુ જોઈએ. તમે પણ જાણો છો કે જો ત્યાં થોડી પણ વધારે ઢીલાશ દાખવવામાં આવી તો તે દર્દી વધુ ગંભીર હાલત સાથે હૉસ્પિટલમાં પહોંચે છે, તે પછી આપણે તેને બચાવી શકતા નથી. ગામ અને સમુદાયના સ્તરે જે હેલ્થ સેન્ટર્સ છે તેમને પણ આપણે વધુ સજ્જ કરવા પડશે. ગામની આજુબાજુ પણ માળખાગત સુવિધાઓ યોગ્ય રીતે જળવાઈ રહે તે પણ આપણે જોવાનું રહેશે. આપણાં લોકોનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે મૃત્યુ દરને 1 ટકા કરતાં પણ નીચે લાવી શકાય અને મેં જે રીતે કહ્યું તે મુજબ નાના-નાના વિસ્તારોમાં જો એક મૃત્યુ થાય તો તે શા માટે થયું તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે સ્થિતિને સંભાળી શકશો અને સૌથી મોટી બાબત જાગૃતિ અભિયાનની છે અને એમાં કોઈ ઊણપ રહેવી જોઈએ નહીં. કોરોનાથી બચવા માટે મેસેજીંગ કરવા માટે સમાજને પણ સાથે જોડી રાખવાની જરૂર છે. જે રીતે થોડા સમય પહેલાં દરેક સંગઠન, દરેક પ્રભાવિત વ્યક્તિને આપણે જે રીતે સાંકળ્યા હતા તે રીતે તેમને સક્રિય કરવા પડશે. સાથીઓ, તમે સારી રીતે જાણો છો કે કોરોનાની રસી બાબતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા પ્રકારના સમાચારો આવી રહ્યા છે. આજે દુનિયામાં પણ અને દેશમાં પણ. આજે જે રીતે તમને પ્રેઝન્ટેશનમાં પૂરી વિગત સાથે બતાવવામાં આવ્યું તે રીતે કોરોનાની રસીનું કામકાજ લગભગ આખરી તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર પણ આ ગતિવિધિ તરફ ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. આપણે સૌના સંપર્કમાં છીએ, પરંતુ હજુ સુધી એ નક્કી થયું નથી કે વેક્સીનના એક ડોઝની કિંમત શું હશે, બે ડોઝ આપવા પડશે કે ત્રણ ડોઝ આપવા પડશે તે પણ નક્કી નથી. તેની કિંમત કેટલી હશે અને કેવી રીતે નક્કી કરાશે તે પણ નક્કી નથી. આનો અર્થ એ થયો કે આ તમામ સવાલોના જવાબ અત્યારે આપણી પાસે નથી, કારણ કે તેને બનાવનારા જે લોકો છે, દુનિયામાં જે પ્રકારના કોર્પોરેટ વર્ગના લોકો છે તેમની વચ્ચે પણ સ્પર્ધા ચાલી રહી છે. દુનિયાના દેશોને પણ તેમના પોતાના રાજદ્વારી હિતો હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા બાબતે પણ આપણે પ્રતિક્ષા કરવાની રહે છે. આ બાબતોને આપણે વૈશ્વિક સંદર્ભમાં આગળ ધપાવવાની રહેશે. આપણે ભારતમાં રસી વિકસાવનારા અને ઉત્પાદકો સાથે પણ સંપર્કમાં છીએ. આ ઉપરાંત વૈશ્વિક નિયંત્રણ સંસ્થાઓ, અન્ય દેશોની સરકારો, ભિન્ન પ્રકારની સંસ્થાઓ અને સાથે-સાથે આંતરરાષ્ટ્રીય કંપનીઓ, આ તમામની સાથે જેટલો સંપર્ક વધારી શકાય, એટલે કે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન થઈ શકે તેના માટે પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથીઓ, કોરોના સામેની આપણી લડાઈમાં આપણે શરૂઆતથી જ દરેક દેશવાસીઓનો જીવ બચાવવાની બાબતે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. હવે રસી આવ્યા પછી આપણી અગ્રતા એ રહેશે કે તમામ લોકો સુધી રસી કેવી રીતે પહોંચાડવામાં આવે એ બાબતે તો કોઈ વિવાદ હોઈ શકે નહીં, પરંતુ કોરોનાની રસી બાબતે જોડાયેલું ભારતનું અભિયાન, આપણાં દરેક નાગરિક માટે એક પ્રકારે રાષ્ટ્રીય કટિબધ્ધતા જેવું છે. આટલું મોટું રસીકરણ અભિયાન સરળતાથી ચાલે, પધ્ધતિસરનું બની રહે અને જળવાઈ પણ રહે. આ બધુ લાંબુ ચાલવાનું છે અને એટલા માટે આપણે સૌએ, દરેક સરકારે, દરેક સંગઠને સંગઠીત થઈને સંકલન સાથે એક ટીમ તરીકે કામ કરવું જ પડશે. સાથીઓ, રસી બાબતે ભારતનો જે અનુભવ છે તે દુનિયાના મોટા-મોટા દેશો પાસે નથી. આપણાં માટે જેટલી ઝડપ જરૂરી છે તેટલી જ જરૂરિયાત સલામતીની પણ છે. ભારત જે કોઈ રસી પોતાના નાગરિકોને આપશે તે દરેક વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઉતરશે. જ્યાં સુધી રસીના વિતરણની વાત છે, તો તેની તૈયારી પણ આપ સૌ રાજ્યોએ સાથે મળીને કરવાની છે. વેક્સીન અગ્રતાના ધોરણે કોને લગાવવામાં આવે તેની રાજ્યો સાથે મળીને વિચારણા કરવા માટેનો મુદ્દો તમારી સમક્ષ રાખવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આ મુજબ કહે છે અને આપણે તે પ્રમાણે ચાલીએ તો તે સારૂં છે, પરંતુ આપણે આ નિર્ણય બધાંએ સાથે મળીને જ કરવાનો છે. દરેક રાજ્યના સૂચનોનું એમાં મહત્વ રહેશે, કારણ કે તેમને ધારણા છે કે તેમના રાજ્યમાં કેવી સ્થિતિ છે. આપણને કેટલા કોલ્ડ ચેઈન સ્ટોરેજની જરૂર પડશે તેની પણ વિચારણા કરવાની રહેશે. મને લાગે છે કે રાજ્યોને અત્યાર સુધીમાં આગ્રહ રાખીને આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરી દેવી જોઈએ. ક્યાં ક્યાં આ શક્ય બનશે, તેના માપદંડ કેવા રહેશે, તે અંગે તો વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ તેનું અમલીકરણ કરવા માટે આપણે સૌએ સજ્જ રહેવું પડશે અને જરૂર જણાશે તો વધારાના પૂરવઠા અંગે પણ ખાત્રી કરવાની રહેશે અને તેનું એક વિસ્તૃત આયોજન ઘણી જલ્દીથી રાજ્ય સરકારો સાથે મળીને નક્કી કરવામાં આવશે. અમારા રાજ્યોની અને કેન્દ્રની ટીમ એક બીજા સાથે સતત વાતચીત કરી રહી છે અને કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને થોડાંક સમય પહેલાં જ આગ્રહ કર્યો હતો કે રાજ્ય સરકારના સ્તરે એક સ્ટીયરીંગ કમિટી અને રાજ્ય તથા જિલ્લા સ્તરે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. હું તો માનું છું કે બ્લોક સ્તર સુધી જેટલી ઝડપથી થઈ શકે તેટલી ઝડપથી વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને કોઈને કોઈ વ્યક્તિને તો કામ સોંપવું જ પડશે. આ સમિતિઓની બેઠકો નિયમિત મળતી રહે, તેમને તાલીમ મળે, તેમનું મોનિટરીંગ કરવામાં આવે અને ઓનલાઈન જે ટ્રેનિંગ આપવાની હોય છે તે પણ શરૂ કરી દેવામાં આવે. આપણે આપણાં રોજબરોજના કામોની સાથે કોરોના સાથે લડતા રહીને ઝડપથી એક વ્યવસ્થા સ્થાપિત કરવી પડશે તેવો મારો આગ્રહ રહેશે. તમે જે કોઈ સવાલો કર્યા છે, કઈ રસી કઈ કિંમતે આવશે તે પણ નક્કી નથી. મૂળ ભારતીય રસી અત્યારે તો બે સ્તરે આગળ છે, પરંતુ બહારના લોકો સાથે મળીને આપણાં લોકો કામ કરી રહ્યા છે. દુનિયામાં જે રસી બની રહી છે તેના ઉત્પાદન માટે પણ ભારતના લોકો સાથે મળીને વાત કરવાની રહે છે. કંપનીઓને સાથે રાખીને આ તમામ વિષયોમાં, આપણે જાણીએ છીએ કે કોઈ દવા 20 વર્ષથી લોકપ્રિય થઈ છે અને 20 વર્ષથી લોકો તેનો ઉપયોગ કરી રહ્યા હોય છે, પરંતુ કેટલાક લોકોને તેનું રિએક્શન આવે છે. આજે પણ આવે છે. 20 વર્ષ પછી પણ આવે છે. તો, આમાં પણ આવી સંભાવના રહે છે. નિર્ણયને માપદંડના ત્રાજવાથી જ માપવો જોઈએ. નિર્ણય તેની જે ઓથોરિટીઝ છે તે ઓથોરિટીએ સર્ટિફાઈડ કરેલી વ્યવસ્થા મુજબ જ થવો જોઈએ. આપણે લોકો સમાજ જીવનની ચિંતા કરીએ છીએ, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ વૈજ્ઞાનિક નથી. આ બાબતે આપણી નિપુણતા નહીં હોવાથી આપણે દુનિયામાં જે વ્યવસ્થા ગોઠવાયેલી છે તેની નીચે આવતી ચીજોનો આખરે સ્વીકાર કરીને આપણે આગળ વધીશું, પરંતુ હું તમને આગ્રહ કરૂં છું કે તમારા મનમાં ખાસ કરીને રસી બાબતે જો કોઈ યોજનાઓ હોય અને કઈ રીતે તેને નીચે સુધી પહોંચાડશો તો તે અંગેની વિગતવાર યોજના મને લેખિત સ્વરૂપે મોકલી આપશો તો નિર્ણય કરવામાં આસાની થશે. તમારા વિચારોની તાકાત ઘણી મોટી છે. રાજ્યોનો અનુભવ પણ ખૂબ જ મહત્વનો બની રહે છે, કારણ કે ત્યાંથી જ આ બાબતોને આગળ ધપાવવાની છે અને એટલા માટે જ હું ઈચ્છા રાખું છું કે તમે ખૂબ જ ઝડપી, એક પ્રકારે સુરક્ષાત્મક સામેલગિરી દાખવતા રહો એવું બની શકે છે, પણ મારી એ અપેક્ષા છે, પરંતુ મેં અગાઉ કહ્યું તે મુજબ રસી, રસીની જગાએ છે, તે કામમાં આવશે, તે અંગે કામ થશે, પણ કોરોના સામેની લડાઈ સહેજ પણ ઢીલી પડવી જોઈએ નહીં, સહેજ પણ ઢીલાશ આવવી જોઈએ નહીં. મારી આપ સૌને આ વિનંતી છે. આજે તામિલનાડુ અને પોંડિચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાની મને તક મળી હતી. હું સવારે આંધ્રમાં ફોન કરી શક્યો ન હતો. એક વાવાઝોડુ આપણાં પૂર્વ સાગર કાંઠે સક્રિય થયું છે તે કાલે કદાચ તામિલનાડુ, પોંડિચેરી અને આંધ્રના કેટલાક હિસ્સા તરફ આગળ વધી રહ્યું છે. ભારત સરકારની તમામ ટીમ ખૂબ જ સક્રિય છે. બધા લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે. મેં આજે બે આદરણીય મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. આંધ્રના મુખ્યમંત્રીની સાથે હવે પછી વાત કરીશ, પરંતુ સૌના માટે પૂરી રીતે ભારત સરકાર અને રાજ્ય સરકારોએ સાથે મળીને પ્રથમ કામ લોકોનું સ્થળાંતર કરાવવાનું છે, લોકોને બચાવવાનું છે અને એ જ બાબત ઉપર આપણે ભાર મૂકવાનો છે. વધુ એક વખત હું આપ સૌનો ખૂબ જ આભારી છું. તમે સૌએ સમય ફાળવ્યો છે, પરંતુ હું આગ્રહ કરીશ કે તમે ઝડપથી મને કોઈને કોઈ માહિતી મોકલતા રહેશો. ધન્યવાદ !! SD/GP/BT (
pib-257979
431dd6af02a7a820689bd99b05ea127b3bc1211b9054e9b0c138fdadee9fd449
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટઃ પીપીઇ કિટ, N95 માસ્ક અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને સારવારની સ્થિતિ પર ઉચ્ચ સ્તરેથી નજર રાખવામાં આવી રહી છે અને રાજ્ય સરકારો સાથે જોડાણમાં વિવિધ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટરની જરૂરિયાતો પૂર્ણ કરવા કારખાનાઓ સતત આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યાં છે અને કારખાનાઓ તબીબી સેવામાં કાર્યરત કર્મચારીઓ માટે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ નું ઉત્પાદન કરવા પ્રયાસરત છે. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વેન્ટિલટર્સનું ઉત્પાદન કરવા અગ્રેસર છે, ત્યારે તમામ દવા કંપનીઓએ સરકારને ખાતરી આપી છે કે, આ કટોકટીના ગાળા દરમિયાન દવાઓની કોઈ ખેંચ ઊભી નહીં થાય અને ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. તબીબી કર્મચારીઓને કટોકટીની કોઈ પણ સ્થિતિ માટે સંપૂર્ણપણે સજ્જ રહેવા તાલીમ આપવામાં આવે છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિયાત ઊભી થવાની સંભવિતતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દેશમાં એના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રયાસમાં કાપડ મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંયુક્તપણે કાર્યરત છે. સ્થાનિક ઉત્પાદકો આ પ્રસંગે આગળ આવ્યાં છે અને અત્યાર સુધી 11 ઉત્પાદકોને ગુણવત્તાનાં પરીક્ષણમાં મંજૂરી આપી છે. તેમને 21 લાખ પીપીઇ કવરોલ્સના ઓર્ડર્સ આપવામાં આવ્યાં છે. અત્યારે તેઓ દરરોજ 6,000 થી 7,000 કવરોલ્સનો પુરવઠો પૂરો પાડી રહ્યાં છે અને આ આગામી અઠવાડિયાની અંદર દરરોજ 15,000 થઈ જાય એવી અપેક્ષા છે. આજે એક વધુ ઉત્પાદકને મંજૂરી આપવામાં આવી છે અને એને 5 લાખ કવરોલ્સને ઓર્ડર આપવામાં આવ્યો છે. અત્યાર સુધી 3.4 લાખ પીપીઇ દેશમાં વિવિધ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. આશરે 60,000 પીપીઇ કિટ્સનું ભારત સરકારે ઉત્પાદન કર્યું છે અને એનો પુરવઠો પૂરો પાડ્યો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ ચીનમાંથી 10,000 પીપીઇની વ્યવસ્થા કરી છે, જે પ્રાપ્ત થયા છે અને એનું વિતરણ થયું છે. વધુ 3 લાખ પીપીઇ કવરોલ્સનું દાન 4 એપ્રિલનાં રોજ મળી જશે. શસ્ત્ર કારખાનાઓને 3 લાખ પીપીઇના ઓર્ડર આપવામાં આવ્યાં છે. પીપીઇ કિટના વિદેશ સ્ત્રોતો પણ દુનિયાભરમાંથી મોટી માગનો સામનો કરી રહ્યાં છે. તેમણે વિદેશ મંત્રાલય દ્વારા સંપર્ક કર્યો છે. સિંગાપોરના એક ઓનલાઇન પ્લેટફોર્મની ઓળખ કરવામાં આવી છે, જે 10 લાખ પીપીઇ કિટ સપ્લાય કરી શકે છે અને વિદેશ મંત્રાલયે એની પાસેથી ખરીદી કરવા માટે ઓર્ડર આપ્યો છે. કોરિયામાં અન્ય એક સપ્લાયરની ઓળખ કરવામાં આવી છે, જે વિયેતનામ અને તુર્કીમાં ઉત્પાદન કંપનીઓ સાથે જોડાણ ધરાવે છે, જેની રોજિંદી ઉત્પાદન ક્ષમતા 1 લાખથી વધારે પીપીઇની છે. વિદેશ મંત્રાલય દ્વારા આ કંપનીને 20 લાખ પીપીઇ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. N95 માસ્કનું ઉત્પાદન બે સ્થાનિક ઉત્પાદકો કરે છે. તેઓ અત્યારે દરરોજ 50,000 માસ્ક સપ્લાય કરવા સક્ષમ છે, પણ આગામી અઠવાડિયાની અંદર ક્ષમતા વધીને દરરોજ 1 લાખ માસ્કની થશે. ડીઆરડીઓએ દરરોજ 20,000 N99 માસ્કનું ઉત્પાદન કરવા સ્થાનિક ઉત્પાદકો સાથે જોડાણ કર્યું છે. આ પુરવઠો એક અઠવાડિયામાં ઉપલબ્ધ થાય એવી અપેક્ષા છે. અત્યારે દેશની વિવિધ હોસ્પિટલોમાં N99 માસ્કનો સ્ટોક 11.95 લાખ છે. છેલ્લાં બે દિવસમાં વધુ 5 લાખ માસ્કનું વિતરણ થયું હતું અને આજે 1.40 લાખ માસ્કનું વિતરણ થયું હતું. 10 લાખ માસ્ક પીપીઇ કિટનો ભાગ હશે, જે સિંગાપારથી મળશે. કોવિડ-19ના દર્દીઓ માટે વેન્ટિલેટર્સની જરૂર છે, કારણ કે તેમને એક્યુટ રેસ્પિરેટરી ડિસીઝ સિન્ડ્રોમ વિકસે છે. અત્યારે વેન્ટિલેટરના સપોર્ટ પર કોવિડ-19ના 20થી ઓછા દર્દીઓ છે. એની સાથે દેશમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે વિવિધ હોસ્પિટલોમાં 14,000થી વધારે વેન્ટિલેટરની ઓળખ કરવામાં આવી છે. નોઇડામાં સ્થાનિક ઉત્પાદક અગ્વા હેલ્થકેર અનુકૂળ વેન્ટિલેટર્સ વિકસાવવા સક્ષમ છે અને કંપનીને 10,000 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સપ્લાય એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં શરૂ થાય એવી અપેક્ષા છે. આ ઉપરાંત 30,000 વેન્ટિલેટર્સ માટેનો ઓર્ડર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને આપવામાં આવ્યો છે, જે આ પ્રયાસમાં સ્થાનિક ઉત્પાદક સાથે જોડાણ કરી રહી છે. ભારતીય ઓટો ઉત્પાદકો વેન્ટિલેટર્સનું ઉત્પાદન કરવા પણ સજ્જ છે. દરમિયાન હેમિલ્ટન, માઇન્ડરે અને ડ્રેગર જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓને વેન્ટિલેટરના પુરવઠા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય ચીનમાંથી 10,000 વેન્ટિલેટર્સ મંગાવવા સપ્લાયર્સને સંપર્ક કર્યો છે. GP/RP (Visitor Counter : 201
pib-297216
34c45629ac4260b4649dd47c214d7874d17e9d3004d9aabc717a404f0041d119
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવા બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવા બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં સૌપ્રથમ સૌથી મોટા સ્વદેશી 700 મેગાવોટના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતા સાથે કામગીરી શરૂ કરી. એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું. ગુજરાતમાં સૌપ્રથમ સૌથી મોટો સ્વદેશી 700 મેગાવોટ કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી છે. આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.” CB/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-3077
1e9f6c1979588dccd903375c6b1b571a1d7a6339f14f40d97f8a96ce658a8af5
guj
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માર્ગ મંત્રાલયે પોતાની વેબસાઈટ ઉપર ઢાબાઓ અને ટ્રક રીપેરીંગ દુકાનોની યાદી ધરાવતું ડેશબોર્ડ શરુ કર્યું માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જુદા જુદા સંસ્થાનો જેવા કે NHAI, રાજ્યો, ઓઈલ ઉત્પાદન કરતી કંપનીઓ વગેરે દ્વારા સમગ્ર દેશમાં ઉપલબ્ધ ઢાબાઓ અને ટ્રક રિપેરિંગ દુકાનોની યાદી પૂરી પાડવા માટે પોતાની વેબસાઈટ ઉપર ડેશબોર્ડ લીંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યાદીને https://morth.nic.in/dhabas-truck-repair-shops-opened-during-covid-19 ની ઉપર જોઈ શકાય છે. તેનો ઉદ્દેશ્ય કોવિડ-19ની મહામારીને નાથવા માટે જાહેર કરવામાં આવેલ લોકડાઉનના વર્તમાન પડકારજનક સમય દરમિયાન જરૂરી માલસામાન પહોંચાડવા માટે દેશના એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચે મુસાફરી કરી રહેલા ટ્રક/સામાન વાહક ડ્રાઈવર અને ક્લીનર્સને તેમના આવાગમનમાં સુવિધા પૂરી પાડવાનો છે. માહિતી પૂરી પાડવા માટે જુદા જુદા હિતધારકો ખાસ કરીને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વગેરેની સાથે સતત સંપર્ક જાળવવામાં આવે છે જે ત્યારબાદ MoRTHની વેબસાઈટ ઉપર ડેશબોર્ડ લીંક ઉપર અપડેટ કરવામાં આવે છે. ડ્રાઈવરો/ ક્લીનર્સને ધોરીમાર્ગો ઉપર ઢાબાઓ અને રીપેરીંગની દુકાનો વિષેની માહિતી શોધવા માટે મદદ કરવા માટે NHAIનો એક કેન્દ્રીય ફોન નંબર 10૩૩ પણ જવાબ આપવા માટે ચાલુ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માલસામાનની હેરફેરની શ્રુંખલામાં રહેલ આ ઢાબાઓ અને રિપેરિંગ દુકાનો, ડ્રાઈવર, ક્લીનર્સ અથવા અન્ય કોઇપણ વ્યક્તિએ તમામ જરૂરી સાવચેતીઓ અને સામાજિક અંતર, માસ્કનો ઉપયોગ, સ્વચ્છતા વગેરે જેવી તમામ જોગવાઈઓનું કડકપણે પાલન કરવાનું રહેશે. GP/DS (
pib-25630
6603579083d94eefced32f779f34bedab3c80ce09330f5780b76ab6693ffa0e3
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 185.36 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 15.92 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની ગતિને વેગ આપવા અને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રવ્યાપી COVID-19 રસીકરણ 16મી જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું. COVID-19 રસીકરણના સાર્વત્રિકકરણનો નવો તબક્કો 21મી જૂન 2021થી શરૂ થયો. વધુ રસીઓની ઉપલબ્ધતા, રાજ્યોમાં રસીની આગોતરી દૃશ્યતા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનને તેમના દ્વારા બહેતર આયોજનને સક્ષમ કરવું, અને રસીની સપ્લાય ચેઇનને સુવ્યવસ્થિત કરીને વેગ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે કોવિડ રસી પૂરી પાડીને સહાય કરી રહી છે. COVID19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75% રસીની ખરીદી અને સપ્લાય કરશે. | | રસીના ડોઝ | | | | પુરવઠો | | 1,86,36,02,425 | | બાકી ઉપલબ્ધ | | 15,92,07,891 ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 186.36 કરોડ થી વધુ રસી પૂરી પાડી છે. હાલમાં, કોવિડ-19 રસીના 15.92 કરોડ થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 130
pib-20574
c6c4e5fd1e5e0952d4d98bb611ca68537e7b868e0ba947bd3298bc7809aa2107
guj
સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકની દેખરેખ અને કલ્યાણ અધિનિયમ, 2007માં સંશોધન માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ બિલ, 2019 11-12-2019 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે હોમકેર સેવાઓનો સમાવેશ થાય છે જેઓ કોઈપણ શારીરિક અથવા માનસિક ક્ષતિના કારણે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી અનુભવે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્યનો વિષય છે. વરિષ્ઠ નાગરિકો સામેના ગુનાઓને રોકવા માટે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્યાણ બિલ, 2019માં દરેક પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નાગરિકો માટે એક નોડલ અધિકારી અને દરેક જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે એક વિશેષ પોલીસ યુનિટની જોગવાઈ છે. નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એલ્ડર્લી નો વર્તમાન આદેશ યોજનામાં ચાલી રહેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો છે. આ માહિતી સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્ય મંત્રી સુશ્રી પ્રતિમા ભૌમિકે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 237
pib-55050
6347509e3f0226f1b4f9af363abf254eb799305ba0789fdc3d09a209d41aa40a
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રીએ લૉન બાઉલ મેન્સ ટીમને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ લૉન બાઉલ મેન્સ ટીમના ખેલાડીઓ સુનીલ બહાદુર, નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ અને દિનેશ કુમારને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; "લૉન બાઉલ્સમાં સિલ્વર મેડલ જીતનાર સુનીલ બહાદુર, નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ અને દિનેશ કુમાર પર ગર્વ છે. તેમનું ટીમવર્ક અને મક્કમતા પ્રશંસનીય છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ. #Cheer4India" SD/GPJD (
pib-6248
1fbf87a3d1cbe8baa6bf48bcb43cab90887f0411cb421101faf838ad8883f322
guj
માહિતી અને પ્રસારણ મંત્રાલય શ્રી અનુરાગ ઠાકુરે પ્રસારકો માટે પ્રસારણ સેવા પોર્ટલનો આરંભ કર્યો આ પોર્ટલ ઇકો-સિસ્ટમમાં પારદર્શિતા, જવાબદારી અને ઉતરદાયિત્ત્વ લાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે: શ્રી અનુરાગ ઠાકુર ટૂંક સમયમાં સરકારની મુખ્ય ‘રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ’ને સાંકળવામાં આવશે: શ્રી અનુરાગ ઠાકુર આ પોર્ટલ 900 કરતાં વધારે સેટેલાઇટ ચેનલો, 70થી વધારે ટેલિપોર્ટ ઑપરેટરો, 1750 કરતાં વધારે મલ્ટી-સર્વિસ ઑપરેટરો, 350 કરતાં વધારે સામુદાયિક રેડિયો સ્ટેશન , 380 કરતાં વધારે ખાનગી FM ચેનલો અને અન્ય ઘણાને 360 ડિગ્રી ઉકેલ પૂરા પાડશે પ્રસારણ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ પૂરો પાડવાની દિશામાં આ પોર્ટલ એક મોટી છલાંગ છે આ પોર્ટલમાં ‘આરંભથી અંત’ સુવિધા દ્વારા માઉસની માત્ર એક ક્લિકના માધ્યમથી સૌના માટે ઉકેલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હી ખાતે નવા પ્રસારણ સેવા પોર્ટલનો પ્રારંભ કર્યો છે. દેશમાં પ્રસારણ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ પૂરો પાડવાની દિશામાં આ એક નવા પ્રકરણની શરૂઆત છે. પ્રસારણ સેવા પોર્ટલ એ એવો ઑનલાઇન પોર્ટલ ઉકેલ છે જે પ્રસારકો માટે વિવિધ પ્રકારના લાઇસન્સ, પરવાનગીઓ અને નોંધણીઓ વગેરે માટે ઝડપથી અરજીઓ દાખલ કરવા અને તેની પ્રક્રિયા કરવાની સવલત પૂરી પાડે છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે સમગ્ર પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને વધુ જવાબદારીપૂર્ણ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. પ્રસારણ સેવા પોર્ટલના કારણે અરજીઓનો નિકાલ આવવાનો સમય એકંદરે ઘટી જશે અને સાથે સાથે અરજીની પ્રગતિ પર નજર રાખવામાં પણ મદદ મળશે. આ પોર્ટલથી માણસોનો હસ્તક્ષેપ ઘટી જશે અને આ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ પૂરો પાડવાની દિશામાં એક મોટી છલાંગ પૂરવાર થશે. શ્રી ઠાકુરે વધુમાં ઉમેર્યું હતું કે, આ પોર્ટલની મદદથી ઉપલબ્ધ કરાવવામાં આવતા 360 ડિગ્રી ડિજિટલ ઉકેલ હિતધારકોને પરવાનગી મેળવવામાં, નોંધણી માટે અરજી કરવામાં, અરજીઓ પર નજર રાખવામાં, ફીની ગણતરી કરવામાં તેમજ ચૂકવણી કરવામાં મદદરૂપ થશે. આ પોર્ટલ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો, ટેલિપોર્ટ ઑપરેટરો, MSO, સામુદાયિક અને ખાનગી રેડિયો ચેનલો વગેરે જેવા તમામ હિતધારકોને ડિજિટલ ઇન્ડિયાના વ્યાપક છત્રના પ્રયાસો અંતર્ગત પોતાની સેવાઓ પૂરી પાડશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ ‘લઘુતમ સરકાર, મહત્તમ સુશાસન’ના મંત્રને સાર્થક કરવાની દિશામાં આ પોર્ટલ એક વિરાટ પગલું છે કારણ કે આ સરળ અને ઉપયોગકર્તાઓ માટે અનુકૂળ વેબપોર્ટલ પ્રસારકોને માઉસની માત્ર એક ક્લિક દ્વારા આરંભથી અંત સુધીના ઉકેલ પૂરા પાડે છે. તેનાથી 900 કરતાં વધારે સેટેલાઇટ ટીવી ચેનલો, 70 ટેલિપોર્ટ ઑપરેટર્સ, 1700 મલ્ટી-સર્વિસ ઑપરેટરો, 350 સામુદાયિક રેડિયો સ્ટેશનો , 380 ખાનગી FM ચેનલો અને અન્યને સીધો લાભ પહોંચાડીને વ્યવસાયિક માહોલને વધુ વેગ આપશે અને સમગ્ર પ્રસારણ ક્ષેત્રને સશક્ત બનાવશે.” મંત્રીશ્રીએ ઉપસ્થિતોને માહિતી આપી હતી કે, આ પોર્ટલના ટેસ્ટ-રન માં છેવટના વપરાશકર્તાઓ પાસેથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. ટૂંક સમયમાં જ તેને રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે સાંકળવામાં આવશે. આ ઉદ્યોગને જરૂરિયાત લાગતી હોય તેવા વધુ સુધારાઓ કરવા માટે પણ મંત્રાલય તૈયાર છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે, નવાં પોર્ટલમાં અગાઉના સંસ્કરણની સરખામણીએ ઘણા સુધારા કરવામાં આવ્યા છે અને એક મહિનાના પરીક્ષણ સમયગાળા દરમિયાન હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ પોર્ટલ ઇકો-સિસ્ટમમાં પારદર્શિતા, જવાબદારી અને ઉત્તરાદાયિત્વ લાવશે અને તમામ માહિતી એક જ ડૅશબોર્ડ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ સેવાઓ અને સુવિધાઓનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે: - આરંભથી અંત સુધીની પ્રક્રિયા - ચુકવણી સિસ્ટમ સાથે સંકલન - ઇ-ઓફિસ અને હિતધારક મંત્રાલયો સાથે સંકલન - એનાલિટિક્સ, રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ - સંકલિત હેલ્પડેસ્ક - અરજી ફોર્મ અને સ્થિતિનું ટ્રેકિંગ - પોર્ટલ પરથી પત્રો/ઓર્ડરો ડાઉનલોડ કરવાની સુવિધા - હિતધારકો માટે એલર્ટ સુવિધા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રસારકોએ આ નવા પોર્ટલને આવકાર્યું હતું અને કહ્યું હતું કે, આનાથી કોઇપણ અરજીને આગળ વધવામાં જે અંતર કાપવું પડે છે જેમાં મોટાપાયે ઘટાડો થશે અને અરજીની પ્રક્રિયા આગળ વધારવા માટે કરવા પડતા પ્રયાસો પણ ઘટી જશે. અહીં નોંધનીય છે કે, ભારતમાં વ્યવસાયના માહોલમાં સુધારો એ ભારત સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતા મુખ્ય ક્ષેત્રોમાંથી એક છે અને પ્રસારણ સેવા પોર્ટલ પ્રસારણ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ પૂરો પાડવા તેમજ આ ક્ષેત્રનું સશક્તિકરણ કરવા માટેની સરકારની કટિબદ્ધતાનું દૃષ્ટાંત પૂરું પાડે છે. http://davp.nic.in/ebook/bsp/Broadcast_Seva_Portal/index.html પ્રસારણ સેવા પોર્ટલનો આરંભ કાર્યક્રમ નીચે આપેલી લિંક પર ઉપલબ્ધ છે. SD/GP/MR સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-14550
7448d978163f19d9edcee3e62a585aa8d2c6d91f2d2bae618363b284c0007086
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય મહિલાઓ માટેના 30મા રાષ્ટ્રીય પંચના સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ નમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત અલગ અલગ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદમાં મારા સાથી બહેન સ્મૃતિ ઇરાનીજી, ડૉક્ટર મહેન્દ્રભાઈ, દર્શના જરદોષજી, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ રેખા શર્માજી, તમામ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ તથા સદસ્યગણ, સ્વયંસેવી સંસ્થાઓના સદસ્યગણ, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો. આપ સૌને રાષ્ટ્રીય મહિલા પંચની સ્થાપનાના 30 વર્ષ પૂરા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. 30 વર્ષનો પડાવ કોઈ વ્યક્તિના જીવનનો હોય કે પછી કોઈ સંસ્થાનો હોય, અત્યંત મહત્વનો હોય છે. આ સમય નવી જવાબદારીઓનો હોય છે, નવી ઊર્જા સાથે આગળ ધપવાનો હોય છે. મને વિશ્વાસ છે કે પોતાની સ્થાપનાના 30 વર્ષને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ આ જ રૂપથી જોવામાં આવી રહ્યો હશે. આથી પણ વધુ પ્રભાવશાળી, આથી પણ વધુ જવાબદાર અને નવી ઊર્જાથી તરબોળ. આજે બદલાઈ રહેલા ભારતમાં મહિલાઓની ભૂમિકાનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. તેથી જ રાષ્ટ્રીય મહિલા આયોગની ભૂમિકાનો વ્યાપ પણ આજે સમયની માંગ છે. આવામાં આજે દેશના તમામ મહિલા આયોગોએ પોતાનો વ્યાપ વધારવાનો રહેશે અને પોતાના રાજ્યની મહિલાઓની નવી દિશા આપવાની રહેશે. સાથીઓ, આજે આઝાદીના અમૃત મહોત્સવમાં એક નવા ભારતનો સંકલ્પ આપણી સામે છે. આજે દેશ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ‘ના મંત્ર પર કામ કરી રહ્યો છે. દેશ સૌના વિકાસ આ લક્ષ્યાંક સુધી ત્યારે જ પહોંચશે જ્યારે તમામ માટે તમામ સંભાવનાઓ સમાન રૂપથી ખુલ્લી હોય. આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ જેવી રીતે બિઝનેસની વાત થતી હતી તો તેનો એ જ અર્થ કાઢવામાં આવતો હતો કે મોટા કોર્પોરેટની વાત થઈ રહી છે, પુરૂષોના કામની વાત થઈ રહી છે. પરંતુ હકીકત એ રહી છે કે સદીઓથી ભારતની તાકાત આપણા નાના સ્થાનિક ઉદ્યોગો રહ્યા છે. જેને આજે આપણે MSMEs કહીએ છીએ. આ ઉદ્યોગોમાં જેટલી ભૂમિકા પુરૂષોની હોય છે એટલી જ મહિલાઓની પણ હોય છે. તમે ટેક્સટાઇલ ઉદ્યોગનું ઉદાહરણ લો, પોટરીનું ઉદાહરણ લો, કૃષિ અને દૂધના ઉત્પાદનને જૂઓ. આવા તો કેટલાય ઉદ્યોગ છે જેનો આઘાર મહિલા શક્તિ અને મહિલા કૌશલ્ય જ છે. પરંતુ એ કમનસીબી રહી હતી કે આ ઉદ્યોગોની શક્તિને ઓળખવાનું છોડી દેવામાં આવ્યું હતું. જૂનવાણી વિચારધારા ધરાવનારા લોકોએ મહિલાઓના કૌશલ્યને માત્ર ઘરના કામકાજનો જ વિષય માની લીધો હતો. દેશની અર્થવ્યવસ્થા આગળ ધપાવવા માટે આ જૂનવાણી વિચારધારાને બદલવી જરૂરી છે. મેક ઇન ઇન્ડિયા આજે આ જ કામ કરી રહ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન મહિલાઓની આ જ ક્ષમતાને દેશના વિકાસ સાથે સાંકળી રહ્યું છે. અને, પરિણામ આપણી સામે છે. આજે મુદ્રા યોજનાની લગભગ 70 ટકા લાભાર્થી મહિલાઓ છે. કરોડો મહિલાઓએ આ યોજનાની મદદથી પોતાનું કાર્ય શરૂ કર્યું છે. અને સાથે સાથે તેઓ અન્યને પણ રોજગારી આપી રહી છે. આવી જ રીતે મહિલાઓમાં સ્વયં સહાયતા સમૂહો મારફતે આંતરપ્રિન્યોરશિપને વધારવા માટે દેશ દીન દયાલ અંત્યોદય યોજના ચલાવી રહ્યો છે. દેશની મહિલાઓનો ઉત્સાહ અને સામર્થ્ય એટલું છે કે 6-7 વર્ષોમાં સ્વયં સહાયતા સમૂહોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થઈ ગયો છે. આ જ વલણ આપણને સ્ટાર્ટ અપ ઇ-સિસ્ટમમાં પણ જોવા મળી રહ્યું છે. 2015ના વર્ષથી આપણા દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં 60 હજારથી વધુ નવા સ્ટાર્ટ અપ બન્યા છે. અને આપણા તમામ માટે ગૌરવનો વિષય છે કે તેમાંથી 45 ટકા સ્ટાર્ટ અપમાં કમસે કમ એક નિર્દેશક મહિલા છે. સાથીઓ, ન્યૂ ઇન્ડિયાની વિકાસયાત્રામાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. મહિલા આયોગોએ સમાજની આંતરપ્રિન્યોરશિપમાં મહિલાઓની આ ભૂમિકાને વધુને વધુ ઓળખ અપાવવાની છે અને તેને પ્રમોટ કરવાની છે. તમે સૌ જોયું છે કે છેલ્લા સાત વર્ષમાં દેશે આ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડમાં મહિલાઓની વધતી ભાગીદારી તેનું વધુ એક ઉદાહરણ છે. 2015થી અત્યાર સુધીમાં 185 મહિલાઓને તેમના અભૂતપૂર્વ કાર્યો માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ વર્ષે પણ 34 પદ્મ પુરસ્કાર અલગ અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહેલી મહિલાઓને મળ્યા છે. આ એક નવો વિક્રમ છે. આજ સુધી ક્યારેય આટલી મોટી સંખ્યામાં મહિલાઓને પદ્મ પુરસ્કાર સાંપડ્યો નથી. આવી જ રીતે આજે રમત ગમતમાં પણ ભારતની દીકરીઓ દુનિયામાં કમાલ કરી રહી છે. ઓલિમ્પિક્સમાં દેશ માટે મેડલ જીતી રહી છે. કોરોનાની મહામારી સામે આવડી મોટી લડત સમગ્ર દેશે લડી હતી જેમાં આપણી નર્સો, ડૉક્ટરો, મહિલા વૈજ્ઞાનિકોએ પણ કેવડી મોટી ભૂમિકા અદા કરેલી છે. એટલે કે જ્યારે પણ તક મળી છે ત્યારે ભારતની નારી શક્તિએ પોતાના સામર્થ્યને પુરવાર કરી દેખાડ્યું છે. અને તમારા સૌ કરતાં વધુ સારી રીતે એ વાતને કોણ જાણતું હશે કે એક મહિલા સૌથી શ્રેષ્ઠ શિક્ષક અને ટ્રેનર પણ હોય છે. આથી જ દેશના તમામ મહિલા આયોગો સમક્ષ ભારતમાં આંતરપ્રિન્યોરશિપથી લઈને રમત ગમત સુધી એક નવી વિચારધારા અને ક્ષમતા તૈયાર કરવાની પણ એક મોટી જવાબદારી છે. સાથીઓ, તમે સૌ એ વાતના સાક્ષી છો કે છેલ્લા સાત વર્ષમાં દેશની નીતિઓ મહિલાઓને લઈને વધુ સંવેદનશીલ બની છે. આજે ભારત એ દેશોમાં છે જે પોતાને ત્યાં સૌથી વધુ માતૃત્વ રજા આપે છે. નાની ઉંમરમાં લગ્ન દીકરીઓના અભ્યાસ અને કારકિર્દીમાં અવરોધરૂપ બને નહીં તેના માટે દીકરીઓના લગ્નની વયમર્યાદા 21 વર્ષ કરવાનો પ્રયાસ છે. એક સમય હતો જ્યારે દેશમાં મહિલા સશક્તીકરણને મર્યાદિત વ્યાપમાં જોવામાં આવતું હતું. ગામડાની કે ગરીબ પરિવારોની મહિલા તેનાથી દૂર હતી. અમે આ ભેદભાવ નાબૂદ કરવા અંગે પણ કાર્ય કરી રહ્યા છીએ. આજે મહિલા સશક્તીકરણનો ચહેરો એ નવ કરોડ મહિલાઓ પણ છે જેમને પહેલી વાર ગેસ કનેક્શન મળ્યું છે. ધુમાડાથી મુક્તિ મળી છે. આજે મહિલા સશક્તીકરણનો ચહેરો એ માતાઓ અને બહેનો પણ છે જેમને પોતાના ઘરમાં જ શૌચાલય મળ્યું છે. જેને ઉત્તર પ્રદેશમાં ઇજ્જત ઘર કહે છે. આજે મહિલા સશક્તીકરણનો ચહેરો એ માતાઓ પણ છે જેમને તેમના માથે પહેલી વાર પાક્કી છત મળી છે જેના નામથી પ્રધાનમંત્રી આવાસ બન્યા છે. આવી જ રીતે જ્યારે કરોડો મહિલાઓને ગર્ભાવસ્થા અને ડિલિવરીના સમયે સહાયતા મળે છે, જ્યારે કરોડો મહિલાઓને પોતાના જનધન ખાતા મળે છે જ્યારે સરકારની સબસિડી સીધી જ મહિલાઓના બેંક ખાતામાં પહોંચે છે. તો આ મહિલાઓ સશક્તીકરણ અને બદલાઈ રહેલા ભારતનો ચહેરો બને છે. સાથીઓ, આજે દેશની નારીનો આત્મવિશ્વાસ વધ્યો છે. તે જાતે જ હવે પોતાના ભવિષ્યનું નિર્ધારણ નક્કી કરી રહી છે. દેશના ભવિષ્યને દિશા ચીંધી રહી છે. આજે વર્ષો બાદ દેશમાં સેક્સ આંક બહેતર બન્યો છે. આજે શાળાઓમાંથી છોકરીઓનો નીકળી જવાનો દર ઘટી ગયો છે. કેમ કે દેશના ‘બેટી બચાવો, બેટી પઢાઓ‘ અભિયાન સાથે મહિલાઓ ખુદ જ જોડાઈ છે. અને જ્યારે નારી કાંઈ નક્કી કરી લે છે તો તેની દિશા નારી જ નક્કી કરે છે. તેથી જ આપણે જોઈ રહ્યા છીએ કે જે સરકારોએ મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા નથી આપી, મહિલાઓએ તેમને સત્તામાંથી હાંકી કાઢવામાં જરાય ખચકાટ દાખવ્યો નથી. પાક્કું કરી લીધુ. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો મને ઘણી વાર આશ્ચર્ય થતું હતું કે અન્ય સ્થળે આ વિષય પર કેમ કાર્ય થતું નથી ? તેથી જ 2014માં સરકાર બન્યા બાદ અમે રાષ્ટ્ર કક્ષાએ મહિલા સુરક્ષા સાથે સંકળાયેલા અનેક પ્રયાસો હાથ ધર્યા. આજે દેશમાં મહિલાઓની વિરુદ્ધ અપરાધ સામે કડક કાયદો છે. બળાત્કારના જધન્ય કિસ્સામાં ફાસીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ રચવામાં આવી રહી છે. જે કાયદા બન્યા છે તેનું કડકપણે પાલન થાય તેના માટે રાજ્યોની મદદથી વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. પોલીસ થાણામાં મહિલાઓની સહાયતા ડેસ્કની સંખ્યા વધારવાની હોય, 24 કલાક ઉપલબ્ધ હોય તેવી હેલ્પલાઇન હોય, સાઇબર ક્રાઇમનો સામનો કરવા માટેના પોર્ટલ હોય તેવા અનેક પ્રયાસ આજે દેશમાં ચારે તરફ થઈ રહ્યા છે. અને સૌથી મહત્વપૂર્ણ આજે સરકાર મહિલાઓની સામે થતા અપરાધ અંગે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરી રહી છે. આ તમામ પ્રયાસોમાં રાષ્ટ્રીય મહિલા આયોગે પ્રદેશ મહિલા આયોગોની સાથે મળીને મહિલાઓ અને સરકારની વચ્ચે એક સેતૂનું કામ કરવાનું છે. મને સંપૂર્ણ ભરોસો છે કે તમારી આ સકારાત્મક ભૂમિકા આપણા સમાજને આવી જ રીતે મજબૂત કરતી રહેશે. આ જ વિશ્વાસ સાથે, આપસૌને ફરી એક વાર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. SD/GP/JD (
pib-21029
6631a61ad8d0e24b7eeaf674fe6d1679f7b5271cf751747fb0e33f224c6f2103
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતમાં કુલ રસીકરણ કવરેજની સંખ્યા 13.83 કરોડથી વધારે થઇ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા રસીના ડોઝની સંખ્યા 29 લાખ કરતાં વધારે છેલ્લા 24 કલાકમાં 2.19 લાખથી વધારે દર્દીઓ સાજા થઇ ગયા મૃત્યુદર વધુ ઘટીને 1.14% થયો અગિયાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંબંધિત એકપણ દર્દીનું મૃત્યું નોંધાયું નથી ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હેઠળ દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 13.83 કરોડથી વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 19,80,105 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 13,83,79,832 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 92,68,027 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 59,51,076 HCWsએ બીજો ડોઝ લીધો છે. આ સિવાય, 1,18,51,655 FLWs , 61,94,851 FLWs , તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,91,45,265, બીજો ડોઝ લેનારા 71,65,338 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,66,71,540 અને બીજો ડોઝ લેનારા 21,32,080 લાભાર્થીઓ પણ તેમાં સામેલ છે. | | HCWs | | FLWs | | 45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | કુલ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | 92,68,027 | | 59,51,076 | | 1,18,51,655 | | 61,94,851 | | 4,66,71,540 | | 21,32,080 | | 4,91,45,265 | | 71,65,338 | | 13,83,79,832 દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 58.92% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 29 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 98મા દિવસે રસીના કુલ 29,01,412 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 26,927 સત્રોનું આયોજન કરીને 18,63,024 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 10,38,388 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. | | તારીખ: 23 એપ્રિલ, 2021 | | HCWs | | FLWs | | 45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | કુલ આપવામાં આવેલા ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | પ્રથમ ડોઝ | | બીજો ડોઝ | | 25,663 | | 46,337 | | 1,19,696 | | 1,17,591 | | 11,07,210 | | 2,30,784 | | 6,10,455 | | 6,43,676 | | 18,63,024 | | 10,38,388 ભારતમાં આજદિન સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો વધીને આજે 1,38,67,997 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 83.49% નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,19,838 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. નવા નોંધાયેલા સાજા થનારા દર્દીઓમાંથી 82.94% દર્દીઓ દસ રાજ્યોમાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,46,786 દર્દીઓ નવા પોઝિટીવ નોંધાયા છે. નવા સંક્રમતિ થયેલા દર્દીઓમાંથી 74.15% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ. દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તસીગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર દૈનિક ધોરણે 66,836 નવા પોઝિટીવ દર્દીઓ સાથે દેશમાં સૌથી ટોચે છે. તે પછીના ક્રમે, 36,605 નવા દર્દીઓ સાથે ઉત્તરપ્રદેશ અને 28,447 નવા દર્દીઓ સાથે કેરળ છે. નીચે દર્શાવેલા આલેખ અનુસાર બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 25,52,940 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 15.37% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,24,324 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે. નીચે આપેલા આલેખમાં છેલ્લા એક વર્ષમાં સક્રિય કેસોની સંખ્યામાં થયેલા ફેરફારની સ્થિતિ દર્શાવી છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત અને કેરળ સાત રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 66.66% દર્દીઓ છે. રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે હાલમાં ઘટીને 1.14% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 2,624 દર્દીના મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 82.28% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતાં. સૌથી વધારે મૃત્યુઆંક મહારાષ્ટ્રમાં નોંધાયો છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં એક દિવસમાં 348 મૃત્યુ નોંધાયા છે. અગિયાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, લદાખ , દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, લક્ષદ્વીપ, સિક્કિમ, મણીપુર, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે. SD/GP/JD (Visitor Counter : 187
pib-228119
7bbc1e80aca6fd8d83ff982f3cf594fe26781fb702311cc6fc8da2f8a3da2c58
guj
મંત્રીમંડળ મંત્રીમંડળે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત અને જીનિવા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતી કરારને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત અને જીનિવા વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી હતી. ઉદ્દેશ્ય: આ સમજૂતી કરારના ઉદ્દેશ્યો નીચે મુજબ છે: - સહયોગાત્મક સંસ્થાગત સંબંધ માટેનો પાયો સ્થાપિત કરવો. - બંને પક્ષો વચ્ચે પારસ્પરિક ફાયદા, સમાનતા અને આદાન-પ્રદાનના આધાર પર પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય ટેકનીકલ સહયોગને પ્રોત્સાહન આપવું અને તેને આગળ વધારવું. - સહયોગના ક્ષેત્રમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, જૈવ ઊર્જા અને વેસ્ટ ટુ એનર્જી, સ્મોલ હાયડ્રો સ્ટોરેજ તથા ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે. DS/RP (
pib-159087
9d827096aac8d47e6fb96848961cbfcda0325ccacaeb82b6ecb0bb297fbd3520
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “પ. પૂ. ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને એમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ. સમાજમાં તેમનું સમૃદ્ધ યોગદાન સતત પ્રેરણા આપતું રહેશે.” RP (
pib-16878
83e8e4a5f3ed74324fc4d2187b65e0b1618595bad9afaf32d956128946def8aa
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 127.61 કરોડ લોકોને રસી આપવામાં આવી ભારતમાં સક્રિય કેસનું ભારણ 99,155 થયું સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.29% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો છેલ્લા 24 કલાકમાં 6,918 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,60,774 દર્દીઓ સાજા થયા છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,895 નવા કેસ નોંધાયા દૈનિક પોઝિટિવીટી દર 0.73% પહોંચ્યો, છેલ્લા 62 દિવસથી 2% કરતા ઓછો સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 21 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.80% છે કુલ 64.72 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 160
pib-22002
26ad3801cb61628063a885deee9a8da30948bbd891f74ee583a7316bb56b8a9b
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પીએમએ ફ્રાન્સમાં ચેટોરોક્સ 2022માં વધુ એક સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય શૂટર, અવની લેખરાને અભિનંદન આપ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર અવની લેખરાને ફ્રાન્સમાં ચેટોરોક્સ 2022માં વધુ એક સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; "#Chateauroux2022માં વધુ એક ગોલ્ડ જીતવા બદલ @AvaniLekhara પર ગર્વ છે. નવી ઊંચાઈઓ સર કરવાનો તેણીનો નિર્ધાર નોંધપાત્ર છે. હું તેણીને આ સિદ્ધિ બદલ અભિનંદન આપું છું અને ભવિષ્ય માટે તેણીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું." SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-213927
35fb42aafed782e95c5aa963be29560a8ca253592a51462d231c4f3f9c8f1ad6
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 48.03 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી પણ 2.92 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય. દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને પહોંચાડશે અને સપ્લાય કરશે. | | રસીના ડોઝ | | | | પુરવઠો | | 48,03,97,080 | | આપવાના બાકી | | 71,16,720 | | વપરાશ | | 45,27,93,441 | | બાકી ઉપલબ્ધ | | 2,92,65,015 ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 48.03 કરોડ થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 71,16,720 ડોઝ હજુ ઉપલબ્ધ છે. તેમાંથી, બગાડ સહિતનો કુલ વપરાશ 45,27,93,441 રસી થયો છે. હાલમાં, કોવિડ-19 રસીના 2.92 કરોડ થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે. SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 177
pib-76684
b20f9f0590cc3d0071c08e55a68882bbe0b8630fcbe7a80f8bfa8a6634de4748
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,050 ડોઝ આપવામાં આવ્યા છે ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 9,092 છે સક્રિય કેસ 0.02% છે રિકવરી રેટ હાલમાં 98.79% છે છેલ્લા 24 કલાકમાં 1,948 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 4,44,44,013 થઈ છેલ્લા 24 કલાકમાં 865 નવા કેસ નોંધાયા છે દૈનિક સકારાત્મકતા દર સાપ્તાહિક સકારાત્મકતા દર અત્યાર સુધીમાં કુલ 92.91 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 1,35,873 ટેસ્ટ કરવામાં આવ્યા છે YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 110
pib-241692
0d5cac0fc0bc00b66381710ce346c4a41ffa0b7e62db2e4e3452f02428f94718
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય 20મી આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની શરૂઆતની ટિપ્પણી મહામહિમ, રાષ્ટ્રપતિ જોકો વિડોડો, મહામહિમ, મહાનુભાવો, નમસ્કાર આપણી ભાગીદારી તેના ચોથા દાયકામાં પ્રવેશી રહી છે. આ સંદર્ભે, ભારત-આસિયાન શિખર સંમેલનની સહ-અધ્યક્ષતાથી મને ઘણો આનંદ થાય છે. આ સમિટના શાનદાર આયોજન માટે, હું રાષ્ટ્રપતિ વિડોડોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. હું આસિયાન જૂથના સક્ષમ નેતૃત્વને પણ અભિનંદન આપું છું. હું કંબોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ હુન માનેટને તાજેતરમાં પદ સંભાળવા બદલ મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. હું આ બેઠકમાં નિરીક્ષક તરીકે તિમોર-લેસ્ટેના પ્રધાનમંત્રી મહામહિમ ઝાનાના ગુસ્માઓનું પણ સ્વાગત કરું છું. મહામહિમ, આપણો ઇતિહાસ અને ભૂગોળ ભારત અને આસિયાનને જોડે છે. સહિયારા મૂલ્યોની સાથે પ્રાદેશિક એકતા, શાંતિ, સમૃદ્ધિ અને બહુધ્રુવીય વિશ્વમાં સહિયારી માન્યતા પણ આપણને એક સાથે બાંધે છે. ASEAN એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રીય આધારસ્તંભ છે. ભારત ASEAN કેન્દ્રિયતા અને ઈન્ડો-પેસિફિક પર આસિયાનના દૃષ્ટિકોણને સંપૂર્ણ સમર્થન આપે છે. ભારતની ઈન્ડો-પેસિફિક પહેલમાં ASEAN અગ્રણી સ્થાન ધરાવે છે. ગયા વર્ષે, આપણે ભારત-આસિયાન મિત્રતા વર્ષની ઉજવણી કરી હતી અને આપણા સંબંધોને 'કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' સુધી ઉન્નત કર્યા હતા. મહારાજ, મહામહિમ, આજે વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ આપણા પરસ્પર સહયોગમાં દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે. આ આપણા સંબંધોની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે. આ વર્ષની ASEAN સમિટની થીમ 'ASEAN Matters: Epicentrum of Growth' છે. ASEAN મહત્વ ધરાવે છે કારણ કે અહીં દરેકનો અવાજ સંભળાય છે અને ASEAN વિકાસનું કેન્દ્ર છે કારણ કે આસિયાન ક્ષેત્ર વૈશ્વિક વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 'વસુધૈવ કુટુંબકમ' - 'એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય', આ ભાવના ભારતના G-20 પ્રેસિડેન્સીની થીમ પણ છે. મહારાજ, મહામહિમ, 21મી સદી એશિયાની સદી છે. તે આપણી સદી છે. આ માટે, કોવિડ પછીની વિશ્વ વ્યવસ્થા અને માનવ કલ્યાણ માટે બધા દ્વારા પ્રયાસો કરવા માટે નિયમ આધારિત નિર્માણ કરવું જરૂરી છે. મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકની પ્રગતિ અને ગ્લોબલ સાઉથના અવાજને ઊંચો કરવો એ બધાના સામાન્ય હિતમાં છે. હું માનું છું કે આજની ચર્ચાઓ ભારત અને આસિયાન ક્ષેત્રના ભવિષ્યને મજબૂત કરવા માટે નવા સંકલ્પો તરફ દોરી જશે. કન્ટ્રી કોઓર્ડિનેટર સિંગાપોર, આગામી અધ્યક્ષ લાઓ પીડીઆર, અને તમારા બધા સાથે, ભારત તમારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે. આભાર. CB/GP/JD (
pib-291503
0b9913d0eb8972b5110bec5010ad5393c42ee9bc0d48655474c80287adcae30c
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ રાજસ્થાનના દૌસામાં દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેના દિલ્હી – દૌસા – લાલસોટ વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું રૂપિયા 5940 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારા 247 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો “દિલ્હી મુંબઇ એક્સપ્રેસ-વે એ વિશ્વના સૌથી અદ્યતન એક્સપ્રેસ-વે પૈકી એક છે, જે વિકાસશીલ ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે” “છેલ્લા 9 વર્ષથી, કેન્દ્ર સરકાર માળખાકીય સુવિધાઓના વિકાસમાં સતત જંગી રોકાણ કરી રહી છે” “આ બજેટમાં માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2014માં કરાયેલી ફાળવણી કરતા 5 ગણી વધુ છે” “છેલ્લા કેટલાક વર્ષોમાં, રાજસ્થાનને ધોરીમાર્ગોનું નિર્માણ કરવા માટે રૂપિયા 50 હજાર કરોડ મળ્યા છે” “દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રાજસ્થાન અને દેશ માટે પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઇ રહ્યા છે” “સબકા સાથ, સબકા વિકાસ એ રાજસ્થાન અને દેશના વિકાસ માટેનો અમારો મંત્ર છે” “આ મંત્રને અનુસરીને અમે સમર્થ, સક્ષમ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેનો 246 કિમીના દિલ્હી – દૌસા – લાલસોટ વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ, તેમણે રૂપિયા 5940 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવનારા 247 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નવા ભારતના નિર્માણમાં વૃદ્ધિ, વિકાસ અને કનેક્ટિવિટીના એન્જિન તરીકે ઉત્કૃષ્ટ માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા પર વિશેષ ભાર આપી રહ્યા છે અને દેશભરમાં ચાલી રહેલા સંખ્યાબંધ વિશ્વ-કક્ષાના એક્સપ્રેસ-વેના નિર્માણ દ્વારા આ દૂરંદેશીને સાકાર કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને લોકાર્પિત કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રેખાંકિત કર્યું હતું કે, આ એક્સપ્રેસ-વે દુનિયાના સૌથી અદ્યતન એક્સપ્રેસ-વે પૈકી એક છે, જે વિકાસશીલ ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે આવા આધુનિક માર્ગો, રેલ્વે સ્ટેશનો, રેલ્વે ટ્રેક, મેટ્રો અને હવાઇમથકોનું નિર્માણ થાય છે ત્યારે દેશના વિકાસને વેગ મળે છે. તેમણે માળખાકીય સુવિધાઓના નિર્માણ પર કરવામાં આવતા રોકાણની બહુગુણક અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં ધોરીમાર્ગોના નિર્માણ માટે રૂપિયા 50,000 કરોડથી વધુના રોકાણોની નોંધ લીધી હતી અને ટિપ્પણી કરી હતી કે, “છેલ્લા 9 વર્ષથી, કેન્દ્ર સરકાર પણ માળખાકીય સુવિધાઓના નિર્માણમાં સતત વિશાળ રોકાણ કરી રહી છે”. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ વર્ષના બજેટમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2014માં કરવામાં આવેલી ફાળવણી કરતાં 5 ગણી વધુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રોકાણોથી રાજસ્થાનના ગરીબ અને મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે. પ્રધાનમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવતા રોકાણોના કારણે અર્થવ્યવસ્થા પર થતા ફાયદાઓ પર ખાસ ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેનાથી રોજગાર તેમજ કનેક્ટિવિટીનું સર્જન થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ધોરીમાર્ગો, રેલ્વે, બંદરો, હવાઇમથકો, ઓપ્ટિકલ ફાઇબર, ડિજિટલ કનેક્ટિવિટી, પાકાં મકાનો અને કોલેજોના નિર્માણમાં રોકાણ કરવામાં આવે છે ત્યારે સમાજનો દરેક વર્ગ સશક્ત બને છે. પ્રધાનમંત્રીએ માળખાકીય સુવિધાઓના અન્ય ફાયદા વિશે સમજાવતા કહ્યું હતું કે, આના કારણે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી- દૌસા- લાલસોટ ધોરીમાર્ગનું નિર્માણ કરવાથી દિલ્હી અને જયપુર વચ્ચેનો મુસાફરીનો સમય ઓછો થઇ જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ-વેની સાથે ગ્રામીણ હાટની પણ સ્થાપના કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને કારીગરોને મદદ મળશે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેથી રાજસ્થાનની સાથે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે, “સરિસ્કા, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રણથંભોર અને જયપુર જેવા પર્યટન સ્થળોને આ ધોરીમાર્ગથી ઘણો ફાયદો થશે”. પ્રધાનમંત્રીએ અન્ય ત્રણ પરિયોજનાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેમાંથી એક પરિયોજના જયપુરને એક્સપ્રેસ-વે સાથે સીધી કનેક્ટિવિટી આપશે. બીજી પરિયોજના એક્સપ્રેસ-વેને અલવર નજીક અંબાલા-કોટપુતલી કોરિડોર સાથે જોડશે. આનાથી હરિયાણા, પંજાબ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરથી આવતા વાહનોને પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જવામાં મદદ મળશે. લાલસોટ કરોલી માર્ગ આ પ્રદેશને પણ એક્સપ્રેસ -વે સાથે જોડશે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રાજસ્થાન અને દેશ માટે પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઇ રહ્યા છે અને આવનારા સમયમાં રાજસ્થાન સહિત આ સમગ્ર પ્રદેશની કાયાપલટ કરશે. તેમણે ટાંક્યું હતું કે, આ બંને પરિયોજના મુંબઇ-દિલ્હી આર્થિક કોરિડોરને મજબૂત બનાવશે અને માર્ગ અને ફ્રેઇટ કોરિડોરના કારણે રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશો બંદરો સાથે પણ જોડશે. તેમણે ઉમેર્યું હતું કે, તેના કારણે લોજિસ્ટિક્સ, સ્ટોરેજ, પરિવહન અને અન્ય ઉદ્યોગો માટે નવી તકોનું સર્જન પણ થશે. પ્રધાનમંત્રીએ દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વે પીએમ ગતિ શક્તિ માસ્ટરપ્લાન દ્વારા સંચાલિત હોવાની વાત પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ઓપ્ટિકલ ફાઇબર, વીજળીની લાઇનો અને ગેસની પાઇપલાઇન નાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકી બચેલી જમીનનો ઉપયોગ સૌર ઉર્જા ઉત્પાદન તેમજ વેરહાઉસિંગ જેવા હેતુઓ માટે કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આ પ્રયાસોથી ભવિષ્યમાં દેશના ઘણા નાણાંની બચત થશે”. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરી વખતે રાજસ્થાન અને દેશ માટે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, “સરકારનો સંકલ્પ સમર્થ, સક્ષમ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો છે.” આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી, રાજસ્થાન સરકારના PWD મંત્રી શ્રી ભજનલાલ જાટવ અને સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પૃષ્ઠભૂમિ દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેના 246 કિમીના દિલ્હી- દૌસા- લાલસોટ વિભાગનું નિર્માણ રૂ. 12,150 કરોડ કરતાં વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ વિભાગ તૈયાર થઇ જવાથી દિલ્હીથી જયપુર સુધીની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટાડીને લગભગ 3.5 કલાક થશે અને સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને મોટો વેગ મળશે. દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેની કુલ લંબાઇ 1,386 કિમી છે જે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. તેનું નિર્માણ થવાથી દિલ્હી અને મુંબઇ વચ્ચેની મુસાફરીનું અંતર હાલમાં 1,424 કિમી છે તે ઘટીને 1,242 કિલોમીટર થશે એટલે કે 12% જેટલું અંતર ઘટી જશે અને મુસાફરીનો સમય અત્યારે 24 કલાક છે જે ઘટીને 12 કલાક જેટલો થઇ જશે એટલે કે સમયમાં 50%નો ઘટાડો થશે. આ એક્સપ્રેસ-વે છ રાજ્યો એટલે કે, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. આ એક્સપ્રેસ-વે 93 પ્રધાનમંત્રી ગતિ શક્તિ ઇકોનોમિક નોડ્સ, 13 બંદરો, 8 મુખ્ય હવાઇમથકો અને 8 મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સાથે તેમજ નવા આવનારા ગ્રીનફિલ્ડ હવાઇમથક જેવા કે જેવર હવાઇમથક, નવી મુંબઇ હવાઇમથક અને JNPT બંદરને પણ સેવા પૂરી પાડશે. આ એક્સપ્રેસ-વે તમામ સંલગ્ન પ્રદેશોના વિકાસના માર્ગમાં ઉત્પ્રેરક પ્રભાવ પાડશે અને આ પ્રકારે દેશના આર્થિક પરિવર્તનમાં તેનું મુખ્ય યોગદાન રહેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 5940 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવનારા 247 કિલોમીટર લંબાઇના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજના અંતર્ગત બાંડીકુઇથી જયપુર સુધીનો 67 કિમી લાંબો ચાર-માર્ગીય શાખા રોડનો સમાવેશ થાય છે, જેનું નિર્માણ રૂ. 2000 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે, તેમજ કોટપુટલીથી બરાઉદનિયો સુધીનો છ માર્ગીય શાખા રોડ આશરે રૂ. 3775 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે તેમજ લાલસોટ - કરોલી વિભાગના બે માર્ગીય પેવ્ડ શોલ્ડરનું નિર્માણ, લગભગ રૂ. 150 કરોડના ખર્ચે કરવામાં આવશે. YP/GP/JD (
pib-69007
6dde953d5a2a0737c224e4fc33dbfe1452c708a78b02722e14d7b545063e135a
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સિંગાપોરની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ થર્મન ષણમુગરત્નમને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થર્મન ષણમુગરત્નમને સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; @Tharman_sને સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન. હું ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા તમારી સાથે મળીને કામ કરવા આતુર છું. CB/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-28568
1dbdbbc54323f64818074ddcde8d0689e3224e1174139fcea6d6b5a086ba6a47
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતમાં કુલ સાજા થયેલા કેસની સંખ્યા સીમાચિહ્નરૂપ 95 લાખના શિખરને પાર કરી ગઇ સાજા થવાનો દર 95.04% જે વિશ્વમાં સૌથી વધુ પૈકીનો એક સક્રિય કેસનું ભારણ ઘટીને 3.13 લાખ થયું ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત પ્રચંડ વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 95 લાખના મહત્વપૂર્ણ આંકડાને ઓળંગી ગઇ છે. સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 92 લાખ કરતાં વધારે થઇ ગઇ છે. સાજા થવાનો દર પણ વધીને 95.04% થઇ ગયો છે. વિશ્વમાં સૌથી વધુ રિકવરી દર ધરાવતા દેશોમાંથી એક ભારત પણ છે. હાલમાં સક્રિય કેસની સરખામણીએ કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30 ગણાથી પણ વધારે છે. ભારતમાં સક્રિય કેસનું વર્તમાન ભારણ 3,13,831 છે જે આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 3.14% છે. નવા દૈનિક ધોરણે સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા નોંધાયેલા કેસની સંખ્યા કરતાં સતત વધારે રહેતી હોવાથી સક્રિય કેસમાં ઘટાડો અને કુલ સાજા થયેલાની સંખ્યામાં વધારો સુનિશ્ચિત થઇ શક્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 22,890 નવા દર્દીઓ કોવિડથી સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે. આટલાં જ સમયમાં, ભારતમાં નવા 31,087 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 21 દિવસથી સતત નવા પોઝિટીવ દર્દીઓ કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે. દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓમાંથી લગભગ 52% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી નોંધાયા છે. નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 75.46% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 4,970 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 4,358 દર્દીઓ અને પશ્ચિમ બંગાળમાં 2,747 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવા પોઝિટીવ નોંધાયેલા કેસમાંથી 76.43% નવા દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં સતત દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. અહીં નવા 4,969 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં અનુક્રમે 2,245 અને 1,584 નવા દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 338 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 75.15% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દી એક દિવસમાં મૃત્યુ માપ્યા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક દિવસમાં અનુક્રમે 44 અને 35 દર્દીનાં મૃત્યુ થયાં છે. ભારતમાં દૈનિક મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં દેશમાં દૈનિક મૃત્યુની સંખ્યા 500થી ઓછી નોંધાઇ રહી છે. SD/GP/BT (
pib-4168
43130615b5c6571e2132243a774b80b7c405db952c75fe8ff49fc26f4021f690
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ બેલગ્રેડ ખાતેની રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, અંજુ, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન આપ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેલગ્રેડ ખાતે આયોજિત રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું; “બેલગ્રેડ ખાતે રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, અંજુ, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન. તેમનું પ્રદર્શન વિશિષ્ટ છે અને ભારતમાં રેસલિંગને હજુ પણ વધુ લોકપ્રિય કરવામાં તેનું યોગદાન રહેશે.” SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-174820
3c8a027330453f9cab5259f22095182f56cce6977c7c2bf6c8094207896ef55b
guj
ગૃહ મંત્રાલય અગાઉ મંજૂરી આપવામાં આવી તે અનુસાર આવશ્યક માલસામાન માટે ઇ-કોમર્સ કંપનીઓનું કામકાજ ચાલુ રહેશે આવશ્યક ચીજવસ્તુઓ માટે ઇ-કોમર્સ સહિત સંપૂર્ણ પૂરવઠા સાંકળ સરળતાથી ચાલે તે રાજ્યો અચૂક સુનિશ્ચિત કરે કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન સંબંધે સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો/ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. , આજે આપવામાં આવેલા આદેશમાં, સંકલિત સુધારેલી માર્ગદર્શિકાની જોગવાઇ 14 માં ઇ-કોમર્સ કંપનીઓને બાકાત રાખવામાં આવી છે. આ સંબંધે ફરી સ્પષ્ટતા કરવામાં આવે છે કે, બિન-આવશ્યક ચીજવસ્તુઓ માટે ઇ-કોમર્સ કંપનીઓની કામગીરી પ્રતિબંધિત છે. જોકે, અગાઉ મંજૂરી આપી તેમ અને આ માર્ગદર્શિકામાં જોગવાઇ 13 માં મંજૂરી આપવામાં ચાલુ રાખવામાં આવી છે તે અનુસાર આવશ્યક ચીજવસ્તુઓ માટે ઇ-કોમર્સ કંપનીઓની કામગારી ચાલુ રહેશે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે આ સંબંધે સંદેશાવ્યવહાર કર્યો છે અને તેમને વિનંતી કરી છે કે, આ સંદર્ભે તમામ ફિલ્ડ એજન્સીઓને સ્પષ્ટતા કરવામાં આવે અને સામાન્ય લોકોમાં પણ આ અંગે પૂરતી માહિતી ફેલાવવામાં આવે જેથી ઇ-કોમર્સ સહિત આવશ્યક ચીજવસ્તુઓની સંપૂર્ણ પૂરવઠા સાંકળ સરળતાથી ચાલી શકે તે સુનિશ્ચિત થાય. એવો પણ સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્ર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના અનુપાલનમાં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા/ આદેશોમાં સાચી પરિસ્થિતિને અનુલક્ષીને સુધારો થઇ શકે છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો GP/DS (
pib-252352
4b2fda01a69bac4293cda88d503ee836e2ba581b16ed458d7f4ff76470d87482
guj
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સપ્ટેમ્બર 2020માં ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માહની ઉજવણી પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે. આપણા જીવનમાં પોષણના મહત્વ અંગે તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત”ના માધ્યમથી 30 ઑગસ્ટ, 2020ના રોજ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ બાળકો અને વિદ્યાર્થીઓ તેમની મહત્તમ શક્તિ ઉપયોગ કરે છે તેમાં યોગ્ય પોષણની શું ભૂમિકા છે તે અંગે સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે એ બાબત પણ ખાસ ટાંકી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યાં પોષણ સપ્તાહ અને પોષણ માસ દરમિયાન લોક ભાગીદારી દ્વારા પોષણ અંગેની જાગૃતિને મહા ચળવળમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીની અધ્યક્ષતામાં 27 ઑગસ્ટ, 2020ના રોજ આંતર મંત્રાલય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રામ મોહન મિશ્રાએ આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વાર્તાલાપ કર્યો હતો જેથી પોષણ માસ દરમિયાન કેન્દ્રાભિસારી પ્રવૃત્તિઓ સુનિશ્ચિત થઇ શકે. અત્યંત તીવ્ર કુપોષિત બાળકોની ઓળખ અને તેમના વ્યવસ્થાપન તેમજ પોષણ વાટિકાઓ એટલે કે પોષણ બાગનું વાવેતર વગેરે કાર્યક્રમો પર આ પોષણ માસ દરમિયાન ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સાથે-સાથે, વહેલા સ્તનપાનનું મહત્વ, બાળકના જીવનના શરૂઆતના 1000 દિવસમાં સારા પોષણની જરૂરિયાત, યુવાન મહિલાઓ અને બાળકોમાં એનેમિયા ઘટાડવા માટે યોગ્ય પગલાં વગેરે અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તમામ હિતધારક મંત્રાલયોએ પોષણ માસનો હેતુ અને પોષણને લોકોના ધ્યાનમાં લાવવા માટેની તેમના તરફથી પૂર્વનિયોજિત પ્રવૃત્તિઓ અંગે તેમની ટિપ્પણીઓ રજૂ કરી હતી. શિક્ષણ મંત્રાલયના શાળાકીય અભ્યાસ વિભાગે રાજ્યોને વિદ્યાર્થીઓ માટે પોષણ ઇ-ક્વિઝ અને મેમ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવાનું કહ્યું હતું. પંચાયતી રાજ મંત્રાલય આ મહિના દરમિયાન દરેક ગ્રામ પંચાયતોમાં વિશેષ સમિતિ બેઠકોનું આયોજન કરવાની યોજનામાં છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાજ્યોને મહાત્મા ગાંધી નરેગાના સહકાર સાથે પોષણ બગીચાઓને પ્રોત્સાહન આપવાની સલાહ આપી છે. આયુષ મંત્રાલયે યોગ અને સર્વાંગી પોષણ અપનાવીને આરોગ્યપ્રદ જીવનશૈલીનું નિર્માણ કરવા માટે સહકાર આપવાની રજૂઆત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ તમામ પ્રવૃત્તિઓમાં પોતાના તરફથી શક્ય હોય તેવો શ્રેષ્ઠ સહકાર આપવાની રજૂઆત કરી હતી. દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ તમામ હિતધારકોને પોષણ માસની ઉજવણી કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સોશિયલ મીડિયા, પોડકાસ્ટ્સ અને ઇ-સંવાદ વગેરેનો ઉપયોગ કરીને આપણા જીવનમાં પોષણના મહત્વ અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લોકો સુધી પ્રસાર કરવામાં આવશે. મંત્રાલય દ્વારા વેબિનાર શ્રેણીઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં નિષ્ણાતો અને આરોગ્ય વ્યાવસાયિકો, મહિલાઓ અને બાળકોના આરોગ્ય તેમજ પોષણના મહત્વપૂર્ણ પાસાઓ પ્રકાશ પાડશે. SD/GP/BT (
pib-8752
5df5d413686efc32f524ed84a682d97a5eabe58a7fb7c6f566e09a06f4e2ce45
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં રૂ. 27000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો બેંગલુરુ ઉપનગરીય રેલ પ્રોજેક્ટ, બેંગલુરુ કેન્ટ. અને યશવંતપુર જંકશન રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ, બેંગલુરુ રિંગ રોડ પ્રોજેક્ટના બે વિભાગો, બહુવિધ રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ્સ અને બેંગલુરુ ખાતે મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ પ્રધાનમંત્રીએ ભારતનું પ્રથમ એર કન્ડિશન્ડ રેલવે સ્ટેશન, કોંકણ રેલવે લાઇનનું 100 ટકા વિદ્યુતીકરણ અને અન્ય રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા "બેંગલુરુ દેશના લાખો યુવાનો માટે સપનાનું શહેર છે, આ શહેર એક ભારત શ્રેષ્ઠની ભાવનાનું પ્રતિબિંબ છે" "'ડબલ-એન્જિન' સરકાર બેંગલુરુના લોકોના જીવનની સરળતા વધારવા માટે દરેક સંભવિત ઉપાયો પર કામ કરી રહી છે" "છેલ્લાં 8 વર્ષોમાં સરકારે રેલ કનેક્ટિવિટીનાં સંપૂર્ણ પરિવર્તન પર કામ કર્યું છે" "હું આગામી 40 મહિનામાં બેંગલુરુના લોકોનાં સપનાં પૂરાં કરવા સખત મહેનત કરીશ જે છેલ્લાં 40 વર્ષથી પેન્ડિંગ છે" "ભારતીય રેલવે વધુ ઝડપી, સ્વચ્છ, આધુનિક, સલામત અને નાગરિક-અનુકૂળ બની રહી છે" "ભારતીય રેલવે હવે તે સુવિધાઓ અને વાતાવરણ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે જે એક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રૂ. 27000 કરોડથી વધુની કિંમતની બહુવિધ રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ અગાઉ, પ્રધાનમંત્રીએ બ્રેઈન સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ યુનિવર્સિટીનાં નવાં કૅમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું અને તેનાં કૅમ્પસમાં ભારત રત્ન ડૉ. બી. આર. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે ટેકનોલોજી હબ્સ તરીકે 150 ITI ના અપગ્રેડેશનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ, 7 રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને આજે કોંકણ રેલવેનાં 100% વિદ્યુતીકરણના નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સાક્ષી બન્યા છે. આ તમામ પ્રોજેક્ટ કર્ણાટકના યુવાનો, મધ્યમ વર્ગ, ખેડૂતો, કામદારો અને ઉદ્યોગ સાહસિકોને નવી સુવિધાઓ, નવી તકો આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બેંગલુરુ દેશના લાખો યુવાનો માટે સપનાંનું શહેર છે, આ શહેર એક ભારત શ્રેષ્ઠની ભાવનાનું પ્રતિબિંબ છે. “બેંગલુરુનો વિકાસ લાખો સપનાંઓને પોષે છે. એટલા માટે છેલ્લાં 8 વર્ષમાં કેન્દ્ર સરકાર બેંગલુરુની ક્ષમતાઓને વધારવા માટે સતત કામ કરી રહી છે.” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે 'ડબલ એન્જિન' સરકાર બેંગલુરુને ટ્રાફિક જામથી મુક્ત કરવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર જેવી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા જેવા દરેક સંભવિત ઉપાયો પર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે તેમની સરકાર બેંગલુરુના ઉપનગરીય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા ચાર દાયકાઓથી આ તમામ પગલાં વિશે વાત ચાલી રહી હતી અને હવે, ‘ડબલ એન્જિન’ સરકાર સાથે, લોકોએ વર્તમાન વ્યવસ્થાને આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની તક આપી છે. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટને સમયસર પૂરો પાડવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું કે તેઓ આગામી 40 મહિનામાં બેંગલુરુના લોકોનાં સપનાંઓને પૂરાં કરવાં સખત મહેનત કરશે જે છેલ્લાં 40 વર્ષથી પેન્ડિંગ હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું કે બેંગલુરુ ઉપનગરીય રેલ પ્રોજેક્ટ દ્વારા કનેક્ટિવિટી બેંગલુરુ શહેરને તેના ઉપનગરો અને સેટેલાઇટ ટાઉનશીપ સાથે જોડશે અને તેની ગુણાકારી અસર થશે. એ જ રીતે, બેંગલુરુ રિંગ રોડ પ્રોજેક્ટ શહેરની ભીડમાં ઘટાડો કરશે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે છેલ્લાં 8 વર્ષમાં સરકારે રેલ કનેક્ટિવિટીનાં સંપૂર્ણ પરિવર્તન પર કામ કર્યું છે. તેમણે નોંધ્યું કે ભારતીય રેલવે વધુ ઝડપી, સ્વચ્છ બની રહી છે, તે આધુનિક, સલામત અને નાગરિકોને અનુકૂળ બની રહી છે. “અમે રેલને દેશના તે ભાગોમાં લઈ ગયા છે જ્યાં તેના વિશે વિચારવું પણ મુશ્કેલ હતું. ભારતીય રેલવે હવે તે સુવિધાઓ અને વાતાવરણ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે જે એક સમયે માત્ર એરપોર્ટ અને હવાઈ મુસાફરીમાં જોવા મળતાં હતાં. બેંગલુરુમાં આધુનિક રેલવે સ્ટેશનનું નામ ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરાયનાં નામ પર રાખવામાં આવ્યું છે તે પણ આનો સીધો પુરાવો છે”, એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ સંકલિત મલ્ટિમોડલ કનેક્ટિવિટીનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે આ મલ્ટિમોડલ કનેક્ટિવિટી પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટરપ્લાન દ્વારા નવી ગતિ મેળવી રહી છે. તેમણે કહ્યું કે આગામી મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક આ વિઝનનો એક ભાગ છે. ગતિશક્તિની ભાવના સાથે હાથ ધરવામાં આવતા આવા પ્રોજેક્ટ યુવાનોને રોજગાર આપશે અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મજબૂત કરશે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે બેંગલુરુની સફળતાની ગાથા 21મી સદીના ભારતને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે. બેંગલુરુએ બતાવ્યું છે કે જો સરકાર સુવિધાઓ પૂરી પાડે અને નાગરિકોનાં જીવનમાં દખલગીરી ઓછી કરે તો ભારતીય યુવાનો શું કરી શકે છે. બેંગુલુરુ દેશના યુવાનોનું સ્વપ્ન શહેર છે અને તેની પાછળ ઉદ્યોગસાહસિકતા, નવીનતા, જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની યોગ્ય ઉપયોગિતા છે. તેમણે કહ્યું કે બેંગલુરુ એ લોકો માટે પાઠ છે જેઓ હજુ પણ ભારતનાં ખાનગી સાહસની ભાવનાનો અનાદર કરે છે. 21મી સદીનું ભારત, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંપત્તિ સર્જકો, જૉબ સર્જકો અને સંશોધનકારોનું ભારત છે. વિશ્વનાં સૌથી યુવા રાષ્ટ્ર તરીકે, આ ભારતની સંપત્તિ અને તાકાત છે, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ એમએસએમઈનાં મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે એસએમઈની વ્યાખ્યામાં ફેરફાર સાથે, તેમની વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલ્યા છે. આત્મનિર્ભર ભારતમાં વિશ્વાસના ચિહ્ન તરીકે, ભારતે રૂ. 200 કરોડ સુધીના કરારોમાં વિદેશી ભાગીદારી દૂર કરી છે. કેન્દ્ર સરકારના વિભાગોને MSME પાસેથી 25 ટકા સુધીની ખરીદી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, GeM પોર્ટલ MSME સેગમેન્ટ માટે એક મહાન સમર્થક સાબિત થઈ રહ્યું છે. સ્ટાર્ટઅપ સેક્ટરમાં મોટી પ્રગતિનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉના દાયકાઓમાં કેટલી અબજ ડૉલરની કંપનીઓ બનાવવામાં આવી હતી તે આંગળીના વેઢે ગણી શકાય છે. પરંતુ છેલ્લાં 8 વર્ષમાં 100થી વધુ અબજ ડૉલરની કંપનીઓ બની છે અને દર મહિને નવી કંપનીઓ ઉમેરાઈ રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે જ્યારે પ્રથમ 10000 સ્ટાર્ટઅપને 2014 પછી 800 દિવસનો સમય લાગ્યો હતો પરંતુ હવે આટલાં સ્ટાર્ટઅપ્સ 200 દિવસથી ઓછા સમયમાં ઉમેરવામાં આવી રહ્યા છે. છેલ્લાં 8 વર્ષમાં સર્જાયેલાં યુનિકોર્નનું મૂલ્ય આશરે 12 લાખ કરોડ રૂપિયા છે, એમ તેમણે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સ્પષ્ટપણે માને છે કે ઉપક્રમ સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી સમાન તકો દરેકને સમાન રીતે મળવી જોઈએ. પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિશ્વસ્તરીય સુવિધાઓ પર તેમનાં વિઝન અને વિચારોને ચકાસવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર સખત મહેનત કરી રહેલા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. સરકારી કંપનીઓ પણ લેવલ પ્લેઇંગ ફિલ્ડ- સમાન તકો પર સ્પર્ધા કરશે, એમ તેમણે સમાપન કર્યું હતું. પ્રોજેક્ટ્સની વિગતો: બેંગલુરુ સબર્બન રેલ પ્રોજેક્ટ બેંગલુરુ શહેરને તેનાં ઉપનગરો અને સેટેલાઇટ ટાઉનશીપ સાથે જોડશે. રૂ. 15,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ, 148 કિલોમીટરથી વધુની કુલ રૂટ લંબાઈ સાથે 4 કોરિડોરની કલ્પના કરે છે. પ્રધાનમંત્રીએ બેંગલુરુ કેન્ટ. અને યશવંતપુર જંકશન રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કર્યો જે અનુક્રમે રૂ. 500 કરોડ અને રૂ. 375 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ, ભારતનું પ્રથમ એર કન્ડિશન્ડ રેલવે સ્ટેશન - બાયપ્પનહલ્લી ખાતે સર એમ વિશ્વેશ્વરાય રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું જે લગભગ રૂ. 315 કરોડના ખર્ચે આધુનિક એરપોર્ટની જેમ વિકસાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ ઉડુપી, મડગાંવ અને રત્નાગિરીથી ઈલેક્ટ્રિક ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રોહા થી થોકુર સુધીની કોંકણ રેલવે લાઇન નું 100 ટકા વિદ્યુતીકરણ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. કોંકણ રેલવે લાઇનનું વિદ્યુતીકરણ 1280 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આર્સીકેરેથી તુમકુરુ અને યેલાહંકાથી પેનુકોંડા અનુક્રમે પેસેન્જર ટ્રેન અને મેમુ સેવાને લીલી ઝંડી બતાવીને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને બે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કર્યા. આ બે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ અનુક્રમે રૂ. 750 કરોડ અને રૂ. 1100 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ બેંગલુરુ રિંગ રોડ પ્રોજેક્ટના બે વિભાગોનો શિલાન્યાસ પણ કર્યો હતો. 2280 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટ શહેરમાં ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ અન્ય વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યો: NH-48ના નેલમંગલા-તુમકુર વિભાગને છ લેનિંગ; NH-73ના પુંજલકટ્ટે-ચરમડી વિભાગને પહોળો કરવો; NH-69ના વિભાગનું પુનર્વસન અને અપગ્રેડેશન. આ પ્રોજેક્ટ્સમાં થનારો સંચિત ખર્ચ લગભગ રૂ. 3150 કરોડ છે. પ્રધાનમંત્રીએ મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો, જે લગભગ રૂ. 1800 કરોડના ખર્ચે બેંગલુરુથી લગભગ 40 કિમી દૂર મુદ્દલિંગનહલ્લી ખાતે વિકસાવવામાં આવી રહ્યો છે. તે પરિવહન, હૅન્ડલિંગ અને ગૌણ નૂર ખર્ચ ઘટાડવામાં મદદ કરશે. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-202978
5ec7a90c3fbdf283ef0f9b189e58be763a6b8872e0b9178c08531618cb68ad34
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ આઇસીસીઆઈ દ્વારા આયોજિત કુંભ વૈશ્વિક ભાગીદારી કાર્યક્રમમાં પ્રતિનિધિઓને સંબોધન કર્યું ભારતીય સાંસ્કૃતિક સંબંધ માટેની પરિષદ એ આજે દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ પ્રયાગરાજમાં કુંભ મેળામાં સહભાગી થયેલા 188 દેશોનાં પ્રતિનિધિઓનું સન્માન કરવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ઐતિહાસિક ગ્રૂપ ફોટો માટે 188 પ્રતિનિધિઓ સાથે જોડાયા હતાં. અહિં એકત્ર પ્રતિનિધિઓને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાંથી પરત ફરેલા પ્રતિનિધિઓને મળીને તેમને ખુશી થઈ. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી વ્યક્તિ કુંભ મેળાની મુલાકાત ન લે, ત્યાં સુધી એ સંપૂર્ણપણે કુંભ મેળો ભારતનો શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસો છે એવી પ્રશંસા ન કરી શકે. તેમણે કહ્યું હતું કે, આ પરંપરા હજારો વર્ષોથી નિરંતર જળવાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કુંભ મેળાનું જેટલું આધ્યાત્મિક મહત્ત્વ છે એટલું જ સામાજિક સુધારાની દ્રષ્ટિએ મહત્ત્વ છે, કુંભ ભવિષ્ય માટેનું આયોજન કરવા અને પ્રગતિ પર નજર રાખવા આધ્યાત્મિક આગેવાનો અને સામાજિક સુધારકોને ચર્ચા કરવા માટે મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે કુંભ મેળામાં વિશ્વાસ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સભાનતા સાથે આધુનિકતા અને ટેકનોલોજીનો સમન્વય થાય છે, દુનિયા ભારતને તેની આધુનિકતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, બંને માટે ઓળખશે. તેમણે દુનિયાભરનાં પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની સહભાગીદારી કુંભને સફળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ ભારતીય લોકશાહીની ચૂંટણીને “લોકશાહીનો કુંભ” ગણાવ્યો હતો, કુંભ મેળાની જેમ ભારતીય લોકશાહીની ચૂંટણીઓ તેનાં વ્યાપ અને સંપૂર્ણપણે નિષ્પક્ષતા સાથે કુંભ મેળા સમાન છે, જે દુનિયાભર માટે પ્રેરણાનો સ્રોત બની શકે છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાભરનાં લોકોએ ભારતમાં તેની લોકશાહીની ચૂંટણીની પ્રક્રિયા જોવા પણ આવવું જોઈએ. RP (Visitor Counter : 132
pib-74529
07e98e4bbe78ccc98cc90ec8e560ee55280e88cb2f29b3e54e2762c77062e1df
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય યુએન સેક્રેટરી જનરલે પીએમ સાથે મુલાકાત કરી ગુજરાતના કેવડિયામાં એચ.ઇ. યુએન સેક્રેટરી જનરલ શ્રી એન્ટોનિયો ગુટેરેસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને UNSGએ સંયુક્ત રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી સાથેની તેમની મુલાકાત દરમિયાન, યુએન સેક્રેટરી જનરલે આબોહવા ક્રિયાના ક્ષેત્રમાં ભારતની મહત્વાકાંક્ષી પહેલો માટે, ખાસ કરીને મિશન લાઇફની શરૂઆત દ્વારા, ટકાઉ જીવનશૈલી પરિવર્તન હાંસલ કરવા માટે વૈશ્વિક જન ચળવળ તરીકે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી અને યુએનએસજીએ યુક્રેનમાં ચાલી રહેલી સ્થિતિ સહિત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. UNSG એ G20ના ભારતના આગામી પ્રમુખપદનું સ્વાગત કર્યું અને ભારપૂર્વક જણાવ્યું કે યુનાઈટેડ નેશન્સ સિસ્ટમ વિકાસશીલ દેશોના લાભ માટે ટેક્નોલોજી અને ફાઇનાન્સના ટ્રાન્સફરની સુવિધામાં ભારત સાથે મળીને કામ કરશે. પ્રધાનમંત્રીએ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપીને ભારતની તેમની મુલાકાત શરૂ કરવા બદલ અને આતંકવાદનો સામનો કરવા માટેના તેમના મજબૂત સંદેશ માટે UNSGનો આભાર માન્યો હતો. YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-104168
507eccf463e24f056742544b82c2248ac3507be260ee206e73bd03582b05a2f8
guj
આયુષ પ્રધાનમંત્રી 13 નવેમ્બરના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે રાષ્ટ્રને બે આયુર્વેદ સંસ્થાઓ સમર્પિત કરશે પ્રધાનમંત્રી 13 નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસે ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સંસ્થાઓમાં જામનગરની આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા અને જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા સામેલ છે. બંને સંસ્થાઓ દેશમાં આયુર્વેદની મુખ્ય સંસ્થાઓ છે. આઇટીઆરએને સંસદના અધિનિયમ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મહત્વની સંસ્થા નો દરજ્જો જયારે એનઆઈએને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા યુનિવર્સિટી માનવામાં આવતી સંસ્થાનું સન્માન આપવામાં આવ્યું છે. વર્ષ 2016થી આયુષ મંત્રાલય ધનવંતરી જયંતી નિમિત્તે દર વર્ષે ‘આયુર્વેદ દિવસ’ ઉજવે છે. આ વર્ષે તે 13 નવેમ્બરના રોજ ઉજવાશે. કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા 5મો આયુર્વેદ દિવસ 2020 મોટાભાગે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી દ્વારા ઉપરોક્ત બંને સંસ્થાઓને રાષ્ટ્રને સમર્પિત કરવાનો પ્રસંગ 13 નવેમ્બરના રોજ સવારે 10.30 વાગ્યે https://pmevents.ncog.gov.in ના માયગોવ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે. આયુષ મંત્રાલયે માયગોવ પ્લેટફોર્મ પર નોંધણી કરીને ઇવેન્ટનો ભાગ બનવા માટે સૌને આમંત્રણ આપ્યું છે. આઈટીઆરએ, જામનગર: તાજેતરમાં સંસદના અધિનિયમ દ્વારા બનાવવામાં આવેલી આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા , એક વૈશ્વિક સ્તરની હેલ્થકેર સંસ્થા તરીકે ઉભરી શકે તેમ છે. આઇટીઆરએમાં 12 વિભાગો, ત્રણ ક્લિનિકલ પ્રયોગશાળાઓ અને ત્રણ સંશોધન પ્રયોગશાળાઓ છે. તે પરંપરાગત દવાઓના સંશોધન કાર્યમાં પણ અગ્રેસર છે અને હાલમાં તે 33 સંશોધન પ્રોજેક્ટ ચલાવે છે. જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં ચાર આયુર્વેદ સંસ્થાઓના ક્લસ્ટરને જોડીને આઈટીઆરએની રચના કરવામાં આવી છે. આયુષ સેક્ટરની તે પહેલી સંસ્થા છે જેની સ્થાપના રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા ના દરજ્જાની છે. અપગ્રેડ કરેલી સ્થિતિ સાથે આઇટીઆરએને આયુર્વેદ શિક્ષણના ધોરણને અપગ્રેડ કરવાની સ્વાયત્તા અપાશે કારણ કે તે આધુનિક, આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અભ્યાસક્રમો પ્રદાન કરશે. આગળ, તે આયુર્વેદને સમકાલીન પદ્ધતિ દ્વારા પીઠબળ આપવા માટે આંતર-શિસ્ત સહયોગ પૂરો પાડશે. એનઆઈએ, જયપુર: દેશવ્યાપી પ્રતિષ્ઠાવાળી આયુર્વેદની સંસ્થા એનઆઈએને ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી નું પદ હાંસલ થઈ રહ્યું છે. 175-વર્ષ જુનો વરસો છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અધિકૃત આયુર્વેદને સાચવવા, પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે એનઆઈએનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. હાલમાં એનઆઈએ પાસે વિવિધ 14 વિભાગો છે. સંસ્થામાં વર્ષ 2019-20 દરમિયાન 955 વિદ્યાર્થીઓ અને 75 અધ્યાપકોના કુલ ઇન્ટેક સાથે વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર ખૂબ જ સારો છે. આ સંસ્થા પ્રમાણપત્રથી લઈને ડોક્ટરેટ કક્ષા સુધીના આયુર્વેદના અસંખ્ય અભ્યાસક્રમો ચલાવે છે. અત્યાધુનિક લેબ સુવિધાઓની સાથે એનઆઈએ સંશોધન પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહી છે. હાલમાં, તે 54 વિવિધ સંશોધન પ્રોજેક્ટ ચલાવે છે. ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી હોવાના માન સાથે રાષ્ટ્રીય સંસ્થા ત્રીજા તબક્કે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સંશોધનના ઉચ્ચત્તમ ધોરણોને હાંસલ કરીને નવી ઉંચાઈએ પહોંચવાની તૈયારીમાં છે. SD/GP/BT (
pib-205354
1ac32d0c959454130b22176f75c6f8babb07b724edc97d0607601fc7283ccd04
guj
મંત્રીમંડળ મંત્રીમંડળે ભારત અને પોર્ટુગલ વચ્ચે પોર્ટુગીઝમાં કામ કરવા માટે ભારતીય નાગરિકોની ભરતી અંગેના કરારને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે માટે ભારત સરકાર અને પોર્ટુગલ સરકાર વચ્ચે પોર્ટુગીઝમાં કામ કરવા માટે ભારતીય નાગરિકોની ભરતી અંગેના કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે. વિગતો: વર્તમાન કરાર ભારતીય શ્રમિકોને મોકલવા અને સ્વીકારવા પર ભારત અને પોર્ટુગલ વચ્ચે ભાગીદારી અને સહકાર માટે સંસ્થાકીય પદ્ધતિ નક્કી કરશે. અમલીકરણ વ્યૂહરચના: આ કરાર હેઠળ તેના અમલીકરણને અનુસરવા માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે. અસર: પોર્ટુગલ સાથે આ કરાર પર હસ્તાક્ષર કરવાથી યુરોપિયન યુનિયનના સભ્ય રાષ્ટ્રમાં ભારતીય સ્થળાંતર શ્રમિકો માટે નવા મુકામનો ઉમેરો થશે, ખાસ કરીને ઘણાં ભારતીય શ્રમિકોના સંદર્ભમાં જે કોવિડ -19 રોગચાળાને પગલે ભારત પરત આવી ગયા છે. તે કુશળ ભારતીય શ્રમિકો અને વ્યાવસાયિકો માટે નવી તક પ્રદાન કરશે. આ કરાર પૂર્ણ થયા બાદ પોર્ટુગલ અને ભારત વચ્ચે ભારતીય શ્રમિકોની ભરતી માટે ઔપચારિક વ્યવસ્થા થશે. લાભો: પોર્ટુગલમાં કામ કરવા માટે ભારતીય શ્રમિકોની નોકરીની તકો વધશે. કરારમાં પ્રસ્તાવિત સરકાર-થી-સરકાર મિકેનિઝમ એ સુનિશ્ચિત કરશે કે બંને પક્ષોના મહત્તમ સમર્થન સાથે શ્રમિકોની અવરજવર સરળતાથી થાય. SD/GP/BT (
pib-135701
346ff15431c21dd2cb4de28eaf715ca4d742248d71a87f0dc7a1e49e1dc1f1cd
guj
નાણા મંત્રાલય જુલાઈ 2023 માટે ₹1,65,105 કરોડની ગ્રોસ જીએસટી આવક એકઠી થઈ, વાર્ષિક ધોરણે 11% વૃદ્ધિ નોંધાવી જીએસટીની શરૂઆતથી 5મી વખત ગ્રોસ જીએસટી કલેક્શન ₹1.6 લાખ કરોડને પાર સ્થાનિક વ્યવહારો દ્વારા થતી આવક વર્ષ-દર-વર્ષ 15% વધારે છે જુલાઈ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ જીએસટી આવક ₹1,65,105 કરોડ છે જેમાંથી સીજીએસટી ₹29,773 કરોડ છે, એસજીએસટી ₹37,623 કરોડ છે , આઇજીએસટી ₹85,930 કરોડ છે અને સેસ ₹11,779 કરોડ છે. સરકારે આઇજીએસટીમાંથી સીજીએસટીને ₹39,785 કરોડ અને એસજીએસટીને ₹33,188 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ જુલાઈ 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે ₹69,558 કરોડ અને એસજીએસટી માટે ₹70,811 કરોડ છે. જુલાઈ 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં જીએસટીની આવક કરતા 11 ટકા વધારે છે. મહિના દરમિયાન, ઘરેલુ વ્યવહારો ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા 15% વધુ છે. પાંચમી વખત ગ્રોસ જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. નીચે આપેલ ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ જીએસટી આવકના વલણો દર્શાવે છે. આ કોષ્ટક-૧ જુલાઈ 2022 ની તુલનામાં જુલાઈ 2023 મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરવામાં આવેલા જીએસટીના રાજ્યવાર આંકડા દર્શાવે છે અને કોષ્ટક-૨ જુલાઈ, 2023માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મળેલા/સ્થાયી થયેલા આઇજીએસટીના એસજીએસટી અને એસજીએસટી હિસ્સાને દર્શાવે છે. જુલાઈ 2023 દરમિયાન જીએસટીની આવકમાં રાજ્યવાર વૃદ્ધિ[1] | | સ્થિતિ/UT | | જુલાઈ'૨૨ | | જુલાઈ'૨૩ | | વૃદ્ધિ | | જમ્મુ-કાશ્મીર | | 431 | | 549 | | 27 | | હિમાચલ પ્રદેશ | | 746 | | 917 | | 23 | | પંજાબ | | 1733 | | 2000 | | 15 | | ચંદીગઢ | | 176 | | 217 | | 23 | | ઉત્તરાખંડ | | 1390 | | 1607 | | 16 | | હરિયાણા | | 6791 | | 7953 | | 17 | | દિલ્હી | | 4327 | | 5405 | | 25 | | રાજસ્થાન | | 3671 | | 3988 | | 9 | | ઉત્તર પ્રદેશ | | 7074 | | 8802 | | 24 | | બિહાર | | 1264 | | 1488 | | 18 | | સિક્કિમ | | 249 | | 314 | | 26 | | અરુણાચલ પ્રદેશ | | 65 | | 74 | | 13 | | નાગાલેન્ડ | | 42 | | 43 | | 3 | | મણિપુર | | 45 | | 42 | | -7 | | મિઝોરમ | | 27 | | 39 | | 47 | | ત્રિપુરા | | 63 | | 78 | | 23 | | મેઘાલય | | 138 | | 175 | | 27 | | આસામ | | 1040 | | 1183 | | 14 | | પશ્ચિમ બંગાળ | | 4441 | | 5128 | | 15 | | ઝારખંડ | | 2514 | | 2859 | | 14 | | ઓડિશા | | 3652 | | 4245 | | 16 | | છત્તીસગઢ | | 2695 | | 2805 | | 4 | | મધ્ય પ્રદેશ | | 2966 | | 3325 | | 12 | | ગુજરાત | | 9183 | | 9787 | | 7 | | દમણ અને દીવ | | 313 | | 354 | | 13 | | દાદરા અને નગર હવેલી | | મહારાષ્ટ્ર | | 22129 | | 26064 | | 18 | | કર્ણાટક | | 9795 | | 11505 | | 17 | | ગોવા | | 433 | | 528 | | 22 | | લક્ષદ્વીપ | | 2 | | 2 | | 45 | | કેરળ | | 2161 | | 2381 | | 10 | | તમિલનાડુ | | 8449 | | 10022 | | 19 | | પુડ્ડુચેરી | | 198 | | 216 | | 9 | | આંદામાન અને નિકોબાર ટાપુઓ | | 23 | | 31 | | 32 | | તેલંગાણા | | 4547 | | 4849 | | 7 | | આંધ્ર પ્રદેશ | | 3409 | | 3593 | | 5 | | લદાખ | | 20 | | 23 | | 13 | | બીજા પ્રદેશ | | 216 | | 226 | | 4 | | કેન્દ્ર અધિકારક્ષેત્ર | | 162 | | 209 | | 29 | | ગ્રાન્ડ ટોટલ | | 106580 | | 123026 | | 15 [1] માલની આયાત પર જીએસટીનો સમાવેશ થતો નથી આઈજીએસટીના એસજીએસટી અને એસજીએસટી હિસ્સાની રકમ જુલાઈ, 2023માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સુપરત કરવામાં આવી હતી (| | સ્થિતિ/UT | | SGST સંગ્રહ | | IGSTનો SGST ભાગ | | કુલ | | જમ્મુ-કાશ્મીર | | 234 | | 429 | | 663 | | હિમાચલ પ્રદેશ | | 233 | | 285 | | 518 | | પંજાબ | | 727 | | 1138 | | 1865 | | ચંદીગઢ | | 57 | | 133 | | 190 | | ઉત્તરાખંડ | | 415 | | 210 | | 625 | | હરિયાણા | | 1610 | | 1256 | | 2866 | | દિલ્હી | | 1221 | | 1606 | | 2827 | | રાજસ્થાન | | 1380 | | 1819 | | 3199 | | ઉત્તર પ્રદેશ | | 2751 | | 3426 | | 6176 | | બિહાર | | 718 | | 1469 | | 2187 | | સિક્કિમ | | 30 | | 53 | | 83 | | અરુણાચલ પ્રદેશ | | 37 | | 113 | | 150 | | નાગાલેન્ડ | | 18 | | 70 | | 88 | | મણિપુર | | 23 | | 58 | | 80 | | મિઝોરમ | | 22 | | 57 | | 79 | | ત્રિપુરા | | 40 | | 86 | | 125 | | મેઘાલય | | 50 | | 99 | | 149 | | આસામ | | 451 | | 696 | | 1146 | | પશ્ચિમ બંગાળ | | 1953 | | 1531 | | 3483 | | ઝારખંડ | | 721 | | 330 | | 1051 | | ઓડિશા | | 1300 | | 416 | | 1716 | | છત્તીસગઢ | | 627 | | 382 | | 1009 | | મધ્ય પ્રદેશ | | 1045 | | 1581 | | 2626 | | ગુજરાત | | 3293 | | 1917 | | 5210 | | દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ | | 56 | | 29 | | 85 | | મહારાષ્ટ્ર | | 7958 | | 4167 | | 12124 | | કર્ણાટક | | 3181 | | 2650 | | 5831 | | ગોવા | | 173 | | 146 | | 320 | | લક્ષદ્વીપ | | 2 | | 13 | | 14 | | કેરળ | | 1093 | | 1441 | | 2534 | | તમિલનાડુ | | 3300 | | 2119 | | 5419 | | પુડ્ડુચેરી | | 41 | | 57 | | 99 | | આંદામાન અને નિકોબાર ટાપુઓ | | 11 | | 25 | | 37 | | તેલંગાણા | | 1623 | | 1722 | | 3345 | | આંધ્ર પ્રદેશ | | 1199 | | 1556 | | 2755 | | લદાખ | | 11 | | 47 | | 58 | | બીજા પ્રદેશ | | 19 | | 55 | | 75 | | ગ્રાન્ડ કુલ | | 37623 | | 33188 | | 70811 YP/GP/JD
pib-162581
e1723b4349f7835c6a40f8ff50404a74f8a6b315684676c1c41252e544bcde57
guj
મંત્રીમંડળ મંત્રીમંડળે એનટીપીસી લિમિટેડની નિર્માણાધીન પરિયોજનાઓ અંતર્ગત ગૃહ રાજ્યને વધુ વીજળીની ફાળવણી કરવા અંગેની દરખાસ્તને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે આજે એનટીપીસી લીમીટેડના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ વડે ઉત્પાદિત 85 ટકા વીજળી તેલંગાણા સરકારને આપવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ એનટીપીસી લીમીટેડની સહાયક કંપની પત્રાતું વિદ્યુત ઉત્પાદન નિગમ લીમીટેડના પત્રાતું થર્મલ પાવર સ્ટેશનની વિસ્તૃત પરિયોજના વડે 85 ટકા વીજળી ઝારખંડ સરકારને આપવા માટે વિદ્યુત મંત્રાલયને મંજૂરી આપી દીધી છે. વિગતો: બંને પરિયોજનાઓ બે તબક્કામાં શરુ કરવામાં આવી રહી છે. તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ પેડાપલ્લી જીલ્લાના રામાગુંડમમાં અને પત્રાતું થર્મલ પાવર સ્ટેશન ઝારખંડના રામગઢ જીલ્લાના પત્રાતુંમાં સ્થાપવામાં આવશે. TSTPPના પ્રથમ તબક્કામાં બે એકમો હશે જેમાંથી પ્રત્યેકની ક્ષમતા 800 મેગાવોટની રહેશે. પત્રાતું થર્મલ પાવર સ્ટેશનમાં પ્રથમ તબક્કામાં ત્રણ એકમો હશે જેમાંથી દરેકની ક્ષમતા 800 મેગાવોટની હશે જ્યારે બીજા તબક્કામાં બે એકમો હશે જેમાંથી દરેકની ક્ષમતા 800 મેગાવોટની હશે. આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014 ટીપીસીને તેલંગાણા રાજ્યમાં 4000 મેગાવોટની ક્ષમતાવાળી વિદ્યુત સુવિધા સ્થાપિત કરવાનો અધિકાર આપે છે કે જેનો ઉલ્લેખ કાયદાના તેરમાં પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે. પીટીપીએસ વિસ્તરણ યોજના માં 85% વીજળીની ફાળવણી એ ઝારખંડ સરકાર અને એનટીપીસીની વચ્ચે પીટીપીએસની 4000 મેગાવોટની ક્ષમતાના વિસ્તૃતીકરણ માટે સંયુક્ત સાહસ સંધિની પ્રાથમિક શરત હતી. વર્તમાન સમયમાં, બંને પરિયોજનાઓનો પ્રથમ તબક્કો નિર્માણાધીન છે. તેલંગાણા સુપરથર્મલ પાવર પ્રોજેક્ટના 2020-21ના ત્રીજા ત્રિમાસમાં ચાલુ થઇ જવાની શક્યતા છે. 29.01.2016ના રોજ મંજૂરી મેળવેલ રોકાણ અનુસાર તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ નો સાંકેતિક સમાપ્તિ ખર્ચ 11811.26 કરોડ રૂપિયા છે જેમાંથી 1849 કરોડ રૂપિયાની રકમ માર્ચ 2018 સુધીમાં ખર્ચ કરી દેવામાં આવી છે. વધુમાં, પત્રાતું સુપર થર્મલ પાવર સ્ટેશનનો પ્રથમ તબક્કો 2022-23ના ચોથા ત્રિમાસ દરમિયાન શરુ થઇ જવાની શક્યતા છે. 30.10.2017ના રોજ મંજૂરી પ્રાપ્ત કરેલ રોકાણ અનુસાર, પીટીપીએસ વિસ્તૃત પરિયોજનાનો સાંકેતિક સમાપ્તિ ખર્ચ 18668 કરોડ રૂપિયા છે જેમાંથી માર્ચ 2018 સુધીમાં 247.66 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. અસરો: ટીએસટીપીઆર તરફથી તેલંગાણા રાજ્યને વીજળીની વધુ ફાળવણી એ બાબતની ખાતરી કરશે કે કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશના પુનર્ગઠનના તેરમાં પરિશિષ્ટ અનુસાર અનુગામી રાજ્યમાં વીજળીની સ્થિતિમાં સુધારો લાવવામાં મદદરૂપ સાબિત થશે. તે તમામને વીજળી ઉપલબ્ધ કરાવવાના સરકારના મિશનમાં ઉપયોગી સાબિત થશે. J.Khunt/RP (Visitor Counter : 134
pib-77548
ca3202a4207402e819d8bdff6f3948e62c5be1c7c33bab176b8b01ce5fadfab4
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 184.31 કરોડને પાર છેલ્લા 24 કલાકમાં 12-14 વર્ષની વય જૂથ માટે રસીના 1.72 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા ભારતનો સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 13,672 થયું છે છેલ્લા 24 કલાકમાં 1,335 દૈનિક નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.76% સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.23% ભારતનું COVID-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ 184.31 કરોડ ને વટાવી ગયું છે. આ 2,20,52,965 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં, 1.72 કરોડથી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે: | | સંચિત વેક્સિન ડોઝ કવરેજ | | HCWs | | પ્રથમ ડોઝ | | 10403684 | | બીજો ડોઝ | | 10000301 | | સાવચેતી ડોઝ | | 4465702 | | FLWs | | પ્રથમ ડોઝ | | 18413239 | | બીજો ડોઝ | | 17510947 | | સાવચેતી ડોઝ | | 6878117 | | 12-14 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 17291282 | | 15-18 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 57196248 | | | | બીજો ડોઝ | | 38160158 | | 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 554623395 | | બીજો ડોઝ | | 466099614 | | 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 202751358 | | બીજો ડોઝ | | 185365997 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 126739339 | | બીજો ડોઝ | | 115462075 | | સાવચેતી ડોઝ | | 11827921 | | સાવચેતી ડોઝ | | 2,31,71,740 | | કુલ | | 1,84,31,89,377 નોંધપાત્ર પ્રગતીમાં, સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે 13,672 થઈ ગયો છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટિવ કેસના 0.03% છે. ભારતનો રિકવરી રેટ સતત 98.76% છે. છેલ્લા 24 કલાકમાં 1,918 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 4,24,90,922 છે. સતત ઘટી રહેલા વલણને પગલે છેલ્લા 24 કલાકમાં 1,335 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6,06,036 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 78.97 કરોડ થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 0.23% છે અને દૈનિક સકારાત્મકતા દર 0.22% હોવાના અહેવાલ છે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 107
pib-68759
c7bcd929132c69678f4259dc678570b21bf01b90e8919502a9035e6231c297d8
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ હનુમાન જયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “શક્તિ, હિંમત અને સંયમના પ્રતિક એવા ભગવાન હનુમાનજીની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પવનપુત્રની કૃપાથી દરેકનું જીવન હંમેશા શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનથી ભરેલું રહે.” SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-291991
83259f8ee5b79a903f3dcc591866b83d44dc00872d9ca92827a228d8b32efc2e
guj
ગૃહ મંત્રાલય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા દળના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના પરિવારજનો અને સેવારત બીએસએફકર્મીઓને બહાદૂરી માટે પોલીસ મેડલ અને ઉત્કૃષ્ટ સેવા માટે સેવારત અને સેવાનિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત કર્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સીમાઓના પ્રહરીઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યા છે મોદી સરકારે બીએસએફની સ્થાપના બાદ પહેલી વાર બીએસએફનો સ્થાપના દિવસ દેશના સરહદી જિલ્લામાં મનાવવાનો નિર્ણય લીધો છે, આ પરંપરાને આપણે આગળ ચાલુ રાખવી જોઇએ આ સ્થાપના દિવસ આપણી આઝાદીનાં અમૃત મહોત્સવનાં વર્ષનો સ્થાપના દિવસ છે, માનનીય પ્રધાનમંત્રીજીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે આઝાદીનાં શત્બાદી વર્ષ સુધી 75થી 100 વર્ષ સુધીનો વચ્ચેનો સમયગાળો અમૃત કાળ છે અને આ અમૃત કાળમાં આપણે એ નક્કી કરવાનું છે કે જ્યારે આઝાદીનાં સો વર્ષો થશે ત્યારે દરેક ક્ષેત્રમાં આપણે ક્યાં ઊભા હોઇશું દેશભરમાં સીમા સુરક્ષા દળ, પોલીસ દળ અને સીએપીએફના 35 હજારથી વધુ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને બીએસએફ એમાં સૌથી આગળ છે કારણ કે સૌથી મુશ્કેલ સરહદોની સુરક્ષાની જવાબદારી બીએસએફને આપવામાં આવી છે 1965ના યુદ્ધ બાદ બીએસએફની સ્થાપનાનો નિર્ણય લેવાયો અને આજે એ દુનિયાનું સૌથી મોટું સીમાઓની સુરક્ષા કરનારું દળ છે, કોઇ પણ પ્રકારની ભૌગોલિક સ્થિતિમાં સીમા સુરક્ષા દળે દરેક પરિસ્થિતિમાં પરાક્રમ અને ઉત્કૃષ્ટ સેવાનો પરિચય આપ્યો છે સેના અને સીમા સુરક્ષા દળે એકસાથે 1971માં લોંગેવાલામાં અદભુત સાહસ બતાવીને સમગ્ર ટેંક બટાલિયનને ખદેડી મૂકી હતી ભલેને દુશ્મનની સંખ્યા વધુ હોય, એમની પાસે આધુનિક હથિયારો હોય, છતાં પણ વિજયશ્રી એને જ વરે છે જે સાહસ અને વીરતાની સાથે દેશભક્તિના જુસ્સાથી પ્રેરિત થઈને દુશ્મનનો મુકાબલો કરે છે માનવ જાતિના ઈતિહાસમાં વીરતાને સન્માનિત કરવા માટે કોઇ પદક બન્યું જ નથી, આપની વીરતા પોતે જ સમગ્ર દેશ માટે એક પદક છે અટલજીના સમયમાં દેશની સીમાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, એક દેશ, એક દળ એટલે એક દેશની સરહદે એક જ દળ હશે, એ સમયે બીએસએફ માટે સૌથી મુશ્કેલ સરહદોની પસંદગી કરવામાં આવી 4165 કિલોમીટર લાંબી બાંગ્લાદેશ સીમા અને 3323 કિલોમીટર લાંબી પાકિસ્તાન સીમાની સુરક્ષા સૌથી અઘરી છે પણ 193 બટાલિયન અને 2 લાખ 65 હજાર જવાનો કરતા પણ વધુનાં આ દળે આ સરહદોની સુરક્ષા બહુ સારી રીતે કરી છે આયુષ્માન યોજના હેઠળ દેશના તમામ સીએપીએફ જવાનો અને એમના પરિવારોને એક કાર્ડના માધ્યમથી સંપૂર્ણ સ્વાસ્થ્ય કવર આપવામાં આવ્યું છે, આજે તમામ પરિજનો માટે એક કાર્ડ આપવાનું કામ શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે જેનાથી કાર્ડ સ્વાઇપ કરતાં જ તમે 21 હજારથી વધુ હૉસ્પિટલોમાં તમારા પોતાની અને પોતાના પરિવારજનોની મોટામાં મોટી સારવાર બહુ સારી રીતે કરાવી શકો છો કેન્દ્રીય અનુદાન રકમ જે 35 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયાની છે એ પણ હવે એક મહિનામાં શહીદના પરિવાર સુધી પહોંચાડી દેવામાં આવે છે કોરોનાકાળમાં આપણા તમામ સીએપીએફ અને દેશભરના પોલીસ દળોએ પોતાનો એક માનવીય ચહેરો સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યો છે આપણા અગણિત સાથી કોરોનામાં લોકોની સેવા કરતા કરતા જાતે કોરોનાગ્રસ્ત થઈને એમનું મૃત્યુ પણ થયું, શાંતિકાળ હોય કે યુદ્ધકાળ હોય, સીમા હોય કે સીમાની અંદર હોય, સીમા સુરક્ષા બળ દેશની જનતાની સુરક્ષા માટે હંમેશા તત્પર છે સીમા સુરક્ષા દળ અને આપણા તમામ સીએપીએફના જવાનોએ ભેગા મળીને બે વર્ષની અંદર લગભગ અઢી કરોડ વૃક્ષોને ન માત્ર વાવવાનું કાર્ય કર્યું છે પણ તેને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરતા સો એ સો ટકા વૃક્ષો મોટાં થાય એ માટે પણ કામ કર્યું છે મોદીજીનાં નેતૃત્વમાં 2014થી દેશની સરહદોની સુરક્ષાને એક અલગ પ્રકારની ગંભીરતાથી સરકારે લીધી છે અને જ્યાં પણ સીમા પર અતિક્રમણ કરવાનો પ્રયાસ થયો છે, જ્યાં જ્યાં પણ સીમા સુરક્ષા બળ કે કોઇ સીએપીએફના જવાન પર હુમલાનો પ્રયાસ થયો છે, અમે તરત જ જવાબી કાર્યવાહી કરી છે જ્યારે ઉરી અને પુલવામામાં હુમલો થયો, એ જ સમયે ભારત સરકારે મોદીજીનાં નેતૃત્વમાં એક મજબૂત નિર્ણય લેતા એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને એનો જે જવાબ આપ્યો એની સમગ્ર દુનિયા પ્રશંસા કરે છે કોઇ પણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે છે અને પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી શકે છે જ્યારે તે સુરક્ષિત હોય અને આપ દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરનારા જવાન છો અને સમગ્ર દેશ આપ પર ગર્વ કરે છે ભારત સરકાર માટે મોદીજીના નેતૃત્વમાં સીમા સુરક્ષાનો અર્થ જ રાષ્ટ્રીય સુરક્ષા છે વિશ્વમાં ઉપલબ્ધ સર્વોચ્ચ ટેકનોલોજી આપની અને સીમાની સુરક્ષા માટે સીમા સુરક્ષા બળને ઉપલબ્ધ કરાવાશે અને એ સરકારની પ્રતિબદ્ધતા છે ડ્રોનના ખતરાને પહોંચી વળવા અને ડ્રોન વિરોધી પ્રણાલિઓ બનાવવા માટે સીમા સુરક્ષા બળ, એનએસજી અને ડીઆરડીઓ ત્રણેય મળીને પ્રયાસ કરી રહ્યા છે, ટૂંક સમયમાં આપણે સ્વદેશી ડ્ર્રોનને કન્ટ્રોલ કરનારી પ્રતિરોધ પ્રણાલિ બનાવવામાં સફળ થઈશું સીમા સુરક્ષા માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગ નિર્માણનું બજેટ 2008થી 2014માં લગભગ 23000 કરોડ રૂપિયા હતું, 2014થી 2020 સુધી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદ એને વધારીને 44600 કરોડ રૂપિયા કરાયું છે, એ જ દર્શાવે છે કે સીમા સુરક્ષા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર કટિબદ્ધ છે આપણી સરહદો જેટલી સલામત હશે, સીમાવર્તી વિસ્તારો પણ એટલાં જ સુરક્ષિત હશે, સીમાવર્તી ક્ષેત્રનાં ભાઇઓ-બહેનો માટે, ત્યાંના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ નરેન્દ્ર મોદી સરકારે બનાવી છે મારો બીએસએફના તમામ જવાનોને આગ્રહ છે કે આપ સીમાની સુરક્ષાની સાથે સાથે જ્યારે પણ સમય મળે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓનો લાભ સીમા પર વસતા લોકોને મળી રહ્યો છે કે કેમ એનું પણ ધ્યાન રાખે સીમાવર્તી વિસ્તારોમાં રહેતા નાગરિકો સાથે સંબંધ અને સંવાદ સ્થાપિત કરીને આપણે દેશની સીમાઓની સુરક્ષાનું એક મજબૂત ચક્ર બનાવી શકીએ છીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા બળના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના પરિવારજનો અને સેવારત બીએસએફ કર્મીઓને બહાદુરી માટે પોલીસ મેડલ અને ઉત્કૃષ્ટ સેવા માટે સેવારત અને સેવાનિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ સેખાવત અને સીમા સુરક્ષા બળના મહાનિદેશક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકારે 1965માં બીએસએફની સ્થાપના બાદ પહેલી વાર બીએસએફના સ્થાપના દિવસને દેશના સરહદી જિલ્લામાં મનાવવાનો નિર્ણય લીધો છે અને આ પરંપરાને આપણે આગળ પણ ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું કે આ સ્થાપના દિવસ આપણી આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષનો સ્થાપના દિવસ છે. આઝાદી મળ્યાને 75 વર્ષો વીતી ગયા છે અને માનનીય પ્રધાનમંત્રીજીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. આઝાદીનાં શતાબ્દી વર્ષ સુધી 75 વર્ષથી 100 વર્ષ વચ્ચેનો જે સમયગાળો છે એ અમૃત કાળ છે અને આ અમૃત કાળમાં એ નક્કી કરવાનું છે કે જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે ત્યારે દરેક ક્ષેત્રમાં આપણે ક્યાં ઊભા હોઇશું. શ્રી અમિત શાહે કહ્યું કે દેશભરમાં સીમા સુરક્ષા બળ, પોલીસ બળ અને સીએપીએફના 35 હજારથી વધુ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને બીએસએફ એમાં સૌથી આગળ છે કારણ કે સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી છે. હું એ તમામ શહીદ દિવંગત વીર જવાનોને સમગ્ર દેશ અને દેશના પ્રધાનમંત્રીજી તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પવા માગું છું. સીમા સુરક્ષા દળનો બહુ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. 1965ના યુદ્ધ બાદ એની સ્થાપનાનો નિર્ણય લેવાયો હતો અને આજે એ દુનિયાનું સૌથી મોટું સીમાઓની રક્ષા કરનારું દળ છે. પર્વતો, રણ, જંગલ અને કોઇ પણ પ્રકારની ભૌગોલિક સ્થિતિ હોય, સીમા સુરક્ષા બળે દરેક પરિસ્થિતિમાં પરાક્રમ અને ઉત્કૃષ્ટ સેવાનાં દર્શન કરાવ્યા6 છે. સેના અને સીમા સુરક્ષા દળે એકસાથે 1971માં લોંગેવાલામાં અદમ્ય સાહસ દર્શાવીને સમગ્ર ટેંક બટાલિયનને ખદેડી મૂકી હતી. ભલેને દુશ્મન સંખ્યામાં વધારે હોય, એની પાસે આધુનિક હથિયાર હોય, છતાં પણ વિજયશ્રી એને જ જઈ વરે છે જે સાહસ અને વીરતાની સાથે દેશભક્તિના જુસ્સાથી પ્રેરિત થઈને દુશ્મનનો સામનો કરે છે. શ્રી અમિત શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળને મળેલાં અગણિત વીરતા પદક અને પોલીસ મેડલ આપના સીમા સુરક્ષામાં અજોડ દળ હોવાના સાક્ષી છે. માનવ જાતિના ઇતિહાસમાં વીરતાને સન્માનિત કરવા માટે કોઇ પદક બન્યું જ નથી, આપની વીરતા પોતે સમગ્ર દેશ માટે એક પદક છે. રાષ્ટ્રપતિજી અને પ્રધાનમંત્રીજી દ્વારા એનાયત કરાયેલાં આ પદક માત્ર એ જવાનો માટે જ નથી પરંતુ બીએસએફની સમસ્ત 2 લાખ 65 હજાર સંખ્યા માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. અટલજીના સમયમાં દેશની સીમાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, એક દેશ, એક દળ. એટલે એક દેશની સીમા પર એક જ દળ રહેશે. એ સમયે બીએસએફ માટે સૌથી અઘરી સીમાઓની પસંદગી કરવામાં આવી જે યોગ્ય જ છે. 4165 કિલોમીટરની બાંગ્લાદેશ સીમા અને 3323 કિલોમીટર લાંબી પાકિસ્તાન સીમા. આ બેઉ સરહદોની સુરક્ષા સૌથી કઠિન હોય છે પણ 193 બટાલિયન અને 2 લાખ 65 હજાર જવાનો કરતાય વધુનાં આ દળે આ સરહદોની સુરક્ષા બહુ સરસ રીતે કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સીમાઓનાં પ્રહરીઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યા છે. આયુષ્યમાન યોજના હેઠળ દેશના તમામ સીએપીએફના જવાનો માટે અને એમના પરિવારોને એક કાર્ડના માધ્યમથી પૂર્ણ સ્વાસ્થ્ય કવર આપવામાં આવ્યું છે. આજે તમામ પરિજનો માટે એક કાર્ડ આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે જેનાથી કાર્ડ સ્વાઇપ કરતા જ આપ 21 હજારથી વધુ હૉસ્પિટલોમાં આપ પોતાના અને પોતાના પરિવારજનોની મોટામાં મોટી સારવાર બહુ સારી રીતે કરાવી શકો છો. કેન્દ્રીય અનુદાન રકમ જે 35 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયાની છે એ પણ એક મહિનામાં શહીદના પરિવાર સુધી પહોંચાડી દેવાય છે. જ્યારે કોરોનાકાળ આવ્યો ત્યારે આપણા તમામ સીએપીએફ અને દેશભરના પોલીસ દળોએ એક માનવીય ચહેરો સમગ્ર દુનિયા સમક્ષ મૂક્યો છે. આપણા અગણિત સાથી કોરોનામાં લોકોની સેવા કરતા કરતા પોતે કોરોનાગ્રસ્ત થયા અને એમનું મૃત્યુ પણ થયું. શાંતિ કાળ હોય કે યુદ્ધ કાળ હોય, સીમા હોય કે સીમાની અંદર, સીમા સુરક્ષા બળ દેશની જનતાની સુરક્ષા માટે હંમેશા તત્પર છે. શ્રી અમિત શાહે કહ્યું કે એક અન્ય પાસાં પર પણ હું ધ્યાન ખેંચવા માગું છું કે સીમા સુરક્ષા દળ અને આપણા તમામ સીએપીએફના જવાનોએ મળીને બે વર્ષની અંદર લગભગ અઢી કરોડ વૃક્ષો માત્ર વાવવાનું જ કાર્ય નથી પણ તેને સંપૂર્ણપણે સુરક્ષિત કરતા સોએ સો ટકા વૃક્ષો મોટાં થાય એ માટે પણ કાર્ય કર્યું છે. પહેલી વાર વૈજ્ઞાનિક રીતે તમામ સીએપીએફના દળના દરેક જવાનને એક વૃક્ષ સાથે જોડતા આ વૃક્ષો લગાવાયાં છે. એની કાળજી પણ લેવાઇ રહી છે, જાળવણી પણ થઈ રહી છે અને વૃક્ષ ટકી શકે છે એને ફરીથી લગાવવાનું એક બહુ મોટું આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે મોદીજીનાં નેતૃત્વમાં 2014થી દેશની સીમાઓની સુરક્ષાને એક અલગ પ્રકારની ગંભીરતાથી સરકારે લીધી અને જ્યાં પણ સીમા પર અતિક્રમણનો પ્રયાસ થયો છે, જ્યાં જ્યાં પણ સીમા સુરક્ષા દળ કે કોઇ પણ સીએપીએફ જવાન પર હુમલાનો પ્રયાસ થયો છે, અમે તરત જ જવાબી કાર્યવાહી કરી છે. આપણા જવાનો અને આપણી સીમાઓને કોઇ હળવાશથી લઈ ન શકે. જ્યારે ઉરી અને પુલવામામાં હુમલો થયો એ જ સમયે ભારત સરકારે મોદીજીનાં નેતૃત્વમાં એક મજબૂત નિર્ણય લેતા એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને જે જવાબ આપ્યો એની સમગ્ર દુનિયા પ્રશંસા કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કોઇ પણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે છે અને પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી શકે છે જ્યારે એ સુરક્ષિત હોય અને આપ દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરનારા જવાન છો અને સમગ્ર દેશ આપ પર ગર્વ કરે છે. ભારત સરકાર માટે મોદીજીનાં નેતૃત્વમાં સીમા સુરક્ષાનો મતલબ જ રાષ્ટ્રીય સુરક્ષા છે. આપ સીમાની સુરક્ષા કરી રહ્યા છો અને એની સાથે સાથે સમગ્ર દેશને સુરક્ષિત કરીને દુનિયામાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે એક સારું પ્લેટફોર્મ આપવાનું કામ પણ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે વિશ્વમાં ઉપલબ્ધ સર્વોચ્ચ ટેકનોલોજી આપની અને સરહદની સુરક્ષા માટે સીમા સુરક્ષા બળને ઉપલબ્ધ કરાવાશે અને આ સરકારની પ્રતિબદ્ધતા છે અને સરકાર આ દિશામાં કામ કરી રહી છે. ડ્રોનના ખતરાનો પણ ઉલ્લેખ થયો. ડ્રોનના ખતરાને પહોંચી વળવા અને ડ્રોન વિરોધી પ્રણાલિઓ બનાવવા માટે સીમા સુરક્ષા બળ, એનએસજી અને ડીઆરડીઓ ત્રણેય મળીને પ્રયાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આપણે સ્વદેશી ડ્રોનને કન્ટ્રોલ કરનારી પ્રતિરોધ પ્રણાલિ બનાવવામાં સફળ થઈશું. શ્રી અમિત શાહે કહ્યું કે 50,000 જવાનોની ભરતીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને આગળ પણ અમે એને વધારવાના ચોક્કસ પ્રયાસ કરીશું. સીમાની સુરક્ષા માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગ નિર્માણનું જે બજેટ હતું એ 2008થી 2014માં લગભગ 23000 કરોડ રૂપિયાનું હતું પણ હવે 2014થી 2020 સુધી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદ 23000 કરોડથી વધારીને 44600 કરોડ રૂપિયા કરી દેવાયું છે. એ જ દર્શાવે છે કે સીમા સુરક્ષા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે રાજસ્થાનની લગભગ 1070 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતમાલા પ્રોજેક્ટથી રાજસ્થાનમાં માર્ગોની જાળ બિછાવાઇ રહી છે. સમગ્ર દેશમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનનારા માર્ગોથી 24800 કિલોમીટરની સડક બનાવવાની છે. અટલ સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરાઇ. 6 વર્ષોથી કામ થતાં ન હતાં અને મોદીજીના સમયમાં જ થયાં છે. ક્રિટિકલ બૉર્ડર પ્રોજેક્ટ હેતુ ભૂમિ સંપાદનને સરળ બનાવવા ગૃહ મંત્રાલયને ભૂમિ અર્જન, પુનર્વસન અને પુનર્વ્યવસ્થાનું કામ સરકારે આપ્યું છે. તેમણે કહ્યું કે આપણી સરહદો જેટલી સુરક્ષિત હશે, સીમાવર્તી ક્ષેત્ર પણ એટલાં જ સુરક્ષિત હશે. સરહદી વિસ્તારોનાં ભાઇઓ-બહેનો માટે, ત્યાંના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ શ્રી નરેન્દ્ર મોદી સરકારે બનાવી છે. મારો બીએસએફના તમામ જવાનોને આગ્રહ છે કે આપ સીમા સુરક્ષાની સાથે સાથે જ્યારે પણ સમય મળે, ત્યારે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓનો લાભ સરહદ પર વસતાં લોકોને મળી રહ્યો છે કે કેમ એનું પણ ધ્યાન રાખો. આપ સીમાવર્તી ક્ષેત્રોમાં રહેતા નાગરિકો સાથે સંબંધ અને સંવાદ સ્થાપિત કરીને આપણે દેશાની સીમાઓની સુરક્ષાનું એક મજબૂત ચક્ર બનાવી શકીએ છીએ. SD/GP/JD (Visitor Counter : 283
pib-20057
5c53dda312318d49d30a6b9371e919b801e0722715878b1137f71cf68a3b3a7b
guj
મંત્રીમંડળ મંત્રીમંડળે બિહારના દરભંગામાં નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ની સ્થાપનાને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બિહારના દરભંગામાં નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થાની સ્થાપના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત થશે. મંત્રીમંડળે આ એઈમ્સ માટે ડાયરેક્ટરના એક પદની રચના કરવાની મંજૂરી પણ આપી હતી, જેમને બેઝિક પગાર રૂ. 2,25,000/- અને એનપીએ મળશે. આ સંસ્થાનું નિર્માણ કરવા માટે કુલ ખર્ચ રૂ. 1264 કરોડ થશે અને ભારત સરકારે મંજૂરી આપ્યાની તારીખથી 48 મહિનાના સમયગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એવી શક્યતા છે. સામાન્ય નાગરિકને ફાયદા અને વિશેષતાઓ - નવી એઈમ્સમાં 100 અંડર ગ્રેજ્યુએટ અને 60 બી.એસસી ની બેઠકો ઉમેરવામાં આવશે. - નવી એઈમ્સ 15થી 20 સુપર સ્પેશિયાલ્ટી વિભાગો ધરાવશે. - નવી એઈમ્સ 750 બેડની હોસ્પિટલ ધરાવશે. - હાલ કાર્યરત એઈમ્સના આંકડા મુજબ, દરેક નવી એઈમ્સ દરરોજ આશરે 2000 ઓપીડી દર્દીઓને સેવા આપશે અને દર મહિને આશરે 1000 આઇપીડી દર્દીઓને સેવા આપશે. - આગળ જતાં પીજી અને ડીએમ/એમ.સીએચ સુપર-સ્પેશિયાલ્ટી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટની વિગતો: નવી એઈમ્સની સ્થાપનામાં હોસ્પિટલ, મેડિકલ અને નર્સિંગ અભ્યાસક્રમો માટે ટીચિંગ બ્લોક, રહેણાક સંકુલ અને આનુષંગિક સુવિધાઓ/સેવાઓ સામેલ હશે, જે મુખ્યત્વે એઈમ્સ, નવી દિલ્હીની પેટર્ન મુજબ હશે. પીએમએસએસવાયના પ્રથમ તબક્કામાં અન્ય છ નવી એઈમ્સનું કામકાજ હાથ ધરવામાં આવશે. નવી એઈમ્સની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ જે તે વિસ્તારમાં ગુણવત્તાયુક્ત ટર્શરી હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવાનો, મેડિકલ શિક્ષણ, નર્સિંગ શિક્ષણ માટેની સુવિધાઓ ઊભી કરવાનો અને સંશોધન માટે રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા સ્થાપિત કરવાનો છે. સૂચિત સંસ્થા 750 બેડની હોસ્પિટલ ધરાવશે, જેમાં ઇમરજન્સી / ટ્રોમા બેડ, આઇસીયુ બેડ, આયુષ બેડ, ખાનગી બેડ અને સ્પેશિયાલ્ટી એન્ડ સુપર સ્પેશિયાલ્ટી બેડ સામેલ છે. આ ઉપરાંત એક મેડિકલ કોલેજ, આયુષ બ્લોક, ઓડિટોરિયમ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ અને રહેણાક સુવિધાઓ હશે. નવી એઈમ્સની સ્થાપના મૂડીગત અસ્કયામતોનું સર્જન કરવા માટે થશે, જેની કામગીરી અને જાળવણી માટે વિશિષ્ટ કુશળતા ધરાવતા મેનપાવરને ઊભો કરવામાં આવશે, જે છ નવી એઈમ્સની પેટર્ન પર આધારિત હશે. આ સંસ્થાઓનો રિકરિંગ ખર્ચ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પીએમએસએસવાયના આયોજિત અંદાજિત ખર્ચમાંથી તેમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ-ઇન-એઇડ માંથી પૂરો કરવામાં આવશે. અસરઃ નવી એઈમ્સની સ્થાપના કરવાનો ઉદ્દેશ આરોગ્યલક્ષી શિક્ષણ અને તાલીમને પરિવર્તન કરવાની સાથે જે તે વિસ્તારમાં હેલ્થકેર વ્યાવસાયિકોની ખેંચની સમસ્યાનું સમાધાન કરવાનો પણ છે. નવી એઈમ્સની સ્થાપના જે તે વિસ્તારનાં નાગરિકોને સુપર સ્પેશિયાલ્ટી હેલ્થકેર સેવા પ્રદાન કરવાનો તેમજ મોટી સંખ્યામાં ડૉક્ટર અને અન્ય હેલ્થ વર્કર્સ પૂરાં પાડવામાં મદદ કરવાનો છે. આ ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન અંતર્ગત ઊભી કરવામાં આવેલા પ્રાથમિક અને દ્વિતીય સ્તરની સંસ્થાઓ / સુવિધાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે. નવી એઈમ્સનું નિર્માણ કરવા માટે ફંડ કેન્દ્ર સરકાર પૂરું પાડે છે. નવી એઈમ્સની કામગીરી અને જાળવણી માટેના ખર્ચનું વહન પણ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરે છે. રોજગારીનું સર્જન: બિહારમાં નવી એઈમ્સની સ્થાપના વિવિધ ફેકલ્ટી અને નોન-ફેકલ્ટી પદોમાં આશરે 3000 વ્યક્તિઓ માટે રોજગારીના સર્જન તરફ દોરી જશે. ઉપરાંત પરોક્ષ રીતે રોજગારીનું સર્જન સુવિધાઓમાં અને સેવાઓ માટે થશે, જેમ કે, શોપિંગ સેન્ટર, કેન્ટીન વગેરે, જે નવી એઈમ્સની આસપાસ ઊભી થશે. એઈમ્સ દરભંગા માટે ભૌતિક માળખાગત સુવિધાઓના સર્જન માટે સંકળાયેલી નિર્માણ કામગીરી નિર્માણના તબક્કા દરમિયાન પણ નોંધપાત્ર સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે એવી અપેક્ષા છે. આ ટર્શરી હેલ્થકેર માળખાગત સુવિધા તથા રાજ્ય અને એની આસપાસના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત મેડિકલ શિક્ષણ માટે સુવિધાઓમાં ખેંચની સમસ્યાનું સમાધાન કરશે. એઈમ્સ ગરીબો અને જરૂરિયાતમંદોને વાજબી ખર્ચે અતિ જરૂરી સુપર સ્પેશિયાલ્ટી / ટર્શરી હેલ્થકેર પ્રદાન કરશે તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાન / આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ય આરોગ્યલક્ષી કાર્યક્રમો માટે તાલીમબદ્ધ મેડિકલ મેનપાવર ઉપલબ્ધ પણ કરાવશે. આ સંસ્થા શૈક્ષણિક સંસાધનો / તાલીમબદ્ધ ફેકલ્ટી પણ ઊભા કરશે, જે ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ પ્રદાન કરી શકે છે. SD/GP/BT (
pib-219004
36f997f63adaa088d7cce935462a7d251d7cd7d85919bac7dc3561171dc32491
guj
સંસ્કૃતિ મંત્રાલય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 એપ્રિલના રોજ પ્રથમ વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે આ સમિટમાં વિદેશના 171 પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના 150 પ્રતિનિધિઓ ભાગ લેશે : શ્રી જી. કે. રેડ્ડી કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી. કે. રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં આયોજિત આગામી પ્રથમ વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન પર એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. શ્રી જી કે રેડ્ડીએ જાણકારી આપી હતી કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં પ્રથમ ગ્લોબલ બૌદ્ધ સમિટનું ઉદ્ઘાટન કરશે. સંસ્કૃતિ મંત્રાલય પોતાની અનુદાનિત સંસ્થા ઈન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફેડરેશન ના સહયોગથી 20-21 એપ્રિલના રોજ અશોક હૉટલમાં ગ્લોબલ બૌદ્ધ સમિટ નું આયોજન કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ અનેક કાર્યક્રમો, સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે અને કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બૌદ્ધ સમિટનું આયોજન કરવામાં આવશે. પ્રેસ બ્રીફિંગને સંબોધતા તેમણે કહ્યું કે પ્રથમ વખત વિવિધ દેશોના અગ્રણી બૌદ્ધ ભિક્ષુઓ ભારતની મુલાકાત લેશે અને સમિટમાં ભાગ લેશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, સમિટમાં બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વિચારોની મદદથી સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ વૈશ્વિક શિખર સંમેલન બૌદ્ધ ધર્મમાં ભારતનું મહત્ત્વ અને અગત્યતા દર્શાવશે, કારણ કે બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, બે દિવસીય ગ્લોબલ બૌદ્ધ સમિટનો વિષય "સમકાલીન પડકારોને પ્રતિસાદ : ફિલોસોફી ટુ પ્રેક્ટિસ" છે. શ્રી જી કિશન રેડ્ડીએ એ પણ માહિતી આપી હતી કે આ વૈશ્વિક સમિટ અન્ય દેશો સાથે સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોને વધારવાનું પણ એક માધ્યમ બનશે. કેન્દ્રીય મંત્રીએ ખુલાસો કર્યો કે આ સમિટમાં લગભગ 30 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે અને વિદેશના લગભગ 171 પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના 150 પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સંમેલનમાં દુનિયાભરના જાણીતા વિદ્વાનો, સંઘના નેતાઓ અને ધર્માધ્યક્ષકો ભાગ લઈ રહ્યા છે. તેમાં 173 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ છે, જેમાં 84 સંઘના સભ્યો અને 151 ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, જેમાં 46 સંઘના સભ્યો, 40 સાધ્વીઓ અને 65 દિલ્હીની બહારથી આવેલા સંસારી લોકો છે. એનસીઆર ક્ષેત્રના લગભગ ૨૦૦ વ્યક્તિઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે, જેમાં વિદેશી દૂતાવાસોના ૩૦થી વધુ રાજદૂતોનો સમાવેશ થાય છે. પ્રતિનિધિઓ આજના મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને સાર્વત્રિક મૂલ્યો પર આધારિત બુદ્ધ ધમ્મમાં જવાબો શોધશે. આ ચર્ચાઓ નીચેના ચાર વિષયો હેઠળ થશેઃ - બુદ્ધ ધમ્મ અને શાંતિ - બુદ્ધ મ્માઃ પર્યાવરણીય સંકટ, સ્વાસ્થ્ય અને ટકાઉપણું - નાલંદા બૌદ્ધ પરંપરાનું સંરક્ષણ - બુદ્ધ ધમ્મ યાત્રાધામ, જીવંત વારસો અને બુદ્ધના અવશેષો: દક્ષિણ, દક્ષિણપૂર્વ અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતનાં સદીઓ જૂનાં સાંસ્કૃતિક જોડાણોનો એક સ્થિતિસ્થાપક પાયો છે. વિયેતનામ બૌદ્ધ સંઘના સર્વોચ્ચ વડા પરમ પૂજ્ય થિચ ત્રિ કુઆંગ અને પ્રો. રોબર્ટ થર્મન દ્વારા અનુક્રમે સંઘ અને શૈક્ષણિક સત્રો માટે બે મુખ્ય ભાષણો આપવામાં આવશે. ભારતમાં ઉદ્ભવેલી ધાર્મિક પરંપરાઓ 'પ્રાચીન ધર્મ, શાશ્વત જીવનશૈલી'નો એક અભિન્ન ભાગ છે. પ્રાચીન ભારતમાં બુદ્ધ ધમ્મએ માનવ સંસ્કૃતિના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. વિશ્વમાં તેના ફેલાવાને કારણે જ્ઞાન અને સંસ્કૃતિઓનું એક મહાન મંથન થયું અને વિશ્વભરમાં વિવિધ આધ્યાત્મિક અને દાર્શનિક પરંપરાઓનો વિકાસ થયો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બુદ્ધ ધમ્મનાં મૂળભૂત મૂલ્યો કેવી રીતે સમકાલીન માળખામાં પ્રેરણા અને માર્ગદર્શન પ્રદાન કરી શકે છે, જે તકનીકી પ્રગતિઓ અને ઉપભોક્તાવાદને આગળ ધપાવે છે તેમ છતાં વિનાશકારી પૃથ્વી અને સમાજોના ઝડપથી ભ્રમણા સાથે ઝઝૂમી રહ્યા છે તે અંગે વિચાર-વિમર્શ કરશે. આ શિખર સંમેલનનો મુખ્ય દ્રષ્ટિકોણ શાક્યમુનિ બુદ્ધના ઉપદેશો પર વિચાર કરવાનો છે, જે બુદ્ધ ધમ્મનાં આચરણથી સદીઓથી સતત સમૃદ્ધ થયા છે. ઉદ્દેશ સામાન્ય બૌદ્ધ વિદ્વાનો અને ધર્મ સંચાલકો માટે એક મંચની સ્થાપના કરવાનો છે. તે ધર્મનાં મૂળ મૂલ્યો અનુસાર સાર્વત્રિક શાંતિ અને સંવાદિતા તરફ કામ કરવાના ઉદ્દેશ સાથે બુદ્ધના શાંતિ, કરૂણા અને સંવાદિતા માટેના સંદેશની પણ શોધ કરશે અને વૈશ્વિક મંચ પર આંતરરાષ્ટ્રીય સંબંધોનાં સંચાલન માટે એક સાધન તરીકે ઉપયોગ માટે તેની વ્યવહારિકતાનો અભ્યાસ કરવા માટે વધુ શૈક્ષણિક સંશોધન માટે એક દસ્તાવેજ તૈયાર કરશે. નવી દિલ્હીમાં મુખ્ય મથક ધરાવતી વૈશ્વિક બૌદ્ધ છત્ર સંસ્થા આઇબીસી સાથે સંસ્કૃતિ મંત્રાલયે તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રોના નિષ્ણાતોની સફળ આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ ટ્રાન્સ-કલ્ચરલ લિંક્સ પુનઃસ્થાપિત કરવા, મધ્ય એશિયાની બૌદ્ધ કળા, કળાની શૈલીઓ, પુરાતત્ત્વીય સ્થળો અને એસસીઓ દેશોના વિવિધ સંગ્રહાલયોના સંગ્રહમાં પ્રાચીનતા વચ્ચે સમાનતાઓ શોધવા માટે સહિયારા બૌદ્ધ વારસા પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન દેશોના નિષ્ણાતોની સફળ આંતરરાષ્ટ્રીય બેઠકનું તાજેતરમાં આયોજન કર્યું હતું. જીબીએસ-2023 એ બૌદ્ધ અને સાર્વત્રિક ચિંતાઓની બાબતો પર વૈશ્વિક બૌદ્ધ ધમ્મ નેતૃત્વ અને વિદ્વાનોને જોડવા અને તેમને સામૂહિક રીતે ઉકેલવા માટે નીતિગત વિધારો સાથે આવવાનો સમાન પ્રયાસ છે. YP/GP/JD (Visitor Counter : 186
pib-114262
ea1959a364217f061345d373c198bc17feb9a1cc1c4062f799d5b38d23ad3bee
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 71.65 કરોડને પાર સાજા થવાનો દર હાલમાં 97.48% છેલ્લા 24 કલાકમાં 43,263 દૈનિક નવા કેસ નોંધાયા ભારતમાં સક્રિય કેસનું ભારણ , કુલ કેસનાં 1.19% સાપ્તાહિક પોઝિટિવિટી દર 76 દિવસથી 3% કરતા ઓછો છેલ્લા 24 કલાકમાં 86,51,701 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ -19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 71.65 કરોડ ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 73,56,173 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે: | | HCWs | | પ્રથમ ડોઝ | | 1,03,62,250 | | બીજો ડોઝ | | 85,38,334 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,83,34,029 | | બીજો ડોઝ | | 1,37,98,266 | | 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 28,64,51,739 | | બીજો ડોઝ | | 3,87,13,940 | | 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 14,03,00,422 | | બીજો ડોઝ | | 6,05,11,083 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 9,14,48,566 | | બીજો ડોઝ | | 4,81,38,799 | | કુલ | | 71,65,97,428 કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે. રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,23,04,618 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 40,567 દર્દીઓ સ્વસ્થ થયા છે. અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.48% સુધી પહોંચી ગયો છે. 74 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 43,263 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ આજે 3,93,614 છે. સક્રિય કેસ કુલ કેસનાં 1.19% છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,17,639 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 53.68 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 76 દિવસોથી 2.43% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.38%છે. છેલ્લા 10 દિવસથી 3% કરતા ઓછો અને સતત 94 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે. SD/GP/BT સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 214
pib-154208
5945f063b7e2d4207f974fc84bdfac4171b22ff95f7bc9a481b6f4958f499588
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતમાં સતત બીજા દિવસે ૩૦ હજારથી ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છેલ્લા 1.5 મહિનાથી દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા દૈનિક નવા કોવિડ કેસ કરતા વધુ ભારતમાં છેલ્લાં બે દિવસથી લગભગ 30,000 દૈનિક નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 29,163 નવા કેસ નોંધાયા છે. દેશમાં પણ છેલ્લા દસ દિવસથી સતત 50,000થી ઓછા નવા કેસ નોંધાયા છે. જ્યારે નાગરિકોમાં કોવિડ યોગ્ય વર્તણૂકને વ્યાપક રીતે અપનાવવાનો સંકેત મળી રહ્યો છે, તે યુરોપ અને અમેરિકાના ઘણા દેશોમાં સતત નોંધાયેલી ઉંચી સંખ્યામાં દૈનિક કેસને ધ્યાનમાં રાખીને આ ધારણા પણ મહત્વની છે. દરરોજ નવા કેસની તુલનાએ નવી દૈનિક સાજા થયેલા કેસની વધુ સંખ્યાનું વલણ યથાવત છે, જે છેલ્લા 24 કલાકમાં 40,791 સાજા થયેલા કેસ નોંધાયા છે, જેની સામે ફક્ત 29,163 નવા કેસ નોંધાયા છે. સરકારે દેશવ્યાપી પરીક્ષણનું ઉચ્ચ સ્તર જાળવવાનું ચાલુ રાખ્યું છે. કુલ પરીક્ષણો આજે 12,65,42,907 થઈ ગયા છે. આનાથી સંચિત પોઝીટીવીટી 7.01% પર આવી છે. સક્રિય કેસનું ભારણ જે 4,53,401 છે તે તમામ સંચિત કેસમાં માત્ર 5.11% છે. સાજા થયેલા કુલ કેસની સંખ્યા 82,90,370 છે. આ સાથે, આજે સાજા થવાનો દર 93.42% થયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા સાજા થયેલા કુલ કેસમાંથી 72.87% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે. કેરળમાં 6,567 પુષ્ટિ થયેલા કેસના નેગેટિવ પરીક્ષણ પ્રાપ્ત થયા હોવાથી સૌથી મોટી સાજા થયેલા કેસની સંખ્યા જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં દૈનિક 4,376 રિકવરી નોંધાઈ છે જ્યારે દિલ્હીમાં 3560 દર્દીઓ સાજા થયા છે. નવા કેસમાંથી 75.14% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં નવા કેસમાં ઉછાળો જોવાયો હતો, ગઈકાલે ફક્ત 3,797 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 3,012 નવા કેસ નોંધાયા હતા. કેરળમાં 2,710 નવા કેસ નોંધાયા છે. 449 નવા મૃત્યુમાંથી 78.40% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે. એક અહેવાલ મુજબ પાંચમા ભાગ કરતાં પણ વધારે, 22.76% મૃત્યુ દિલ્હીમાં નોંધાયા છે. 99 લોકોનાં મોત થયાં હતાં. મહારાષ્ટ્રમાં 60ના મૃત્યુ થયાં, ત્યારબાદ પશ્ચિમ બંગાળ માં થયા છે. SD/GP/BT (
pib-64685
04af8770e00dfc902f9b47e98f32f60f57f16fc5f82746e7c1937aa4a8f65eb9
guj
નાણા મંત્રાલય નાણાં મંત્રીએ કહ્યું કે, ‘પ્લે સ્કૂલથી લઈને બારમા ધોરણ સુધી શિક્ષણનાં સંપૂર્ણ સ્વરૂપને ધ્યાનમાં રાખવામાં આવશે’ આગામી ચાર વર્ષ દરમિયાન સંશોધન અને મૂળભૂત માળખાને શ્રેષ્ઠ બનાવવા માટે 1,00,000 કરોડ રૂપિયાની પહેલ નવી દિલ્હી, 01-02-2018 શિક્ષણની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ સંબંધિત બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, પ્લે સ્કૂલથી લઈને બારમા ધોરણ સુધી શિક્ષણનું સંપૂર્ણ સ્વરૂપ ધ્યાનમાં રાખવામાં આવશે. સંસદમાં આજે સાધારણ બજેટ 2018-19ને રજૂ કરતાં નાણાં મંત્રીએ શિક્ષણમાં ડિજિટલ તીવ્રતા વધારવા માટે સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સરકાર ધીમે ધીમે બ્લેક બોર્ડમાંથી ડિજિટલ બોર્ડ તરફ આગળ વધવાની દરખાસ્ત રજૂ કરે છે.’ નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા મુજબ વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી રહી છે. મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધન અને સંબંધિત મૂળભૂત માળખામાં રોકાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતાં નાણાં મંત્રીએ ‘રિવાઇટેલાઇઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ ઇન એજ્યુકેશન ’ નામની એક મુખ્ય પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. શ્રી જેટલીએ કહ્યું હતું કે, આગામી ચાર વર્ષ દરમિયાન તેનાં પર કુલ 1,00,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણનો ઉલ્લેખ કરતાં શ્રી જેટલીએ ‘પ્રાઇમ મિનિસ્ટર્સ રિસર્ચ ફેલોઝ ’ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે મુખ્ય સંસ્થાઓમાં 1000 શ્રેષ્ઠ બી. ટેક વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને તેમને આકર્ષક ફેલોશિપની સાથે આઈઆઈટી અને આઇઆઈએસસીમાં પીએચ.ડી કરવા માટે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. સેવાકાળ દરમિયાન શિક્ષકોની તાલીમની ગંભીર જરૂરિયાતનો ઉલ્લેખ કરીને નાણાં મંત્રીએ શિક્ષકો માટે એક એકીકૃત બી.એડ અભ્યાસક્રમ શરૂ કરવાની વાત કરી હતી. નાણાં મંત્રીએ આદિવાસી બાળકોને તેમનાં પોતાનાં વાતાવરણમાં સારું શિક્ષણ આપવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે, ‘આ મિશનને પૂર્ણ કરવા માટે વર્ષ 2022 સુધી અનુસૂચિત જનજાતિની 50 ટકા વસતિ અને ઓછામાં ઓછા 20,000 આદિવાસી ધરાવતાં દરેક બ્લોકમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવાયો છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એકલવ્ય સ્કૂલોને નવોદય વિદ્યાલયની જેમ ગણવામાં આવશે અને આ સ્કૂલોમાં રમતગમત અને કૌશલ્ય વિકાસની તાલીમ ઉપરાંત સ્થાનિક કળા અને સંસ્કૃતિનાં સંરક્ષણ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ એમિનન્સ સ્થાપિત કરવાની પહેલનો ઉલ્લેખ કરતાં શ્રી જેટલીએ કહ્યું હતું કે, 100થી વધારે અરજીઓ મળી છે. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ‘અમે વડોદરામાં એક વિશેષ રેલવે યુનિવર્સિટી સ્થાપિત કરવાની દિશામાં પગલું પણ ઉઠાવ્યું છે.’ તેમણે કહ્યું હતું કે, આઈઆઈટી અને એનઆઈટી સંસ્થાઓમાં સ્વાયત્ત સ્કૂલ તરીકે 18 નવી સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર પણ સ્થાપિત કરવામાં આવશે. દરેક કુટુંબનાં વડીલો, વિધવાઓ, અનાથ બાળકો, દિવ્યાંગો અને સામાજિક આર્થિક જાતિ જનગણના દ્વારા પરિભાષિત વંચિત લોકો સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂકીને નાણાં મંત્રીએ બૃહદ સામાજિક સંરક્ષણ અને સુરક્ષા કાર્યક્રમ લાગુ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ વર્ષે રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ માટે 9975 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. NP/J.Khunt/GP (Visitor Counter : 137
pib-213874
690fa4521e9b8a1c1e4269a6adca8cbf3643b26812bcfc353feacfb3ed6edf9f
guj
નાણા મંત્રાલય સંરક્ષણ ક્ષેત્રને અંદાજપત્રીય સહયોગની સરકારની પ્રાથમિકતા બે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર વિકસાવવામાં આવશે, સરકાર ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ સંરક્ષણ ઉત્પાદન નીતિ 2018 લાવશે નવી દિલ્હી, 01-02-2018 સંરક્ષણ ક્ષેત્ર માટે જરૂરી બજેટ સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથિકતા રહેશે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં સામાન્ય અંદાજપત્ર 2018-19 રજૂ કરતા જણાવ્યું કે પાછલા સાડા ત્રણ વર્ષમાં સંરક્ષણ દળોનાં આધુનિકીકરણ અને કાર્ય ક્ષમતાઓમાં વૃદ્ધિ પર સરકારનો ભાર રહ્યો છે. નાણાં મંત્રીએ દેશની સરહદો પર આવનારા પડકારોનો સામનો કરવા અને જમ્મૂ કાશ્મીર તથા પૂર્વોત્તર ભારતમાં આંતરિક સૂરક્ષાને જાળવી રાખવામાં સૈન્ય દળોની ભૂમિકાની પ્રસંશા કરી હતી. નાણાં મંત્રીએ જણાવ્યું કે દેશમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન માટે ઘણી પહેલો કરાઈ છે, જેથી સંરક્ષણની જરૂતિયાતની બાબતોમાં દેશ આત્મનિર્ભર બની શકે. શ્રી અરૂણ જેટલીએ કહ્યું કે સંરક્ષણ ઉત્પાદનનાં ક્ષેત્રમાં પ્રત્યેક વિદેશી રોકાણને ઉદાર બનાવવાની સાથે સાથે ખાનગી રોકાણ માટે દ્વાર ખોલી દેવાયા છે. સરકાર દેશમાં બે સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદન કોરિડોરનાં વિકાસ માટે પગલા લેશે. તેમણે કહ્યું કે સરકાર ઉદ્યોગોને અનુકૂળ ઔદ્યોગિક સંરક્ષણ ઉત્પાદન નીતિ 2018 લાવશે જેથી સાર્વજનિક ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને મધ્યમ, લઘુ તથા સૂક્ષ્મ ઉદ્યોગો દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકાય. NP/J.Khunt/GP (Visitor Counter : 131
pib-279724
f73f3f41d6cfb2205b10d88e4d4ddb457b9a9e530b7d2d24b6105ed9e77bae21
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી 24મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે પ્રથમ વખત, એવોર્ડ મેળવનારને બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પ્રમાણપત્રો મળશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે. બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ષ 2022 અને 2021 માટે PMRBP એવોર્ડ મેળવનારાઓને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ ટેક્નોલોજીનો પ્રથમ વખત પુરસ્કાર મેળવનારને પ્રમાણપત્ર આપવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર બાળકોને ઈનોવેશન, સોશિયલ સર્વિસ, સ્કોલેસ્ટિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર અને બહાદુરી એમ છ કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ PMRBP એવોર્ડ એનાયત કરે છે. આ વર્ષે, બાલ શક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરમાંથી 29 બાળકોને PMRBP-2022 માટે પસંદ કરવામાં આવ્યા છે. એવોર્ડ મેળવનારાઓ દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લે છે. PMRBP ના દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, એક લાખ રુપિયા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. રોકડ પુરસ્કાર PMRBP 2022 વિજેતાઓના સંબંધિત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-156023
44c42c39f31e8c94b889835022ba65b39c5299d7e9a284a003d57b8a7d3a7d65
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 121.94 કરોડને પાર છેલ્લા ચોવીસ કલાકમાં 82.86 લાખ ડોઝ આપવામાં આવ્યા સાજા થવાનો દર હાલમાં 98.34% છેલ્લા 24 કલાકમાં 8,774 દૈનિક નવા કેસ નોંધાયા ભારતમાં સક્રિય કેસનું ભારણ સાપ્તાહિક પોઝિટિવિટી દર 14 દિવસથી 1% કરતા ઓછો છેલ્લા 24 કલાકમાં 82,86,058 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 121.94 કરોડ ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,26,30,392 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન: | | HCWs | | પ્રથમ ડોઝ | | 1,03,83,416 | | બીજો ડોઝ | | 94,66,553 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,83,78,183 | | બીજો ડોઝ | | 1,64,47,200 | | 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 45,43,97,807 | | બીજો ડોઝ | | 21,56,66,951 | | 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 18,36,80,077 | | બીજો ડોઝ | | 11,81,33,066 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 11,50,32,531 | | બીજો ડોઝ | | 7,78,85,350 | | કુલ | | 1,21,94,71,134 મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,39,98,278 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 9,481 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.34% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે. 154 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 8,774 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 1,05,691 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.31% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,91,236 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 63.94 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.85% છે જે છેલ્લા 14 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.80% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 55 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 90 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 148
pib-63309
3e5f89201334e6afe41f8de3cf96be0ccb4f6fbf967b9f14ceb644f7b43a6fc7
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા અને કહ્યું કે તેઓ ભારતના સૌથી અનુભવી સંસદસભ્યો અને સંચાલકોમાંના એક હતા. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "આજે મારા મિત્ર સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનજીની જન્મજયંતિ છે. હું તેમની ઉપસ્થિતિને ખૂબ જ યાદ કરું છું. તેઓ ભારતના અનુભવી સંસદસભ્ય અને સંચાલકોમાંના એક હતા. જાહેર સેવા અને સશક્તિકરણમાં તેમનું યોગદાન સમાજના નબળા વર્ગને હંમેશાં યાદ રહેશે." SD/GP/BT સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-50862
501c6e59dfddabb5ee6321c16ed45769a9db3a9df49f120e9faef9f986439aa0
guj
ચૂંટણી આયોગ ભારતીય ચૂંટણી પંચે આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, નાગાલેન્ડ અને તેલંગાણા રાજ્યો માટે વિશેષ ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરી ભારતીય ચૂંટણી પંચે બે પ્રસિદ્ધ ભૂતપૂર્વ સનદી અધિકારીઓ શ્રી ગોપાલ મુખર્જી અને શ્રી ડી ડી ગોયલની લોકસભાની આગામી ચૂંટણીઓ માટે વિશેષ ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. શ્રી ગોપાલ મુખર્જી ભૂતપૂર્વ આઇઆરએસ , સીબીડીટીનાં ભૂતપૂર્વ સભ્યને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નિયુક્ત કરવામાં આવ્યાં છે તેમજ શ્રી ડી ડી ગોયલ ભૂતપૂર્વ આઇઆરએસ , ભૂતપૂર્વ ડીજીઆઇટી ની અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ બંને અધિકારીઓ આવકવેરા વિભાગ દ્વારા તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરવા માટે વિસ્તૃત જાણકારી ધરાવે છે. વિશેષ નિરીક્ષકો ચૂંટણી માટેનાં કાર્યતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા કામ પર નજર રાખશે અને એનું નિરીક્ષણ કરશે તેમજ રોકડ, શરાબ અને મફત ભેટસોગાદો વગેરેની વહેંચણી કરીને ચૂંટણી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી મતદાતાઓને પ્રલોભન આપવાનો પ્રયાસ કરનાર તમામ વ્યક્તિઓ/સંસ્થાઓ સામે સી-વિજિલ અને વોટર હેલ્પલાઇન 1950 મારફતે પ્રાપ્ત જાસૂસી બાતમીઓ અને ફરિયાદોને આધારે કડક અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરે છે. ઉપરાંત પંચે ગુજરાત અને કર્ણાટકનો વધારાની જવાબદારી અનુક્રમે શ્રી શૈલેન્દ્ર હાન્ડા અને શ્રીમતી મધુ મહાજનને સુપરત કરવાનો નિર્ણય લીધો છે. પંચે 19 માર્ચ, 2019નાં રોજ અધિકારીઓની નિમણૂક વિશેષ ખર્ચ નિરીક્ષક તરીકે કરી હતી. એટલે શ્રી હાન્ડા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિશેષ ખર્ચ નિરીક્ષક તરીકે કામગીરી કરશે અને શ્રીમતી મહાજનની તમિલનાડુ અને કર્ણાટકમાં કામગીરી હાથ ધરશે. RP (Visitor Counter : 204
pib-194206
681deae6b2ad3ce1ffe665bceddae22a5233409aaae96ec11aee1bdafa7c5d42
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પુનઃપસંદ થયેલા ન્યાયમૂર્તિ દલવીર ભંડારીને અભિનંદન આપ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનાં ન્યાયમૂર્તિ તરીકે પુનઃપસંદ થવા બદલ દલવીર ભંડારીને અભિનંદન આપ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનાં ન્યાયમૂર્તિ તરીકે પુનઃપસંદ થવા બદલ ન્યાયમૂર્તિ દલવીર ભંડારીને અભિનંદન આપું છું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વિદેશ મંત્રાલયમાં તેમની સંપૂર્ણ ટીમ તથા રાજદ્વારી અધિકારીઓને શુભેચ્છા, જેમણે આઈસીજેમાં ભારતીય ન્યાયમૂર્તિની પુનઃપસંદગી માટે સતત પ્રયાસો કર્યા હતાં. ભારતને સાથ સહકાર આપવા બદલ અને વિશ્વાસ વ્યક્ત કરવા બદલ યુએનજીએ અને યુએનએસસીનાં તમામ સભ્યોનો પણ હૃદયપૂર્વક આભાર." NP/GP/RP (Visitor Counter : 51
pib-24397
53c5cf300589952f33f69d7127b8483369b631d7c63163bbeae8ed5ea13f9fa9
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ નમસ્તે, કેમ છો બધા? આમ તો મારે ત્યાં રૂબરૂ આવવું જોઇતું હતું. જો હું રૂબરૂ આવી શક્યો હોત તો, તમને બધાને મળી શક્યો હોત. જોકે, સમયના અભાવે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે, હું ખૂબ જ ભાગ્યશાળી છુ કે, આ શુભ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો છું. હું માનુ છુ કે, આ કામ – અનેક પ્રકારે મહત્વ ધરાવે છે, બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટનું આ એક મહત્વપૂર્ણ કાર્ય જે આપ સૌના પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે. મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું હતું કે, “સબકા પ્રયાસ”. બધા સાથે મળીને મા ઉમિયા ધામના વિકાસ માટે થઇને, માં ઉમિયા ધામ સેવા સંકુલના નિર્માણની સાથે બધા જોડાઇને એક નવું લક્ષ્યાંક નક્કી કરે જ્યાં ધાર્મિક કામ થાય, આધ્યાત્મિક હેતુથી કામ થાય પરંતુ એનાથી વધારે સેવાનું કામ થાય. અને આ જ સાચો માર્ગ છે. આપણે ત્યાં તો કહ્યું છે કે, “નર કરણી કરે તો નારાયણ હો જાય” . આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે, “જન સેવા એ જ જગ સેવા” . આપણે એ લોકો છીએ જે પ્રત્યેક જીવમાં ભગવાનને જુએ છે. અને આથી, યુવા પેઢીને તૈયાર કરવા માટે, ભવિષ્યની પેઢીને તૈયાર કરવા મટે અને એ પણ સમાજના સહકારથી અહીં જે કામ કરવાનું આયોજન ઉભું કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનિય છે અને આવકાર્ય પગલું છે. મને તો કહેવામાં આવ્યું હતું કે, તમે “માં ઉમિયા શરણં મમ:” મંત્રનો 51 કરોડ વખત જાપ કરવા અને લખવા માટે એક અભિયાન ચલાવ્યું છે. તો એ પણ એક શક્તિનો ધોધ બની જતું હોય છે. અને તમે માં ઉમિયાના શરણે જઇને જનતા જનાર્દનની સેવાનો માર્ગ અપનાવ્યો છે. અને આજે, સંખ્યાબંધ મોટા કાર્યોની શરૂઆત થઇ ગઇ છે. મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટ એવો એક વિશાળ સેવા યજ્ઞ આવનારી પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આથી, આપ સૌ અભિનંદનના અધિકારી છો. પરંતુ જ્યારે તમે યુવાધનને અનેક અવસર આપી રહ્યા છો અને તેમના માટે સંખ્યાબંધ સુવિધાઓ ઉભી કરી રહ્યાં છો ત્યારે, હું આપ સૌને એક વાત કહેવાનું મને જરૂર મન થાય છે અને એ એટલે કે, વર્તમાન સમયે કૌશલ્ય વિકાસના મહત્વને પૂરવાર કરી દીધું છે. કૌશલ્ય વિકાસને તમારી સંસ્થાના દરેક પાસાની સાથે ક્યાંકને ક્યાંક જોડતા જ રહેવું જોઇએ. અને તમે જરૂર આના પર વિચાર તો કર્યો જ હશે. જોકે, અત્યારે કૌશલ્યના મહત્વને વધારવાની આવશ્યકતા છે. પહેલાના સમયમાં, પરિવારની વ્યવસ્થા જ એવી રહેતી હતી કે એમાં આગળની પેઢીને વારસામાં કૌશલ્ય વિકાસ આપવામાં આવતો હતો. હવે સમાજના તાતણામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. તો આપણે વ્યવસ્થા ગોઠવીને આ કરવું જોઇએ. અને દેશ અત્યારે “આઝાદીનો અમૃત મહોત્સવ” માનવી રહ્યો છે ત્યારે, અને ગુજરાતમાં આપ સૌની સેવા કરવાનો મને મોકો મળ્યો; અને જ્યારે હવે તમને મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે ત્યારે, મારી વાત હું જરૂર યાદ કરાવીશ કે “આઝાદીના અમૃત મહોત્સવ”માં પણ સમાજને અને દેશને આપણે શું આપી શકીએ તેનો પણ એક દૃઢ સંકલ્પ કરીને આપણે અહીંથી જવું જોઇએ. એ વાત સાચી છે કે જ્યારે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા વિષયો પર મેં તમારો સાથ અને સરકાર માંગ્યો છે. અને તમે સૌએ મને આપ્યો પણ છે. મને બરાબર છે, જ્યારે હું ઉંઝા એકવાર “બેટી બચાવો” આંદોલન ચલાવા માટે આવ્યો હતો અને મેં તમારા સૌની સાથે સંખ્યાબંધ વાત કરી હતી. મને માહિતી જાણવા મળી હતી કે, ઉંઝા કે જ્યાં માતા ઉમિયાનું ધામ હોય ત્યાં દીકરીઓના જન્મની સંખ્યા ઘટતી જાય એ તો આપણા માટે મોટું કલંક કહેવાય. અને તે સમયે મેં તમારી પાસેથી એક વચન માંગ્યું હતું કે, આપણે આ પરિસ્થિતિમાં સુધારો લાવવો છે. મારે આજે તમારા બધાનો આભાર માનવો છે કે, તમે બધાએ તે પડકાર સ્વીકાર્યો અને ધીરે ધીરે દીકરીઓની સંખ્યા દીકરાઓની બરાબરી કરે તેવી પરિસ્થિતિ પેદા થઇ. તમને પણ લાગતુ હશે કે સમાજ માટે આ કેટલું જરૂરી છે. અને આપે કર્યું. એવી જ રીતે મને બરાબર યાદ છે કે જ્યારે આપણે, નર્મદાનું પાણી આવવાની શરૂઆત થઇ, સુઝલામ સુફલામની યોજના બનાવી ત્યારે પણ મેં ઉત્તર ગુજરાતના ખેડૂતોને અને સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમજ માં ઉમિયાના ભક્તોને ખાસ વિનંતી કરી હતી કે, ભલે પાણી આવ્યું છે પરંતુ આપણને તો પાણીનું મહત્વ ખૂબ સમજાય તે જરૂરી છે. બાકીના લોકો માટે “જળ એ જ જીવન છે” તે માત્ર એક સૂત્ર છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે, આપણે પાણી વગર કેવા ટળવળતા રહ્યા છીએ. સહેજ વરસાદ ખેંચાય તો આપણા કેટલા દિવસો ખેંચાતા હતા અને આખું વરસ બગડી જાય એ આપણને ખબર હતી. અને તેથી આપણે પાણી બચાવવા માટે સંકલ્પબદ્ધ છીએ. મેં ઉત્તર ગુજરાતમાં મોટાપાયે ટપક સિંચાઇની પદ્ધતિ અપનાવવા કહ્યું હતું અને આપ સૌએ એને પણ આવકારી અને સ્વીકારી. સંખ્યાબંધ ક્ષેત્રોમા ટપક સિંચાઇ પદ્ધતિનો અમલ થયો, પાણી પણ બચવા લાગ્યું, ખેતી પણ સારી થવા લાગી અને પાક પણ સારો થવા લાગ્યો. એવી રીતે આપણે આપણી ધરતી માતાની ચિંતા કરવાની વાત પણ કરી હતી. સોઇલ હેલ્થ કાર્ડની સમગ્ર પરંપરા આખા દેશમાં આપણે સૌથી પહેલાં ગુજરાતમાં શરૂ કરી છે અને હવે આખો દેશ તેને અનુસરે છે. આપણી જે ધરતી માતા છે, જે આપણને જીવાડે છે એની સ્થિતિ કેવી છે એ આમાંથી જોવામાં આવે છે. અને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા આપણે ધરતીની હાલત જાણતા હતા અને એમાં શું ખરાબી આવી છે, શું બીમારી આવી છે, શું જરૂરી છે એ જાણ્યું. એ બધુ તો આપણે કર્યું પણ છતાંય, ઉત્પાદનનો મોહ, ઝડપથી બધુ મળી જાય એ બધુ આપણા માનવ સ્વભાવનો ભાગ છે. એમાં જાત જાતના કેમિકલ, જાત જાતના ફર્ટિલાઇઝર અને દવાઓ એ આપણે ધરતી માતાના આરોગ્યની ચિંતા કર્યા વગર એમાં નાખતા જ ગયા. આજે હું આપની પાસે વિનંતી કરવા આવ્યો છુ. આપણે જ્યારે માં ઉમિયાની સેવા કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આપણે આ ધરતી માંને ભૂલી ના શકીએ. અને માં ઉમિયાના સંતાનોને ધરતી માતાને ભૂલી જવાનો કોઇ અધિકાર પણ નથી. આપણા માટે તો બંને બરાબર છે. આપણું જીવન જ ધરતી માતા છે અને આત્મ આધ્યાત્મ ઉમિયા માતા છે. અને તેથી, મારો આપ સૌને આગ્રહ છે કે, આપણે વેળાસર સંકલ્પ કરીએ, માં ઉમિયાની સાક્ષીએ સંકલ્પ કરીએ કે, હવે આપણે ઉત્તર ગુજરાતમા પ્રાકૃતિક ખેતી તરફ જઇશુ. અને પ્રાકૃતિક ખેતીને બીજા અર્થમાં કહીએ તો ઝીરો બજેટ વાળી ખેતી. ઘણા લોકોને થાય કે, આ મોદી સાહેબને ખેતીની શું સમજણ પડે, તેઓ કહ્યા કરે. ચાલો ભાઇ, મારી વાતમાં તમને તકલીફ થતી હોય તો એવું કરો કે, તમારી પાસે જો 2 એકર જમીન હોય તો, આ વર્ષે એક એકરમાં પ્રાકૃતિક ખેતી અને એક એકરમાં જે દર વખતે કરતા હોય એમ કરો. આવતા વર્ષે પણ આવું જ કરી જુઓ. જો તમને ફાયદો થાય તો, બે વર્ષ પછી બંને એકરમાં પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કરી દો. આનાથી તમારો ખર્ચો બચશે અને ધરતી માતાનો ફરી કાયાકલ્પ થઇ જશે. તેમનામાં નવી ચેતના આવી જશે. અને તમે પણ આવનારી અનેક પેઢીઓ માટે સારું કામ કરીને જશો. હું દૃઢપણે માનું છું. અને વૈજ્ઞાનિક રીતે આ બધુ પુરવાર થયેલું છે. હું 16મી તારીખે અમૂલ ડેરીના એક કાર્યક્રમમાં સંબોધન કરવાનો છુ. અને એમાં પણ હું પ્રાકૃતિક ખેતી પર પણ ચર્ચા કરવાનો છું. હું તો તમને બધાને વિનંતી કરુ છુ કે, આ પ્રાકૃતિક ખેતી શું છે તેને સમજો, તેનો સ્વીકાર કરો અને મા ઉમિયાના આશીર્વાદ લઇને તેને આગળ ધપાવો. અને “સબકા પ્રયાસ” એ જ તો આપણું સૂત્ર છે. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” અને હવે “સબકા પ્રયાસ”. એવી જ રીતે, તમે જોયું હશે કે, ખાસ કરીને બનાસકાંઠામાં પાકની રૂપરેખા પણ બદલાઇ ગઇ છે. અનેક પ્રકારની નવી ખેત ઉપજો અપનાવવાં આવી છે. આવું કચ્છમાં પણ જોવા મળ્યું છે. કચ્છમાં પાણી પહોંચ્યું અને તેમણે ટપક સિંચાઇ સ્વીકારી તો આજે કચ્છમાંથી ફળફળાદી વિદેશ જવા માંડ્યા છે. આપણે ત્યાં પણ આવું થઇ શકે, તેના પર આપણે વિચાર કરીએ. આથી, મારો તો આગ્રહ છે કે, જ્યારે આજે માં ઉમિયાની સેવામાં તમે બધા ઘણા કામો શરૂ કર્યા છે; અને એ પણ સાચી વાત છે કે, આપણે જ્યારે માં ઉમિયાની આરાધના કરતા હોઇએ તો એમ લાગે કે, પરલોક માટે કરીએ છીએ; પરંતું તમે માં ઉમિયાની આરાધનાની સાથે સેવા પણ જોડી છે; આથી, તમે પરલોકની સાથે સાથે આ લોકની પણ ચિંતા કરી છે. વર્તમાન પેઢી સક્ષમ બને અને તેમનું જીવન સમૃદ્ધ બને, તે માટે મને પાકો વિશ્વાસ છે કે આજના અવસરે માં ઉમિયાના આશીર્વાદ સાથે જે નવા પ્રયાસ શરૂ થયા છે, નવી યોજનાઓ શરૂ થઇ છે એ જરૂર ગુજરાતના વિકાસમાં અને દેશના વિકાસમાં મોટું યોગદાન આપશે. આ જ્યારે દેશ “આઝાદીનો અમૃત મહોત્સવ” ઉજવી રહ્યો, માતા ઉમિયાનું સ્થાન બની રહ્યું છે ત્યારે અનેક નવા સંકલ્પ કરીને આપણે બધા સાથે ચાલીએ. ફરી એકવાર, આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે પણ રૂબરૂ મળવાનું થશે ત્યારે, કેટલું કામ થયું છે, કેટલી પ્રગતિ છીએ એ બધી વાતો પર આપણે વાતચીતો પણ કરીશું. ચાલો આવજો બધા. જય ઉમિયા મા. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-42924
10a99e467996230e52d2c0af5f955da040544787b931594f7b674cf5391e0b13
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું ગાંધીનગર, 28-01-2020 પ્રધાનમંત્રીએ 28 જાન્યુઆરી, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉનાં બે વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને 2008માં થયું હતું. આ સંમેલનનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર , લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે. દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર આવે છે અને ખાદ્ય પદાર્થો અને પોષક દ્રવ્યોની માગ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરે છે. આ સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એક સાથે ઉજવાઇ રહ્યાં અને ફિલ્ડ ડેનાં દિવસે 6,000 ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયુ એ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે. જ્યારે છેલ્લાં 11 વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે 20 ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં આશરે 170 ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માટે મુખ્યત્વે નીતિગત પહેલો અને નિર્ણયો જવાબદાર છે, જે રાજ્યને આ દિશામાં દોરી જાય છે. રાજ્યમાં વાવતેર માટે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી કૃષિની અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, અહીં કોલ્જ સ્ટોરેજની શ્રેષ્ઠ સુવિધાઓ છે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સારું જોડાણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત રાજ્યમાં મોટી પોટેટો પ્રોસેસિંગ કંપનીઓ ધરાવે છે અને મોટા ભાગનાં બટાટાનાં નિકાસકારો ગુજરાતમાં સ્થિત છે. એના પરિણામે દેશમાં રાજ્ય બટાટાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે ઝડપથી પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને સરકારી નીતિનો સુભગ સમન્વય થવાથી ભારત દુનિયામાં ઘણી દાળ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં ટોચનાં 3 દેશોમાં સ્થાન ધરાવે છે. તેમણે સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને દરેક સ્તરે પ્રોત્સાહન આપવા એમની સરકારે લીધેલા પગલાં વિશે પણ જણાવ્યું હતું, જેમ કે આ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી, મૂલ્ય સંવર્ધનમાં મદદ અને પ્રધાનમંત્રી કિસાન સમ્પદા યોજના દ્વારા વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ. પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ચાલુ મહિનાની શરૂઆતમાં એક નવો રેકોર્ડ થયો હતો અને 6 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાં સીધા રૂ. 12,000 કરોડ હસ્તાંતરિત થયા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એમની સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન પણ આપી રહી છે, જેથી સ્માર્ટ અને સચોટ ખેતી માટે ખેડૂતોનો ડેટાબેઝ અને એગ્રિ સ્ટેક્સની જરૂર છે, જેનો ઉપયોગ થઈ શકશે. પ્રધાનમંત્રીએ વિજ્ઞાનીઓને અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઇન, ડ્રોન ટેકનોલોજી દ્વારા કૃષિમાં વિવિધ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાની અને નીતિનિર્માતાઓના સમુદાયની જવાબદારીએ જોવાની છે કે, કોઈ ભૂખ્યું ન રહે કે કોઈ કુપોષિત ન રહે. પૃષ્ઠભૂમિઃ ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન એક સામાન્ય મંચ પર તમામ હિતધારકોને એક સાથે આવવાની તક પૂરી પાડશે, જેથી ભવિષ્યની યોજનાઓ અને તમામ સમસ્યાઓ પર ચર્ચા થઈ શકશે, જેમાં બટાટા સાથે સંબંધિત દરેક વ્યક્તિ સામેલ થઈ શકશે. આ વિશિષ્ટ કાર્યક્રમ છે, જેમાં બટાટાનાં સંશોધનમાં જાણકારી અને નવીનતા લાવવા દેશનાં વિવિધ હિતધારકોને જાણકારી મળશે. આ મેગા ઇવેન્ટમાં મુખ્ય ત્રણ ઘટકો છે – બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટો ફિલ્ડ ડે આ બટાટા સંમેલન 28 થી 30 જાન્યુઆરી, 2020 દરમિયાન યોજાશે. તેમાં 10 મુખ્ય વિષયો રહેશે અને જે પૈકીના 8 વિષયો વ્યાવહારીક તેમજ પ્રાયોગિક સંશોધન પર આધારિત રહેશે, જ્યારે બાકીના બે વિષયો બટાટાના વેપાર, મૂલ્ય શ્રૃંખલા વ્યવસ્થાપન અને નીતિગત મુદ્દાઓ પર આધારીત રહેશે. એગ્રી એક્સ્પોનું આયોજન 28 થી 30 જાન્યુઆરી, 2020 દરમિયાન કરાશે જેમાં બટાટા આધારિત ઉદ્યોગો અને વેપાર, પ્રસંસ્કરણ, બિયારણવાળા બટાટાનું ઉત્પાદન, જૈવ પ્રોદ્યૈગિકી, પ્રોદ્યૈગિકી હસ્તાંતરણમાં જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને ખેડૂતો સંબંધિત ઉત્પાદનો વગેરેની સ્થિતિનું નિદર્શન કરવામાં આવશે. 31 જાન્યુઆરી, 2020ના રોજ પોટેટો ફિલ્ડ ડેમાં બટાટાની ખેતી માટે સીધા જ ખેતર પર જઇ તેનું નિદર્શન કરવામાં આવશે. તેમાં બટાટાના યાંત્રિકીકરણ, બટાટાની પ્રજાતિઓ અને આધુનિક તકનીકોનું પ્રદર્શન પણ સામેલ છે. આ સંમેલનની મુખ્ય બાબતો કે જેમને આવરી લેવામાં આવશે તેમાં વાવેતરની સામગ્રી, પૂરવઠા શ્રૃંખલાની અછત, પાકની લણણી બાદ થતું નુકસાન, વિસ્તૃત પ્રસંસ્કરણની જરૂરિયાત, નિકાસ અને વૈવિધ્યપૂર્ણ ઉપયોગ તેમજ જરૂરી નીતિગત સમર્થન અને પ્રમાણિત બિયારણનો ઉપયોગ તથા લાંબા અંતર સુધી પરિવહન અને નિકાસને પ્રોત્સાહન સામેલ છે. DS/JB/RP (
pib-143302
b58a6f782f15a01c2d7d127d09cd1d0f5e07da810eec5d4900d5609dd5022ac7
guj
માનવ સંસાધન વિકાસ મંત્રાલય કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ નવી દિલ્હીમાં ધોરણ 9 અને 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું ધોરણ 11 અને 12 માટે તથા વિષયના ભાગો માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર ટૂંક સમયમાં જાહેર થશે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ ધોરણ 9 અને ધોરણ 10નું બીજા તબક્કા માટેનું વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, આ કેલેન્ડર શિક્ષકોને વિવિધ ટેકનોલોજીકલ માધ્યમો અને સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરવા અંગે શિક્ષકોને માર્ગદર્શન પ્રદાન કરશે, જેથી રસપ્રદ રીતો દ્વારા સંપૂર્ણ શિક્ષણ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. એનો ઉપયોગ વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો ઘરેથી પણ કરી શકશે. જોકે એમાં મોબાઇલ, રેડિયો, ટેલીવિઝન, એસએમએસ અને વિવિધ સોશિયલ મીડિયા જેવા માધ્યમોની સુલભતાના વિવિધ સ્તરોને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે. શ્રી પોખરિયાલે વધુમાં ઉમેર્યું હતું કે, હકીકત એ છે કે, આપણામાંથી ઘણા ઇન્ટરનેટ સુવિધા ધરાવતા ન હોય એવું બની શકે છે, અથવા વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલ વગેરે જેવા વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરવા સક્ષમ ન હોય એવું બની શકે છે. આ કેલેન્ડર શિક્ષકોને મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા અથવા વોઇસ કોલ દ્વારા માતાપિતાઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. માતાપિતાઓને આ કેલેન્ડરનો અમલ કરવા પ્રાથમિક તબક્કાનાં વિદ્યાર્થીઓને મદદ મળવાની અપેક્ષા છે. મંત્રીએ જાણકારી આપી હતી કે, ધોરણ 9 અને 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર તથા આવરી લેવામાં આવેલા વિષયોના વિવિધ ભાગ ટૂંક સમયમાં જાહેર થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કેલેન્ડર તમામ બાળકોની જરૂરિયાત પૂર્ણ કરશે, જેમાં દિવ્યાંગ બાળકો સામેલ છે. ઓડિયો બુક્સ, રેડિયો કાર્યક્રમો, વીડિયો કાર્યક્રમો માટે લિન્ક સામેલ કરવામાં આવશે. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, કેલેન્ડર રસપ્રદ અને પડકારજનક એક્ટિવિટી ધરાવતું અઠવાડિયામુજબની યોજના ધરાવે છે, જેમાં અભ્યાસક્રમ કે પાઠ્યપુસ્તકમાંથી થીમ/ચેપ્ટરનો સંદર્ભ સામેલ હશે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, એમાં વિષયોનું મેપિંગ શીખવાના પરિણામો સાથે પ્રસ્તુત થશે. શિક્ષણના પરિણામો સાથે થીમના મેપિંગનો ઉદ્દેશ શિક્ષકો/માતાપિતાઓને બાળકોના અભ્યાસની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની સુવિધા પ્રદાન કરવાનો અને આ થીમ પાઠ્યપુસ્તક બહારની પણ હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, કેલેન્ડરમાં આપવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અભ્યાસના પરિણામો પર કેન્દ્રિત છે અને કોઈ પણ સંસાધન દ્વારા હાંસલ કરી શકાશે, જેમાં બાળકો એમના રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપયોગ કરે છે એ પાઠ્યપુસ્તકો સામેલ છે. મંત્રીએ જાણકારી આપી હતી કે, કેલેન્ડરમાં કળાનું શિક્ષણ, શારીરિક કસરતો, યોગ વગેરે જેવી અનુભવજન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે. આ કેલેન્ડર વર્ગમુજબ અને વિષયવાર પ્રવૃત્તિઓ ટેબ્યુલર ફોર્મમાં ધરાવે છે. એમાં હિંદી, અંગ્રેજી, ઉર્દૂ અને સંસ્કૃત એટલે કે ચાર ભાષા સાથે સંબંધિત પ્રવૃત્તિઓ સામેલ છે. તેમણે વધુમાં જાણકારી આપી હતી કે, આ કેલેન્ડર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાઓ વચ્ચે ચિંતા અને તણાવ ઘટાડવા માટેની વ્યૂહરચનાઓને પણ ધરાવે છે. કેલેન્ડરમાં ઇ-પાઠશાલા, એનઆરઓઇઆર અને ભારત સરકારની દિક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ ઇ-સામગ્રી માટેની લિન્ક સામેલ છે. આ તમામ પ્રવૃત્તિ મૂળે સૂચનાત્મક છે, નહીં કે વર્ણનાત્મક, કે એનો ક્રમ જાળવવો જરૂરી નથી. શિક્ષકો અને માતાપિતાઓ સાંદર્ભિક પ્રવૃત્તિઓને પસંદ કરી શકે છે અને એ પ્રવૃત્તિઓને એવી રીતે હાથ ધરી શકે છે કે વિદ્યાર્થીઓને એમાં રસ પડે, પછી ભલે ગમે તે ક્રમમાં હાથ ધરવામાં આવે. એનસીઇઆરટીએ વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો સાથે ટીવી ચેનલ સ્વયંમ પ્રભા , કિશોર મંચ એપ અને યુટ્યુબ લાઇવ દ્વારા લાઇવ ઇન્ટરેક્ટિવ સત્રો શરૂ કર્યા છે. આ સત્રોનું પ્રસારણ પ્રાથમિક ધોરણો માટે દર સોમવારથી શનિવાર સુધી સવારે 11.00થી બપોરના 1.00 સુધી, ઉચ્ચ પ્રાથમિક ધોરણો માટે બપોરે 2.00થી 4.00 સુધી અને માધ્યમિક ધોરણો માટે સવારે 9.00થી સવારે 11.00 સુધી થાય છે. દર્શકો સાથે આદાનપ્રદાન કરવા શિક્ષણના મુદ્દાઓ સાથે વ્યવહારિક પ્રવૃત્તિઓને આ લાઇવ સેશનોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ કેલેન્ડરને SCERTs/SIEs, એજ્યુકેશન ડાયરેક્ટોરેટ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સમિતિ, સીબીએસઈ, સ્ટેટ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ વગેરે સાથે વીડિયો કોન્ફરન્સિંગ યોજીને હાથ ધરીને વહેંચી પણ શકાશે. આ આપણા વિદ્યાર્થઈઓ, શાળાના આચાર્યો અને માતાપિતાઓને ઘરે ઓન-લાઇન શિક્ષણ-અભ્યાસના સંસાધનોનો ઉપયોગ કરીનો કોવિડ-19નું સમાધાન કરવાની સકારાત્મક રીતો શોધવા આપણા વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્યો તથા માતાપિતાઓને સક્ષમ બનાવશે તથા તેમના શિક્ષણના પરિણામો વધારશે. પોતાના માતાપિતાઓ અને શિક્ષકોની મદદ સાથે ઘરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા કોવિડ-19ને કારણે ઘરે રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં જોડી રાખવા એમએચઆરડીના માર્ગદર્શન હેઠળ એનસીઇઆરટીએ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક તબક્કામાં વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર વિકસાવ્યું છે. આ વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર પ્રાથમિક ધોરણો અને ઉચ્ચ પ્રાથમિક ધોરણ ને એપ્રિલ, 2020માં કેન્દ્રીય એચઆરડી મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અંગ્રેજીમાં ધોરણ 9 અને 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જોવા અહીં ક્લિક કરો : હિંદીમાં ધોરણ 9 અને ધોરણ 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જોવા માટે અહીં ક્લિક કરો : GP/DS (
pib-121448
f8a2d6001525d631b68c870f757124f379a345d1e37659d0fca3a5562cce9351
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી 11 ઓક્ટોબરના રોજ સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સનું ભૌતિક રીતે વિતરણ કરશે આ કવાયતથી ગ્રામીણ ભારત પર પરિવર્તનકારી અસર પડશે અને લાખો લોકો સશક્ત બનશે 6.62 લાખ ગામડાંઓને ચાર વર્ષના સમયગાળામાં તબક્કાવાર રીતે આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે આનાથી ગ્રામવાસીઓ દ્વારા આર્થિક અસ્કયામત તરીકે મિલકતના ઉપયોગ કરવા માટેનો માર્ગ મોકળો થશે ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા માટે અને લાખો ભારતીયોને સશક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલી ઐતિહાસિક કવાયતના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સનું ભૌતિક વિતરણ કરશે. આ પ્રારંભના કારણે અંદાજે એક લાખ મિલકત ધારકોને તેમના મોબાઇલ નંબર ઉપર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંકના માધ્યમથી તેમના પ્રોપર્ટી કાર્ડ્સ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા તેમની મિલકતો માટે ભૌતિકરૂપે પણ પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કરવામાં આવશે. આ લાભાર્થીઓમાં છ રાજ્યોના 763 ગામડાંના લોકોને સમાવી લેવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના બે ગામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સિવાય આ તમામ રાજ્યોના લાભાર્થીઓને એક દિવસમાં તેમના પ્રોપર્ટી કાર્ડની ભૌતિક નકલ પ્રાપ્ત થઇ જશે જ્યારે મહારાષ્ટ્રમાં ખૂબ જ નજીવા ખર્ચે પ્રોપર્ટી કાર્ડ મેળવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી તેમાં એક મહિના જેટલો સમય લાગશે. આ કવાયતથી ગ્રામવાસીઓ તેમના ધિરાણ અથવા અન્ય આર્થિક લાભો મેળવવા માટે આર્થિક અસ્કયામત તરીકે તેમની મિલકતોનો ઉપયોગ કરવા માટે સમર્થ થઇ શકશે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં પ્રથમ વખત જ આટલા મોટાપાયે આવી કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં વસતા લાખો મિલકત ધારકો સુધી લાભો પહોંચાડવા માટે ટેકનોલોજીના અદ્યતન માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 11 વાગે શરૂ થશે. સ્વામિત્વ વિશે સ્વામિત્વ એ પંચાયતીરાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેનો પ્રારંભ 24 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મિલકત ધારકોને તેમના 'અધિકારોનો રેકોર્ડ' પૂરા પાડવાનો અને તેમની મિલકતો માટે પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવાનો છે. આ યોજનાનો અમલ આગામી ચાર વર્ષમાં દરમિયાન કરવામાં આવશે જેમાં તબક્કાવાર રીતે દેશના તમામ ગામડાંઓને આવરી લેવામાં આવશે અને તેનાથી દેશભરમાં તબક્કાવાર 6.62 લાખ ગામડાંઓને સમાવી લેવામાં આવશે. ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક રાજ્યોમાં આવેલા અંદાજે 1 લાખ ગામડાં અને પંજાબ, રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલા કેટલાક ગામડાં કે જેઓ પંજાબ અને રાજસ્થાનમાં અવિરત પરિચાલન વ્યવસ્થાતંત્ર સ્ટેશનોનું નેટવર્ક ધરાવે છે તેમને પ્રારંભિક તબક્કામાં આવરી લેવામાં આવ્યા છે. આ તમામ છ રાજ્યોએ ડ્રોનના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોનો સર્વે કરવા માટે અને આ યોજનાના અમલીકરણ માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ રાજ્યોએ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડના અંતિમ પ્રારૂપ તૈયાર કરી દીધા છે અને ડ્રોન આધારિત સર્વે માટે કયા ગામડાંઓને આવરી લેવામાં આવશે તે પણ નક્કી કરી લીધું છે. પંજાબ અને રાજસ્થાન રાજ્યએ CORS નેટવર્ક સ્થાપવા માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેથી ભવિષ્યમાં ડ્રોન ઉડાડવાની પ્રવૃત્તિઓમાં મદદ કરી શકાય. અલગ અલગ રાજ્યોમાં પ્રોપર્ટી કાર્ડના નામકરણ માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે જેમ કે, હરિયાણામાં 'ટાઇટલ ડીડ', કર્ણાટકમાં 'ગ્રામીણ મિલકત માલિકી રેકોર્ડ્સ ', મધ્યપ્રદેશમાં 'અધિકાર અભિલેખ', મહારાષ્ટ્રમાં 'સન્નાદ', ઉત્તરાખંડમાં 'સ્વામિત્વ અભિલેખ' અને ઉત્તરપ્રદેશમાં 'ઘરૌની' છે. SD/GP/BT (
pib-252200
aad827b691ae4ff2e20831375806909cc91c2ae7b6a62b786fc59bf29e1ae430
guj
મંત્રીમંડળ કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરારને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતી કરાર એવું તંત્ર અમલમાં મૂકવા માટે છે જેમાં ભારત અને તુર્કમેનિસ્તાન બંનેને આપત્તિ વ્યવસ્થાપનના વ્યવસ્થાતંત્રમાં એકબીજાથી લાભ થશે અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેઓ પૂર્વતૈયારીઓ, પ્રતિભાવ અને ક્ષમતા નિર્માણના કાર્યોમાં વધારે મજબૂતી લાવવામાં મદદ મેળવી શકશે. આ MoU અંતર્ગત પારસ્પરિક લાભના આધારે નીચે ઉલ્લેખિત ક્ષેત્રોમાં સહકાર આપવાનું જોવાં આવે છે: - દેખરેખ અને કટોકટીની આગાહી અને તેના પરિણામોનું મૂલ્યાંકન; - આપત્તિ વ્યવસ્થાપનમાં સામેલ હોય તેવા યોગ્ય સંગઠનો વચ્ચે સક્ષમ સત્તામંડળો દ્વારા પારસ્પરિક સંવાદ; - સંશોધન પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે આયોજન, વિકાસ અને અમલીકરણ તેમજ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રકાશનોનું અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સંશોધન કાર્યોના પરિણામોનું આદાનપ્રદાન; - પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર આ MoUના અવકાશમાં હોય તે પ્રમાણે માહિતી, સામયિકો અથવા અન્ય પ્રકાશનો, વીડિયો અને ફોટાની સામગ્રીઓ તેમજ ટેકનોલોજીઓનું આદાનપ્રદાન; - સંબંધિત ક્ષેત્રોમાં સંયુક્ત પરિસંવાદો, સેમીનાર, વર્કશોપ તેમજ કવાયતો અને તાલીમનું આયોજન; - આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રે નિષ્ણાતો અને અનુભવોનું આદાનપ્રદાન; - સર્ચ અને બચાવ કાર્યોમાં પ્રથમ પ્રતિભાવકોની તાલીમ અને ક્ષમતાનું નિર્માણ; તાલીમાર્થીઓ અને નિષ્ણાતોનો વિનિમય જેથી આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ કરી શકાય; - પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર એકબીજાને ટેકનિકલ સુવિધાઓ અને ઉપકરણો પ્રદાન કરવા, વહેલી ચેતવણીની પ્રણાલી વધુ ઉન્નત બનાવવા અને આપત્તિ વ્યસ્થાપનના ક્ષેત્રમાં બંને પક્ષકારોની ક્ષમતાનું નિર્માણ કરવા માટે સહાયતા કરવી; - પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર આપત્તિ પ્રતિભાવમાં મદદ કરવી; - આપત્તિ પ્રતિરોધક માળખાકીય સુવિધાઓનું સર્જન કરવા માટે જ્ઞાન અને તજજ્ઞતામાં પારસ્પરિક સહાયતાનું આદાનપ્રદાન કરવું; - પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર, આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારવામાં આવેલા ધોરણો અનુસાર ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલીઓ આપવી; - આપત્તિ વ્યવસ્થાપનને લગતી કોઇપણ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન, જે બંને પક્ષકારોના સક્ષમ સત્તામંડળો દ્વારા પારસ્પરિક રીતે સંમત થયા અનુસાર કરવું. હાલમાં, ભારતે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સહકાર માટે સ્વિટ્ઝર્લેન્ડ, રશિયા, SAARC, જર્મની, જાપાના, તાજીકિસ્તાન, મોંગોલિયા, બાંગ્લાદેશ અને ઇટાલી સાથે દ્વિપક્ષીય/ બહુપક્ષીય કરારો / MOU/ ઇરાદાની સંયુક્ત ઘોષણા/ પારસ્પરિક સહકાર માટે સમજૂતી કરારો કર્યા છે. SD/GP/JD (
pib-171914
2110f19446caa3c02c89bdb3ce517e8d9e3e1fff961cea365c64971578370047
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતની G20ની અધ્યક્ષતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ G20 મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023ની મુલાકાત લીધી ભારતમાં આયુષ્ય 29 વર્ષથી વધીને 69 વર્ષ થયું છે અને આગળ જતાં તે વધવા જઇ રહ્યું છે, જે આરોગ્ય સંભાળ માટે તકો અને પડકારો બંને પ્રદાન કરે છેઃ ડૉ. વી કે પૌલ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ સેન્ટર્સ ઓફ એક્સલન્સની સ્થાપના કરીને અને લાયકાત ધરાવતા અને પ્રશિક્ષિત વિદ્યાર્થીઓનો ટેલેન્ટ પૂલ બનાવીને વિશ્વકક્ષાની સંશોધન સંસ્થાઓ બનશે નીતિ ઘડનારાઓ અને ઉદ્યોગજગતના નિષ્ણાતોએ મેડટેક ક્ષેત્રમાં ઉદ્યોગ અને શિક્ષણજગત વચ્ચે ઘનિષ્ઠ સહયોગ અને ભાગીદારીની હિમાયત કરી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ G-20 મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ભારતના પ્રથમ મેડિકલ ટેક્નોલોજી એક્સ્પો, ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023ની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીઓ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ પી સિંહ બઘેલ, અને નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૌલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિઓએ પ્રદર્શન હોલમાં લટાર મારી હતી અને એક્સ્પોમાં ફ્યુચર પેવેલિયન, સ્ટાર્ટઅપ્સ પેવેલિયન તેમજ R&D પેવેલિયન જેવા વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શનમાં તબીબી ઉપકરણો અને ટેકનોલોજીઓ વિશે પણ પૂછપરછ કરી હતી અને પ્રદર્શકો સાથે સંવાદ કર્યો હતો. ડૉ. વી. કે. પૌલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મોટી ઉંમરના લોકોને અને જાહેર જનતાના જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે અને નીતિ સ્તરના ફેરફારો કરવા સહિત સૂચનો મેળવવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં આયુષ્ય 29 વર્ષથી વધીને 69 વર્ષ થઇ ગયું છે અને આગળના સમયમાં હજુ પણ તે વધશે, તેથી તે આરોગ્ય સંભાળ માટે તકો અને પડકારો બંને પ્રદાન કરે છે. તેમણે વધુમાં વૃદ્ધ વસ્તી, જેમાં ખાસ કરીને મહિલાઓ માટે સ્માર્ટ અને સસ્તાં ઉકેલો તૈયાર કરવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે પાંચ વર્ષના સમયગાળામાં રૂપિયા 700 કરોડના હંગામી ખર્ચ સાથે "ફાર્મા મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને આવિષ્કારને પ્રોત્સાહન" માટેની યોજના સૂચિત કરી છે, જે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ને સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપના કરીને અને લાયકાત ધરાવતા અને પ્રશિક્ષિત વિદ્યાર્થીઓનો ટેલેન્ટ પૂલ બનાવીને વિશ્વસ્તરીય સંશોધન સંસ્થા બનવામાં મદદ કરશે. તે વ્યાપારી રીતે સદ્ધર ઉત્પાદનોને લોન્ચ કરવામાં પણ મદદ કરશે, જેનાથી ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના વિકાસને વેગ મળી શકશે. આ દરમિયાન એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તેમજ નીતિ આયોગ ભારતમાં આરોગ્ય સંભાળ અને વૃદ્ધોના કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખીને અનેકવિધ પહેલમાં જોડાયેલા છે, જેથી કરીને ભારતીય ઘર અને વરિષ્ઠ સંભાળના પરિદૃશ્યમાં પરિવર્તન લાવવા માટે સમર્થન અને પ્રોત્સાહન આપી શકાય. એ વાત પર પણ સૌનું ધ્યાન ટાંકવામાં આવ્યું હતું કે, તબીબી ઉપકરણોના ઉત્પાદનનો લાંબો ઇતિહાસ હોવા છતાં ભારત 70 થી 80% તબીબી ઉપકરણોની આયાત કરે છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, દેશમાં વધુ રોકાણ, સંશોધન, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે સહયોગ તેમજ સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહન દ્વારા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ દરમિયાન એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી કે, દેશમાં લગભગ 6000 કરતાં વધારે તબીબી ઉપકરણો વિવિધ શ્રેણીઓ હેઠળ આવે છે. શ્રેણીઓ અને ઉત્પાદનોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને એક જ ક્ષેત્રીય જ્ઞાન તદ્દન લઘુતમ છે તે નોંધીને; અને જાહેર આરોગ્ય ખર્ચમાં વધારો કરીને તેમજ તબીબી ઉપકરણોની માંગ, તબીબી ઉપકરણોના ઉદ્યોગને સમર્થન આપવા માટે એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોવાની બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેડટેક પર બહુવિધ થીમ આધારિત સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સરકાર, શિક્ષણજગત અને ઉદ્યોગજગતના સહભાગીઓએ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાવિ વલણો અને પડકારો વિશે વિગતે ચર્ચા કરી હતી. નીતિ ઘડનારાઓ અને ઉદ્યોગજગતના નિષ્ણાતોએ મેડટેક ક્ષેત્રમાં ઉદ્યોગો અને શિક્ષણજગત વચ્ચે ઘનિષ્ઠ સહયોગ અને ભાગીદારીની હિમાયત કરી હતી. મેડટેક એક્સ્પો 2023ના વિવિધ સત્રો દરમિયાન ઉદ્યોગજગતના વક્તાઓ/નિષ્ણાતોએ પણ તેમના મૂલ્યવાન વિચારો અને પ્રતિસાદ શેર કર્યા હતા. "ઉદ્યોગ-શિક્ષણજહત સહયોગ દ્વારા મેડટેક ક્ષેત્ર માટે R&Dમાં ભાવિ પ્રવાહો" વિષય પર યોજવામાં આવેલા સત્રમાં સફળતાની ગાથાઓ તેમજ મેડટેક ક્ષેત્રમાં ભાવિ ઉદ્યોગ-શિક્ષણજગતના જોડાણ માટેની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 'મેડટેક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસમાં ભાવિ વલણો' વિષયથી યોજવામાં આવેલા સત્રમાં મેડટેક ક્ષેત્રમાં કૌશલ્યના અંતરાયને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. "જેરિયાટ્રિક અને ઘર-આધારિત સંભાળ માટે મેડટેકમાં ભાવિ વલણો" વિષય પર યોજવામાં આવેલા સત્રમાં ઘરે આપવામાં આવતી સંભાળ, જેમાં ખાસ કરીને વૃદ્ધોને આપવામાં આવતી સંભાળ માટે મેડટેકની તકો અને પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. "મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ- વૈશ્વિક વિનિર્માણ સ્પર્ધાત્મકતા" વિષયથી યોજવામાં આવેલા સત્રમાં તબીબી ઉપકરણોના સ્વદેશી ઉત્પાદનને મજબૂત કરવા અને "મેક ઇન ઇન્ડિયા" માટે વધુ રોકાણને આકર્ષવા તરફ ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના જેવી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. "મૂલ્ય આધારિત ખરીદી : ટિઅર-II અને III કક્ષાના શહેરોમાં હાઇ-એન્ડ MDની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી" વિષય પર યોજાયેલા સત્રમાં VBPના સિદ્ધાંતો, ભારતીય આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમમાં તેના મહત્વ અને સુસંગતતા વિશે જાગૃતિ કેળવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમના તમામ મુખ્ય હિતધારકો જેમ કે સરકાર, મેડટેક કંપનીઓ, આરોગ્ય સંભાળ પ્રદાતાઓએ ભારતમાં VBPના અમલીકરણને સરળ બનાવવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. "ખરીદી એજન્સીઓ સાથે માંગ પૂર્વાનુમાન " વિષય પર યોજવામાં આવેલા સત્રમાં ગુજરાત સરકાર, તમિલનાડુ સરકાર, ESIC અને NEIGRIHMS, શિલોંગની રાજ્ય ખરીદી એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રેઝન્ટેશન જોવા મળ્યા હતા. આ એજન્સીઓ દ્વારા અનુસરવામાં આવતી ખરીદી સંબંધિત પદ્ધતિઓની સાથે સાથે, તેમની આગામી વર્ષોની અંદાજિત માંગની પણ માહિતી આપવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા માંગના પૂર્વાનુમાન અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના સચિવ ડૉ. સૌરભ ગર્ગ; ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ, આંધ્રપ્રદેશ સરકારના સચિવ ડૉ. એન. યુવરાજ; કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી સોનલ મિશ્રા; આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ; US-FDAના કન્ટ્રી ડિરેક્ટર ડૉ સારાહ મેકમુલેન સહિત અન્ય મહાનુભવો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. CB/GP/JD (Visitor Counter : 109
pib-275706
ec9cf473e17c17b8a8bee294ebc7cc377083d7121039f7b4804107d0043ab001
guj
રસાયણ અને ખાતર મંત્રાલય કેન્દ્રીય ફાર્મા સચિવે સ્ટેટ ડ્રગ કંટ્રોલર્સને દેશમાં દવાઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે ફાર્માસ્યુટિકલ એકમોને મદદ કરવા જણાવ્યું દવાઓના ઉત્પાદન અને વિતરણના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે SDCs સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઈ કોવિડ પહેલા અને કોવિડ બાદ ફાર્માસ્યુટિકલ અને મેડીકલ સાધનોનું ઉત્પાદન કરતા એકમોની કામગીરીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફાર્માસ્યુટિકલ વિભાગ ના સચિવની અધ્યક્ષતામાં અને ચેરપર્સન NPPA, DCG સહીત 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્ટેટ ડ્રગ કંટ્રોલર્સ ની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક બેઠક યોજાઈ ગઈ. DOPના સચિવ દ્વારા તમામ SDCsના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી અને તેમને વિનંતી કરવામાં આવી કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર અને સંલગ્ન સત્તાધીશોની મદદથી નિયમિત સંપર્કમાં રહીને ઉત્પાદન એકમોને જરૂરી તમામ સહાયતા પૂરી પાડે જેથી કરીને દવાઓ અને મેડીકલ સાધનોની કોઈ અછત ના સર્જાય. દેશમાં ઉત્પાદનનું સ્તર, ઉત્પાદનની ટકાવારી અને દવાઓની તથા મેડીકલ સાધનોની ઉપલબ્ધતા. સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર્સ ને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ કોવિડ-19ના ઈલાજના વ્યવસ્થાપનમાં જરૂરી મેડીકલ સાધનો અને જરૂરી દવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરે. તેમને ઉત્પાદન એકમોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ થાય તે બાબતની ખાતરી કરવાની પણ વિનંતી કરવામાં આવી હતી જેથી કરીને કોઇપણ પ્રકારના અવરોધ વિના પૂરતા પ્રમાણમાં જથ્થો તમામ સ્તર ઉપર ઉપલબ્ધ થઇ શકે. સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર્સ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ ઉત્પાદનનું સ્તર, કાર્ય દળની હાજરી, લોજિસ્ટિક સપોર્ટ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે જેથી કરીને એ બાબતની ખાતરી કરી શકાય કે દેશમાં દવાઓ અને મેડીકલ સાધનોનું ઉત્પાદન, વિતરણ અને ઉપલબ્ધતા સરળતાથી પ્રાપ્ત થઇ શકે. સચિવ, DoP દ્વારા તમામ SDCને સુચના આપવામાં આવી હતી કે: ઉત્પાદનની ટકાવારીમાં વધારો કરવામાં આવે જેથી કરીને સંપૂર્ણ ક્ષમતામાં તેને કાર્યરત કરી શકાય અને દવાઓની ઉપલબ્ધતા વધારી શકાય. તમામ સંલગ્ન સ્થાનિક સત્તામંડળની સાથે સંકલન સાધીને તમામ દવાઓ અને સાધનો માટે જરૂરી લોજિસ્ટિક, કાર્ય દળની હેરફેર, આનુષંગિક એકમોને લગતી તમામ સમસ્યાઓને ઉકેલવામાં આવે. દવાઓ અને મેડીકલ સાધનોની સંગ્રહખોરી તથા કિંમતમાં થતા વધારા ઉપર દેખરેખ રાખવામાં આવે અને આ પ્રકારના બનાવમાં તાત્કાલિક પગલા લેવામાં આવે. તમામ રાજ્યો દ્વારા દવાઓ અને સાધનો ઉત્પાદન કરતા એકમોની માહિતી તાત્કાલિક સોફ્ટ કોપીમાં પૂરી પાડવામાં આવે. તમામ સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર્સ દ્વારા હાયડ્રોકસીક્લોરોક્વીન, એઝીથ્રોમાયસીન અને પેરાસીટામોલ ફોર્મ્યુલેશનની ઉપલબ્ધતા ઉપર નજર રાખવામાં આવે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ જરૂરી 55+97 દવાઓને નિયમિત રીતે ચકાસવામાં આવે અને માહિતી પૂરી પાડવામાં આવે. GP/DS (Visitor Counter : 175
pib-65292
6098a3d6111b79c727f031b6fc885f7ce1bd49a851a79887d1eb679a67e2aa0d
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવગાંધીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવગાંધીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું ' પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવગાંધીને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરું છું.' GP/DS (
pib-207763
5212a5f412bfed29c7833fbea35ccf32a838641dc6fb80b629719fa6f7c25182
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ છેલ્લા 24 કલાકમાં 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 62.29 કરોડ લોકોને રસી આપવામાં આવી સક્રિય કેસ કુલ કેસનાં 1.10% થયા ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,59,775 થયું સાજા થવાનો દર હાલમાં 97.56% નોંધાયો છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,759 નવા કેસ નોંધાયા દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,18,52,802 દર્દીઓ સાજા થયા છેલ્લા 24 કલાકમાં 31,374 દર્દીઓ સાજા થયા સાપ્તાહિક પોઝિટિવીટી 2.19% છે, જે છેલ્લા 64 દિવસથી 3%થી ઓછો છે દૈનિક પોઝિટિવીટી દર 2.66% પહોંચ્યો, જે છેલ્લા 33 દિવસથી 3%થી ઓછો છે કુલ 51.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા SD/GP/BT (Visitor Counter : 175
pib-117888
d270b31e049530e31e0e5e8cd20973cb79b6532ddf54c0a157fe525537e5e8df
guj
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ ઈસી-પીએમએ આર્થિક સમીક્ષામાં નાણાંકીય મજબૂતી, નાણાંકીય શિસ્તપાલન અને રોકાણ પર મૂકાયેલા ભારતને આવકાર્યો આર્થિક સમીક્ષામાં આગામી પાંચ વર્ષ માટે વિકાસ અને રોજગારીની બ્લ્યૂ-પ્રિન્ટ: ડૉ. બિબેક દેબરાય ડૉ. બિબેક દેબરાયે કહ્યું કે સરકારનો દ્રષ્ટિકોણ સંઘવાર, વ્યયમાં સુધારો, એમએસએમઇ માટે નીતિઓ, જીએસટી અને પ્રત્યક્ષ કરવેરામાં સુધારા દ્વારા ઉજાગર થાય છે ન્યાયિક સુધારા અને ડેટાની ભૂમિકા આવકાર્ય; ઇસી-પીએમ અધ્યક્ષ નવી દિલ્હી, 04-07-2019 પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ ના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરાયે આર્થિક સમીક્ષામાં નાણાકીય મજબૂતી, નાણાકીય શિસ્તપાલન અને રોકાણ પર મૂકવામાં આવેલા આગ્રહને આવકાર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતનો વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો સરેરાશ દર 7.5 રહ્યો છે. આર્થિક સમીક્ષાનું આકલન છે કે 4 ટકા વાર્ષિક ઇન્ફ્લેશન સાથે 2024-25 સુધીમાં અર્થતંત્ર 5 ટ્રિલિયન અમેરિકી ડૉલર થઇ જશે જેમાં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 8 ટકા રહેશે. આ લક્ષ્ય હાંસલ થઇ શકે છે પરંતુ આપણે નાણાકીય મજબૂતના માર્ગથી હટવાનું નથી, જે મધ્યકાલિન નાણાકીય નીતિમાં વ્યક્ત કરવામાં આવ્યું છે. તેને નાણા ખાધ/ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર અને દેવું/ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તરમાં પણ દર્શાવવામાં આવ્યો છે. વધેલી ખોટથી ખાનગી રોકાણને નુકસાન પહોંચે છે, ખાનગી મૂડીના ખર્ચમાં વધારો થાય છે અને સ્થાનિક ક્ષેત્ર નાણાકીય બચતમાં અવરોધ આવે છે. આકલન અનુસાર 2018-19માં ભારતનો વિકાસદર 6.8 ટકા રહેશે તેમજ ચક્રીય જાહેર ખર્ચ ઓછો કરવાની તક મળશે. આથી ડૉ. બિબેક દેબરાયે સમીક્ષામાં નાણાકીય મજબૂતી અને રોકાણને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી જોગવાઇઓને આવકારી છે. સમીક્ષામાં આગામી પાંચ વર્ષ દરમિયાન વિકાસ અને રોજગારીની બ્લ્યૂ-પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. આ 2014 અને 2019 દરમિયાન પહેલી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને અનુરૂપ છે, જેમાં વ્યવહારમાં પરિવર્તનની પહેલોને સામેલ કરવામાં આવી છે. વર્ષ 2014 થી 2019 દરમિયાન નીતિઓમાં નિરંતરતા છે અને 2019 થી 2024 સુધી પ્રસ્તાવિત નીતિઓ તેમાં સામેલ છે. સમીક્ષાથી સંઘવાદ, વ્યયમાં સુધારો, એમએસએમઈ માટે નીતિઓ, જીએસટી અને પ્રત્યક્ષ કરમાં સુધારા દ્વારા સરકારનો દ્રષ્ટિકોણ ઉજાગર થાય છે. ડૉ. બિબેક દેબરાયે કહ્યું હતું કે, આ વર્ષની આર્થિક સમીક્ષામાં એક અભિનવ અને આવકાર્ય પક્ષ એ છે કે, તે અંતર્ગત ન્યાયિક સુધારા અને ડેટાની ભૂમિકાની જોગવાઇ કરવામાં આવી છે. એકંદરે સમીક્ષામાં અતિતથી દૂર હટીને કામ કરવાના દ્રષ્ટિકોણનો હવાલો આપવામાં આવ્યો છે, જેને સંસ્કૃતના ઉદાહરણોથી વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉદાહરણોમાં શિસ્ત સંબંધિત અનેક માહિતીઓ ઉપલબ્ધ છે અને સમીક્ષા પૂરી કરવા માટે માત્ર કૌટિલ્યનું ઉદાહરણ આપવા સુધી સીમિત નથી રહેવાનું પરંતુ કમંડકીય નીતિસાર પણ ધ્યાનમાં રાખવાનો છે. DK/NP/J.Khunt/GP (Visitor Counter : 158
pib-261567
1deaf87ec3892fb05c01596f5a4c2f77d9cd1bd014f75dffa93db8741c155f94
guj
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય RMS 2023-24માં ઘઉંની ખરીદી 260 LMT આંકને વટાવી ગઈ, જે ગયા વર્ષની કુલ ખરીદીથી વધુ છે સેન્ટ્રલ પૂલમાં ઘઉં અને ચોખાના સંયુક્ત સ્ટોકની સ્થિતિ 579 LMTથી વધુ છે MSP આઉટફ્લો સાથે વર્તમાન ઘઉંની ખરીદીની કામગીરી દરમિયાન 21 લાખથી વધુ ખેડૂતોને રૂ. 47,000 કરોડ ફાયદો થયો છે ચાલુ રવી માર્કેટિંગ સિઝન 2023-24 દરમિયાન ઘઉંની ખરીદી સરળતાથી આગળ વધી છે. ચાલુ સિઝનમાં 30.05.2023 સુધી ઘઉંની પ્રગતિશીલ ખરીદી 262 લાખ મેટ્રિક ટન છે જે ગયા વર્ષની 188 LMT ની કુલ ખરીદીથી 74 LMT વધુ છે. આશરે રૂ. 47,000 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ આઉટફ્લો સાથે ચાલી રહેલી ઘઉંની ખરીદીની કામગીરીથી આશરે 21.27 લાખ ખેડૂતોને પહેલેથી જ લાભ મળ્યો છે. પ્રાપ્તિમાં મુખ્ય યોગદાન પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણાના ત્રણ પ્રાપ્તિ રાજ્યોમાંથી અનુક્રમે 121.27 LMT, 70.98 LMT અને 63.17 LMTની પ્રાપ્તિ સાથે આવ્યું છે. આ વર્ષે તંદુરસ્ત ખરીદીમાં મુખ્ય ફાળો આપતા પરિબળોમાં અકાળ વરસાદને કારણે અસરગ્રસ્ત ઘઉંની ગુણવત્તાના સ્પષ્ટીકરણોમાં ભારત સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે; ગ્રામ/પંચાયત સ્તરે પ્રાપ્તિ કેન્દ્રો ખોલવા; સહકારી મંડળીઓ/ગ્રામ પંચાયતો/આરહતિયાઓ વગેરે દ્વારા પ્રાપ્તિ હાથ ધરવા ઉપરાંત વધુ સારી પહોંચ માટે નિયુક્ત પ્રાપ્તિ કેન્દ્રો અને પ્રાપ્તિ કામગીરી માટે FPO ને જોડવાની પરવાનગી આપવી. ચોખાની ખરીદી પણ સરળતાથી ચાલી રહી છે. ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 ના ખરીફ પાક દરમિયાન 30.05.2023 સુધી 385 LMT ચોખાની ખરીદી કરવામાં આવી છે અને હજુ 110 LMT ચોખાની પ્રાપ્તિ બાકી છે. વધુમાં, KMS 2022-23ના રવિ પાક દરમિયાન 106 LMT ચોખાની ખરીદી થવાનો અંદાજ છે. સેન્ટ્રલ પૂલમાં ઘઉં અને ચોખાની સંયુક્ત સ્ટોક પોઝિશન 579 LMT થી વધુ છે જેણે દેશને તેની ખાદ્ય અનાજની જરૂરિયાતો પૂરી કરવા માટે આરામદાયક સ્થિતિમાં મૂક્યો છે. YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 114
pib-248879
1965cb3160ebad8a65ad6d8da361d5f1e1cd74ce9a51136a012db36fb78aacc9
guj
અંતરિક્ષ વિભાગ અંતરિક્ષ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારાઓની શરૂઆત અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપવામાં આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી હતી. આ સુધારાઓનો ઉદ્દેશ અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ નિર્ણય પ્રધાનમંત્રીના ભારતની કાયાપલટ કરવાના તથા દેશને આત્મનિર્ભર અને ટેકનોલોજીકલ રીતે વિકસિત બનાવવાના લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને લેવાયો છે. અંતરિક્ષ ક્ષેત્રમાં અદ્યતન ક્ષમતાઓ ધરાવતા દુનિયાના ગણ્યાંગાઠ્યાં દેશોમાં ભારત સામેલ છે. આ સુધારાઓ સાથે અંતરિક્ષ ક્ષેત્રને નવી ઊર્જા અને ગતિ મળશે, જેથી દેશને અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રવૃત્તિઓને આગામી તબક્કામાં લઈ જવા હરણફાળ ભરવામાં મદદ મળશે. આ સુધારાઓથી અંતરિક્ષ ક્ષેત્રની વૃદ્ધિને વેગ મળશે તેમજ ભારતીય ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર બનવા સક્ષમ બનશે. આ સાથે ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે રોજગારીની તક ઊભી થશે અને ભારત આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેકનોલોજી પાવરહાઉસ બનશે. મુખ્ય ફાયદા : ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રગતિ કરવા અને આપણી ઔદ્યોગિક કામગીરીનું વિસ્તરણ કરવા અંતરિક્ષ ક્ષેત્ર મુખ્ય પ્રેરકબળ તરીકે ભૂમિકા ભજવી શકે છે. સૂચિત સુધારા અંતરિક્ષ અસ્કયામતો અને પ્રવૃત્તિઓનો સામાજિક-આર્થિક ઉપયોગ વધારશે, જેમાં અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત અસ્કયામતો, ડેટા અને સુવિધાઓની સુલભતામાં સુધારો સામેલ છે. નવી રચાયેલી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવા ખાનગી કંપનીઓને સરકારી કંપનીઓ જેટલી સુવિધા પ્રદાન કરશે. આ નીતિગત પ્રોત્સાહન અને અનુકૂળ નિયમનકારક વાતાવરણ દ્વારા અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત કામગીરીઓમાં ખાનગી ઉદ્યોગોને ટેકો, પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપશે. સરકારી ક્ષેત્રનું સાહસ ‘ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ’ અંતરિક્ષ પ્રવૃત્તિઓને ‘પુરવઠાલક્ષી મોડલ’માંથી ‘માગ સંચાલિત’ મોડલ તરફ દોરી જશે, જેથી આપણી અંતરિક્ષ ક્ષેત્રની અસ્કયામતોનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત થશે. આ સુધારા ઇસરોને સંશોધન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, નવી ટેકનોલોજીઓ, અભિયાનો હાથ ધરવા અને માનવસહિત અંતરિક્ષ ઉડાનના કાર્યક્રમ પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવાની સુવિધા આપશે. ‘તકની જાહેરાત’ની વ્યવસ્થા દ્વારા ગ્રહનું સંશોધન કરવા કેટલાંક અભિયાનો ખાનગી ક્ષેત્ર માટે પણ ખોલશે. GP/DS (
pib-2943
c4f0aa8c7e818953e95e6389ee30beed8368e3ef407eb95ceaf71f6084f53b8b
guj
PIB Headquarters હુડકોએ આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું, બાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે નવી દિલ્હી, 08-11-2017 હુડકોનાં સીએમડી ડૉ. એમ. રવી કાન્તે બાર દેશોનાં વીસ પ્રતિનિધિઓનું હુડકોની એચએસએમઆઇ માં સ્વાગત કર્યું હતુ, આ કાર્યક્રમનું આયોજન વિદેશ મંત્રાલય, ઇન્ડિયન ટેકનિકલ, ઇકોનોમિક કોઓપરેશન અને સ્પેશિયલ કોમનવેલ્થ આસિસ્ટન્સ ફૉર આફ્રિકા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 30.10.2017 થી 08.12.2017 સુધી ચાલશે. આ તાલીમ કાર્યક્રમની થીમ 'અનૌપચારિક સમાધાનોનો ઔપચારિક ઉકેલ' છે. આ તાલીમ કાર્યક્રમમાં ચીલી, કમ્બોડીયા, ઇથોપીયા, ગ્યુટેમાલા, નાઇજીરીયા, તાજીકીસ્તાન, ટાન્ઝાનીયા, લેસોથો, માલાવી, યુગાન્ડા, ઝીમ્બાબ્વે અને અફઘાનિસ્તાને ભાગ લીધો હતો. J.Khunt/GP (Visitor Counter : 114
pib-137200
737c869f382a18cffd39cd7b24a7f816b95d7d835808d3d33241ba4a2018b839
guj
PIB Headquarters કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન Date: 19.4.2020 Released at 1900 Hrs Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ દેશમાં કોવિડ-19ના કુલ 15,712 કેસોની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 2231 એટલે કે કુલ કેસમાં 14.19% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે 2144 કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ ઓળખી કાઢવામાં આવી છે. આવતીકાલથી, બિન-ચેપગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધો હળવા કરવામાં આવશે પરંતુ, હોટસ્પોટ જિલ્લાઓમાં ચેપગ્રસ્ત વિસ્તારોને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો સ્થાનિક જરૂરિયાતને અનુલક્ષીને વધારાના પગલાં લાગુ કરી શકે છે. દવાઓના પરીક્ષણ અને રસી સંબંધિત વિજ્ઞાનના મોરચે કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચવામાં આવી છે. કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પ્રતિબંધો દરમિયાન ઇ-કોમર્સ દ્વારા બિન-આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા પર સરકારે પ્રતિબંધ મૂક્યો કોવિડ-19 સામેની લડાઇ માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન સંબંધે સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને મુક્તિ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો/ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. ઉપરોક્ત સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ, સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડતી ઇ-કોમર્સ કંપનીઓને લૉકડાઉન દરમિયાન મુક્તિ આપવામાં આવી છે. વધુમાં, માત્ર આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનમાં સંકળાયેલા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને જરૂરી મંજૂરી સાથે આવનજાવન કરવા દેવામાં આવશે. કોવિડ-19 મહામારીના કારણે વિસ્થાપિત શ્રમિકો રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં છે ત્યાં જ ફસાઇ ગયા છે તેમના આવનજાવન માટે SOP જાહેર કોવિડ-19 વાયરસના ફેલાવાના કારણે, ઉદ્યોગો, ખેતી, બાંધકામ અને અન્ય ક્ષેત્રોમાં સંકળાયેલા કામદારો તેમના કાર્યસ્થળેથી નીકળી ગયા છે અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલી રાહત/ આશ્રય શિબિરોમાં તેમને રોકવામાં આવ્યા છે. સંકલિત સુધારેલી માર્ગદર્શિકામાં ચેપગ્રસ્ત વિસ્તારની બહારના ઝોનમાં વધારાની કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે જેનો અમલ 20 એપ્રિલ 2020થી થતો હોવાથી, આ કામદારો ઔદ્યોગિક, ઉત્પાદન, બાંધકામ, ખેતી અને મનરેગા કાર્યોમાં જોડાઇ શકશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોના મહામારી અંગે 20 એપ્રિલથી આપવામાં આવનારી છૂટછાટ સંબંધે રાજ્યો સાથે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે નિર્દેશો આપ્યા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે, કોરોના મહામારી અંગે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે ગઇકાલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે 20 એપ્રિલથી આપવામાં આવનારી છુટછાટો સંબંધે રાજ્યો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે નિર્દેશ આપ્યા હતા. સમીક્ષા દરમિયાન ગૃહમંત્રીના નિર્દેશાનુસર એવા વિસ્તારો જે હોટસ્પોટ/ ક્લસ્ટર્સ/ ચેપગ્રસ્ત ઝોનમાં નથી આવતા અને જ્યાં કેટલીક ગતિવિધિઓની મંજૂરી આપી શકાય તેમ છે, ત્યાં સાવચેતી રાખવી અને એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, આ મુક્તિ માત્ર વાસ્તવિક પરિસ્થિતિઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ આપવામાં આવે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616095 સ્થાનિક મુસાફર ફ્લાઇટ્સ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સ્થાનિક અથવા મુસાફર ફ્લાઇટ્સનું પરિચાલન ફરી શરૂ કરવા અંગે હાલમાં કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. પેન્શનમાં ઘટાડો કરવાનો હાલમાં કોઇ પ્રસ્તાવ નથી- સરકારે કહ્યું કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ અને આર્થિક પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને એવી કેટલીક અફવાઓ ફરતી થઇ છે કે, સરકાર હાલમાં પેન્શનમાં ઘટાડો કરવા/ રોકવા અંગે ચિંતન કરી રહી છે. આવકનો એકમાત્ર આ સ્રોત ધરાવતા પેન્શનરો માટે આવી અફવાઓ ચિંતાનું કારણ બની છે. સરકાર દ્વારા અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી, તેનો ફરી પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, હાલમાં પેન્શનમાં કપાત મૂકવાનો આવો કોઇ જ પ્રસ્તાવ નથી અને સરકાર આ સંબંધે વિચાર કરી રહી નથી. તેના બદલે, સરકાર પેન્શનરોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી અમીત શાહે કોવિડ-19 મહામારી સામે લડવા માટે ઉભા કરાયેલા ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી કોવિડ-19 મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય દ્વારા ઉભા કરવામાં આવેલા કંટ્રોલ રૂમની કામગીરીની આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમ 24X7 ધોરણે કામ કરી રહ્યા છે અને મહામારી સામે લડવા માટે રાજ્યો સાથે સંકલન કરવા ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે પણ સંકલનનું કામ કરે છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615880 ભારતીય નૌસેનાનું 'મિશન ડિપ્લોય્ડ એન્ડ કોમ્બેટ રેડી' ચાલુ કોવિડ-19નું પરીક્ષણ પોઝિટીવ આવ્યા પછી જે 26 નાવિકોને મુંબઇમાં ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે તે તટીય એકમ INS આંગ્રે સંબંધિત છે. અત્યાર સુધીમાં ભારતીય નૌસેનાના કોઇપણ જહાજ, સબમરીન અથવા હવાઇ સ્ટેશન પર કોવિડ-19નો એક પણ કેસ સામે આવ્યો નથી. આપણી નૌસેનાની અસ્કયામતોનું ત્રી-પરિમાણીય 'મિશન-ડિપ્લોય્ડ' ચાલુ છે જેમાં તમામ નેટવર્ક અને અવકાશીય અસ્કયામતો શ્રેષ્ઠત્તમ રીતે કામ કરી રહ્યા છે. નૌસેના કોમ્બેટ રેડી, મિશન-કેમ્પબેલ બની ગયું છે અને મહામારી સામે લડવાના રાષ્ટ્રીય મિશનને આગળ વધારવાની સાથે સાથે IORમાં આપણા પડોશી મિત્ર દેશોને સહાયતા આપવા માટે પણ સંપૂર્ણપણે સજ્જ છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616057 કોવિડ 2019 લોકડાઉન દરમિયાન 16.01 કરોડ લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં PFMS દ્વારા DBTનો ઉપયોગ કરીને રૂ. 36,659 કરોડથી વધારેનું હસ્તાંતરણ થયું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત જાહેર થયેલા રોકડ સહાયોને પણ DBT ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને હસ્તાંતરિત કરવામાં આવી. છેલ્લાં 3 નાણાકીય વર્ષોમાં DBT ચુકવણી માટે PFMSનો વપરાશમાં વધારો થયો; કુલ DBT રકમની વહેંચણી નાણાકીય વર્ષ 2018-19માં 22 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2019-20માં 45 ટકા થઈ. DBTએ લાભાર્થીઓનાં ખાતામાં રોકડ સહાયની રકમ સીધી જમા કરી; લીકેજ કે વચેટિયા દૂર થયા અને કાર્યદક્ષતામાં વધારો થયો. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616058 કોવિડ-19ના કારણે CBDT રીટર્ન ફોર્મમાં સુધારા કરી રહ્યું છે જેથી કરદાતાઓ લંબાવેલી સમયાવધિનો લાભ લઇ શકે કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ભારત સરકારે લંબાવેલી વિવિધ સમયાવધિનો લાભ કરદાતાઓને સંપૂર્ણપણે મળી શકે તે આશય સાથે, CBDT નાણાકીય વર્ષ 2019-20 માટે રીટર્ન ફોર્મમાં સુધારા કરી રહ્યું છે જે અંગે આ મહિનાના અંત સુધીમાં સૂચના આપવામાં આવશે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616076 લોકડાઉન દરમિયાન રવિ પાકની લણણી અને ઉનાળુ પાકોના વાવેતરમાં ઓછામાં ઓછો વિક્ષેપ કે કોઈ વિક્ષેપ પડ્યો નહીં હાલ પ્રવર્તમાન અનિશ્ચિતતા વચ્ચે એકમાત્ર કામગીરી આશાના કિરણ સમાન છે અને એ છે – કૃષિલક્ષી કામગીરી, જે ખાદ્ય સુરક્ષાની ખાતરી પણ આપે છે. આખા ભારતમાં અનેક ખેડૂતો અને ખેતમજૂરો તમામ મુશ્કેલીઓનો સામનો કરીને મહેનત કરી રહ્યાં છે અને લણણી તેમજ વાવેતર કરી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં સમયસર હસ્તક્ષેપ સાથે તેમના સતત પ્રયાસોથી સુનિશ્ચિત થયું છે કે, લણણીની કામગીરીને ઓછામાં ઓછી અસર થઈ છે અથવા કોઈ અસર થઈ નથી અને ઉનાળુ પાકોનું વાવેતર ચાલુ રહ્યું છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616080 કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત કરવા માટે લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સે 2,87,061 કિમી અંતર કાપ્યું લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 288 ફ્લાઇટ્સ અત્યાર સુધીમાં ચલાવવામાં આવી છે. આજની તારીખ સુધીમાં અંદાજે 479.55 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા આજની તારીખ સુધીમાં કુલ 2,87,061 કિમી થી વધુ અંતર કાપવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616059 દેશભરમાં લોકડાઉન દરમિયાન કોવિડ 19 સામે સતત લડાઈમાં રેલવેએ 1150 ટન તબીબી ચીજવસ્તુઓનું પરિવહન કર્યું કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ પ્રાથમિકતાના ધોરણે તબીબી ચીજવસ્તુઓનું સાતત્યપૂર્ણ પરિવહન સુનિશ્ચિત કર્યું છે. ભારતીય રેલવેએ એની સમયસર પાર્સલ સેવાઓ દ્વારા દવાઓ, માસ્ક, હોસ્પિટલની ચીજવસ્તુઓ અને અન્ય તબીબી ચીજવસ્તુઓ પૂરો પાડવાની કામગીરી જાળવી રાખી છે, જેથી દેશમાં કોરોના વાયરસના પડકારો ઝીલવાના અને માઠી અસરને ઓછી કરવાના સરકારનાં પ્રયાસોને બળ મળ્યું છે. 18.04.2020 સુધી ભારતીય રેલવેએ દેશનાં વિવિધ વિસ્તારોમાં 1150 ટન મેડિકલ ચીજવસ્તુઓનું પરિવહન કર્યું છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616081 શ્રી નીતિન ગડકરીએ ફૂટવેર ઉદ્યોગનાં પ્રતિનિધિઓને શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા સરકારે રાષ્ટ્રીય સ્તરે લાદેલા લોકાડાઉનને કારણે ફૂટવેર ઉદ્યોગ સામે ઊભા થયેલા પડકારો ઝીલવા સરકાર શક્ય તમામ મદદ કરશે એવી ખાતરી ઉદ્યોગને આપી હતી. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615863 ગ્રામ વિકાસ, પંચાયતી રાજ અને ખેતી તથા ખેડૂત કલ્યાણ મંત્રીએ રાજયોના ગ્રામ વિકાસ પ્રધાનો સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના , NRLM અને મનરેગાનાં કામોને જ્યાં નિયંત્રણ વિસ્તારો નથી ત્યાં 20 એપ્રિલ, 2020થી કામોમાં રાહત આપવા વિડીયો કોન્ફરન્સ યોજી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રધાન મંત્રી આવાસ યોજના , રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને મનરેગા હેઠળનાં કામોમાં કામગીરી કરતી વખતે તમામ સાવચેતી જાળવવા ભાર મૂક્યો. મંત્રીશ્રીએ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન હેઠળ મહિલા સ્વ સહાય જૂથો ફેસ કવર્સ, સાબુ, સેનેટાઈઝર્સ વગેરે બનાવે છે તથા મોટી સંખ્યામાં સામુદાયિક રસોડાં ચલાવે છે તેની પ્રશંસા કરી. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615878 કોરોના વાયરસ યોદ્ધાઓના માનમાં લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુના મકબરા પર વિશેષ પ્રકારે રોશની કરવામાં આવી ભારતના પૂરાતત્વ વિભાગના દિલ્હી સર્કલ દ્વારા વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં લાલ કિલ્લો, કુતુબ મિનાર અને હુમાયુના મકબરા જેવા ઐતિહાસિક સ્થળો પર વિશેષ પ્રકારે રોશની કરીને કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ સાથે, દિલ્હી સર્કલના ASI દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌએ આવા સ્મારકો અને પ્રાચીન ધરહોરોની સલામતી અને આદરની પ્રતિજ્ઞા લીધી હતી. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616044 કોવિડ-19 સામેની લડાઇમાં ભારતીય નૌસેના હોસ્પિટલ જહાજ પતંજલી કરવાર ખાતે અગ્ર હરોળમાં રહીને સેવા આપે છે વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616053 CeNs દ્વારા TriboE માસ્ક વિકસાવાયું, જે ચેપી જીવાણુંઓને રોકવા માટે કોઇપણ બાહ્ય ઉર્જા વગર વીજભારને જાળવી રાખી શકે છે વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615877 PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ - અરૂણાચલ પ્રદેશઃ ઇટાનગરના વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે અહીં ફસાઇ ગયેલા શ્રમિકોને મદદ કરવા રાહત શિબિરોમાં પથારી, ખોરાક અને તબીબી ઇલાજ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. - આસામઃ આસામમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, મોટર મિકેનિક, સુથાર, કોમ્પ્યૂટર/ મોબાઇલ ફોન રિપેર કરનાર મિકેનિકોને 21મી એપ્રિલ, 2020થી ચુસ્ત નિયમોનું પાલન કરીને ગ્રાહકના ઘરે તેમની સેવાઓ પૂરી પાડી શકશે. આસામમાં ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે જાહેરનામુ બહાર પાડીને જાણ કરી હતી કે કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે જાહેરસ્થળોએ થૂંકી/પેશાબ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવામાં આવશે. - મણીપૂર: આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી સેવા વધુ મજબૂત બનાવવા માટે, મણીપૂર સરકારે ઇમ્ફાલમાં આદે હોમ ડિલિવરી પૂરવઠા વ્યવસ્થાપન કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. - મણીપૂરઃ બે વ્યક્તિઓના કિસ્સામાં તેમના ટેસ્ટ નેગેટિવ આવતાં રાજ્યમાં આજ દિન સુધી કોવિડ-19ના એકપણ પોઝિટીવ કેસ નોંધાયા નથી. - મિઝોરમઃ IAF દ્વારા ICMR-NIMR પાસેથી લઇને આવેલા તબીબી ઉપકરણોના 9 બોક્સ આજે મિઝોરમના ઐઝવાલમાં આવી પહોંચ્યા છે. - નાગાલેન્ડઃ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કોવિડનો સામનો કરવા માટે તેમની સરકાર PPEની 15,340 કિટ, 23,115 N-95 માસ્ક, 49 વેન્ટિલેટર અને 432 બેડ સાથે તૈયાર છે. - ત્રિપૂરા: 8666 ફેરિયાઓને મફત રેશન ઉપરાંત ત્રિપૂરા CMRFમાંથી રૂ. 1000ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. - કેરળઃ કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે USની કંપની સ્પ્રિન્ક્લરને પૂરી પાડવામાં આવેલી કોવિડ અંગેની માહિતીમાં IT વિભાગના પક્ષે કોઇ ભૂલ થઇ નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19ને નિયંત્રણ કરવાની બાબતમાં વિરોધપક્ષ રાજ્ય સરકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગઇ કાલે 4 નવા કેસો નોંધાયા હતા, જ્યારે 2 લોકો સાજા થયા હતા. રાજ્યમાં હાલ 140 સક્રિય કેસો છે, જ્યારે 257 લોકો સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 67,190 લોકો હજુ નિરીક્ષણ હેઠળ છે. - તમિલનાડુઃ રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં તમામ નવા કેસો પોઝિટીવ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકો છે. રાજ્ય લક્ષણ ધરાવતાં વગરના લોકો, એકમોમાં વધારે આધાર ધરાવતાં ઉચ્ચ-જોખમ દર્દીઓ ઉપર દેખરેખ રાખશે. સોમવારે મુખ્યમંત્રીને 21 સભ્યોની બનેલી નિષ્ણાતોની સમિતિ અહેવાલ સુપરત કરશે. અત્યાર સુધી કુલ કેસો 1,372 છે, જ્યારે 15 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 365 લોકોને રજા આપવામાં આવી છે. - કર્ણાટકઃ આજે રાજ્યમાં અત્યાર સુધી 4 નવા કેસો નોંધાયા હતા, જે ચારેય મૈસૂરમાંથી નોંધાયા છે. અત્યાર સુધી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 388 છે, જ્યારે 14 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 104 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડનો ફેલાવો રોકવા માટે લીધેલા પગલાં સંબંધે મુખ્યમંત્રીએ વિરોધપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જાહેર કર્યુ હતું કે આ મહિનાના અંત સુધીમાં વધુ 10 ટેસ્ટિંગની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. - આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ કેસોનો આંકડો 647 ઉપર પહોંચી ગયો છે. કુલ 17 લોકોના મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 65 લોકોને રજા અપાઇ છે. રાજ્યમાં દરરોજ 17,500 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવશે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન દરમિયાન છૂટછાટ માટેના દિશાનિર્દેશો અપનાવશે. સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતા જિલ્લાઓમાં કુર્નૂલ , ગુંતૂર , ક્રિષ્ના , નેલ્લોર નો સમાવેશ થાય છે. - તેલંગણાઃ કોવિડ-19 મહામારીની વચ્ચે તેલંગણામાં ડાંગરનું મબલખ વાવેતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 809 છે અને 18 લોકોના મૃત્યુ થયાં છે. - ચંદિગઢઃ પ્રદેશની બહારથી આવતાં લોકો દ્વારા ચેપનો ફેલાવો રોકવા માટે શહેરમાં બહારથી પ્રવેશતાં તમામ લોકોને ઘરે અથવા સરકારી શિબિરોમાં 14 દિવસ માટે ક્વૉરેન્ટાઇન કરવામાં આવશે. ચંદિગઢ વહીવટીતંત્રએ તમામ રહેવાસીઓને આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરવા અપીલ કરી હતી. વધુમાં વહીવટીતંત્રએ લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને શહેરમાં કોવિડ-19નો ફેલાવો થતો અટકાવવા વારંવાર હાથ ધોવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરી હતી. - પંજાબ: પંજાબ સરકારે જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવા સંબંધે તેનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ આપ્યો છે અને પોલીસને કહ્યું છે કે, જો આનું ઉલ્લંઘન થાય તો ચલણ આપવા સહિત સખત પગલાં લેવામાં આવે. #Covid19 લૉકડાઉન દરમિયાન દેશમાં લોકોને ખાદ્યન્નનો પૂરતો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, પંજાબ દ્વારા 1 લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખાનો જથ્થો 40 વિશેષ ટ્રેન દ્વારા વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યો છે. રાજ્યમાં, ગ્રામ પંચાયતો ગામના યુવાનોને આગળ આવીને ગામમાં ફ્યુમગેશન કરવા માટે સેવા આપવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમામ સાર્વજનિક સ્થળોએ સફેદ/ લાલ રંગના વર્તુળો 2 મીટરના અંતરે કરવામાં આવ્યા છે જેથી સામાજિક અંતરના તમામ માપદંડોનું પાલન થઇ શકે અને લોકો એકબીજાના નજીકના સંપર્કમાં ન આવે. તમામ સરપંચો સાથે વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે અને કોરોના વાયરસ રોકવા તેમજ વતનમાં જઇ રહેલા વિસ્થાપિત શ્રમિકોના વ્યવસ્થાપનમાં ગ્રામ પંચાયતોની ભૂમિકા સંબંધિત વિવિધ વીડિયો તેમજ સૂચનાઓ નિયમિત ધોરણે મોકલવામાં આવે છે. સ્વ સહાય સમૂહો ને માસ્કના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. - હરિયાણા: રાજ્યના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલે આજે વિદ્યાર્થીઓને 3Sનો મંત્ર ‘સ્ટે એટ હોમ, સ્કૂલ એટ હોમ એન્ડ સ્ટડી એટ હોમ’ અર્થાત્ ‘ઘરે રહો, ઘરે જ શાળા અને ઘરે અભ્યાસ કરો’નું પાલન કરવાની વિનંતી કરી છે. હરિયાણા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીના નિર્દેશોના પગલે, રાષ્ટ્રીય બાગાયત મિશન, હરિયાણા હેઠળ કામ કરતા અધિકારીઓને વિશેષ ફરજો આપવામાં આવી છે જેથી કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ફળ, ફુલ, શાકભાજી, મશરૂમ, સ્ટ્રોબેરી વગેરેનો જથ્થો બજારમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થઇ શકે. - હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશ સરકારે નાગરિકોને PM CARES ભંડોળમાં ઉમદા યોગદાન આપવા માટે વિનંતી કરી હતી અને હિમાચલ પ્રદેશના નાગરિકોને આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરવાની પણ વિનંતી કરી હતી. - મહારાષ્ટ્ર: ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર માપદંડોના ચુસ્ત પાલન વચ્ચે ઉત્પાદન અને પ્રસંસ્કરણ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મંજૂરી આપી રહી છે. ઉદ્યોગોએ તેમના કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા કરવી પડશે જેથી લાંબા અંતરની મુસાફરી ટાળી શકાય. મહારાષ્ટ્રમાં 3,648 કેસ પોઝિટીવ નોંધાયા છે અને 211 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જોકે, રાજ્યએ 66,896 પરીક્ષણો સાથે દેશમાં સૌથી વધુ પરીક્ષણો કર્યા છે. - ગોવા: રવિવારે, ગોવા રાજ્યમાં કોવિડ-19નો એકપણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં પોઝિટીવ રીપોર્ટ આવેલા 7 દર્દી સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગોવામાં 3 એપ્રિલ પછી કોવિડનો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી. - ગુજરાત: ગુજરાતમાં 104 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1,376 થઇ છે. અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્ત દર્દીમાંથી 93 સાજા થઇ ગયા છે અને 53નું મૃત્યુ થયું છે. - રાજસ્થાન: રાજસ્થાનમાં, નવા 122 કેસ નોંધાતા રાજ્યમાં કોવિડ પોઝિટીવના કુલ કેસની સંખ્યા વધીને 1,351 થઇ છે. કુલ ચેપગ્રસ્ત દર્દીમાંથી 183 દર્દી સાજા થઇ ગયા છે અને 11નું મૃત્યુ થયું છે. - મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં, 26 જિલ્લામાં કોવિડ પોઝિટીવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ દર્દીની સંખ્યા વધીને 1,407 થઇ છે. ઇન્દોરમાં 707 કેસ પોઝિટીવ હોવાથી હજુ પણ તે હોટસ્પોટ છે. - ચંદીગઢ: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા નોંધવામાં આવ્યા અનુસાર 28માંથી 23 જિલ્લા ગ્રીન ઝોનમાં આવતા હોવાથી, ચંદીગઢ કોવિડ-19 મુક્ત ક્લસ્ટર્સમાં સૌથી ટોચે છે. ગ્રીન ઝોનમાં સોમવારથી પસંદગીની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. Fact Check on #Covid19 (
pib-130799
8135d40be802d285bbb50f887e36ae7e0982c9dbf6f7927c28513217848a7ce8
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ચકલીઓને બચાવવાના પ્રયાસોની પ્રશંસા કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના તેમના ઘરે ચકલીઓને સાચવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી છે. રાજ્યસભાના સાંસદ દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; "ખૂબ સારું! તમારો આ પ્રયાસ દરેકને પ્રેરણા આપશે. YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-283756
a20a156e93d3fded76836c11fc2399a1a8ca327f7aa8d0b3fa6cfd14848afcd6
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પીએમ 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે પીએમ પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે પીએમ મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના યોગદાનની સ્મૃતિમાં - ક્રાંતિકારીઓની ગેલેરી તેના પ્રકારના એક સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવી છે. પીએમ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ભાગ લેશે - એક અખબાર જે 200 વર્ષથી સતત પ્રકાશિત થાય છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:45 વાગ્યે, પ્રધાનમંત્રી પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 4:15 વાગ્યે, પ્રધાનમંત્રી મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, સાંજે લગભગ 6 વાગ્યે, પ્રધાનમંત્રી મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. પૂણેમાં પી.એમ પ્રધાનમંત્રી પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. સંત તુકારામ એક વારકરી સંત અને કવિ હતા, જેઓ કીર્તન તરીકે ઓળખાતા આધ્યાત્મિક ગીતો દ્વારા અભંગ ભક્તિ કવિતા અને સમુદાય લક્ષી પૂજા માટે જાણીતા હતા. તેઓ દેહુમાં રહેતા હતા. તેમના નિધન પછી શિલા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ઔપચારિક રીતે મંદિર તરીકે રચાયું ન હતું. તે 36 શિખરો સાથે પથ્થરની ચણતરમાં ફરીથી બનાવવામાં આવ્યું છે, અને તેમાં સંત તુકારામની મૂર્તિ પણ છે. મુંબઈમાં પી.એમ પ્રધાનમંત્રી મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. જલ ભૂષણ એ 1885થી મહારાષ્ટ્રના રાજ્યપાલનું અધિકૃત નિવાસસ્થાન છે. તેની આયુષ્ય પૂર્ણ કર્યા પછી, તેને તોડી પાડવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ નવી ઇમારતને મંજૂરી આપવામાં આવી હતી. નવી ઇમારતનો શિલાન્યાસ ઓગસ્ટ, 2019માં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. નવી બાંધવામાં આવેલી ઇમારતમાં જૂની ઇમારતની તમામ વિશિષ્ટ સુવિધાઓ સાચવવામાં આવી છે. 2016માં મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવે રાજભવનમાં એક બંકર શોધી કાઢ્યું હતું. અગાઉ તેનો ઉપયોગ બ્રિટિશરો દ્વારા શસ્ત્રો અને દારૂગોળાના ગુપ્ત સંગ્રહ તરીકે કરવામાં આવતો હતો. બંકરનું 2019માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના યોગદાનને યાદ કરવા માટે બંકરમાં ગેલેરી તેના પ્રકારના સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવી છે. તે વાસુદેવ બળવંત ફડકે, ચાફેકર ભાઈઓ, સાવરકર ભાઈઓ, મેડમ ભીકાજી કામા, વી બી ગોગાટે, 1946માં નવલ વિદ્રોહ વગેરેના યોગદાનને શ્રદ્ધાંજલિ આપે છે. પ્રધાનમંત્રી મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. મુંબઈ સમાચાર સાપ્તાહિક તરીકે છાપવાની શરૂઆત 1લી જુલાઈ, 1822ના રોજ ફરદુનજી મર્ઝબાનજી દ્વારા કરવામાં આવી હતી. તે પછીથી 1832 માં દૈનિક બની ગયું. આ અખબાર 200 વર્ષથી સતત પ્રકાશિત થાય છે. આ અનોખા પરાક્રમની યાદમાં આ પ્રસંગે પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવશે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-216365
0fe797eaf12f16387fed537da92fb28345cff27176a5b7a0ccdbb869a92f43f1
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે તુર્કી પ્રજાસત્તાકના પ્રમુખ શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, નાગરિક ઉડ્ડયન અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સંભાવનાઓ પર ચર્ચા થઈ. રાષ્ટ્રપતિ એર્દોગને ભારતના G20 પ્રેસિડન્સી માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા. તેમણે ફેબ્રુઆરી 2023માં તુર્કિયેમાં આવેલા ભૂકંપ પછી ઓપરેશન દોસ્ત હેઠળ તાત્કાલિક રાહત માટે ભારતનો આભાર પણ માન્યો હતો. રાષ્ટ્રપતિ એર્દોગને પણ ચંદ્રયાન મિશનની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા અને સૂર્યને આદિત્ય મિશન માટે શુભકામનાઓ પાઠવી. CB/GP/JD (
pib-289565
ae7d2e501adb9e81314eb1bcd4c6f17e1f1cdb937fc748dd1225da205d1450db
guj
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતમાં પેરોલ રિપોર્ટિંગ – એક ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય રાષ્ટ્રીય આંકડાકીય ઓફિસ , આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે અમુક પરિમાણોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પસંદ કરેલી સરકારી એજન્સીઓમાં ઉપલબ્ધ વહીવટી રેકોર્ડ્સના આધારે સપ્ટેમ્બર 2017થી મે 2021ના સમયગાળાને આવરી લેતી દેશના રોજગાર અંદાજ પરની પ્રેસ નોટ જાહેર કરી છે. એક વિગતવાર નોંધ જોડાયેલ છે. SD/GP/BT સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 216
pib-71771
4b4707dda6bdadd42c31b9660849164f1755c472693e12d138425baf27612d7d
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 50.86 કરોડનો સીમાચિહ્ન પાર કરી ગયું સાજા થવાનો દર 97.40% થયો છેલ્લા 24 કલાકમાં 35,499 દૈનિક નવા કેસ નોંધાયા ભારતમાં સક્રિય કેસનું ભારણ ; કુલ કેસના 1.26% દૈનિક પોઝિટિવિટી દર 14 દિવસથી 3% કરતા ઓછો ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 50.86 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 58,79,068 સત્રોનું આયોજન કરીને રસીના 50,86,64,759 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 16,11,590 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં સામેલ છે: | | HCWs | | પ્રથમ ડોઝ | | 1,03,32,881 | | બીજો ડોઝ | | 79,82,037 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,82,17,136 | | બીજો ડોઝ | | 1,17,58,909 | | 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 17,67,66,853 | | બીજો ડોઝ | | 1,20,24,776 | | 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 11,18,71,679 | | બીજો ડોઝ | | 4,26,95,084 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 7,84,79,044 | | બીજો ડોઝ | | 3,85,36,360 | | કુલ | | 50,86,64,759 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.40% સુધી પહોંચી ગયો છે. આ રોગચાળો શરૂ થયા બાદ ભારત દ્વારા પ્રાપ્ત થયેલ સૌથી વધુ રિકવરી રેટ છે. રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,11,39,457 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 39,686 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 35,499 નવા કેસ નોંધાયા છે. પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. સક્રિય કેસનું ભારણ આજે 4,02,188 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.26% છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,71,871 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 48 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.35% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.59% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર 63 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે. SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 223
pib-281878
6f2a7cd4d27062a07b85a61975905f2205a0b8248857829a7cfd862654d7b6d9
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન દરમિયાન હિમપ્રપાતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન દરમિયાન હિમપ્રપાતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “તે દુઃખદાયક છે કે આપણે NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન સાથે સંકળાયેલા લોકોના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.” YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-181769
0d66b5c4bf537c59cac4c8023126bde53b94c43a21b592b459d1142112fcbd3e
guj
નાણા મંત્રાલય સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ મુદ્રા: કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ PMJDY: કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ APY: કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર મહિલાઓ PMJJBY અને PMSBY હેઠળ, નોંધણી કરાવનારામાં 40%થી વધુ મહિલા સભ્યો નવી દિલ્હી, 03-03-2020 છેલ્લા છ વર્ષમાં નાણાં મંત્રાલય દ્વારા, મહિલા સશક્તીકરણની જોગવાઇઓ પૂરી પાડવામાં આવી હોય એવી સંખ્યાબંધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓથી મહિલાઓને બહેતર જીવન જીવવા માટે અને ઉદ્યોગ સાહસિક બનવાનું તેમનું સપનું સાકાર કરવા માટે આર્થિક રૂપે તેમને સશક્ત કરવામાં આવે છે. આપણે 8 માર્ચ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે, નાણાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતમાં મહિલાઓ માટે લાભદાયક યોજનાઓ પર એકનજર કરીએ. સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના: સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાની શરૂઆત 5 એપ્રિલ 2016ના રોજ મહિલાઓના આર્થિક સશક્તીકરણ અને તેમના માટે રોજગારી નિર્માણના ઉદ્દેશ્ય સાથે મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ જેવા વંચિત વર્ગના લોકો અને મહિલા ઉદ્યોગ સાહસિકો સુધી પહોંચવા માટે સંસ્થાકીય ધિરાણ માળખાનો લાભ લેવાના આશયથી આ યોજના શરૂ કરવામાં આવી હતી જેથી તેમને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સહભાગી બનાવી શકાય. આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય હરિતક્ષેત્ર ઉદ્યમશીલતા સ્થાપિત કરવા માટે SCBની દરેક શાખા દીઠ ઓછામાં ઓછા એક અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ ઋણધારક અને એક મહિલા ઋણધારકને રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીનું બેંકનું ધિરાણ પૂરું પાડવાનો છે. 17.02.2020ના રોજની સ્થિતિ અનુસાર, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ છે. 73,155 ખાતાઓ મહિલાઓ માટે ખોલવામાં આવ્યા છે. રૂ. 16712.72 કરોડ મહિલા ખાતાધારકોને ફાળવી દેવામાં આવ્યા છે અને રૂ. 9106.13 કરોડ મહિલા ખાતાધારકોને ચુકવી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના – PMMY યોજનાની શરૂઆત નોન- કોર્પોરેટ, નોન- ફાર્મ નાના/લઘુ ઉદ્યોગોને રૂપિયા 10 લાખ સુધીનું ધિરાણ આપવાના આશયથી 8 એપ્રિલ 2015ના રોજ થઇ હતી. આ ધિરાણોને PMMY હેઠળ મુદ્રા ધિરાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવા ધિરાણો કોમર્શિયલ બેંકો, RRB, સ્મોલ ફાઇનાન્સ બેંકો, MFI અને NBFC દ્વારા આપવામાં આવે છે. PPMY, મુદ્રા અંતર્ગત ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામની ત્રણ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. લાભાર્થી માઇક્રો એકમ/ ઉદ્યોગ સાહસિકના વૃદ્ધિના તબક્કા/વિકાસ અને ભંડોળની જરૂરિયાતને અનુલક્ષીને તેમજ વિકાસ/ વૃદ્ધિના આગામી તબક્કાનું સંદર્ભ બિંદુ પૂરું પાડવા માટે આ ત્રણ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. મુદ્રા યોજના પાછળ “પિરામીડ યુનિવર્સના પાયાના હિસ્સેદારો માટે તેમજ તેમના વ્યાપક આર્થિક અને સામાજિક વિકાસ માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો અને ધોરણો સાથે ઉત્કૃષ્ટ સીમાચિહ્નરૂપ એકીકૃત આર્થિક અને સહાયક સેવા પ્રદાતા” બનવાની દૂરંદેશી છે. 31.01.2020ના રોજની સ્થિતિ અનુસાર કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ છે. પ્રધાનમંત્રી જન ધન યોજના – PMJDY યોજનાની શરૂઆત 28 ઑગસ્ટ 2014ના રોજ કરવામાં આવી હતી. દરેક પુખ્તવયની વ્યક્તિ માટે કમસેકમ એક બેઝિક બેંકિંગ ખાતુ, આર્થિક સાક્ષરતા, ધિરાણનો ઍક્સેસ, વીમો અને પેન્શન જેવી બેંકિંગની સુવિધાઓ મળી રહે તેવા આશય સાથે આ યોજના લંબાવવામાં આવી હતી અને 14.08.2018ના રોજના અમલથી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. 19.02.2020ના રોજની સ્થિતિ અનુસાર કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ છે જે 53% હિસ્સો બતાવે છે. અટલ પેન્શન યોજના – APYની શરૂઆત 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. તમામ ભારતીયો જેમાં ખાસ કરીને ગરીબો અને વંચિત લોકોને સાર્વત્રિક સામાજિક સુરક્ષા તંત્ર પૂરું પાડવાના આશયથી આ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં 60 વર્ષની વયે ઓછામાં ઓછા રૂ. 1000- રૂ. 5000 સુધીનું માસિક પેન્શન આપવાની બાંયધરી આપવામાં આવે છે. બેંકો અને પોસ્ટ ઓફિસો દ્વારા આ યોજનામાં નોંધણી ચાલુ છે. 22.02.2020ના રોજની સ્થિતિ અનુસાર APY અંતર્ગત કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખ સબ્સ્ક્રાઇબર મહિલાઓ છે. વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષાને મહિલાઓ દ્વારા વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કારણ કે, APY હેઠળ મહિલાઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન 37% થી વધીને 43% થયું છે. શ્રમિકવર્ગમાં ઓછા સહભાગીતા દર અને લૈંગિક તફાવતનું ઘણું મોટું અંતર હોવા છતાં, મહિલાઓ વૃદ્ધાવસ્થામાં સુરક્ષિત આવક માટે બચતમાં આગળ છે જેમાં સિક્કિમ , તામિલનાડુ , કેરળ , આંધ્રપ્રદેશ , પુડુચેરી , મેઘાલય , ઝારખંડ , બિહાર રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુરુષોની તુલનાએ મહિલાઓ આગળ છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના – PMJJBYની શરૂઆત 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. આ યોજના શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ્ય 18 થી 50 વર્ષના વયજૂથમાં ગરીબ અને વંચિત લોકોને માત્ર રૂ. 330 પ્રીમિયમની ચુકવણી પર રૂ. 2 લાખનું રીન્યૂ થવા પાત્ર જીવનવીમા કવચ પૂરું પાડીને તેમના માટે સામાજિક સુરક્ષા પ્રણાલી તૈયાર કરવાનો છે. PMJJBY અંતર્ગત, 40.70% નોંધણી મહિલા સભ્યોની છે અને 58.21% દાવા લાભાર્થીઓ મહિલાઓ છે. કુલ 4,71,71,568 નોંધણીમાંથી 1,91,96,805 નોંધણીઓ મહિલાઓના નામે છે. કુલ ચુકવાયેલા 1,69,2016 દાવાઓમાંથી 95,508 દાવાઓની ચુકવણી મહિલાઓને કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના – PMSBYની શરૂઆત 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. આ યોજના શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ્ય 18 થી 70 વર્ષની વયજૂથના ગરીબો અને વંચિતોને ખૂબ જ પરવડે તેવા દરે વીમા યોજના પૂરી પાડવાનો છે જેમાં રૂ. 2 લાખના આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના વીમાકવચ માટે અને રૂ. 1 લાખના આંશિક વિકલાંગતાના વીમાકવચ માટે બેંક ખાતામાં વાર્ષિક રૂ. 12નું પ્રીમિયમ ચુકવવું પડે છે. PMSBY અંતર્ગત, 41.50% નોંધણીઓ મહિલા સભ્યોના નામે છે અને કુલ દાવાઓમાંથી 61.29% દાવાઓ મહિલાઓને ચુકવવામાં આવ્યા છે. કુલ 15,12,54,678 નોંધણીમાંથી 6,27,76,282 નોંધણીઓ મહિલાઓના નામે છે અને કુલ ચુકવાયેલા 68,988 દાવાઓમાંથી 23,894 દાવાની ચુકવણી મહિલાઓને કરવામાં આવી છે. DK/SD/DS/GP (Visitor Counter : 189
pib-279561
0a14edb9d47c5515df8ac8b04ff7c59c27b463186947f85cff0adc1fdffba7e2
guj
| સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય | ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 215.67 કરોડને પાર 12-14 વર્ષની વય જૂથ માટે 4.06 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 45,749 છેલ્લા 24 કલાકમાં 5,108 દૈનિક નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.71% સાપ્તાહિક પોઝિટિવિટી દર 1.70% આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 215.67 Cr ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 4.06 કરોડ થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે: | | સંચિત વેક્સિન ડોઝ કવરેજ | | HCWs | | પ્રથમ ડોઝ | | 1,04,14,672 | | બીજો ડોઝ | | 1,01,12,156 | | સાવચેતી ડોઝ | | 68,94,178 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,84,35,766 | | બીજો ડોઝ | | 1,77,08,032 | | સાવચેતી ડોઝ | | 1,34,19,904 | | 12-14 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 4,06,90,829 | | બીજો ડોઝ | | 3,09,89,333 | | 15-18 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 6,18,18,801 | | બીજો ડોઝ | | 5,27,15,122 | | 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 6,09,68,415 | | બીજો ડોઝ | | 51,45,82,753 | | સાવચેતી ડોઝ | | 7,99,18,314 | | 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 20,39,74,478 | | બીજો ડોઝ | | 19,66,79,928 | | સાવચેતી ડોઝ | | 4,24,66,194 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 12,76,30,750 | | બીજો ડોઝ | | 12,29,51,451 | | સાવચેતી ડોઝ | | 4,43,35,498 | | સાવચેતી ડોઝ | | 18,70,34,088 | | કુલ | | 2,15,67,06,574 સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 45,749 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.1% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.71% છે. છેલ્લા 24 કલાકમાં 5,675 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 4,39,36,092 છે. છેલ્લા 24 કલાકમાં 5,108 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,55,231 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 89.02 કરોડ થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 1.70% છે અને દૈનિક સકારાત્મકતા દર 1.44% હોવાનું નોંધાયું છે. YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
pib-132312
7ba83231800e3b5f34c6dfc6b01c12aff47c43888c31b887190ead54c6a2bcd0
guj
| પ્રધાનમંત્રીનું કાર્યાલય | બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન - પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર પ્રજાસત્તાક બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીનાએ 05 ઓક્ટોબર, 2019નાં રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. નવી દિલ્હીમાં પોતાનાં સત્તાવાર જોડાણ ઉપરાંત પ્રધાનમંત્રી શેખ હસીનાને 03-04 ઓક્ટોબર, 2019નાં રોજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આયોજિત ઇન્ડિયા ઇકોનોમિક સમિટમાં મુખ્ય અતિથિ તરીકે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. - બંને પ્રધાનમંત્રીઓએ ઉષ્માસભર વાતાવરણમાં વિગતવાર ચર્ચા કરી હતી. પછી બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા દ્વિપક્ષીય સમજૂતી કરારો/સમજૂતીઓનું આદાનપ્રદાન કરવા આયોજિત સમારંભની અધ્યક્ષતા કરી હતી તેમજ ત્રણ દ્વિપક્ષીય પ્રોજેક્ટનું વીડિયો લિન્ક મારફતે ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ બેઠક દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે ઐતિહાસિક અને ભાઈચારનાં ગાઢ સંબંધો પર આધારિત છે, જે સાર્વભૌમિકતા, સમાનતા, વિશ્વાસ અને સમજણ પર આધારિત દ્વિપક્ષીય ભાગીદારીનાં સંબંધોનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે, જે વ્યૂહાત્મક સંબંધોથી પર છે. તેમણે ફળદાયક અને વિસ્તૃત ચર્ચાનું આયોજન કર્યું હતું, આ દરમિયાન તેમણે દ્વિપક્ષીય સંબંધોનાં તમામ પાસાંઓની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓ પરંપરાગત અને બિનપરંપરાગત એમ બંને ક્ષેત્રોમાં પારસ્પરિક લાભદાયક સંબંધોમાં આગળ વધવાની વિવિધ તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા સંમત થયા હતાં તેમજ સુનિશ્ચિત કર્યું હતું કે, આ જોડાણ બંને દેશો વચ્ચે બાંગ્લાદેશનાં સ્વતંત્રતા સંગ્રામથી શરૂ થયેલા સંબંધોને સતત આગળ વધારશે. ભારત અને બાંગ્લાદેશ – વ્યૂહાત્મક સંબંધને આગળ વધારતું એક જોડાણ - બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશોને એકતાંતણે બાંધતા ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, ધર્મનિરપેક્ષવાદ અને અન્ય વિશિષ્ટ સામાન્ય બાબતોને યાદ કરી હતી, જે બંને દેશોની ભાગીદારીને મજબૂત કરે છે. તેમણે વર્ષ 1971માં બાંગ્લાદેશનાં મુક્તિ સંગ્રામમાં યુદ્ધમાં લડેલા અને શહીદ થયેલા ભારતીય સૈનિકો મુક્તિ/યોદ્ધાઓ અને પોતાનાં જીવનું બલિદાન આપનાર બાંગ્લાદેશનાં નાગરિકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તથા લોકશાહી અને સમાનતાનાં મૂલ્યોને સંવર્ધિત કરવા બાંગ્લાદેશના નેતૃત્વની પ્રતિબદ્ધતા પર ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આ સહિયારા મૂલ્યોને જાળવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનનાં સ્વપ્નોને સુસંગત છે. પ્રધાનમંત્રી મોદીએ સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને વિકસિત બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાનાં સ્વપ્નને સાકાર કરવા ભારતનાં સંપૂર્ણ સાથસહકારનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. સરહદી સુરક્ષા અને વ્યવસ્થાપન - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની સરકારની આતંકવાદને બિલકુલ ન ચલાવી લેવાની નીતિની પ્રશંસા કરી હતી તથા આ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રી શેખ હસીનાનાં દ્રઢ પ્રયાસોની પ્રશંસા કરી હતી. બંને દેશો અને વિસ્તાર માટે શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોમાંનું એક જોખમ આતંકવાદ હજુ પણ છે તેને સ્વીકારીને બંને પ્રધાનમંત્રીઓએ આતંકવાદનાં તમામ સ્વરૂપો અને એની અભિવ્યક્તિઓને નેસ્તોનાબૂદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા તેમણે ભાર મૂક્યો હતો કે, કોઈ પણ પ્રકારનાં આતંકવાદી કૃત્યને ચલાવી ન લેવાય અને એને કોઈ પણ રીતે વાજબી ન ઠેરવી શકાય. બંને નેતાઓએ ઓગસ્ટ, 2019માં બાંગ્લાદેશનાં ગૃહ મંત્રીની ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોનાં ગૃહ મંત્રીઓ વચ્ચે થયેલી સફળ ચર્ચાવિચારણાનો હવાલો ટાંક્યો હતો. બંને નેતાઓ કટ્ટરવાદી જૂથો, આતંકવાદીઓ, દાણચારો, બનાવટી ચલણની દાણચોરી તથા સંગઠિત અપરાધ સામે સાથસહકાર વધારવા તેમજ તેને સહિયારી પ્રાથમિકતા આપવા સંમત થયા હતાં. - બંને પક્ષે બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવરને સરળ બનાવવા ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશી નાગરિકો માટે ભારતમાં રોડ કે રેલ દ્વારા પ્રવાસ કરવા માટેની જરૂરિયાતોને સરળ બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો તથા આદાન-પ્રદાનની આ જ ભાવના જાળવીને હાલનાં જમીન બંદરોનો ઉપયોગ કરવા માટે બાંગ્લાદેશી પ્રવાસીઓ માટે તમામ પ્રકારનાં પ્રતિબંધો ઉઠાવી લેવા જણાવ્યું હતું. બંને પક્ષો સંમત થયા હતા કે, કાયદેસર દસ્તાવેજો સાથે પ્રવાસ કરનાર બાંગ્લાદેશી નાગરિકો માટે ભારતમાં જમીન બંદરો પરથી પ્રવેશ કરવા/વિદાય લેવા માટેનાં બાકીનાં પ્રતિબંધોને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે, જેની શરૂઆત અખૌરા અને ઘોજાદાંગા માં ચેકપોઇન્ટથી થશે. - બંને નેતાઓએ શાંત, સ્થિર અને અપરાધમુક્ત સરહદ સુનિશ્ચિત કરવા માટે અસરકારક સરહદી વ્યવસ્થાપનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ લક્ષ્યાંક પાર પાડવા માટે બંને નેતાઓએ તેમનાં સંબંધિત સરહદી દળોને બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ પર શક્ય હોય એટલી વહેલી તકે તમામ બાકી હોય એવા ક્ષેત્રોમાં સરહદ પર વાડ ઊભી કરવાની કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. બંને નેતાઓ એ બાબતે પણ સંમત થયા હતા કે સરહદ પર નાગરિકોની જીવહાનિ ચિંતાજનક બાબત છે અને સરહદ પર આ પ્રકારની ઘટનાઓને ઘટાડીને શૂન્ય કરવા માટે કામ કરવા સહિયારા અને સંકલિત પ્રયાસો વધારવા સરહદી દળોને સૂચના આપી હતી. - બંને નેતાઓ આપત્તિ નિવારણ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં સાથસહકાર વધારવા માટે સંમત થયા હતાં. તેમણે નિયત સમયમર્યાદામાં આપત્તિ નિવારણ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર ને વહેલાસર કરવા માટેની જરૂરિયાતને આવકારી હતી. બંને પક્ષે લાભદાયક વ્યાવસાયિક ભાગીદારી - એલડીસી દરજ્જામાંથી બહાર આવવા બદલ બાંગ્લાદેશનું સ્વાગત કરીને ભારતે એને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. આ સંદર્ભમાં બંને દેશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી માં પ્રવેશ કરવાની સંભવિતતા પર સંયુક્ત અભ્યાસ ઝડપથી શરૂ કરવા સંમત થયા હતાં. - અખૌરા-અગરતલા બંદર દ્વારા વેપાર થાય છે એવી ચીજવસ્તુઓ પર બંદરનાં નિયંત્રણો પરત ખેંચવા ભારતની વિનંતીનાં પ્રતિસાદમાં બાંગ્લાદેશનાં પક્ષે માહિતી આપી હતી કે, આ નિયંત્રણો નજીકનાં ભવિષ્યમાં નિયમિત રીતે વેપાર થતી હોય એવી મોટા ભાગની ચીજવસ્તુઓ પરથી દૂર કરવામાં આવશે. - બાંગ્લાદેશે ભારતીય સત્તામંડળોને ભારતમાં બાંગ્લાદેશથી શણનાં ઉત્પાદનો સહિત નિકાસ થતી વિવિધ ચીજવસ્તુઓ પર એન્ટિ-ડમ્પિંગ/એન્ટિ-સર્ક્યુમવેન્શન ડ્યુટીની સમસ્યાનું સમાધાન કરવા વિચારવાની વિનંતી કરી હતી. ભારતીય પક્ષે ઉલ્લેખ કર્યો હતો કે, વેપારી સમસ્યાઓનું સમાધાન હાલનાં કાયદાઓને સુસંગત રીતે હાથ ધરવામાં આવે છે. બંને નેતાઓએ આ ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા અને ક્ષમતા નિર્માણ માટે વેપારી સમસ્યાઓનું સમાધાન કરવા માટેનાં પગલા લેવાનાં ક્ષેત્રમાં સાથસહકારનું માળખું ઝડપથી સ્થાપિત કરવા વિનંતી કરી હતી. - સરહદી હાટોથી અંતરિયાળ સરહદી વિસ્તારોમાં જીવતાં લોકોનાં જીવન અને આજીવિકા પર સકારાત્મક અસરની પ્રશંસા કરતાં બંને નેતાઓએ બાર સરહદી હાટની ઝડપથી સ્થાપના કરવા તેમનાં અધિકારીઓને સૂચના આપી હતી, જેના પર બંને દેશો સંમત થયા હતાં. - બંને નેતાઓએ બાંગ્લાદેશ સ્ટાન્ડર્ડ્ઝ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂશન અને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વચ્ચે સમજૂતી કરાર નાં નવીનીકરણને પણ આવકાર આપ્યો હતો. તેઓ સંમત થયા હતાં કે, આ એમઓયુ સંતુલિત રીતે બંને દેશો વચ્ચે ચીજવસ્તુઓનો વેપાર વધારવાની સુવિધા આપવામાં મદદરૂપ થશે. બંને પક્ષો અનુક્રમે બીએબી અને એનએબીએલનાં પ્રમાણીકરણને પારસ્પરિક માન્યતા આપવાનું વિચારવા સંમત થયા હતાં, કારણ કે બંને દેશો એશિયા પેસિફિક લેબોરેટરી એક્રેડિટેશન કૉઓપરેશનનાં સભ્યો છે અને બીએસટીઆઈએ એનએબીએલનાં ધારાધોરણોને અનુરૂપ ચોક્કસ સુવિધાઓ સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. - પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતીય બજારમાં બાંગ્લાદેશી નિકાસો માટે કરમુક્ત અને ક્વોટા મુક્ત સુલભતા આપવા માટેની તૈયારીની પ્રશંસા કરી હતી. તેમણે આવકાર આપ્યો હતો કે, વર્ષ 2019માં પહેલી વાર બાંગ્લાદેશમાંથી ભારતમાં થતી નિકાસ એક અબજ ડોલરનાં આંકડાને આંબી ગઈ છે, જે નિકાસમાં વાર્ષિક 52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. - બંને દેશોનાં કાપડ અને શણ ક્ષેત્રો વચ્ચે જોડાણને વધારવાનાં વધુ એક પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રીઓએ ભારત સરકારનાં કપડાં મંત્રાલય અને બાંગ્લાદેશ સરકારનાં શણ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર ને શક્ય હોય એટલી વહેલી તકે અંતિમ ઓપ આપવા વિનંતી કરી હતી. જોડાણમાં વધારો – જમીન પર, જળ પર, આકાશમાં - બંને પક્ષોએ સ્વીકાર્યું હતું કે, હવા, પાણી, રેલ, રોડ દ્વારા જોડાણમાં વધારો બાંગ્લાદેશ અને ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને એનાથી આગળનાં રાજ્યો વચ્ચે આર્થિક સહકાર વધારવા માટેની પારસ્પરિક લાભદાયક તક પ્રદાન કરે છે. નેતાઓએ ભારતમાંથી અને ભારતમાં ચીજવસ્તુઓની અવરજવર માટે ચટ્ટોગ્રામ અને મોંગ્લા બંદરોનાં ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ સંપન્ન થવાને આવકાર આપ્યો હતો, જે બંને દેશો માટે લાભદાયક સ્થિતિનું સર્જન કરી શકે છે. - બંને નેતાઓએ આંતરિક જળમાર્ગ અને કોસ્ટલ શિપિંગ ટ્રેડનો ઉપયોગ કરીને કાર્ગોની અવરજવરની પ્રચૂર સંભવિતતા પર ભાર મૂકે છે. આ માટે તેમણે ધૂલિયા-ગડગરી-રાજશાહી-દૌલતદિયા-અરિચા રુટ કાર્યરત કરવાનાં નિર્ણયને આવકાર આપ્યો હતો, જેમાં આંતરિક જળમાર્ગ પરિવહન અને વેપાર માટેની સંધિ હેઠળ દૌડકાંદી-સોનામુરા રુટ સામેલ છે. - બંને દેશો તેમનાં સંબંધિત કાર્ગોની નિકાસ કરવા ટ્રાન્સ-શિપમેન્ટ માટે એકબીજાનાં સિપોર્ટ્સનાં વધારે ઉપયોગથી બંને અર્થતંત્રોનાં સંભવિત લાભોને ધ્યાનમાં રાખીને બંને પક્ષો પર્યાપ્ત રીતો પર ઝડપથી ચર્ચા કરવા સંમત થયા હતાં. - બંને દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને પેસેન્જર્સની અવરજવરને સરળ બનાવવા અને વધારે જોડાણની સુવિધા માટે બંને નેતાઓ સભ્ય દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને પેસેન્જર્સની અવરજવર માટે બીબીઆઇએન મોટર વ્હિકલ્સ સમજૂતીને વહેલાસર કાર્યરત બનાવવા સંમત થયા હતાં, જેઓ આ માટેની ઇચ્છા ધરાવતાં હોય અને તૈયાર હોય, અથવા દ્વિપક્ષીય ભારત-બાંગ્લાદેશ મોટર વ્હિકલ્સ સમજૂતી માટે ઉચિત લાગે તેમ કામ કરવા સંમત થયા હતાં. - બંને દેશો વચ્ચે માર્ગ જોડાણને વધારવાનાં વધુ એક પગલાં સ્વરૂપે બંને નેતાઓએ ઢાંકા-સિલિગુડ્ડી બસ સર્વિસની શરૂઆત કરવા માટેની યોજનાને આવકાર આપ્યો હતો. - બંને નેતાઓએ બંને દેશોનાં જળ સંસાધનોનાં સચિવો વચ્ચે ઢાંકામાં ઓગસ્ટ, 2019માં થયેલી ચર્ચાવિચારણા પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા પછી વર્ષ 1996માં થયેલી ગંગા નદીનાં પાણીની વહેંચણીની સંધિ મુજબ બાંગ્લાદેશને પ્રાપ્ત થતાં પાણીનાં મહત્તમ ઉપયોગ માટે બાંગ્લાદેશમાં પ્રસ્તાવિત ગંગેસ-પહ્મા બેરેજ પ્રોજેક્ટનાં શક્યતાદર્શી અભ્યાસ હાથ ધરવા સંદર્ભની શરતો બનાવવા પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. - બંને નેતાઓએ સંયુક્ત નદી પંચની ટેકનિકલ સ્તરની સમિતિને છ નદીઓ મનુ, મુહુરી, ખોવાઈ, ગુમતી, ધારલા અને દૂધકુમાર માટે વચગાળાની વહેંચણીની સમજૂતીનાં માળખાનો મુસદ્દો ઘડવા તથા ડેટા અને માહિતીને અપડેટ કરીને તાત્કાલિક આદાનપ્રદાન કરવાની સૂચના આપી હતી તેમજ ફેની નદીની વચગાળાની વહેંચણીની સમજૂતીનાં માળખાને મજબૂત કરવાની સૂચના પણ આપી હતી. - પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશનાં લોકો તીસ્તાનાં પાણીની વહેંચણી માટે વચગાળાની સમજૂતીનાં માળખા પર વહેલાસર હસ્તાક્ષર કરવા અને એનો અમલ કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ જાણકારી આપી હતી કે, એમની સરકાર શક્ય તેટલી ઝડપથી સમજૂતીને સંપન્ન કરવા માટે ભારતમાં તેમની સરકાર તમામ હિતધારકો સાથે કામ કરી રહી છે. - બંને નેતાઓએ ત્રિપુરાનાં સબ્રૂમ નગરનાં લોકોની પીવાનાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ફેની નદીમાંથી 1.82 ક્યુસેક પાણી પાછું ખેંચવા પર કામગીરી વહેલાસર શરૂ કરવા માટે ઢાંકામાં જળ સંસાધન સચિવ સ્તરની બેઠકમાં લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. - બંને નેતાઓએ રેલવે ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવાની પ્રચૂર સંભવિતતાને ઓળખી હતી. તેમણે ઓગસ્ટ, 2019માં બંને દેશોનાં રેલવે મંત્રીઓ વચ્ચે રચનાત્મક ચર્ચાવિચારણા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. - બંને નેતાઓએ ભારપૂર્વક બંને દેશોનાં નાગરિકો વચ્ચે જોડાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એને બંને દેશો વચ્ચે સંબંધો વધારવા માટેનું વધુ એક પગલું ગણાવીને બંને પ્રધાનમંત્રીઓએ મૈત્રી એક્સપ્રેસની ફ્રિક્વન્સી અઠવાડિયામાં 4થી વધારીને 5 તથા બંધન એક્સપ્રેસની ફ્રીક્વન્સી અઠવાડિયામાં 1થી વધારીને 2 કરવાનાં નિર્ણયને આવકાર્યો હતો. - બંને નેતાઓએ ભારતમાંથી બાંગ્લાદેશને રેલવે રોલિંગ સ્ટોકનાં પુરવઠાની જોગવાઈ માટેની રીતો અને બાંગ્લાદેશમાં સૈદપુર વર્કશોપનું આધુનિકીકરણ ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. - પ્રધાનમંત્રી શેખ હસીનાએ સહાયનાં ધોરણે બાંગ્લાદેશને બ્રોડગેજ અને મીટરગેજ લોકોમોટિવ્સની સંખ્યાનાં પુરવઠાની વિચારણા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. એનાથી બંને દેશો વચ્ચે વેપારવાણિજ્યમાં વધારો કરવામાં મદદ મળશે. - બંને નેતાઓએ અઠવાડિયાદીઠ હાલની 61 સર્વિસમાંથી એર સર્વિસની ક્ષમતા વધારીને અઠવાડિયાદીઠ 91 કરવાનાં નિર્ણયને આવકાર્યો હતો. આ વધારો સમર 2019 શીડ્યુલથી લાગુ થયો છે અને વિન્ટર 2020 શીડ્યુલથી અઠવાડિયાદીઠ સર્વિસ વધીને 120 થઈ જશે. સંરક્ષણ ક્ષેત્રમાં સહકારનું સંવર્ધન - બંને નેતાઓએ વધારે સંકલિત અને સુરક્ષિત પડોશી માટે સંરક્ષણ ક્ષેત્રમાં સાથસહકાર વધારવા માટેની જરૂરિયાતને ઓળખી હતી તેમજ ડિસેમ્બર, 1971માં બાંગ્લાદેશનાં મહાન મુક્તિ યુદ્ધ દરમિયાન બંને દેશોની સેનાએ હાથ ધરેલી સંયુક્ત કામગીરીમાંથી તેમનાં સાથસહકારનાં ઉત્કૃષ્ટ ઇતિહાસને ધ્યાનમાં લીધો હતો. - બંને પ્રધાનમંત્રીઓએ દરિયાઈ સુરક્ષામાં ગાઢ ભાગીદારીનાં વિકાસ માટે વિવિધ પહેલોને આવકારી હતી અને બાંગ્લાદેશમાં કોસ્ટર સર્વેલન્સ રડાર સિસ્ટમની સ્થાપના પર સમજૂતીકરાર ને ઔપચારિક બનાવવા માટે થઈ રહેલી પ્રગતિની નોંધ લીધી હતી તેમજ સમજૂતીકરાર પર વહેલાસર હસ્તાક્ષર કરવા બંને પક્ષોને પ્રોત્સાહન આપ્યું હતું. - બંને નેતાઓએ બાંગ્લાદેશને ભારત દ્વારા 500 મિલિયન ડોલરની ડિફેન્સ લાઇન ઑફ ક્રેડિટ પર ઝડપથી કામ કરવા સંમતિ પણ વ્યક્ત કરી હતી, જે માટે અમલીકરણ સમજૂતીને એપ્રિલ, 2019માં અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. વિકાસમાં સાથસહકારને મજબૂત કરવો - પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં ગ્રાન્ટ-ઇન-આઇડ પ્રોજેક્ટ્સમાં વિવિધ હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેકટ્સ હાથ ધરવા માટે ભારત સરકારનો આભાર માન્યો હતો, જે બાંગ્લાદેશનાં પાયાનાં સ્તરે સામાજિક-આર્થિક વિકાસ કરવા માટે પ્રદાન સ્વરૂપે હાથ ધરવામાં આવ્યાં છે. - બંને પ્રધાનમંત્રીઓએ ત્રણ લાઇન્સ ઑફ ક્રેડિટનાં વપરાશમાં પ્રગતિ પર સંતોષ વ્યકત કર્યો હતો અને બંને પક્ષનાં અધિકારીઓને આ એલઓસી હેઠળ શરૂ થયેલા વિવિધ પ્રોજેક્ટનો ઝડપથી અમલ કરવા સૂચના આપી હતી. - બંને પક્ષોએ ભારત સરકારે બાંગ્લાદેશને આપેલી લાઇન ઑફ ક્રેડિટનાં અમલીકરણ સાથે સંબંધિત માળખાગત સમજૂતી પર હસ્તાક્ષર બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનો ઉદ્દેશ ઢાંકામાં ભારતની એક્ઝિમ બેંકની પ્રતિનિધિ ઓફિસનું કામ સુલભ કરવાનો છે. - બંને નેતાઓએ 5 ઓક્ટોબરનાં રોજ દ્વિપક્ષીય વિકાસ ભાગીદારીમાં હાથ ધરાયેલા ત્રણ પ્રોજેક્ટનું વીડિયો લિન્ક દ્વારા ઉદ્ઘાટન પણ કર્યું હતું, જેનાં નામ છેઃ - બાંગ્લાદેશમાંથી બલ્ક એલપીજીની આયાત - ઢાંકામાં રામક્રિષ્ન મિશનમાં વિવેકાનંદ ભવન નું ઉદ્ઘાટન કર્યું હતું - ખુલ્નામાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિપ્લોમા એન્જિનીયર્સ બાંગ્લાદેશ માં બાંગ્લાદેશ-ઇન્ડિયા પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નું ઉદ્ઘાટન - બંને પક્ષોએ બાંગ્લાદેશનાં સનદી અધિકારીઓની ક્ષમતા વધારવા માટે હાલ ચાલી રહેલા દ્વિપક્ષીય સાથસહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કાયદાશાસ્ત્રનાં સામાન્ય વારસાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ભવિષ્ય માટે બાંગ્લાદેશનાં ન્યાયિક અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમોની સંખ્યા વધારવા માટે કામ કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રે સાથસહકારની સ્થાપના - બંને પ્રધાનમંત્રીઓએ બાંગ્લાદેશ ટ્રેકનો ઉપયોગ કરીને બાંગ્લાદેશમાંથી ત્રિપુરા સુધી બલ્ક એલપીજીનાં સોર્સિંગ પર એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તથા આશા વ્યક્ત કરી હતી કે, ઊર્જા ક્ષેત્રમાં આ પ્રકારનું જોડાણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રમાં વેપારને વધારશે. - બંને પક્ષોએ કટિહાર અને બોરનગર વચ્ચે આંતરરાષ્ટ્રીય વીજ આંતરજોડાણ માટે 765kVની ડબલ સર્કિટ વિકસાવવા તાજેતરમાં ઢાંકામાં વીજ ક્ષેત્રમાં યોજાયેલી ઇન્ડો-બાંગ્લાદેશ સહકાર પર 17મી જેએસસી બેઠકમાં થયેલી સમજૂતીને આવકારી હતી. જ્યારે અમલીકરણની પદ્ધતિઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, ત્યારે બંને નેતાઓએ નોંધ્યું હતું કે, આ વધારાની ક્ષમતા આંતર-પ્રાદેશિક વીજળીનો વેપાર કરવા વધારે સક્ષમ બનાવશે, જેમાં ભારત, નેપાળ અને ભૂટાનમાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સમાંથી પેદા થતી સ્પર્ધાત્મક કિંમતે વીજળીની ખરીદી સામેલ છે. શિક્ષણ અને યુવા આદાનપ્રદાન - બંને પક્ષોએ ભવિષ્યમાં રોકાણ સ્વરૂપે બંને દેશોનાં યુવાનો વચ્ચે સાથસહકાર મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ દિશામાં એક કદમ સ્વરૂપે યુવા સંબંધિત બાબતોમાં સાથસહકાર સ્થાપિત કરવા પર થયેલા સમજૂતીકરાર (એમઓયુનો ઉલ્લેખ કર્યો હતો. બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે, બાંગ્લાદેશ માટે માળખાગત તાલીમ કાર્યક્રમો વધારે ફળદાયક બનશે. - બંને નેતાઓએ શૈક્ષણિક લાયકાતની પારસ્પરિક સ્વીકાર્યતા પર સમજૂતીકરાર ને વહેલાસર કરવા માટે બંને દેશોનાં સંબંધિત સત્તામંડળોને સૂચના આપી હતી. સાંસ્કૃતિક સાથસહકાર - મહાત્મા ગાંધી ની 150મી જન્મજયંતી, બંગબંધુની જન્મ શતાબ્દી અને બાંગ્લાદેશનાં મુક્તિ યુદ્ધનાં 50 વર્ષ - બંને નેતાઓએ બે મહત્ત્વપૂર્ણ જન્મજયંતિનાં વર્ષોની ઉજવણી કરવા વિસ્તૃત સાથસહકાર માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતોઃ વર્ષ 2020માં બંગબંધુ શેખ મુજીબર રહમાનની જન્મશતાબ્દી અને બાંગ્લાદેશનાં મુક્તિ યુદ્ધનાં 50 વર્ષ તથા વર્ષ 2021માં ભારત-બાંગ્લાદેશનાં દ્વિપક્ષીય સંબંધોનાં 50 વર્ષ. આ બંને ઐતિહાસિક વર્ષોની ઉજવણી કરવા બંને નેતાઓ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા સંમત પણ થયા હતાં. ભારતીય પ્રધાનમંત્રીએ 2019-2020 દરમિયાન પારસ્પરિક અનુકૂળ સમય દરમિયાન બાંગ્લાદેશમાં ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું આયોજન કરવાની દરખાસ્ત રજૂ કરવા બદલ બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીએ આભાર માન્યો હતો. - બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક આદાનપ્રાદન કાર્યક્રમો પર સમજૂતીકરાર ને લંબાવવાનાં નિર્ણયને પણ આવકાર્યો હતો. - બંને પ્રધાનમંત્રીઓએ વર્ષ 2020માં બંગબંધુ શેખ મુજીબર રહમાનની જન્મ શતાબ્દીની ઉજવણી માટે એમનાં પરની ફિચર ફિલ્મનું સહ-નિર્માણ કરવા માટે એનએફડીસી અને બીએફડીસી વચ્ચે સમજૂતી કરવા ઝડપથી કામ કરવા સૂચના આપી હતી. - પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનાં પ્રસંગે યાદગીરી સ્વરૂપે પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવા સંમતિ આપવા માટે બાંગ્લાદેશ સરકારનો આભાર માન્યો હતો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી વિશ્વભરમાં ચાલી રહી છે, જેમણે સંસ્થાનવાદ અને અસમાનતા સામે વિશ્વને અહિંસાની લડાઈની ફિલસૂફીની ભેટ આપી હતી. - બંને નેતાઓ રાષ્ટ્રીય સંગ્રહાલય અને બંગબંધુ સંગ્રહાલય વચ્ચે સાથસહકાર પર સમજૂતીકરાર કરવા સંમત થયા હતાં તથા વહેલામાં વહેલી તકે એમઓયુને અંતિમ સ્વરૂપ આપવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાંથી વિસ્થાપિત વ્યક્તિઓ - પ્રધાનમંત્રી મોદીએ મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવેલી વ્યક્તિઓને માનવીય સહાય પ્રદાન કરવા અને આશ્રય આપવાની ઉદારતા દાખવવા બદલ બાંગ્લાદેશની પ્રશંસા કરી હતી. કોક્સ બાઝારમાં કામચલાઉ છાવણીઓમાં રોહિંગ્યા મુસ્લિમોને બાંગ્લાદેશની સરકારનાં માનવીય સહાયનાં પ્રયાસોને ટેકો આપવા માનવીય સહાયનો પાંચમો તબક્કો પૂરો પાડશે. સહાયનાં આ તબક્કામાં તંબુઓ, રાહત અને બચાવની સામગ્રી તેમજ મ્યાન્મારમાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવેલી મહિલાઓની કુશળતા વિકસાવવા માટે એક હજાર સંચા સામેલ હશે. આ ઉપરાંત ભારતે મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાં 250 ઘરોનું નિર્માણ કરવાનો પ્રથમ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે અને અત્યારે આ વિસ્તારમાં સામાજિક-આર્થિક વિકાસનાં વિવિધ પ્રોજેક્ટનાં અન્ય સેટનો અમલ કરવાની તૈયારી ચાલુ છે. - પ્રધાનમંત્રી શેખ હસીનાએ મ્યાન્મારમાંથી વિસ્થાપિત વ્યક્તિઓની જરૂરિયાતો પૂર્ણ કરવા મદદ માટે સપ્ટેમ્બર, 2017થી ભારત દ્વારા પ્રદાન કરવામાં આવતી ભારતીય સહાય માટે બાંગ્લાદેશની સરકાર તરફથી આભારની લાગણી વ્યક્ત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓ મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાં વિસ્થાપિત વ્યક્તિઓ તેમનાં ઘરે ઝડપથી, સલામત રીતે પરત મોકલવાની જરૂરિયાત પર સંમત થયાં હતાં. તેઓ તેમને પરત મોકલવા માટેની સુવિધા ઊભી કરવા વિસ્તૃત પ્રયાસો માટેની જરૂરિયાતો પર સંમત થયાં હતાં, જેમાં મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાં સુરક્ષાની સ્થિતિ અને સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની બાબત સામેલ છે. એશિયા અને દુનિયામાં ભાગીદારો - બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં ગાઢપણે કામ કરવાની તેમની કટિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી. તેમણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મંચ પર સંયુક્તપણે કામ કરવા તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો તેમજ વિકસિત દેશોને એજન્ડા 2030માં ઉલ્લેખ મુજબ અમલીકરણનાં માધ્યમો પર તેમની કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા અપીલ કરી હતી. - બંને નેતાઓ સંમત થયા હતા કે પ્રાદેશિક અને પેટા-પ્રાદેશિક સહકાર બંને દેશો માટે પ્રાથમિકતા ધરાવતું ક્ષેત્ર છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમણે બિમ્સ્ટેકની કામગીરીને મુખ્ય પ્રવાહમાં લાવવાની સંમતિ વ્યક્ત કરી હતી, જે માટે એને તમામ સભ્યો દેશોની સહિયારી સમૃદ્ધિનાં ઉદ્દેશને પાર પાડવા પેટાપ્રાદેશિક સાથસહકાર સ્થાપિત કરવા અસરકારક માધ્યમ બનાવવા પણ સંમત થયા હતાં. - મુલાકાત દરમિયાન નીચેનાં દ્વિપક્ષીય દસ્તાવેજ પર હસ્તાક્ષર થયા હતાં, એને સ્વીકારવામાં આવ્યાં હતાં તથા સુપરત કરવામાં આવ્યાં હતાં: - કોસ્ટલ સર્વિલન્સ સિસ્ટમ પ્રદાન કરવા માટે સમજૂતી કરાર . - ભારતમાંથી અને ભારત તરફ ચીજવસ્તુઓની અવરજવર માટે ચટ્ટોગ્રામ અને મોંગ્લા પોર્ટનાં ઉપયોગ પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર . - ભારતનાં ત્રિપુરા રાજ્યનાં સબ્રૂમ નગર માટે પીવાનાં પાણીનાં પુરવઠા માટેની યોજના માટે ભારત દ્વારા ફેની નદીમાંથી 1.82 ક્યુસેક વોટર પાછું ખેંચવા માટેનાં સમજૂતીકરાર . - ભારત દ્વારા બાંગ્લાદેશને આપેલી લાઇન ઑફ ક્રેડિટ નાં સંબંધિત અમલીકરણ માટે સમજૂતી - યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ અને ઢાંકા યુનિવર્સિટી વચ્ચે સમજૂતીકરાર . - સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમોને નવેસરથી શરૂ કરવા - યુવાનો સાથે સંબંધિત બાબતોમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર . - પ્રધાનમંત્રી શેખ હસીનાએ ચેન્નાઈમાં બાંગ્લાદેશનું ડેપ્યુટી હાઈ કમિશન ખોલવા માટેની બાંગ્લાદેશની વિનંતીને સંમતિ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ઉચ્ચ-સ્તરીય મુલાકાતો દ્વારા સંબંધોની જાળવણી - પ્રધાનમંત્રી શેખ હસીનાએ ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ આતિથ્યસત્કાર માટે તેમજ ભારતમાં તેમનાં રોકાણ દરમિયાન તેમનાં અને તેમનાં પ્રતિનિધિમંડળનાં સભ્યોનાં આતિથ્યસત્કાર કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. - પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશનો પ્રવાસ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો અને રાજદ્વારી માધ્યમ મારફતે મુલાકાતની તારીખોને અંતિમ ઓપ આપવામાં આવશે એવી સંમતિ સધાઈ હતી. J. Khunt/DS/RP
pib-64518
4a19c941ccc28129aa1abbfbbefd1956e14ee40bc3c4ffe07d6cda2201a17ec9
guj
ગૃહ મંત્રાલય ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા માટે 21 દિવસના લૉકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સુગમતાથી નાણાં મળી રહે તેની ખાતરી કરવા તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો નાણાંકીય સેવાઓ વિભાગ, નાણાં મંત્રાલય દ્વારા કોવિડ-19 સામે લડવા માટે 21 દિવસના લૉકડાઉન સમયગાળા દરમિયાન બેંકોના માધ્યમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ના લાભાર્થીઓને નાણાકીય સહાય આપવા અંગે એક વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાના પગલે ગૃહ બાબતોના કેન્દ્રીય મંત્રાલય ના સચિવ શ્રી અજય કુમાર ભલ્લાએ તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને વિનંતી કરી છે કે સામાજિક અંતરના નિયમનું પાલન કરીને પીએમ-જીકેવાયના લાભાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાની ખાતરી કરવા માટે જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવે. રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશો, જિલ્લા અધિકારીઓ અને ફિલ્ડ એજન્સીઓના સંલગ્ન વિભાગોને તેનું કડકપણે પાલન કરવા માટેઆ માર્ગદર્શિકાઓ અંગે માહિતી આપવામાં આવે, પત્રમાં જણાવવામાં આવ્યું છે. Click here to see Communication to States GP/RP
pib-178140
b36e17d1cf08b458adf105fc8a018a51a186fb3301cfc39f414e5a6b82a5e5eb
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયન વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ દ્વારા શેર કરાયેલ એક કિસ્સો ટ્વીટ કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સમૃદ્ધ સાંસ્કૃતિક જોડાણ વિશે એક થ્રેડ ટ્વીટ કર્યું. ઓસ્ટ્રેલિયન વ્યાપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ દ્વારા મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીના સન્માનમાં લંચ દરમિયાન આ કિસ્સો શેર કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: "મારા મિત્ર PM @AlboMP ના માનમાં બપોરના ભોજન દરમિયાન, ઑસ્ટ્રેલિયન વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલએ કંઈક રસપ્રદ શેર કર્યું હતું...તેમને ગ્રેડ 1માં એક શ્રીમતી એબર્ટ દ્વારા શીખવવામાં આવ્યું હતું જેણે તેમના જીવન પર ઊંડી અસર છોડી હતી અને તેમના શિક્ષણના પાયા માટે તેણીને શ્રેય આપે છે. શ્રીમતી એબર્ટ, તેમના પતિ અને તેમની પુત્રી લિયોની, 1950ના દાયકામાં ભારતમાં ગોવાથી એડિલેડમાં સ્થળાંતર કરી અને ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં એક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું. તેમની પુત્રી લિયોની સાઉથ ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સનાં પ્રમુખ બન્યાં. મને આ કિસ્સો સાંભળીને આનંદ થયો, જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સમૃદ્ધ સાંસ્કૃતિક જોડાણને રેખાંકિત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ તેના શિક્ષકનો પ્રેમપૂર્વક ઉલ્લેખ કરે છે ત્યારે તે સાંભળવું પણ એટલું જ આનંદદાયક છે." YP/GP/JD (
pib-242732
1458f65c9af66f3eb56801e5aa8e99848ae17e95b7a8d93b93f19085f674755e
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 89.74 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં 24,354 નવા કેસ સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.81% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,73,889 થયું, 197 દિવસમાં સૌથી ઓછું સાજા થવાનો દર હાલમાં 97.86% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 28,246 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,30,68,599 દર્દીઓ સાજા થયા સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 99 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.68% છે દૈનિક પોઝિટિવીટી દર 1.70% પહોંચ્યો, છેલ્લા 33 દિવસથી 3% કરતા ઓછો કુલ 57.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 173
pib-199049
fd1e8c6b1c2361f01966b9911dff50d64ca50b05919b71f157102a4e4e2671c0
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ WAU20 નૈરોબી 2021માં મેડલ જીતવા બદલ રમતવીરોને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નૈરોબી -2021 હેઠળ વર્લ્ડ એથ્લેટિક્સમાં મેડલ જીતવા બદલ રમતવીરોને અભિનંદન પાઠવ્યા છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "ઝડપ અને સફળતાની પસંદગી! @WAU20Nairobi21 ખાતે 2 રજત પદક અને કાંસ્ય પદક ઘરે લાવવા માટે આપણા રમતવીરોને અભિનંદન. એથ્લેટિક્સ ભારતભરમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને આવનારા સમય માટે આ સારો સંકેત છે. આપણા મહેનતુ રમતવીરોને શુભેચ્છાઓ." SD/GP/BT (
pib-76073
b65633ac773a3a156bc35e00a57bd9f7fb60518300d491fe2dd4d93cf59effbe
guj
નાણા મંત્રાલય સરકારે આગામી દાયકા માટેની પરિકલ્પના રજૂ કરી નવી દિલ્હી, 01-02-2019 કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા મંત્રી શ્રી પીયુષ ગોયલે આજે સંસદમાં વચગાળાનું બજેટ 2019-20 રજૂ કરતા જણાવ્યું કે સરકારે 2030માં 10 સૌથી વધુ મહત્વપૂર્ણ પાસાઓને યાદી બદ્ધ કરતા આગામી દાયકા માટે પોતાની પરિકલ્પના રજૂ કરી છે. તેમણે કહ્યું કે અમે એક એવા ભારતનું નિર્માણ કરીશું જ્યાં ગરીબી, કુપોષણ, ગંદકી અને નિરક્ષરતા વીતેલા સમયની વાતો હશે. તેમણે કહ્યું કે ભારત એક આધુનિક, ટેકનોલોજીથી સંચાલિત, ઉચ્ચ વિકાસની સાથે એક સમાન અને પારદર્શક સમાજ હશે. નાણામંત્રીએ કહ્યું કે ભારત આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા થવાની દિશામાં અગ્રેસર છે અને તે પછી તે 10 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા હશે. શ્રી ગોયલ દ્વારા ઉલ્લેખિત પરિકલ્પના 2030ના પાસાઓ નીચે મુજબના છે: 1. આ પરિકલ્પનાના પ્રથમ પાસા અંતર્ગત 10 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા અને સહજ સુખદ જીવન માટે ભૌતિક અને સામાજિક બંધારણનું નિર્માણ કરવું છે. 2. પરિકલ્પનાના બીજા પાસા અંતર્ગત એક એવા ડીજીટલ ભારતનું નિર્માણ કરવાનું છે જ્યાં આપણો યુવા વર્ગ ડીજીટલ ભારતના સર્જનમાં વ્યાપક સ્તર પર સ્ટાર્ટ અપ અને ઇકો સીસ્ટમમાં લાખો રોજગારીનું સર્જન કરતા તેનું નેતૃત્વ કરશે. 3. ભારતને પ્રદુષણમુક્ત રાષ્ટ્ર બનાવવા માટે ઈલેક્ટ્રીકલ વાહનો અને નવીનીકરણ ઉર્જા પર ખાસ ધ્યાન આપવું. 4. આધુનિક ડીજીટલ ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને ગ્રામીણ ઔદ્યોગીકીકરણ વિસ્તરણના માધ્યમથી મોટા પાયે રોજગારીનું સર્જન કરવું. 5. બધા જ ભારતીયો માટે સુરક્ષિત પીવાના પાણીની સાથે સ્વચ્છ નદીઓ અને લઘુ સિંચાઈ ટેકનોલોજીને અપનાવવાના માધ્યમથી સિંચાઈમાં પાણીનો કુશળ ઉપયોગ કરવો. 6. સાગરમાળા કાર્યક્રમના પ્રયાસોમાં ઝડપ લાવવાની સાથે સાથે ભારતના તટીય અને સમુદ્રી માર્ગોના માધ્યમથી દેશના વિકાસને સશક્ત કરવો. 7. આપણા અંતરીક્ષ કાર્યક્રમ ગગનયાન, ભારત દુનિયાના ઉપગ્રહોને છોડવા માટેનું “લોન્ચ પેડ” બની ગયું છે અને 2022 સુધીમાં ભારતીય અંતરીક્ષ યાત્રીને અંતરીક્ષમાં મોકલવા, એ આ પાસાને દર્શાવે છે. 8. સૌથી વધુ જૈવિક રીતે ખાદ્યાન્ન ઉત્પાદન અને ખાદ્યાન્ન નિકાસમાં ભારતને આત્મનિર્ભર બનાવવું અને વિશ્વની ખાદ્યાન્ન જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાદ્યાન્નની નિકાસ કરવી. 9. 2030 સુધી સ્વસ્થ ભારત અને એક વધુ સારા સ્વાસ્થ્યની દેખભાળ અને વ્યાપક આરોગ્યકર પ્રણાલીની સાથે સાથે આયુષ્માન ભારત અને મહિલા સહભાગિતા પણ તેનો એક મહત્વપૂર્ણ ઘટક હશે. 10. ભારતને લઘુત્તમ સરકાર, મહત્તમ શાસનવાળા એક એવા રાષ્ટ્રનું રૂપ આપવાનું છે કે જ્યાં એક પસંદ કરેલ સરકારની સાથે ખભે ખભો મિલાવીને સહકર્મીઓ અને અધિકારીઓના અભિશાસનને મૂર્ત રૂપ આપી શકાય. NP/J.KHUNT/GP (Visitor Counter : 227
pib-151895
5d751366ec9e314530b3fa2bea0cbc9009c99b792741dac4b07e817a653c4f7c
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ 26મી ડિસેમ્બર 2021ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપ્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે, 26મી ડિસેમ્બર 2021ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને તેમના મંતવ્યો શેર કરવા આહ્વાન કર્યું છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું; "મને આ મહિનાની 26મીએ #MannKiBaat માટે ઘણા ઇનપુટ મળ્યા છે, જે 2021ના છેલ્લા હશે. ઇનપુટ્સ ઘણા જુદા જુદા ક્ષેત્રોને આવરી લે છે અને પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા ઘણા લોકોની જીવન યાત્રાની ઉજવણી કરે છે. તમારા મંતવ્યો શેર કરવાનું ચાલુ રાખો. " SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-253905
d4c5f6d4e16853e1bcda92f95d165f060ac80f1cb8a6b76e8ed1710953ef8a5c
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં રૂ. 1780 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કર્યો જળ જીવન મિશન અંતર્ગત પીવાનાં પાણીની 19 યોજનાઓનું લોકાર્પણ કર્યું "કાશીએ લોકોની આશંકાઓને અવગણી અને શહેરની કાયાપલટ કરવામાં સફળતા મેળવી" "છેલ્લાં 9 વર્ષમાં દરેક વ્યક્તિએ ગંગા ઘાટનાં પરિદ્રશ્યની કાયાપલટ થતી જોઈ છે" "છેલ્લાં 3 વર્ષમાં દેશમાં 8 કરોડ કુટુંબોને નળ દ્વારા પાણીનો પુરવઠો મળ્યો છે" "સરકાર પ્રયાસ કરે છે કે અમૃત કાલમાં ભારતની વિકાસ યાત્રા દરમિયાન દરેક નાગરિક યોગદાન આપે અને કોઈ પણ પાછળ ન રહી જાય" "ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિકાસનાં દરેક ક્ષેત્રમાં નવા આયામો ઉમેરી રહ્યું છે" "ઉત્તર પ્રદેશ નિરાશાના પડછાયામાંથી બહાર આવ્યું છે અને હવે તે પોતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓના માર્ગે ચાલી રહ્યું છે" પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 1780 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વે, નમામિ ગંગા યોજના અંતર્ગત ભગવાનપુરમાં 55 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિગરા સ્ટેડિયમના રિડેવલપમેન્ટના બીજા અને ત્રીજા તબક્કા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર સેવાપુરીનાં ઇસારવાર ગામમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ, ભરથરા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચેન્જિંગ રૂમ્સ સાથે તરતી જેટી સહિત અન્ય પરિયોજનાઓ સામેલ છે. પ્રધાનમંત્રીએ જલ જીવન મિશન હેઠળ પીવાનાં પાણીની 19 યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું, જેનો લાભ 63 ગ્રામ પંચાયતોનાં 3 લાખથી વધારે લોકોને મળશે. તેમણે આ મિશન હેઠળ પીવાનાં પાણીની 59 યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે ફળો અને શાકભાજીનાં ગ્રેડિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ માટે કરખિયાઓમાં સંકલિત પેક હાઉસ પણ સમર્પિત કર્યું હતું. તેમણે વારાણસી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવરાત્રિનો શુભ પ્રસંગ છે અને આજે મા ચંદ્રઘંટાની પૂજા કરવાનો દિવસ છે. તેમણે આ વિશેષ પ્રસંગે વારાણસીના નાગરિકોની વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, વારાણસીની સમૃદ્ધિમાં એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, ત્યારે વારાણસીના સર્વાંગી વિકાસ માટે સેંકડો કરોડનાં મૂલ્યનાં અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પીવાનું પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ, ગંગા સ્વચ્છતા, પૂર નિયંત્રણ, પોલીસ સેવાઓ અને રમતગમત સેવાઓ જેવાં ક્ષેત્રો સામેલ છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, બીએચયુમાં સેન્ટર ઑફ એક્સલન્સ ઓન મશીન ટૂલ્સ ડિઝાઇનનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જે શહેરમાં વૈશ્વિક ધારાધોરણો ધરાવતી અન્ય એક સંસ્થાનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ વારાણસી અને પૂર્વાંચલનાં લોકોને આજની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશીના વિકાસની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને દરેક મુલાકાતી નવી ઊર્જા સાથે પાછા ફરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કાશીએ લોકોની આશંકાઓને અવગણી હતી અને શહેરની કાયાપલટ કરવામાં સફળતા મેળવી હતી. પ્રધાનમંત્રીએ કાશીમાં પુરાતન અને નૂતનના એક સાથે 'દર્શન' થવા પર ટિપ્પણી કરી હતી. તેમણે કાશી વિશ્વનાથ ધામ, ગંગા ઘાટનાં કાર્ય અને સૌથી લાંબા રિવર ક્રૂઝની આસપાસ વૈશ્વિક ગુંજારવનો ઉલ્લેખ કર્યો હતો. માત્ર એક જ વર્ષમાં 7 કરોડથી વધુ પ્રવાસીઓએ કાશીની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓ શહેરમાં નવી આર્થિક તકો અને રોજગારીનું સર્જન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પ્રવાસન અને શહેરનાં બ્યુટિફિકેશન સાથે સંબંધિત નવી વિકાસલક્ષી પરિયોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "માર્ગો હોય, પુલ હોય, રેલવે હોય કે એરપોર્ટ્સ હોય, વારાણસી સાથેની કનેક્ટિવિટી સંપૂર્ણપણે સહજ થઈ છે." તેમણે ધ્યાન દોર્યું હતું કે, નવો રોપ-વે પ્રોજેક્ટ શહેરની કનેક્ટિવિટીને નવાં સ્તરે લઈ જશે. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કરવાની સાથે શહેરની સુવિધાઓમાં પણ વધારો થશે. તેમણે માહિતી આપી હતી કે, રોપ-વે પૂર્ણ થયા પછી બનારસ કેન્ટ રેલવે સ્ટેશન અને કાશી-વિશ્વનાથ કોરિડોર વચ્ચેનું અંતર ગણતરીની મિનિટોમાં જ આવરી લેવામાં આવશે, ત્યારે કેન્ટ સ્ટેશન અને ગોદૌલિયા વચ્ચેના વિસ્તારોમાં ટ્રાફિકની ગીચતામાં પણ ઘટાડો થશે. પ્રધાનમંત્રીએ આસપાસનાં શહેરો અને રાજ્યોમાંથી આવતા લોકોનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ ટૂંકા ગાળામાં આ શહેરની મુલાકાત લઈ શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોપ-વે માટે આધુનિક સુવિધાઓથી આર્થિક પ્રવૃત્તિઓ માટે નવું કેન્દ્ર ઊભું થશે. પ્રધાનમંત્રીએ બાબતપુર એરપોર્ટ પર નવા એટીસી ટાવર વિશે પણ વાત કરી હતી, જે કાશી સાથે હવાઈ જોડાણને મજબૂત કરવાનું એક પગલું છે. પ્રધાનમંત્રીએ ફ્લોટિંગ જેટીના વિકાસ પર પણ વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓની જરૂરિયાતો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ નમામિ ગંગે મિશન અંતર્ગત જાણકારી આપી હતી કે, ગંગાના કિનારે આવેલાં તમામ શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં 9 વર્ષમાં દરેક વ્યક્તિએ ગંગાના ઘાટનાં પરિદ્રશ્યની કાયાપલટ થતી જોઈ છે." તેમણે કહ્યું હતું કે, ગંગાની બંને બાજુએ એક નવું પર્યાવરણીય અભિયાન ચાલી રહ્યું છે, જ્યાં સરકાર 5 કિલોમીટરના વિસ્તારમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે આ માટે આ વર્ષનાં બજેટમાં આ માટે વિશેષ ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવાં કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યાં છે, જેથી ખેડૂતોને કુદરતી ખેતીની વાત આવે ત્યારે સહાય પૂરી પાડવામાં આવે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, વારાણસીની સાથે-સાથે સંપૂર્ણ પૂર્વી ઉત્તર પ્રદેશ પણ કૃષિ અને કૃષિ નિકાસનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે વારાણસીમાં પ્રોસેસિંગ, પરિવહન અને સંગ્રહની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો જે વારાણસીમાં 'લંગડા' કેરી, ગાઝીપુરની 'ભીંડી' અને 'હરી મિર્ચ', જૌનપુરની 'મૂલી અને ખરબૂજે'ને નવી ગતિ આપે છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહ્યાં છે. પીવાનાં શુદ્ધ પાણીના મુદ્દાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે પસંદ કરેલા વિકાસના પથમાં સેવાકીય તત્ત્વો હોવાની સાથે સાથે સહાનુભૂતિ પણ છે. તેમણે માહિતી આપી હતી કે, આજે પીવાનાં સ્વચ્છ પાણી સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થયું છે, ત્યારે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ આજે કરવામાં આવ્યો છે. તેમણે 'હર ઘર નલ સે જલ' અભિયાન પર પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે, છેલ્લાં 3 વર્ષમાં દેશમાં 8 કરોડ કુટુંબોને નળ દ્વારા પાણીનો પુરવઠો મળ્યો છે. તેમણે ઉજ્જવલા યોજના વિશે પણ વાત કરી હતી અને નોંધ્યું હતું કે, સેવાપુરીમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટથી લાભાર્થીઓને લાભ થવાની સાથે પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બિહારમાં ગેસ સિલિન્ડરની માગ પણ પૂર્ણ થશે. કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકારો ગરીબોની સેવામાં માને છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભલે લોકો તેમને 'પ્રધાનમંત્રી' કહીને બોલાવે, પણ તેઓ એવી માન્યતા ધરાવે છે કે તેઓ અહીં માત્ર લોકોની સેવા કરવા માટે જ આવ્યા છે. દિવસની શરૂઆતમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથેની વાતચીતને યાદ કરીને પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, વારાણસીથી હજારો નાગરિકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2014 અગાઉનાં એ સમય પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે બૅન્કમાં ખાતું ખોલાવવું એ પોતે જ એક મુશ્કેલીકારક કાર્ય હતું. તેમણે ધ્યાન દોર્યું હતું કે, આજે દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ પાસે પણ જન ધન બૅન્ક ખાતાં છે, જેમાં સરકાર દ્વારા ચુકવણી સ્વરૂપે સહાય સીધી જમા થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નાનો ખેડૂત હોય, ઉદ્યોગપતિ હોય કે મહિલા સ્વસહાય જૂથો હોય, મુદ્રા યોજના મારફતે લોન મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે." તેમણે એ પણ નોંધ્યું હતું કે, પશુઓ અને માછલીનાં સંવર્ધકોને કિસાન ક્રેડિટ કાર્ડ્સ આપવામાં આવ્યા છે, શેરી વિક્રેતાઓએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મારફતે લોન મેળવવાનું શરૂ કર્યું છે અને ભારતના વિશ્વકર્માઓ માટે પ્રધાનમંત્રી-વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમૃત કાલમાં ભારતની વિકાસયાત્રા દરમિયાન દરેક નાગરિક યોગદાન આપે અને કોઈ પણ પાછળ ન રહી જાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે." પ્રધાનમંત્રીએ ખેલો બનારસ સ્પર્ધાના વિજેતાઓ સાથે પોતાની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક લાખ રમતવીરોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સહભાગીઓ અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બનારસના યુવાનો માટે રમતગમતની નવી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. સિગરા સ્ટેડિયમના બીજા અને ત્રીજા તબક્કાના વિસ્તરણ માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે વારાણસીમાં એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિકાસનાં દરેક ક્ષેત્રમાં નવા આયામો ઉમેરી રહ્યું છે." તેમણે માહિતી આપી હતી કે, ઉત્તર પ્રદેશની યોગી સરકાર આવતીકાલે 25 માર્ચનાં રોજ પોતાનાં બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, શ્રી યોગીએ અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી રાજ્યનાં મુખ્યમંત્રી તરીકેનો નવો વિક્રમ સર્જ્યો છે. તેમણે કહ્યું હતું કે, "ઉત્તર પ્રદેશ નિરાશાના પડછાયામાંથી બહાર આવ્યું છે અને હવે તે તેની આકાંક્ષાઓ અને અપેક્ષાઓના માર્ગે અગ્રેસર છે." તેમણે નોંધ્યું હતું કે, ઉત્તર પ્રદેશ એ સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી વધેલી સુરક્ષા અને સેવાનું સ્પષ્ટ ઉદાહરણ છે. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની નવી વિકાસ પરિયોજનાઓ સમૃદ્ધિના માર્ગને મજબૂત કરે છે અને દરેકને ફરી એકવાર અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પશ્ચાદભૂમિકા પ્રધાનમંત્રીએ છેલ્લાં નવ વર્ષમાં વારાણસીનાં પરિદ્રશ્યની કાયાપલટ કરવા તથા શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકોનાં જીવનની સરળતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રીએ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનાં મેદાનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન રૂ. 1780 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 645 કરોડ રૂપિયા છે. રોપ-વે સિસ્ટમની લંબાઈ પાંચ સ્ટેશનો સાથે ૩.૭૫ કિ.મી. હશે. એનાથી વારાણસીનાં પ્રવાસીઓ, યાત્રાળુઓ અને રહેવાસીઓની અવરજવરમાં સરળતા રહેશે. પ્રધાનમંત્રીએ ભગવાનપુરમાં 55 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું શિલારોપણ પણ કર્યું હતું, જે નમામિ ગંગા યોજના હેઠળ રૂ. 300 કરોડથી વધારેના ખર્ચે તૈયાર થશે. પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત સિગરા સ્ટેડિયમના પુનર્વિકાસના કાર્યના બીજા અને ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર સેવાપુરીનાં ઇસારવાર ગામમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું શિલારોપણ પણ કર્યું હતું, જેમાં ભરથરા ગામમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને ચેન્જિંગ રૂમ્સ સાથે ફ્લોટિંગ જેટી સામેલ છે. જલ જીવન મિશન હેઠળ પ્રધાનમંત્રીએ પીવાનાં પાણીની 19 યોજનાઓ સમર્પિત કરી હતી, જેનો લાભ 63 ગ્રામ પંચાયતોમાં 3 લાખથી વધારે લોકોને મળશે. ગ્રામીણ પીવાનાં પાણીની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રીએ આ મિશન હેઠળ પીવાનાં પાણીની 59 યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. વારાણસી અને તેની આસપાસના ખેડૂતો, નિકાસકારો અને વેપારીઓ માટે ફળો અને શાકભાજીનું ગ્રેડિંગ, વર્ગીકરણ અને પ્રોસેસિંગ ઇન્ટિગ્રેટેડ પેક હાઉસમાં શક્ય બનશે, જેનું નિર્માણ કરખિયાંમાં કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આ પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો હતો. તેનાથી વારાણસી અને તેની આસપાસના વિસ્તારમાં કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીએ વારાણસી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું, જેમાં રાજઘાટ અને મહમૂદગંજ સરકારી શાળાઓના પુનર્વિકાસની કામગીરી; શહેરના આંતરિક રસ્તાઓનું બ્યુટિફિકેશન; શહેરના ૬ ઉદ્યાનો અને તળાવોના પુનર્વિકાસ અને અન્ય સામેલ છે. તેમણે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એટીસી ટાવર સહિત અન્ય વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું હતું જેમાં ભેલુપુરમાં વોટર વર્કસ પરિસરમાં 2 મેગાવોટનો સૌર ઊર્જા પ્લાન્ટ; કોનિયા પમ્પિંગ સ્ટેશન ખાતે 800 કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ; સારનાથ ખાતે એક નવું સામુદાયિક આરોગ્ય કેન્દ્ર; ચાંદપુરમાં ઔદ્યોગિક વસાહતમાં માળખાગત સુવિધામાં સુધારો; કેદારેશ્વર, વિશ્વેશ્વર અને ઓમકારેશ્વર ખંડ પરિક્રમાનાં મંદિરોનો કાયાકલ્પ અને અન્ય સામેલ છે. GP/JD (
pib-194308
2bf1557aee75fb7db2f52783e72b2ef0b95077756f545614e642347e68d480ce
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાના નિધન પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબ્બન્નાના નિધન બાદ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું; “અસાધારણ શિવમોગ્ગા સુબન્ના એ કન્નડ ગીતો અને સંગીતને પ્રેમ કરનારાઓ માટે ઘરેલું નામ હતું. તેમની કૃતિઓ વખણાય છે અને તેથી જ કન્નડ કવિતાના રત્નોને વર્તમાન પેઢી સાથે જોડવાના તેમના પ્રયાસો રહ્યા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ" સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com SD/GP/JD (
pib-109168
8096b57b793ce6bd1d00b1e3e9a17118913e6bf88882a0b9e4bb20e7f2ef49fb
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય મન કી બાત , પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨ મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. નવા વિષયો સાથે, નવાં પ્રેરક ઉદાહરણો સાથે, નવા-નવા સંદેશાઓને સમેટીને એક વાર ફરી હું તમારી સાથે ‘મન કી બાત’ કરવા આવ્યો છું. શું તમને ખબર છે કે આ વખતે મને સૌથી વધુ પત્રો અને સંદેશ કયા વિષય પર મળ્યા છે? એ વિષય એવો છે જે ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સાથે જોડાયેલો છે. હું વાત કરી રહ્યો છું દેશને મળેલા પ્રધાનમંત્રીસંગ્રહાલયની. આ ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પર પ્રધાનમંત્રીસંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. તેને દેશના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક શ્રોતા છે શ્રીમાન સાર્થકજી, તેઓ ગુરુગ્રામ રહે છે અને પહેલી તક મળતા જ તેઓ પ્રધાનમંત્રીસંગ્રહાલય જોવા આવ્યા છે. સાર્થકજીએ Namo App પર જે સંદેશ મને લખ્યો છે તે ખૂબ જ રસપ્રદ છે. તેમણે લખ્યું છે કે તેઓ વર્ષોથી સમાચાર ચેનલો જુએ છે, સમાચારપત્રો વાંચે છે, સૉશિયલ મિડિયા સાથે પણ જોડાયેલા છે, આથી તેમને લાગતું હતું કે તેમનું સામાન્ય જ્ઞાન સારું હશે, પરંતુ જ્યારે તેઓ પી. એમ. સંગ્રહાલય ગયા તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું, તેમને અનુભવાયું કે તેઓ પોતાના દેશ અને દેશનું નેતૃત્વ કરનારા લોકો વિશે ઘણું બધું જાણતા જ નથી. તેમણે પી. એમ. સંગ્રહાલયની કેટલીક એવી ચીજો વિશે લખ્યું છે જે તેમની જિજ્ઞાસાને વધારનારી હતી, જેમ કે તેમને લાલબહાદુર શાસ્ત્રીજીનો તે ચરખો જોઈને ઘણી ખુશી થઈ, જે તેમને સાસરિયા પક્ષ તરફથી ભેટ મળ્યો હતો. તેમણે શાસ્ત્રીજીની પાસબુક પણ જોઈ અને એ પણ જોયું કે તેમની પાસે કેટલી ઓછી બચત હતી. સાર્થકજીએ લખ્યું છે કે તેમને એ પણ નહોતી ખબર કે મોરારજીભાઈ દેસાઈ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાતા પહેલાં ગુજરાતમાં નાયબ કલેક્ટર હતા. પ્રશાસનિક સેવામાં તેમની એક લાંબી કારકિર્દી રહી છે. સાર્થકજી, ચૌધરી ચરણસિંહજી વિશે લખે છે કે તેમને ખબર જ નહોતી કે જમીનદારી ઉન્મૂલન ક્ષેત્રમાં ચૌધરી ચરણસિંહજીનું ખૂબ જ મોટું યોગદાન હતું. એટલું જ નહીં, તેઓ વધુમાં લખે છે કે જ્યારે જમીન સુધારાના વિષયમાં ત્યાં તેમણે જોયું કે શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે. સાથીઓ, દેશના વડા પ્રધાનોના યોગદાનને યાદ કરવા માટે સ્વતંત્રતાના અમૃત મહોત્સવથી વધુ સારો સમય કયો હોઈ શકે? દેશ માટે ગૌરવની વાત છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. ઇતિહાસ વિશે લોકોનો રસ ઘણો વધી રહ્યો છે અને તેવામાં પી. એમ. મ્યૂઝિયમ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જે દેશના અણમોલ વારસા સાથે તેમને જોડી રહ્યું છે. એમ તો, સાથીઓ, જ્યારે સંગ્રહાલય વિશે તમારી સાથે આટલી વાતો થઈ રહી છે તો મને મન થયું કે હું પણ તમને કેટલાક પ્રશ્નો કરું. જોઈએ કે તમારું સામાન્ય જ્ઞાન કેટલું છે? તમને કેટલી જાણકારી છે? મારા નવયુવાન સાથીઓ, તમે તૈયાર છો? કાગળ, કલમ હાથમાં લઈ લીધાં? હવે હું તમને જે પૂછવા જઈ રહ્યો છું તેનો ઉત્તર Namo App કે સૉશિયલ મિડિયા પર #museumquiz સાથે શૅર કરી શકો છો અને અવશ્ય કરો. મારો તમને અનુરોધ છે કે તમે આ બધા પ્રશ્નોના જવાબ જરૂર આપો. તેનાથી દેશભરના લોકોને સંગ્રહાલય વિશે રસ વધુ વધશે. શું તમે જાણો છો કે દેશના કયા શહેરમાં એક પ્રસિદ્ધ રેલવે સંગ્રહાલય છે, જ્યાં છેલ્લાં ૪૫ વર્ષથી લોકોને ભારતીય રેલવેના વારસાને જોવાની તક મળે છે? હું તમને એક સંકેત આપું છું. તમે અહીં Fairy Queen, Saloon Of Prince Of Walesથી લઈને Fireless Steam Locomotive પણ જોઈ શકો છો. શું તમે જાણો છો કે મુંબઈમાં એ કયું સંગ્રહાલય છે જ્યાં આપણને બહુ જ રોચક રીતે ચલણ નો વિકાસ જોવા મળે છે? અહીં ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિના સિક્કા હાજર છે તો બીજી તરફ ઇ-મની પણ હાજર છે. ત્રીજો પ્રશ્ન. વિરાસત એ ખાલસા આ સંગ્રહાલય સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે આ સંગ્રહાલય પંજાબના કયા શહેરમાં આવેલું છે? પતંગબાજીમાં તો તમને સહુને ખૂબ જ આનંદ આવતો હશે, આગલો પ્રશ્ન તેની સાથે જોડાયેલો છે. દેશનું એક માત્ર પતંગ સંગ્રહાલય ક્યાં છે? ચાલો, હું તમને એક સંકેત આપું છું. અહીં જે સૌથી મોટો પતંગ રાખ્યો છે તેનો આકાર ૨૨ x ૧૬ ફૂટ છે. કંઈ ખબર પડી કે નહીં? નહીં? તો એક વધુ ચીજ કહું છું. તે જે શહેરમાં છે તેનો બાપુ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. બાળપણમાં ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ કોને નથી હોતો. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ટપાલ ટિકિટ સાથે જોડાયેલું નેશનલ મ્યૂઝિયમ ક્યાં છે? હું તમને એક વધુ પ્રશ્ન કરું છું. ગુલશન મહલ નામના ભવનમાં કયું મ્યૂઝિયમછે? તમારા માટે સંકેત એ છે કે આ સંગ્રહાલયમાં તમે ફિલ્મના નિર્દેશક પણ બની શકો છો, કેમેરા, એડિટિંગની ઝીણામાં ઝીણી બાબતોને પણ જોઈ શકો છો. અચ્છા, શું તમે એવા કોઈ સંગ્રહાલય વિશે જાણો છો જે ભારતના કાપડ સાથે જોડાયેલા વારસાની ઉજવણી કરે છે? આ સંગ્રહાલયમાં મિનિયેચર પેઇન્ટિંગ્સ, જૈન મેનૂસ્ક્રિપ્ટ્સ, સ્કલ્પ્ચર, ઘણું બધું છે. તે પોતાના અનોખા પ્રદર્શન માટે પણ જાણીતું છે. સાથીઓ, ટૅક્નૉલૉજીના આ સમયમાં તમારા માટે જવાબ શોધવો ઘણો સરળ છે. આ પ્રશ્નો મેં એટલા માટે પૂછ્યા જેથી આપણી નવી પેઢીમાં જિજ્ઞાસા વધે, તેઓ તેના વિશે વધુ વાંચે, તેમને જોવા જાય. હવે તો સંગ્રહાલયના મહત્ત્વના કારણે અનેક લોકો, પોતે આગળ આવીને, મ્યૂઝિયમ માટે ઘણું દાન પણ કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના જૂના કલેક્શનને, ઐતિહાસિક વસ્તુઓને પણ મ્યૂઝિયમને દાનમાં આપી રહ્યા છે. તમે જ્યારે આવું કરો છો તે એક રીતે તમે એક સાંસ્કૃતિક મૂડીને સમગ્ર સમાજ સાથે વહેંચો છો. ભારતમાં પણ લોકો હવે તેના માટે આગળ આવી રહ્યા છે. હું, આવા બધા ખાનગી પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. આજે બદલાતા સમયમાં અને કૉવિડ પ્રૉટૉકૉલના કારણે મ્યૂઝિયમમાં નવી રીતભાત અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મ્યૂઝિયમમાં ડિજિટાઇઝેશન પર પણ ધ્યાન વધ્યું છે. તમે બધા જાણો છો કે ૧૮ મેએ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવશે. તેને જોતાં, મારા યુવાન સાથીઓ માટે મારી પાસે એક આઇડિયા છે. આવનારા રજાના દિવસોમાં, તમે તમારી મિત્રોની મંડળી સાથે, કોઈ સ્થાનિક મ્યૂઝિયમ જોવા જાવ તો કેવું? તમે તમારો અનુભવ #MuseumMemories ની સાથે જરૂર શૅર કરો. તમે આવું કરશો તો બીજાના મનમાં પણ સંગ્રહાલય વિશે જિજ્ઞાસા વધશે. મારા પ્રિય દેશવાસીઓ, તમે તમારા જીવનમાં ઘણા સંકલ્પ લેતા હશો. તેમને પૂરા કરવા માટે પરિશ્રમ પણ કરતા હશો. સાથીઓ, પરંતુ તાજેતરમાં જ, મને એવા સંકલ્પ વિશે જાણવા મળ્યું, જે ખરેખર ઘણો અલગ હતો, ઘણો અનોખો હતો. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જરૂર જણાવું. સાથીઓ, શું તમે વિચારી શકો છો કે કોઈ પોતાના ઘરેથી એવો સંકલ્પ લઈને નીકળે કે આજે દિવસભર તે આખું શહેર ફરશે અને એક પણ પૈસાની લેવડદેવડ રોકડમાં નહીં કરે? કેશમાં નહીં કરે? છે ને રસપ્રદ સંકલ્પ? દિલ્લીની બે દીકરીઓ સાગરિકા અને પ્રેક્ષાએ આવા જ કેશલેસ ડે આઉટનો એક્સ્પેરિમેન્ટ કર્યો. સાગરિકા અને પ્રેક્ષા દિલ્લીમાં જ્યાં પણ ગઈ, તેમને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી ગઈ. યુપીઆઈ ક્યૂઆર કૉડના કારણે તેમને રોકડા કાઢવાની જરૂર જ ન પડી. ત્યાં સુધી કે સ્ટ્રીટ ફૂડ અને લારી પર પણ મોટા ભાગની જગ્યાએ તેમને ઑનલાઇન લેવડદેવડની સુવિધા મળી. સાથીઓ, કોઈ કહેશે કે આ તો દિલ્લી છે, મેટ્રૉ સિટી છે, ત્યાં તો આ બધું સરળ છે. પરંતુ એવું નથી કે યુપીઆઈનો આ પ્રસાર માત્ર દિલ્લી જેવાં મોટાં શહેરો પૂરતો જ સીમિત છે. એક સંદેશ મને ગાઝિયાબાદથી આનંદિતા ત્રિપાઠીનો પણ મળ્યો છે. આનંદિતા ગયા સપ્તાહે પોતાના પતિની સાથે નૉર્થ ઇસ્ટ ફરવા ગયાં હતાં. તેમણે આસામથી લઈને મેઘાલય અને અરુણાચલ પ્રદેશના તવાંગ સુધી પોતાની મુસાફરીનો અનુભવ મને જણાવ્યો. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે અનેક દિવસોની આ મુસાફરીમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમને રોકડા કાઢવાની જરૂરિયાત જ ન પડી. જે જગ્યાઓ પર કેટલાંક વર્ષો પહેલાં સુધી ઇન્ટરનેટની સુવિધા પણ નહોતી, ત્યાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટની સુવિધા હાજર છે. સાગરિકા, પ્રેક્ષા અને આનંદિતાના અનુભવોને જોઈને હું તમને પણ અનુરોધ કરીશ કે કેશલેસ ડે આઉટનો ઍક્સ્પેરિમેન્ટ કરી જુઓ, જરૂર કરો. સાથીઓ, ગત કેટલાંક વર્ષોમાં ભીમ યુપીઆઈ ઝડપથી આપણા અર્થતંત્ર અને ટેવોનો ભાગ બની ગઈ છે. હવે તો નાનાં-નાનાં શહેરોમાં અને મોટા ભાગનાં ગામોમાં પણ લોકો યુપીઆઈથી જ લેવડદેવડ કરે છે. ડિજિટલ ઇકૉનૉમીથી દેશમાં એક સંસ્કૃતિ પણ જન્મી રહી છે. ગલી-વિસ્તારોની નાની-નાની દુકાનોમાં ડિજિટલ પેમેન્ટ હોવાના કારણે તેમને વધુમાં વધુ ગ્રાહકોને સર્વિસ દેવાનું સરળ થઈ ગયું છે. તેમને હવે છુટ્ટા પૈસાની પણ તકલીફ નથી થતી. તમે પણ યુપીઆઈની સુવિધા રોજિંદા જીવનમાં અનુભવતા હશો. ક્યાંય પણ જાવ, રોકડા લઈને જવાની, બૅંક જવાની, ઍટીએમ શોધવાની ઝંઝટ નથી રહી. મોબાઇલથી જ બધાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આ નાનાં-નાનાં ઑનલાઇન પેમેન્ટથી દેશમાં કેટલી મોટી ડિજિટલ ઇકૉનૉમી તૈયાર થઈ છે? આ સમયે આપણા દેશમાં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ દરરોજ થઈ રહી છે. ગત માર્ચ મહિનામાં તો યુપીઆઈ લેવડદેવડ લગભગ ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગઈ. તેનાથી દેશમાં સુવિધા પણ વધી રહી છે અને પ્રમાણિકતાનું વાતાવરણ પણ બની રહ્યું છે. હવે તો દેશમાં Fin-Techસાથે જોડાયેલાં અનેક નવાં સ્ટાર્ટ-અપ પણ આગળ વધી રહ્યાં છે. હું ઈચ્છીશ કે જો તમારી પાસે પણ ડિજિટલ પેમેન્ટ અને સ્ટાર્ટ અપ ઇકૉ સિસ્ટમની આ શક્તિ સાથે જોડાયેલા કોઈ અનુભવ હોય તો તેમને જણાવો. તમારા અનુભવ બીજા અનેક દેશવાસીઓ માટે પ્રેરણા બની શકે છે. મારા પ્રિય દેશવાસીઓ, ટૅક્નૉલૉજીની આ શક્તિ સામાન્ય લોકોનું જીવન બદલી રહી છે, તે આપણને આપણી આસપાસ સતત દેખાઈ રહ્યું છે. ટૅક્નૉલૉજીએ એક બીજું મોટું કામ કર્યું છે. આ કામ છે દિવ્યાંગ સાથીઓની અસાધારણ ક્ષમતાનો લાભ, દેશ અને દુનિયાને અપાવવાનો. આપણાં દિવ્યાંગ ભાઈ-બહેન શું કરી શકે છે તે આપણે ટૉકિયો પેરાલિમ્પિક્સમાં જોયું છે. રમતની જેમ જ કળા, શિક્ષણ અને બીજાં અનેક ક્ષેત્રોમાં દિવ્યાંગ સાથીઓ કમાલ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ સાથીઓને ટૅક્નૉલૉજીની તાકાત મળી જાય છે, તો તેઓ વધુમોટાં શિખર સર કરી શકે છે. આથી દેશ આજકાલ સતત સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દિવ્યાંગો માટે સુલભ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં એવાં અનેક સ્ટાર્ટ અપ્સ અને સંગઠન પણ છે જે આ દિશામાં પ્રેરણાદાયી કામ કરી રહ્યાં છે. આવી જ એક સંસ્થા છે- Voice Of Specially-abled people, આ સંસ્થા assistive technologyના ક્ષેત્રમાં નવા અવસરોને પ્રમૉટ કરે છે. જે દિવ્યાંગ કલાકાર છે તેમના કામને, દુનિયા સુધી પહોંચાડવા માટે એક નવીન શરૂઆત પણ કરવામાં આવી છે. Voice Of Specially-abledpeopleના આ કલાકારોનાં ચિત્રોની ડિજિટલ આર્ટ ગેલેરી તૈયાર કરી છે. દિવ્યાંગ સાથી કઈ રીતે અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે અને તેમની પાસે કેટલી અસાધારણ ક્ષમતા હોય છે- આ આર્ટ ગેલેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. દિવ્યાંગ સાથીઓના જીવનમાં કેવા-કેવા પડકારો હોય છે, તેમાંથી નીકળીને તેઓ ક્યાં સુધી પહોંચે છે! આવા અનેક વિષયોને આ ચિત્રોમાં તમે અનુભવી શકો છો. તમે પણ જો કોઈ દિવ્યાંગ સાથીને જાણતા હો, તેમની પ્રતિભાને જાણતા હો તો ડિજિટલ ટૅક્નૉલૉજીની મદદથી તેને દુનિયા સામે લાવી શકો છો. જે દિવ્યાંગ સાથી છે તે પણ આ પ્રકારના પ્રયાસો સાથે જરૂર જોડાય. મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમી ખૂબ ઝડપથી વધી રહી છે. વધી રહેલી ગરમી, પાણી બચાવવાની આપણી જવાબદારીને પણ એટલી જ વધારી દે છે. બની શકે કે તમે જ્યાં હો ત્યાં પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ હોય. પરંતુ તમારે એ કરોડો લોકોને હંમેશાં યાદ રાખવાના છે જે જળ સંકટવાળાં ક્ષેત્રોમાં રહે છે, જેમના માટે પાણીનું એક-એક ટીપું અમૃત સમાન હોય છે. સાથીઓ, આ સમયે સ્વતંત્રતાનાં ૭૫મા વર્ષમાં, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, દેશ જે સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે, તેમાં એક જળ સંરક્ષણ પણ છે. અમૃત મહોત્સવ દરમિયાન દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું અભિયાન છે? તે દિવસો દૂર નથી જ્યારે તમારાં પોતાનાં શહેરોમાં ૭૫ અમૃત સરોવર હશે. હું, તમને સહુને, અને ખાસ કરીને, યુવાનો પાસેથી ઈચ્છીશ કે તેઓ આ અભિયાન વિશે જાણે અને તેમની જવાબદારી પણ ઉઠાવે. જો તમારા ક્ષેત્રમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો કોઈ ઇતિહાસ હોય, કોઈ સેનાનીની સ્મૃતિ હોય તો તેને પણ અમૃત સરોવર સાથે જોડી શકો છો. એમ તો, મને એ જાણીને સારું લાગ્યું કે અમૃત સરોવરનો સંકલ્પ લીધા પછી અનેક સ્થળો પર ઝડપથી કામ શરૂ થઈ ચૂક્યું છે. મને યુપીના રામપુરની ગ્રામ પંચાયત પટવાઈ વિશે જાણવા મળ્યું છે. ત્યાં ગ્રામ સભાની ભૂમિ પર એક તળાવ હતું, પરંતુ તે ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદતું હતું. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં, ઘણી મહેનત કરીને, સ્થાનિક લોકોની મદદથી, સ્થાનિક શાળાનાં બાળકોની મદદથી, તે ગંદા તળાવનો કાયાકલ્પ થઈ ગયો છે. હવે, તે સરોવરના કિનારે રિટેઇનિંગ વૉલ, ચાર દીવાલો, ફૂડ કૉર્ટ, ફૂવારા અને લાઇટિંગની પણ ન જાણે, કેટ-કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું રામપુરની પટવાઈ ગ્રામ પંચાયતને, ગામના લોકોને, ત્યાંનાં બાળકોના આ પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથીઓ, પાણીની ઉપલબ્ધતા અને પાણીની તંગી, આ કોઈ પણ દેશની પ્રગતિ અને ગતિને નિર્ધારિત કરે છે. તમે પણ અવલોકન કર્યું હશે કે ‘મન કી બાત’માં, હું, સ્વચ્છતા જેવા વિષયો સાથે વારંવાર જળ સંરક્ષણની વાત જરૂર કરું છું. આપણા ગ્રંથમાં તો સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે- पानियम् परमम् लोके, जीवानाम् जीवनम् समृतम ।। અર્થાત્, સંસારમાં, જળ જ, દરેક જીવના, જીવનનો આધાર છે અને જળ જ સૌથી મોટું સંસાધન પણ છે. આથી તો આપણા પૂર્વજોએ જળ સંરક્ષણ પર આટલું જોર આપ્યું. વેદોથી લઈને પુરાણો સુધી, દરેક જગ્યાએ પાણી બચાવવા માટે, તળાવ, સરોવર વગેરે બનાવવાને, મનુષ્યનું સામાજિક અને આધ્યાત્મિક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. વાલ્મીકિ રામાયણમાં જળ સ્ત્રોતોને જોડવા પર, જળ સંરક્ષણ પર, વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ જ રીતે, ઇતિહાસના સ્ટુડન્ટ્સ જાણતા હશે કે સિન્ધુ સરસ્વતી અને હડપ્પા સભ્યતા દરમિયાન પણ ભારતમાં પાણી સંબંધે કેટલી વિકસિત એન્જિનિયરિંગ હતી. પ્રાચીન કાળમાં અનેક શહેરોમાં જળ સ્રોતોની પરસ્પર ઇન્ટર કનેક્ટેડ સિસ્ટમ રહેતી હતી, અને આ તે સમય હતો જ્યારે વસતિ એટલી બધી નહોતી. પ્રાકૃતિક સંસાધનોની પણ તંગી નહોતી. એક રીતે, વિપુલતા હતી, તેમ છતાં, જળ સંરક્ષણ વિશે, ત્યારે, જાગૃતિ સૌથી વધુ હતી. પરંતુ આજે સ્થિતિ તેનાથી વિપરીત છે. મારો તમને સહુને અનુરોધ છે, તમે તમારા વિસ્તારના આવાં જૂનાં તળાવો, કૂવા અને સરોવરો વિશે જાણો. અમૃત સરોવર અભિયાનના કારણે જળ સંરક્ષણની સાથોસાથ તમને વિસ્તારની ઓળખ પણ થશે. તેનાથી શહેરોમાં, વિસ્તારોમાં, સ્થાનિક પર્યટનનાં સ્થળ પણ વિકસિત થશે. લોકોને હરવા-ફરવાની પણ એક જગ્યા મળશે. સાથીઓ, જળ સાથે જોડાયેલો દરેક પ્રયાસ આપણી કાલ સાથે જોડાયેલો છે. તેમાં સમગ્ર સમાજની જવાબદારી હોય છે. તેના માટે સદીઓથી અલગ-અલગ સમાજ, અલગ-અલગ પ્રયાસ સતત કરતા આવ્યા છે. જેમ કે ‘કચ્છના રણ’ની એક જનજાતિ ‘માલધારી’ જળ સંરક્ષણ માટે ‘વૃદાસ’ નામનો ઉપયોગ કરે છે. તેના હેઠળ નાના કૂવા બનાવવામાં આવે છે અને તેના બચાવ માટે આસપાસ ઝાડ લગાવવામાં આવે છે. આ જ રીતે મધ્ય પ્રદેશની ભીલ જનજાતિએ પોતાની એક ઐતિહાસિક પરંપરા ‘હલમા’ને જળ સંરક્ષણ માટે ઉપયોગ કરી છે. આ પરંપરા હેઠળ આ જનજાતિના લોકો પાણી સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉપાય શોધવા માટે એક જગ્યાએ એકત્રિત થાય છે. હલમા પરંપરાથી મળેલાં સૂચનોના કારણે આ ક્ષેત્રમાં પાણીનું સંકટ ઓછું થયું છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ વધી રહ્યું છે. સાથીઓ, આવા જ કર્તવ્યનો ભાવ જો બધાના મનમાં આવી જાય તો જળ સંકટ સાથે જોડાયેલા મોટામાં મોટા પડકારનો ઉકેલ આવી શકે છે. આવો, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણે જળ સંરક્ષણ અને જીવન સંરક્ષણનો સંકલ્પ લઈએ. આપણે ટીપું-ટીપું જળ બચાવીશું અને દરેક જીવન બચાવીશું. મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે કે કેટલાક દિવસો પહેલાં મેં મારા યુવાન મિત્રો સાથે, સ્ટુડન્ટ્સ સાથે ‘પરીક્ષા પર ચર્ચા’ કરી હતી. આ ચર્ચા દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સે કહ્યું કે તેમને એક્ઝામમાં ગણિતથી ડર લાગે છે. આ પ્રકારની વાત અનેક વિદ્યાર્થીઓએ મને પોતાના સંદેશમાં પણ મોકલી હતી. તે સમયે જ મેં એવું નક્કી કર્યું હતું કે ગણિત-મેથેમેટિક્સ પર હું આ વખતે ‘મન કી બાત’માં જરૂર ચર્ચા કરીશ. સાથીઓ, ગણિત તો એવો વિષય છે જેના વિશે આપણે ભારતીયોએ સૌથી વધુ સહજ હોવું જોઈએ. છેવટે, ગણિત અંગે સમગ્ર દુનિયાને સૌથી વધુ શોધ અને યોગદાન ભારતના લોકોએ જ તો આપ્યું છે. શૂન્ય, અર્થાત્, ઝીરોની શોધ અને તેના મહત્ત્વ વિશે તમે ઘણું સાંભળ્યું પણ હશે. ઘણી વાર, તમે એમ પણ સાંભળતા હશો કે જો ઝીરોની શોધ ન થઈ હોત તો કદાચ આપણે, દુનિયાની આટલી વૈજ્ઞાનિક પ્રગતિ પણ ન જોઈ શક્યા હોત. કેલ્ક્યુલસથી લઈને કમ્પ્યૂટર્સ સુધી – આ બધી વૈજ્ઞાનિક શોધ ઝીરો પર જ તો આધારિત છે. ભારતના ગણિતજ્ઞો અને વિદ્વાનોએ ત્યાં સુધી લખ્યું છે કે यत् किंचित वस्तु तत सर्व, गणितेन बिना नहि ! અર્થાત્, આ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ છે તે બધું જ ગણિત પર જ આધારિત છે. તમે વિજ્ઞાનનો અભ્યાસ યાદ કરો, તો તેનો અર્થ તમને સમજાઈ જશે. વિજ્ઞાનનો દરેક પ્રિન્સિપલ એક મેથેમેટિકલ ફૉર્મ્યુલામાં જ તો વ્યક્ત કરાય છે. ન્યૂટનના લૉઝ હોય, આઇનસ્ટાઇનનું ફેમસ ઇક્વેશન, બ્રહ્માંડ સાથે જોડાયેલું આખું વિજ્ઞાન એક ગણિત જ તો છે. હવે તો વૈજ્ઞાનિક પણ થિયરી ઑફ એવરીથિંગની પણ ચર્ચા કરે છે. અર્થાત્, એક એવી સિંગલ ફૉર્મ્યૂલા જેનાથી બ્રહ્માંડની દરેક ચીજને અભિવ્યક્ત કરી શકાય. ગણિતની મદદથી વૈજ્ઞાનિક સમજના આટલા વિસ્તારની કલ્પના આપણા ઋષિઓએ હંમેશાં કરી છે. આપણે જો શૂન્યનો આવિષ્કાર કર્યો તો સાથે જ અનંત, અર્થાત્ ઇન્ફાનાઇટને પણ ઍક્સ્પ્રેસ કર્યું છે. સામાન્ય બોલચાલમાં જ્યારે આપણે સંખ્યાઓ અને નંબર્સની વાત કરીએ છીએતો મિલિયન, બિલિયન અને ટ્રિલિયન સુધી બોલીએ અને વિચારીએ છીએ, પરંતુ વેદોમાં અને ભારતીય ગણિતમાં આ ગણના ઘણે આગળ સુધી જાય છે. આપણે ત્યાં એક જૂનો શ્લોક પ્રચલિત છે- एकं दशं शतं चैव, सहस्त्रम अयुतं तथा । लक्षं च नियुंत चैव, कोटि: अर्बुदम् एव च ।। वृन्दं खर्वो निखर्व: च, शंख: पद्म: च सागर: । अन्त्यं मध्यं परार्ध: च, दश वृद्ध्या यथा क्रमम् ।। આ શ્લોકમાં સંખ્યાનો ઑર્ડર જણાવવામાં આવ્યો છે. જેમ કે, એક, દસ, સો, હજાર અને અયુત । લાખ, નિયુત, અને કોટિ એટલે કે કરોડ । આ પ્રકારે આ સંખ્યા જાય છે- શંખ, પદ્મ અને સાગર સુધી. એક સાગરનો અર્થ થાય છે ૧૦ની પાવર ૫૭. એટલું જ નહીં, તેનાથી આગળ પણ, ઓધ અને મહોધ જેવી સંખ્યાઓ હોય છે. એક મહોધ હોય છે- ૧૦ની પાવર ૬૨ જેટલું અર્થાત એકની આગળ ૬૨ શૂન્ય, સિક્સ્ટી ટુ ઝીરો. આપણે આટલી મોટી સંખ્યાની કલ્પના પણ મગજમાં કરીએ છીએ તો મુશ્કેલી થાય છે, પરંતુ ભારતીય ગણિતમાં તેનો પ્રયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ઇન્ટેલ કંપનીના સીઇઓ મળ્યા હતા. તેમણે મને એક પેઇન્ટિંગ આપ્યું હતું જેમાં પણ વામન અવતારના માધ્યમથી ગણના અથવા માપની આવી જ એક પદ્ધતિનું ભારતીય પદ્ધતિનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઇન્ટેલનું નામ આવ્યું તો કમ્પ્યૂટર તમારા મગજમાં આપોઆપ આવી ગયું હશે. કમ્પ્યૂટરની ભાષામાં તમે બાઇનરી સિસ્ટમ વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ, શું તમને ખબર છે કે આપણા દેશમાં આચાર્ય પિંગળા જેવા ઋષિ થયા હતા, જેમણે બાઇનરીની કલ્પના કરી હતી. આ જ રીતે આર્યભટ્ટથી લઈને રામાનુજન જેવા ગણિતજ્ઞો સુધી ગણિતના અનેક સિદ્ધાંતો પર આપણે ત્યાં કામ થયું છે. સાથીઓ, આપણે ભારતીયો માટે ગણિત ક્યારેય મુશ્કેલ વિષય નથી રહ્યો, તેનું એક મોટું કારણ આપણું વૈદિક ગણિત પણ છે. આધુનિક કાળમાં વૈદિક ગણિતનો શ્રેય જાય છે- શ્રી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજને. તેમણે કેલ્ક્યુલેશનની પ્રાચીન રીતોને રિવાઇવ કરી અને તેને વૈદિક ગણિત નામ આપ્યું. વૈદિક ગણિતની સૌથી ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે અઘરામાં અઘરી ગણતરીઓ આંખ પટપટાવતા સુધીમાં મનમાં જ કરી લો છો. આજ કાલ તો સૉશિયલ મિડિયા પર વૈદિક ગણિત શીખવા અને શીખવનારા આવા અનેક યુવાનોના વિડિયો પણ તમે જોયા હશે. સાથીઓ, આજે ‘મન કી બાત’માં વૈદિક ગણિત શીખવનારા એક આવા જ સાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથી છે કોલકાતાના ગૌરવ ટેકરીવાલજી. અને તેઓ છેલ્લા બે-અઢી દાયકાથી વૈદિક મેથેમેટિક્સ આ મૂવમેન્ટને ખૂબ જ સમર્પિત ભાવથી આગળ વધારી રહ્યા છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ. મોદીજી- ગૌરવજી, નમસ્તે. ગૌરવ- નમસ્તે સર. મોદીજી- મેં સાંભળ્યું છે કે તમે વૈદિક મેથ્સમાં ઘણી રૂચિ ધરાવો છો, ઘણું બધું કરો છો. તો પહેલા તો હું તમારા વિષયમાં કંઈક જાણવા ઈચ્છીશ અને પછી આ વિષયમાં તમારી રૂચિ કેમ છે, જરા બતાવો. ગૌરવ- સર, જ્યારે હું વીસ વર્ષ પહેલાં, જ્યારે બિઝનેસ સ્કૂલ માટે એપ્લાય કરી રહ્યો હતો તો તેની કમ્પિટિટિવ ઍક્ઝામ આપવાની રહેતી જેનું નામ હતું કેટ. તેમાં ઘણા બધા ગણિતના પ્રશ્નો પૂછાતા. તેના જવાબ ઓછામાં ઓછા સમયમાં આપવા પડતા હતા. તો મારી માતાએ મને એક બુક લાવીને આપી જેનું નામ હતું વૈદિક ગણિત. સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થજી મહારાજે તે બુક લખી હતી. અને તેમાં તેમણે ૧૬ સૂત્રો આપ્યાં હતાં. જેમાં ગણિત ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી થઈ જતું હતું. જ્યારે મેં તે વાંચ્યું તો મને ખૂબ જ પ્રેરણા મળી અને પછી મારી રૂચિ જાગૃત થઈ મેથેમેટિક્સમાં. મને સમજાયું કે તે સબ્જેક્ટ જે ભારતની ભેટ છે, જે આપણો વારસો છે, તેને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય છે. ત્યારથી મેં તેને એક મિશન બનાવ્યું કે વૈદિક ગણિતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવે. કારણકે ગણિતનો ભય દરેકને સતાવે છે. અને વૈદિક ગણિતથી સરળ બીજું શું હોઈ શકે? મોદીજી- ગૌરવજી, કેટલાં વર્ષોથી તમે તેમાં કામ કરી રહ્યા છો? ગૌરવ- મને આજે થઈ ગયા, લગભગ ૨૦ વર્ષ સર. હું તેમાં જ લાગેલો છું. મોદીજી- અને અવેરનેસ માટે શું કરો છો, કયા-કયા પ્રયોગ કરો છો, કેવી રીતે જાવ છો લોકો પાસે? ગૌરવ- અમે લોકો શાળામાં જઈએ છીએ, અમે લોકો ઑનલાઇન શિક્ષણ આપીએ છીએ. અમારી સંસ્થાનું નામ છે વેદિક મેથ્સ ફૉરમ ઇન્ડિયા. તે સંસ્થા હેઠળ અમે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ૨૪ કલાક વેદિક મેથ્સ ભણાવીએ છીએ, સર. મોદીજી- ગૌરવજી, તમે તો જાણતા હશો કે હું સતત બાળકો સાથે વાતચીત કરવાનું પસંદ કરું છું અને હું અવસર શોધતો રહું છું અને ઍક્ઝામ વૉરિયર સાથે તો હું બિલકુલ એક રીતે, મેં તેમને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ કરી દીધું છે અને મારો પણ અનુભવ છે કે મોટા ભાગે જ્યારે હું બાળકો સાથે વાત કરું છું તો ગણિતનું નામ સાંભળતા જ લોકો ભાગી જાય છે અને મારો તો એ પ્રયાસ રહ્યો છે કે વગર કારણે આ જે એક ભય ઊભો થયો છે તેને કાઢવામાં આવે, આ કાલ્પનિક ડર કાઢવામાં આવે અને નાની-નાની ટૅક્નિક, જે પરંપરાથી ચાલતી આવે છે, જે ભારત માટે, ગણિતનો વિષય કંઈ નવો નથી. કદાચ, દુનિયામાં પુરાતન પરંપરાઓમાં ભારત પાસે ગણિતની પરંપરા રહી છે, તો ઍક્ઝામ વૉરિયરમાંથી ડર કાઢવાનો છે, તો તમે શું કહેશો તેમને? ગોરવ- સર, આ તો સૌથી વધુ ઉપયોગી છે બાળકો માટે, કારણકે ઍક્ઝામનો જે ડર હોય છે તે દરેક પરિવારમાં ઘર કરી ગયો છે. ઍક્ઝામ માટે બાળકો ટ્યૂશન લે છે, પેરન્ટ્સ હેરાન રહે છે. ટીચર પણ હેરાન રહે છે. તો વૈદિક ગણિતથી તે બધું છૂમંતર થઈ જાય છે. આ સાધારણ ગણિતની સરખામણીમાં વૈદિક ગણિત પંદરસો ટકા ઝડપી છે અને તેનાથી બાળકોમાં બહુ કૉન્ફિડન્સ આવે છે અને મગજ પણ ઝડપથી ચાલે છે. દા. ત. અમે લોકોએ વૈદિક ગણિત સાથે યોગને પણ ઇન્ટ્રૉડ્યુસ કર્યો છે. જેથી બાળકો જો ઈચ્છે તો આંખો બંધ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકે છે, વૈદિક ગણિત પદ્ધતિ દ્વારા. મોદીજી- આમ તો ધ્યાનની જે પરંપરા છે તેમાં, આ પ્રકારે ગણિત કરવું, તે પણ ધ્યાનનો એક પ્રાઇમરી કૉર્સ હોય છે. ગૌરવ – રાઇટ, સર. મોદીજી- ચાલો, ગૌરવજી, ઘણું સારું લાગ્યું મને, અને તમે મિશન મૉડમાં આ કામને ઉઠાવ્યું છે અને વિશેષ કરીને તમારાં માતા એક સારા ગુરુના રૂપમાં તમને આ રસ્તા પર લઈ આવ્યાં. મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગૌરવ- આભાર સર. હું તમારો આભાર વ્યક્ત કરું છું, સર. કે વૈદિક ગણિતને તમે આટલું મહત્ત્વ આપ્યું અને મને પસંદ કર્યો, સર. તો we are very thankful. મોદીજી- ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. ગૌરવ- નમસ્તે સર. સાથીઓ, ગૌરવજીએ ખૂબ જ સારી રીતે જણાવ્યું કે વૈદિક ગણિત કેવી રીતે ગણિતને મુશ્કેલમાંથી મજેદાર બનાવી શકે છે. એટલું જ નહીં, વૈદિક ગણિતથી તમે મોટાં-મોટાં સાયન્ટિફિક પ્રૉબ્લેમ્સ પણ સૉલ્વ કરી શકો છો. હું ઈચ્છીશ કે, બધાં માતાપિતા પોતાનાં બાળકોને વૈદિક ગણિત જરૂર શીખવાડે. તેનાથી, તેમનો કૉન્ફિડન્સ તો વધશે જ, તેમના બ્રેઇનનો એનાલિટિકલ પાવર પણ વધશે અને હા, ગણિત વિશે કેટલાંક બાળકોમાં જે પણ થોડોઘણો ડર હોય છે તે ડર પણ પૂરી રીતે સમાપ્ત થઈ જશે. મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે મ્યૂઝિયમથી લઈને મેથ સુધી અનેક જ્ઞાનવર્ધક વિષયો પર ચર્ચા થઈ. આ બધા વિષયો તમારા લોકોનાં સૂચનોથી જ ‘મન કી બાત’નો હિસ્સો બની જાય છે. મને તમે, આ રીતે, ભવિષ્યમાં પણ પોતાનાં સૂચનો Namo App અને MyGov દ્વારા મોકલતાં રહેજો. આવનારા દિવસાં દેશમાં ઈદનો તહેવાર પણ આવનાર છે. ત્રણ મેએ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જયંતી પણ ઉજવાશે. કેટલાક દિવસો પછી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાનું પર્વ પણ આવશે. આ બધા તહેવાર સંયમ, પવિત્રતા, દાન અને સૌહાર્દના પર્વ છે. તમને બધાને આ પર્વની અગ્રીમ શુભકામનાઓ. આ પર્વને ખૂબ જ ઉલ્લાસ અને સૌહાર્દ સાથે મનાવો. આ બધા વચ્ચે તમારે કોરોનાથી પણ સતર્ક રહેવાનું છે. માસ્ક પહેરવું, નિયમિત અંતરાલ પર હાથ ધોતા રહેવું, બચાવ માટે જે પણ જરૂરી ઉપાય છે, તમે તેનું પાલન કરતા રહેજો. આવતી વખતે ‘મન કી બાત’માં આપણે ફરી મળીશું અને તમારા મોકલાયેલા કેટલાક બીજા નવા વિષયો પર ચર્ચા કરીશું, ત્યાં સુધી વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-67859
2f492e72e502efbb09f4edfce982df7e2cf4911df83c2b140c1918e376c9d276
guj
આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ JPM એક્ટ, 1987 હેઠળ જ્યુટ વર્ષ 2022-23 માટે જ્યુટ પેકેજિંગ મટિરિયલ્સ માટે આરક્ષણના ધોરણો CCEA એ જ્યુટ વર્ષ 2022-23 માટે અનાજ અને ખાંડના પેકેજિંગમાં શણના ફરજિયાત ઉપયોગ માટે આરક્ષણ ધોરણોને મંજૂરી આપી સરકારનો નિર્ણય પશ્ચિમ બંગાળના શણના કામદારો, ખેડૂતો, મિલો માટે મોટો પ્રોત્સાહક છે 40 લાખ ખેડૂત પરિવારો, જ્યુટ મિલ અને આનુષંગિક એકમોમાં 3.7 લાખ કામદારોને મદદ કરવાનો નિર્ણય સરકાર પેકિંગ માટે રૂ. 9,000 કરોડ/વર્ષ શણની ખરીદી શણના ખેડૂતો, કામદારોના ઉત્પાદન માટે બજારની ખાતરી આપે છે સરકારનો આત્મનિર્ભર ભારત પહેલને અનુરૂપ સ્થાનિક શણ ઉત્પાદનને ટેકો આપવાનો નિર્ણય ભારત સરકારે જ્યુટ વર્ષ 2022-23 માટે ચોખા, ઘઉં અને ખાંડના પેકેજિંગમાં શણના ફરજિયાત ઉપયોગ માટે આરક્ષણના ધોરણોને મંજૂરી આપી છે. ફરજિયાત ધોરણો ખાદ્યપદાર્થોના પેકેજિંગ માટે સંપૂર્ણ આરક્ષણ અને શણની થેલીઓમાં ખાંડના પેકેજિંગ માટે 20% આરક્ષણ પ્રદાન કરે છે, જે પશ્ચિમ બંગાળ માટે એક મોટું પ્રોત્સાહન હશે. જ્યુટ ઉદ્યોગ ભારતના રાષ્ટ્રીય અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જ્યાં લગભગ 75 શણ મિલો કાર્યરત છે અને લાખો કામદારોને આજીવિકા પૂરી પાડે છે. તે જ્યુટ સેક્ટરમાં 40 લાખ ખેડૂત પરિવારોને મદદ કરશે. આ નિર્ણય બિહાર, ઓડિશા, આસામ, ત્રિપુરા, મેઘાલય, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં શણ ક્ષેત્રને પણ મદદ કરશે. JPM કાયદા હેઠળના આરક્ષણના ધોરણો 3.70 લાખ કામદારોને સીધી રોજગાર પ્રદાન કરે છે અને જ્યુટ સેક્ટરમાં આશરે 40 લાખ ખેડૂત પરિવારોના હિતોનું રક્ષણ કરે છે. JPM અધિનિયમ, 1987 શણના ખેડૂતો, કામદારો અને શણના માલના ઉત્પાદનમાં રોકાયેલી વ્યક્તિઓના હિતોનું રક્ષણ કરે છે. શણ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાંથી 75% જ્યુટ સેકિંગ બેગ્સ છે જેમાંથી 85% ભારતીય ફૂડ કોર્પોરેશન અને રાજ્ય પ્રાપ્તિ એજન્સીઓ ને સપ્લાય કરવામાં આવે છે અને બાકીની સીધી નિકાસ/વેચવામાં આવે છે. સરકાર દર વર્ષે અનાજના પેકિંગ માટે આશરે રૂ. 9,000 કરોડની કિંમતની જ્યુટ સેકીંગ બેગ ખરીદે છે.. આ જૂટના ખેડૂતો અને કામદારોની પેદાશો માટે બજારની ખાતરી આપે છે. જ્યુટ સેકિંગ બેગ્સનું સરેરાશ ઉત્પાદન લગભગ 30 લાખ ગાંસડી છે અને સરકાર શણના ખેડૂતો, કામદારો અને શણ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓના હિતની રક્ષા કરવા માટે શણની થેલીઓના ઉત્પાદનને સંપૂર્ણ બંધ કરવાની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. . આરક્ષણના ધોરણો ભારતમાં કાચા શણ અને જ્યુટ પેકેજિંગ સામગ્રીના સ્થાનિક ઉત્પાદનના હિતને આગળ વધારશે, જેનાથી ભારત આત્મનિર્ભર ભારત સાથે અનુરૂપ આત્મનિર્ભર બનશે. તે પર્યાવરણના રક્ષણમાં પણ મદદ કરશે કારણ કે જ્યુટ કુદરતી, જૈવ-ડિગ્રેડેબલ, નવીનીકરણીય અને ફરીથી વાપરી શકાય તેવા ફાઇબર છે અને તેથી તે તમામ ટકાઉપણાના પરિમાણોને પૂર્ણ કરે છે. GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (