n_id
stringlengths
5
10
doc_id
stringlengths
64
67
lang
stringclasses
7 values
text
stringlengths
19
212k
pib-134945
11eb4cfa57f712d9b3cf7a0089be67ff53112c94fe8a2f02f517ccd92aff0271
guj
PIB Headquarters કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન | | - છેલ્લા 24 કલાકમાં નવા 84,332 કેસ નોંધાયા; 70 દિવસમાં સૌથી ઓછો આંકડો - દેશમાં અત્યાર સુધીમાં કુલ સાજા થવાનો દર 2,79,11,384 રહ્યો - છેલ્લા 24 કલાકમાં 1,21,311 દર્દીઓ સાજા થયા - સતત 30મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ - સાજા થવાનો દર વધીને 95.07% થયો - સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 5%થી ઘટીને4.94% રહ્યો - દૈનિક પોઝિટિવીટી રેટ સતત 19મા દિવસે 10 ટકાથી ઓછો 4.39%એ પહોંચ્યો - તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 37.62 કરોડની તપાસ કરવામાં આવી - રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 24.96 કરોડ લોકોને રસી આપવામાં આવી #Unite2FightCorona#IndiaFightsCorona PRESS INFORMATION BUREAU MINISTRY OF INFORMATION & BROADCASTING GOVERNMENT OF INDIA કોવિડ-19 અપડેટ વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726459 કોવિડ-19 રસીકરણ અપડેટ વિગત:https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726458 કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તથા રસીકરણ તંત્ર પર અધિકૃત સમૂહ ના અધ્યક્ષે પુષ્ટિ કરી કે કથિત ડેટા લીકને સંબંધિત ડાર્ક વેબ પર કથિત હેકરોનો દાવો નિરાધાર છે વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726474 44મી જીએસટી પરિષદની ભલામણો, કોવિડ-19 રાહત અને સારવારમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓ પર જીએસટીના દરમાં ફેરફાર કર્યો વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726525 ડીઆરડીઓ દ્વારા વિકસિત 500 બેડની હોસ્પિટલ શ્રીનગરમાં કાર્યરત વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726466 માન્યતા વિ. હકીકતો વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726518 કોવિડ-19 મૃત્યુદરના આંકડા-માન્યતા વિ. હકીકતો વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726521 કોવિડ-19 અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવી વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726345 રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવી વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726341 કોવિડ-19: ગેરમાન્યતાઓ દૂર કરવી વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726335 સીએસઆઈઆરને લેક્સાઈ લાઈફ સાયન્સીઝ સાથે ભાગીદારીમાં કોવિડ-19 દર્દીઓ પર કોલ્કિસિન દવાની ક્લિનીકલ ટ્રાયલ કરવા માટે વિનિયામકથી મંજૂરી મળી વિગત:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726423 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2021 માટે પૂર્વાવલોકન કાર્યક્રમ આયોજિત વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1726449 સરકારના વ્યાપાર માર્જિન સીમિત કરવાથી ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમતો 54 ટકા ઘટી વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726290 એનસીએલ તરફથી મધ્યપ્રદેશ સરકારને કોવિડ વિરુદ્ધ લડાઈમાં સમર્થન કરવા માટે 10 કરોડ રૂપિયાનું યોગદાનવિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1726294 Important Tweets SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 160
pib-25465
e1035da32fd3f33df4f35c0df6ede52370232ab81e154cbd287a13c2b230215e
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હવે ગર્ભવતી મહિલાઓ પણ કોવિડ-19ના રસીકરણ માટે પાત્ર ગણાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે NTAGIની ભલામણો સ્વીકારી ગર્ભવતી મહિલાઓ હવે CoWIN પર નોંધણી કરાવી શકશે અથવા પોતાની નજીકના કોવિડ-19 રસીકરણ કેન્દ્ર પર સીધા જઇને રસીકરણ કરાવી શકશે આ નિર્ણયના અમલીકરણ માટે ગર્ભવતી મહિલાઓના રસીકરણની પરિચાલન માર્ગદર્શિકા, તબીબી અધિકારીઓ અને FLW માટે સલાહસૂચન કિટ અને જાહેર જનતા માટે IEC સામગ્રી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વહેંચવામાં આવી ઇમ્યુનાઇઝેશન માટે રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે ગર્ભવતી મહિલાઓના કોવિડ-19 વિરોધી રસીકરણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે ગર્ભવતી મહિલાઓ પણ કોવિડ વિરોધી રસી લેવા માટે માહિતી સાથે નિર્ણય લઇ શકશે. આ નિર્ણયનો હાલમાં ચાલી રહેલા રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અમલ કરવા અંગે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમમાં ઇમ્યુનાઇઝેશન, જાહેર આરોગ્ય, બીમારી નિયંત્રણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અગ્રણી નિષ્ણાતોને સમાવવામાં આવેલા છે. વૈજ્ઞાનિક અને રોગચાળા સંબંધિત પુરાવાઓના આધારે, આ કાર્યક્રમ પ્રોફેશનલો, આરોગ્ય અને અગ્ર હરોળના કર્મચારીઓને સંરક્ષણ પૂરી પાડીને, તેમનું સંચાલન કરીને, તેમજ સૌથી સંવેદનશીલ સમૂહને સંરક્ષણ આપીને દેશના આરોગ્ય તંત્રને વધુ મજબૂત બનાવવાની પ્રાથમિકતા આપે છે. આજદિન સુધીમા, ગર્ભવતી મહિલાઓ સિવાયના તમામ સમૂહનોને કોવિડ-19 રસીકરણ માટે પાત્ર ગણવામાં આવ્યા હતા. હવે, આ રસીકરણની પાત્રતાનો પરિઘ વધારીને દુનિયાની સૌથી મોટી ઇમ્યુનાઇઝેશન કવાયતમાં ગર્ભવતી મહિલાઓને પણ સમાવી લેવામાં આવી છે. અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જો ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ-19નો ચેપ લાગે તો, ગર્ભવતી મહિલાનું સ્વાસ્થ્ય ઝડપથી કથળી શકે છે અને તેને ગંભીર બીમારી થવાનું જોખમ રહે છે અને તેના કારણે ગર્ભ રહેલાં બાળકને પણ જોખમ થવાની સંભાવના રહે છે. આ બાબતે વિષય નિષ્ણાતો દ્વારા પુરાવાઓના આધારે ચકાસણી કરવામાં આવી જે એવું સૂચિત કરે છે કે, બિન-ગર્ભવતી મહિલાઓની સરખામણીએ ગર્ભવતી મહિલાઓજો ચેપગ્રસ્ત થાય તો, કોવિડ-19ના કારણે થતી ગંભીર બીમારીઓનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત, કોવિડ-19થી ચેપગ્રસ્ત ગર્ભવતી મહિલાઓને સમય કરતાં વહેલાં જ પ્રસૂતિ થવાનું અથવા જન્મજાત બીમારીની ઉચ્ચ સંભાવનાઓ સહિત તેમની ગર્ભાવસ્થા પર અન્ય વિપરિત અસરો થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત, નિષ્ણાતોએ અગાઉથી અસ્તિત્વમાં રહેલી સહ-બીમારી, માતૃત્વની વધુ ઉંમર અને ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સને ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર કોવિડ-19 માટેના જવાબદાર પરિબળો ગણાવી તેના પર પ્રકાશ પાડ્યો હતો. ઇમ્યુનાઇઝેશન પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ દ્વારા ગર્ભવતી મહિલાઓને કોવિડ-19 વિરોધી રસીકરણની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કોવિડ-19 માટે રસીકરણ નિષ્ણાત સમૂહ દ્વારા પણ ગર્ભવતી મહિલાઓને રસીકરણ માટે સર્વાનુમતે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગર્ભવતી મહિલાઓને રસીકરણ માટે સર્વસંમતિ મેળવવા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગર્ભવતી મહિલાઓને કોવિડ-19ના રસીકરણ માટે રાષ્ટ્રીય સ્તરના વિચારવિમર્શ પણ કરવામાં આવ્યા છે. આ વિચારવિમર્શ દરમિયાન ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટેની NTAGIની ભલામણને સર્વાનુમતે આવકારવામાં આવી છે. આ વિચારવિમર્શમાં FOGSI, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, CSO, NGO, વિકાસ ભાગીદાર એજન્સીઓ, ટેકનિકલ નિષ્ણાતો વગેરે સહિતના પ્રોફેશનલ સંગઠનો સામેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ ભલામણોને સ્વીકારી છે અને ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે પરિચાલન માર્ગદર્શિકાઓ, તબીબી અધિકારીઓ અને FLW માટે સલાહસૂચન કિટ અને જાહેર જનતા માટે IEC સામગ્રી તૈયાર કરવામાં આવી છે. જેથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ગર્ભવતી મહિલાઓના રસીકરણ માટે સજ્જ કરી શકાય. જે મહિલાઓ રસીકરણ કરાવવાનું ઇચ્છે તેઓ CoWIN પોર્ટલ પર ઑનલાઇન નોંધણી કરાવીને અથવા સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઇને તેમના ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન ગમે ત્યારે તેમની નજીકના સરકારી અથવા ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્ર પરથી દેશમાં ઉપલબ્ધ કોવિડ-19 રસીની લઇ શકે છે. કોવિડ-19ના રસીકરણની પ્રક્રિયા અને રૂપરેખા જેમકે, નોંધણી, રસીકરણ પછી પ્રમાણપત્ર બનાવવું વગેરે 18 વર્ષથી ઉપરના કોઇપણ નાગરિકને રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવતી રસીમાં જે પ્રકારે અનુસરવામાં આવે છે તેમ જ રહેશે. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 704
pib-64235
028bbac8ac95a16e36f34bc52f2aa16516c08b6f9468c2fec78f14498d5c1def
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પીએમએ બનાસ કોમ્પ્લેક્સ-બદરપુરા ખાતે હની લેબની પ્રશંસા કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બનાસ કોમ્પ્લેક્સ-બદરપુરા ખાતે હની લેબની પ્રશંસા કરી છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "જ્યારે ઈનોવેશનની વાત આવે છે, ત્યારે @banasdairy1969 હંમેશા મોખરે રહ્યું છે. મધુર ક્રાંતિમાં ભારતની પ્રગતિને મજબૂત કરવા તરફના આ મહત્વપૂર્ણ પગલાને જોઈને આનંદ થયો. હની લેબ આ ક્ષેત્ર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે." YP/GP/JD (
pib-45775
017e173eb616d614949f4976d78868813ae62554bac0c22fcd3e80b71476202a
guj
સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય "PMRTS અને CMRTS લાયસન્સની શરતો અને શરતોની સમીક્ષા" પર TRAI કન્સલ્ટેશન પેપર પર ટિપ્પણીઓ/કાઉન્ટર ટિપ્પણીઓ મેળવવા માટે છેલ્લી તારીખ લંબાવાઈ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ 29.08.2023 ના રોજ "PMRTS અને CMRTS લાયસન્સની શરતો અને શરતોની સમીક્ષા" પર કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. હિસ્સેદારો પાસેથી કન્સલ્ટેશન પેપરમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર લેખિત ટિપ્પણીઓ મેળવવાની છેલ્લી તારીખ 26.09.2023 અને પ્રતિ ટિપ્પણી માટે 10.10.2023 ના રોજ નક્કી કરવામાં આવી હતી. ટિપ્પણીઓ સબમિટ કરવા માટે સમય વધારવા માટે ઉદ્યોગ સંગઠનોની વિનંતીઓને ધ્યાનમાં રાખીને, લેખિત ટિપ્પણીઓ અને પ્રતિ ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ અનુક્રમે 24.10.2023 અને 07.11.2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સ્ટેંશન માટેની કોઈ વધુ વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ટિપ્પણીઓ/કાઉન્ટર ટિપ્પણીઓ શ્રી અખિલેશ કુમાર ત્રિવેદી, સલાહકાર , TRAI, પ્રાધાન્ય ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં advmn@trai.gov.in પર મોકલી શકાય છે. કોઈપણ સ્પષ્ટતા/માહિતી માટે, શ્રી અખિલેશ કુમાર ત્રિવેદી, સલાહકાર નો ટેલિફોન નંબર +91-11-23210481 પર સંપર્ક કરી શકાય છે. CB/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 48
pib-197022
89a27cdeb03f449b8a10549973d5ad402a765ce827632b2a5de17fca634f4c6c
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાનાં મહામહિમ રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે ટેલિફોન પર વાતચીત કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી. ઇન્ડોનેશિયાનાં સુલાવેસી વિસ્તારમાં તાજેતરમાં આવેલા ધરતીકંપ અને સુનામીમાં સેંકડો નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે, જેનાં પર પ્રધાનમંત્રીએ પોતાનાં અને ભારતનાં નાગરિકો તરફથી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ આ જીવલેણ કુદરતી આપત્તિને કારણે મોટાં પાયે સર્જાયેલી ખાનાખરાબીથી ઊભા થયેલા વિવિધ પડકારોનો સામનો કરવા ઇન્ડોનેશિયાનાં લોકોની હિમ્મત અને ધૈર્યની પ્રશંસા કરી હતી. ઇન્ડોનેશિયાએ આંતરરાષ્ટ્રીય સહાય માટે અપીલ કરી છે, જેનાં પ્રતિસાદરૂપે ઇન્ડોનેશિયાનાં દરિયાઈ પડોશી દેશ અને મિત્ર રાષ્ટ્ર સ્વરૂપે ભારત શક્ય તમામ મદદ કરવા તૈયાર હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ વિડોડોએ આશ્વાસન અને મદદ કરવાની તૈયારી બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. બંને નેતાઓ સંમત થયા હતાં કે, ભારતની રાહત સહાયની વિગતો પર રાજદ્વારી અને સત્તાવાર માધ્યમો મારફતે કામ કરવામાં આવશે. RP (Visitor Counter : 61
pib-69630
ed8db8f583ba63f5cfb2de208a8e305a476221dec2b1474b2ffbfc144f53a992
guj
ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ 2022થી એક વર્ષના સમયગાળા માટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારો ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે. - RuPay ડેબિટ કાર્ડના પ્રચાર માટે મંજૂર પ્રોત્સાહન યોજના અને નાણાકીય વર્ષ 2022-23માં ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ નો નાણાકીય ખર્ચ ₹2,600 કરોડ છે. ઉપરોક્ત યોજના હેઠળ, વર્તમાન નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપે ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ નો ઉપયોગ કરીને પોઇન્ટ-ઓફ-સેલ અને ઈ-કોમર્સ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે, હસ્તગત કરનાર બેંકોને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે. - નાણાં મંત્રીએ, નાણાકીય વર્ષ 2022-23 માટેના બજેટ પરના તેમના ભાષણમાં, આર્થિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ પેમેન્ટ પ્લેટફોર્મના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, અગાઉના બજેટમાં જાહેર કરાયેલ ડિજિટલ ચૂકવણીઓ માટે નાણાકીય સહાય ચાલુ રાખવાના સરકારના ઉદ્દેશ્યની જાહેરાત કરી હતી. આ યોજના ઉપરોક્ત બજેટની જાહેરાતના અનુપાલનમાં ઘડવામાં આવી છે. - FY2021-22માં, સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહન આપવા માટે FY2021-22ના બજેટની જાહેરાતના અનુપાલનમાં પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી. પરિણામે, કુલ ડિજિટલ પેમેન્ટ વ્યવહારોએ વાર્ષિક ધોરણે 59%ની વૃદ્ધિ નોંધાવી છે, જે FY2020-21માં 5,554 કરોડથી વધીને FY2021-22માં 8,840 કરોડ થઈ છે. BHIM-UPI વ્યવહારોએ વર્ષ-દર-વર્ષે 106% વૃદ્ધિ નોંધાવી છે, જે FY2020-21માં 2,233 કરોડથી વધીને FY2021-22માં 4,597 કરોડ થઈ છે. - ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સમાં વિવિધ હિસ્સેદારો અને ભારતીય રિઝર્વ બેંક એ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વિકાસ પર શૂન્ય MDR શાસનની સંભવિત પ્રતિકૂળ અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ અન્ય બાબતોની સાથે, BHIM-UPI અને RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરી હતી જેથી ઈકોસિસ્ટમના હિસ્સેદારો માટે ખર્ચ-અસરકારક મૂલ્ય દરખાસ્ત બનાવવામાં આવે, વેપારી સ્વીકૃતિ ફૂટપ્રિન્ટમાં વધારો થાય અને રોકડ ચુકવણીમાંથી ડિજિટલ પેમેન્ટ માટે ઝડપી સ્થળાંતર થાય. - ભારત સરકાર સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પહેલ કરી રહી છે. પાછલા વર્ષોમાં, ડિજિટલ પેમેન્ટ વ્યવહારોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. કોવિડ-19 કટોકટી દરમિયાન, ડિજિટલ પેમેન્ટ્સે નાના વેપારીઓ સહિતના વ્યવસાયોના કામકાજને સરળ બનાવ્યું અને સામાજિક અંતર જાળવવામાં મદદ કરી. UPI એ ડિસેમ્બર 2022ના મહિનામાં ₹12.82 લાખ કરોડના મૂલ્ય સાથે 782.9 કરોડ ડિજિટલ પેમેન્ટ વ્યવહારોનો રેકોર્ડ હાંસલ કર્યો છે. આ પ્રોત્સાહક યોજના એક મજબૂત ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના નિર્માણમાં અને RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે. 'સબકા સાથ, સબકા વિકાસ'ના ઉદ્દેશ્યને અનુરૂપ, આ યોજના UPI લાઇટ અને UPI 123PAYને આર્થિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ તરીકે પ્રોત્સાહિત કરશે અને દેશમાં વસ્તીના તમામ ક્ષેત્રો અને સેગમેન્ટમાં ડિજિટલ ચૂકવણીને વધુ ઊંડી બનાવવા સક્ષમ બનાવશે.. YP/GP/JD (Visitor Counter : 112
pib-131839
8fbcf3505dd4859b8601b4c75f0dcc1203d6e2da6b8171db692125065ba59e62
guj
માહિતી અને પ્રસારણ મંત્રાલય ઓલ ઈન્ડિયા રેડિયોએ #AIRNxt લોન્ચ કર્યું આઝાદી કા અમૃત મહોત્સવ મનાવવા માટે યુવાઓનો, યુવાઓ દ્વારા અને યુવાઓ માટે શોનું આયોજન એક અભૂતપૂર્વ પગલામાં, ઓલ ઈન્ડિયા રેડિયોએ 28 નવેમ્બર, 2021થી યંગ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા અવાજો માટે તેના સ્ટુડિયો ખોલ્યા છે. આગામી 52 અઠવાડિયા સુધી, સમગ્ર ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં AIR સ્ટેશનો યુવાનોને તક આપશે. સ્થાનિક કોલેજો, યુનિવર્સિટીઓ તરફથી AIR પ્રોગ્રામિંગમાં ભાગ લેવા માટે, તેઓને યુવા-કેન્દ્રિત શોની ચર્ચા અને સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે. આ શો યુવાનોને આઝાદીના છેલ્લા 75 વર્ષો દરમિયાન દેશની સિદ્ધિઓ વિશેની તેમની આશાઓ વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ રીતે યુવાનો તેમના મોટા સપનાઓને પ્રસારિત કરી શકે છે અને ભારતના ભવિષ્યને વ્યાખ્યાયિત કરી શકે છે. આગામી એક વર્ષ દરમિયાન 167 AIR સ્ટેશનો દ્વારા ભારતના દરેક ખૂણે ખૂણેથી 1000 શૈક્ષણિક સંસ્થાઓના આશરે 20,000 યુવાનો ભાગ લેશે. આ એવા અવાજો છે જે અગાઉ ક્યારેય રેડિયો પર સંભળાયા નથી અને હાલના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીના ભાગરૂપે નવા કાર્યક્રમ #AIRNxt દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રથમ વખત લાવવામાં આવશે. તે ઓલ ઈન્ડિયા રેડિયો પરનો સૌથી મોટો સિંગલ થીમ શો છે જેમાં દેશભરમાં હજારો યુવાનો અને સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ સામેલ છે. આ ટેલેન્ટ હન્ટ શો #AIRNxt તમામ મુખ્ય ભારતીય ભાષાઓ અને બોલીઓમાં પ્રસારિત થશે. SD/GP/JD (Visitor Counter : 225
pib-228532
0acff373e3a67d63dac7b6e1b3e3f7fa3d58f98fec979fb1f5bec6b35611c78c
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ્સ અત્યાર સુધીમાં 14,183 દર્દી સાજા થયા ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી શ્રી રાજેશ ટોપે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચોબે અને કેન્દ્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને રાજ્યોમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી જેમાં કોવિડ-19ની સ્થિતિ, અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને તેમના વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ડૉ. હર્ષવર્ધને ભારપૂર્વક કહ્યું હતું કે આ સમયમાં બિન-કોવિડ આવશ્યક સેવાઓની જરાય પણ અવગણના ન થવી જોઇએ. તેમજ, રાજ્યોને સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, ગંભીર તીવ્ર શ્વસન ચેપ / ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી ના કેસોનું સ્ક્રિનિંગ અને પરીક્ષણ થવું જોઇએ કારણ કે તેનાથી કોઇપણ ઉભરતા હોટસ્પોટ ઓળખવામાં અને તેના વ્યવસ્થાપન માટે સમયસર વ્યૂહનીતિ ઘડવામાં મદદ મળશે. તેમણે વધુ ભારપૂર્વક કહ્યું હતું કે, કોવિડ-19નો રીપોર્ટ આવે ત્યારે તેમની સાથે થતી ભેદભાવની લાગણી દૂર કરવા માટે આક્રમક વર્તણૂક પરિવર્તન કમ્યુનિકેશન કવાયતની જરૂર છે જેનાથી લોકો સમયસર જાણ કરવામાં, તબીબી વ્યવસ્થાપનમાં અને મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ થશે. દેશમાં અત્યાર સુધીમાં 14,183 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1457 દર્દી સાજા થયા છે જે 28.72% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 49,391 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2958 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/. કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો. જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે. GP/DS (
pib-151621
3f955acb675137aa88e3763ca87b1ea2049575a6379450ad65c0f521f7fb42b8
guj
ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ 2022થી એક વર્ષના સમયગાળા માટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારો ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે. - RuPay ડેબિટ કાર્ડના પ્રચાર માટે મંજૂર પ્રોત્સાહન યોજના અને નાણાકીય વર્ષ 2022-23માં ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ નો નાણાકીય ખર્ચ ₹2,600 કરોડ છે. ઉપરોક્ત યોજના હેઠળ, વર્તમાન નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપે ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ નો ઉપયોગ કરીને પોઇન્ટ-ઓફ-સેલ અને ઈ-કોમર્સ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે, હસ્તગત કરનાર બેંકોને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે. - નાણાં મંત્રીએ, નાણાકીય વર્ષ 2022-23 માટેના બજેટ પરના તેમના ભાષણમાં, આર્થિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ પેમેન્ટ પ્લેટફોર્મના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, અગાઉના બજેટમાં જાહેર કરાયેલ ડિજિટલ ચૂકવણીઓ માટે નાણાકીય સહાય ચાલુ રાખવાના સરકારના ઉદ્દેશ્યની જાહેરાત કરી હતી. આ યોજના ઉપરોક્ત બજેટની જાહેરાતના અનુપાલનમાં ઘડવામાં આવી છે. - FY2021-22માં, સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહન આપવા માટે FY2021-22ના બજેટની જાહેરાતના અનુપાલનમાં પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી. પરિણામે, કુલ ડિજિટલ પેમેન્ટ વ્યવહારોએ વાર્ષિક ધોરણે 59%ની વૃદ્ધિ નોંધાવી છે, જે FY2020-21માં 5,554 કરોડથી વધીને FY2021-22માં 8,840 કરોડ થઈ છે. BHIM-UPI વ્યવહારોએ વર્ષ-દર-વર્ષે 106% વૃદ્ધિ નોંધાવી છે, જે FY2020-21માં 2,233 કરોડથી વધીને FY2021-22માં 4,597 કરોડ થઈ છે. - ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સમાં વિવિધ હિસ્સેદારો અને ભારતીય રિઝર્વ બેંક એ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વિકાસ પર શૂન્ય MDR શાસનની સંભવિત પ્રતિકૂળ અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ અન્ય બાબતોની સાથે, BHIM-UPI અને RuPay ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરી હતી જેથી ઈકોસિસ્ટમના હિસ્સેદારો માટે ખર્ચ-અસરકારક મૂલ્ય દરખાસ્ત બનાવવામાં આવે, વેપારી સ્વીકૃતિ ફૂટપ્રિન્ટમાં વધારો થાય અને રોકડ ચુકવણીમાંથી ડિજિટલ પેમેન્ટ માટે ઝડપી સ્થળાંતર થાય. - ભારત સરકાર સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પહેલ કરી રહી છે. પાછલા વર્ષોમાં, ડિજિટલ પેમેન્ટ વ્યવહારોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. કોવિડ-19 કટોકટી દરમિયાન, ડિજિટલ પેમેન્ટ્સે નાના વેપારીઓ સહિતના વ્યવસાયોના કામકાજને સરળ બનાવ્યું અને સામાજિક અંતર જાળવવામાં મદદ કરી. UPI એ ડિસેમ્બર 2022ના મહિનામાં ₹12.82 લાખ કરોડના મૂલ્ય સાથે 782.9 કરોડ ડિજિટલ પેમેન્ટ વ્યવહારોનો રેકોર્ડ હાંસલ કર્યો છે. આ પ્રોત્સાહક યોજના એક મજબૂત ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના નિર્માણમાં અને RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે. 'સબકા સાથ, સબકા વિકાસ'ના ઉદ્દેશ્યને અનુરૂપ, આ યોજના UPI લાઇટ અને UPI 123PAYને આર્થિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ તરીકે પ્રોત્સાહિત કરશે અને દેશમાં વસ્તીના તમામ ક્ષેત્રો અને સેગમેન્ટમાં ડિજિટલ ચૂકવણીને વધુ ઊંડી બનાવવા સક્ષમ બનાવશે.. YP/GP/JD (Visitor Counter : 112
pib-188699
216aeba33c7d501505d722f00a352b83b0fb11342ba2ff1fbad2dc1be21bd945
guj
ગૃહ મંત્રાલય ગૃહ મંત્રાલયે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટેની માર્ગદર્શિકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ વિવિધ પ્રવૃત્તિઓ અને કેન્દ્રિત નિયંત્રણ માટેનાં પગલાં લેવા SOPsનો અમલ કરવો પડશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટેની અગાઉની માર્ગદર્શિકાને 31.03.2021 સુધી લંબાવવા માટે ઓર્ડર જાહેર કર્યો હતો. જ્યારે સક્રિય અને નવા કોવિડ-19 કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રોગચાળાને સંપૂર્ણપણે દૂર કરવા માટે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી જાળવવાની જરૂર છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને પણ લક્ષ્ય વસ્તીના રસીકરણને વેગ આપવા સલાહ આપવામાં આવી છે જેથી સંક્રમણની સાંકળ તોડી શકાય અને મહામારીને દૂર કરી શકાય. આ માર્ગદર્શિકા મુજબ, નિયંત્રણ ઝોનને કાળજીપૂર્વક રેખાંકિત કરવાની કામગીરી જાળવી રાખવામાં આવશે; આ પ્રકારના ઝોનની અંદર નિયંત્રણ માટે સૂચિત પગલાનું કડકપણે પાલન કરાવવામાં આવશે; કોવિડને નિયંત્રણમાં જાળવવા અનુરૂપ અભિગમને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ પ્રકારની વર્તણૂંકનું કડકપણ પાલન થશે; અને મંજૂર કરેલ વિવિધ પ્રવૃત્તિઓના સંબંધમાં માનક કાર્યકારી પ્રક્રિયાઓ નું પાલન થશે. એટલે 27.01.2021ના રોજ જાહેર કરેલી માર્ગદર્શિકામાં વર્ણવેલ માર્ગદર્શિકા/એસઓપીનું પાલન કરાવવા, કોવિડ કેસ પર નજર રાખવા અને નિયંત્રણમાં લેવાના અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તથા આ માર્ગદર્શિકા/એસઓપીનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવો પડશે. SD/GP/BT (
pib-83279
eb1fd422145ff4042b88610838f14ab475dbe6b5660b5dc0e815f05f6d467e2b
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સ્વદેશી ફીડસ્ટોક અને SAF પર ભારતની પ્રથમ ડોમેસ્ટિક કોમર્શિયલ ફ્લાઇટના પ્રારંભની પ્રશંસા કરી પ્રધાનમંત્રીએ ઇથેનોલમાંથી ઉડ્ડયન ઇંધણ બનાવવાના ઐતિહાસિક પગલાની અને સ્વદેશી ફીડસ્ટોક અને SAF પર ભારતની પ્રથમ સ્થાનિક વાણિજ્યિક ફ્લાઇટ શરૂ કરવાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: "ટકાઉ વિકાસ તરફની અમારી સામૂહિક પ્રાથમિકતાના સૂચક." YP/GP/JD (
pib-265235
5765145540fe719c41d2d81232c25bc11f54278853414b64eb67cbe702ea4bd8
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો માટે આમંત્રિત કર્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રિત કર્યા છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ 27મીએ યોજાશે. હંમેશની જેમ, હું તેના માટે તમારા સૂચનો મેળવવા આતુર છું. તેમને MyGov, NaMo એપ પર લખો અથવા 1800-11-7800 પર ડાયલ કરો અને તમારો સંદેશ રેકોર્ડ કરો." SD/GP/MR સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-72161
52d88e2a8904deb03e350c70da076d013b62de1533e61f87a74ac4e68eff6f67
guj
માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સે મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં સાયકોસોશ્યલ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ધી સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સ એ 23 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદના શાહીબાગમાં માનસિક સ્વાસ્થ્ય માટે હોસ્પિટલ ખાતે અત્યાધુનિક માનો-સામાજીક કેર સેન્ટરના ઉદ્ઘાટન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચિહ્નિત કર્યું, જેના ભાગરૂપે પ્રતિષ્ઠિત મહેમાનોમાં મુખ્ય મહેમાન શ્રીમતી. પ્રતિભા જૈન, અમદાવાદના મેયર; ગેસ્ટ ઓફ ઓનર પ્રો. બિમલ એન. પટેલ, RRUના વાઇસ ચાન્સેલર; અને શ્રીમતી દર્શન વાઘેલા, ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા. આ કેન્દ્ર મનોવૈજ્ઞાનિક સેવાઓના ક્ષેત્રમાં એક દીવાદાંડી તરીકે ઊભું છે, જે સુધારાત્મક વહીવટ અને વ્યાપક સમુદાય બંનેને વ્યાપક સંભાળ પ્રદાન કરે છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય સુધારાત્મક સુવિધાઓ અને મોટા પાયે સમુદાયમાં વ્યક્તિઓની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ મનોવૈજ્ઞાનિક સેવાઓ પહોંચાડવાનો છે. આ સેન્ટરમાં 8 RCI લાઇસન્સ પ્રાપ્ત ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, 24 ક્લિનિકલ સાયકોલોજી ટ્રેઇની અને 2 સહાયક સ્ટાફની સમર્પિત ટીમથી સજ્જ, કેન્દ્ર માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને વ્યાપક રીતે સંબોધવા માટે સેવાઓની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે. આ સેવાઓમાં નિદાન અને સારવાર માટે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન, પરામર્શ અને મનોરોગ ચિકિત્સા, મનોસામાજિક અને ન્યુરોસાયકોલોજિકલ રિહેબિલિટેશન, ગ્રુપ થેરાપી, સામાજિક કૌશલ્ય તાલીમ, કૌટુંબિક પરામર્શ, તણાવ અને ગુસ્સો વ્યવસ્થાપન, માઇન્ડફુલનેસ અને ધ્યાન, વ્યસન પરામર્શ, અને શૈક્ષણિક/ટીઆરઆઈ વર્કશોપનો સમાવેશ થાય છે. આ સેન્ટર RRU ની સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સિસ મનોવૈજ્ઞાનિક સંભાળ અને સુધારાત્મક વહીવટ વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ સેટિંગ્સમાં વિશિષ્ટ કાઉન્સેલિંગ સેવાઓ પ્રદાન કરીને, ઉદ્દેશ્ય તેમના પુનર્વસન અને સમાજમાં સફળ પુનઃ એકીકરણમાં સકારાત્મક યોગદાન આપવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં પ્રતિષ્ઠિત મહેમાનોના વક્તવ્યો દર્શાવવામાં આવ્યા હતા, જેમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને આવશ્યક મનોવૈજ્ઞાનિક સહાય પહોંચાડવામાં કેન્દ્રના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના હિસ્સેદારોને અપરાધશાસ્ત્ર અને વર્તણૂકીય વિજ્ઞાનમાં સંશોધન અને તાલીમને આગળ વધારવામાં સંભવિત સહયોગની શોધ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ સેન્ટરના ઉદ્ઘાટન માટે ઉત્સાહ વ્યક્ત કરતાં, પ્રો. બિમલ એન. પટેલે જણાવ્યું હતું કે, "મનોસામાજીક કેર સેન્ટરની સ્થાપના રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમે માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓને સર્વગ્રાહી સંભાળ અને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ કેન્દ્ર આપણા સમુદાય માટે આશા અને ઉપચારની દીવાદાંડી તરીકે કામ કરશે." ડો. મહેશ ત્રિપાઠીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "માનસિક સ્વાસ્થ્ય એકંદર સુખાકારીનું અભિન્ન પાસું છે અને મનોવૈજ્ઞાનિક ચિંતાઓને કરુણા અને નિપુણતા સાથે સંબોધવા માટે તે નિર્ણાયક છે. સાયકોસોશિયલ કેર સેન્ટર માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા અને વ્યક્તિઓમાં સ્થિતિસ્થાપકતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. " તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સાયકોસોશિયલ કેર સેન્ટરનું ઉદ્ઘાટન એ સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને અમને વિશ્વાસ છે કે તે અમારી મદદ લેનારાઓના જીવન પર સકારાત્મક અસર કરશે. આ પહેલની સફળતા સુનિશ્ચિત કરવા માટે અમે અમારા ભાગીદારો અને હિતધારકો સાથે કામ કરવા આતુર છીએ.” આ ઉદ્ઘાટનમાં શૈક્ષણિક, તબીબી અને માનસિક સ્વાસ્થ્ય સમુદાયોના પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી હતી, જેઓ આ ક્ષેત્રમાં સંશોધન, શિક્ષણ અને ક્લિનિકલ પ્રેક્ટિસને આગળ વધારવા માટે યુનિવર્સિટીના સમર્પણનું પ્રદર્શન કરતી વખતે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપતા હતા. SCBS વિશે: ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સની શાળા વર્તણૂકીય સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સક્ષમ વ્યાવસાયિકો વિકસાવવા માટે સમર્પિત છે જેઓ રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર અને ખાનગી સંસ્થાઓને હકારાત્મક અસર કરી શકે છે. SCBS ના વિદ્યાર્થીઓ સમૃદ્ધ શૈક્ષણિક વાતાવરણથી લાભ મેળવે છે જ્યાં ફેકલ્ટી સિદ્ધાંતોને આગળ વધારવા, સંશોધન કરવા, પેપર પ્રકાશિત કરવા અને અભ્યાસ અને વર્ગખંડમાં શિક્ષણ બંનેમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા સક્રિયપણે સામેલ છે. શિક્ષણ પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યો અને પ્રેક્ટિશનરોની સંડોવણી અમારા વિદ્યાર્થીઓના પરિપ્રેક્ષ્યને વિસ્તૃત કરે છે, તેમને સારી રીતે ગોળાકાર વ્યક્તિ બનાવે છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશે: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ સુરક્ષા વિજ્ઞાન અને કાયદાના અમલીકરણના અભ્યાસ માટે સમર્પિત અગ્રણી સંસ્થા છે. વર્ષ 2020 માં ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સ્થપાયેલ, RRU નો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ પરિબળોમાં વ્યાપક તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ પ્રદાન કરવાનો છે. યુનિવર્સિટી સમકાલીન સુરક્ષા પડકારોને અસરકારક રીતે સંબોધવા માટે અદ્યતન જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ સક્ષમ વ્યાવસાયિકો બનાવવાનો પ્રયત્ન કરે છે. CB/GP/JD (Visitor Counter : 167
pib-58113
fa51ada8679c9c17be944bc580a2d586c10e3963dd70745e4f63a0012d9e4775
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય વિશ્વ સમજે તેવી ભાષામાં યોગ અને ભારતીય ચિકિત્સાનાં પરંપરાગત સ્વરૂપોને લોકપ્રિય બનાવવા હવે આગળનો માર્ગ જરૂરીઃ પીએમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહુ-શિસ્ત સંશોધન દ્વારા યોગને લોકપ્રિય બનાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે. એક નાગરિકના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું: "સાચું કહ્યું, વિશ્વ સમજે તેવી ભાષામાં યોગ અને ભારતીય ચિકિત્સાનાં પરંપરાગત સ્વરૂપોને લોકપ્રિય બનાવવા હવે આગળનો માર્ગ જરૂરી છે. આ અંગે પણ આપણા લોકોમાં વધુ જાગૃતિ જોઈને મને આનંદ થાય છે.” YP/GP/JD (
pib-227789
3db6b4408d05509451ce5590bb443496694e93d068982b1273357a61e446967b
guj
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય DSTએ કોવિડ-19 સામે લડવા માટે ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સ દ્વારા વિસ્તરણ માટે એન્ટી વાયરલ નેનો કોટિંગ અને નેનો આધારિત મટીરીયલ તૈયાર કરવા માટે ટૂંકા ગાળાના પ્રસ્તાવો આમંત્રિત કર્યા સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ બોર્ડ પોર્ટલનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એપર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ માં ઉપયોગ કરવા માટે એન્ટીવાયરલ નેનો કોટિંગ અને ન્યુ નેનો આધારિત મટીરીયલ તૈયાર કરવા માટે ટૂંકા ગાળાના પ્રસ્તાવોના રૂપમાં વિચારોને આમંત્રિત કરવામાંઆવ્યા છે. PPEને ભાગીદાર ઉદ્યોગ અથવા વિસ્તરણ કરવા માટે કોઈ સ્ટાર્ટ અપને હસ્તાંતરિત કરી શકાય છે. કોવિડ-19 રોગચાળા વિરુદ્ધની ભારતની લડાઈમાં વધી રહેલ આરોગ્ય કાળજીની જરૂરિયાતોમાં આપ્રકારના નેનો કોટિંગ અત્યંત મોટુ યોગદાન આપી શકે તેમ છે. આ આહ્વાહન ડીએસટીના નેનો મિશનમાં દરખાસ્તો જમા કરાવવા માટે શૈક્ષણિક જૂથો અને યોગ્યઔદ્યોગિક જૂથોને એકસાથે લાવવા માટે કરવામાં આવ્યું છે. તે એક વર્ષની અંદર ઉત્પાદન વધારવા માટે ઔદ્યોગિક ભાગીદારો સાથે બહુશાખાના પ્રયાસો અને સંકલનને પ્રોત્સાહન આપે છે. એન્ટી કોવિડ-19 ટ્રીપલ લેયર મેડીકલ માસ્ક અને એન-95 રેસ્પિરેટર અથવા તેના કરતા વધુ સારા માસ્કનું મોટી સંખ્યામાં ઉત્પાદન કરવા માટે અને કોવિડ-19 સામે આરોગ્ય કાળજીના કર્મચારીઓને સુરક્ષા આપવા માટે પીપીઈનું ઉત્પાદન કરવા માટે એન્ટી વાયરલ નેનો કોટિંગને વિકસિત કરવા માટે આ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઔદ્યોગિક યોગદાનમાં માનવબળ સહાયતાનો સમાવેશ થઇ શકે અથવા યુરોપિયન કે અમેરિકન સ્ટેન્ડર્ડ સુધી પહોંચવા માટે નેનો કોટિંગના ટેસ્ટીંગ માટેઆંશિક સહાયતાનો સમાવેશ હોઈ શકે છે. આ પ્રસ્તાવો ફર્સ્ટ કમ ફર્સ્ટ ઈવેલ્યુએશનના આધાર પર એક સમીક્ષા ટુકડી દ્વારા સમિક્ષા કરીને ત્યારબાદ અનુકૂળતા અને સંભાવના માટે ચકાસવામાં આવશે. તૈયાર કરવામાં આવેલ અને ઉદ્યોગોને હસ્તાંતરિત કરવામાં આવેલ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડ અનુસારની હોવી જોઈએ અને તે નેનો કોટિંગ આધારિત ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરવા માટે યોગ્ય ભારતીય માનાંકો પણ વિકસિત કરવા માટે અનુકુળ હોવી જોઈએ. પ્રસ્તાવો મોકલવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ, 2020 છે. પ્રસ્તાવ મંગાવવા માટેના આમંત્રણની વિગતો અહિયાં ઉપલબ્ધ છે www.serbonline.in . સંકલન કરતા વૈજ્ઞાનિકોની સંપર્ક માહિતી- - ડૉ. ટી. થંગારાદ્જુ, વૈજ્ઞાનિક ઈ, SERB, ઈમેઈલ: ttradjou@serb.gov.in - ડૉ. નાગાબુપથી મોહન, વૈજ્ઞાનિક સી, DST ઈમેઈલ: boopathy.m[at]gov[dot]in - શ્રી રાજીવ ખન્ના, વૈજ્ઞાનિક, DST ઈમેઈલ: Khanna.rk[at]nic[dot]in વધુ માહિતી માટે મહેરબાની કરી અહિયાં સંપર્ક કરો- ડૉ. મિલિંદ કુલકર્ણી, વૈજ્ઞાનિક – જી એન્ડ હેડ, નેનો મિશન, DST ઈમેઈલ: milind[at]nic[dot]in, મોબાઇલ નંબર.: +91-9650152599, 9868899962 GP/RP
pib-71161
1f092a823547f2b78a9fd1753983fe87dd6bc81eef9e99f23369e27a0b6f3cdc
guj
વહાણવટા મંત્રાલય કોચીન પોર્ટ પર સ્વચ્છતા પખવાડિયાનું સમાપન 16 સપ્ટેમ્બર, 2021 થી 30 સપ્ટેમ્બર, 2021 દરમિયાન કોચીન બંદર પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કર્મચારીઓએ શ્રમદાન કર્યું અને તેમના કાર્યસ્થળો, ઓફિસ પરિસર, બોટ/વહાણ અને જાહેર સ્થળો તથા નાના જહાજોને સાફ કર્યા. ગઈકાલે સ્વચ્છતા દિવસના સમાપન દિવસે, બંદર વિસ્તારમાં મેઈન્ટેનન્સ સ્ટાફ અને વિલિંગ્ડન ટાપુના બે મ્યુનિસિપલ વોર્ડમાં 'સ્વચ્છતા કીટ' વિતરણ કરવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન કોચીન પોર્ટ ટ્રસ્ટના ચેરમેન ડૉ. એમ. બીનાએ કર્યું હતું. કોચીન પોર્ટ ટ્રસ્ટના તમામ વિભાગોના કેટલાક કર્મચારીઓને તેમના ઘરે શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવા શાકભાજીના બીજ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રીન એનર્જીના ઉપયોગને લોકપ્રિય બનાવવાની પહેલના ભાગરૂપે, એમ્બાર્કેશન જેટી ખાતે સૌર ઉર્જાથી ચાલતી લાઇટિંગ સ્થાપિત કરવામાં આવી હતી. કોચીન પોર્ટ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના સંદેશને ફેલાવવા માટે, 28મી સપ્ટેમ્બર, 2021 ના રોજ એક સાઈકલ રેલી કાઢવામાં આવી હતી, જેમાં કોચીન પોર્ટ ટ્રસ્ટ અને ત્યાં તૈનાત CISF ના જવાનોએ ભાગ લીધો હતો. કોચીન પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓને સ્વચ્છ પર્યાવરણ અંગે જાગૃત કરવા માટે, તબીબી વિભાગે વર્ગોનું આયોજન કર્યું હતું. એ જ રીતે, શિપિંગ વિભાગે જળ સંસ્થાઓને સ્વચ્છ રાખવાના મહત્વ વિશે જણાવ્યું. સ્વચ્છતાનું મહત્વ દર્શાવતા બેનરો અને સ્ટીકરો, બંદર વિસ્તારના દરેક મહત્વના સ્થળો પર સાધનો, બોટ અને લોડિંગ અને અનલોડિંગ પર લગાવવામાં આવ્યા હતા. સ્વચ્છતા પખવાડા દરમિયાન કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા વિષય પર શોર્ટ ફિલ્મ અને પોસ્ટર ડિઝાઇનિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પખવાડિયા દરમિયાન, આ સુવિધા એર્નાકુલમ ડોક ના ડોક ઇન્સ્પેક્ટર ની ઓફિસમાં વિકલાંગો દ્વારા સરળતાથી પહોંચવા માટે બનાવવામાં આવી હતી. કોચીન પોર્ટ ટ્રસ્ટની શ્રેષ્ઠ જાળવણી કચેરીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમને સ્વચ્છતા પાઠવાડા દરમિયાન યોગ્ય એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. પખવાડિયા દરમિયાન, કચરાથી ભરેલી પંદર ટ્રક વિલિંગ્ડન ટાપુ પર વિવિધ સ્થળોએથી દૂર કરવામાં આવી હતી અને નિયત સ્થળોએ ફેંકી દેવામાં આવી હતી. રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સામાજિક અંતરને અનુસરીને અને અન્ય સલામતીનાં પગલાં અપનાવીને તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 210
pib-107514
6a3ac19ce1dcac0752813a0975065dca2a1b313304e09b35c877823e2066016e
guj
વિદેશ મંત્રાલય મંત્રીમંડળે વૈશ્વિક આવિષ્કાર ભાગીદારી માટે ભારત અને યુકે વચ્ચે સમજૂતી કરારને પાછલી અસરથી મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારત પ્રજાસત્તાકના વિદેશ બાબતોના મંત્રાલય અને યુનાઇટેડ કિંગડમના કોમનવેલ્થ અને વિકાસ કચેરી વચ્ચે વૈશ્વિક આવિષ્કાર ભાગીદારી મામલે સમજૂતી કરાર પર કરવામાં આવેલા હસ્તાક્ષરને પાછલી અસરથી મંજૂરી આપવામાં આવી છે. ઉદ્દેશો: આ સમજૂતી કરાર દ્વારા, ભારત અને યુકે વૈશ્વિક આવિષ્કાર ભાગીદારીનો પ્રારંભ કરવા માટે સંમત થયા છે. GIP તૃતીય દેશો એટલે કે બંને પક્ષો સિવાયના દેશોમાં ભારતને પોતાના આવિષ્કારનો વ્યાપ વધારવામાં સહકાર આપશે અને તે પ્રકારે તેમને નવા બજારોનું અન્વેષણ કરવામાં અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે. તેનાથી ભારતમાં આવિષ્કારની ઇકોસિસ્ટમમાં પણ પ્રગતિને વેગ મળશે. GIP આવિષ્કારોમાં મુખ્યત્વે દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તે પ્રકારે પ્રાપ્તકર્તા દેશોને તેમના SDGs પ્રાપ્ત કરવામાં સહાયતા આપવામાં આવશે. સીડ ફંડિંગ, અનુદાન અને રોકાણો તેમજ ટેકનિકલ સહાયની મદદથી, આ ભાગીદારી ભારતીય ઉદ્યોગ સાહસિકોને તેમજ આવિષ્કારકર્તાઓને પરીક્ષણ કરવાની અને વ્યાપ વધારવાની તેમજ તેમના આવિષ્કારી વિકાસના ઉકેલોને પસંદગીના વિકાસશીલ દેશોમાં લઇ જવાની અનુમતિ આપશે. GIP અંતર્ગત પસંદ કરવામાં આવેલા આવિષ્કારો દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવાની કામગીરીને પ્રવેગિત કરશે અને પિરામિડ ઉકેલોના પાયા માટે લાભકારી રહેશે અને આ પ્રકારે પ્રાપ્તકર્તા દેશોમાં સમાનતા અને સમાવેશિતાને પ્રોત્સાહન આપશે. GIP સીમાપારના આવિષ્કારોના સ્થાનાંતરણ માટે મુક્ત અને સમાવેશી ઇ-બજાર સ્થળ પણ વિકસાવશે અને પરિણામ આધારિત પ્રભાવના મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ પ્રકારે પારદર્શકતા તેમજ જવાબદેયિતાને પ્રોત્સાહન આપશે.
pib-293581
881fe5ecfb47ce2d63b0beda5923577c8a048255acdbb1bafbf77b5b165d43ff
guj
PIB Headquarters કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની અમદાવાદ કચેરી દ્વારા મેસર્સ મેકવાયર એચઆર સોલ્યૂશન્સ સામે કાયદેસરની કાર્યવાહી અમદાવાદ, 17-05-2018 કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, પ્રાદેશિક કચેરી, અમદાવાદે આઈપીસીની કલમ 406/409 અંતર્ગત ટ્રસ્ટના ગુનાહિત ઉલ્લંઘન માટે મેસર્સ મેક્વાયર એચઆર સોલ્યૂશન્સ, અમદાવાદ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની પ્રાદેશિક કચેરીના પી.એફ. કમિશનર શ્રી અજિત કુમારે જણાવ્યું હતું કે મેસર્સ મેક્વાયર એચઆર સોલ્યૂશન્સના માલિક શ્રી નિત્ય રંજન સરકારે તેમના કર્મચારીઓના પગારમાંથી પી.એફ.ની રકમ કાપી દીધી છે, પરંતુ વૈધાનિક જોગવાઈ મુજબ તે રકમ જમા કરી ન હતી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આ બાબતની તપાસ કર્યા બાદ ઈપીએફઓ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનનમાં આ બાબતની ફરીયાદ મેસર્સ મેકવાયર એચઆર સોલ્યૂશન્સ વિરૂધ્ધ દાખલ કરવામાં આવી છે. એમ ઈપીએફઓની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. NP/J.Khunt/GP (Visitor Counter : 124
pib-109983
2462089cf487558499e044fed6fdd52cdcc674989219ce649d44f72c09d82aab
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક ટ્વીટમા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સંત રવિદાસજીએ સદીઓ અગાઉ સમાનતા, સદ્ભાવના અને કરૂણા અંગે જે સંદેશો આપ્યો, એ દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરિત કરનારો છે. તેમની જયંતી પર તેમને મારા સાદર પ્રણામ.’ SD/GP/JD (
pib-219861
10ace347c1b98dcd374a5936690076e37a8215e8676e1845881b9a7a3f3f421b
guj
સંરક્ષણ મંત્રાલય નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લામ્બા, પીવીએસએમ, એવીએસએમ, એડીસી મલેશિયાની યાત્રા પર નવી દિલ્હી, 11-04-2017 વીએસએમ, એવીએસએમ, એડીસી 11 થી 15 એપ્રિલ, 2017 સુધી મલેશિયાની સદ્ભાવના યાત્રા પર છે. તેઓની યાત્રાનો ઉદ્દેશ ભારત અને મલેશિયાની વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રી સંબંધોને મજબૂત બનાવવા અને તેમાં વૃદ્ધિ લાવવાનો છે. આ યાત્રાથી ભારત અને મલેશિયા વચ્ચેના રક્ષા સંબંધોને ઘણું પ્રોત્સાહન મળવાની આશા છે. પોતાની યાત્રા દરમિયાન એડમિરલ લામ્બા રક્ષા ઉપમંત્રી, ચીફ ઑફ રૉયલ મલેશિયન ડિફેન્સ ફોર્સેસની સાથે-સાથે મલેશિયાની સેના, નૌસેના અને વાયુ સેનાના પ્રમુખોની સાથે પણ વિચાર-વિમર્શ કરશે. ભારત અને રૉયલ મલેશિયાઈ નૌસેના પ્રશિક્ષણ, પરિચાલન વાર્તાની સાથે-સાથે હિંદમહાસાગ નૌસેના ગોષ્ઠી, મિલન અને એડીએમએમ પ્લસ જેવા વિભિન્ન બહુપક્ષીય મંચો પર વાતચીત કરવાના સંબંધોમાં સહયોગ કરે છે. બંને નૌસેનાઓના યુદ્ધક્વાયત માટે મૈત્રી સંબંધ મજબૂત કરવા માટે એક બીજાના બંદરગાહોની મુલાકાત પણ કરે છે. રૉયલ મલેશિયાઈ નૌસેનાના પ્રમુખે આરએમએન કોરવેટી લેકિરની સાથે ફેબ્રુઆરી, 2016માં વિશાખાપટ્ટનમમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ – 2016માં ભાગ લીધો હતો. ભારતીય નૌસેનાના જહાજોને મલેશિયા યાત્રાના અવસર પર આ વર્ષે જૂનમાં બંને નૌસેનાઓના વચ્ચે ક્ષેત્ર પ્રશિક્ષણ અભ્યાસની શરૂઆત કરવાનો કાર્યક્રમ છે. એડમિરલ લામ્બા વિભિન્ન વિશિષ્ટજનો સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્તા કરવાની સાથે-સાથે પનડુબ્બી બેસ સહિત રૉયલ મલેશિયાઈ નૌસેનાના પ્રમુખ પ્રતિષ્ઠાનોની પણ મુલાકાત લેશે. તેઓ પ્રતિષ્ઠિત રૉયલ મલેશિયન આર્મ્ડ ફાર્સેસ કમાન અને સ્ટાફ કૉલેજના અધિકારીઓ અને ફેકલ્ટીને પણ સંબોધિત કરશે. AP/GP (Visitor Counter : 152
pib-171038
4082423ed96248db7bb8d5b65e122e5ee077ec5617fcb100e560960589a9c453
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં શાનદાર ગોલ્ડ જીતવા બદલ અવિનાશ સાબલેને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં શાનદાર ગોલ્ડ જીતવા બદલ અવિનાશ સાબલેને અભિનંદન પાઠવ્યા છે. X પોસ્ટમાં, પીએમએ કહ્યું; “એક ઉત્કૃષ્ટ ચેમ્પિયન ભારતને ફરી ગર્વ કરાવે છે! પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટમાં અણનમ @avinash3000m દ્વારા અદ્ભુત ગોલ્ડ. હું તેને સફળતા માટે અભિનંદન આપું છું. તેના આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.” CB/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-286029
c683fec61b8c278c7543997fa13a6a6e54bb01d6a8ee10312b46f79c7faa646d
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની તેમની મુલાકાતથી પાછા ફર્યા પછી તરત જ, 26મી ઓગસ્ટે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કની મુલાકાત લેશે પીએમ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ઓગસ્ટના રોજ સવારે 7:15 વાગ્યે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ની મુલાકાત લેશે. દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતેથી પરત ફર્યા બાદ તેઓ તરત જ બેંગલુરુ પહોંચશે. પ્રધાનમંત્રી શ્રી ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે. તેમને ચંદ્રયાન-3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી આપવામાં આવશે. CB/GP/JD (
pib-149067
69e160dc20c509bcc1caacc6a1801b7e6c2a07c438db609ec7f8e039acbd2ed2
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 24,95,591 થયું 2.08 લાખ નવા કેસ સાથે નવા સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 91,191 દર્દીનો ઘટાડો થયો દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાનો આંકડો 2,43,50,816 કરતાં વધી ગયો, છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 3 લાખ દર્દીઓ સાજા થયા સળંગ 13મા દિવસે દૈનિક ધોરણે સાજા થનારાનો આંકડો નવા દર્દીઓ કરતા વધારે જળવાઇ રહ્યો સાજા થવાનો દર વધારે સુધરીને 89.66% થયો અત્યાર સુધીમાં એક દિવસમાં સર્વાધિક 22.17 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 11.45% છે દૈનિક પોઝિટીવિટી દર હાલમાં 9.42% છે; સતત 2 દિવસથી 10% કરતાં ઓછો નોંધાય છે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં કુલ કવરેજનો આંકડો 20 કરોડના આધારચિહ્નને ઓળંગી ગયો ભારતમાં સતત દસમા દિવસે દૈનિક ધોરણે નવા સંક્રમિત થયેલા કેસોનો આંકડો 3 લાખ કરતાં ઓછો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 2,08,921 દર્દી નોંધાયા છે. કુલ મળીને, ભારતમાં સક્રિય કેસોનું કુલ ભારણ ઘટીને 24,95,591 થયું છે. 10 મે 2021ના રોજ દેશમાં સક્રિય કેસો સર્વોચ્ચ સંખ્યા પર નોંધાયા પછી સતત તેમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 91,191 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 9.19% રહી છે. ભારતમાં સતત 13મા દિવસે પણ દૈનિક ધોરણે સાજા થઇ રહેલા દર્દીની સંખ્યા નવા નોંધાયેલા દર્દીઓ કરતા વધારે રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,95,955 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ 87,034 વધારે દર્દીઓ સાજા થયા છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને આજે 2,43,50,816 સુધી પહોંચ્યો છે જેમાં 2,95,955 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં જ સાજા થયા છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર વધીને 89.66% થઇ ગયો છે. બીજી તરફ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આજદિન સુધીમાં દૈનિક ધોરણે સર્વાધિક એટલે કે, 22,17,320 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સાથે, આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોનો આંકડો 33,48,11,496 સુધી પહોંચી ગયો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 11.45% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 9.42% નોંધાયો છે. સળંગ બે દિવસથી આ દર 10% કરતાં ઓછો નોંધાય છે. ભારતે દેશવ્યાપી રસીકરણમાં નવી સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના ડોઝનો આંકડો આજે 20 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 28,70,378 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 20,06,62,456 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,96,058 HCWs એ પ્રથમ ડોઝ અને 67,29,213 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,51,71,950 FLWs એ પ્રથમ ડોઝ અને 83,84,001 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 1,29,57,009 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 6,20,88,772 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 1,00,30,729 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,71,35,804 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,83,68,920 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે. | | HCWs | | પ્રથમ ડોઝ | | 97,96,058 | | બીજો ડોઝ | | 67,29,213 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,51,71,950 | | બીજો ડોઝ | | 83,84,001 | | 18-44 વર્ષના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 1,29,57,009 | | 45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના | | પ્રથમ ડોઝ | | 6,20,88,772 | | બીજો ડોઝ | | 1,00,30,729 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 5,71,35,804 | | બીજો ડોઝ | | 1,83,68,920 | | કુલ | | 20,06,62,456 SD/GP/JD (Visitor Counter : 188
pib-87877
6013a13417cf86899503b79a1b544f213489799d0d58ef30f15b4e5493a02906
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય ઈન્ટરનેશનલ એક્સ્પો-2023ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ કેબિનેટમાં મારા સહયોગી જી. કિશન રેડ્ડીજી, મીનાક્ષી લેખીજી, અર્જુન રામ મેઘવાલજી, લૂવર મ્યુઝિયમના ડાયરેક્ટર મેન્યુઅલ રાબેતેજી, વિશ્વના વિવિધ દેશોના મહેમાનો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો, આપ સૌને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે, મ્યુઝિયમ વિશ્વના દિગ્ગજ લોકો અહીં એકઠા થયા છે. આજનો પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોમાં પણ આધુનિક ટેક્નોલોજી સાથે જોડાઈને ઈતિહાસના વિવિધ પ્રકરણો જીવંત થઈ રહ્યા છે. જ્યારે આપણે કોઈ મ્યુઝિયમમાં જઈએ છીએ, ત્યારે આપણને એવું લાગે છે કે જાણે આપણને ભૂતકાળનો, તે યુગનો પરિચય થઈ રહ્યો હોય, આપણી મુલાકાત થઈ રહી હોય. મ્યુઝિયમમાં જે દેખાય છે તે હકીકતો પર આધારિત છે, તે દૃશ્યમાન છે, તે પુરાવા આધારિત છે. મ્યુઝિયમમાં એક તરફ આપણને ભૂતકાળમાંથી પ્રેરણા મળે છે તો બીજી તરફ ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજોનું પણ ભાન થાય છે. તમારી થીમ - ટકાઉપણું અને સુખાકારી, આજના વિશ્વની પ્રાથમિકતાઓને હાઇલાઇટ કરે છે અને આ ઇવેન્ટને વધુ સુસંગત બનાવે છે. મને ખાતરી છે કે, તમારા પ્રયાસોથી યુવા પેઢીની મ્યુઝિયમોમાં રુચિ વધુ વધશે, તેમને આપણા વારસાનો પરિચય કરાવશે. આ પ્રયાસો માટે હું તમને બધાને અભિનંદન આપું છું. અહીં આવતા પહેલા મને મ્યુઝિયમમાં થોડીક ક્ષણો વિતાવવાનો મોકો મળ્યો, સરકારી, બિનસરકારી અનેક કાર્યક્રમોમાં જવાની તક મળે છે, પરંતુ હું એટલું કહી શકું કે મન પર પ્રભાવ પાડવાનું સમગ્ર આયોજન, તેનું શિક્ષણ અને સરકાર પણ એવી ઉંચાઈથી કાર્ય કરી શકે છે કે જેના લીધે ગર્વ થાય છે એવી વ્યવસ્થા છે. અને હું માનું છું કે આજનો પ્રસંગ ભારતીય સંગ્રહાલયોની દુનિયામાં એક મોટો વળાંક લાવશે. આ મારી દ્રઢ માન્યતા છે. સાથીઓ, સેંકડો વર્ષની ગુલામીના લાંબા ગાળામાં ભારતને એવું પણ નુકસાન થયું કે આપણો ઘણો લેખિત અને અલિખિત વારસો નાશ પામ્યો. ગુલામીના સમયગાળા દરમિયાન ઘણી હસ્તપ્રતો, ઘણાં પુસ્તકાલયો બાળી નાખવામાં આવ્યા, નાશ કરવામાં આવ્યા. આ માત્ર ભારતનું જ નુકસાન નથી, સમગ્ર વિશ્વનું, સમગ્ર માનવજાતનું નુકસાન છે. દુર્ભાગ્યે, આઝાદી પછી, આપણા વારસાને જાળવવા માટે જે પ્રયત્નો થવા જોઈએ તે પૂરતા થયા નથી. હેરિટેજ વિશે લોકોમાં જાગૃતિના અભાવે આ નુકસાનમાં વધુ વધારો કર્યો છે. અને તેથી જ, ભારતે આઝાદીના અમૃતકાલમાં જે 'પંચ-પ્રાણ' જાહેર કર્યા છે, તેમાં મુખ્ય છે - આપણા વારસા પર ગર્વ! અમૃત મહોત્સવમાં ભારતની વિરાસતની જાળવણીની સાથે સાથે અમે નવા સાંસ્કૃતિક માળખાનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. દેશના આ પ્રયાસોમાં સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ પણ છે અને હજારો વર્ષનો સાંસ્કૃતિક વારસો પણ છે. મને કહેવામાં આવ્યું છે કે તમે આ ઇવેન્ટમાં સ્થાનિક અને ગ્રામીણ સંગ્રહાલયોને વિશેષ મહત્વ આપ્યું છે. ભારત સરકાર સ્થાનિક અને ગ્રામીણ સંગ્રહાલયોની જાળવણી માટે વિશેષ અભિયાન પણ ચલાવી રહી છે. આપણા દરેક રાજ્ય, દરેક ક્ષેત્ર અને દરેક સમાજના ઈતિહાસને સાચવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સ્વતંત્રતા સંગ્રામમાં આપણા આદિવાસી સમુદાયના યોગદાનને અમર બનાવવા માટે અમે 10 વિશેષ સંગ્રહાલયો પણ બનાવી રહ્યા છીએ. હું સમજું છું કે આખી દુનિયામાં આ એક અનોખી પહેલ છે જેમાં આદિવાસી વિવિધતાની આટલી વ્યાપક ઝલક જોવા મળશે. મીઠાના સત્યાગ્રહ દરમિયાન મહાત્મા ગાંધી જે માર્ગે ચાલ્યા હતા, તે દાંડી માર્ગને પણ સાચવવામાં આવ્યો છે. ગાંધીજીએ જ્યાં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તે સ્થળે ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે. આજે દેશ અને દુનિયામાંથી લોકો દાંડી કુટીર જોવા ગાંધીનગર આવે છે. આપણા બંધારણના મુખ્ય શિલ્પી બાબાસાહેબ આંબેડકરનું જ્યાં નિધન થયું હતું તે જગ્યા દાયકાઓથી જર્જરિત હાલતમાં હતી. અમારી સરકારે દિલ્હીના 5 અલીપોર રોડ આ સ્થળને રાષ્ટ્રીય સ્મારકમાં ફેરવી દીધું છે. બાબાસાહેબના જીવન સાથે સંબંધિત પંચ તીર્થો, જ્યાં તેઓ જન્મ્યા હતા તે મહુમાં, લંડનમાં જ્યાં તેઓ રહેતા હતા, નાગપુરમાં જ્યાં તેમણે દીક્ષા લીધી હતી, મુંબઈમાં ચૈત્યભૂમિ જ્યાં તેમની સમાધિનો પણ વિકાસ થઈ રહ્યો છે. ભારતના 580 થી વધુ રજવાડાઓને જોડતી સરદાર સાહેબની ગગનચુંબી પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પણ દેશનું ગૌરવ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક મ્યુઝિયમ પણ છે. પંજાબમાં જલિયાવાલા બાગ હોય, ગુજરાતમાં ગોવિંદ ગુરુજીનું સ્મારક હોય, યુપીમાં વારાણસીમાં માન મહેલ મ્યુઝિયમ હોય, ગોવામાં ક્રિશ્ચિયન આર્ટનું મ્યુઝિયમ હોય, આવી અનેક જગ્યાઓ સાચવવામાં આવી છે. મ્યુઝિયમને લગતો વધુ એક અનોખો પ્રયાસ ભારતમાં થયો છે. અમે રાજધાની દિલ્હીમાં દેશના તમામ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓની યાત્રા અને યોગદાનને સમર્પિત પીએમ-મ્યુઝિયમ બનાવ્યું છે. આજે દેશભરમાંથી લોકો આઝાદી પછીની ભારતની વિકાસ યાત્રાના સાક્ષી બનવા માટે પીએમ મ્યુઝિયમમાં આવી રહ્યા છે. અહીં આવનાર અમારા મહેમાનોને હું એકવાર આ મ્યુઝિયમની મુલાકાત લેવા ખાસ વિનંતી કરીશ. સાથીઓ, જ્યારે કોઈ દેશ તેના વારસાને બચાવવાનું શરૂ કરે છે, ત્યારે તેની બીજી બાજુ બહાર આવે છે. આ પાસું અન્ય દેશો સાથેના સંબંધોમાં આત્મીયતા છે. જેમ ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ પછી, ભારતે તેમના પવિત્ર અવશેષોને પેઢી દર પેઢી સાચવી રાખ્યા છે. અને આજે તે પવિત્ર અવશેષો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો બૌદ્ધ અનુયાયીઓને એક કરી રહ્યાં છે. ગયા વર્ષે જ અમે બુદ્ધ પૂર્ણિમાના અવસરે મંગોલિયામાં 4 પવિત્ર અવશેષો મોકલ્યા હતા. તે પ્રસંગ સમગ્ર મંગોલિયા માટે આસ્થાનો મહાન તહેવાર બની ગયો. બુદ્ધના અવશેષો જે આપણા પાડોશી દેશ શ્રીલંકામાં છે તે પણ બુદ્ધ પૂર્ણિમાના અવસરે અહીં કુશીનગર લાવવામાં આવ્યા હતા. એ જ રીતે, ગોવામાં સેન્ટ ક્વીન કેતેવનના પવિત્ર અવશેષોનો વારસો પણ ભારત પાસે સાચવવામાં આવ્યો છે. મને યાદ છે, જ્યારે અમે સેન્ટ ક્વીન કેટેવનના અવશેષો જ્યોર્જિયા મોકલ્યા ત્યારે ત્યાં રાષ્ટ્રીય ઉજવણીનો માહોલ હતો. તે દિવસે, જ્યોર્જિયાના ઘણા નાગરિકો ત્યાં રસ્તાઓ પર એકઠા થયા હતા, ત્યાં એક મેળા જેવું વાતાવરણ થઈ ગયું હતું. એટલે કે આપણો વારસો પણ વૈશ્વિક એકતાનો સ્ત્રોત બને છે. અને તેથી, આ વારસાને જાળવી રાખતા આપણા સંગ્રહાલયોની ભૂમિકા પણ વધુ વધે છે. સાથીઓ, જેમ આપણે આવતીકાલ માટે કુટુંબમાં સંસાધનો ઉમેરીએ છીએ, તેવી જ રીતે આપણે આખી પૃથ્વીને એક કુટુંબ માનીને આપણા સંસાધનોને બચાવવાના છે. હું સૂચન કરું છું કે આપણા સંગ્રહાલયો આ વૈશ્વિક પ્રયાસોમાં સક્રિય સહભાગી બને. આપણી પૃથ્વીએ પાછલી સદીઓમાં ઘણી કુદરતી આફતોનો સામનો કર્યો છે. તેમની યાદો અને પ્રતીકો આજે પણ હાજર છે. આપણે વધુમાં વધુ સંગ્રહાલયોમાં આ પ્રતીકો અને તેમને સંબંધિત ચિત્રોની ગેલેરીની દિશામાં વિચારવું જોઈએ. આપણે જુદા જુદા સમયે પૃથ્વીના બદલાતા ચિત્રનું નિરૂપણ પણ કરી શકીએ છીએ. આ સાથે આગામી સમયમાં લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે. મને કહેવામાં આવ્યું છે કે આ એક્સ્પોમાં ગેસ્ટ્રોનોમિક અનુભવ માટે જગ્યા પણ બનાવવામાં આવી છે. લોકોને અહીં આયુર્વેદ અને મિલેટ્સ-શ્રી અન્ન પર આધારિત વાનગીઓનો પણ અનુભવ થશે. ભારતના પ્રયાસોથી, આયુર્વેદ અને મિલેટ્સ-શ્રી અન્ન આ બંને આજકાલ વૈશ્વિક ચળવળ બની ગયા છે. હજારો વર્ષોની ખાદ્યાન્ન અને વિવિધ વનસ્પતિઓની સફરના આધારે આપણે નવા સંગ્રહાલયો પણ બનાવી શકીએ છીએ. આવા પ્રયાસો આ જ્ઞાન પ્રણાલીને આવનારી પેઢીઓ સુધી લઈ જશે અને તેમને અમર બનાવશે. સાથીઓ, આ તમામ પ્રયાસોમાં સફળતા ત્યારે જ મળશે જ્યારે આપણે ઐતિહાસિક વસ્તુઓની જાળવણીને દેશની પ્રકૃતિ બનાવીશું. હવે પ્રશ્ન એ છે કે આપણા વારસાનું રક્ષણ એ દેશના સામાન્ય નાગરિકનો સ્વભાવ કેવી રીતે બનશે? હું એક નાનું ઉદાહરણ આપું. ભારતમાં દરેક પરિવાર શા માટે પોતાના ઘરમાં પોતાનું એક ફેમિલી મ્યુઝિયમ નથી બનાવતું? ઘરના લોકો વિશે, પોતાના પરિવારની માહિતી. આમાં ઘરની જૂની અને ઘરના વડીલોની કેટલીક ખાસ વસ્તુઓ રાખી શકાય છે. આજે તમે જે કાગળ લખો છો તે તમને સામાન્ય લાગે છે. પણ તમારા લખાણમાંનો એ જ કાગળ ત્રણ-ચાર પેઢી પછી લાગણીની મિલકત બની જશે. એ જ રીતે, આપણી શાળાઓ, આપણી વિવિધ સંસ્થાઓ અને સંસ્થાઓનું પણ પોતાનું મ્યુઝિયમ હોવું જોઈએ. ચાલો જોઈએ, ભવિષ્ય માટે કેટલી મોટી અને ઐતિહાસિક મૂડી તૈયાર થશે. દેશના વિવિધ શહેરો પણ સિટી મ્યુઝિયમ જેવા પ્રોજેક્ટને આધુનિક સ્વરૂપમાં તૈયાર કરી શકે છે. જેમાં તે શહેરોને લગતી ઐતિહાસિક વસ્તુઓ રાખી શકાય છે. રેકોર્ડ રાખવાની જૂની પરંપરા જે આપણે જુદા જુદા સંપ્રદાયોમાં જોઈએ છીએ તે પણ આ દિશામાં આપણને ઘણી મદદ કરશે. સાથીઓ, મને ખુશી છે કે આજે મ્યુઝિયમો માત્ર મુલાકાત લેવાનું સ્થળ નથી બની રહ્યા પરંતુ યુવાનો માટે કારકિર્દીનો વિકલ્પ પણ બની રહ્યા છે. પરંતુ હું ઈચ્છું છું કે આપણે આપણા યુવાનોને માત્ર મ્યુઝિયમ કામદારોના દૃષ્ટિકોણથી જોવું જોઈએ નહીં. ઇતિહાસ અને આર્કિટેક્ચર જેવા વિષયો સાથે જોડાયેલા આ યુવાનો વૈશ્વિક સાંસ્કૃતિક આદાનપ્રદાનનું માધ્યમ બની શકે છે. આ યુવાનો અન્ય દેશોમાં જઈ શકે છે, ત્યાંના યુવાનો પાસેથી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ વિશે શીખી શકે છે, તેમને ભારતની સંસ્કૃતિ વિશે જણાવી શકે છે. તેમનો અનુભવ અને ભૂતકાળ સાથેનો સંબંધ આપણા દેશની ધરોહરને જાળવવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે. સાથીઓ, આજે, જ્યારે આપણે સામાન્ય વારસાની વાત કરી રહ્યા છીએ, ત્યારે હું એક સામાન્ય પડકારનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું. આ પડકાર કલાકૃતિઓની દાણચોરી અને વિનિયોગનો છે. ભારત જેવા પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો સેંકડો વર્ષોથી આની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આઝાદી પહેલા અને પછી ઘણી વસ્તુઓને આપણા દેશમાંથી અનૈતિક રીતે બહાર લઈ જવામાં આવી છે. આ પ્રકારના ગુનાને રોકવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. મને ખુશી છે કે આજે વિશ્વમાં ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા વચ્ચે હવે વિવિધ દેશોએ તેમનો વારસો ભારતને પરત કરવાનું શરૂ કર્યું છે. બનારસમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની મૂર્તિ હોય, ગુજરાતમાંથી ચોરાયેલી મહિષાસુરમર્દિનીની મૂર્તિ હોય કે પછી ચોલ સામ્રાજ્ય દરમિયાન બનેલી નટરાજની મૂર્તિઓ હોય, લગભગ 240 પ્રાચીન કલાકૃતિઓ ભારતમાં પાછી લાવવામાં આવી છે. જ્યારે આ પહેલા ઘણા દાયકાઓ સુધી આ સંખ્યા 20 સુધી પહોંચી ન હતી. આ 9 વર્ષોમાં ભારતમાંથી સાંસ્કૃતિક વસ્તુઓની દાણચોરીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હું વિશ્વભરના કલાના જાણકારોને, ખાસ કરીને મ્યુઝિયમો સાથે સંકળાયેલા લોકોને આ ક્ષેત્રમાં વધુ સહકાર વધારવા વિનંતી કરું છું. કોઈપણ દેશના કોઈપણ મ્યુઝિયમમાં આવી કોઈ કલાકૃતિ ન હોવી જોઈએ, જે ત્યાં અનૈતિક રીતે પહોંચી હોય. આપણે બધા સંગ્રહાલયો માટે આને નૈતિક પ્રતિબદ્ધતા બનાવવી જોઈએ. સાથીઓ, મને ખાતરી છે કે, આપણે ભૂતકાળ સાથે જોડાયેલા રહીને ભવિષ્ય માટે નવા વિચારો પર કામ કરવાનું ચાલુ રાખીશું. વારસાનું જતન કરવાની સાથે સાથે નવો વારસો બનાવીશું. આજ કામના સાથે, આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ! YP/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-54186
ceb5bc4597d0018da849cab3384762e6b3fd26b994af0150a18e6c3072df454a
guj
વહાણવટા મંત્રાલય સુરત અને દીવ વચ્ચે પ્રથમ એવી ક્રૂઝ સર્વિસનો શુભારંભ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સરકારે જળ પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તથા પરિવહનનું નવું ભવિષ્ય જળ પરિવહન છેઃ ક્રૂઝ સર્વિસનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરતના હજીરા પોર્ટ પરથી દીવ સુધીની ક્રૂઝ સર્વિસનો શુભારંભ કર્યો હતો. શ્રી મનસુખ માંડવિયાએ આ ક્રૂઝ સર્વિસના શુભારંભ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત સરકારે ક્રૂઝ પ્રવાસનના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. શ્રી માંડવિયાએ ઉમેર્યું હતું કે, “મને એ જાહેર કરતા અતિ આનંદ થાય છે કે, વર્ષ 2014 અગાઉ ભારતીય બંદરો પર 139 ક્રૂઝ આવતી હતી, પણ અત્યારે કોવિડ-19 રોગચાળા વચ્ચે પણ દેશમાં 450 ક્રૂઝ આવે છે. વર્ષ 2014 પછી અત્યાર સુધી ક્રૂઝ સેવાઓ દ્વારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2014 અગાઉ ક્રૂઝ પ્રવાસીઓની સંખ્યા એક લાખ હતી અને વર્ષ 2019-20માં પ્રવાસીઓની સંખ્યા 4.5 લાખ હતી.” શ્રી માંડવિયાએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય દરિયા કિનારો ક્રૂઝ પ્રવાસનના ઉદ્યોગ માટે પ્રચૂર સંભવિતતા ધરાવે છે તથા ભારતના પશ્ચિમ દરિયા કિનારા અને પૂર્વ દરિયા કિનારા એમ બંને તરફ 6 આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ્સ બનાવવાની યોજના ધરાવે છે. શ્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર વચ્ચે ફેરી, રોરો અને રોપેક્સ સેવાઓના વિકાસ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો તથા કહ્યું હતું કે, ક્રૂઝ સેવાઓમાં અદ્યતન ફેરી ટર્મિનલ્સ અને આધુનિક સુવિધાઓ સાથે પરિવહનનું નવું ભવિષ્ય જળ પરિવહન છે. આ ક્રૂઝ સેવાના એક તરફ પ્રવાસનો સમય અંદાજે 13 થી 14 કલાક છે. ક્રૂઝની ક્ષમતા 300 પેસેન્જર છે અને 16 કેબિન ધરાવે છે. આ ક્રૂઝ એક અઠવાડિયામાં બે રાઉન્ડ ટ્રિપ કરશે. ક્રૂઝ ડેક પર ગેમિંગ લોંજ, વીઆઇપી લોંજ, મનોરંજન તથા અન્ય આધુનિક સુવિધાઓ ધરાવે છે. એક તરફના પ્રવાસનો ખર્ચ રૂ. 900 + કરવેરા હશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર, 2020માં ‘હજીરા-ઘોઘા’ રોપેક્સ સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું તથા ચાર મહિનાની અંદર એક લાખ પેસેન્જર અને હજારો વાહનોએ ફેરી સર્વિસનો ઉપયોગ કરીને હજીરા થી ઘોઘા સુધી પ્રવાસનો સમય અને ખર્ચ બંને બચાવ્યાં છે. શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ફેરી સર્વિસની સફળતાએ ગુજરાત અને ભારતમાં જળ પરિવહનના વધુ ઘણા રૂટ માટે દરવાજા ખોલી નાંખ્યા છે. SD/GP (Visitor Counter : 235
pib-150987
c5e0951ea094422ace45120aedd9d1a97e51f267fd8bed63ad25a056f18308ae
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું; “પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર શત-શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.’ SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-164000
4f07b8832b3ce64b24afdfe74345ab91b577ace5208e869090f2319ea8276ee5
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ભારતમાં લેહ ખાતે ભારતીય સશસ્ત્ર દળને કરેલા સંબોધનનો મૂળ પાઠ ભારત માતા કી - જય ભારત માતા કી - જય સાથીઓ, તમારી આ હિંમત, તમારું શૌર્ય, અને મા ભારતીનાં માન-સન્માનના રક્ષણ માટે તમારું સમર્પણ અદ્વિતીય છે. તમારી જીવંતતા પણ દુનિયામાં કોઈનાથીયે ઓછી નથી. જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે ઊંચાઈ ઉપર તમે મા ભારતીની ઢાલ બનીને તેની રક્ષા કરો છો, તેની સેવા કરો છો, તેનો મુકાબલો સમગ્ર વિશ્વમાં કોઈ કરી શકે તેમ નથી. તમારું સાહસ આ ઊંચાઈથી પણ ઊંચું છે, જ્યાં તમે ફરજ બજાવી રહ્યા છો. તમારું હૃદય, આ ખીણ વિસ્તારથી પણ વધુ મજબૂત છે, જેને તમે રોજ તમારાં કદમોથી ખૂંદી વળો છો. તમારા બાહુ આ ખડકો કરતાં પણ વધુ મજબૂત છે, જે તમારી આસપાસ ઊભાં છે. તમારી ઈચ્છાશક્તિ આસપાસના પર્વતો જેટલી દ્રઢ છે. આજે તમારી વચ્ચે આવીને હું એ અનુભવી રહ્યો છું. હું પ્રત્યક્ષ તેને મારી પોતાની આંખોથી જોઈ રહ્યો છું. સાથીઓ, જ્યારે દેશની સુરક્ષા તમારા હાથોમાં છે, તમારા મજબૂત ઈરાદાઓમાં છે, તો એક અતૂટ વિશ્વાસ છે. ફક્ત મને જ નહીં, સમગ્ર દેશને અતૂટ વિશ્વાસ છે અને દેશ નિશ્ચિંત પણ છે. તમે જ્યારે સીમા ઉપર ફરજ બજાવી રહ્યા છો, તો આ વાત પ્રત્યેક દેશવાસીને દેશ માટે દિવસ-રાત કામ કરવા માટે પ્રેરે છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેનાર, તમારા લોકોના કારણે, તમારા ત્યાગ, બલિદાન, પુરુષાર્થને કારણે વધુ મજબૂત બને છે. અને હમણાં તમે અને તમારા સાથીઓએ જે વીરતા દર્શાવી છે, તેનાથી સમગ્ર વિશ્વને એ સંદેશ મળ્યો છે કે ભારતની તાકાત શું છે. હમણાં મારી સામે મહિલા સૈનિકોને પણ જોઈ રહ્યો છું. યુદ્ધના મેદાનમાં, સીમા ઉપર આ દ્રશ્ય પોતાને પ્રેરણા આપે છે. સાથીઓ, રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરજીએ લખ્યું હતું - જિનકે સિંહનાદ સે સહમી. ધરતી રહી અભી તક ડોલ. કલમ, આજ ઉનકી જય બોલ. કલમ આજ ઉનકી જય બોલ. તો હું, આજે મારી વાણી દ્વારા તમારી જય બોલું છું, તમને નમસ્કાર કરું છું. હું ગલવાન ખીણ પ્રદેશમાં શહીદ થયેલા આપણા વીર જવાનોને પણ ફરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમાં પૂર્વથી, પશ્ચિમથી, ઉત્તરથી, દક્ષિણથી, દેશના દરેક ખૂણેથી વીરોએ પોતાનું શૌર્ય બતાવ્યું હતું. તેમના પરાક્રમ, તેમની સિંહગર્જનાથી ધરતી હજુ પણ તેમનો જયકાર કરી રહી છે. આજે દરેક દેશવાસીનું મસ્તક તમારી સમક્ષ, પોતાના દેશના વીર સૈનિકોની સમક્ષ આદરપૂર્વક નતમસ્તક થઈને નમન કરે છે. આજે પ્રત્યેક ભારતીયની છાતી તમારી બહાદુરી અને પરાક્રમથી ફૂલેલી છે. સાથીઓ, સિંધુના આશીર્વાદથી આ ધરતી ગુણવાન બની છે. વીર સપૂતોના સાહસ અને પરાક્રમની ગાથાઓ આ ધરતીએ પોતાનામાં સમેટેલી છે. લેહ-લદ્દાખથી લઈને કારગિલ અને સિયાચીન સુધી, રિજાંગલાનાં બરફીલાં શિખરોથી માંડીને ગલવાન ઘાટીના ઠંડા પાણીના પ્રવાહ સુધી, પ્રત્યેક શિખર, પ્રત્યેક પર્વત, દરેક ખૂણો-ખાંચરો, દરેક કાંકરો-પત્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરે છે. 14 કોર્પ્સની શૂરવીરતાના કિસ્સા તો ચારેતરફ છે. દુનિયાએ તમારું અદમ્ય સાહસ જોયું છે, જાણ્યું છે. તમારી શૌર્ય ગાથાઓ ઘરે ઘરે ગુંજી રહી છે અને ભારત માતાના દુશ્મનોને તમારી ફાયર પણ જોઈ છે અને તમારી ફ્યુરી પણ. સાથીઓ, લદ્દાખનો તો આ સમગ્ર હિસ્સો, ભારતનું મસ્તક, 130 કરોડ ભારતીયોના માન-સન્માનનું પ્રતીક છે. આ ભૂમિ ભારત માટે સર્વસ્વ ત્યાગ કરવા માટે હંમેશા તૈયાર રહેનારા રાષ્ટ્ર ભક્તોની ધરતી છે. આ ધરતીએ કુશાંકબકુલા રિનપોંછે જેવા મહાન રાષ્ટ્રભક્ત દેશને આપ્યા છે. એ રિનપોંછે જી, જેમના કારણે દુશ્મનના નાપાક ઈરાદાઓથી સ્થાનિક લોકો સજાગ બન્યા. રિનપોંછેજીની આગેવાની હેઠળ અહીં ફૂટ પાડવાના પ્રત્યેક ષડયંત્રને લદ્દાખની રાષ્ટ્રભક્ત જનતાએ નિષ્ફળ બનાવ્યું છે. આ તેમના જ પ્રેરણાદાયી પ્રયાસોનું પરિણામ હતું કે દેશને ભારતીય સેનાને લદ્દાખ સ્કાઉટ નામે ઈન્ફન્ટ્રી રેજિમેન્ટ બનાવવાની પ્રેરણા મળી. આજે લદ્દાખના લોકો પ્રત્યેક સ્તરે - પછી તે લશ્કર હોય કે સામાન્ય નાગરિકના કર્તવ્ય હોય, રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે અદભુત યોગદાન આપી રહ્યા છે. સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે કે - खड्गेन आक्रम्य वंदिता आक्रमण: पुणिया, वीर भोग्य वसुंधरा એટલે કે વીર પોતાનાં શસ્ત્રની તાકાતથી જ ધરતીની, માતૃભૂમિની રક્ષા કરે છે. આ ધરતી વીર-ભોગ્યી - પરાક્રમી છે, વીરો માટે છે. તેનાં સંરક્ષણ - સુરક્ષા માટે આપણાં સમર્થન અને સામર્થ્ય, આપણો સંકલ્પ હિમાલય જેટલો જ ઊંચો છે. આ સામર્થ્ય અને આ સંકલ્પ, આ સમયે હું તમારી આંખોમાં નિહાળી શકું છું. તમારા ચહેરા ઉપર તે સ્પષ્ટ રીતે નજરે ચઢે છે. તમે એ જ ધરતીના વીર છો, જેણે હજારો વર્ષોથી અનેક અત્યાચારીઓના હુમલાઓ, અત્યાચારોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે, અને આ આપણી ઓળખ છે, આપણે એ લોકો છીએ, જેઓ મોરલીધારી કૃષ્ણની પૂજા કરે છે. આપણે એ જ લોકો છીએ, જે સુદર્શન ચક્રધારી કૃષ્ણને પણ આદર્શ માનીને ચાલીએ છીએ. આ જ પ્રેરણાથી પ્રત્યેક આક્રમણ બાદ ભારત વધુ મજબૂત બન્યું છે. સાથીઓ, રાષ્ટ્રોની, દુનિયાની, માનવતાની પ્રગતિ માટે શાંતિ અને મિત્રતાનો દરેક સ્વીકાર કરે છે, દરેક માને છે, અને તે બહુ જરૂરી છે. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે દુર્બળ લોકો ક્યારેય શાંતિ લાવી ન શકે. કમજોર શાંતિની પહેલ ન કરી શકે. વીરતા જ શાંતિની પૂર્વશરત હોય છે. ભારત આજે જળ, ધરા, ગગન અને અંતરિક્ષ સુધી પોતાની તાકાત વધારી રહ્યો છે, તો તેની પાછળનો હેતુ માનવકલ્યાણ જ છે. ભારત આજે આધુનિક શસ્ત્ર-સરંજામનું ઉત્પાદન કરી રહ્યો છે. વિશ્વની સૌથી આદ્યતન ટેકનોલોજી ભારતીય સેના માટે લાવવામાં આવી રહી છે, તો તેની પાછળની ભાવના પણ આ જ છે. ભારત જો આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપી નિર્માણ કરી રહ્યો છે, તો તેની પાછળનો સંદેશ પણ આ જ છે. આપણે જો વિશ્વયુદ્ધને યાદ કરીએ, તો વિશ્વ યુદ્ધ હોય કે પછી શાંતિની વાત - જ્યારે પણ જરૂર પડી છે, વિશ્વએ આપણા વીરોના પરાક્રમ પણ જોયાં છે અને વિશ્વ શાંતિના તેમના પ્રયાસોનો અનુભવ પણ કર્યો છે. આપણે હંમેશા માનવતાની, માણસાઈની, માનવજાતિની રક્ષા અને સુરક્ષા માટે કામ કર્યું છે, જીવન ન્યોચ્છાવર કર્યાં છે. તમે સહુ ભારતના આ જ લક્ષને ભારતની આ જ પરંપરાને ભારતની આ જ મહાન સંસ્કૃતિને સ્થાપિત કરનારા મોખરાના લીડર છો. સાથીઓ, મહાન સંત તિરુવલ્લુવરજીએ અનેક વર્ષ પૂર્વે કહ્યું હતું - म्हायरा माणमांड बड़ी चेला कुटुम ये ना नानगे ये मम पढ़ाई कहा એટલે કે, શૌર્ય, આદર, મર્યાદાપૂર્ણ વ્યવહારની પરંપરા અને વિશ્વસનીયતા, આ ચાર ગુણ કોઈ પણ દેશની સેનાનાં પ્રતિબિંબ હોય છે. ભારતીય સેના હંમેશા આ માર્ગ ઉપર ચાલી છે. સાથીઓ, વિસ્તારવાદનો યુગ પૂરો થઈ ચૂક્યો છે, આ યુગ વિકાસવાદનો છે. ઝડપથી બદલાતા જતા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે જ તક છે અને વિકાસવાદ જ ભવિષ્યનો આધાર પણ છે. પાછલા સૈકાઓમાં વિસ્તારવાદે જ માનવતાનું સૌથી વધુ અહિત કર્યું, માનવતાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. વિસ્તારવાદની જીદ્દ, જ્યારે કોઈના ઉપર સવાર થઈ છે, ત્યારે તેણે હંમેશા વિશ્વ શાંતિ સામે જોખમ ઊભું કર્યું છે. અને સાથીઓ, એ ન ભૂલીએ કે, ઈતિહાસ સાક્ષી છે કે આવી તાકાતો નષ્ટ થઈ છે અથવા પાછા વળવા મજબૂર થઈ ગઈ છે. વિશ્વનો હંમેશા આ જ અનુભવ રહ્યો છે અને આ જ અનુભવને આધારે હવે આ વખતે ફરીથી સમગ્ર વિશ્વએ વિસ્તારવાદનો સામનો કરવાનું નક્કી કરી લીધું છે. આજે વિશ્વ વિકાસવાદને સમર્પિત છે અને વિકાસની ખુલ્લી સ્પર્ધાનું સ્વાગત કરી રહ્યું છે. સાથીઓ, જ્યારે જ્યારે હું રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા કોઈ નિર્ણય બાબતે વિચારું છું તો હું સૌથી પહેલા બે માતાઓનું સ્મરણ કરું છું - પ્રથમ, આપણા સહુની ભારતમાતા, અને બીજી એ વીર માતાઓ, જેમણે તમારા જેવા પરાક્રમી યોદ્ધાઓને જન્મ આપ્યો છે, હું આ બંને માતાઓનું સ્મરણ કરું છું. મારા નિર્ણયની કસોટી આ જ છે. આ કસોટી ઉપર ચાલીને નિર્ણયો આપના સન્માન, આપના પરિવારના સન્માન અને ભારત માતાની સુરક્ષાને દેશમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. લશ્કર માટે આધુનિક શસ્ત્ર હોય કે તમારા માટે આવશ્યક સામાન, આ બધા ઉપર અમે ઘણું ધ્યાન આપતા રહ્યા છીએ. હવે દેશમાં બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ લગભગ ત્રણ ગણો કર્યો છે. તેનાથી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અને સરહદ ઉપરના માર્ગો, પુલ બનાવવાના કામમાં પણ ઘણી તેજી આવી છે. તેનાથી એક સૌથી મોટો લાભ એ થયો છે કે હવે તમારા સુધી સામાન પણ ઓછા સમયમાં પહોંચે છે. સાથીઓ, સેનાઓમાં વધુ સારા સમન્વય માટે લાંબા સમયથી જેની આશા હતી - તે ચીફ ઓફ ડિફેન્સ હોદ્દાની રચનાની વાત હોય કે પછી નેશનલ વોર મેમોરિયલનું નિર્માણ, વન રેન્ક વન પેન્શનનો નિર્ણય હોય કે પછી તમારા પરિવારની દેખરેખથી માંડીને શિક્ષણ સુધીની યોગ્ય વ્યવસ્થા માટે સતત કાર્ય, દેશ આજે દરેક સ્તરે પોતાની સેના અને સૈનિકોને મજબૂત કરી રહ્યો છે. સાથીઓ, ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું છે - સાહસનો સંબંધ પ્રતિબદ્ધતા સાથે છે, દ્રઢ પ્રતીતિ સાથે છે, સાહસ કરુણા છે, સાહસ અનુકંપા છે. સાહસ એ છે, જે આપણને નિર્ભય અને અડગ બનીને સત્યના પક્ષમાં ઊભા રહેતા શીખવે છે. સાહસ એ છે, જે આપણને સાચાને સાચું કહેવા અને કરવાની તાકાત આપે છે. સાથીઓ, દેશના વીર સપૂતોએ ગલવાન ખીણ પ્રદેશમાં જે અદમ્ય સાહસ બતાવ્યું, તે પરાક્રમની પરાકાષ્ઠા છે. દેશને તમારા ઉપર ગર્વ છે, તમારા ઉપર નાઝ છે. તમારી સાથે જ આપણા આઈટીબીપીના જવાન છે, બીએસએફના સાથીઓ છે, આપણા બીઆરઓ અને બીજાં સંગઠનોના જવાન છે, મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહેલા એન્જિનિયરો છે, મજદૂરો છે, તમે સહુ અદભુત કામ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ ખભેખભા મિલાવીને મા ભારતીની રક્ષા માટે, મા ભારતીની સેવામાં સમર્પિત છે. આજે તમારા સહુની મહેનતથી દેશ અનેક વિપત્તિઓ સામે એકસાથી અને સંપૂર્ણ દ્રઢતાથી લડી રહ્યો છે. આપ સહુમાંથી પ્રેરણા લઈને આપણે સાથે મળીને તમામ પડકારો, મુશ્કેલથી મુશ્કેલ પડકાર ઉપર વિજય મેળવતા રહ્યા છીએ, વિજય પ્રાપ્ત કરતા રહીશું. જે ભારત સામે, અને આપણે સહુએ જે ભારતનું સપનું લઈને, અને ખાસ કરીને તમે સહુ સરહદ ઉપર દેશની સુરક્ષા કરી રહ્યા છો, આપણે તે સપનાનું ભારત બનાવીશું. તમારાં સપનાંનું ભારત બનાવીશું. 130 કરોડ દેશવાસીઓ પણ પાછળ નહીં પડે, એ હું આજે તમને વિશ્વાસ અપાવવા આવ્યો છું. આપણે એક સશક્ત અને આત્મનિર્ભર ભારત બનાવીશું, બનાવીને જ જંપીશું. અને તમારામાંથી જ્યારે પ્રેરણા મળે છે, ત્યારે તો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ વધુ મજબૂત બની જાય છે. હું ફરી એકવાર તમને સહુને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે પૂરી તાકાતથી બોલજો - ભારત માતા કી - જય ભારત માતા કી - જય વંદે માતરમ - વંદે માતરમ - વંદે માતરમ આભાર GP/DS (
pib-132980
26f928c4660fe1026334edf3275ef3ed21e093496417fc394f7b12b7aac40444
guj
પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી આવતીકાલે શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લેશે આ પ્રસંગે તેઓ NECની સત્તાવાર બેઠક તેમજ જાહેર સભાને સંબોધન કરશે તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ , શિલોંગ, NEC પ્રોજેક્ટ્સ અને મેઘાલય રાજ્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે ઇવેન્ટ દરમિયાન મેઘાલયના 4G ટાવર્સને પણ સમર્પિત કરવામાં આવશે "ગોલ્ડન ફુટપ્રિન્ટ્સ", છેલ્લા 50 વર્ષોમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમાં NECના યોગદાનને ક્રોનિક કરતી એક સ્મારક વોલ્યુમ, પણ બહાર પાડવામાં આવશે કેન્દ્રીય ગૃહ પ્રધાન, DoNER પ્રધાનો, પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો, પૂર્વોત્તર ક્ષેત્રના કેન્દ્રીય પ્રધાનો પણ ઉજવણીમાં હાજરી આપશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બર 2022ના રોજ શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ ની સુવર્ણ જયંતીની ઉજવણી કરશે. તેઓ આ પ્રસંગે NECની સત્તાવાર બેઠક તેમજ જાહેર સભાને સંબોધન કરશે. કાઉન્સિલની સત્તાવાર બેઠક સ્ટેટ કન્વેન્શન સેન્ટર ઓડિટોરિયમમાં યોજાશે જ્યારે શિલોંગના પોલો ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન, DoNER પ્રધાનો, પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો, પૂર્વોત્તર ક્ષેત્રના કેન્દ્રીય પ્રધાનો, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો અને NEC ના નામાંકિત સભ્યો પણ ઉજવણીમાં હાજરી આપશે. આ ઉપરાંત, રાજ્યના મુખ્ય સચિવો, કેન્દ્રીય મંત્રાલયોના પસંદગીના સચિવો, પૂર્વોત્તર રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ અને NECના સમર્થન સાથે સ્થાપિત પ્રતિષ્ઠિત સંસ્થાઓના વડાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જાહેર સભામાં, સ્થાનિક વસ્તી ઉપરાંત, અગ્રણી નાગરિકો, સિદ્ધિઓ, સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિઓ, આઠ પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોના જૂથો પણ હાજર રહેશે. જાહેર સભામાં અંદાજે 10,000 લોકોની હાજરી અપેક્ષિત છે. નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ ની સ્થાપના 1971માં સંસદના એક અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. તેનું ઔપચારિક ઉદ્ઘાટન 7મી નવેમ્બર, 1972ના રોજ શિલોંગ ખાતે કરવામાં આવ્યું હતું અને નવેમ્બર 2022માં 50 વર્ષ પૂર્ણ થયા છે. ઑક્ટોબર 2022માં ગુવાહાટી ખાતે 70મી પૂર્ણ બેઠક દરમિયાન, જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને અધ્યક્ષ NECની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, તે નક્કી કરવામાં આવ્યું હતું કે NECના આ મહત્વપૂર્ણ માઇલસ્ટોનને યોગ્ય રીતે ઉજવવામાં આવશે. તદનુસાર, 18મી ડિસેમ્બર 2022ના રોજ શિલોંગમાં NECની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાન, પ્રધાનમંત્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ , શિલોંગ, NEC પ્રોજેક્ટ્સ અને મેઘાલય રાજ્ય પ્રોજેક્ટ્સ સહિત પૂર્વોત્તર ક્ષેત્રના વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ કરશે. તેઓ મેઘાલયના 4જી ટાવરને પણ સમર્પિત કરશે. “ગોલ્ડન ફુટપ્રિન્ટ્સ”, છેલ્લા પચાસ વર્ષોમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમાં NECના યોગદાનને ક્રોનિક કરતી સ્મારક વોલ્યુમ, પણ સુવર્ણ જયંતી કાર્યક્રમ દરમિયાન બહાર પાડવામાં આવશે. આ પુસ્તકની સામગ્રી કાઉન્સિલના આર્કાઇવ્ઝમાંથી ઉપરાંત તાજેતરના ભૂતકાળમાં NEC દ્વારા સમર્થિત આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ કાર્યોને રંગીન બનાવવા માટે કાઉન્સિલના આઠ સભ્ય દેશોના અધિકૃત રેકોર્ડમાંથી મેળવવામાં આવી છે. જ્યુબિલી સેલિબ્રેશનથી NECને આવનારા દિવસોમાં વધુ સારી રીતે ડિલિવરી કરવા અને ઉત્તર પૂર્વના આઠ રાજ્યોમાં છેલ્લા પાંચ દાયકામાં અસરકારક રીતે કરવામાં આવેલી વધુ વિકાસ પહેલને આગળ ધપાવવા માટે એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવાની અપેક્ષા છે. YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 108
pib-240627
58263a09ecced1824cd00b284d4c6a2659aaca76c5de1778460de66a0f0604b0
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય ચંદ્રયાન-3 ની જીત 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે ચંદ્રયાન-3ની જીત 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા X પરની પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું: “ચંદ્રયાન-3નો વિજય 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. નવી ક્ષિતિજો અને તેનાથી આગળ! ભારત માટે ગર્વની ક્ષણ. CB/GP/JD (
pib-33637
c82b7a9ac6a7b14c3721934ba980a09e9cfc0baddd65dfc43b320a3928daa3b5
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય એઈમ્સ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન જે. પી. નડ્ડાજી, અશ્વિની ચૌબેજી, અનુપ્રિયા પટેલજી અને આ મંચ પર ઉપસ્થિત શ્રીમાન રણદીપ ગુલેરિયાજી, શ્રી આઈ. એસ. ઝા, ડૉ. રાજેશ શર્મા અને તમામ મહાનુભવો. દિલ્હીના લોકોની સારવાર માટે, દિલ્હી આવનારા લોકો માટે, આપ સૌને માટે એક રીતે આજનો દિવસ વિશેષ છે. અને મને ખુશી છે કે આજે ગરીબોને, સામાન્ય માનવીઓને, નિમ્ન-મધ્યમવર્ગ, મધ્યમવર્ગને પોતાના જીવનની મુશ્કેલ પરિસ્થિતિના નિવારણ માટે પોતાની અને સ્વજનોની બીમારી સામે લડવામાં મદદ કરવા માટે કેટલાક નવા આધાર સ્તંભ પ્રાપ્ત થઇ રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા જ અહિં લગભગ 1700 કરોડની નવી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. તેનાથી દિલ્હીમાં ઉપસ્થિત દેશની બે મોટી હોસ્પિટલો – એઈમ્સ અને સફદરજંગમાં લગભગ 1800થી વધુ પથારીઓની નવી ક્ષમતાનો માર્ગ ખૂલ્યો છે. મિત્રો, એઈમ્સ પર વધતા દબાણને જોતા દિલ્હીમાં તેના તમામ પરિસરની ક્ષમતાને વધારવામાં આવી છે. આજે ત્રણસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનારા નેશનલ સેન્ટર ફોર એજીઈંગનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર 200 પથારીઓનું હશે. આવનારા દોઢ બે વર્ષોમાં તેને પૂરું કરવાનો પ્રયાસ કરવામાં આવશે. અહિં વરિષ્ઠ નાગરિકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં વૃદ્ધાવસ્થા, વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર પણ હશે, જ્યાં વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓને લઇને સંશોધનો કરવામાં આવશે. તે સિવાય સફદરજંગ હોસ્પિટલમાં પણ 1300 કરોડથી વધુ રકમ ખર્ચ કરીને સુવિધાઓને વધુ આધુનિક બનાવવાનું કામ થયું છે. તે અંતર્ગત જ અહિં એક ઈમરજન્સી બ્લોક પર એક સુપર સ્પેશ્યલીટી વૉર્ડની સેવાઓ દેશને સમર્પિત કરવામાં આવી છે. માત્ર તબીબી આકસ્મિક સેવાઓ માટે 500 પથારીઓની નવી ક્ષમતા સાથે સફદરજંગ હોસ્પિટલ દેશનું સૌથી મોટું આકસ્મિક સેવાઓનું દવાખાનું બની જશે. સાથીઓ, આજે જે પાંચ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. તેમાંનું એક પાવર ગ્રિડ વિશ્રામ સદન પણ છે. સાર્વજનિક ઉપક્રમો અને સમાજ પ્રત્યે તેમની જવાબદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. તેનાથી માત્ર દર્દીઓને જ નહી પરંતુ તેમની સારસંભાળ રાખનારા લોકોને પણ ઘણી મોટી રાહત મળી રહી છે. સાથીઓ, સમયસર યોગ્ય સારવાર જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ દિલ્હીનો ટ્રાફિક ઘણીવાર તેમાં અવરોધ બની જાય છે. ખાસ કરીને એઈમ્સના જુદા-જુદા કેન્દ્રો અને પરિસરોની વચ્ચે દર્દીઓ અને ડૉકટરોના આવાગમનને લઈને પહેલા ઘણી સમસ્યા હતી. એઈમ્સનું મુખ્ય મકાન અને જયપ્રકાશ નારાયણ ટ્રોમા સેન્ટરની વચ્ચે આ સમસ્યાઓ પણ હવે ઉકેલાઈ ગઈ છે. લગભગ એક કિલોમીટર લાંબી ભૂગર્ભની સુરંગનું પણ હમણાં થોડા સમય પહેલા લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. આ ટનલથી દર્દીઓ, તેમના સંબંધીઓ, ડૉકટરો અને જરૂરી દવાના યંત્રોનું કોઈપણ અડચણ વિના આવાગમન સુનિશ્ચિત થયું છે. સાથીઓ, ભારત જેવા આપણા વિશાળ, વિકસિત દેશને માટે સસ્તી, સુરક્ષિત એ આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ કેટલી મોટી જવાબદારી છે તે તમે સારી રીતે જાણો છો. વીતેલા ચાર વર્ષોમાં જાહેર આરોગ્ય કાળજીને લઇને દેશને એક નવી દિશા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના એક પછી એક નીતિગત દખલગીરી વડે આપણે તે સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં દેશના ગરીબ અને મધ્યમવર્ગને વધુ સારી સ્વાસ્થ્ય સેવાઓ માટે ભટકવું ન પડે, બિનજરૂરી ખર્ચા ન કરવા પડે. રાજ્ય સરકારોની સાથે મળીને કેન્દ્ર સરકાર દેશભરમાં સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલ આધુનિક માળખાગત સુવિધાઓ ઉભી કરી રહી છે. આ સરકારના સતત પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશમાં દવાખાનાઓમાં બાળકોને જન્મ આપવાની પ્રણાલી, સંસ્થાગત પ્રસુતિનું પ્રચલન વધ્યું છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના સ્વસ્થ્યની સતત તપાસ, રસીકરણમાં પાંચ નવી રસીઓ જોડાવાથી માતા અને બાળક મૃત્યુ દરમાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. આ પ્રયાસોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ પ્રશંસા કરી છે. સાથીઓ, સરકારનો પ્રયત્ન છે કે મોટા શહેરોની આસપાસ જે સ્વાસ્થ્ય માટે માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે તેને સુદ્રઢ કરવાની સાથે-સાથે આવી જ સુવિધાઓ બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણીના શહેરો સુધી પહોંચાડવામાં આવે. તેની માટે સરકાર બે વ્યાપક સ્તર પર કામ કરી રહી છે. એક તો જે આપણી વર્તમાન હોસ્પિટલો છે તેને વધુ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહી છે. અને બીજું દેશના દૂર સુદૂરના વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓને પહોંચાડવામાં આવી રહી છે. સાથીઓ, આઝાદીના 70 વર્ષોમાં જેટલા એઈમ્સ સ્વીકૃત થયા અથવા બનાવવામાં આવ્યા છે તેનાથી વધુ વીતેલા ચાર વર્ષોમાં મંજૂર કરવામાં આવ્યા છે. દેશમાં 13 નવા એઈમ્સની જાહેરાત કરવામાં આવી છે જેમાં આઠ પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય દેશભરમાં 15 મેડિકલ કોલેજોમાં સુપર સ્પેશીયાલિટી હોસ્પિટલોનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. સાથીઓ, નવા ભારત માટે આ એવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાં ઉત્તમ અને પૂરતી હોસ્પિટલો હોય, વધુ પથારીઓ હોય, વધુ સારી સુવિધાઓ હોય અને શ્રેષ્ઠ ડૉક્ટર અને તેમની ટીમ હોય. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તબીબી શિક્ષણમાં પણ નવા અવસરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અમારી સરકાર 58 જિલ્લાઓમાં દવાખાનાઓને મેડિકલ કોલેજના રૂપમાં અપગ્રેડ કરવાનું કામ કરી રહી છે. આ બજેટમાં જ સરકારે 24 નવા મેડિકલ કોલેજો બનાવવાની જાહેરાત કરી છે. સરકારનો પ્રયત્ન છે કે ત્રણ લોકસભા બેઠકો વચ્ચે ઓછામાં ઓછી એક મેડિકલ કોલજ જરૂરથી હોય. આ ચાર વર્ષોમાં દેશભરમાં મેડિકલની લગભગ 25 હજાર સ્નાતક અને અનુસ્નાતકની નવી બેઠકો જોડવામાં આવી છે. સરકારે પ્રવેશ પ્રક્રિયાને પણ વધુ પારદર્શી બનાવવાનું કામ કર્યું છે. સાથીઓ, આ સરકારનો દ્રષ્ટિકોણ માત્ર દવાખાનાઓ, બીમારી અને દવાઓ તથા આધુનિક સુવિધાઓ સુધી જ મર્યાદિત નથી. ઓછા ખર્ચે દેશના દરેક વ્યક્તિને ઈલાજ મળી રહે, લોકોને બીમાર બનવાના કારણોને ખતમ કરવાના પ્રયાસો હોય, એ જ વિચારધારા સાથે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમારી સરકારે સ્વાસ્થ્ય સેવાને, સ્વાસ્થ્ય મંત્રાલયની હદમાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો છે. અમારા સ્વાસ્થ્યના વિઝનની સાથે આજે ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ જોડાઈ ગયું છે. સ્વચ્છતા અને પેયજળ મંત્રાલય પણ જોડાયું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પણ તેની સાથે જોડવામાં આવ્યું છે. અને આ તમામને આપણી પારંપરિક સ્વાસ્થ્ય સેવાઓને સશક્ત કરીને અને આયુષ મંત્રાલય પાસેથી પણ સહયોગ મળી રહ્યો છે. સરકારની દ્રષ્ટિએ બીમારી અને ગરીબીની વચ્ચે જે સંબંધ છે તેને જોતા યોજનાઓ બનાવવામાં આવી છે. તેમને લાગુ કરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા છે. ગરીબીનું મોટું કારણ બીમારી પણ છે. અને એટલા માટે બીમારીને રોકવાનો અર્થ ગરીબીને રોકવાનો પણ હોય છે. આ જ દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયોનું નિર્માણ, મિશન ઇન્દ્રધનુષ હેઠળ, દૂર-સુદૂરના વિસ્તારોમાં રસીકરણ, રાષ્ટ્રીય પોષણ અભિયાન અને આયુષમાન ભારત જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ ગરીબનો બીમાર થવા ઉપરનો ખર્ચ ઓછો કરી રહી છે. આરોગ્ય જાળવણી અને સસ્તી આરોગ્યકાળજીને લઈને જેટલી ગંભીરતાથી દેશમાં અત્યારે કામ થઇ રહ્યું છે તેટલું કદાચ પહેલા ક્યારેય નથી થયું. રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજના અથવા આયુષમાન ભારત પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ કડી છે. આ યોજના અંતર્ગત દેશભરમાં લગભગ દોઢ લાખ એટલે કે દેશની દરેક મોટી પંચાયતની વચ્ચે એક આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર સ્થાપિત કરવા પર કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં આ કેન્દ્રોમાં જ બીમારીની ઓળખ માટે નિદાન અને ઉપચારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેનો ઘણો મોટો લાભ ગામડા અને નગરોમાં રહેનારા લોકોને પણ મળવા જઈ રહ્યો છે. ત્યાં જ ગંભીર બીમારીની સ્થિતિમાં દેશના ગરીબ અને નિમ્ન-મધ્યમવર્ગના લોકોને ઉત્તમ અને પાંચ લાખ સુધી મફત ઈલાજ સુનિશ્ચિત કરવા પર કામ ચાલી રહ્યું છે. આ યોજનાથી વધુમાં વધુ રાજ્યોને જોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાનગી દવાખાનાઓ સાથે જોડાયેલ લોકો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. વિશાળ સ્તર પર અનેક વિષયોમાં તમામ હિતધારકો સાથે સહમતી સધાઈ ગઈ છે અને ખૂબ ઝડપથી આ દુનિયાની સૌથી મોટી, વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના સાકાર થવાની છે. સાથીઓ, આ યોજના માત્ર ગરીબોને માટે જ જીવનદાન આપનારી છે એવું નથી પરંતુ મેડિકલ ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અવસર ઉત્પન્ન કરનારી એક નવી ક્રાંતિનું ઉદાહરણ છે. આ યોજનાના કારણે આવનારા સમયમાં દેશના ગામડા અને નાના કસબાઓની આસપાસ જે દવાખાનાઓનું મોટું નેટવર્ક બનવાનું નક્કી છે. ઘણી મોટી માત્રામાં નવા દવાખાનાઓ બનવાનું ખૂબ સ્વાભાવિક છે. કારણ કે જ્યારે બીમારીનો ખર્ચ કોઈ બીજું ઉપાડવાનું હોય તો બીમાર વ્યક્તિ દવાખાને જવાનું પસંદ કરવાનો જ છે, જે આજે જવાનું ટાળી રહ્યો છે. અને બીમાર દવાખાને જઈને પૈસા ક્યાંકથી મળવાના છે તે નક્કી છે તો દવાખાના અને ડૉક્ટર પણ સામેથી કામ કરવા માટે તૈયાર છે. અને એક રીતે એક એવી વ્યવસ્થા વિકસિત થઇ રહી છે જે દેશમાં માનવ સંસાધન વિકાસ, મેડિકલ ક્ષેત્રમાં દેશની અંદર માળખાગત સુવિધાઓનો વિકાસ અને આરોગ્ય પ્રત્યે જાગૃત સમાજના રૂપમાં આપણે એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અને આ ક્ષેત્રમાં રોજગારના અવસરો તો વધવાના જ છે. આપણે જાણીએ છીએ કે એક ડૉક્ટરની સાથે ઘણા બીજા લોકોએ પણ કામ કરવું પડે છે ત્યારે એક ડૉક્ટર કંઈક કરી શકે છે. કેટલા લોકોની માટે રોજગારની સંભાવનાઓ છે. હા, આધુનિક ચિકિત્સા સેવાઓની માટે મોટા શહેરો તરફ આવવાની મજબૂરીને પણ હું સમજુ છું કે ઘણી માત્રામાં ઓછી થઇ જશે. લોકોને પોતાના ઘરની આસપાસ બધી જ સુવિધાઓ મળશે. સાથીઓ, વીતેલા ચાર વર્ષોમાં સસ્તી આરોગ્ય સેવાઓને લઈને જે પણ યોજના સરકારે ચલાવી તેનો કેટલો લાભ સામાન્ય જનને મળી રહ્યો છે તે જાણવા માટે આ મહિનાની શરૂઆતમાં મેં પોતે દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આશરે ત્રણ લાખ કેન્દ્રો અને મારો અંદાજ છે ત્રીસ-ચાલીસ લાખ લોકો મારી સામે આવ્યા હતા. તે સમગ્ર ચર્ચામાંથી જે એક વાત નીકળીને બહાર આવી તે એ હતી કે નિમ્ન-મધ્યમવર્ગથી લઈને ગરીબ વ્યક્તિના સ્વાસ્થ્યના ખર્ચમાં આજે ઘણો ઘટાડો થયો છે. સાથીઓ તેનું કારણ તમે સૌ ખૂબ સારી રીતે જાણો છો. સરકાર દ્વારા લગભગ 1100 જરૂરી દવાઓને મૂલ્ય નિયંત્રક સીમામાં લાવવામાં આવી છે. તેનાથી લોકોને લગભગ દવાઓની પાછળ જે ખર્ચ થતો હતો તે પરિવારોને લગભગ 10 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઇ છે. એક વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાની બચત અને તે પણ એક યોજનાનું પરિણામ. દેશભરમાં 3600થી વધુ જનઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં 700થી વધુ દવાઓ અને દોઢસોથી વધુ સર્જરીનો સામાન સસ્તા ભાવે ઉપલબ્ધ છે. અમૃત સ્ટોર્સમાં પણ મળી રહેલ 50 ટકા ઓછી કિંમતની દવાઓનો લાભ લગભગ 75-80 લાખ દર્દીઓ ઉઠાવી ચુક્યા છે. આ સિવાય આજે સ્ટેન્ટ અને ઘુંટણ ઈમ્લાન્ટની કિંમતમાં ઘટાડાથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લગભગ સાડા પાંચ હજાર કરોડની બચત થઇ છે. તેમની કિંમતો પહેલાની સરખામણીએ લગભગ એક તૃતીયાંશ જેટલી થઇ ગઈ છે. આ સાથે જ જીએસટી આવ્યા પછી પણ અનેક દવાઓની કિંમતો ઓછી થવાથી લોકોને પણ લાભ મળી રહ્યો છે. દેશના લગભગ દરેક જિલ્લામાં ડાયાલિસિસ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અહિં ગરીબોને નિઃશુલ્ક ડાયાલિસિસની સુવિધા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ દર્દીઓ તેનો લાભ ઉઠાવી ચુક્યા છે. તમે અંદાજો લગાવી શકો છે કે પહેલા જ્યાં ગરીબને મફત ડાયાલિસિસ માટે સો-સો બસ્સો-બસ્સો કિલોમીટર દુર જવું પડતું હતું હવે તેને પોતાના જ જિલ્લામાં સુવિધા મળી રહી છે. જ્યારે તે આટલો દુર નહોતો જઈ શકતો તો બીજા દવાખાનાઓમાં પૈસા ખર્ચીને ડાયાલિસિસ કરાવતો હતો. હવે ગરીબને મળી રહેલ મફત ડાયાલિસિસની સુવિધાથી ડાયાલિસિસના દરેક સત્રમાં તેના લગભગ 1500થી 2000 રૂપિયાની બચત થઇ રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ લગભગ 25 લાખ ડાયાલિસિસ સત્રો મફતમાં કરવામાં આવ્યા છે. તે સિવાય આરોગ્ય જાળવવા માટે યોગે પણ નવી રીતે પોતાની ઓળખને પ્રસ્થાપિત કરી છે. યોગીઓની મજાક ઉડાવવામાં આવતી પરંતુ આજે સમગ્ર વિશ્વમાં યોગે પોતાને માટે જગ્યા બનાવી લીધી છે તેનો ડંકો વાગી ગયો છે. હું એ તો ક્યારેય નથી કહી શકતો કે કોઈ ભોગીને યોગ, યોગી બનાવી દેશે પરંતુ હું એટલું જરૂરથી કહી શકું છું કે યોગ એ ભોગીને રોગી થવાથી તો બચાવી જ શકે છે. આજ યોગ સમગ્ર દુનિયામાં જન આંદોલન બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલા જ આપણે જોયું કે કઈ રીતે સમગ્ર દુનિયામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને મને જણાવવામાં આવ્યું છે કે એઈમ્સમાં પણ આ દિવસોમાં યોગ અંગે ઘણી જાગૃતિ આવી છે. તમામ ડૉક્ટર મિત્રો પણ યોગ કરી રહ્યા હતા. મને સારું લાગ્યું. સાથીઓ, દેશના દરેક નાગરિક સુધી સ્વાસ્થ્ય સેવા પહોંચાડવી આ સરકારનું લક્ષ્ય છે પરંતુ તમારા પણ સક્રિય સહયોગ વિના, તમારા સાથ વિના, એટલે કે સંપૂર્ણ આ તબીબી ક્ષેત્રના સહકાર વિના આ શક્ય નથી. આજે જ્યારે દેશ નવા ભારતના સંકલ્પની સાથે આગળ વધી રહ્યો છે તો આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને પણ પોતાની માટે નવા સંકલ્પો નક્કી કરવા જોઈએ. 2022 જ્યારે આઝાદીના 75 વર્ષ થશે, હું જો મેડિકલ વ્યવસાયમાં છું, હું ડૉક્ટર છું, હું અન્ય સહાયક છું - 2022 સુધી આરોગ્ય ક્ષેત્રમાં મારો તે સંકલ્પ રહેશે જ્યારે આઝાદીના 75 વર્ષ થશે હું પણ આટલું કરીશ, તેવો આ દેશમાં માહોલ બનાવવાની જરૂર છે. સરકાર વર્ષ 2022 સુધી દેશને ટીબીથી મુક્ત કરાવવા માટે કાર્ય કરી રહી છે. ટીબી દર્દીઓના પોષણને ધ્યાનમાં રાખીને દર મહીને તેમને 500 રૂપિયાની આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. સાથીઓ, વિશ્વના અન્ય દેશોએ પોતાને ટીબી મુક્ત જાહેર કરવા માટે વર્ષ 2030 સુધીનો સમય નક્કી કર્યો છે. આપણે દેશને જલ્દીથી જલ્દી ટીબી મુક્ત કરવા માટે સંકલ્પની સાથે કામ કરવું પડશે, દુનિયા 2030માં પૂરું કરવા માંગે છે આપણે 2025માં પુરું કરવા માંગીએ છીએ. સમગ્ર દુનિયાની નજર ભારત પર છે કે શું તે આવું કરી શકશે? મને દેશના મેડિકલ ક્ષેત્ર પર ભરોસો છે, તેના સામર્થ્ય પર ભરોસો છે, કે તે આ પડકાર ઉપર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરશે અને દેશને યશ અપાવીને જ રહેશે તેવો મારો વિશ્વાસ છે. એવો જ એક મહત્વપૂર્ણ વિષય છે માતા અને બાળ મૃત્યુદરનો. જેમ કે મેં અગાઉ કહ્યું કે ભારતે છેલ્લા ચાર વર્ષોમાં આ વિષય ઉપર ઉલ્લેખનીય પ્રગતિ કરી છે પરંતુ માતા અને શિશુ મૃત્યુદરને ઓછામાં ઓછો કરવા માટે આપણે સૌએ મળીને તેમના પ્રયાસોને હજુ વધારે કરવા પડશે. તેના માટે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અને પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના તેમજ રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે. આ મિશનને પોતાના જીવનનું મિશન બનાવીને કાર્ય કરવામાં આવે. જન આંદોલનની જેમ વધુમાં વધુ લોકોને તેની સાથે જોડવામાં આવે તો નિશ્ચિત રુપે ખૂબ ઝડપથી અને અપેક્ષિત પરિણામો આપણે પ્રાપ્ત કરીને રહીશું. આ વિશ્વાસને લઈને આગળ વધવાનું છે. સાથીઓ, આજે દેશમાં ઈમાનદારીનું એક એવું વાતાવરણ બન્યું છે કે વધુમાં વધુ લોકો રાષ્ટ્ર નિર્માણની પોતાની જવાબદારી હોંશે-હોંશે આગળ વધીને ઉપાડી રહ્યા છે. લોકોમાં એ ભાવ આવ્યો છે, એ વિશ્વાસ વધ્યો છે કે આપણે જે કર આપીએ છીએ તેની પાઈ-પાઈ દેશની ભલાઈ માટે ખર્ચ કરવામાં આવી રહી છે. અને આ વિશ્વાસનું પરિણામ સમાજના દરેક સ્તર પર આપણને જોવા મળી રહ્યું છે. તમને ધ્યાનમાં હશે કે મેં જ્યારે લાલ કિલ્લા પરથી દેશના લોકોને આગ્રહ કર્યો હતો કે જેઓ સક્ષમ છે જેઓ ખર્ચ કરી શકે છે એવા લોકો સબસિડી શું કામ લે છે, છોડી દો ને. આટલી અમથી વાત મેં કહી હતી અને મારી આટલી જ વાતને આ દેશના સવા સો કરોડ પરિવારોએ ગેસ સબસિડી છોડી દીધી. નહિતર આપણા દેશમાં તો એવું જ માની લેવામાં આવે છે કે ભાઈ કોઈ કંઈ છોડતું નથી, એક વાર મળ્યું તો મળી ગયું અને સ્વભાવ છે કે તમે વિમાનમાં જતા હશો બાજુમાં સીટ ખાલી છે, તમારી સીટ નથી એ, વિમાન ઉડવાની તૈયારીમાં છે તો તમે મોબાઈલ ફોન મુક્યો, પુસ્તક મુક્યું, તેટલામાં આખરે કોઈ આવી ગયું, તે સીટ ઉપર બેસનારું તો શું થાય છે? સીટ તમારી નથી તમે તો તમારી સીટ પર જ બેઠા છો, છોડવાનું મન નથી કરતું. આ ક્યાંથી આવી ગયો. આ માનસિકતાની વચ્ચે આ દેશમાં 25 કરોડ પરિવારો છે. 25 કરોડ પરિવારોમાંથી સવા સો કરોડ પરિવારો ગેસની સબસિડી માત્ર કહેવા પર જ છોડી દે છે. અર્થાત દેશની તાકાત, દેશનો મિજાજ કેવો છે તેનો આપણે અનુભવ કરી શકીએ છીએ. એક બીજી વાત હું કહેવા માંગું છું, આ જ રીતે વિતેલા દિવસોમાં રેલવે દ્વારા, તમને જાણ હશે કે જે વરિષ્ઠ નાગરિકો જેઓ રેલવેમાં યાત્રા કરે છે તેમને સબસિડી મળે છે, કન્સેશન મળે છે. અને મેં પણ ક્યારેય આની જાહેરાત નહોતી કરી કારણ કે હું વિચારી રહ્યો હતો કે કરું કે ના કરું પરંતુ રેલવેએ પોતાના ફોર્મમાં લખી નાખ્યું કે શું તમે તમારી સબસિડી છોડવા માટે તૈયાર છો. તમને જાણીને આશ્ચર્ય થશેજી અને આપણા આ દેશની તાકાતને ઓળખવી પડશે. માત્ર રેલવેના રિઝર્વેશનના અરજી પત્રમાં આટલું લખી દેવામાં આવ્યું કે તમે તમારા વરિષ્ઠ નાગરિક માટેના લાભને છોડવા માંગો છો? અને હું ગર્વ સાથે કહી રહ્યો છું કે છેલ્લા આઠ-નવ મહિનાની અંદર 42 લાખ વરિષ્ઠ નાગરિકોએ પોતાની સબસિડીનો લાભ નથી લીધો, છોડી દીધી છે. મેં કહ્યું હતું કે મહિનામાં એક વાર 9 તારીખના રોજ કોઇપણ ગરીબ ગર્ભવતી મહિલા તમારા દરવાજે આવે છે તો તમે સેવાભાવથી મહિનામાં એક દિવસ 9 તારીખ તે ગરીબ માને સમર્પિત કરી દો. તે દિવસે ગરીબનું ચેક અપ કરો, તેને માર્ગદર્શન આપો તેને શું કરવું છે અને મને ખુશી છે કે હજારો ડૉકટરો ઘણા સેવા ભાવ સાથે આગળ વધી રહ્યા છે, તેમના પોતાના દવાખાનાઓની આગળ બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને 9 તારીખના રોજ ત્યાં મફત સેવા મળે છે તે જાણીને ગર્ભવતી મહિલાઓએ ડૉકટરોની પાસે પહોંચી જાય છે. કરોડો બહેનોને તેનો ફાયદો થયો છે. હું ઈચ્છીશ કે આપણા અન્ય બીજા પણ ઘણા ડૉક્ટર મિત્રો આગળ આવે, આ એવું સેવાનું કામ છે કારણ કે આપણે સૌએ મળીને આ સમસ્યાઓના સમાધાન માટે દેશમાં બે પગલા આગળ વધવાનું છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત અત્યાર સુધી દેશમાં સવા સો કરોડ ગર્ભવતી મહિલાઓની તપાસ આ ડોકટરો દ્વારા કરવામાં આવી છે. સવા કરોડ! હું આ અભિયાનમાં મારા તે ડૉક્ટર મિત્રોના સહયોગને માટે, દરેક તબીબી વ્યવસાય સાથે કામ કરનારા તે સૌની પ્રશંસા કરું છું અને હું ઈચ્છીશ કે આ વાતને આગળ વધારવામાં આવે. આ જ સેવાભાવ આ સમયે રાષ્ટ્રીય સ્વરાજ અભિયાન દરમિયાન કરવામાં આવી રહ્યો છે. અમે પણ એક કાર્યક્રમ કર્યો તમને જરા કેટલીક વસ્તુઓ ચોવીસ કલાકની ચેનલમાં જોવા નથી મળતી અને ન તો અખબારોની હેડલાઈનોમાં હોય છે. અમે એક ગ્રામ સ્વરાજ અભિયાન કર્યું હતું. અમે 17000 ગામડાઓ પસંદ કર્યા તેના કેટલાક માપદંડો હતા અને 7 કામ નક્કી કર્યા, તે 7 કામને ત્યાં આગળ 100 ટકા પૂરા કરવાના છે. તેમાંથી એક રસીકરણ પણ છે. આ રસીકરણના કામને અમે સફળતાપૂર્વક 17000 ગામડાઓમાં પૂરું કર્યું છે. હમણાં અમે નક્કી કર્યું હતું કે 15 ઓગસ્ટ સુધીમાં 115 જે મહત્વકાંક્ષી જિલ્લાઓ જે અમે નક્કી કર્યા છે. જે આજે રાજ્યની જે સરેરાશ છે તેના કરતા પણ પાછળ છે પરંતુ શક્તિશાળી છે. તે 115 જિલ્લાઓની અંદર લગભગ 45000 ગામડાઓ છે, જ્યાં દેશના આશરે ગ્રામીણ જીવનની 40 ટકા જનસંખ્યા આ જગ્યા પર જ રહે છે. તેમના માટે પણ 7 એવા કામો દર્શાવ્યા જે અમારે 100 ટકા પુરા કરવાના છે. તેમાં પણ એક રસીકરણ છે. એટલે કે એક રીતે જોઈએ તો આરોગ્ય ક્ષેત્રમાં અને દેશના રસીકરણની સીમારેખાને વધારવામાં જુદા-જુદા ક્ષેત્રો સાથે જોડાયેલ વ્યક્તિઓએ જે રીતે કામ કર્યું છે હું સમજુ છું કે તે પણ પ્રશંસનીય છે. તે આપ સૌના પ્રયાસ થકી જ શક્ય બન્યું છે કે આજે દેશમાં રસીકરણની વૃદ્ધિની ઝડપ 6 ટકા સુધી પહોંચી ગઈ છે. 6 ટકા સાંભળ્યા બાદ કદાચ તમને વધારે નહીં લાગે. 6 ટકા પરંતુ પહેલા તો 1 ટકા પણ નહોતું. તમારી આ પ્રતિબદ્ધતાને કારણે દેશ સંપૂર્ણ રસીકરણના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. દેશમાં દરેક ગર્ભવતી મહિલા અને બાળકને રસીકરણનો સંકલ્પ નવા ભારતના નિર્માણમાં, સ્વસ્થ પરિવારના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવશે. સાથીઓ, સ્વસ્થ પરિવારથી જ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ સમાજથી સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. આપણા સૌના પર અને ખાસ કરીને તમારા પર દેશને સ્વસ્થ રાખવાની જવાબદારી છે. અને એટલા માટે રાષ્ટ્રપતિજી પણ તમને રાષ્ટ્ર નિર્માણના એક મહત્વપૂર્ણ પહેરેદાર કહેતા હતા. આવો સરકારની સાથે મળીને સર્વે ભવન્તુ સુખીન: સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણી પશ્યન્તૂ. મા કશ્ચિત દુઃખ ભાગ્ભ્વેત. આ નિરામય જગતની માટે નિરામય લોકો માટે આ સંકલ્પને મનમાં ધારણ કરીને નવા ભારતને સિદ્ધ કરવા માટે આપણે સૌ આગળ વધીએ. આજે અહિયાં આ આયોજનમાં જે સુવિધાઓ દિલ્હી અને દેશને મળી છે તેના માટે એક વાર ફરીથી હું ખૂબ-ખૂબ અભિનંદનની સાથે વિભાગને પણ અભિનંદન આપું છું. તેમણે સમય સીમામાં આ બધા જ કામોને પુરા કરવા ભરપુર પ્રયાસો કર્યા છે. કારણ કે મારો આગ્રહ છે કે અમે તે જ કામોને હાથ અડાડીશું જેને અમે પુરા કરી શકીશું. નહિતર આપણા દેશમાં એવી હાલત હતી કે સંસદની અંદર રેલવે બજેટમાં સંસદની પવિત્રતા, સંસદમાં પ્રતિબદ્ધતા હોય છે. મેં નોંધ્યું કે ઘણી વાર મારા ધ્યાનમાં આવ્યું, લગભગ 1500 વસ્તુઓની જાહેરાત કરવામાં આવી હતી, એક માત્ર રેલવેએ પાછલા ત્રીસ, ચાલીસ, પચાસ વર્ષમાં અને મેં જ્યારે પૂછ્યું કે ક્યાં છે તેઓ કહે કાગળ પર પણ નહોતું. જમીન પર તો નહોતી જ આવી. અમે તે રસ્તા પર જવા નથી માંગતા. અમે માત્ર પથ્થરો જડવા માટે નથી આવ્યા, અમે પરિવર્તનનો એક સંકલ્પ લઈને આવ્યા છીએ અને આપ સૌનો સાથ માંગવા માટે આવ્યા છીએ. તમારો સાથ અને સહયોગ લઈને દેશની આશા આકાંક્ષાને પૂર્ણ કરવાનો એક સંકલ્પ લઈને ચાલી નીકળ્યા છીએ. મને વિશ્વાસ છે મારા સાથીઓ તમે પણ અમને સહયોગ આપશો. ખૂબ-ખૂબ ધન્યવાદ! NP/J.Khunt/GP/RP (Visitor Counter : 132
pib-264578
2f3adda0b7613ef1496da29f3072f0a623b5db2767260d89a310091968f4a884
guj
ગૃહ મંત્રાલય પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશના 795 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ જાહેર કરાયા ગુજરાતના 9 પોલીસ કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી નવી દિલ્હી, 24-01-2017 આ વર્ષે પ્રજાસત્તાક દિવસના પ્રસંગે દેશના 795 પોલીસ કર્મીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 107 કર્મીઓને શૌર્ય માટે પોલિસ મેડલ, 75 કર્મીઓને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલિસ મેડલ અને 613 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આ વર્ષે મેડલ માટે પોલીસ કર્મઓની પસંદગી માટે કડક નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ મેળવનાર ગુજરાતના પોલીસ કર્મીઓની વિગત નીચે મુજબ છે. - શ્રી સાગરદાન કાલુભા ગઢવી, પોલિસ સબ ઈન્સ્પેક્ટર, એડ. સીપી ટ્રાફિક અમદાવાદ શહેર, ગુજરાત – 380004. - શ્રી રામદેવસિંહ જોરૂભા રાણા, પોલિસ વાયરલેસ સબ ઈન્સ્પેક્ટર, એસપીઓફિસ, ભાવનગર, ગુજરાત-36400 - શ્રી રામચંદ્ર દુર્લભભાઈ પટેલ, આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાન્ચ, સૂરત શહેર, ગુજરાત-39500 - શ્રી દિલીપસિંહ ચમનસિંહ વાઘેલા, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, સીઆરપીએફ 15 ઓએનજીસી મહેસાણા, ગુજરાત – 384003. - શ્રી મનોજસિંહ સાહેબસિંહ રાજપૂત, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, સૂરત, ગુજરાત-395003. - શ્રી ગોપાલ ભગવાનસ્વરૂપ શર્મા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ, ગુજરાત-380061. - શ્રી ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ, ગુજરાત-380001. - શ્રી જયરાજસિંહ બળવંતસિંહ જાડેજા, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર, ગાંધીનગર, ગુજરાત-382009. - શ્રી વસંતકુમાર કલ્યાણદાસ પરમાર, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર એઆઈઓ, ગાંધીનગર, ગુજરાત – 38200 J.Khunt/GP (Visitor Counter : 157
pib-161703
4f2fcdefb2d4f9db318bf3e1c87809650401a2fedcd09fff4aeb5e6107a67d0f
guj
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દિવ્યાંગજનની સુવિધા માટે અસ્થાયી નોંધણીના માધ્યમથી પૂર્ણ નિર્મિત વાહનને અનુકૂળ વાહનમાં બદલવા ડ્રાફ્ટ નોટિફિકેશન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક ડ્રાફ્ટ નોટિફિકેશન જીએસઆર 90 9 ફેબ્રુઆરી 2023ના રોજ જારી કર્યુ કે જેનાથી દિવ્યાંગજનોની સુવિધા માટે એન્ટરપ્રાઇઝ રજીસ્ટ્રેશન દ્વારા તૈયાર કરેલ માધ્યમથી સંપૂર્ણ રીતે વાહનને અનુકૂળ વાહનોમાં ફેરફાર કરી શકાય. દિવ્યાંગજનની વિશિષ્ટતા અનુસાર, વારંવાર તેમની ગતિશીલતા સુવિધાનજક બનાવવા માટે અનુકૂળ વાહનોની આવશ્યકતા હતી. વર્તમાનમાં આ રીતે અનુકૂળતા વાહનોની નોંધણી અગાઉ નિર્માતા અથવા તેના ડીલર દ્વારા સત્તાવાર રીતે અથવા સત્તાધિકારી દ્વારા મંજૂરી મેળવ્યાના આધાર પર વાહનોની નોંધણી કરી શકાય છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે રસ્તા પર પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મોટર વાહનોને સુધારવા માટે અસ્થાયી નોંધણીની સુવિધા વધારવા માટે ઉદ્દેશ્ય નિયમો 53એ તેમજ 53બીમાં સંશોધનનો પ્રસ્તાવ રાખ્યો છે. સંશોધક નિયમોના મુખ્ય આ પ્રકાર છે- નિયમ 53A અસ્થાયી નોંધણી માટે અરજી કરવા માટેના આધારને વિસ્તૃત કરે છે જેમાં સંપૂર્ણ રીતે બાંધવામાં આવેલા મોટર વાહનોના કેસોનો સમાવેશ થાય છે જેને અનુકૂલિત વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. નિયમ 53Bમાં પેટા-નિયમ 2 હેઠળ જોગવાઈ ઉમેરવાનો પ્રસ્તાવ છે. તે જણાવે છે કે સંપૂર્ણ બિલ્ટ મોટર વાહનને કસ્ટમાઇઝ્ડ વાહનમાં રૂપાંતરિત કરવા માટે કામચલાઉ નોંધણીની માન્યતા 45 દિવસની રહેશે, જો મોટર વાહન ડીલર સ્થિત હોય તે રાજ્ય સિવાયના રાજ્યમાં નોંધાયેલ હોય. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સુધારાઓ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા મોટર વાહનો ચલાવવામાં વધુ સુવિધા આપશે. 30 દિવસના સમયગાળામાં તમામ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ અને સૂચનો આમંત્રિત કરવામાં આવે છે. ગેજેટ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો. YP/GP/JD (Visitor Counter : 114
pib-153007
e19172c85c4903d76557afe3d45d63d8d912ed75c1788030ed92cf5e6a1319f7
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ ભારતે COVID19 રસીકરણમાં બીજો સીમાચિહ્ન હાંસલ કર્યો છે અને યુ.એસ.એ.ને પાછળ રાખી દીધો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 32.36 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,148 નવા કેસ નોંધાયા ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 5,72,994 થયો સક્રિય કેસો કુલ કેસોનાં 1.89% થયા દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,93,09,607 દર્દી સાજા થયા છેલ્લા 24 કલાકમાં 58,578 દર્દીઓ સાજા થયા સતત 46મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ સાજા થવાનો દર વધીને 96.80% થયો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.81% દૈનિક પોઝિટિવીટી રેટ સતત 21મા દિવસે 5 ટકાથી ઓછો 2.94%એ પહોંચ્યો પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો - કુલ 40.63 સીઆર પરીક્ષણો કરાયા SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-145924
8e1103e22f8d0ed37b62db96ccb37f4f1c4d3a05dbd1535cf6bf1818070cf39c
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી ભારતમાં દૈનિક નવા કેસોની સંખ્યા 1.32 લાખ થઈ, નવા કેસોમાં ઘટતું વલણ જળવાઈ રહ્યું. ભારતનું એક્ટિવ કેસોનું ભારણ 20 લાખથી નીચે ઘટીને હાલમાં 17,93,645 પર આવી ગયું છે. ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 1,01,875 થયા દેશમાં અત્યાર સુધી કુલ 2,61,79,085 લોકો સાજા થયા ગત 24 કલાકમાં બિમારી થી 2,31,456 લોકો સાજા થયા સતત 20માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ રિકવરી રેટ સતત વધીને 92.48 ટકા થયો સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 8.21 ટકા દૈનિક પોઝિટિવીટી રેટ સતત 9માં દિવસે 10 ટકા થી ઓછો 6.57 ટકાએ પહોંચ્યો. તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 35 કરોડની તપાસ કરવામાં આવી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 21.85 કરોડ લોકોને રસી આપવામાં આવી. SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-107761
3482da6bdb43747d840bfc10f1730cda3f31a03dad13b3bf9857515a5f21dc31
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય લોકસભામાં રાષ્ટ્રપતિ શ્રીના સંબોધન ઉપર ધન્યવાદ પ્રસ્તાવના પ્રધાનમંત્રી શ્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ આદરણીય અધ્યક્ષ શ્રી, હું રાષ્ટ્રપતિ શ્રીના પ્રેરણાદાયી સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેવા માટે અને રાષ્ટ્રપતિ શ્રીનો આભાર માનવા માટે કેટલીક વાતો રજૂ કરીશ. રાષ્ટ્રપતિ શ્રીનું ભાષણ ભારતના 130 કરોડ નાગરિકોની સંકલ્પ શક્તિનું પ્રતિબિંબ છે. વિકટ અને વિપરિત સમયગાળામાં પણ આ દેશ કેવી રીતે પોતાનો માર્ગ પસંદ કરે છે, માર્ગ નક્કી કરે છે અને માર્ગ ઉપર હાંસલ કરતા કરતા આગળ વધે છે. આ બધી વાતો રાષ્ટ્રપતિ શ્રીએ વિસ્તારપૂર્વક પોતાના ઉદબોધનમાં જણાવી છે. તેમનો એક એક શબ્દ દેશવાસીઓમાં એક નવો વિશ્વાસ પેદા કરનારો છે અને દરેકના હૃદયમાં દેશ માટે કંઈક કરવાની પ્રેરણા જગવનારો છે. અને એટલા માટે આપણે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ ગૃહમાં પણ 15 કલાકથી વધુ ચર્ચા થઈ છે. રાતના 12-12 વાગ્યા સુધી આપણા તમામ સન્માનનીય સાંસદોએ આ ચેતનાને જગાડેલી રાખી છે. ચર્ચાને જીવંત બનાવી છે, પોતાનું નેતૃત્ત્વ જાળવ્યું છે. આ ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ખાસ કરીને આપણાં મહિલા સાંસદોનો આભાર વ્યક્ત કરવા માગું છું. કેમકે આ ચર્ચામાં તેમની ભાગીદારી પણ વધુ હતી, વિચારો પણ ધારદાર હતા, રિસર્ચ કરીને વાત મૂકવાનો પ્રયાસ હતો અને પોતાની જાતને આ રીતે તૈયાર કરીને તેમણે આ ગૃહને સમૃદ્ધ બનાવ્યું છે, ચર્ચાને સમૃદ્ધ કરી છે અને એટલા માટે તેમની આ તૈયારી, તેમના તર્ક અને તેમની સૂઝબૂઝ માટે હું મહિલા સાંસદોને અભિનંદન આપું છું, તેમનો આભાર માનું છું. આદરણીય અધ્યક્ષ મહોદય, ભારતની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશવા માટે આપણે હજુ દરવાજા ઉપર ટકોરા મારી જ રહ્યા છીએ. 75 વર્ષનો મુકામ પ્રત્યેક હિન્દુસ્તાનીનું ગૌરવ છે અને આગળ વધવા માટેનું પર્વ પણ છે. અને એટલે, સમાજ વ્યવસ્થામાં આપણે જ્યાં પણ હોઈએ, દેશના કોઈ પણ ખૂણામાં હોઈએ, સામાજિક, આર્થિક વ્યવસ્થામાં આપણું સ્થાન ક્યાંય પણ હોય, પરંતુ આપણે સહુએ સાથે મળીને આઝાદીના આ પર્વમાંથી એક નવી પ્રેરણા પ્રાપ્ત કરીને, 2047માં દેશ જ્યારે આઝાદીની શતાબ્દિ મનાવતો હશે, તે માટે નવો સંકલ્પ લઈને આગળ વધવું જોઈએ. 100 વર્ષની ભારતની આઝાદીની યાત્રાનાં 25 વર્ષ આપણી સમક્ષ છે. આ 25 વર્ષમાં આપણે દેશને ક્યાં લઈ જવો છે, દુનિયામાં આ દેશનું સ્થાન ક્યાં બનાવવું છે, તે સંકલ્પ પ્રત્યેક દેશવાસીના હૃદયમાં હોવો જોઈએ. આ માહોલ સર્જવાનું કામ આ પરિસરનું છે, આ પવિત્ર ધરતીનું છે, આ પંચાયતનું છે. આદરણીય અધ્યક્ષ શ્રી, દેશ જ્યારે આઝાદ થયો અને છેલ્લા જે બ્રિટિશ કમાંડર હતા, તે જ્યારે અહીંથી ગયા, તેઓ છેલ્લે એવું જ કહેતા હતા કે ભારત અનેક દેશોનો મહાદ્વીપ છે અને કોઈ પણ તેને એક રાષ્ટ્ર ક્યારેય નહીં બનાવી શકે. આવી જાહેરાતો થઈ હતી, પરંતુ ભારતવાસીઓએ આ આશંકાને ખોટી ઠેરવી. જેમના મનમાં આ પ્રકારની શંકાઓ હતી, તેને નાબૂદ કરી અને આપણે આપણી પોતાની જીજીવિષા, આપણી સાંસ્કૃતિક એકતા, આપણી પરંપરા સાથે આજે વિશ્વ સમક્ષ એક રાષ્ટ્રના રૂપમાં ઊભા છીએ અને વિશ્વ માટે આશાનું કિરણ બનીને ઊભા છીએ. આ 75 વર્ષની આપણી યાત્રામાં આ બન્યું છે. કેટલાક લોકો એવું કહેતા હતા કે India was a miracle Democracy, આ ભ્રમ પણ આપણે તોડવાનો છે. લોકશાહી આપણી નસોમાં, આપણા શ્વાસમાં એવી રીતે વણાયેલી છે. આપણો પ્રત્યેક વિચાર, પ્રત્યેક પગલું, પ્રત્યેક પ્રયાસ લોકશાહીની ભાવનાથી ભરેલું રહે છે. અનેક ચૂંટણીઓ યોજાઈ, અનેક સત્તાપરિવર્તન થયાં, આપણે આ વાત જોઈ છે, ઘણી સરળતાથી સત્તા પરિવર્તન આવ્યાં. અને પરિવર્તન પછી આવેલી સત્તા વ્યવસ્થાને પણ સહુએ હૃદયપૂર્વક સ્વીકારીને આગળ વધ્યા. 75 વર્ષનો આ ક્રમ રહ્યો છે અને એટલા માટે લોકશાહીના મૂલ્યો માટે અને આપણે વિવિધતાથી ભરપૂર દેશ છીએ. અનેક ભાષાઓ, હજારો બોલીઓ, વિવિધ પ્રકારના પહેરવેશ, શું નથી.. વિવિધતાઓથી ભરપૂર છે. આમ છતાં પણ આપણે એક લક્ષ્ય, એક માર્ગ આ કરીને બતાવ્યું છે. આજે આપણે ભારતની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ સ્વામી વિવેકાનંદજીએ જે વાત કહી હતી, તેને હું અવશ્ય યાદ કરવા માગીશ. વિવેકાનંદજીએ કહ્યું હતું Every nation has a message to deliver a mission to fulfill a destiny to reach, એટલે કે દરેક રાષ્ટ્ર પાસે એક સંદેશ હોય છે. જે તેણે પહોંચાડવાનો હોય છે. પ્રત્યેક રાષ્ટ્રનું એક મિશન હોય છે, જે તેણે હાંસલ કરવાનું હોય છે. પ્રત્યેક રાષ્ટ્રની એક નિયતિ હોય છે, જેને તે પામે છે. કોરોના દરમ્યાન ભારતે જે રીતે પોતાને સંભાળ્યું અને દુનિયાને સંભાળવામાં મદદ કરી, એક રીતે તે ટર્નિંગ પોઈન્ટ છે. જે ભાવનાઓ સાથે, જે સંસ્કારો લઈને વેદથી વિવેકાનંદ સુધી આપણે ઉછર્યા છીએ, તે છે સર્વે ભવન્તુ સુખિનઃ. આ સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. આ કોરોના કાળમાં ભારતે તે કરી બતાવ્યું છે અને ભારતે એક આત્મનિર્ભર ભારતના રૂપમાં જે રીતે એક પછી એક ઠોસ પગલાં ઉઠાવ્યાં છે, અને દેશની જનતાએ ઉઠવ્યાં છે. પરંતુ આપણે એ દિવસો યાદ કરીએ, જ્યારે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું હતું. બે વિશ્વ યુદ્ધને કારણે સમગ્ર દુનિયા હચમચી ગઈ હતી. માનવજાત, માનવમૂલ્ય સંકટથી ઘેરાયેલાં હતાં. નિરાશા છવાયેલી હતી અને બીજી વર્લ્ડ વોર પછીના સમયમાં દુનિયામાં એક નવી વ્યવસ્થા - ન્યુ વર્લ્ડ ઓર્ડરએ આકાર લીધો હતો. શાંતિના માર્ગે ચાલવાના સોગંદ લેવાયાં, સૈન્ય નહીં, સહયોગનો મંત્ર વિશ્વભરમાં મજબૂત બનતો ગયો છે. યુનાઈટેડ નેશન્સની રચના થઈ, ઈન્સ્ટીટ્યુશન બની, વિવિધ પ્રકારનાં તંત્રો તૈયાર થયાં, જેથી વિશ્વને વિશ્વયુદ્ધ પછી એક સુવ્યવસ્થિત રીતે શાંતિની દિશામાં લઈ જઈ શકાય. પરંતુ અનુભવ કંઈક જુદો જ થયો. અનુભવ એ થયો કે દુનિયામાં શાંતિની વાત તો બધા જ કરવા માંડ્યા, વિશ્વ યુદ્ધ પછી શાંતિની વાતો વચ્ચે પણ જેમની પણ તાકાત હતી, તેઓ પોતાની સૈન્ય શક્તિ વધારવા લાગ્યા. વર્લ્ડ વોર પહેલા દુનિયા પાસે જે સૈન્ય શક્તિ હતી, તે સૈન્ય શક્તિ યુએનની રચના પછી અનેક ગણી વધી ગઈ. નાના-મોટા દેશો પણ સૈન્ય શક્તિની સ્પર્ધામાં જોડાવા લાગ્યા. શાંતિની ચર્ચા તો ઘણી થઈ, પરંતુ વિશ્વએ એ હકીકત સ્વીકારવી પડશે કે સૈન્ય શક્તિ તરફ મોટી મોટી તાકાતો પૂરજોશથી મચી પડી. સૈન્ય શક્તિ માટે જેટલા નવસંશોધન થયા, સંશોધન થયા, એ આ જ સમયગાળામાં થયા. કોરોના બાદ પણ વિશ્વમાં એક નવું વલણ જોવા મળી રહ્યું છે. કોરોના પછી દુનિયામાં સંબંધોનો એક નવો માહોલ આકાર પામશે. આપણે નક્કી કરવાનું છે કે આપણે વર્લ્ડ વોર પછી એક મૂકદર્શક તરીકે બદલાતી દુનિયાને જોઈ રહ્યા અને પોતાની જાતને ક્યાંયે એડજસ્ટ થતી હોય તો તે કરવાની કોશિષો કરી. આપણા માટે સમયનો એ ગાળો પણ એવો જ હતો. પરંતુ આજે કોરોના બાદ વિશ્વની જે નવી વ્યવસ્થા તૈયાર થશે, અને થવાની જ છે. કેવા રૂપમાં હશે, કેવી હશે, કોણ તેની પહેલ કરશે, એ તો સમય બતાવશે. પરંતુ વિશ્વએ જે રીતે સંકટનો સામનો કર્યો છે, દુનિયા એ વિચારવા માટે મજબૂર થઈ ગઈ છે અને થવાની છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વથી કપાઈને ન રહી શકે. ભારત એક ખૂણામાં ગુજારો નહીં કરી શકે. આપણે પણ એક મજબૂત પ્લેયર તરીકે ઉભરવાનું છે. પરંતુ ફક્ત વસ્તીની સંખ્યાના આધારે આપણે દુનિયામાં આપણી મજબૂતાઈનો દાવો નહીં કરી શકીએ. તે એક તાકાત છે, પરંતુ ફક્ત એટલી તાકાતથી કંઈ થતું નથી. નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતે પોતાનું સ્થાન બનાવવા માટે ભારતે સશક્ત બનવું પડશે, સમર્થ બનવું પડશે અને તેનો રસ્તો છે, આત્મનિર્ભર ભારત. આજે ફાર્મસી ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર છીએ. આપણે દુનિયાના કલ્યાણના કામમાં આવીએ છીએ. ભારત જેટલો આત્મનિર્ભર બનશે અને તેની નસોમાં સર્વે ભવન્તુ સુખિનઃનો મંત્ર તો વણાયેલો જ છે. તે જેટલો સામર્થ્યવાન હશે, માનવજાતના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે એક ઘણી મોટી ભૂમિકા અદા કરી શકશે અને એટલે અમારા માટે જરૂરી છે કે આપણે આત્મનિર્ભર ભારતના આ વિચાર ઉપર ભાર મૂકીએ અને આપણે એવું માનીને ચાલીએ કે આ કોઈ શાસન વ્યવસ્થાનો વિચાર નથી, આ કોઈ રાજકીય નેતાનો વિચાર નથી. આજે હિન્દુસ્તાનના દરેક ખૂણે વોકલ ફોર લોકલ, વોકલ ફોર લોકલ સંભળાઈ રહ્યું છે અને લોકો લોકલ ખરીદવા લાગ્યા છે. આ આત્મ ગૌરવનો ભાવ, આત્મનિર્ભર ભારત માટે ઘણો કામમાં આવી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આપણા સહુના વિચારો, આપણી નીતિઓ, આપણા નિર્ણય ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે કંઈ પણ પરિવર્તન જરૂરી હોય, તે પરિવર્તન તરફ હોવા જોઈએ, તેવું મારું માનવું છે. આ ચર્ચામાં લગભગ તમામ માનનીય સભ્યોએ કોરોનાની ચર્ચા કરી છે. આપણા માટે સંતોષનો વિષય છે, ગર્વનો વિષય છે કે કોરોનાને કારણે ઘણી મોટી મુસીબત આવશે, એવું દુનિયાએ અનુમાન બાંધ્યું હતું, ઘણા મોટા મોટા એક્સપર્ટે અનુમાન બાંધ્યું હતું. ભારતમાં પણ એક ભયનું વાતાવરણ પેદા કરવાનો ભરપૂર પ્રયાસ થયો હતો. અને એક અનનોન એનિમી - અજાણ્યો દુશ્મન હતો, એટલે વિશ્વાસપૂર્વક કોઈ કશું કહી શકતું ન હતું. વિશ્વાસપૂર્વક કોઈ કશું કરી પણ શકતું ન હતું. એક એવા અજાણ્યા દુશ્મન સામે લડવાનું હતું. અને આટલા મોટા દેશમાં આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશમાં, આટલી ઓછી વ્યવસ્થાઓ ધરાવતા દેશમાં, દુનિયાને શંકા જાય એ ઘણું સ્વાભાવિક પણ હતું. કેમકે વિશ્વના મોટા મોટા દેશ કોરોના સામે હાર સ્વીકારી ચૂક્યા હતા, ત્યારે ભારત કેવી રીતે ટકી શકશે એ સવાલ હતો અને એકવાર ભારતની હાલત ખરાબ થઈ ગઈ તો દુનિયાને કોઈ નહીં બચાવી શકે એમ કહેવાતું હતું. આવાં સમીકરણો પણ લોકો માંડી રહ્યા હતા. એવામાં 130 કરોડ દેશવાસીઓએ જે ડિસિપ્લિન , તેમનું સમર્પણ બતાવ્યું, તેના કારણે આજે આપણે બચીને રહી શક્યા છીએ. તેનો યશ 130 કરોડ હિન્દુસ્તાનીઓને જાય છે અને તેનું આપણે ગૌરવ લેવું જોઈએ. ભારતની ઓળખ ઊભી કરવા માટે આ પણ એક અવસર છે. આપણે પોતાની જાતને દોષ આપતા રહીને કહેતા રહીએ કે દુનિયા આપણને સ્વીકારે, તો એ ક્યારેય સંભવ નથી બનતું. આપણે ઘરમાં બેસીને આપણી ઉણપો સામે લડતા રહીશું, ઉણપો દૂર કરવાના પ્રયાસ કરીશું. પરંતુ વિશ્વાસ સાથે કરીશું, વિશ્વ સમક્ષ જવાનો અનુભવ પણ રાખીશું. ત્યારે દુનિયા આપણો સ્વીકાર કરશે. જો તમે પોતાનાં બાળકોનો ઘરમાં સ્વીકાર ન કરતા હો અને ઈચ્છો કે મહોલ્લાના લોકો બાળકનો સ્વીકાર કરે, તો કોઈ સ્વીકાર નથી કરતું. દુનિયાનો નિયમ છે અને એટલા માટે આપણે આમ કરવું જોઈએ. શ્રી મનીષ તિવારીજીએ એક વાત કહી, તેમણે કહ્યું કે ભગવાનની કૃપા છે કે કોરોનામાં આપણે બચી ગયા. હું આ વાતથી જરૂર કંઈક કહેવા માગીશ. આ ભગવાનની કૃપા જ છે. જેના કારણે દુનિયા આટલી બધી હચમચી ગઈ, આપણે બચી ગયા, ભગવાનની કૃપા છે. કેમ કે ભગવાન ડોક્ટર્સ, નર્સ બનીને આવ્યા હતા. કેમકે, એ ડોક્ટર્સ, એ નર્સ પોતાનાં નાનાં-નાનાં બાળકોને સાંજે ઘરે આવીશ, એમ કહીને જતા હતા. પંદર - પંદર દિવસ સુધી ઘરે આવી શકતા ન હતા. એ ભગવાનના રૂપ લઈને કહેતા હતા. આપણે કોરોના સામે જીતી શક્યા કેમકે આપણા આ સફાઈ કર્મચારીઓ માટે પણ આ મૃત્યુ અને જિંદગી વચ્ચેની રમત હતી. પરંતુ જે દર્દી પાસે કોઈ જઈ શકતું ન હતું. મારો સફાઈ કર્મચારી ત્યાં જઈને તેને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરતો હતો, ભગવાન સફાઈ કર્મચારીના રૂપે આવ્યા હતા. કોઈ એમ્બ્યુલન્સ ચલાવનારો ડ્રાયવર ભણેલો ગણેલો ન હતો. તેને ખબર હતી કે હું જેને લઈને જઈ રહ્યો છું, તે કોરોના પોઝિટિવ છે, તે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ભગવાનનું રૂપ ધારણ કરીને આવ્યો હતો અને એટલે જ તે ભગવાનનું સ્વરૂપ જ હતો. જેણે આપણને બચાવ્યા છે. પરંતુ ભગવાન અલગ-અલગ રૂપમાં આવ્યા હતા. અને આપણે તેમની જેટલી પ્રશંસા કરીએ, તેમની ગૌરવગાથાઓ જેટલી પણ ગાઈએ, દેશની સફળતાનું ગૌરવગાન કરીશું, આપણી અંદર પણ એક નવી તાકાત પેદા થશે. અનેક કારણોથી જે લોકોની અંદર નિરાશા ફેલાઈ ચૂકી છે. તેમને પણ હું કહું છું કે થોડી વાર માટે 130 કરોડ દેશવાસીઓના આ પરાક્રમને યાદ કરીએ. તમારી અંદર પણ ઉર્જા આવી જશે. માનનીય અધ્યક્ષ શ્રી આ કોરોના કાળ એવી પરીક્ષાનું કારણ હતો, ખરી પરીક્ષા ત્યારે થાય છે, જ્યારે સંકટ હોય છે. સામાન્ય સ્થિતિમાં ખાસ ધ્યાનમાં નથી આવતું. દુનિયાના મોટા મોટા દેશ કોરોનામાં જે થયું તે તો છે. પરંતુ તેમણે દરેકે નક્કી કર્યું કે તેઓ પોતાના નાગરિકોને સીધા નાણાં પહોંચાડશે, જેથી આ સંકટની ઘડીએ પોતાના નાગરિકોની મદદ કરી શકે. તમને જાણીને અચરજ થશે કે દુનિયાના ઘણા બધા દેશ આ કોરોના, લોકડાઉન, કર્ફ્યુ, આશંકાના આ વાતાવરણને કારણે ઈચ્છે તો પણ, તિજોરીમાં પાઉન્ડ અને ડોલરનો ઢગલો હોવા છતાં પણ પોતાના નાગરિકો સુધી પહોંચી શક્યા નહીં. બેન્ક બંધ, પોસ્ટ બંધ, વ્યવસ્થાઓ બંધ, કંઈ ન કરી શક્યા. ઈચ્છા હતી, જાહેરાતો પણ થઈ, પણ તેઓ કંઈ કરી શક્યા નહીં. આ હિન્દુસ્તાન છે, જે કોરોનાના આ કપરા કાળમાં આશરે 75 કરોડથી વધુ ભારતીયોને રાશન પહોંચાડી શકે છે. આ જ ભારત છે, જેણે જનધન, આધાર અને મોબાઈલ દ્વારા બે લાખ કરોડ રૂપિયા આ વિકટ સમયે લોકો સુધી પહોંચાડ્યા અને દુર્ભાગ્ય જુઓ કે જે આધાર, જે મોબાઈલ, આ જનધન એકાઉન્ટ ગરીબના એટલા કામમાં આવ્યાં, પરંતુ ક્યારેક ક્યારેક વિચારીએ તો જોઈએ કે આ જ આધાર રોકવા માટે કેટલાક લોકો કોર્ટમાં પહોંચી ગયા હતા. કેટલાક લોકો સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા હતા. હું ક્યારેક ક્યારેક આશ્ચર્ય પામું છું અને આજે હું આ વાતને વારંવાર કહીશ, અધ્યક્ષ શ્રી, મને ક્ષમા કરજો. મને એક મિનિટનો વિરામ આપવા માટે હું આપનો ઘણો આભારી છું. આ ગૃહમાં ક્યારેક ક્યારેક અજ્ઞાન પણ મોટી મુસીબત ઊભી કરી દે છે. માનનીય અધ્યક્ષ શ્રી, પાથરણાંવાળા, લારી ચલાવતા લોકો આ કોરોનાના કપરા કાળમાં તેમને પણ નાણાં મળ્યાં, તેમને પૈસા મળ્યા, તેમને પૈસા ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં અને અમે કરી શક્યા. આદરણીય અધ્યક્ષ શ્રી, આપણી અર્થવ્યવસ્થા આ સમયગાળામાં પણ આપણે સુધારાનો સિલસિલો જારી રાખ્યો. અને એ ઈરાદા સાથે આગળ વધ્યા કે ભારત જેવી અર્થવ્યવસ્થાને આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે, બહાર લાવવા માટે અમે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાં પડશે અને તમે જોયું હશે કે પહેલા દિવસથી જ અનેક રીતે સુધારાનાં પગલાં અમે ઉઠાવ્યાં અને તેનું પરિણામ છ ેકે આજે ટ્રેક્ટર હોય, ગાડીઓ હોય, એનાં વિક્રમી વેચાણ થઈ રહ્યાં છે. આજે જીએસટીનું કલેક્શન પણ સૌથી વધુ નોંધાયું છે. આ બધા આંકડા આપણી અર્થવ્યવસ્થામાં જોશ ભરી રહ્યા છે. એ દર્શાવી રહ્યા છે કે ભારતનું અર્થતંત્ર નવા જોશ સાથે આગળ વધી રહ્યું છે અને દુનિયાના જે લોકો છે. તેમણે એવું અનુમાન પણ બાંધ્યું છે કે લગભગ બે આંકડાનો વિકાસ દર અવશ્ય નોંધાશે. બે આંકડાના વિકાસની સંભાવનાઓ તમામ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે અને મને વિશ્વાસ છે કે આ જ કારણથી આ સંકટના સમયમાં પણ, મુસીબતોની વચ્ચે પણ દેશવાસીઓની અપેક્ષાઓ મુજબ દેશ પ્રગતિ કરશે. આદરણીય અધ્યક્ષ શ્રી, આ કોરોનાકાળમાં ત્રણ કૃષિ કાયદા પણ લાવવામાં આવ્યા. આ કૃષિ સુધારાનો સિલસિલો ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને વર્ષોથી આપણું કૃષિ ક્ષેત્ર જે પડકારોનો અનુભવ કરી રહ્યું છે, તેને તેમાંથી બહાર લાવવા માટે આપણે નિરંતર પ્રયાસ કરવા જ પડશે અને એ કરવાની દિશામાં જ અમે એક ઈમાનદારીભર્યો પ્રયાસ કર્યો છે. ભવિષ્યના જે પડકારો છે, જેનો ઘણા વિદ્વાનોએ ઉલ્લેખ કર્યો છે, એ મારા શબ્દો નથી. કૃષિ ક્ષેત્રના આ ભાવિ પડકારોને આપણે અત્યારથી જ ડીલ કરવા પડશે. અને અમે એવું જ કરવાનો પ્રયાસ કર્યો છે. હું જોઈ રહ્યો હતો કે અહીં જે ચર્ચા થઈ અને ખાસ કરીને આપણા કોંગ્રેસના સાથીઓએ જે ચર્ચા કરી. હું જોઈ રહ્યો હતો કે તેઓ આ કાયદાના કલર ઉપર તો ઘણો વાદવિવાદ કરી રહ્યા હતા. બ્લેક છે કે વ્હાઈટ છે, બ્લેક છે કે વ્હાઈટ છે, સારું હોત કે તેઓ તેના કન્ટેન્ટ ઉપર ચર્ચા કરત, સારું હોત કે તેઓ તેના ઈન્ટેન્ટ ઉપર ચર્ચા કરત, જેથી દેશના ખેડૂતોને પણ સારી વાત પહોંચાડી શક્યા હોત અને મને વિશ્વાસ છે કે દાદાએ પણ ભાષણ કર્યું અને મને હતું કે દાદા તો ઘણો અભ્યાસ કરીને આવ્યા હશે, સારી વાતો જણાવશે, પરંતુ મોટાભાગે પ્રધાનમંત્રી અને તેમના સાથીઓ બંગાળમાં શું કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, એ જ વાતો તેમણે કરી. તો દાદાના જ્ઞાનથી આપણે સહુ આ વખતે વંચિત રહી ગયા. જવા દો, ચૂંટણી પછી જો આપની પાસે તક હોય તો આ કેટલો મહત્ત્વપૂર્ણ પ્રદેશ છે, એટલે તો અમે કરી રહ્યા છીએ. હા, તમે લોકોએ એનો એટલો પાછળ રાખી દીધો છે, અમે તો તેને પ્રાથમિકતા આપવા માગીએ છીએ. આપણે એક વાત સમજીએ કે જ્યાં સુધી આંદોલનનો સવાલ છે. દિલ્હીની બહાર આપણા જે ખેડૂત ભાઈ-બહેન બેઠા છે. જે પણ ખોટી ધારણાઓ બાંધવામાં આવી, જે અફવાઓ ફેલાવવામાં આવી, તેના તેઓ શિકાર થયા છે. મારા ભાષણ પછી તમે ધીરજ રાખજો, તમને તક મળી હતી. તમે તો એવા શબ્દો તેમના માટે બોલી શકો છો, અમે નથી બોલી શકતા. આપણા શ્રીમાન કૈલાશ ચૌધરીજીએ, અને જુઓ, હું તમારી કેટલી સેવા કરું છું, તમારે જ્યાં રજિસ્ટર કરાવવાનું હતું, થઈ ગયું. માનનીય અધ્યક્ષ શ્રી, આંદોલન કરી રહેલા તમામ ખેડૂત સાથીઓની ભાવનાનો આ ગૃહ પણ અને આ સરકાર પણ આદર કરે છે, આદર કરતાં રહેશે. અને એટલે જ સરકારના વરિષ્ઠ મંત્રી, જ્યારે આ આંદોલન પંજાબમાં હતું, ત્યારે પણ અને તે પછી પણ તેમની સાથે સતત વાતચીત કરી રહ્યા છે. ખેડૂતો પ્રત્યે સન્માન ભાવ સાથે વાતચીત કરી રહ્યા છે. આદરભાવ સાથે વાતચીત કરી રહ્યા છે. માનનીય અધ્યક્ષ જી, સતત વાતચીત ચાલી રહી છે. અને જ્યારે જ્યારે આંદોલન પંજાબમાં ચાલી રહ્યું હતું, ત્યારે પણ વાતચીત થઈ છે. દિલ્હી આવ્યા પછી જ વાતચીત થઈ હોય એવું નથી. વાતચીતમાં ખેડૂતોની શંકાઓ કઈ છે, તે શોધવાનો ભરપૂર પ્રયાસ કરાયો. તેમને સતત કહેવામાં આવ્યું કે તમારા એકેએક મુદ્દા ઉપર ચર્ચા કરીશું. નરેન્દ્ર સિંહ તોમરજીએ આ બાબતે રાજ્યસભામાં વિસ્તારપૂર્વક જણાવ્યું પણ ખરું. એક એક કલમ સાથે ચર્ચા કરવા માટે પણ કહેવામાં આવ્યું અને અમે માનીએ છીએ કે જો તેમાં કોઈ ખોટ હોય અને સાચેસાચ ખેડૂતોને કંઈ નુકસાન હોય તો એને બદલવામાં શું જાય છે. આ દેશ દેશવાસીઓ માટે છે, જો કોઈ નિર્ણય લેવાય છે, તો ખેડૂતો માટે છે, પરંતુ અમે રાહ જોઈ રહ્યા છીએ, હજુ પણ રાહ જોઈ રહ્યા છીએ કે તેઓ જો કોઈ ચોક્કસ બાબતો હોય તો તે જણાવે અને જો તે કન્વિન્સિંગ હશે તો અમને ફેરફાર કરવામાં કોઈ સંકોચ નથી અને એટલા માટે જ અમે જ્યારે તેઓ શરૂઆતમાં પંજાબમાં હતા, ત્યારે પણ વાતચીત કરી હતી. આ ત્રણ કાયદા પણ ઠરાવ - ખરડો લાવીને જ લાગુ કરાયા હતા. સંસદમાં મંજૂર થયા પછી જ અમલમાં આવ્યા. કાયદો લાગુ થયા પછી દેશમાં કોઈ મંડી બંધ નથી થઈ, કાયદો લાગુ થયા બાદ કોઈ એમએસપી બંધ કરાઈ નથી. આ હકીકત છે, જેને છુપાવીને આપણે વાતો કરી રહ્યા છીએ, જેનો કોઈ મતલબ નથી. એટલું જ નહીં, એમએસપીથી ખરીદી પણ વધી છે અને આ નવા કાયદા બન્યા પછી વધી છે. માનનીય અધ્યક્ષ જી, આ હોબાળો, આ વિરોધ, આ અડચણો નાંખવાનો પ્રયાસ એક સમજેલી-વિચારેલી રણનીતિ હેઠળ થઈ રહી છે અને સમજેલી-વિચારેલી રણનીતિ એ છે કે જે જુઠાણું છે, જે અફવાઓ છે, તે એટલી ફેલાવવામાં આવે, પરંતુ તેનો પર્દાફાશ થઈ જશે, સત્ય ત્યાં પહોંચી જશે તો તેમનું ટકવું ભારે થઈ જશે અને એટલા માટે હોબાળો કરતા રહો, જેવો બહાર કરતા હતા, તેવો અંદર પણ કરતા રહો, આ જ રમત ચાલતી રહી છે. પરંતુ તેનાથી તમે ક્યારેય લોકોનો વિશ્વાસ નહીં જીતી શકો, તે માનીને ચાલજો. માનનીય અધ્યક્ષ જી, ઓર્ડનન્સ પછી અને પાર્લામેન્ટમાં કાયદો બન્યા બાદ કોઈ પણ ખેડૂતને હું પૂછવા માગું છું કે તેમની પાસે અગાઉ જે અધિકાર હતા, જે સગવડો તેમની પાસે હતી, તેમાંથી આ નવા કાયદાએ કશું છીનવી લીધું છે ? એની ચર્ચા, તેનો કોઈ જવાબ નથી આપતું. બધું એમનું એમ જ, જૂનું છે. શું બદલાયું છે, તે એ છે કે એક વધારાની વૈકલ્પિક વ્યવસ્થા મળી છે, તે પણ ક્યાં કમ્પલ્સરી છે. કોઈ કાયદાનો વિરોધ તો ત્યારે મહત્ત્વ રાખે, જ્યારે કશું કમ્પલ્સરી હોય. આ તો વૈકલ્પિક છે, તમારી મરજી પડે ત્યાં તમે જઈ શકો છો. તમારી મરજી પડે ત્યાં તમારા ઉત્પાદન લઈ જાઓ. જ્યાં ફાયદો હોય, ત્યાં ખેડૂત ચાલ્યો જાય, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને એટલા માટે અધિરંજન જી હવે વધુ પડતું થઈ રહ્યું છે, અધિરંજન જી પ્લીઝ, હવે વધુ પડતું થઈ રહ્યું છે, હવે વધુ પડતું થઈ રહ્યું છે. હું તમારું રિસ્પેક્ટ જાળવનારો માણસ છું. અને મેં પહેલા જ કહી દીધું, તમે જેટલું કર્યું અહીં રજિસ્ટર્ડ થઈ ગયું. અને બંગાળમાં પણ ટીએમસીથી વધારે પબ્લિસિટી તમને મળી જશે... અરે ભાઈસાબ, શા માટે આટલું બધું... હા દાદા, મેં જણાવી દીધું છે, ચિંતા ન કરો, મેં જણાવી દીધું છે. અધિરંજનજી, પ્લીઝ, અધિરંજનજી. સારું નથી લાગતું... હું કેટલો આદર કરું છું તમારો.. આજે આવું કેમ કરી રહ્યા છો ? તમે આમ ન કરો. અરે ભાઈ.. હદથી વધારે કેમ કરી રહ્યા છો. આ જે કાયદા છે, અધ્યક્ષ જી, કોઈના પણ માટે બંધનકર્તા નથી, એવા કાયદા છે. તેમના માટે વિકલ્પ છે અને જ્યાં વિકલ્પ છે, ત્યાં વિરોધ માટે તો કોઈ કારણ જ ઊભું થતું નથી. હા, એવો કાયદો હોય તે જે થોપી દીધો હોય, તેના માટે વિરોધનું કારણ હોઈ શકે છે. અને એટલા માટે હું કહું છું, લોકોને... હું જોઈ રહ્યો છું, આંદોલનની એક નવી પદ્ધતિ છે, શું પદ્ધતિ છે - આંદોલનકારી જે હોય છે, તેઓ આવી પદ્ધતિઓ નથી અપનાવતા.. આંદોલનજીવી હોય છે, તેઓ આવા રસ્તાઓ અપનાવતા હોય છે. અને તેઓ કહેતા હોય છે કે આમ થશે તો આમ થશે, આમ થશે તો તેમ થશે. અરે ભાઈ, જે કંઈ થયું જ નથી, જે થવાનું જ નથી, તેનો ભય પેદા કરી કરીને અને છેલ્લા કેટલાંયે વર્ષોથી સતત સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવી જાય, કોઈ નિર્ણય લેવાયો નથી અને એકદમ તોફાન મચાવી દેવાય, દેશમાં આગ લગાડી દેવાય. આ જે રીતભાત છે, જે રીતભાત.. જે લોકો લોકશાહીમાં વિશ્વાસ કરે છે, જે લોકો અહિંસામાં વિશ્વાસ કરે છે, તે સહુની ચિંતાનો વિષય હોવી જોઈએ. આ સરકારની ચિંતા નથી, દેશની ચિંતાનો વિષય છે. પ્લીઝ, પછીથી, પછીથી, પછીથી તમને સમય મળશે. માનનીય અધ્યક્ષ જી, જૂની મંડીઓ ઉપર પણ કોઈ પ્રતિબંધ નથી. એટલું જ નહીં, આ બજેટમાં એ મંડીઓને આધુનિક બનાવવા માટે, તેમને પોતાનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે વધુ જોગવાઈ કરવામાં આવી છે અને એ બજેટના માધ્યમથી, માનનીય અધ્યક્ષ જી, આ જે અમારા નિર્ણય છે, તે સર્વજન હિતાય, સર્વજન સુખાયની ભાવના સાથે જ લેવામાં આવ્યા છે. આદરણીય અધ્યક્ષ જી, આ ગૃહના સાથીઓ સારી રીતે આ વાત સમજે છે કે કોંગ્રેસ અને કેટલાક પક્ષોએ ઘણા જોર-શોરથી પોતાની વાત કરી, પરંતુ જે વાતો માટે તેમણે કહેવું જોઈએ, ભાઈ, આ નહીં આ.. અપેક્ષા એવી હોય છે કે તેઓ એટલો અભ્યાસ કરીને આવ્યા હોય. એટલું જ નહીં, જે લોકો એમ કહે છે.. હું હેરાન છું કે પહેલીવાર એક નવો તર્ક આવ્યો આ ગૃહમાં કે ભઇ, અમે તો માંગ્યું ન હતું, તમે કેમ આપ્યું ? પહેલી વાત છે કે લેવું કે ન લેવું તે તમારી મરજી છે, કોઈએ કોઈના ગળે બઝાડી નથી દીધું. ઓપ્શનલ છે, એક વ્યવસ્થા છે અને દેશ ઘણો મોટો છે. હિન્દુસ્તાનના કોઈ ખૂણે તેનો લાભ થશે, શક્ય છે કે કોઈને ન પણ થાય, પરંતુ તે કમ્પલ્સરી નથી. અને એટલા માટે માંગ્યું અને આપ્યું એનો કોઈ અર્થ નથી. પરંતુ હું ફરી કહેવા માગું છું કે આ દેશમાં.. માનનીય અધ્યક્ષજી, દહેજ વિરુદ્ધ કાયદા બન્યા. આ દેશમાં ક્યારેય કોઈએ માગણી નથી કરી તો પણ દેશની પ્રગતિ માટે કાયદા બન્યા હતા. માનનીય અધ્યક્ષ જી, ટ્રિપલ તલાક - તેના વિરુદ્ધ કાયદો બન્યો, આ કોઈની માગણી ન હતી, પરંતુ પ્રગતિશીલ સમાજ માટેની આવશ્યકતા છે, એટલા માટે કાયદા અમે બનાવ્યા છે. આપણે ત્યાં બાળ-વિવાહ ઉપર પ્રતિબંધ - કોઈએ માગણી કરી ન હતી કે કાયદો બનાવો, તો પણ કાયદો બન્યો હતો, કેમકે પ્રગતિશીલ સમાજ માટે આવશ્યક હોય છે. લગ્નની વય વધારવા માટેનો નિર્ણય - કોઈએ માગણી કરી ન હતી, પરંતુ પ્રગતિશીલ વિચાર સાથે તે નિર્ણય બદલવા પડે છે. દીકરીઓને સંપત્તિમાં અધિકાર - કોઈએ માંગ્યો ન હતો, પરંતુ એક પ્રગતિશીલ સમાજ માટે આવશ્યક હોય છે, ત્યારે કાયદો બનાવવામાં આવે છે. શિક્ષણનો અધિકાર આપવાની વાત - કોઈએ માંગ્યો નથી, પરંતુ સમાજ માટે આવશ્યક હોય છે, પરિવર્તન માટે આવશ્યક હોય છે, તો કાયદા બને છે. આટલા સુધારા થયા, બદલાતા જતા જમાજે તેને સ્વીકાર્યો કે ન સ્વીકાર્યો, એ દુનિયા સારી રીતે જાણે છે. માનનીય અધ્યક્ષ જી, આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની ઘણી જૂની પાર્ટી - કોંગ્રેસ પાર્ટી, જેણે આશરે છ દાયકા સુધી આ દેશમાં એકચક્રી શાસન કર્યું, આ પાર્ટીની જે હાલત થઈ ગઈ છે કે પાર્ટીનો રાજ્યસભાનો એક વર્ગ એક તરફ ચાલે છે અને પાર્ટીનો લોકસભાનો વર્ગ બીજી તરફ ચાલે છે. આવી ડિવાઇડેડ પાર્ટી, આવી કન્ફ્યુઝ્ડ પાર્ટી, ન પોતાનું ભલું કરી શકે છે, ન દેશની સમસ્યાઓના ઉકેલ માટે કંઈ વિચારી શકે છે. એનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે ? કોંગ્રેસ પાર્ટી રાજ્યસભામાં પણ, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાજ્યસભામાં બેઠા છે, પરંતુ તેઓ ઘણા આનંદ અને ઉમંગ સાથે વાદ-વિવાદ કરે છે, વિસ્તારથી ચર્ચા કરે છે, પોતાની વાત મૂકે છે અને આ જ કોંગ્રેસ પાર્ટીનો બીજો વર્ગ... હવે સમય નક્કી કરશે. માનનીય અધ્યક્ષ જી, ઈપીએફ પેન્શન યોજના - અમને ખબર છે કે ક્યારેક ક્યારેક એવા કેસીઝમાં એવું પ્રકાશમાં આવ્યું, જ્યારે 2014 પછી હું અહીં બેઠો, કોઈને સાત રૂપિયા પેન્શન મળતું હતું, કોઈને 25 રૂપિયા, કોઈને 50 રૂપિયા, કોઈને 250 રૂપિયા.. આવું દેશમાં ચાલતું હતું. મેં કહ્યું - ભઈ, આ લોકોને ઓટો રિક્શામાં એ પેન્શન લેવા જવાનો ખર્ચ પણ આનાથી વધુ હશે. કોઈએ માગણી કરી નહોતી, કોઈ મજૂર સંગઠને મને આવેદન પત્ર આપ્યું ન હતું, માનનીય અધ્યક્ષ જી. તેમાં સુધારો લાવીને મિનિમમ 1000 રૂપિયા આપવાનો અમે નિર્ણય કર્યો હતો, કોઈએ માગ્યું ન હતું. મને કોઈ પણ ખેડૂત સંગઠને આ દેશના નાના ખેડૂતને થોડી સન્માનજનક રકમ મળે, તેવી વ્યવસ્થા કરી, કોઈએ માગ કરી ન હતી, પરંતુ અમે પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજના હેઠળ તેમને સામેથી નાણાં આપવાનું શરૂ કર્યું. માનનીય અધ્યક્ષ જી, કોઈ પણ આધુનિક સમાજ માટે પરિવર્તન ઘણું જરૂરી હોય છે. આપણે જોયું છે, જે રીતે એ સમયગાળામાં વિરોધ થતો હતો, પરંતુ રાજા રામમોહન રાયજી જેવા મહાપુરુષ, ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરજી જેવા મહાપુરુષ, જ્યોતિબા ફુલે જેવા મહાપુરુષ, બાબા સાહેબ આંબેડકર... કેટલાયે અગણિત નામ છે... તેમણે સમાજ સમક્ષ, પ્રવાહથી વિપરિત જઈને સામે પડીને સમાજ-સુધારણાનું બીડું ઝડપ્યું હતું, વ્યવસ્થાઓ બદલવાનો પડકાર ઉઠાવ્યો હતો. હવે ક્યારેય કોઈએ પણ જે જવાબદારીઓ લેવી હતી.. હા, આવી ચીજોનો શરૂઆતમાં વિરોધ થાય છે, જ્યારે વાત સત્ય સુધી પહોંચે છે ત્યારે લોકો તેનો સ્વીકાર પણ કરી લે છે. અને હિન્દુસ્તાન આટલો વિશાળ દેશ છે.. કોઈ પણ નિર્ણય સો ટકા બધાયને સ્વીકાર્ય હોય, એવું સંભવ જ ન હોઈ શકે. આ દેશ વિવિધતાઓથી ભરેલો છે. કોઈ એક જગ્યાએ તે ખૂબ લાભકર્તા હોય, કોઈ અન્ય જગ્યાએ તે ઓછો લાભકર્તા હોય, કોઈ જગ્યાએ કદાચ જે અગાઉના લાભ છે, તેનાથી વંચિત કરતો હોય એવું પણ બને. પરંતુ આ દેશમાં એવી વ્યવસ્થા તો ન થઈ શકે કે આપણે તેમાં કોઈ.. પરંતુ હા, એક વિશાળ હિત.. દેશમાં જે નિર્ણય લેવાય છે.. વિશાળ.. સર્વજન હિતાય, સર્વજન સુખાય નિર્ણય થાય છે અને એ ધ્યાનમાં રાખીને અમે કામ કરીએ છીએ. માનનીય અધ્યક્ષ જી, આ વિચાર સાથે મારો વિરોધ છે.. જ્યારે એવું કહેવાય છે કે અમે માંગ્યું હતું કે ? શું આપણે ત્યાં સામંતશાહી છે, કે દેશની જનતા યાચકની જેમ અમારી પાસે માગે ? તેમને માંગવા માટે મજબૂર કરીએ ? આ માંગવા માટે મજબૂર કરવાવાળી જે વિચારધારા છે, લોકશાહીની વિચારધારા ન હોઈ શકે, માનનીય અધ્યક્ષ જી. સરકાર સંવેદનશીલ હોવી જોઈએ. લોકશાહી પદ્ધતિથી જનતાની ભલાઈ માટે સરકારે જવાબદારીઓ લઈને આગળ આવવું જોઈએ. અને એટલા માટે આ દેશની જનતાએ આયુષ્માન યોજના નથી માગી, પરંતુ અમને લાગ્યું કે ગરીબને બીમારીથી બચાવવો છે, તો આયુષ્માન ભારત યોજના લાવવી પડશે. આ દેશના ગરીબના બેન્ક એકાઉન્ટ માટે કોઈ રેલીઓ કાઢવામાં નહોતી આવી, કોઈ મેમોરેન્ડમ મોકલ્યાં ન હતાં, અમે જન-ધન યોજના મૂકી હતી અને અમે આ જન-ધન યોજના દ્વારા તેમનાં ખાતાં ખોલ્યાં હતાં. કોઈએ પણ, સ્વચ્છ ભારતની માગ કોણે કરી હતી.. પરંતુ દેશ સામે જ્યારે સ્વચ્છ ભારત લઈને ગયા તો વાત જામી પડી. લોકોએ ક્યાં કહ્યું હતું કે મારા ઘરમાં શૌચાલય બનાવો... આવી કોઈએ માગણી કરી ન હતી.. પરંતુ અમે દસ કરોડ ઘરોમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું છે. માગણી ઉઠે, ત્યારે જ સરકાર કામ કરે, એ સમય વીતી ગયો. આ લોકશાહી છે, આ અમલદારશાહી નથી. આપણે લોકોએ લોકોની સંવેદનાઓને સમજીને સામેથી આપવું જોઈએ. નાગરિકોને ભિક્ષુક બનાવીને આપણે નાગરિકોનો આત્મવિશ્વાસ વધારી નથી શકતા. આપણે નાગરિકોને અધિકાર આપવાની દિશામાં આગળ વધતા રહેવું જોઈએ. નાગરિકને માગવાવાળો બનાવીએ તો નાગરિકનો આત્મવિશ્વાસ ધોવાઈ જશે. નાગરિકમાં સામર્થ્ય પેદા કરવા માટે તેનામાં આત્મવિશ્વાસ જગાવવા માટેનાં આપણાં પગલાં હોવા જોઈએ, અને અમે એ દિશામાં પગલાં ઉઠાવ્યાં છે. સરકાર, દાદા-દાદા, એક મિનિટ સાંભળો દાદા, અરે હું એ જ કહી રહ્યો છું, દાદા હું એ જ તો કહી રહ્યો છું. જે લોકો ન ઈચ્છે તે લોકો તેનો ઉપયોગ ન કરે, તેમની પાસે જૂની વ્યવસ્થા છે. આ જ તો, તમને બુદ્ધિશાળી લોકોને આટલી નાની વાત તો મારે સમજાવવી છે કે જેને સુધારા નથી જોઈતા, તેના માટે જૂની વ્યવસ્થા છે જ... જૂની વ્યવસ્થા કાઢી નથી નંખાઈ. માનનીય અધ્યક્ષ જી, એક વાત આપણે જાણીએ છીએ, આપણે સહુ આ વાતને... જે પાણી બંધિયાર હોય છે, તે બીમારી પેદા કરે છે... વહેતું પાણી છે, તે જીવનને ભરી દે છે, ઉમંગથી ભરી દે છે. જે ચાલતું રહે છે... ચાલે છે, ચાલવા દો. અરે યાર, કોઈ આવશે, તો કરશે, એવું થોડું ચાલે. જવાબદારીઓ લેવી જોઈએ, દેશની આવશ્યકતા મુજબ નિર્ણય લેવા જોઈએ. સ્ટેટસને... દેશને બરબાદ કરવામાં આ માનસિકતાએ પણ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. દુનિયા બદલાઈ રહી છે, ક્યાં સુધી આપણે સ્ટેટસક્વો.. સ્ટેટસક્વો.. સ્ટેટસક્વો.. એમ કરતા રહીશું. તો હું માનું છું કે સ્થિતિ બદલાવવાની નથી અને એટલે જ દેશની યુવા પેઢી વધુ પ્રતીક્ષા નહીં કરી શકે. પરંતુ આજે હું ઘટના સાંભળવા માગું છું અને એનાથી અમારા ધ્યાનમાં ચોક્કસ આવશે કે સ્ટેટસક્વોનાં કારણો કયાં હોય છે. આ લગભગ 40-50 વર્ષ જૂની ઘટનાની વાત છે, મેં ક્યારેક કોઈની પાસેથી સાંભળ્યું હતું એટલે એની તારીખ કદાચ આઘી પાછી હોઈ શકે છે. પરંતુ મેં જે સાંભળ્યું હતું, જે મારી સ્મૃતિમાં છે.. તે હું કહી રહ્યો છું. 60ના દાયકામાં તમિલનાડુમાં રાજ્યના કર્મચારીઓનું વેતન વધારવા માટે કમિશન રચાયું હતું અને રાજ્યના કર્મચારીઓના વેતન વધે, એ માટે એ કમિશનને કામ સોંપાયું હતું. આ કમિટીના ચેરમેન પાસે એક પત્ર આવ્યો, તેની ઉપર ટોપ સિક્રેટ લખ્યું હતું. તેમણે જોયું તો તેની અંદર એક અરજી હતી. હવે તેણે લખ્યું હતું કે ઘણાં વર્ષોથી તંત્રમાં કામ કરી રહ્યો છું, ઈમાનદારીપૂર્વક કામ કરી રહ્યો છું. પરંતુ મારો પગાર વધતો નથી, મારો પગાર વધારવામાં આવે, એવી એણે ચિટ્ઠી લખી હતી. તો ચેરમેને, જેણે આ પત્ર લખ્યો હતો, તેને લખ્યું, ભઇ, તારું નામ શું છે, તું કોણ છે, પદ કયું છે, વગેરે તો લખ. તો એ વ્યક્તિએ જવાબમાં બીજો પત્ર લખ્યો કે, હું સરકારમાં, જે મુખ્ય સચિવનું કાર્યાલય છે, ત્યાં સીસીએના પદ ઉપર બેઠો છું. સીસીએના પદ ઉપર કામ કરી રહ્યો છું. તો, આ લોકોને લાગ્યું કે આ સીસીએ શું હોય છે, કોઈને કંઈ ખબર ન હતી. આ સીસીએ કોણ હોય છે? તો એમણે ફરી પત્ર લખ્યો - ભઇ, મારા યાર, આ સીસીએ શબ્દ તો ક્યાંયે જોયો નથી, વાંચ્યો નથી, આ છે શું, અમને જણાવ. તો તેણે કહ્યું, સાહેબ, હું બંધનમાં છું કે 1975 પછી જ આ વિષયમાં હું ઉલ્લેખ કરી શકું છું, અત્યારે નહીં કી શકું. તો ચેરમેને તેને લખ્યું કે તો પછી એવું કર ભાઈ, 1975 પછી જે પણ કમિશન બેસે ત્યાં જજે.. મારું માથું શું કામ ખાય છે. તો એને લાગ્યું કે વાત બગડી ગઈ... તો તેને લાગ્યું કે કહી દેવું સારું છે, કહેવા લાગ્યો, હું કહી દઉં છું કે હું કોણ છું. તો તેણે ફરી પત્ર લખીને જણાવ્યું કે સાહેબ, હું જે સીસીએના પદ ઉપર છું, અનેક વર્ષોથી કામ કરી રહ્યો છું અને મુખ્ય સચિવના કાર્યાલયમાં કામ કરું છું. તો કહ્યું કે સીસીએનો અર્થ થાય છે - ચર્ચિલ સિગાર આસિસ્ટન્ટ. આ સીસીએનું પદ છે, જેના ઉપર હું કામ કરું છું. તો આ શું છે, તો 1940માં જ્યારે ચર્ચિલ બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા, તો ત્રિચિથી... ત્રિચિ સાગરથી આપણે ત્યાંથી એમના માટે સિગારેટ મોકલાતી હતી.અને આ જે સીસીએ હતા, તેમનું કામ હતું કે એ સિગારેટ એમના સુધી બરોબર પહોંચી કે નહીં... તે ધ્યાન રાખવું અને એ માટે આ હોદ્દો ઊભો કરાયો હતો... આ સિગારેટની સપ્લાય થતી હતી. 1945માં તેઓ ચૂંટણી હારી ગયા, પરંતુ તો પણ એ પદ એમનું એમ રહ્યું અને સપ્લાય પણ ચાલુ રહી. દેશ આઝાદ થઈ ગયો. દેશ આઝાદ થયા બાદ, એ પછી પણ માનનીય અધ્યક્ષ જી, આ પદ કન્ટિન્યુ રહ્યું. ચર્ચિલને સિગારેટ પહોંચાડવાની જવાબદારીવાળું એક પદ, મુખ્ય સચિવના કાર્યાલયમાં ચાલી રહ્યું હતું. અને તેણે પોતાને કેટલોક પગાર મળે, કેટલુંક પ્રમોશન મળે, તે માટે પત્ર લખ્યો હતો. હવે જુઓ, આવું સ્ટેટસક્વો...જો આપણે પરિવર્તન નહીં કરીએ, વ્યવસ્થાઓને ગોઠવીશું નહીં, તો આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે. હું જ્યારે મુખ્યમંત્રી બન્યો તો એક રિપોર્ટ આવતો હતો, આજે કોઈ બલૂન નથી આવ્યું અને કોઈ કાગળિયાં નથી ઉછળ્યાં. આ બીજા વિશ્વ યુદ્ધ સમયે કદાચ શરૂ થયું હશે, હજુ પણ એ ચાલતું હતું. એટલે કે એવી બાબતો આપણી વ્યવસ્થામાં ઘૂસેલી છે. બધાને લાગે છે કે ભાઈ અમે રિબન કાપીશું, દીપ પ્રગટાવીશું, ફોટો ખેંચાવીશું, અમારું કામ થઈ ગયું. દેશ આમ નથી ચાલતો. અમે જવાબદારી સાથે દેશમાં પરિવર્તન માટે તમામ કોશિષ કરવી જોઈએ. ભૂલો થઈ શકે છે, પરંતુ ઈરાદો જો નેક હોય તો પરિણામ સારું પણ મળે છે, શક્ય છે કે એકાદ બાબતમાં આપણને કંઈ ન મળે. તમે જુઓ, આપણા દેશમાં એક સમય હતો કે કોઈને પોતાના સર્ટિફિકેટ પ્રમાણિત કરવાના હોય તો કોર્પોરેટર, કાઉન્સિલના ઘરની બાહર સવારથી કતારમાં ઊભો રહી જતો હતો. અને જ્યાં સુધી તે થપ્પો ન મારે.. અને મઝા એ છે કે એ પોતે નહોતો મારતો.. એક છોકરો બહાર બેઠો હોય.. એ સિક્કો મારી આપતો હતો.. અને આવું ચાલી રહ્યું હતું. મેં કહ્યું, ભાઈ, આનો શો એર્થ છે... આપણે ભરોસો કરીએ દેશના નાગરિક ઉપર... મેં આવીને આ નાટક કરવાની સમગ્ર પ્રથા જ નાબૂદ કરી દીધી, દેશના લોકોને લાભ થયો. આપણે પરિવર્તન માટે કામ કરવું જોઈએ, સુધારા માટે કામ કરવું જોઈએ. હવે આપણે ત્યાં ઈન્ટરવ્યુ થતા હતા, મને હજુયે આશ્ચર્ય થાય છે. એક વ્યક્તિ એક દરવાજામાંથી અંદર આવે છે, ત્રણ લોકોની પેનલ બેઠી છે... એનો મૂડ જુએ છે, નામ પણ પૂરું પૂછતા નથી, ત્રીજો એમ જ નીકળી જાય છે. અને એ ઈન્ટરવ્યુ કૉલ હોય છે અને પછી ઑર્ડર આપવામાં આવે છે. અમે કહ્યું - ભઇ, આનો શો મતલબ છે. એની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એને બધાને એકત્ર કરો.. મેરિટના આધારે કમ્પ્યુટરને પૂછો, તો જવાબ આપી દેશે. આ ત્રીજા અને ચોથા વર્ગના લોકો માટેના ઈન્ટરવ્યુનો જે જમાવડો ભેગો કર્યો છે. અને લોકો કહેતા હતા ભઇ ભલામણ વિના નોકરી નહીં મળે.. અમે આ પ્રથા નાબૂદ કરી દીધી. હું માનું છું કે દેશમાં આપણે ચીજોને બદલીએ. પરિવર્તનથી, અસફળતાના ડરથી અટકીને રહેવું.. એ ક્યારેય કોઈનુંયે ભલું નથી કરતું. આપણે પરિવર્તન કરવા જોઈએ અને પરિવર્તન કરવાનો પ્રયાસ અમે કરીએ છીએ. માનનીય અધ્યક્ષ જી, આપણે ત્યાં ખેતી, આપણે ત્યાં કૃષિ એક રીતે આપણી સંસ્કૃતિ, મુખ્ય પ્રવાહનો હિસ્સો રહી છે. એક રીતે આપણી સંસ્કૃતિના પ્રવાહ સાથે આપણી કૃષિ જોડાયેલી છે. આપણા ઋષિઓએ, મુનિઓએ એની ઉપર ઘણું બધું લખ્યું છે, ગ્રંથ અવેલેબલ છે આપણે ત્યાં, કૃષિ બાબતમાં. ઘણા બધા ઉત્તમ અનુભવ પણ છે. અને આપણે ત્યાં રાજા પણ ખેતરોમાં હળ ચલાવતા હતા. જનક રાજાની વાત તો આપણે જાણીએ છીએ. કૃષ્ણ ભગવાનના ભાઈ બલરામની વાત આપણે જાણીએ છીએ. કોઈ પણ મોટો પરિવાર હશે, આપણે ત્યાં કૃષિ... આ આપણા દેશમાં ફક્ત પાકો ઉગાડવાના એ જ ખેતી નથી. આપણે ત્યાં એગ્રિકલ્ચર એક રીતે સમાજજીવનના કલ્ચરનો હિસ્સો રહ્યો છે. અને એ જ હિસ્સાને ધ્યાનમાં રાખીને અમે કામ કરી રહ્યા છીએ અને આ આપણી સંસ્કૃતિ છે. આપણા તહેવારો હોય, આપણા તહેવારો હોય, પર્વ હોય, આપણો વિજય હોય, બધી બાબતો વાવણીના સમય સાથે કે લણણી સાથે જોડાયેલી રહે છે. આ આપણે ત્યાં પરંપરા રહી છે, આપણા જેટલા લોકગીત છે તે પણ ખેડૂતો સાથે જોડાયેલા હોય છે... પાક સાથે જોડાયેલા હોય છે. આપણા તહેવારો પણ તેની સાથે જ જોડાયેલા હોય છે અને એટલા માટે... આપણા દેશની વિશિષ્ટતા જુઓ.. આપણા દેશમાં કોઈને આશીર્વાદ આપીએ છીએ, કોઈને શુભેચ્છાઓ પાઠવીએ છીએ તો તેની સાથે ધન-ધાન્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ધન-ધાન્ય.. ધન અને ધાન્યને આપણે ત્યાં છૂટા નથી પાડતા. ફક્ત ધાન્ય પણ નથી હોતું.. કેટલાક શબ્દો હોય છે.. ધન પણ નથી હોતું. ધન-ધાન્ય એમ બોલાય છે... આપણે ત્યાં ધાન્યનું આ મૂલ્ય છે.. આ મહત્ત્વ છે. સમાજજીવનનો હિસ્સો છે અને જે બદલાયેલી પરિસ્થિતિ છે, આપણે પણ તેને ફરી પાટે ચડાવવા માટે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. રાજ્યસભામાં મેં વિસ્તારપૂર્વક નાના ખેડૂતો સંદર્ભે વાત કરી છે. હવે દેશનો 80-85 ટકા વર્ગ.. એના પ્રત્યે ઉપેક્ષા રાખીને આપણે દેશનું ભલું નહીં કરી શકીએ. આપણે તેમના માટે કંઈક વિચારવું જ પડશે અને ઘણી નમ્રતા સાથે આપણે વિચારવું પડશે. અને મેં ગણતરી કરીને જણાવ્યું છે કે નાના ખેડૂતોની કેવી રીતે ઉપેક્ષા થઈ છે.. ખેડૂતોના નામે થઈ છે. તેમાં એક પરિવર્તન ખૂબ જરૂરી છે અને તમારે પણ.. આ નાનો ખેડૂત જાગૃત થઈ જશે તો જવાબ તમારે પણ આપવો પડશે.. આ હું સારી રીતે સમજું છું. આપણે ત્યાં જેમ જેમ વસ્તી વધી રહી છે, જમીનનો ટુકડો નાનો થતો જઈ રહ્યો છે. પરિવારમાં જે જમીન છે, તેના ભાગલા પડી જાય છે. ચૌધરી ચરણસિંહજીએ તો એક જગ્યાએ એવું કહ્યું છે કે આપણે ત્યાં ખેડૂતની જમીનની માલિકી એટલી હદે ઓછી થઈ રહી છે કે એવી પરિસ્થિતિ આવશે કે તે પોતાના ખેતરમાં જ ટ્રેક્ટરને ટર્ન કરવું હશે તો નહીં કરી શકે... એટલો જ જમીનનો ટુકડો રહેશે.. ચૌધરી ચરણસિંહજીના આ શબ્દ છે. આવી ચિંતા જ્યારે આપણા મહાપુરુષોએ આપણી સમક્ષ વ્યક્ત કરી હોય તો આપણે પણ કોઈને કોઈ વ્યવસ્થા કરવી પડશે. આઝાદી પછી આપણા દેશમાં 28 ટકા ખેત મજૂર હતા. 10 વર્ષ પહેલા જ્યારે વસ્તીગણતરી થઈ, તેમાં આ ખેતમજૂરની વસ્તી 28થી વધીને 55 ટકા થઈ ગઈ. હવે આ કોઈ પણ દેશ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ કે ખેતમજૂરોની સંખ્યા 28 ટકાથી વધીને 55 ટકા થઈ ગઈ છે અને જમીન ઓછી હોવાને કારણે ખેતીમાંથી જે વળતર મળવું જોઈએ, એ નહીં મળવાને કારણે તેમના જીવનમાં આ મુસીબત આવી છે. અને તેઓ મજૂરી કરવા માટે.. કોઈ બીજાના ખેતરમાં જઈને મજૂરી કરવા માટે મજબૂર થઈ ગયા છે. હવે દુર્ભાગ્ય છે કે આપણા દેશમાં ખેતીમાં જે રોકાણ થવું જોઈએ, તે નથી થઈ રહ્યું. સરકાર એટલું કરી શકતી નથી.. રાજ્ય સરકારો પણ નથી કરી શકતી અને ખેડૂત પોતે પણ નથી કરી શકતો. તેને જે કંઈ કમાણી થાય છે.. બાળકોને પાળવા-પોષવામાં અને પેટ ભરવામાં ખર્ચાઈ જાય છે અને એટલા માટે રોકાણની ઘણી વધુ આવશ્યકતા છે. જ્યાં સુધી આપણે કૃષિમાં રોકાણ નહીં લાવીએ.. જ્યાં સુધી આપણે આપણી ખેતીને આધુનિક નહીં બનાઈએ.. આપણે જ્યાં સુધી નાનામાં નાના ખેડૂતના ભલા માટે વ્યવસ્થાઓ નહીં વિકસાવીએ.. આપણે દેશના એગ્રિકલ્ચર સેક્ટરને તાકાતવાન નહીં બનાવી શકીએ. અને એટલા માટે આપણો ખેડૂત આત્મનિર્ભર બને... તેને પોતાની ઉપજ વેચવાની આઝાદી મળે.. તે દિશામાં આપણે કામ કરવાની આવશ્યકતા છે. અને આપણા ખેડૂત ફક્ત ઘઉં અને ચોખા.. ત્યાં સુધી સીમિત રહે.. એનાથી વાત નહીં બને. દુનિયામાં બજાર ક્યાં છે તે માટે આજે રિસર્ચ થઈ રહ્યા છે. એ પ્રકારની ચીજોનું ઉત્પાદન કરીએ અને એ ચીજો દુનિયાના બજારમાં વેચીએ. ભારતની આવશ્યકતાઓ છે.. આપણે બહારથી ચીજો ન લાવીએ. મને યાદ છે.. હું ઘણા સમય પહેલા જ્યારે અહીં સંગઠનનું કામ કરતો હતો.. નોર્થ પાર્ટમાં મારે ફારુક સાહેબ સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. તો મને હરિયાણાનો એક ખેડૂત પોતાના ખેતરમાં લઈ ગયો. એણે મને ઘણો આગ્રહ કર્યો તો હું ગયો. નાનકડી જગ્યા હતી, તેની. એક-દોઢ-બે વિઘા જમીન હશે કદાચ. પરંતુ ઘણી પ્રગતિ.. એ મારી પાછળ પડ્યો હતો કે આવો જ આવો. મેં કહ્યું ભાઈ, શું વાત છે.. તો કહે એકવાર તમે આવો તો જોવા મળે. એટલું હું તેને ત્યાં ગયો. આશરે 30-40 વર્ષ પહેલાની વાત છે.. 30 વર્ષ થઈ ગયાં હશે. તેણે શું કહ્યું.. દિલ્હીની ફાઈવ સ્ટાર્સ હોટલ્સમાં જે ચીજો શાક વગેરે વિદેશોમાંથી લાવતા હતા, તેનો અભ્યાસ કર્યો. જો તેમને નાની મકાઈ જોઈએ, તેમને નાનાં ટામેટાં જોઈએ, હવે તેણે પોતાની આ નાનકડી જગ્યામાં અને મર્યાદિત વાતાવરણમાં અંદરના લોકોની મદદ લીધી અને મઝા એ છે કે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટેલોમાં તેનો માલ જવાનો શરૂ થઈ ગયો. આપણા દેશમાં થોડું પરિવર્તન કરીએ આપણે. હવે આપણે ક્યારેય વિચાર્યું છે કે સ્ટ્રોબેરી, આપણે ઘણું ખરું એવું માનતા હોઈએ છીએ કે તે ઠંડા પ્રદેશોમાં જ થાય છે. હું જોઉં છું કે કચ્છના રણમાં પણ સ્ટ્રોબેરી થઈ રહી છે.. હું જોઉં છું કે મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં, ત્યાં પણ સ્ટ્રોબેરી ઉગે છે. બુંદેલખંડમાં.. જ્યાં પાણીની તકલીફ છે.. એનો અર્થ એ થયો કે આપણે ત્યાં સંભાવનાઓ છે. આપણા ખેડૂતને ગાઈડ કરીને આપણે નવી-નવી ચીજો તરફ તેમને લઈ જઈશું. હું ચોક્કસ માનું છું કે આપણા દેશનો ખેડૂત આગળ વધશે... પરંતુ તેને.. એ ઠીક છે કે તેનો અનુભવ એવો છે કે તેને હિંમત આપવી પડે છે.. તેનો હાથ પકડવો પડે છે.. તેનો હાથ પકડીને ચાલવું પડે છે. જો તે ચાલી પડે તો કમાલ કરીને બતાવે છે. તે જ રીતે કૃષિમાં જેટલાં નવાં રોકાણ વધશે.. હું માનું છું કે રોજગારની તકો પણ વધવાની છે. હવે દુનિયામાં એક નવું માર્ગેટ આપણને મળી શકે છે. આપણે ત્યાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારા લાવવા માટે એગ્રો-બિઝ ઈન્ડસ્ટ્રીની સંભાવનાઓ પણ વધશે. અને એટલા માટે આપણે આ સમગ્ર ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આપણે અવશ્ય કામ કરવું જોઈએ. અનેક વિપરિત પરિસ્થિતિઓમાં પણ આપણા ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું છે. કોરોના કાળમાં પણ વિક્રમી ઉત્પાદન કર્યું છે. એ આપણી બધાની જવાબદારી છે કે આપણા ખેડૂતની જે મુશ્કેલીઓ છે તે ઓછી થાય. તેની સામે જે પડકારો છે, તે પડકારો ઓછા કરવા માટે આપણે કેટલાંક પગલાં ઉઠાવીએ. અને આ કૃષિ સુધારાથી આપણે એ દિશામાં કંઈને કંઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખેડૂતોને એક સમાન પ્લેટફોર્મ આપણે આપી શકીએ, આધુનિક ટેકનોલોજી આપી શકીએ.. તેમની અંદર એક નવો આત્મવિશ્વાસ ભરી શકીએ.. આ દિશામાં સકારાત્મક વિચારની ખૂબ આવશ્યકતા છે. જૂની વિચારધારા, જૂના માપદંડ કૃષિનો ઉદ્ધાર કરી શકતા હોત તો ઘણા પહેલા જ કરી દીધો હોત. સેકન્ડ ગ્રીન રેવોલ્યુશન ની વાત આપણે કરી આપણે એક નવી વ્યવસ્થા-પદ્ધતિ આગળ વધવા માટે આપીશું અને બધા જ એ બાબતે ચિંતન કરીએ. રાજનીતિનો વિષય ન હોવો જોઈએ. આ દેશની ભલાઈ માટે ખૂબ આવશ્યક છે. સાથે બેસીને આપણે તે માટે વિચારવું જોઈએ. તમામ પક્ષો, સત્તામાં હોય કે વિપક્ષમાં.. એ આપણા સહુની જવાબદારી છે અને આપણે 21મી સદીમાં 18મી સદીના વિચારો સાથે આપણા એગ્રિકલ્ચર સેક્ટરની આકાંક્ષાઓને ક્યારેય પૂરી નહીં કરી શકીએ. આ વિચારધારા જ આપણે બદલવી પડશે. કોઈ નથી ઈચ્છતું કે આપણો ખેડૂત ગરીબીના ચક્કરમાં ફસાયેલો રહે. તેને જિંદગી જીવવાનો હક્ક ન મળે. હું માનું છું કે તેણે આશ્રિત ન રહેવું પડે.. તેણે પરાધીન ન રહેવું પડે. સરકારી ટુકડાઓ ઉપર પાલનપોષણ માટે મજબૂર ન થવું પડે. આ જવાબદારી પણ આપણા સહુની છે અને જવાબદારીને નિભાવવાનું પણ.. આપણા અન્નદાતા સમૃદ્ધ થાય, આપણા અન્નદાતા દેશ માટે કંઈકને કંઈ વધુ કરી શકે.. તેમને આપણે અવસર આપીશું તો તેઓ ઘણું બધું કરી શકે તેમ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક વાત કહેતા હતા - તેઓ કહેતા હતા કે સ્વતંત્રતા મેળવ્યા પછી પણ જો પરતંત્રતાની દુર્ગંધ આવતી રહે તો સ્વતંત્રતાની સુગંધ ફેલાઈ નહીં શકે. જ્યાં સુધી નાના ખેડૂતને નવા અધિકાર નહીં મળે, ત્યાં સુધી પૂર્ણ આઝાદીની તેમની વાત અધૂરી રહેશે અને એટલા માટે મોટો ફેરફાર કરીને આપણે આપણા આ ખેડૂતોને એક લાંબી યાત્રા માટે તૈયાર કરવા પડશે અને આપણે સહુએ સાથે મળીને કરવું પડશે. કંઈ ખોટું કરવાના ઈરાદાથી કશું ન કરવું જોઈએ, સારું કરવાનો ઈરાદો હોવો જોઈએ. કોઈની ભલાઈ કરવા માટેનો ઈરાદો હોવો જોઈએ. અમારી સરકારે નાના ખેડૂતો માટે દરેક પગલે તમે જોશો. નાના ખેડૂતોને અમે છેલ્લાં છ વર્ષોથી બિયારણ આપવાથી માંડીને બજાર સુધી ઘણી દરમ્યાનગીરી કરી છે, જે નાના ખેડૂતોની સહાય કરી શકે છે.. નાના ખેડૂતોને આગળ લાવી શકે છે. હવે જેમ કે ડેરી સેક્ટર અને કોઓપરેટિવ સેક્ટર છે.. સશક્ત પણ છે અને તેની એક મજબૂત વેલ્યુ ચેઇન પણ સ્થાપિત થઈ છે. હવે સરકારની દખલ ઓછામાં ઓછી છે, તો પણ તેણે પોતાની મજબૂતી બનાવી છે. આપણે ધીમે ધીમે ફળ, ફૂલ, શાકભાજી તરફ પણ ભાર મૂકી શકીએ છીએ અને તે પછી અનાજ તરફ ધ્યાન આપી શકીએ છીએ. આપણે તેમને ઘણા તાકાતવાન બનાવી શકીએ છીએ. આપણી પાસે મોડેલ છે.. સફળ મોડેલ છે. એ સફળ મોડેલનો આપણે પ્રયોગ કરવો જોઈએ. આપણે તેમને વૈકલ્પિક બજાર આપવું જોઈએ. બીજું મહત્ત્વપૂર્ણ કામ અમે જે કર્યું - ten thousand farmers producers organisation. આ ખેડૂતો માટે.. નાના ખેડૂતો માટે એક ઘણી મોટી શક્તિના રૂપે સામે આવશે. અને જ્યાં - જ્યાં મહારાષ્ટ્રમાં વિશેષ પ્રયોગ થયો છે એફપીઓ બનાવવાનો. બીજાં ઘણાં રાજ્યોમાં પણ કેરળમાં પણ કમ્યુનિસ્ટ પાર્ટીએ ઘણી સંખ્યામાં એફપીઓ બનાવવાના કાર્યમાં રોકાયેલા છે. પરંતુ તેને કારણે ખેડૂત પોતાનું બજાર શોધવા માટે સામુહિક શક્તિ સ્વરૂપે ઉભરશે. આ 10,000 એફપીઓ બન્યા પછી તમે જોશો કે ગામમાં ખેડૂત નાનો છે, તેને બજારની તાકાત ખેડૂત પોતે નક્કી કરશે અને ખેડૂત શક્તિવાન બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ એફપીઓના માધ્યમથી બેન્કમાંથી નાણાં પણ મળી શકે છે, તે નાનાં નાનાં સંગ્રહસ્થાનોની વ્યવસ્થા પણ ઊભી કરી શકે છે, જો તે થોડી વધુ તાકાત એકઠી કરે તો, તે નાનાં-નાનાં કોલ્ડ સ્ટોરેજ પણ બનાવી શકે છે. અને અમે એક લાખ કરોડ રૂપિયા એગ્રિકલ્ચરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ફાળવ્યા છે અને તેને અમે સ્વસહાયતા જૂથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, આ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં પણ લગભગ સાત કરોડ બહેનો જોડાયેલી છે. ગામની બહેનો છેવટે તો ખેડૂતની દીકરીઓ હોય છે. કોઈને કોઈ ખેતી સાથે જોડાયેલા પરિવારની દીકરી હોય છે, અને તે નેટવર્ક પણ આજે ખેડૂતોના ભલા માટે કામ આવી રહ્યું છે અને આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. અને તેના દ્વારા પણ મને યાદ છે, ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આદિવાસીઓ પાસે જમીન પણ ઘણી ઊંચી-નીચી છે, અસમતોલ જમીન છે અને ઘણી નાની જમીન છે. અમે એક પ્રોજેક્ટ કર્યો હતો. અને અબ્દુલ કલામજી એક દિવસ પોતાનો જન્મદિવસ ત્યાં આવ્યા હતા. તેમણે કહ્યું, ભાઈ કોઈ પ્રોટોકોલ નથી જોઈતા. હું આ ખેડૂતો સાથે રહેવા માગું છું. ઘણો સફળ પ્રયોગ હતો. મહિલાઓ મોટી સંખ્યામાં કામકરતી હતી એ આદિવાસી પટ્ટામાં. અને મશરૂમ, કાજુ.. એ ગોવાની બરાબરીના કાજુ પેદા કરવા લાગી હતી અને તેમણે માર્કેટ હાંસલ કર્યું હતું. નાના ખેડૂત હતા, નાની જગ્યા હતી, પરંતુ પ્રયત્ન કર્યા તો પરિણામ મળ્યું અને અબ્દુલ કલામજીએ એના વિશે લખ્યું પણ છે. તેમણે આવીને જોયું હતું. તો હું કહું છું કે આપણે નવા પ્રયાસોની દિશામાં જવું જોઈએ. દાળની આપણા દેશમાં મુશ્કેલી છે. અમે 2014માં ખેડૂતોને વિનંતી કરી હતી. હવે તમે જુઓ, દાળની આપણે ત્યાં મુશ્કેલી હતી. મેં 2014માં આવીને ખેડૂતો સમક્ષ વિનંતી કરી, તેમણે દેશમાં દાળની મુશ્કેલીથી આપણને મુક્ત કરી દીધા અને તેમને બજાર પણ મળી ગયું. અને હું જોઈ રહ્યો છું કે આજકાલ ઓનલાઈન-ઓફલાઈન ઈનામ દ્વારા પણ ગામડાનો ખેડૂત પણ પોતાનો માલ વેચી રહ્યો છે. અમે કિસાન રેલનો એક પ્રયોગ કર્યો, આ કોરોનાના સમયનો ઉપયોગ કરીને અને આ કિસાન રેલ અને કિસાન ઉડાનથી પણ નાના ખેડૂતને મોટાં બજારો સુધી પહોંચવામાં એક ઘણી મોટી મદદ મળી છે. એક પ્રકારે આ ટ્રેન હરતું ફરતું કોલ્ડ સ્ટોરેજ છે અને હું ગૃહમાં સભ્યોને અવશ્ય કહેવા માગું છું કે કિસાન રેલ કહેવા માટે તો સામાનની હેરફેર કરતી એક વ્યવસ્થા છે, પરંતુ તેણે અંતરિયાળ ગામડાના નાના ખેડૂતને કોઈ અન્ય રાજ્યના બીજા બજાર સાથે જોડી દીધો છે. હવે જુઓ, નાસિકનો ખેડૂત મુઝફ્ફરનગરના વેપારી સાથે જોડાયો છે અને શું મોકલે છે, એ ખેડૂતની વધુ શક્તિ ન હતી, ત્રીસ કિલો દાડમ મોકલે છે. એ તેણે નાસિકથી કિસાન રેલ મારફતે મોકલ્યા અને ખર્ચ થયો ફક્ત 124 રૂપિયા, તેને મોટું બજાર મળી ગયું. આ ત્રીસ કિલો એટલી નાની માત્રા છે કે કદાચ કોઈ કુરિયર વાળો પણ ન લઈ જાય. પરંતુ આ વ્યવસ્થા હતી તો અહીંનો ખેડૂત છેક ત્યાં સુધી જઈને પોતાનો માલ વેચી શક્યો છે. તે જ રીતે તેને જે પણ સુવિધા મળે છે, તે ઈંડા હોય, મેં જોયું છે કે કોઈએ ઈંડાં મોકલ્યાં છે અને ઈંડાં પણ તેને મોકલવાનો ખર્ચ થયો આશરે 60 રૂપિયા અને ઈંડાં પહોંચી ગયાં, સમયસર પહોંચી ગયાં, તેનો માલ વેચાઈ ગયો. દેવલાલીમાં, દેવલાલીમાં એક ખેડૂતો સાત કિલો કિવિ દાનાપુર મોકલ્યાં. મોકલવાનો ખર્ચ થયો 62 રૂપિયા, પરંતુ તેનાં 60 કિલોના કિવિ માટે એક સારું બજાર મળ્યું અને બીજા રાજ્યમાં બજાર મળ્યું. કિસાન રેલ કેટલી નાનકડી વાત છે, પરંતુ કેટલું મોટું પરિવર્તન કરી શકે છે, તેનો આપણે નમૂનો જોઈએ છીએ. માનનીય અધ્યક્ષ જી, ચૌધરી ચરણ સિંહજીએ એક પુસ્તક લખ્યું છે - ભારતની અર્થનીતિ. ભારતની અર્થનીતિના પુસ્તકમાં ચૌધરી સાહેબે લખ્યું, સૂચવ્યું છે - સમગ્ર દેશને ખાદ્યાન્ન આપવા માટે એક જ ક્ષેત્ર માની લેવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો, દેશના એક હિસ્સામાંથી બીજા હિસ્સામાં લાવવા-લઈ જવા ઉપર કોઈ પ્રતિબંધ ન હોય, આ ચૌધરી ચરણ સિંહજીના પુસ્તકનું ક્વોટ છે. કૃષિ સુધારા, કિસાન રેલ, મંડીઓને ઈલેક્ટ્રોનિક પ્લેટ હોય, ઈનામ, આ બધી બાબતો આપણા દેશના ખેડૂતો અને નાના ખેડૂતોને એક ઘણો મોટો અવસર આપવાના પ્રયાસના ભાગરૂપે થઈ રહ્યું છે. માનનીય અધ્યક્ષ જી, જે લોકો આટલી વાતો કરે છે, સરકાર આટલાં વર્ષો સુધી ચલાવી છે. હું નથી માનતો કે તેમને ખેડૂતોની મુશ્કેલીઓની ખબર ન હોય અથવા તેમને સમજણ ન હોય. ખબર પણ હતી, સમજણ પણ હતી અને તેમને હું આજે તેમની જ વાત યાદ કરાવવા માગું છું. એ હાજર નથી, હું જાણું છું, પરંતુ દેશ માટે સમજવું ખૂબ જરૂરી છે. હું ક્વોટ વાંચું છું - the state took initiative to amend their state APMC Act in the year 2005 itself providing for direct marketing contract farming setting up of a private market, consumer, farmer markets, e-trading and notified the rules in 2007 to implement the amended provision in fact 24 private markets have already come up in the state. આ કોણે કહ્યું હતું ? આ એપીએમસી એક્ટ બદલી નાખ્યો છે, આ વાત ગૌરવપૂર્વક કોણ કહી રહ્યું હતું ? 24 એવાં બજાર બની ચૂક્યાં છે, તેનું ગૌરવ કોણ લઈ રહ્યું હતું ? ડૉ. મનમોહન સિંહજીની સરકારના કૃષિ મંત્રી શ્રી શરદ પવારજી આ ગૌરવપૂર્વક કહી રહ્યા હતા. હવે આજે એકદમ ઊંધી વાત કરી રહ્યા છે અને એટલા માટે શક જાય છે કે આખરે તમે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે આવો રસ્તો કેમ પસંદ કર્યો છે ? દેશની મંડીઓ ચાલી રહી છે, સિન્ડિકેટની કિંમતોને પ્રભાવિત કરવાવાળા નેક્સસ વિશે તેમને જ્યારે પૂછવામાં આવ્યું, તેમને એક સવાલ પૂછ્યો હતો કે આ નેક્સસ છે, મંડીઓવાળું, વગેરે તો તમારું શું કહેવું છે ? તો શરદ પવારનો એક બીજો જવાબ છે એ પણ ઘણો ઈન્ટરેસ્ટિંગ છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોના બચાવ માટે તો એપીએમસી રિફોર્મને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને એપીએમસી મંડીઓનો વિકલ્પ મળે. જ્યારે વધુ વેપારી રજિસ્ટર થશે, ત્યારે સ્પર્ધા વધશે અને તેનાથી મડીઓમાં સાંઠ-ગાંઠ ભાંગી પડશે, આ વાત તેમણે કહી હતી. હવે એટલા માટે હું સમજું છું કે આ વાતોને આપણે સમજવી પડશે. જ્યાં તેમની સરકારો છે, અલગ - અલગ જે સામે બેઠા છે એ મિત્રોની, તેમણે પણ ઓછા વધતા પ્રમાણમાં આ કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવાનો પ્રયાસ પણ કર્યો છે અને અમે તે એ છીએ, જેમણે 1500 કાયદા નાબૂદ કર્યા હતા. અમે પ્રોગ્રેસિવ પોલિટિક્સ માં વિશ્વાસ ધરાવીએ છીએ, અમે રિગ્રેસિવ પોલિટિક્સમાં નથી પડવા માગતા અને એટલા માટે અને ભોજપુરીમાં એક કહેવત છે, કેટલાક લોકો એવા છે. ભોજપુરીમાં કહેવત છે - ના ખેલબ, ના ખેલન દેબ, રમત પણ બગડે છે. હું રમીશ પણ નહીં અને રમવા પણ નહીં દઉં, હું રમતને પણ બગાડીને મૂકીશ. માનનીય અધ્યક્ષ જી, દેશનું સામર્થ્ય વધારવામાં સહુનું સામુહિક યોગદાન કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, કચ્છથી માંડીને કામાખ્યા સુધી જ્યારે દરેક ભારતીયનો પરસેવો પડે છે ત્યારે દેશ આગળ વધે છે. હું કોંગ્રેસના સાથીઓને યાદ અપાવવા માંગું છું કે દેશ માટે પબ્લિક સેક્ટર જરૂરી છે તો પ્રાયવેટ સેક્ટરની ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે. સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપ્યું. પ્રાયવેટ પાર્ટીઓ આવી, મેન્યુફેક્ચરર્સ આવ્યા. આજે ગરીબમાં ગરીબ પરિવાર સુધી સ્માર્ટફોન પહોંચી રહ્યા છે. ટેલીકોમમાં સ્પર્ધાને પ્રોત્સાહન અપાયું તો મોબાઈલ ઉપર વાત કરવાનું લગભગ બંધ થઈ ગયું અને ડેટા પણ દુનિયામાં સૌથી સસ્તા આજે હિન્દુસ્તાનમાં છે. એટલે સુધી કે આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રી આપણા વેક્સિન ઉત્પાદકો, શું આ બધા સરકારી છે ? આજે માનવતાનાં કામ જો ભારતમાં થઈ રહ્યાં છે, તો તેમાં આ ખાનગી ક્ષેત્રની પણ ઘણી મોટી ભૂમિકા છે, ખાનગી કંપનીઓનો રોલ છે અને આપણને આપણા દેશના નવયુવાનો ઉપર ભરોસો હોવો જોઈએ. આપણા દેશના નવયુવાનો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, આ રીતે ખરાબ બોલતા રહીશું, તેમને હલકા દેખાડતા રહીશું અને આપણે કોઈ પણ પ્રાયવેટ એક્ટિવિટીને નકારી દઈશું. કોઈ જમાનો હશે, જ્યારે કોઈ સરકાર કરશે તેમ વિચારીશું. એ જમાનામાં જરૂરી હશે, કરાશે. આજે દુનિયા બદલાઈ ચૂકી છે, સમાજની પોતાની તાકાત છે, દેશની અંદર તાકાત છે. દરેકને તક મળવી જોઈએ અને તેમને આ રીતે અપ્રામાણિક જાહેર કરવા, તેમના માટે ગંદી ભાષાનો ઉપયોગ કરવો, આ એક કલ્ચર કોઈ જમાનામાં વોટ મેળવવા માટે કામ આવ્યું હશે. કૃપા કરીને આપણે અને મેં લાલ કિલ્લા ઉપરથી કહ્યું વેલ્થ ક્રિએટર પણ દેશ માટે જરૂરી હોય છે, ત્યારે તો વેલ્થ વહેંચાશે, ગરીબ સુધી વેલ્થ વહેંચીશું ક્યાંથી ? રોજગાર ક્યાંથી આપીશું ? અને બધું અમલદારો જ કરશે. આઈએએસ બની ગયા એટલે તે ફર્ટિલાઈઝરનાં કારખાનાં પણ ચલાવશે, આઈએએસ થઈ ગયા એટલે તે કેમિકલનાં કારખાનાં પણ ચલાવશે, આઈએએસ થઈ ગયા, એ હવાઈ જહાજ પણ ચલાવશે. આ કઈ મોટી તાકાત આપણે બનાવી દીધી છે ? અમલદારોના હાથમાં દેશ આપીને આપણે શું કરવાના છીએ ? આપણા મલદારો પણ દેશના જ છે, તો દેશના નવયુવાનો પણ દેશના છે. આપણે આપણા દેશના નવયુવાનોને જેટલા વધુ અવસર આપીશું, મને લાગે છે તેમને એટલો જ લાભ થશે. માનનીય અધ્યક્ષ જી, જ્યારે હકીકતોના આધાર ઉપર વાત ટકતી નથી, તો એવું થાય છે, જે અત્યારે જોયું છે. આશંકાઓ ફેલાવવામાં આવે છે, આવું થઈ જશે, તેવું થઈ જશે અને આવો માહોલ આંદોલનજીવી પેદા કરે છે. માનનીય અધ્યક્ષ જી, ખેડૂત આંદોલનની પવિત્રતા અને હું ખૂબ જવાબદારીભર્યા શબ્દ પ્રયોગ કરી રહ્યો છું, હું ખેડૂત આંદોલનને પવિત્ર માનું છું અને ભારતની લોકશાહીમાં આંદોલનનું મહત્ત્વ છે અને રહેશે જ અને તે જરૂરી પણ છે. પરંતુ જ્યારે આંદોલનજીવી પવિત્ર આંદોલનને પોતાના લાભ માટે બરબાદ કરવા માટે નીકળે છે, ત્યારે શું થાય છે ? કોઈ મને જણાવે કે ત્રણ કૃષિ કાયદાની વાત હોય અને રમખાણ મચાવનારા લોકો જે જેલમાં છે, જે સંપ્રદાયવાદી લોકો જેલમાં છે, જે આતંકવાદી લોકો જેલમાં છે, જે નક્સલવાદી જેલમાં છે તેમનો ફોટો લઈને તેમની મુક્તિની માગણી કરવી, એ ખેડૂતોના આંદોલનને અપવિત્ર કરવાનો પ્રયાસ છે કે નહીં ? માનનીય અધ્યક્ષ જી, આ દેશમાં ટોલ પ્લાઝા તમામ સરકારોએ સ્વીકારેલી વ્યવસ્થા છે. ટોલ પ્લાઝા આ દેશમાં તમામ સરકારોએ સ્થાપેલી વ્યવસ્થા છે અને ટોલ પ્લાઝાનો ભંગ કરવો, એ ટોલ પ્લાઝા ઉપર કબ્જો જમાવી દેવો, તે ટોલ પ્લાઝાને ચાલવા ન દેવાં, આ જે પદ્ધતિઓ ચાલી છે, એ પદ્ધતિઓ પવિત્ર આંદોલનને કલંકિત કરવાનો પ્રયાસ છે કે નહીં ? જ્યારે પંજાબની ધરતી ઉપર સેંકડોની સંખ્યામાં જ્યારે ટેલીકોમનાં ટાવર તોડી નાંખવામાં આવે, શું તે ખેડૂતોની માગણી સાથે સુસંગત છે ? ખેડૂતના પવિત્ર આંદોલનને બરબાદ કરવાનું કામ આંદોલનકારીઓ નહીં, પરંતુ આંદોલનજીવીઓએ કર્યું છે અને એટલા માટે દેશને આંદોલકારી અને આંદોલનજીવીઓ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે અને દેશને આ આંદોલનજીવીઓથી બચાવવો પણ એટલો જ જરૂરી છે. અફવાઓ ફેલાવવી, જુઠાણું ફેલાવવું, ગેરમાર્ગે દોરવવા અને દેશને દબાવીને રાખવો, દેશ ઘણો મોટો છે, દેશના સામાન્ય માનવીની આશા-આકાંક્ષાઓ ઘણી છે અને તેને લઈને આપણે આગળ વધવાનું છે અને એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં એક ઘણો મોટો વર્ગ છે, આ વર્ગની પોતાની એક ઓળખ છે talking the right things એટલે કે કાયમ સાચી વાત બોલવી. સાચી વાત કહેવામાં કશું ખોટું નથી, પરંતુ આ વર્ગના, જે doing the right things ના માર્ગે ચાલવાવાળા એવા લોકો તરફ નફરત - ચીડ ધરાવતો વર્ગ છે. આ તફાવત સમજવા જેવો છે talking the right things તેમની વકીલાત કરવાવાળા જ્યારે doing the right thingsની વાત આવે છે ત્યારે તેની જ વિરુદ્ધ ઊભા રહી જાય છે. તેઓ ફક્ત વાતો કરવામાં વિશ્વાસ ધરાવે છે, સારું કામ કરવામાં તેમને ભરોસો જ નથી. જે લોકો ઈલેક્ટોરલ રિફોર્મની વાત કરે છે. વન નેશન વન ઈલેક્શનની જ્યારે વાત આવે છે તો વિરોધમાં ઊભા રહી જાય છે. આ જ લોકો જ્યારે જેન્ડર જસ્ટિસ ની વાત આવે છે ત્યારે ઉછળી ઉછળીને બોલે છે, પરંતુ જો ટ્રિપલ તલાક નાબૂદ કરવાની વાત કરીએ તો તેના વિરોધમાં ઊભા રહી જાય છે. એન્વાયર્નમેન્ટની વાત કરે છે, પરંતુ હાઈડ્રો પાવર કે ન્યુક્લિયર પાવર સામે ઝંડો લઈને ઊભા રહી જાય છે, થવું ન જોઈએ, આ દેશ માટે આંદોલન ચલાવે છે, તામિલનાડુ તો એનાથી પીડિત છે. તે જ રીતે જો દિલ્હીમાં પોલ્યુશન માટે કોર્ટમાં જઈને રીટ કરે છે, અપીલ કરે છે, પીઆઈએલ કરે છે, દિલ્હીના એ જ લોકો પરાળી સળગાવનારાના સમર્થનમાં જઈને ઊભા રહી જાય છે. ત્યારે સમજણ નથી પડતી કે કેવી રીતે દેશને ગેરમાર્ગે દોરવાનો આ લોકોનો પ્રયાસ છે અને તેને જોવાની સમજવાની જરૂર છે. હું જોઈ રહ્યો છું કે આ છ વર્ષમાં વિપક્ષના મુદ્દા કેટલા બદલાઈ ગયા છે. અમે પણ ક્યારેક વિપક્ષમાં હતા, પરંતુ અમે જ્યારે પણ વિપક્ષમાં હતા ત્યારે તમે જોયું હશે કે દેશના વિકાસના મુદ્દાઓ લઈને ભ્રષ્ટાચારના મુદ્દાઓ લઈને અમે શાસનમાં બેઠેલા લોકોને ઘેરતા હતા. અમે એ અવાજ ઉઠાવતા હતા, અમે પ્રયાસ કરતા હતા. મને આશ્ચર્ય છે, આજકાલ વિકાસના મુદ્દાઓની ચર્ચા જ નથી થતી. હું રાહ જોઉં છું આવા મુદ્દાઓ ઉઠાવો, જેથી અમને કંઈક કહેવાનો મોકો મળે, કેમકે અમે શું કરી રહ્યા છીએ, પરંતુ તેઓ અમને તક જ નથી આપતા, કેમકે તેમની પાસે આવા મુદ્દાઓ ઉપર બોલવા માટે કશું રહ્યું નથી અને એટલે જ ન તો તેઓ કેટલા માર્ગો બંધાયા એવું પૂછે છે, ન તો કેટલા પુલ બંધાયા એવું પૂછે છે, ના બોર્ડર મેનેજમેન્ટમાં શું થયું, કેટલા પાટા પાથરવામાં આવ્યા, આ બધા વિષયો ઉપર તેમને ચર્ચા કરવામાં ઈન્ટરેસ્ટ નથી. માનનીય અધ્યક્ષ જી, 21મી સદીમાં ઈન્ફ્રાસ્ટ્ક્રચરનું ઘણું મોટું મહત્ત્વ છે અને ભારતને આગળ લઈ જવાનું છે તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવો ખૂબ જરૂર છે અને આત્મનિર્ભર ભારતના રોડ મેપ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવો એ સમયની માગ છે અને આપણે સહુએ તેનો સ્વીકાર કરવો પડશે. ઈન્ફ્રાસ્ટ્ર્કચર મજબૂત થશે, ત્યારે દેશની ગતિ પણ વધશે, તેનો વ્યાપ પણ વિસ્તરશે અને એટલે આપણે પ્રયાસ કરવો જોઈએ અને ઈફ્રાસ્ટ્રક્ચરનો અર્થ છે ગરીબ માટે, મધ્યમ વર્ગ માટે, અનેક નવી સંભાવનાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જન્મ આપે છે, નવી તકો પેદા કરે છે, રોજગારના નવા અવસર લઈને આવે છે, ઈકોનોમીને મલ્ટીપ્લાય રિફ્લેક્ટ કરવાની તેની તાકાત હોય છે અને એટલે આપણે ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ વોટ બેન્કની તક નથી હોતી, કાગળ ઉપર જાહેરાત કરી દેવી કે આ રોડ બનશે, એક ચૂંટણી જીતી લો. બીજીવાર ત્યાં જઈને સફેદ પટ્ટા દોરી લો, બીજી ચૂંટણી જીતી લો. ત્રીજીવાર જઈને ત્યાં થોડી માટી નાંખી દો, ચલો. આ આવા કામ માટે નથી. આ સાચેસાચ જીવન પરિવર્તન માટે, અર્થવ્યવસ્થાને બદલવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે ભાર મૂકવાની આવશ્યકતા છે. 110 લાખ કરોડની યોજના સાથે બજેટમાં અભૂતપૂર્વ ખર્ચ સાથે આગળ વધવાની દિશામાં આપણે ચાલી રહ્યા છીએ. દેશનાં 27 શહેરોમાં મેટ્રો ટ્રેન, 6 લાખથી વધુ ગામમાં ઝડપી ઈન્ટરનેટ, વીજળીના ક્ષેત્રે અમે વન નેશન વન ગ્રિડ - આ કોન્સેપ્ટ સાકાર કરવામાં સફળ થયા છીએ. સોલર પાવર સહિત રિન્યુએબલ એનર્જી સંદર્ભે આજે દુનિયામાં પાંચ ટોચના દેશોમાં ભારતે પોતાનું સ્થાન બનાવી લીધું છે. દુનિયાના સૌથી મોટા સોલર અને વિન્ડની હાઈબ્રિડ પાવર આજે ભારતમાં દુનિયાનો સૌથી મોટો પાર્ક બની રહ્યો છે. વિકાસમાં આપણે એક નવો વેગ જોઈ રહ્યા છીએ, નવી ઊંચાઈઓએ જઈ રહ્યો છે. આપણે જોયું છે કે જ્યાં જ્યાં અસમાનતા છે, ખાસ કરીને પૂર્વ ભારતમાં, જો દેશના પૂર્વ ભારતનો વિકાસ કરવો હોય તો આપણે આ પ્રદેશને એ સ્થિતિમાં લાવવો પડશે જેથી પશ્ચિમ ભારતની જે આર્થિક વ્યવસ્થા છે, તેની તે બરાબરી તરત કરી શકે તો સાથે મળીને દેશમાં પ્રગતિની સંભાવનાઓ વધશે અને એટલા માટે અમે પૂર્વ ભારતના વિકાસ ઉપર વધુ ભાર મૂક્યો છે. પછી તે ગેસ પાઈપલાઈન નાંખવાની વાત હોય, કે રસ્તા બનાવવાની વાત હોય, એરપોર્ટ બનાવવાની વાત હોય, કે રેલવે માર્ગ બાંધવાની વાત હોય, ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વાત હોય અને એટલું જ નહીં, વોટર વેઝ દ્વારા નોર્થ ઈસ્ટનાં રાજ્યોને જોડવા માટે એક ઘણો મોટો ભગીરથ પ્રયાસ ચાલી રહ્યો છે અને મને લાગે છે, અમારું એક ફોકસ છે કે દેશને એક સંતુલિત વિકાસ તરફ લઈ જવો જોઈએ. દેશના દરેક ક્ષેત્રને, એક પણ ક્ષેત્ર પાછળ ન છૂટવું જોઈએ, તે રીતે વિકાસની અવધારણા લઈને આગળ ધપવાનું કામ અમે કર્યું છે. અને એટલે ઈસ્ટર્ન ઈન્ડિયામાં અમે મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. ડઝનબંધ જિલ્લામાં સીએનજી, પીએનજી, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું નેટવર્ક સ્થાપવામાં અમે સફળ થયા છીએ. ગેસ પાઈપલાઈન પહોંચવાને કારણે ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં પણ ઘણો વેગ આવ્યો છે અને ફર્ટિલાઈઝરનાં જે કારખાનાં બંધ પડ્યાં હતાં, તેમને ફરી ખોલવાની સંભાવના ઊભી થઈ છે, કેમકે અમે ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂક્યો છે, અમે એ પાઈપલાઈન ઉપર ધ્યાન આપ્યું છે. માનનીય અધ્યક્ષ જી, અનેક વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ, કે સમર્પિત ફ્રેઈટ કોરિડોર પણ સમર્પિત ફ્રેઈટ કોરિડોરની જે હાલત હતી, તેમાં ફક્ત એક કિલોમીટરનું કામ થયું હતું. આજે આશરે છ વર્ષમાં 600 કિલોમીટરનું કામ થયું છે અને વાસ્તવમાં સમર્પિત ફ્રેઈટ કોરિડોર ઉપર કામ શરૂ થઈ ગયુ છે, માલની હેરફેરનું કામ શરૂ થઈ ગયું છે અને તે સેક્શન કામ કરી રહ્યો છે. યુપીએના સમયે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્ર્કચર, કોઈ પણ દેશની રક્ષા માટે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું મહત્ત્વ ધરાવે છે, પરંતુ તેના પ્રત્યે આટલી ઉદાસીનતા દાખવવામાં આવી, આટલી લાપરવાહી દાખવવામાં આવી, દેશમાં અમે એ વિષયોની પબ્લિસિટી નથી કરી શકતા, કેમકે દેશની સિક્યોરિટીની દ્રષ્ટિએ તે યોગ્ય નથી. પરંતુ એ ચિંતાનો વિષય છે કેમકે ત્યાં લોકો નથી, વોટ નથી, જરૂરત નથી હોતી, લશ્કરનો જવાન જ્યારે જશે, જશે, જોયું જશે, શું થવાનું છે ? આવા જ વિચારનું પરિણામ હતું અને એટલું જ નહીં, એકવાર તો સંરક્ષણ મંત્રીએ પાર્લામેન્ટમાં કહી દીધું હતું કે અમે બોર્ડર ઉપર એટલા માટે ઈન્ફ્રાસ્ટ્ર્કચર ઊભાં નથી કરતા, કેમકે ક્યાંક દુશ્મન દેશ એ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ન કરી લે, કમાલના છો, ભઇ. આ વિચાર છે, આ બદલીને આપણએ આજે લગભગ જે અપેક્ષાઓ અને આયોજન હતાં તેનો એક ઘણો મોટો હિસ્સો બોર્ડર ઉપર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આપણે પૂરો કર્યો છે. એલએસી ઉપર પુલો, આજે મારું અનુમાન છે કે આશરે 75 જેટલા પુલોનું કામ ત્યાં વેગથી ચાલી રહ્યું છે અને એટલા માટે અમે કેટલાયે કિલોમીટરના રસ્તા બનાવ્યા છે અને હું ઈચ્છું છું કે જે કામ અમારી સામે હતું તેમાંથી લગભગ 75 ટકા તો અમે પૂરું પણ કરી લીધું છે અને ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખીશું. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિવિધ ક્ષેત્રોને તમે એ જ રીતે જુઓ, અટલ ટનલ હિમાચલ પ્રદેશમાં, તેની શી હાલત હતી ? અટલજીના સમયમાં તેની કલ્પના કરાઈ હતી, અટલજીના ગયા પછી કોઈને કોઈ ફાઈલમાં દબાયેલી રહી, અટવાયેલી રહી. એકવાર થોડું કામ થયું, પછી અટકી ગયું. એમ કરતાં કરતાં સમય ચાલ્યો ગયો, છેલ્લાં છ વર્ષમાં અમે તેની પાછળ લાગ્યા અને આજે અટલ ટનલ કાર્યરત થઈ ગઈ છે. દેશનું સૈન્ય પણ, સૈન્ય પણ ત્યાંથી આરામથી મુવ કરી રહ્યું છે, દેશના નાગરિક પણ મુવ કરી રહ્યા છે. જે રસ્તાઓ છ-છ મહિનાઓ સુધી બંધ રહેતા હતા, તે આજે કામ કરવા લાગ્યા છે અને અટલ ટનલ કામ કરી રહી છે. એ જ રીતે હું એ વાત સાફ કહેવા માગું છું કે જ્યારે પણ દેશ સામે કોઈ પડકાર આવ્યો છે, આ દેશનું સામર્થ્ય છે, આપણા દેશના સુરક્ષા દળોનું સામર્થ્ય છે, દેશને ક્યારેય નીચે જોવાનો વારો નથી આવવા દીધો, એવી સ્થિતિ આપણા સૈન્યના જવાનો ક્યારેય સર્જાવા દેશે જ નહીં, ક્યારેય નહીં થવા દે, એવો મને પૂરો વિશ્વાસ છે. આજે તેમના હિસ્સામાં જે કોઈ જવાબદારી છે, જ્યાં પણ તેમને જવાબદારી સોંપાઈ છે, તેઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. પ્રાકૃતિક વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે પણ અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. અને અમને આપણા દેશની સેના ઉપર ગર્વ છે, આપણા વીરજવાનો ઉપર ગર્વ છે, તેમના સામર્થ્ય ઉપર અમને ગર્વ છે અને દેશ હિંમતપૂર્વક પોતાના નિર્ણયો પણ લઈ શકે છે અને આપણે તેને આગળ પણ લઈ જઈ શકીએ છીએ. મેં ક્યારેક એક ગઝલ સાંભળી હતી, મને વધારે તો રસ નથી, મને વધુ આવડતું પણ નથી. પરંતુ તેમાં લખાયું હતું - मैं जिसे ओड़ता-बिछाता हूं, वो गजल आपको सुनाता हूं - મને લાગે છે કે જે સાથીઓ ચાલી ગયા, તેઓ જે ચીજોમાં જીવે છે, રહે છે, તેઓ એ જ સંભળાવે છે, જે તેમણે તેમના કાર્યકાળમાં જોયું હોય, જે તેમણે તેમના કાર્યકાળમાં કર્યું હોય, તે જ તેઓ કહેતા રહેતા હોય છે અને એટલે હું સમજું છું કે આપણે હવે ચાલવું જ પડશે. આપણે ઘણી હિંમત સાથે આગળ વધવું પડશે. અને મેં કહ્યું કોરોના બાદ એક નવો વર્લ્ડ ઓર્ડર જ્યારે આપણી સમક્ષ આવી રહ્યો છે, ત્યારે ભારતે કંઈ નહીં બદલાય એવી માનસિકતા છોડી દેવી પડશે, આ તો ચાલતું રહે, ચાલ્યા કરેની માનસિકતા છોડવી પડશે. 130 કરોડ દેશવાસીઓના સામર્થ્ય સાથે ચાલી રહ્યા છીએ. પ્રોબ્લેમ આવશે પરંતુ જો લાખો મુસીબતો છે તો અબજો ઉકેલ પણ છે. આ દેશ તાકાતવાન છે અને એટલા માટે જ આપણે આપણી બંધારણીય વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવું પડશે. અને મને વિશ્વાસ છે કે આપણે આ વાતો લઈને આગળ વધીશું. એ વાત સાચી છે કે મિડલ મેન કલ્ચર નાબૂદ થયું છે. પરંતુ દેશના મિડલ ક્લાસની ભલાઈ માટે ઘણી ઝડપથી કામ થઈ રહ્યું છે, જેના કારણે દેશને આગળ વધવામાં હવે જે વિશાળ મિડલ ક્લાસ છે, તે ઘણી મોટી ભૂમિકા ભજવવાનો છે. અને તે માટે જરૂરી જે પણ કાયદાકીય વ્યવસ્થાઓ કરવી પડે, તે કાયદા વ્યવસ્થા પણ અમે કરી છે. માનનીય અધ્યક્ષ જી, એક પ્રકારના વિશ્વાસ સાથે, એક પ્રગતિના વાતાવરણમાં દેશને આગળ લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલી રહ્યો છે. હું રાષ્ટ્રપતિ જીનો હૃદયપૂર્વક આભારી છું કે અનેક વિષયો ઉપર તેમણે આ વાત સ્પષ્ટ કરી છે. જેમનો રાજકીય એજન્ડા છે, તે તેમને મુબારક. અમે દેશના એજન્ડા સાથે આગળ વધીએ છીએ. દેશના એજન્ડા સાથે ચાલતા રહીશું. હું ફરી એકવાર દેશના ખેડૂતોને આગ્રહ કરીશ કે આવો, સાથે બેસીને સમસ્યાઓનો ઉકેલ લાવીએ. આ જ એક અપેક્ષા સાથે રાષ્ટ્રપતિજીના ભાષણને રાષ્ટ્રપતિજીનો આભાર માનતા હું પોતાની વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. (
pib-157906
5d3b58b4ad097dee7da193682e59274188652b0230cba65b07d3c08206f23020
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી ‘પરીક્ષા પે ચર્ચા 2021’ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા 2021’ દરમિયાન સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે. પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહ્યું, "અમારા બહાદુર #ExamWarriors પરીક્ષા માટે તૈયારીઓ કરી લો, ફરી એક વાર 'પરીક્ષા પે ચર્ચા 2021' આ વખતે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાશે અને આખા વિશ્વના વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકશે, આવો આપણે પરીક્ષામાં સ્મિત સાથે અને તણાવ વગર ઉપસ્થિત રહીએ ! #PPC2021 લોકપ્રિય માંગના આધારે ‘પરીક્ષા પે ચર્ચા 2021’ માં માતાપિતા અને શિક્ષકો પણ સામેલ રહી શકશે. આમાં આનંદથી ભરપૂર ચર્ચા થશે સાથે ગંભીર વિષયો પણ આવરી લેવામાં આવશે. હું મારા વિદ્યાર્થી મિત્રો, તેમના અદ્ભુત માતાપિતા અને મહેનતુ શિક્ષકોને મોટી સંખ્યામાં #PPC2021 માં ભાગ લેવા આહ્વાન કરું છું." શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ "પરીક્ષા પે ચર્ચા 1.0" 16મી ફેબ્રુઆરી, 2018ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથેના આ સંવાદ કાર્યક્રમની બીજી આવૃત્તિ "પરીક્ષા પે ચર્ચા 2.0" 29 જાન્યુઆરી, 2019ના રોજ નવી દિલ્હીના ટાકટોરા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદ કાર્યક્રમની ત્રીજી આવૃત્તિ "પરીક્ષા પે ચર્ચા 2020" 20 જાન્યુઆરી, 2020ના રોજ નવી દિલ્હીના ટાકટોરા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી હતી. SD/GP/BT (
pib-251067
e32577205159db5dbafa7e0fe273758ba30a5fe037d3ed41dfea3bdd6c7259cb
guj
મંત્રીમંડળ મંત્રીમંડળે દિલ્હી કેન્ટને કંધાર લાઈન્સની કેન્દ્રીય વિદ્યાલય નં. 4ના નિર્માણ માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને ભાડા પટ્ટાના આધારે 4 એકર સંરક્ષણની જમીન હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી કેન્ટને કંધાર લાઈન્સની કેન્દ્રીય વિદ્યાલય નં. 4ના નિર્માણ માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ને રૂ. 1 પ્રતિવર્ષના નજીવા ભાડા પટ્ટાના આધારે 4 એકર સંરક્ષણની જમીન હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી છે. પૃષ્ઠભૂમિ : વર્તમાનમાં દિલ્હી કેન્ટના કેન્દ્રીય વિદ્યાલય નં. 4નું સંચાલન સર્વે નં. 14, દિલ્હી કેન્ટના ભવનમાં તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં લઈને વર્ષ 1994માં તેની સ્થાપના સાથે જ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ વિદ્યાલયમાં 956 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પોતના સ્થાયી વિદ્યાલય ભવનના નિર્માણથી વિદ્યાલયના કર્મચારીઓના બાળકો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારજનો અને દિલ્હી કેન્ટની આસપાસના સામાન્ય લોકોના બાળકોને પણ ઉપરોક્ત શૈક્ષણિક વિસ્તાર તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. NP/J.Khunt/GP/RP (Visitor Counter : 121
pib-216446
c039447548ebe1749e56a10d4cb99838e43f4974abe5a14566ddbea965e17bd8
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું નોર્થ અને સાઉથ બ્લોક ખાતે આગામી નેશનલ મ્યુઝિયમના વર્ચ્યુઅલ વોકથ્રુનું ઉદ્ઘાટન કર્યું ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોના માસ્કોટનું અનાવરણ, ગ્રાફિક નવલકથા - મ્યુઝિયમમાં એક દિવસ, ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી, કર્તવ્ય પથનો પોકેટ મેપ અને મ્યુઝિયમ કાર્ડ્સ "મ્યુઝિયમ ભૂતકાળમાંથી પ્રેરણા આપે છે અને ભવિષ્ય પ્રત્યેની ફરજની ભાવના પણ આપે છે" "દેશમાં એક નવું સાંસ્કૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે" "સરકાર દરેક રાજ્ય અને સમાજના દરેક વર્ગના વારસાની સાથે સ્થાનિક અને ગ્રામીણ સંગ્રહાલયોના સંરક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે" "ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પેઢીઓથી સંરક્ષિત છે જે હવે સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધના અનુયાયીઓને એક કરી રહ્યા છે" "આપણો વારસો વિશ્વ એકતાનો આશ્રયદાતા બની શકે છે" "સમાજમાં ઐતિહાસિક મહત્વની વસ્તુઓની જાળવણી કરવાની ભાવના કેળવવી જોઈએ" "પરિવારો, શાળાઓ, સંસ્થાઓ અને શહેરોના પોતાના સંગ્રહાલયો હોવા જોઈએ" "યુવાનો વૈશ્વિક સંસ્કૃતિની ક્રિયાનું માધ્યમ બની શકે છે" “કોઈપણ દેશના કોઈપણ મ્યુઝિયમમાં આવી કોઈ આર્ટવર્ક ન હોવી જોઈએ, જે ત્યાં અનૈતિક રીતે પહોંચી હોય. આપણે આને તમામ સંગ્રહાલયો માટે નૈતિક પ્રતિબદ્ધતા બનાવવી જોઈએ” "આપણે આપણા વારસાનું જતન કરીશું અને એક નવો વારસો પણ બનાવીશું" પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે નોર્થ અને સાઉથ બ્લોકમાં આગામી નેશનલ મ્યુઝિયમના વર્ચ્યુઅલ વોકથ્રુનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ટેકનો મેળા, કન્ઝર્વેશન લેબ અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની વર્ષની થીમ 'મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઈંગ' સાથે કરવામાં આવી રહ્યું છે. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોના પ્રસંગે ટેકનોલોજીના સમાવેશ સાથે ઈતિહાસના વિવિધ પ્રકરણો જીવંત બની રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે કોઈ મ્યુઝિયમમાં પ્રવેશીએ છીએ ત્યારે ભૂતકાળ સાથે સંકળાયેલા હોઈએ છીએ અને મ્યુઝિયમ હકીકત અને પુરાવા આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે અને તે ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે અને ભવિષ્ય પ્રત્યેની ફરજની ભાવના પણ આપે છે. તેમણે કહ્યું કે આજની થીમ ‘સસ્ટેનેબિલિટી એન્ડ વેલબીઇંગ’ આજના વિશ્વની પ્રાથમિકતાઓને હાઇલાઇટ કરે છે અને ઇવેન્ટને વધુ સુસંગત બનાવે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આજના પ્રયાસોથી યુવા પેઢી તેમના વારસાથી વધુ સારી રીતે પરિચિત થશે. પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમના સ્થળ પર પહોંચતા પહેલા મ્યુઝિયમની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આયોજન અને અમલીકરણના પ્રયાસોની પ્રશંસા કરી હતી જેણે મુલાકાતીના મન પર મોટી અસર ઊભી કરવામાં મદદ કરી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજનો પ્રસંગ ભારતમાં સંગ્રહાલયોની દુનિયા માટે એક મોટો વળાંક હશે. પ્રાચીન હસ્તપ્રતો અને પુસ્તકાલયોને બાળી નાખવામાં આવતા સેંકડો વર્ષો સુધી ચાલતા ગુલામીના સમયગાળા દરમિયાન આપણી ભૂમિનો ઘણો વારસો નષ્ટ થયો હતો તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વારસાને નુકસાન છે. તેમણે ભૂમિના લાંબા સમયથી ખોવાયેલા વારસાને પુનર્જીવિત કરવા અને જાળવવા માટે આઝાદી પછીના પ્રયત્નોના અભાવ અંગે શોક વ્યક્ત કર્યો હતો જ્યાં નાગરિકોમાં જાગૃતિના અભાવે વધુ મોટી અસર ઊભી કરી હતી. 'પંચ પ્રાણ' અથવા આઝાદી કા અમૃત કાળ દરમિયાન દેશ દ્વારા લેવામાં આવેલા પાંચ ઠરાવોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ 'આપણા વારસા પર ગર્વ લેવા' પર ભાર મૂક્યો હતો અને રેખાંકિત કર્યું હતું કે દેશનું નવું સાંસ્કૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, આ પ્રયાસોમાં કોઈ વ્યક્તિ ભારતની સ્વતંત્રતાની લડતનો ઈતિહાસ તેમજ દેશની હજાર વર્ષ જૂની વિરાસત શોધી શકે છે. તેમણે માહિતી આપી હતી કે સરકાર દરેક રાજ્ય અને સમાજના વર્ગના વારસાની સાથે સ્થાનિક અને ગ્રામીણ સંગ્રહાલયોના સંરક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. પ્રધાનમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયોના યોગદાનને અમર બનાવવા માટે દસ વિશેષ સંગ્રહાલયોનો વિકાસ ચાલી રહ્યો છે, જે આદિવાસી વિવિધતાની ઝલક પૂરી પાડવા માટે વિશ્વની સૌથી અનન્ય પહેલોમાંની એક હશે. ભૂમિના વારસાને બચાવવાના ઉદાહરણો આપતા, પ્રધાનમંત્રીએ દાંડી પથનો ઉલ્લેખ કર્યો જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ દરમિયાન કૂચ કરી હતી અને જ્યાં તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તે સ્થળે બનાવવામાં આવેલા સ્મારકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડૉ બી આર આંબેડકરના મહાપરિનિર્વાણ સ્થળને દિલ્હીમાં 5, આલીપોર રોડ ખાતે રાષ્ટ્રીય સ્મારકમાં પુનઃવિકાસની સાથે તેમના જીવન સાથે સંબંધિત પંચ તીર્થના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં તેમનો જન્મ થયો હતો, લંડનમાં જ્યાં તેઓ રહેતા હતા, નાગપુરમાં જ્યાં તેમણે દીક્ષા લીધી અને મુંબઈની ચૈત્ય ભૂમિ જ્યાં આજે તેમની સમાધિ છે. તેમણે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી, પંજાબમાં જલિયાવાલા બાગ, ગુજરાતમાં ગોવિંદ ગુરુજીનું સ્મારક, વારાણસીમાં મન મહેલ મ્યુઝિયમ અને ગોવામાં ક્રિશ્ચિયન આર્ટ મ્યુઝિયમના ઉદાહરણો પણ આપ્યા હતા. તેમણે દિલ્હીમાં દેશના તમામ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓની યાત્રા અને યોગદાનને સમર્પિત પ્રધાનમંત્રી સંગ્રહાલયનો પણ ઉલ્લેખ કર્યો અને મહેમાનોને એકવાર આ સંગ્રહાલયની મુલાકાત લેવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જ્યારે કોઈ દેશ તેના વારસાનું જતન કરવાનું શરૂ કરે છે ત્યારે તે અન્ય દેશો સાથે પણ નિકટતા પેદા કરે છે. તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના ઉદાહરણો આપ્યા જે પેઢીઓ સુધી સાચવવામાં આવ્યા હતા અને હવે સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધના અનુયાયીઓને તેને એક કરી રહ્યા છે. તેમણે છેલ્લી બુદ્ધ પૂર્ણિમાના રોજ ચાર પવિત્ર અવશેષો મંગોલિયા મોકલવાનો ઉલ્લેખ કર્યો, પવિત્ર અવશેષો શ્રીલંકાથી કુશીનગર પહોંચ્યા. એ જ રીતે, ગોવાના સેન્ટ કેટેવનનો વારસો ભારત પાસે સુરક્ષિત છે અને જ્યારે ત્યાં અવશેષો મોકલવામાં આવ્યા ત્યારે જ્યોર્જિયામાં જે ઉત્સાહ હતો તે તેમણે યાદ કર્યું. "આપણો વારસો વિશ્વ એકતાનો આશ્રયસ્થાન બને છે", તેમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે આવનારી પેઢીઓ માટે સંસાધનોના સંરક્ષણમાં સંગ્રહાલયોએ સક્રિય સહભાગી બનવું જોઈએ. તેમણે સૂચન કર્યું હતું કે મ્યુઝિયમમાં ધરતી પર આવી પડેલી અનેક આફતોના ચિહ્નોનું સંરક્ષણ કરી શકાય છે અને પૃથ્વીના બદલાતા ચહેરાનું પ્રેઝન્ટેશન પણ કરી શકાય છે. એક્સ્પોના ગેસ્ટ્રોનોમિક વિભાગનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ ભારતના પ્રયાસોને કારણે આયુર્વેદ અને શ્રી અન્ન મિલેટ્સની વધતી જતી પ્રોફાઇલ વિશે વાત કરી. તેમણે સૂચવ્યું કે શ્રી અન્ન અને અન્ય અનાજની યાત્રા વિશે નવા સંગ્રહાલયો બની શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બધું ત્યારે શક્ય બની શકે છે જ્યારે ઐતિહાસિક મહત્વની વસ્તુઓને સાચવવી એ દેશનો સ્વભાવ બની જાય. એ કેવી રીતે હાંસલ કરી શકાય તે વિશે તેમણે વિગતવાર જણાવ્યું હતું. તેમણે સૂચન કર્યું કે દરેક પરિવાર પોતાના પરિવારનું ફેમિલી મ્યુઝિયમ બનાવે. તેમણે કહ્યું કે આજની સાદી વસ્તુઓ આવનારી પેઢીઓ માટે ભાવનાત્મક સંપત્તિ બની રહેશે. તેમણે શાળાઓ અને અન્ય સંસ્થાઓને તેમના પોતાના મ્યુઝિયમ બનાવવાનું આહ્વાન કર્યું. તેમણે શહેરોને સિટી મ્યુઝિયમ બનાવવા માટે પણ કહ્યું. જે ભાવિ પેઢીઓ માટે વિશાળ ઐતિહાસિક સંપત્તિનું સર્જન કરશે. તેમણે નોંધ્યું હતું કે મ્યુઝિયમ યુવાનો માટે કારકિર્દીનો વિકલ્પ બની રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે આ યુવાનોને માત્ર મ્યુઝિયમ વર્કર્સ તરીકે ન જોવું જોઈએ પરંતુ ઈતિહાસ અને આર્કિટેક્ચર જેવા વિષયો સાથે જોડાયેલા યુવાનો તરીકે જોવું જોઈએ જે વૈશ્વિક સાંસ્કૃતિક ક્રિયાનું માધ્યમ બની શકે છે. તેમણે કહ્યું કે આ યુવાનો દેશની વિરાસતને વિદેશમાં લઈ જવા અને તેમના ભૂતકાળ વિશે તેમની પાસેથી શીખવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે. પ્રધાનમંત્રીએ દાણચોરી અને કલાકૃતિઓના વિનિયોગના સામૂહિક પડકારોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત જેવા પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો સેંકડો વર્ષોથી આનો સામનો કરી રહ્યા છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે આઝાદી પહેલાં અને પછી ઘણી વસ્તુઓને અનૈતિક રીતે દેશની બહાર લઈ જવામાં આવી છે અને આવા ગુનાઓને સમાપ્ત કરવા માટે દરેકને સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી. તેમણે એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠા વચ્ચે વિવિધ દેશોએ ભારતનો વારસો પરત કરવાનું શરૂ કર્યું છે. તેમણે બનારસમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની પ્રતિમા, ગુજરાતમાંથી ચોરાયેલી મહિષાસુરમર્દિનીની પ્રતિમા, ચોલ સામ્રાજ્ય દરમિયાન બનેલી નટરાજની મૂર્તિઓ અને ગુરુ હરગોવિંદ સિંહજીના નામથી શણગારેલી તલવારના ઉદાહરણો આપ્યા. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આઝાદી પછીના કેટલાક દાયકાઓ સુધી 20 થી ઓછાની સરખામણીમાં છેલ્લા 9 વર્ષમાં લગભગ 240 પ્રાચીન કલાકૃતિઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે અને ભારતમાં પરત લાવવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ 9 વર્ષોમાં ભારતમાંથી સાંસ્કૃતિક વસ્તુઓની દાણચોરીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. શ્રી મોદીએ વિશ્વભરના કલાના જાણકારોને, ખાસ કરીને સંગ્રહાલયો સાથે સંકળાયેલા લોકોને આ ક્ષેત્રમાં વધુ સહકાર વધારવા વિનંતી કરી. “કોઈપણ દેશના કોઈપણ મ્યુઝિયમમાં આવી કોઈ આર્ટવર્ક ન હોવી જોઈએ, જે ત્યાં અનૈતિક રીતે પહોંચી હોય. આપણે બધા મ્યુઝિયમો માટે આને નૈતિક પ્રતિબદ્ધતા બનાવવી જોઈએ,” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ. પ્રધાનમંત્રીએ એવું કહીને સમાપન કર્યું કે "આપણે અમારા વારસાનું જતન કરીશું અને એક નવો વારસો પણ બનાવીશું". કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રીઓ, શ્રી અર્જુન રામ મેઘવાલ અને શ્રીમતી મીનાક્ષી લેખી અને લુવ્ર અબુ ધાબીના ડાયરેક્ટર શ્રી મેન્યુઅલ રાબેતે આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં સામેલ હતા. પૃષ્ઠભૂમિ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47માં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની IMD થીમ ‘મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઇંગ’ છે. મ્યુઝિયમ એક્સ્પોને મ્યુઝિયમ પ્રોફેશનલ્સ સાથે મ્યુઝિયમો પર સર્વગ્રાહી વાર્તાલાપ શરૂ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તેઓ ભારતના સાંસ્કૃતિક મુત્સદ્દીગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતા સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે વિકાસ કરી શકે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ઉત્તર અને દક્ષિણ બ્લોકમાં આગામી રાષ્ટ્રીય સંગ્રહાલયના વર્ચ્યુઅલ વોકથ્રુનું ઉદ્ઘાટન કર્યું. મ્યુઝિયમ એ ભારતના ભૂતકાળ સાથે સંબંધિત ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિત્વ, વિચારો અને સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને પ્રદર્શિત કરવાનો વ્યાપક પ્રયાસ છે જેણે ભારતના વર્તમાનના નિર્માણમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોના માસ્કોટ, ગ્રાફિક નોવેલ - અ ડે એટ ધ મ્યુઝિયમ, ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી, કર્તવ્ય પથના પોકેટ મેપ અને મ્યુઝિયમ કાર્ડ્સનું પણ અનાવરણ કર્યું હતું. ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનો માસ્કોટ એ ચેન્નાપટ્ટનમ કલા શૈલીમાં લાકડામાંથી બનેલી ડાન્સિંગ ગર્લનું સમકાલીન સંસ્કરણ છે. ગ્રાફિક નોવેલ નેશનલ મ્યુઝિયમની મુલાકાત લેતા બાળકોના જૂથનું ચિત્રણ કરે છે જ્યાં તેઓ મ્યુઝિયમમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની તકો વિશે શીખે છે. ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી એ ભારતીય સંગ્રહાલયોનું વ્યાપક સર્વેક્ષણ છે. કર્તવ્ય પથનો પોકેટ મેપ વિવિધ સાંસ્કૃતિક જગ્યાઓ અને સંસ્થાઓને પ્રકાશિત કરે છે અને તે પ્રતિકાત્મક માર્ગોના ઇતિહાસને પણ દર્શાવે છે. મ્યુઝિયમ્સ કાર્ડ્સ એ દેશભરના આઇકોનિક મ્યુઝિયમોના સચિત્ર રવેશ સાથે 75 કાર્ડનો સમૂહ છે, અને તમામ ઉંમરના લોકોને મ્યુઝિયમનો પરિચય કરાવવાની એક નવીન રીત છે અને દરેક કાર્ડ સંગ્રહાલયો વિશે ટૂંકી માહિતી ધરાવે છે. આ કાર્યક્રમમાં વિશ્વભરના સાંસ્કૃતિક કેન્દ્રો અને સંગ્રહાલયોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોની ભાગીદારી જોવા મળી હતી.
pib-156842
9a42051d6d464c2ef993e5aadec45e43d7c2482f942f879e156aaa8399e7f283
guj
ઉપરાષ્ટ્રપતિ સચિવાલય ઉપરાષ્ટ્રપતિએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશનું સંપૂર્ણ લખાણ નીચે મુજબ છે - "રથયાત્રાના શુભ અવસર પર હું મારા દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું ઓડિશાની રથયાત્રા, જે ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન જગન્નાથની વાર્ષિક યાત્રાને ચિહ્નિત કરે છે, તે ભગવાનની દિવ્યતા અને ભવ્યતાની ઉજવણી કરવા માટે તમામ સમુદાયો માટે એકસાથે આવવાનો પ્રસંગ છે. રથયાત્રામાં ભાગ લેનાર ભક્તો ભગવાન જગન્નાથના રથને ખેંચવાને પોતાના આશીર્વાદ માને છે. રથયાત્રાની મહિમા અને ભવ્યતા ખરેખર અજોડ છે. હું ઈચ્છું છું કે રથયાત્રા સાથે જોડાયેલા પવિત્ર અને ઉચ્ચ આદર્શો આપણા જીવનને શાંતિ અને સંવાદિતાથી ભરી દે.” SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 154
pib-10077
1a1687f4ac238bef48726c1ddbb6f56ba05c2d78b2c81152f29037ababff13ad
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ચક્રવાતની સ્થિતિ અંગે ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈક સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું; “ઓડિશાના વિવિધ હિસ્સાઓમાં ચક્રવાતની સ્થિતિ અંગે મુખ્યમંત્રી @Naveen_Odisha જી સાથે વાતચીત કરી. કેન્દ્ર તરફથી આ સંકટના સમયે તમામ શક્ય સહયોગની ખાતરી આપવામાં આવી. સૌની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.’ SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs… (
pib-87941
769f397dea64bc515da60a2ef68a1e7eda3d234a74080cfe051dd93cf2826d96
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના જબલપુરમાં રૂપિયા 12,600 કરોડથી વધુ મૂલ્યની રાષ્ટ્ર વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યું જબલપુરમાં ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ભૂમિપૂજન કર્યું વીરાંગના રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ સિક્કા અને ટપાલ ટિકિટ બહાર પાડ્યા PMAY - શહેરી અંતર્ગત ઇન્દોરમાં લાઇટ હાઉસ પરિયોજના હેઠળ નિર્માણ કરવામાં આવેલા 1000થી વધુ મકાનોનું ઉદ્ઘાટન કર્યું મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં બહુવિધ જલ જીવન મિશન પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો તેમજ સિવની જિલ્લામાં જલ જીવન મિશન પરિયોજનાનું લોકાર્પણ કર્યું મધ્યપ્રદેશમાં માર્ગ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 4800 કરોડથી વધુના મૂલ્યના અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યું 1850 કરોડથી વધુના મૂલ્યની રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું વિજયપુર - ઔરૈયાં - ફુલપુર પાઇપલાઇન પરિયોજનાનું લોકાર્પણ કર્યું મુંબઇ- નાગપુર- ઝારસુગુડા પાઇપલાઇન પરિયોજનાના નાગપુર જબલપુર વિભાગ નો શિલાન્યાસ કર્યો તેમજ જબલપુરમાં નવા બોટલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું "રાણી દુર્ગાવતી આપણને બીજાની ભલાઇ માટે જીવવાનું શીખવાડે છે અને માતૃભૂમિ માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે" "છેલ્લાં કેટલાક અઠવાડિયામાં, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસના સિલિન્ડરના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે" "જન ધન, આધાર અને મોબાઇલની ત્રિપુટીએ ભ્રષ્ટ વ્યવસ્થાતંત્રને ખતમ કરવામાં મદદ કરી છે" "25 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકોની જવાબદારી છે કે, તેમના સંતાનો આગામી 25 વર્ષમાં વિકસિત મધ્યપ્રદેશ જોવા માટે મોટા થાય તેની તેઓ ખાતરી કરે" “આજે, ભારતનો આત્મવિશ્વાસ નવી ઊંચાઇએ પહોંચ્યો છે. રમતના મેદાનથી માંડીને ખેતરો અને કોઠાર સુધી ભારતનો ઝંડો લહેરાઇ રહ્યો છે” "સ્વદેશીની લાગણી, દેશને આગળ લઇ જવાની ભાવનામાં આજે સાર્વત્રિક વધારો થઇ રહ્યો છે" "ડબલ એન્જિનની સરકાર વંચિતોને પ્રાથમિકતા આપી રહી છે" પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રૂપિયા 12,600 કરોડ કરતાં વધુ મૂલ્યની માર્ગ, રેલવે, ગેસ પાઇપલાઇન, આવાસ અને પીવાના શુદ્ધ પાણી જેવા વિવિધ ક્ષેત્રોને લગતી રાષ્ટ્ર વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને જે કાર્યો પૂર્ણ થઇ ગયા હોય તેનું લોકાર્પણ કર્યું હતું. શ્રી મોદીએ રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દી પ્રસંગની ઉજવણીના અનુસંધાનમાં જબલપુર ખાતે ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ‘ભૂમિપૂજન’ કર્યું હતું. આ પરિયોજનામાં ઇન્દોરમાં લાઇટ હાઉસ પરિયોજના અતંર્ગત બાંધવામાં આવેલા 1000 કરતાં વધુ ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં બહુવિધ જલ જીવન મિશન પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને સિવની જિલ્લામાં જલ જીવન મિશન પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મધ્યપ્રદેશમાં માર્ગ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 4800 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, રૂ. 1850 કરોડથી વધુની કિંમતની રેલ યોજનાઓનું લોકાર્પણ, વિજયપુર - ઔરૈયા-ફુલપુર પાઇપલાઇન પરિયોજના અને જબલપુરમાં એક નવો બોટલિંગ પ્લાન્ટ, તેમજ મુંબઇ નાગપુર ઝારસુગુડા પાઇપલાઇન પરિયોજનાના નાગપુર જબલપુર વિભાગ ના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઉભા કરવામાં આવેલા પ્રદર્શનમાં લટાર મારી હતી અને વીરાંગના રાણી દુર્ગાવતીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ માતા નર્મદાની પુણ્ય ભૂમિ સમક્ષ વંદન કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓ જબલપુર શહેર જુસ્સા, ઉત્સાહ અને ઉત્તેજનાથી ભરેલું છે જે આ શહેરની ભાવનાને પ્રતિબિંબિત કરે છે તેથી તેમને આ શહેર તદ્દન નવા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે સમગ્ર રાષ્ટ્ર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે વીરંગના રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. રાણી દુર્ગાવતી ગૌરવ યાત્રાના સમાપન દરમિયાન, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેમણે રાષ્ટ્રીય સ્તરે તેમની જયંતિની ઉજવણી કરવા માટે આહ્વાન કર્યું હતું અને આજનો આ મેળાવડો એ જ ભાવના દર્શાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણે ભારતના પૂર્વજોનું ઋણ ચુકવવા માટે અહીં ભેગા થયા છીએ". વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન માટેની પરિયોજનાના આયોજન વિશે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં દરેક માતા તેમજ દેશના યુવાનોને આ સ્થળની મુલાકાત લેવાની ચોક્કસ ઇચ્છા થશે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સ્થળ એક તીર્થધામમાં પરિવર્તિત થઇ જશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, રાણી દુર્ગાવતીનું જીવન આપણને બીજાની ભલાઇ કરવા માટે જીવવાનું શીખવાડે છે અને માતૃભૂમિ માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ રાણી દુર્ગાવગતીની 500મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ, મધ્યપ્રદેશના લોકો તેમજ દેશના 140 કરોડ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ ભારતની આઝાદી પછી આ ભૂમિના પૂર્વજોને જે મહત્વ આપવું જોઇએ તેના અભાવ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ભૂમિના નાયકો વિસરાઇ ગયા હતા. લગભગ 12,000 કરોડ રૂપિયાની આજની પરિયોજનાઓ વિશે વાત કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ પરિયોજનાઓ ખેડૂતો અને યુવાનો સહિત લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, "આ પરિયોજનાઓથી પ્રદેશમાં નવા ઉદ્યોગોનું આગમન થવાની સાથે સાથે, યુવાનોને હવે અહીં નોકરીઓ પણ મળશે." પ્રધાનમંત્રીએ એ વાતને રેખાંકિત કરી હતી કે, માતાઓ અને બહેનો માટે રસોડામાં ધૂમાડા વગરનો માહોલ પૂરો પાડવો એ વર્તમાન સરકારની ટોચની પ્રાથમિકતા છે. એક સંશોધન અભ્યાસને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ધુમાડાનું ઉત્સર્જન કરતા ચુલામાંથી 24 કલાકમાં 400 સિગારેટ પીવા જેટલો ધૂમાડો ઉત્પન્ન થાય છે. તેમણે મહિલાઓ માટે સલામત માહોલ પૂરો પાડવા માટે અગાઉની સરકાર દ્વારા પ્રયાસોના અભાવ અંગે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના વિશે બોલતી વખતે, અગાઉના સમયમાં ગેસ જોડાણ મેળવવામાં પારાવાર મુશ્કેલીઓ આવતી હતી તે સ્થિતિને યાદ કરી હતી. તેમણે વર્તમાન સરકાર દ્વારા રક્ષાબંધનના તહેવારોના સમયગાળા દરમિયાન ગેસના ભાવમાં ઘટાડો કરવાના નિર્ણય પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેના કારણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસના સિલિન્ડર 400 રૂપિયા સસ્તા થઇ ગયા છે. તેમણે તહેવારોની આગમી મોસમની શરૂઆત સાથે ગેસના સિલિન્ડરના ભાવમાં વધુ 100 રૂપિયાનો ઘટાડો કરવાના સરકારના નિર્ણય વિશે પણ માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસના સિલિન્ડરના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે". રાજ્યમાં ગેસની પાઇપલાઇન નાખવાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાઇપલાઇન દ્વારા સસ્તા રાંધણ ગેસનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાની દિશામાં મોટા પગલાંઓ લઇ રહી છે. પ્રધાનમંત્રીએ અગાઉની સરકારોના શાસન દરમિયાન આચરવામાં આવેલા કૌભાંડો પર પ્રકાશ પડતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબો માટે જે ભંડોળ ફાળવવામાં આવતું હતું તેનાથી ભ્રષ્ટાચારીઓની તિજોરી ભરાતી હતી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, લોકોએ ઑનલાઇન થઇને દસ વર્ષ પહેલાંના સમાચારપત્રોમાં છપાયેલા સમાચારોના શીર્ષકો પણ તપાસવા જોઇએ, જે વિવિધ કૌભાંડો વિશેના સમાચારોથી ભરેલા રહેતા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી, વર્તમાન સરકારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે 'સ્વચ્છતા' ઝુંબેશ હાથ ધરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી યાદીમાંથી 11 કરોડ એવા નકલી લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા હતા, જેઓ ક્યારેય અસ્તિત્વમાં હતા જ નહીં.", તેમજ તેમણે આગળ કહ્યું હતું કે, "2014 પછી, મોદીએ ખાતરી કરી કે ગરીબો માટેનું ભંડોળ કોઇના દ્વારા લૂંટવામાં ન આવે." તેમણે વ્યવસ્થાતંત્રમાંથી ભ્રષ્ટાચાર નાશ કરવાનો શ્રેય જન ધન, આધાર અને મોબાઇલની ત્રિપુટીની રચનાને આપ્યો હતો. પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, "આજે, આ ત્રિશક્તિને કારણે, 2.5 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ખોટા લોકોના હાથમાં જતા બચી ગઇ છે". તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર માત્ર 500 રૂપિયામાં ઉજ્જવલા સિલિન્ડર આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, કરોડો પરિવારોને મફત રાશન પૂરું પાડવા માટે 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આયુષ્માન યોજના હેઠળ દેશમાં લગભગ 5 કરોડ પરિવારોને મફત સારવાર પૂરી પાડવા માટે 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ખેડૂતોને સસ્તા ભાવે યુરિયા મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રૂપિયા 8 લાખ કરોડનો ખર્ચ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 2.5 લાખ કરોડ કરતાં વધુની રકમ જમા કરવામાં આવી છે, અને ગરીબ પરિવારોને પાકા મકાનો મળી રહે તે માટે રૂ. 4 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ઇન્દોરમાં ગરીબ પરિવારોને આધુનિક ટેક્નોલોજીથી બાંધવામાં આવેલા 1,000 પાકા મકાનો મળ્યાં છે. મધ્યપ્રદેશ માટે આ એક નિર્ણાયક સમય છે તે વાત પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ઉપસ્થિતોનું ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, વિકાસમાં કોઇપણ અવરોધ આવશે તો છેલ્લા બે દાયકામાં કરેલી મહેનત બરબાદ થઇ જશે. પ્રધાનમંત્રીએ પોતાના સંબંધોનને 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો તરફ લઇ જતા કહ્યું હતું કે, આગામી 25 વર્ષમાં તેમના બાળકો વિકસિત મધ્યપ્રદેશ જોવા માટે મોટા થાય તે સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, વર્તમાન સરકારે વિતલા કેટલાક વર્ષોમાં મધ્યપ્રદેશને કૃષિની નિકાસ મામલે ટોચના ક્રમે લાવી દીધું છે અને ઔદ્યોગિક વિકાસ મામલે પણ રાજ્ય અગ્રેસર હોય તેના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો. વિતેલા વર્ષોમાં સંરક્ષણ ઉત્પાદનની નિકાસમાં ભારતે કરેલી અનેકગણી વૃદ્ધિની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જબલપુરમાં સંરક્ષણ સંબંધિત ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી 4 ફેક્ટરીઓ હોવાથી આમાં જબલપુરનું યોગદાન ઘણું મોટું છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેની સેનાને ‘મેડ ઇન ઇન્ડિયા’ હથિયારો પૂરાં પાડી રહી છે અને સમગ્ર વિશ્વમાં ભારત દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સામાનની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "મધ્યપ્રદેશને પણ આનાથી ઘણો ફાયદો થવાનો છે, કારણ કે અહીં હજારો નવી રોજગારીની તકો ઉભી થવા જઇ રહી છે". પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે ભારતનો આત્મવિશ્વાસ નવી ઊંચાઇ પર પહોંચ્યો છે. રમતના મેદાનથી માંડીને ખેતરો અને કોઠાર સુધી ભારતનો ઝંડો લહેરાઇ રહ્યો છે”. તેમણે હાલમાં ચાલી રહેલા એશિયન રમતોત્સવમાં ભારતના શાનદાર પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે ભારતના દરેક યુવાનોને લાગે છે કે, આ સમય ભારતનો છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, જ્યારે યુવાનોને આવી તકો મળે છે, ત્યારે વિકસિત ભારતનું નિર્માણ કરવાના તેમના જુસ્સાને પણ વેગ મળે છે. તેમણે G-20 જેવા ભવ્ય વૈશ્વિક સમારંભનું આયોજન અને ભારતના ચંદ્રયાનને મળેલી સફળતાનાં ઉદાહરણો પણ આપ્યા હતા અને આગળ કહ્યું હતું કે, ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર આવી સફળતાઓથી દૂર દૂર સુધી ગુંજવા લાગે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ગાંધી જયંતિના અવસરે દિલ્હીની એક દુકાનમાં રૂ. 1.5 કરોડથી વધુની કિંમતના ખાદી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સ્વદેશીની લાગણી, દેશને આગળ લઇ જવાની ભાવના આજે સાર્વત્રિક રીતે વધી રહી છે”. તેમણે સ્ટાર્ટઅપ્સની દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવામાં ભારતના યુવાનોએ નિભાવેલી ભૂમિકાને પણ સ્પર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 1 ઓક્ટોબરના રોજ દેશ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં લગભગ 9 કરોડ નાગરિકોની સહભાગીતાની મદદથી 9 લાખ કરતાં વધુ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. તેમણે મધ્યપ્રદેશને સ્વચ્છતાના મામલે ટોચ પર લઇ જવાનો શ્રેય રાજ્યના લોકોને આપ્યો હતો. સમગ્ર દુનિયામાં દેશની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી રહી છે, તેવા સમયે પ્રધાનમંત્રીએ કેટલાક રાજકીય પક્ષોના ભારત વિશે ખરાબ કહેવાના અભિગમ સામે ચેતવણી આપી હતી. તેમણે ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને ભારતની કોવિડ રસી સંબંધે આવા પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનાં ઉદાહરણો આપ્યા હતા. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આવા રાજકીય પક્ષો દેશના દુશ્મનોની વાત પર ભરોસો મૂકે છે અને ભારતીય સૈન્ય અંગે પ્રશ્નો ઉઠાવવાની હદ સુધી પણ જાય છે. તેમણે આવા તત્વો દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી અને અમૃત સરોવરની રચનાની ટીકા કરવામાં આવી તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ભારતના આદિવાસી સમાજની આઝાદીથી માંડીને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ સુધીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને આઝાદી પછી દાયકાઓ સુધી શાસન કરનારા લોકો દ્વારા તેમની જે પ્રકારે ઉપેક્ષા કરવામાં આવી તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે, અટલજીની સરકારે જ એક અલગ મંત્રાલયનું ગઠન કર્યું હતું અને આદિવાસી સમાજના કલ્યાણ માટે બજેટમાં અલગથી ફાળવણી કરવામાં આવી હતી. શ્રી મોદીએ માહિતી આપી હતી કે છેલ્લાં 9 વર્ષમાં આ સંબંધિત બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે ભારતને પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ પ્રાપ્ત થયા અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો તે બાબતોને પણ સ્પર્શ કર્યો હતો. શ્રી મોદીએ દેશના સૌથી આધુનિક રેલ્વે સ્ટેશનો પૈકી એકનું નામ બદલીને રાણી કમલાપતિના નામે રાખવામાં આવ્યું, પાતાલપાણી સ્ટેશનનું નામ બદલીને જનનાયક તાંત્યાભીલ કરવામાં આવ્યું અને ગોંડ સમુદાયના પ્રેરક રાણી દુર્ગાવતીજીના નામે બની રહેલા ભવ્ય સ્મારકની આજની પરિયોજના પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, સમૃદ્ધ ગોંડ પરંપરા વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથેનું સંગ્રહાલય ગોંડ સંસ્કૃતિ, ઇતિહાસ અને કળાનું પ્રદર્શન કરશે. પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક નેતાઓને ગોંડ ચિત્રો ભેટ આપવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, આ વર્તમાન સરકાર દ્વારા જ મહુ સહિત સમગ્ર દુનિયામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર સાથે સંકળાયેલા સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવાનું કામ કાર્યું છે. તેમણે થોડા અઠવાડિયા પહેલાં સાગરમાં સંત રવિદાસજીના સ્મારક સ્થળનું ભૂમિપૂજન કરવામાં આવ્યું તે પ્રસંગ પણ યાદ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "આ બાબત સામાજિક સમરસતા અને વારસા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે". તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે પક્ષો ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પોષવાનું કામ કરે છે, તેમણે આદિવાસી સમાજના સંસાધનોને લૂંટી લીધા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 2014 પહેલાં, લઘુતમ ટેકાના ભાવ માત્ર 8 થી 10 વન પેદાશો માટે જ આપવામાં આવતા હતા જ્યારે બાકીની વસ્તુઓ નજીવા ભાવે વેચવામાં આવતી હતી, જ્યારે હાલના સમયમાં લગભગ 90 વન પેદાશોને લઘુતમ ટેકાના ભાવના પરિઘમાં સમાવી લેવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આદિવાસી અને નાના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતા કોડો-કુટકી જેવા બરછટ અનાજને ખાસ કંઇ મહત્વ આપવામાં આવતું ન હતું. તેમણે પ્રકાશ પાડતા કહ્યું હતું કે, તમારા કોડો-કુટકીમાંથી G20 મહેમાનો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "વર્તમાન સરકાર શ્રી અન્નના રૂપમાં કોડો-કુટકીને દેશ-વિદેશના બજારોમાં પહોંચાડવા માંગે છે". પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ડબલ એન્જિનની સરકાર વંચિતોને પ્રાથમિકતા આપે છે". ગરીબોના સારા આરોગ્ય માટે પીવાના સ્વચ્છ પાણીનો પુરવઠો પહોંચાડવાના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની પરિયોજનાનો ઉલ્લેખ કર્યો જેમાં લગભગ 1600 ગામડાઓને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં તેમના અધિકારો આપવા અંગેની વાતને પણ સ્પર્શી હતી. પ્રધાનમંત્રીએ 13 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે નાગરિકોને મોદીની ખાતરી આપી હતી કે, તેઓ મધ્યપ્રદેશને વિકાસના સંદર્ભમાં ટોચના સ્થાને લઇ જશે. તેમણે અંતમાં કહ્યું હતું કે, "મને પૂરો વિશ્વાસ છે કે મધ્યપ્રદેશનું મહાકૌશલ્ય મોદી અને સરકારના આ સંકલ્પને વધુ મજબૂત બનાવશે". આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ સી. પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પૃષ્ઠભૂમિ ભારત સરકાર દ્વારા રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જુલાઇ 2023માં મધ્યપ્રદેશના શહડોલની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આ ઉજવણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે આ વર્ષના ઐતિહાસિક સ્વતંત્રતા દિવસના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને આપેલા સંબોધન દરમિયાન આ ઘોષણાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉજવણીઓને અનુરૂપ, પ્રધાનમંત્રીએ ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ભૂમિપૂજન કર્યું હતું. જબલપુરમાં આશરે રૂ. 100 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનારા ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’ને લગભગ 21 એકર વિસ્તારમાં તૈયાર કરવામાં આવશે. આ ઉદ્યાનમાં રાણી દુર્ગાવતીની પ્રભાવશાળી 52 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. તેમાં રાણી દુર્ગાવતીના શૌર્ય અને હિંમત સહિત ગોંડવાના ક્ષેત્રના ઇતિહાસને ઉજાગર કરતું ભવ્ય સંગ્રહાલય ઉભું કરરવામાં આવશે. આ સંગ્રહાલય ગોંડ લોકો અને અન્ય આદિવાસી સમુદાયોના ભોજન, કળા, સંસ્કૃતિ, જીવન જીવવાની રીત વગેરે પર પણ પ્રકાશ પાડશે. વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાનના પરિસરમાં ઔષધીય વનસ્પતિઓ માટેનો બગીચો, વિવિધ પ્રકારના થોરનો બગીતો અને રૉક ગાર્ડન સહિત અનેક ઉદ્યાનો અને બગીચાઓનું પણ નિર્માણ કરવામાં આવશે. રાણી દુર્ગાવતી 16મી સદીના મધ્યમાં ગોંડવાનાના શાસક રાણી હતા. તેમને એક બહાદુર, નીડર અને હિંમતવાન યોદ્ધાના રૂપમાં યાદ કરવામાં આવે છે. તેમણે મુઘલો સામે આઝાદી માટે લડત આપી હતી. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે લાઇટ હાઉસ પરિયોજનાના ઉદ્ઘાટન સાથે ‘સૌના માટે આવાસ’ પૂરું પાડવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી વધુ મજબૂત બની હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી હેઠળ લગભગ રૂ. 128 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી આ પરિયોજના 1000 કરતાં વધુ લાભાર્થી પરિવારોને લાભ થશે. આનું નિર્માણ કરવામાં ‘પ્રિ-એન્જિનિયર્ડ સ્ટીલ સ્ટ્રક્ચરલ સિસ્ટમ સાથે પ્રિ-ફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ’ નામની આવિષ્કારી તકનીકનો ઉપયોગ કરીને તમામ પ્રકારની પાયાની સુવિધાઓથી સજ્જ ગુણવત્તાપૂર્ણ મકાનો બાંધવામાં આવ્યા છે અને સાથે જ નોંધપાત્ર પ્રમાણમાં બાંધકામના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યક્તિગત ઘરેલું નળના જોડાણો દ્વારા સુરક્ષિત અને પૂરતી માત્રામાં પીવાનું પાણી પૂરું પાડવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલા પગલા તરીકે, મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં રૂ. 2350 કરોડથી વધુની કિંમતની બહુવિધ જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ સિવની જિલ્લામાં 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતની જલ જીવન મિશન પરિયોજનાનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. મધ્યપ્રદેશના ચાર જિલ્લાઓમાં આ પરિયોજના લાવવાથી રાજ્યના લગભગ 1575 ગામોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં માર્ગ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 4800 કરોડથી વધુની કિંમતની બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 346ના ઝારખેડા-બેરસિયા-ધોલખેડીને જોડતા રસ્તાના ઉન્નતીકરણ; બાલાઘાના ચાર માર્ગીય – રાષ્ટ્રીય ધોરીમાર્ગ 543ના ગોંદિયા વિભાગનું કામ; રૂધિ અને દેશગાંવને જોડતા ખંડવા બાયપાસને ચાર માર્ગીય કરવાનું કામ; રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47ના તેમાગાંવથી ચિચોલી વિભાગ સુધીના હિસ્સાને ચાર માર્ગીય કરવાનું કામ; બોરેગાંવથી શાહપુરને જોડતા રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ; અને શાહપુરથી મુક્તાનગરને જોડતા રસ્તાને ચારમાર્ગી કરવાના કામનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 347C ના ખલઘાટથી સરવર્દેવલાને જોડતા રસ્તાના ઉન્નતીકરણના પૂર્ણ થયેલા કામનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1850 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની રેલવે પરિયોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આમાં કટની - વિજયસોટા અને મારવાસગ્રામ - સિંગરૌલી ને જોડતી રેલવે લાઇનનું ડબલિંગ કરવાનો સમાવેશ થાય છે. આ બંને પરિયોજનાઓ કટની-સિંગરૌલી વિભાગને જોડતી રેલવે લાઇનનું ડબલિંગ કરવાની પરિયોજનાનો એક ભાગ છે. આ પરિયોજના મધ્યપ્રદેશમાં રેલવે માળખાકીય સુવિધાઓમાં સુધારો કરશે અને રાજ્યમાં વેપાર તેમજ પ્રવાસનને આનાથી ફાયદો થશે. પ્રધાનમંત્રીએ વિજયપુર - ઔરૈયા- ફુલપુર પાઇપલાઇન પરિયોજના રાષ્ટ્રને લોકાર્પિત કરી હતી. 1750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 352 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ મુંબઇ નાગપુર ઝારસુગુડા પાઇપલાઇન પરિયોજનાના નાગપુર જબલપુર વિભાગ નો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજના 1100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ગેસ પાઇપલાઇન પરિયોજનાથી ઉદ્યોગો અને ઘરોને સ્વચ્છ તેમજ સસ્તો કુદરતી ગેસ મળી શકશે અને પર્યાવરણમાં ઉત્સર્જનમાં ઘટાડવાની દિશામાં એક પગલું પુરવાર થશે. પ્રધાનમંત્રીએ જબલપુર ખાતે લગભગ 147 કરોડ રૂપિયાના ખર્ચે ઉભા કરવામાં આવેલા એક નવા બોટલિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. CB/GP/JD (
pib-85797
2544ad468c541f6912260edc4ad5843930cd83e375abda1008433ddb44b5c515
guj
વિદ્યુત મંત્રાલય NHPCએ "પાયલોટ ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજી" ના વિકાસ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા NHPCએ ગઈ કાલે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ અને કારગિલ જિલ્લામાં પાવર સેક્ટરમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના દેશના સંકલ્પને અનુરૂપ "પાયલોટ ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજી"ના વિકાસ માટે બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ MOU પર હસ્તાક્ષર શ્રી આર.કે. માથુર, લેફ્ટનન્ટ ગવર્નર, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની હાજરીમાં કરવામાં આવ્યા હતા. લેહ જિલ્લા માટે હસ્તાક્ષર કરાયેલા MOU મુજબ, NHPC દ્વારા NHPC પરિસરમાં નિમ્મો બાઝગો પાવર સ્ટેશન ખાતે NHPC ગેસ્ટ હાઉસની પાવર જરૂરિયાતને પહોંચી વળવા હાઇડ્રોજન ઉત્પાદન સહિત પાયલોટ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત માઇક્રોગ્રીડના વિકાસ પર વિચારણા કરાશે. કારગિલ જિલ્લા માટે સાઈન કરાયેલા એમઓયુ મુજબ, કારગીલમાં જનરેટ થયેલ હાઈડ્રોજનનો ઉપયોગ ગતિશીલતા માટે ઈંધણ કોષોમાં કરવામાં આવશે જે કારગીલના સ્થાનિક વિસ્તારમાં 8 કલાક સુધી બે બસો ચલાવવા માટે સક્ષમ હશે. NHPC લદ્દાખ ક્ષેત્રની હાઇડ્રોજનની જરૂરિયાતને વિવિધ ક્ષેત્રો જેમ કે ગતિશીલતા, પરિવહન, હીટિંગ અને માઇક્રો-ગ્રીડમાં સપ્લાય કરવા વ્યવસાયિક ધોરણે હાઇડ્રોજન ઉત્પાદનમાં વધારો કરશે અને ત્યારપછીના એમઓયુ પર અલગથી હસ્તાક્ષર કરવામાં આવશે. આ બે પાઇલોટ પ્રોજેક્ટ્સ ગ્રીન હાઇડ્રોજનના ભાવિ વિકાસ અને પરિવહન/હીટિંગ સેક્ટરમાં કાર્બન ઉત્સર્જનના અનુગામી ઘટાડા માટે રોડમેપ બનાવશે અને હાઇડ્રોજન અર્થતંત્રમાં લાંબા ગાળાના રોકાણને પણ આકર્ષિત કરશે અને યુટીના યુવાનો માટે વિવિધ આવકના પ્રવાહો અને નોકરીની તકો ઊભી કરશે. SD/GP/JD (Visitor Counter : 211
pib-22959
d81f01b3aa9db793edf3caa430e71cea7918ef0892f7f58c44236b40fda59b89
guj
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય કઠોળ જેવી આવશ્યક વસ્તુઓના ભાવો પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં ભારત સરકારે હૉલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ અને આયાતકારોને લાગુ પડતો કઠોળ પર સંગ્રહ મર્યાદા લાદતો સીમાચિહ્નરૂપ આદેશ જારી કર્યો નિર્દિષ્ટ ખાદ્યસામગ્રી પર સંગ્રહ મર્યાદા અને હેરફેરના નિયંત્રણોનો આદેશ, 2021 આજથી એટલે કે બીજી જુલાઇ 2021થી તાત્કાલિક અસરથી અમલ સાથે જારી કરવામાં આવ્યો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નશીલ નેતૃત્વમાં ભારત સરકારે કઠોળના ભાવો અંકુશમાં રહે એ સુનિશ્ચિત કરવા માટે બહુ પાંખિયા વ્યૂહરચના ઘડી છે ભારત સરકારનાં ઉપર્યુક્ત શ્રેણીબદ્ધ સતત પગલાંને પરિણામે કઠોળ અને તેલિબિયાંના ભાવમાં ઘટાડાનો પ્રવાહ પણ જોવાઇ રહ્યો છે 2020-21માં મુખ્ય કઠોળનું જેમાં ચણા અને મગની દાળ સાથે અત્યાર સુધીનું સર્વોચ્ચ કુલ ઉત્પાદન 255.8 એલએમટી થયું, ખાસ કરીને એમના ઉત્પાદનના ભૂતકાળના તમામ વિક્રમો તૂટી ગયા પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ નાણાંકીય વર્ષ 2021-22માં કઠોળનું લક્ષિત બફર કદ વધારીને 23 એલએમટી કરાયું છે કઠોળના ભાવો પર રિયલ ટાઇમ ધોરણે દેખરેખ રાખી શકાય એ માટે સંગ્રહખોરીની અનિચ્છનીય પ્રથા પર અંકુશ રાખવા એક વૅબ પોર્ટલ વિક્સાવવામાં આવ્યું છે ખાદ્ય તેલોના ભાવ ઘટાડવા, બંદરો પર ખાદ્ય ચીજવસ્તુઓને ઝડપી મંજૂરી મળે એની દેખરેખ રાખવા એક યંત્રણા કાર્યાન્વિત કરવામાં આવી છે તુવેર, અડદ અને મગને નિયંત્રિત શ્રેણીમાંથી મુક્ત શ્રેણીમાં ખસેડીને આયાત નીતિમાં ફેરફારો કરાયા છે રવાના કરાયેલા માલ ની મંજૂરી માટે સરેરાશ પ્રવાસ સમય કઠોળના કિસ્સામાં 10 થી 11 દિવસોથી ઘટીને 6.9 દિવસ અને ખાદ્ય તેલોના કિસ્સામાં 3.4 દિવસો થયો છે કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસોમાં, ભારત સરકારે એક સીમાચિહ્નરૂપ આદેશ જારી કર્યો છે જેમાં તેણે હૉલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ અને આયાતકારો પર લાગુ પાડતી કઠોળ પર સંગ્રહ મર્યાદાઓ લાદી છે. નિર્દિષ્ટ ખાદ્ય સામગ્રી આદેશ, 2021 પર લાયસન્સિંગની જરૂરિયાતો દૂર કરતો, સંગ્રહની મર્યાદાઓ અને હેરફેર પર નિયંત્રણો મૂકતો આ આદેશ આજથી એટલે કે બીજી જુલાઇ 2021, તાત્કાલિક અસરથી અમલી બને એ રીતે જારી કરવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ, મગની દાળ સિવાયના તમામ દ્વિદળ અનાજ-કઠોળ માટે તમામ રાજ્યો/સંઘ પ્રદેશો માટે 31મી ઑક્ટોબર 2021 સુધી સંગ્રહની મર્યાદાઓ નિર્ધારિત કરવામાં આવી છે. જથ્થાબંધ વેપારીઓ એટલે કે હૉલસેલર્સ માટે સ્ટૉક મર્યાદા 200 એમટી , છૂટક વેપારી-રિટેલર્સ માટે 5 એમટી અને મિલર્સ માટે છેલ્લા 3 મહિનાનું ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 25%, બેમાંથી જે વધારે હોય તે રહેશે. છેલ્લે, આયાતકારો માટે સ્ટૉક મર્યાદા 15મી મે 2021 પૂર્વે આયાત કરેલ/ રાખી મૂકાયેલ સ્ટૉક્સ માટે સ્ટોક મર્યાદા હૉલસેલર્સ જેટલી જ રહેશે અને 15મી મે 2021 પછી આયાત કરવામાં આવેલા જથ્થા માટે સ્ટૉક મર્યાદા હૉલસેલર્સને લાગુ પડતી સ્ટૉક મર્યાદા કસ્ટમ મંજૂરીની તારીખના 45 દિવસો પછી લાગુ પડશે. એમ પણ કહેવામાં આવ્યું છે કે જો નિર્દિષ્ટ મર્યાદાઓ કરતા વસ્તુઓનો સ્ટૉક વધી જાય તો તેમણે ગ્રાહક બાબતોના વિભાગના ઓનલાઇન પોર્ટલ પર એ જાહેર કરવાનું રહેશે અને આ આદેશના જાહેરનામાંના 30 દિવસોની અંદર એને નિર્દિષ્ટ મર્યાદામાં લાવવાનો રહેશે. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા સતત શ્રેણીબદ્ધ પગલાંનાં પરિણામે કઠોળ અને ખાદ્ય તેલોના ભાવોમાં ઘટાડાનો પ્રવાહ જોવાઇ રહ્યો છે. વધુમાં, છેલ્લા છ વર્ષોમાં, 2020-21માં મુખ્ય કઠોળનું અત્યાર સુધીનું સૌથી વધારે 255.8 એલએમટી જેટલું ઉત્પાદન થયું હતું જેમાં ચણા અને મગની દાળ થયું અને તેણે ખાસ કરીને ઉત્પાદનના ભૂતકાળના એમનાં તમામ વિક્રમો તોડી નાખ્યા છે. સમગ્ર દેશ મહામારીની અસર હેઠળ પીડાઇ રહ્યો છે ત્યારે સરકાર સમયસર પગલાં અપનાવવા કટિબદ્ધ રહી છે અને તેણે સામાન્ય માણસની ચિંતાઓ અને સંતાપનું નોંધપાત્ર રીતે શમન કર્યું છે. આ ઘટનાને સમાજના તમામ વર્ગો દ્વારા વ્યાપક રાહ્ત સાથે સ્વીકારવામાં આવી છે. ‘આત્મનિર્ભર ભારત’ માટેનું પોતાનું સ્વપ્ન આગળ વધારતા ભારત સરકારે કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે એ સુનિશ્ચિત કરવા માટે બહુ-પાંખી વ્યૂહરચના અપનાવી છે. ભાવ દેખરેખ યોજનાના ભાગરૂપે, જેમાં કેન્દ્ર સરકાર રાજ્યો/સંઘ પ્રદેશોની સરકારોને પ્રાઇસ મોનિટરિંગ સેન્ટર્સ સ્થાપવામાં મદદ કરે છે, આવા પ્રાઇસ મોનિટરિંગ સેન્ટર્સની સંખ્યામાં 50% વધારો થયો છે. . યોગાનુયોગે 2021ના પહેલા ત્રણ મહિનામાં જ આવા વધુ 22 કેન્દ્રો ઉમેરવામાં આવ્યા છે. આ પગલાંથી સમગ્ર દેશમાંથી ભાવ અંગેના ડેટાનો હેવાલ વધારે પ્રતિનિધિત્વકારક બને એ સુનિશ્ચિત થશે. મોટા પાયે ડિજિટાઇઝેશનના પ્રયાસના ભાગરૂપે, ભાવના ડેટાની ગુણવત્તા સુધારવાની પ્રતિબદ્ધતા સાથે, પ્રાઇસ મોનિટરિંગ સેન્ટર્સ પરથી દૈનિક ધોરણે ભાવો જણાવવા અને ખરેખરા બજાર સ્થળને દર્શાવવા એક મોબાઇલ એપ 2021ની પહેલી જાન્યુઆરીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ભાવોનો પ્રવાહ અને અંદાજોના વિશ્લેષણ પેદા કરવા માટે એક ડેશબૉર્ડ પણ વિક્સાવવામાં આવ્યું છે. સ્થળ પરની સ્થિતિના આકલન માટે એક માર્કેટિંગ એજન્સીની સેવાઓ પણ ઉપયોગમાં લેવાઇ રહી છે. છૂટક ભાવો નીચા લાવવા બફરમાંથી છૂટા કરાયેલા કઠોળની તત્કાલ અસરો વધારવા માટે 2020-21માં રિટેલ દરમ્યાનગીરી માટેની એક યંત્રણા શરૂ કરવામાં આવી હતી. મગ, અદડ અને તુવેરની દાળ એફપીએસ, કન્ઝ્યુમર કો ઓપરેટિવ સોસાયટીઓ આઉટલેટ્સ ઇત્યાદિ જેવા છૂટક વેચાણના કેન્દ્રો મારફત પુરવઠા માટે રાજ્યો/સંઘ પ્રદેશોને આપવામાં આવી હતી. મિલિંગ/પ્રોસેસિંગ, પરિવહન્મ પૅકેજિંગ અને નાફેડના સર્વિસ ચાર્જ સંબંધી ખર્ચા વિભાગ દ્વારા જાતે વહન કરવામાં આવ્યા હતા. વધુમાં, ઑક્ટોબર, 2020 અને જાન્યુઆરી 2021 દરમ્યાન, 2 એલએમટી તુવેરની દાળનો નિકાલ ભાવોને કાબૂમાં લેવા માટે ખુલ્લા બજારના વેચાણ દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં, કલ્યાણ અને પોષણ કાર્યક્રમો માટે પણ કઠોળ પુરવઠો અપાયો હતો જેમાં તુવેર માટે એમએસપીના ભાવે અને ચણાના કિસ્સામાં એમએસપી પર 5% વળતર સાથે આપવામાં આવ્યું હતું. વધારે તાજેતરમાં, બમ્પર ઉત્પાદનના સમયમાં ખેડૂતો પાસેથી વધારાયેલી પ્રાપ્તિથી બફરનું નિર્માણ થવું જોઇએ અને અસ્થિરતાના સમયગાળા દરમ્યાન ભાવો નીચા લાવવા બફર છૂટું કરવું જોઇએ એવા સિદ્ધાંતથી માર્ગદર્શન સાથે, વધારાયેલી પ્રાપ્તિના સ્વરૂપે અસરકારક હસ્તક્ષેપ અને વધારેલા બફર સ્ટૉક લક્ષ્યાંકો ભાવ સ્થિરતા માટે બનાવાયા હતા. નાણાંકીય વર્ષ 2021-22 માટે કઠોળનું લક્ષિત બફર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ જાળવવાનું છે એ વધારીને 23 એલએમટી કરવામાં આવ્યું છે અને ચણા બફર વધારીને 10 એલએમટી કરવામાં આવ્યો છે. પીએસએફ હેઠળ, મધ્ય પ્રદેશમાં એક એલએમટી ઉનાળુ મગની પ્રાપ્તિ પણ હાથ ધરાઇ રહી છે કેમ કે રાજ્ય દ્વારા પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ પ્રાપ્તિ માટેનો જથ્થો ઑફર કરાયો છે એ એના માટેની મંજૂરીના જથ્થા કરતા વધી ગયો છે. આ પગલું, ખેડૂતોની આવક વધારશે કેમ કે તેમને એમના ઉત્પાદન માટે ફાયદાકારક ભાવો મળશે અને આગામી સિઝન દરમ્યાન એ પાક માટે ખેતીનો વિસ્તાર તેઓ ઘટાડે નહીં એ પણ સુનિશ્ચિત થશે. માર્ચ-એપ્રિલમાં, કઠોળના ભાવોમાં ટકાઉ વધારો થયો હતો. બજારને ખરા સંકેતો મોકલવા માટે તાકીદે નીતિ નિર્ણયની જરૂરિયાત અનુભવાઇ હતી. પહેલ વહેલી વાર, દેશભરમાં, કઠોળનો રિયલ ટાઇમ સ્ટૉક જાહેર કરવા, કૃત્રિમ તંગી ઊભી કરીને ભાવ વધારા તરફ ફોરી જાય એવી સંગ્રહાખોરીની અનિચ્છનીય પ્રથા પર અંકુશ રાખવા માટે એક યંત્રણા અપનાવાઇ હતી. કઠોળના ભાવો પર રિયલ ટાઇમ દેખરેખ રાખી શકાય અને પારદર્શિતા સુનિશ્ચિત થાય એ માટે, વિવિધ હિતધારકો દ્વારા ધરાવાતો જથ્થો જાહેર કરવા માટે સરકાર દ્વારા એક વૅબ પોઋતલ વિક્સાવાયું છે. રાજ્યો/સંઘ પ્રદેશોને સરકાર દ્વારા 2021ની 14મી મેએ મિલર્સ, આયાતકારો, ડિલર્સ અને સ્ટોકિસ્ટ્સના કઠોળના જથ્થાને ઈસી એક્ટ, 1995 હેઠળ જાહેર કરવા અને નોંધવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ પગલાંને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે કેમ કે અત્યાર સુધીમાં, 7001 નોંધણીઓ થઈ છે અને 28.31 લાખ એમટી જેટલો સ્ટૉક જાહેર કરવામાં આવ્યો છે. સમાંતર રીતે, ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને કઠોળની આયાતનો પ્રવાહ સરળ કરવા માટે, તુવેર, અડદ અને મગને નિયંત્રિત શ્રેણીમાંથી મુક્ત શ્રેણીમાં 15મી મે 2021થી 31મી ઑક્ટોબર 2021ના ગાળા માટે ખસેડીને આયાત નીતિમાં ફેરફારો કરવામાં આવ્યા છે. વધુમાં, અડદની 2.5 એલએમટી જથ્થાની અને એક એલએમટી તુવેરની વાર્ષિક આયાત માટે મ્યાનમાર સાથે 5 વર્ષના એમઓયુ પર સહી સિક્કા કરાયા છે, તુવેરની એક એલએમટી વાર્ષિક આયાત માટે મલાવી સાથે અને 2 એલએમટી તુવેરની વાર્ષિક આયાત માટે મોઝામ્બિક સાથેના એમઓયુ વધુ 5 વર્ષ લંબાવાયા છે. આ એમઓયુ વિદેશમાં ઉત્પાદિત અને ભારતમાં નિકાસિત કઠોળના જથ્થાની આગાહી સુનિશ્ચિત કરશે, આ રીતે ભારત અને કઠોળની નિકાસ કરતા દેશ બેઉને લાભદાયી રહેશે. વધુમાં, ખાદ્ય તેલોના ભાવો હળવા કરવા, બંદરો પર ક્રુડ પામ ઑઇલ જેવી ખાદ્ય ચીજવસ્તુઓની ઝડપી મંજૂરી પર દેખરેખ રાખવા કસ્ટમ વિભાગ, એફએસએસઆઇ, પ્લાન્ટ ક્વૉરન્ટાઇન ડિવિઝનના નોડલ ઑફિસોને સાંકળતી એક યંત્રણા કાર્યાન્વિત કરાઇ છે. ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે પણ સીપીઓ પરની જકાત 30મી જૂન 2021થી 30મી સપ્ટેમ્બર 2021 સુધી 5% સુધી ઘટાડી દેવાઇ છે. પ્રસંગોચિત રીતે, આ ઘટાડો સપ્ટેમ્બર સુધી જ માન્ય છે કેમ કે સરકાર ખેડૂતોનાં હિતોના રક્ષણ માટે પણ કટિબદ્ધ છે. આ ઘટાડો સીપીઓ પરનો અસરકારક કર દર અગાઉના 35.75%થી નીચે લાવી 30.25% કરે છે અને એનાથી ખાદ્ય તેલોનાં છૂટક ભાવો નીચા આવશે. વધુમાં, રિફાઇન્ડ પામ ઑઇલ/પામોલિન પરની ડ્યુટીએ 45%થી ઘટાડીને 37.5% કરાઇ છે. રિફાઇન્ડ બ્લીચ્ડ ડીઓડૉરાઇઝ્ડ પામ ઑઈલ અને આરબીડી પામોલિન માટેની સુધારેલી આયાત નીતિ 30મી જૂન 2021થી અમલમાં મૂકાઇ છે જેના હેઠળ તેમને નિયંત્રિત શ્રેણીમાંથી મુક્ત શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. બંદરો ખાતે વધારે કાર્યક્ષમ અને સરળ પ્રક્રિયાઓને વધુ ટેકો આપવા, કઠોળની અને ખાદ્ય તેલોની આયાતના કન્સાઇનમેન્ટ્સને વધારે ઝડપી મંજૂરી માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી છે. કન્સાઇનમેન્ટ્સ- મોકલેલા માલ માટેનો સરેરાશ પ્રવાસ સમય કઠોળના કેસમાં 10 થી 11 દિવસોથી ઘટીને 6.9 દિવસ અને ખાદ્ય તેલના કિસ્સામાં 3.4 દિવસ થયો છે. મહામારીને કારણે પુરવઠા સાંકળમાં વિક્ષેપ અને અન્ય આર્થિક પરિણામો છતાં, સરકારે સમગ્ર દેશમાં એના તમામ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો વિક્ષેપરહિત પુરવઠો અને સરળતાથી મળે એ માટે અગમચેતીથી શક્ય તમામ પગલાં લીધાં છે. એના લોકોની જરૂરિયાતો સંતોષવા અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને આગળ ધપાવવા તે ઘરેલુ ક્ષમતાઓના નિર્માણ પર જ ધ્યાન કેન્દ્રીત કરીને જ નહીં પણ વિદેશ વેપાર સાથે નેશનલ ઑઇલસીડ્સ મિશન જેવી એની નીતિઓ એકરૂપ કરીને મિશન મોડમાં કાર્ય કરવાનું ચાલુ રાખશે. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 233
pib-290801
ca0528c235c0aba8fabfe0193a4bd8d419e5e7d36c686971f7ed8bb2b302738c
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા અંગે શ્રી તિરથસિંહ રાવતને અભિનંદન આપ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે શ્રી તિરથસિંહ રાવતને અભિનંદન આપ્યા હતા. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી @TIRATHSRAWATને અભિનંદન. તેઓ બહોળો વહીવટી અને સંગઠનાત્મક અનુભવ સાથે લઈને આવ્યા છે. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય પ્રગતિની સતત નવી ઊંચાઈઓને આંબશે.’ SD/GP/JD (
pib-235821
340b5b7e35d87d58c5ccf45232ead193c27b9d351f639f57ba447dc929e88c8b
guj
યુવા બાબતો અને રમત મંત્રાલય ચોથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં દેશભરમાંથી 8500 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ભાગ લેશેઃ શ્રી અનુરાગ ઠાકુર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં પાંચ પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે: યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021નો લોગો, ગીત, જર્સી અને માસ્કોટ આજે પંચકુલામાં લોન્ચ કરવામાં આવ્યા ચોથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં દેશભરમાંથી 8500 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી ભાગ લેશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે પંચકુલાના ઈન્દ્રધનુષ ઑડિટોરિયમમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ના લોગો, ગીત, જર્સી અને માસ્કોટને લોન્ચ કરતી વખતે આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની કુલ વસ્તીમાં માત્ર બે ટકાની ભાગીદારી સાથે હરિયાણાએ દેશને મોટાભાગની રમતગમત સ્પર્ધાઓમાં સૌથી વધુ મેડલ અપાવ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી જ્ઞાનચંદ ગુપ્તા, હરિયાણાના રમતગમત મંત્રી શ્રી સંદીપ સિંહ, ભારત સરકારના પૂર્વ જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી રતનભાઈ લાલ કટારિયા અને હરિયાણાના મુખ્ય સચિવ શ્રી સંજીવ કૌશલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત રમતોની જાળવણી પર ભાર મૂકતા, શ્રી ઠાકુરે કહ્યું કે પાંચ પરંપરાગત રમતો - ગતકા, કલારીપયટ્ટુ, થાંગ-તા, મલ્લખંભ અને યોગાસન - આગામી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021નો ભાગ હશે. તેમણે કહ્યું કે ખેલો ઈન્ડિયા અંતર્ગત યુથ ગેમ્સ અને તાજેતરમાં પૂર્ણ થયેલી યુનિવર્સિટી ગેમ્સ ચોક્કસપણે યુવાનોને ભવિષ્યમાં મોટા લક્ષ્યો હાંસલ કરવા પ્રેરણા આપશે. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર એથ્લીટ્સનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેના પ્રયાસો પ્રત્યે સભાન છે. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલે કહ્યું કે રાજ્ય સરકાર આ કાર્યક્રમ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે. તેમણે રાજ્યને ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની યજમાની કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, આ રાજ્ય દેશ માટે માત્ર અનાજનું ઉત્પાદન જ નથી કરી રહ્યું પણ તેના ખેલાડીઓ દ્વારા મેડલ પણ અર્જિત કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રમતગમત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે સારી છે. આ પ્રસંગે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, હરિયાણાના રમતગમત મંત્રી શ્રી સંદીપ સિંહ, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી જ્ઞાનચંદ ગુપ્તા અને પૂર્વ જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી રતનલાલ કટારિયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. 'જયા' નામનું કાળું હરણ અને 'વિજય' નામનો વાઘ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના માસ્કોટ છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-21 માટે હરિયાણાના માસ્કોટનું નામ 'ધાકડ' છે. હરિયાણામાં 4 જૂનથી 13 જૂન દરમિયાન ચોથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. SD/GP/JD (Visitor Counter : 161
pib-114136
6e7ae214cb8ab47b4bc75ee5968d89e8b648b72a0f12f76c3e0920a8fb46e8a5
guj
સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના અંતરિયાળ વિસ્તારોના લોકો માટે વિશેષ ટપાલગાડીની વ્યવસ્થા કરવામાં આવી પોસ્ટ ઓફિસો દ્વારા વૃદ્ધ પેન્શનરોને ઘરે જઇને પેન્શનની રકમ આપવામાં આવે છે કોવિડ-19 સામે લડવા માટે અને સામાજિક અંતરનો હેતુ સિદ્ધ કરવા માટે તેમજ પોસ્ટ ઓફિસોમાં ભીડ ન થાય તે આશયથી પોસ્ટ ઓફિસો દ્વારા વૃદ્ધ પેન્શનરોને તેમના ઘરે જઇને પેન્શનની રકમ ચૂકવવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. નજીકમાં આવેલી પોસ્ટ ઓફિસો સમાજને તેમની સેવાઓ પૂરી પાડીને કોવિડ-19ના આ પડકારજનક સમયમાં આર્થિક, આરોગ્ય સંભાળ અને લોકોની સુખાકારી માટે રાજ્ય/ સ્થાનિક વહીવટીતંત્રો દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરે છે. જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી પોસ્ટ ઓફિસો સ્થાનિક લોકોને આર્થિક વ્યવહારોની સુવિધા આપવા-સરળતાથી નાણાં જમા કરાવવા અને ઉપાડવાની સુગમતા ઉભી કરવાના પ્રાથમિક હેતુથી ખોલવામાં આવી છે જેથી લોકો પાસે તેમની દૈનિક અને મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં હોય. આ સંદર્ભે, પોસ્ટ ઓફિસો ખાતે આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેથી કોઇપણ બેંકમાં ખાતું ધરાવતા લોકો કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી દર મહિને રૂ. 10000/- સુધીની રકમ ઉપાડી શકે. આ માટે માત્ર એક જ શરત છે કે લાભાર્થીનું બેંકનું ખાતું આધાર નંબર સાથે લિંક કરેલું હોવું જોઇએ. ગ્રાહકો જમ્મુ તાવી ખાતે આર્થિક વ્યવહારો કરી રહ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખમાં અંતરિયાળ વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ વગેરે અગ્રતા ધરાવતી ટપાલોનું સરળ પરિવહન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ટપાલગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. અગ્રતા ટપાલોની વિન્ડો ડિલિવરી પણ પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવે છે. લદ્દાખમાં ટપાલોનું પરિવહન અને વિનિમય પોસ્ટ ઓફિસ પોતાની સામાજિક જવાબદારીઓ અંગે અને કટોકટીના આ સમયમાં સમાજના ગરીબ તેમજ નબળા વર્ગને રાહત અને સંકટ સહાય પહોંચાડવા અંગે જાગૃત છે. રાજ્ય/ સ્થાનિક વહીવટીતંત્રો સાથે નીકટતાથી સંકલનમાં રહીને સુકુ રેશન અને માસ્ક, સેનિટાઇઝર તેમજ સાબુ જેવી સલામતીની ચીજો લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિભાગીય ટપાલ મોટર વાહનો જિલ્લા/મ્યુનિસિપલ સત્તામંડળના સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે જેથી ખાદ્ય અને અન્ય ચીજો, દવાઓ વગેરેના વિતરણ માટે લોજિસ્ટિક્સ મદદ આપી શકાય. મ્યુનિસિપલ સત્તામંડળો સાથે સંકલન કરીને પોસ્ટ ઓફિસ પરિસરોના સેનિટાઇઝેશનનું કામ પણ કરવામાં આવે છે. GP/RP (Visitor Counter : 163
pib-97413
3ba453bba866dfae77c6ed0265cee6f31db2560d84af6eb5d6deb9706faa1b29
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 204.25 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છેલ્લા ચોવિસ કલાકમાં 31,36,029 ડોઝ આપવામાં આવ્યા ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,43,676 થયું સક્રિય કેસનું ભારણ હાલમાં 0.33% છે સાજા થવાનો દર હાલમાં 98.48% નોંધાયો છેલ્લા 24 કલાકમાં 19,336 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,33,49,778 દર્દીઓ સાજા થયા છેલ્લા 24 કલાકમાં ભારતમાં 19,673 નવા કેસ નોંધાયા દૈનિક પોઝિટિવીટી દર 4.96% પહોંચ્યો સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.88% છે કુલ 87.52 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,96,424 ટેસ્ટ કરાયા SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 99
pib-237027
70ccf4e282a6a4cb474bfb17e06fec9d1dad196c4d92e1603fd66db8a7c03866
guj
વહાણવટા મંત્રાલય શ્રી મનસુખ માંડવિયા આવતીકાલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પ્રથમ ‘BIMSTEC પોર્ટ’ સંમેલનનું ઉદઘાટન કરશે શ્રી માંડવિયા વિશાખાપટ્ટનમ ખાતે ‘દરિયા કિનારાના સફાઇ અભિયાન’માં પણ ભાગ લેશે શિપિંગ રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયા 7-8 નવેમ્બર, 2019ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારા પ્રથમ “BIMSTEC પોર્ટ” સંમેલનનું ઉદઘાટન કરશે. ‘બે ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન’ દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના સમૂહનું સમાવેશ કરતું એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂતાન અને નેપાળનો સમાવેશ થાય છે. વિશાખાપટ્ટનમ ખાતે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ સહિત BIMSTEC દેશોના પ્રતિનિધિમંડળ સંમેલનનો ભાગ બનશે અને BIMSTEC તથા ક્ષેત્રીય બંદરો પર તેમના દેશોનું પરિપ્રેક્ષ્ય રજૂ કરશે. BIMSTEC રાષ્ટ્રોનું પ્રથમ પોર્ટ સંમેલન આયાત-નિકાસ વેપાર અને દરિયા કિનારાના બંદરોનો વિકાસ કરીને આર્થિક સહકાર વધારવાની સંભાવનાઓ તપાસે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ સંમેલનમાં વિવિધ રોકાણ તકો, ઉત્પાદકતા માટે સ્વીકારવામાં આવેલી શ્રેષ્ઠ પ્રણાલીઓ અને બંદરોની સલામતી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બે દિવસના સંમેલનમાં તમામ સાત રાષ્ટ્રોમાંથી બંદર વિભાગની સાથે સાથે વેપાર અને વિવિધ જહાજ સંગઠનોમાંથી આવેલા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઇ રહ્યાં છે. આ સંમેલન દરમિયાન પાંચ પેનલ સત્રો યોજવામાં આવશે. પ્રથમ દિવસે, પ્રથમ સત્ર ‘બંદર આધારિત ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસ’ના વિષય ઉપર હશે. આ સત્ર ક્ષેત્રમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને બંદરોની ખૂબ જ નજીકમાં આવેલા ઔદ્યોગિક સમૂહો વિકસાવવા માટે વ્યવસ્થાતંત્રની ચર્ચા કરવાનો ઉદ્દેશ ધરાવે છે. BIMSTEC રાષ્ટ્રોનો વૈવિધ્યપૂર્ણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તેને પ્રવાસન માટે આદર્શ સ્થાન બનાવે છે, જેમાં ક્રૂઝ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બંદરો મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. સપ્લાય ચેઇન રાષ્ટ્રીય સરહદો ઓળંગીને પોતાનો ફેલાવો વધારવા જરૂરિયાત ઉભી કરે છે અને તેના પરિણામે પ્રક્રિયામાંથી પસાર થતા કાર્ગોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેના કારણે બંદરોના પ્રવર્તમાન માળખા ઉપર ખૂબ જ દબાણ ઊભું થાય છે. આ સમસ્યાના સમાધાન માટે ઉપલબ્ધ જગ્યા, સ્રોતો, સમય અને ઊર્જાનો ઇષ્ટતમ ઉપયોગ કરીને કાર્યક્ષમતા અને ઉત્પાદકતા મહત્તમ કરવી તે સમયની માંગ છે. બીજી પેનલ ચર્ચા ‘વૈશ્વિક સપ્લાય ચેઇનમાં બંદરોની ઉભરતી ભૂમિકા’ પર હાથ ધરાશે. આ સત્ર વિસ્તરતી સપ્લાય ચેઇન અને ઉપલબ્ધ ઉપાયોની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બંદરો અને ટર્મિનલના ઉભરતી ભૂમિકા પર ચર્ચા કરવાનો ઉદ્દેશ ધરાવે છે. પ્રથમ દિવસનું અંતિમ પેનલ સત્ર ‘સલામત અને સુરક્ષિત બંદરો’ પર રહેશે. બંદરો માત્ર મહત્વપૂર્ણ વેપારી હિતો જ નથી ધરાવતાં પરંતુ રાષ્ટ્રની વ્યૂહાત્મક મિલકત પણ હોવાથી આ સત્રમાં ઉભરતા જોખમો અને સુરક્ષા જોખમો સામે સલામતીનાં પગલાંઓ અંગે ચર્ચા યોજાશે. સંમેલનના બીજા દિવસે, ચોથુ પેનલ સત્ર ‘પોર્ટ સર્વિસિઝઃ ડિલિવરિંગ વેલ્યૂ’ના વિષય પર આધારિત રહેશે. આ સત્ર ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાઓ પર ચર્ચા કરવા માટે મંચ પુરો પાડશે. અંતિમ પેનલ સત્ર ‘ગ્રીન પોર્ટ ઓપરેશન’ અંગે હશે. પર્યાવરણ પ્રત્યે કટિબદ્ધતા અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા પેરિસ કરારને ધ્યાનમાં રાખીને બંદરોને ટકાઉ કામગીરી મોડલ અપનાવવાની ફરજ છે. આ સત્ર ‘ગ્રીન પોર્ટ ઓપરેશન’ અપનાવવા માટે ઉપલબ્ધ પ્રક્રિયા, ટેક્નોલોજી અને સમાધાનોની ચર્ચા કરવાનો હેતુ ધરાવે છે. આ સંમેલનમાં પોર્ટ ઑથોરિટી ઑફ થાઇલેન્ડ સાથે વિશાખાપટ્ટનમ, કોલકાતા અને ચેન્નાઇ બંદરોનો વેપાર સહકાર વધુ ગાઢ બનાવવા તેમની વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે. બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન બંદરો બંગાળના અખાતના દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં આવેલા સાત સભ્ય રાષ્ટ્રોનો સમાવેશ કરતું ક્ષેત્રીય સંગઠન છે, જે સંલગ્ન ક્ષેત્રીય એકતાનું નિર્માણ કરે છે. BIMSTEC સંગઠનનો હેતુ ક્ષેત્રીય સંશાધનો અને ભૌગોલિક લાભોનો ઉપયોગ કરીને સામાન્ય હિતના જુદા-જુદા વિસ્તારોમાં પરસ્પર સહકાર દ્વારા વેપાર વધારવાનો અને વિકાસને ગતિ આપવાનો છે. 8મી નવેમ્બર, 2019ના રોજ શ્રી માંડવિયા BIMSTEC પ્રતિનિધિઓ, સ્થાનિક વિદ્યાર્થીઓ અને બંદરના કર્મચારીઓ વગેરે સાથે વિશાખાપટ્ટનમમાં દરિયા કિનારાના સફાઇ અભિયાનમાં પણ ભાગ લેશે. DK/NP/DS/RP (Visitor Counter : 150
pib-296213
cf74b8ad11c1d9fdecd6108691c60e3366ee0ed62fe5857bfde8eeff483f6604
guj
સ્ટીલ મંત્રાલય કેન્દ્રીય મંત્રીમંડળે સ્પેશિયાલ્ટી સ્ટીલ માટે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી આગામી પાંચ વર્ષમાં સ્પેશિયાલ્ટી સ્ટીલના ઉત્પાદન માટે રૂ. 6,322 કરોડની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે આ યોજનાથી દેશમાં વધુ રૂ. 40,000 કરોડનું આવશે આ યોજનાથી લગભગ 68000 પ્રત્યક્ષ રોજગારી સાથે કુલ 5.25 લાખ નવી રોજગારી ઊભી થશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિશેષ સ્ટીલ ના ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ગાળો વર્ષ 2023-24થી વર્ષ 2027-28 સુધી પાંચ વર્ષનો હશે. રૂ. 6322 કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચ સાથે આ યોજનાને આશરે રૂ. 40,000 કરોડનું રોકાણ થવાની અને સ્પેશિયાલ્ટી સ્ટીલની ઉત્પાદનક્ષમતા 25 મિલિયન ટન વધવાની અપેક્ષા છે. આ યોજનાથી આશરે 5,25,000 લોકોને રોજગારી મળશે, જેમાં 68,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. સ્પેશિયાલ્ટી સ્ટીલને લક્ષિત સેગમેન્ટ સ્વરૂપે પસંદ કરવામાં આવ્યું છે, કારણ કે વર્ષ 2020-21માં 102 મિલિયન ટન સ્ટીલના ઉત્પાદનમાંથી દેશમાં મૂલ્ય સંવર્ધિત સ્ટીલ/ સ્પેશિયાલ્ટી સ્ટીલના ફક્ત 18 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું. આ ઉપરાંત એ જ વર્ષે 6.7 મિલિયન ટન આયાતમાંથી લગભગ 4 મિલિયન ટનની આયાત સ્પેશિયાલ્ટી સ્ટીલની થઈ હતી, જેના પરિણામે આશરે રૂ. 30,000 કરોડ રૂપિયાની વિદેશી મુદ્રાનો ખર્ચ થયો હતો. સ્પેશિયાલ્ટી સ્ટીલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનીને ભારત સ્ટીલની મૂલ્ય સાંકળમાં એનો હિસ્સો વધારશે તથા કોરિયા અને જાપાન જેવા સ્ટીલના ટોચના ઉત્પાદક દેશોની હરોળમાં આવશે. વર્ષ 2026-27ના અંત સુધીમાં સ્પેશિયાલ્ટી સ્ટીલનું ઉત્પાદન 42 મિલિયન ટન થઈ જશે એવી આશા છે. એનાથી એ સુનિશ્ચિત થશે કે લગભગ રૂ. 2.5 લાખ કરોડના મૂલ્યનાં સ્પેશિયાલ્ટી સ્ટીલનું ઉત્પાદન અને એનો વપરાશમાં ભારતમાં થશે, જેની અન્યથા આયાત થાય છે. એ જ રીતે સ્પેશિયાલ્ટી સ્ટીલની નિકાસ હાલ 1.7 મિલિયન ટન છે, જે વધીને 5.5 મિલિયન ટન થઈ જશે, જેમાંથી રૂ. 33,000 કરોડની વિદેશી મુદ્રા પ્રાપ્ત થશે. આ યોજનાનો લાભ મોટા ભાગીદારો એટલે કે ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ અને નાના ભાગીદારો ને મળશે. સ્પેશિયાલ્ટી સ્ટીલ મૂલ્ય સંવર્ધિત સ્ટીલ છે, જેમાં સામાન્ય રીતે બનતા સ્ટીલને મૂલ્ય સંવર્ધિત સ્ટીલમાં પરિવર્તિત કરવા માટે એના પર કોટિંગ, પ્લેટિંગ, હીટ ટ્રીટમેન્ટ જેવી પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રકારના સ્ટીલનો ઉપયોગ ઓટોમોબાઇલ ક્ષેત્ર, સ્પેશ્યલ કેપિટલ ગુડ્સ વગેરે ઉપરાંત સંરક્ષણ, અંતરિક્ષ, ઊર્જા જેવા વિવિધ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં થાય છે. પીએલઆઈ યોજનામાં પસંદ કરવામાં આવેલી સ્પેશિયાલ્ટી સ્ટીલની પાંચ કેટેગરીઓ નીચે મુજબ છેઃ - કોટેડ/પ્લેટેડ સ્ટીલ ઉત્પાદનો - ઊંચી ક્ષમતા ધરાવતા/ધસારો અવરોધક સ્ટીલ - સ્પેશિયાલ્ટી રેલ - એલોય સ્ટીલ ઉત્પાદનો અને સ્ટીલ વાયર - ઇલેક્ટ્રિકલ સ્ટીલ આ યોજના પૂરી થતા આ ઉત્પાદન કેટેગરીઓમાંથી ભારતમાં એપીઆઈ ગ્રેડ પાઇપ, હેડ હાર્ડન રેલ, ઇલેક્ટ્રિકલ સ્ટીલ જેવા ઉત્પાદનોનું નિર્માણ શરૂ થશે એવી અપેક્ષા છે, જેનું અત્યારે બહુ મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન થાય છે અથવા બિલકુલ ઉત્પાદન થતું નથી. પીએલઆઈ પ્રોત્સાહન યોજનાના ત્રણ સ્લેબ છે – સૌથી નીચેનો સ્લેબ છે – 4 ટકા અને સૌથી ઊંચો સ્લેબ છે – 12 ટકા, જેની જોગવાઈ ઇલેક્ટ્રિકલ સ્ટીલ માટે કરવામાં આવી છે. સ્પેશિયાલ્ટી સ્ટીલ માટે પીએલઆઈ યોજનાથી એ સુનિશ્ચિત થશે કે ઉપયોગ થયેલા મૂળ સ્ટીલને દેશની અંદર પીગળાવવામાં અને ઢાળવામાં આવ્યું છે. એનો અર્થ છે - સ્પેશિયાલ્ટી સ્ટીલનું ઉત્પાદન કરવા માટે ઉપયોગ થતા કાચા માલ ને ભારતમાં જ બનાવવામાં આવશે. આ રીતે સુનિશ્ચિત થશે કે આ યોજનાથી દેશની અંદર સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. SD/GP/BT સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 234
pib-82272
1a86daa492b4f0b9f0231c284dfb8fd4655fbb5f71a5664a50e9453ebe141a23
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ફળદાયી રાષ્ટ્રપતિ કાર્યકાળની શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ફળદાયી રાષ્ટ્રપતિ કાર્યકાળની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે તેમના દ્વારા પદભાર સંભાળવો એ ભારત માટે ખાસ કરીને ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને દલિત લોકો માટે એક અવિસ્મરણીય ક્ષણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના ધારણા ભાષણમાં, રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો અને એવા સમયે આગળના માર્ગનું ભવિષ્યવાદી વિઝન રજૂ કર્યું હતું જ્યારે ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: “સમગ્ર રાષ્ટ્રએ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તે તરીકે ગર્વથી જોયું. તેણીનું રાષ્ટ્રપતિ પદ સંભાળવું એ ભારત માટે ખાસ કરીને ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને દલિત લોકો માટે એક અવિસ્મરણીય ક્ષણ છે. હું તેમને રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. “શપથ લીધા પછી તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આશા અને કરુણાનો સંદેશ આપ્યો. તેમણે ભારતની સિદ્ધિઓ પર ભાર મૂક્યો અને ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે તેવા સમયે આગળના માર્ગનું ભવિષ્યવાદી વિઝન રજૂ કર્યું. SD/GP/MR સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-4555
a65faf0a5958357811568c4054e24a15b12dcee9f28e47e34b4559f7db14a036
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાઉદી અરબની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરશે સાઉદી અરબની સાથે આ પ્રકારની સમજૂતી પર હસ્તાક્ષર કરનાર ભારત ચોથો દેશ બન્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોન્ફરન્સ ની સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી બંને દેશો વચ્ચે અગાઉથી મજબૂત સંબંધો વધારે ગાઢ બનશે. પ્રધાનમંત્રીએ આ વિચાર પોતાની સાઉદી અરબની મુલાકાત દરમિયાન અરબ ન્યૂઝ સાથેની વાતચીત સમયે વ્યક્ત કર્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીની સાઉદી અરબની આ બીજી મુલાકાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બંને દેશ અસમાનતાને ઘટાડવા અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે જી-20 અંતર્ગત મળીને કાર્ય કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે, ઓઇલનું સ્થિર મૂલ્ય વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા વધુ એક વિશ્વસનિય સ્રોત સ્વરૂપે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા માટે સાઉદી અરબની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી અને સાઉદી અરબનાં ક્રાઉન પ્રિન્સ એચઆરએચ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ઉત્કૃષ્ટ વ્યક્તિગત સંબંધોની ચર્ચાવિચારણા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2016માં સાઉદી અરબની પ્રથમ મુલાકાત પછી મેં વ્યક્તિગત રીતે આપણાં બંને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. મેં રૉયલ હાઈનેસ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પાંચ વાર મળી ચૂક્યો છું. હું એમની સાથે થયેલી અગાઉની બેઠકોને આનંદ સાથે યાદ કરું છું અને પોતાની વર્તમાન યાત્રા દરમિયાન પણ તેમની સાથે ફરી મળવા માટે આશાવાદી છું. મને વિશ્વાસ છે કે, શાહ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનાં નેતૃત્વમાં ભારત અને સાઉદી અરબ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધારે મજબૂત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પાડોશી સૌપ્રથમ" એમની સરકારની વિદેશી નીતિ માટે માર્ગદર્શક છે. સાઉદી અરબ સાથે ભારતનાં સંબંધ અમારા એક્સટેન્ડેડ પાડોશીની સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાંથી એક છે. આ પ્રવાસ દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ પર થનારી સમજૂતીઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, તમામ ક્ષેત્રોમાં સહયોગ માટે એક નવા યુગનો શુભારંભ થશે. વેપાર, રોકાણ, સુરક્ષા અને સંરક્ષણ સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણાં સંબંધ મજબૂત થવાની સાથે વધારે ગાઢ અને મજબૂત બન્યાં છે. મારું માનવું છે કે, ભારત અને સાઉદી અરબ જેવી એશિયન શક્તિઓ પોતાનાં પડોશમાં સમાન સુરક્ષા ચિંતાઓ ધરાવે છે. આ સંદર્ભમાં મને આનંદ છે કે, આપણો સહયોગ, ખાસ કરીને આતંકવાદ-વિરોધ, સુરક્ષા અને વ્યૂહાત્મક મુદ્દાઓનાં ક્ષેત્રમાં બહુ સારી રીતે આગળ વધી રહ્યો છે. અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની તાજેતરની રિયાધની યાત્રા અતિ સકારાત્મક રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ પર ભારત અને સાઉદી અરબની સંયુક્ત સમિતિ નિયમિત રીતે બેઠક યોજે છે અને સુરક્ષાનાં ક્ષેત્રમાં પારસ્પરિક હિતો અને સહયોગનાં ઘણાં ક્ષેત્રોની ઓળખ પણ કરે છે. તેમણે કહ્યું કે, સુરક્ષા સહયોગ, રક્ષા ઉદ્યોગમાં સહયોગ પર પણ સમજૂતીની પ્રક્રિયા પ્રગતિ પર છે અને બંને દેશો વચ્ચે એક વ્યાપક સુરક્ષા સંવાદ વ્યવસ્થા જાળવી રાખવા માટે સંમતિ સધાઈ છે. પશ્ચિમ એશિયાનાં અનેક વિસ્તારોમાં ઉથલપાથલનાં પ્રશ્ર પર પ્રધાનમંત્રીએ એકબીજાનાં આંતરિક બાબતોમાં સંપ્રભુત્વ અને બિનહસ્તક્ષેપનાં સિદ્ધાંતોનું સન્માન કરીને આ સંઘર્ષોને એક સંતુલિત દૃષ્ટિકોણનાં માધ્યમથી સમાધાન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત આ વિસ્તારનાં તમામ દેશોની સાથે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે અને આ વિસ્તારમાં 8 મિલિયનથી વધારે ભારતીય પ્રવાસીઓ રહે છે. આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા લાવવા માટે તમામ હિતધારકોની ભાગીદારી સાથે એક મહત્વપૂર્ણ સંવાદને પ્રોત્સાહનની પ્રક્રિયા જરૂર છે. વર્તમાન વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પોતાનાં દૃષ્ટિકોણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત જેવા મોટાં વિકાસશીલ દેશો દ્વારા અપનાવવામાં આવેલો માર્ગ વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ પર નિર્ભર છે. જેમ કે મેં સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં મારા ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે, આપણે ગંભીરતા સાથે આ વાતને સ્વીકારવી પડશે કે તમામ હિતધારકો વચ્ચે વિશ્વાસ વધારવા સામૂહિક પ્રયાસોની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આર્થિક અનિશ્ચિતતા અસંતુલિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાઓનું પરિણામ છે. જી-20 અંતર્ગત ભારત અને સાઉદી અરબ અસમાનતાને ઓછું કરવા અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા સંયુક્ત રીતે કામ કરી રહ્યાં છે. મને એ જાણીને ખુશી થઈ છે કે, સાઉદી અરબ આગામી વર્ષે જી-20 શિખર સંમેલનનું યજમાન બનશે અને ભારત વર્ષ 2022માં પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ પર એનું યજમાન બનશે. પશ્ચિમની અર્થવ્યવસ્થાઓમાં વર્તમાન મંદી અને હાલનાં સ્થિતિસંજોગોમાં ભારત અને સાઉદી અરબની ભૂમિકાનાં પ્રશ્ર પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતે વેપારને અનુકૂળ વાતાવરણ બનાવવામાં અને વૈશ્વિક વિકાસ અને સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં એક મહત્ત્તવપૂર્ણ સંચાલન બનવાની દિશામાં ઘણાં સુધારા કર્યા છે. વેપારવાણિજ્યને સરળ બનાવવા અને રોકાણને અનુકૂળ પહેલોના શુભારંભની દિશામાં કરવામાં આવેલા સુધારાઓએ વિશ્વ બેંકે વેપારવાણિજ્યને સરળ બનાવવાની યાદીમાં મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું છે, જેનાં પરિણામો અમારો રેન્ક વર્ષ 2014માં 142માં હતો, જે વર્ષ 2019માં 63મો થઈ ગયો છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્માર્ટ સિટીઝ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી ઘણી મુખ્ય પહેલો વિદેશી રોકાણકારોને બહુ સારી તકો પ્રદાન કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને આ જાણીને નવાઈ લાગશે કે સાઉદી અરબે પણ પોતાનાં વિઝન 2030 કાર્યક્રમ અંતર્ગત એક સુધારણા કાર્યક્રમની શરૂઆત કરી છે. ભારતનાં સૌથી મોટાં ઓઇલ સપ્લાયર સાઉદી અરબ સાથે લાંબા ગાળાનાં ઊર્જા સંબંધ પર પોતાનો વિચાર વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત પોતાનાં કાચા તેલનાં લગભગ 18 ટકા હિસ્સાની આયાત સાઉદી અરબમાંથી કરે છે. સાઉદી અરબ અમારા માટે કાચા તેલનો બીજો સૌથી મોટો સ્રોત છે. સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપે ગ્રાહક-વિક્રેતાનાં સંબંધથી હવે આપણે એક ગાઢ વ્યૂહાત્મક ભાગીદારી તરફ અગ્રેસર છીએ, જેમાં ડાઉનસ્ટ્રીમ ઓઇલ અને ગેસ યોજનાઓમાં સાઉદી અરબમાં રોકાણ સામેલ હશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે અમારી ઊર્જાની જરૂરિયાતોનાં એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્રોત સ્વરૂપે સાઉદી અરબની મહત્વપૂર્ણ ભૂમિકાને મહત્વ આપીએ છીએ. અમારું માનવું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસ માટે, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ઓઇલનાં સ્થિર મૂલ્ય મહત્વપૂર્ણ છે. ભારતનાં પશ્ચિમ કિનારા પર એક મોટી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ યોજનાઓમાં સાઉદી અરામકો ભાગીદારી કરી રહી છે. અમે ભારતનાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં અરામકોની ભાગીદારી માટે પણ આશાવાદી છીએ. ભારત સરકાર દ્વારા જાહેર થયેલી વ્યાપક સ્માર્ટ સિટી યોજનાઓમાં સાઉદી અરબની ભાગીદારીનાં પ્રશ્ર પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સહયોગનાં મુખ્ય ક્ષેત્રોમાંથી એક અમારી માળખાગત સુવિધાઓની યોજનાઓમાં રોકાણ પણ સામેલ છે. ફેબ્રુઆરી, 2019માં ભારતની પોતાની યાત્રા દરમિયાન ક્રાઉન પ્રિન્સે ભારતનાં તમામ ક્ષેત્રોમાં 100 અબજ ડોલરથી વધારેનાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે અમારી માળખાગત સુવિધાઓની યોજનાઓમાં સાઉદી અરબનાં મહત્તમ રોકાણને આવકારીએ છીએ, જેમાં સ્માર્ટ સિટીઝ કાર્યક્રમ પણ સામેલ છે. અમે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત સુવિધાનાં ભંડોળમાં રોકાણ કરવામાં સાઉદીની ઇચ્છાનું પણ સ્વાગત કરીએ છીએ. ભારત અને સાઉદી અરબ વચ્ચે ઊર્જા ઉપરાંત સહયોગનાં અન્ય ક્ષેત્રોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યાત્રા દરમિયાન તેમણે આ જણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો કે, ભારત અને સાઉદી અરબે વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરવાની યોજના બનાવી છે, જેમાં સંરક્ષણ, સુરક્ષા, નવીનીકરણ ઊર્જા વગેરે સામેલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અન્ય મુખ્ય પહેલોમાં સાઉદી અરબમાં રુપે કાર્ડનો શુભારંભ કરવો સામેલ છે, જે પ્રવાસી ભારતીય સમુદાયને ચુકવણી અને રેમિટન્સની સુવિધાઓ પ્રદાન કરશે. આ ઉપરાંત ઈ-માઇગ્રેટ અને ઈ-તૌસીક પોર્ટલ્સનું મર્જર સામેલ છે, જે સાઉદી અરબમાં ભારતીય શ્રમિકોનાં પ્રવાસની પ્રક્રિયાને સુવિધાજનક બનાવશે અને અમારી શૈક્ષણિક સંસ્થાઓમાં રાજદ્વારીઓની તાલીમ પણ સમજૂતીમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે, ભારત પોતાનાં વિશ્વ સ્તરીય ક્ષમતા નિર્માણ કેન્દ્રો માટે પ્રસિદ્ધ છે અને સાઉદી યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ પ્રદાન કરવા માટે પણ ભારતે ઘણી પહેલો કરી છે. અમે અંતરિક્ષ સંશોધનનાં ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ પર પણ ચર્ચાવિચારણા કરી રહ્યાં છીએ. સાઉદી અરબમાં ભારતીય પ્રવાસીઓ માટે પોતાનાં સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લગભગ 2.6 મિલિયન ભારતીયોએ સાઉદી અરબને પોતાનું બીજું ઘર બનાવવાની સાથે સાથે દેશની વૃદ્ધિ અને વિકાસમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અનેક ભારતીયો દર વર્ષે હજ અને ઉમરાની તીર્થયાત્રા અને વેપારી ઉદ્દેશો માટે સાઉદી અરબનો પ્રવાસ કરે છે. તેમણે કહ્યું હતું કે, સાઉદી અરબમાં ભારતીય નાગરિકો માટે મારો સંદેશ એ છે કે, ભારતને તમારી આકરી મહેનત અને કટિબદ્ધતા પર ગર્વ છે તથા બંને દેશો વચ્ચે સંપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોની દિશામાં મહત્વપૂર્ણ માર્ગ પ્રશસ્ત કરવામાં સહાયતા પ્રદાન કરી છે. તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, તમે સાઉદી અરબની સાથે અમારા સંબંધોમાં એક એવી મજબૂત શક્તિ સ્વરૂપે સામેલ રહેશો, જે બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને દ્રઢ બનાવવામાં ઘણાં દાયકાઓથી લોકોનાં સંપર્ક અને યોગદાન પર આધારિત છે. હાલની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાહ સલમાનની સાથે દ્વિપક્ષીય ચર્ચા અને ક્રાઉન પ્રિન્સની સાથે સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાવિચારણા કરશે. આ ચર્ચાવિચારણા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ત્રીજી ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ની બેઠકને સંબોધિત કરશે, જેને મધ્ય પૂર્વનાં સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ આર્થિક મંચ સ્વરૂપે જોવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીનાં આ પ્રવાસથી બંને દેશો વચ્ચે સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ, સુરક્ષા, ઊર્જા સુરક્ષા, નવીનીકરણ ઊર્જા, રોકાણ, વેપાર અને વાણિજ્ય, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કૃષિ, નાગરિક ઉડ્ડયન, માળખાગત સુવિધા, મકાન, નાણાકીય સેવાઓ, તાલીમ અને ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચે જોડાણ જેવા જુદાં જુદાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાની આશા છે. આ મુલાકાતનાં સૌથી મહત્વપૂર્ણ પરિણામોમાંથી એક છે – બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ ની સ્થાપના થવાની આશા. બ્રિટન, ફ્રાંસ અને ચીન પછી સાઉદી અરબની સાથે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ ની સ્થાપના કરનાર ભારત ચોથો દેશ હશે. એસપીસીમાં બે સમાંતર માધ્યમો દ્વારા બંને દેશોનાં વિદેશી મંત્રીઓનાં નેતૃત્વમાં રાજકીય સુરક્ષા, સંસ્કૃતિ અને સમાજ તથા અર્થવ્યવસ્થા તેમજ રોકાણ પર ભારતનાં વાણિજ્યિક અને ઉદ્યોગ મંત્રી તથા સાઉદી અરબનાં ઊર્જા મંત્રીની અધ્યક્ષતામાં આગળ કદમ વધારવામાં આવશે. સાઉદી અરબની સાથે ભારતનાં સંબંધોમાં ઊર્જા સુરક્ષા પ્રમુખ ક્ષેત્રોમાંથી એક છે. ભારત પોતાનાં લાંબા ગાળાનાં ઊર્જા પુરવઠાનો એક વિશ્વસનીય સ્રોત તરીકે સાઉદી અરબની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરે છે. સાઉદી અરબ ભારતની કાચા તેલની 18 ટકા જરૂરિયાત અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ નો 30 ટકા હિસ્સો પૂરો પાડે છે. બંને દેશો આ વિસ્તારમાં ગ્રાહક-વિક્રેતાનાં સંબંધોને પારસ્પરિક સંપૂરકતા અને પરસ્પર નિર્ભરતાનાં આધારે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલા ઇચ્છે છે. DK/DS/RP (Visitor Counter : 273
pib-244787
319222cae70b853e9d1bd1df0fccf093fce29a54bbbaa49e337dcd70555db71d
guj
આયુષ નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટિટયુટ ઓફ ફોક મેડિસીન નું નામ બદલીને નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ એન્ડ ફોક મેડિસીન રિસર્ચ રાખવાના આદેશને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારના મંત્રીમંડળે આજે નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટિટયુટ ઓફ ફોક મેડિસીન નું નામ બદલીને નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ એન્ડ ફોક મેડિસીન રિસર્ચ રાખવાના આદેશને મંજૂરી આપી છે. વિગતઃ ગુણવત્તા ધરાવતું શિક્ષણ આપવાના અને આયુર્વેદમાં અને ફોક મેડિસિનમાં સંશોધનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાસીઘાટ, અરૂણાચલ પ્રદેશમાં આવેલા નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટિટયુટ ઓફ ફોક મેડિસીન નું નામ બદલીને નોર્થ ઈસ્ટર્ન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ એન્ડ ફોક મેડિસીન રિસર્ચ રાખવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણયના પરિણામે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નીતિ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે. અસરઃ ઈન્સ્ટિટયુટના મેન્ડેટમાં આયુર્વેદનો સમાવેશ કરવામાં આવતાં ઉત્તર-પૂર્વ વિસ્તારના લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં તથા આયુર્વેદ અને ફોક મેડિસીનમાં સંશોધન થવાથી ઘણો ફાયદો થશે. ઈન્સ્ટિટયુટ આયુર્વેદ અને ફોક મેડિસીનમાં સંશોધન માટે વિદ્યાર્થીઓને માત્ર ભારતમાં જ નહીં પણ, પડોશના દેશ તિબેટ, ભૂતાન, મંગોલિયા, નેપાળ, ચીન અને મધ્ય એશિયાના અન્ય દેશોમાં સંશોધન માટે વિદ્યાર્થીઓને તક પૂરી પાડશે. પશ્ચાદ્દભૂમિકાઃ એનઈઆઈએફએમ, પાસીઘાટની સ્થાપના આ વિસ્તારની આરોગ્ય પ્રણાલીઓના પધ્ધતિસરના સંશોધન, દસ્તાવેજીકરણ અને માન્યતા આપવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. જે હેતુઓ માટે આ સંસ્થા સ્થાપવામાં આવી હતી તેના કાર્યોમાં ફોક મેડીસીનના તમામ પાસાંઓ અંગેના મધ્યસ્થ સંશોધન કેન્દ્ર, પરંપરાગત રીતે સારવાર કરનારા લોકો અને વૈજ્ઞાનિક સંશોધન, સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને ફોક મેડીસીનની પ્રણાલિઓ, ઉપચારો અને થેરાપીઝને જાહેર આરોગ્ય, સંભાળ અને ભવિષ્યના સંશોધન વગેરે માટે માન્યતા આપવાનો હતો. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 119
pib-165280
056f318367f09e56e90bfda30eb9076099f618c1c59b54d9fef8869fc75edd24
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી સાથે બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ મુલાકાત કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમની બાંગ્લાદેશ ખાતેની બે દિવસીય ઐતિહાસિક મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ. કે. અબ્દુલ મોમેને મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંધુત્વ સંબંધોમાં ઊંડાણ લાવવા અને સાર્વભૌમત્વ, સમાનતા, વિશ્વાસ અને સમજણના આધારે તમામ પ્રકારની સહભાગિતાને મજબૂત કરવા પર વિચારો વ્યક્ત કર્યા જે બંને દેશો વચ્ચેની એક વ્યૂહાત્મક ભાગીદારીને પાર કરે છે. SD/GP/JD (
pib-248422
9e4b017b26d0506f023aa1f91f286f3d1b284eb75d576be79c6290a82bd7a9cb
guj
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય મંત્રીમંડળે “MSMEની કામગીરીમાં વૃદ્ધિ અને પ્રવેગ” કાર્યક્રમ માટે USD 808 મિલિયન મંજૂર કર્યા કેન્દ્રીય મંત્રીમંડળે “MSMEની કામગીરીમાં વૃદ્ધિ અને પ્રવેગ” કાર્યક્રમ માટે USD 808 મિલિયન મંજૂર કર્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે વિશ્વ બેંકની સહાય સાથેના કાર્યક્રમ “MSMEની કામગીરીમાં વૃદ્ધિ અને પ્રવેગ” માટે 808 મિલિયન અમેરિકી ડૉલર એટલે કે રૂપિયા 6,062.45 કરોડ મંજૂર કર્યા છે. RAMP એક નવી યોજના છે અને નાણાકીય વર્ષ 2022-23માં તેનો આરંભ થશે. સામેલ ખર્ચ: આ યોજનાનો કુલ ખર્ચ રૂ. 6,062.45 કરોડ અથવા 808 મિલિયન અમેરિકી ડૉલર છે, જેમાંથી રૂ. 3750 કરોડ અથવા 500 મિલિયન અમેરિકી ડૉલર વિશ્વ બેંક પાસેથી લોન પેટે મળશે અને બાકી રહેલી રૂ. 2312.45 કરોડ અથવા 308 મિલિયન અમેરિકી ડૉલરની મૂડી ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. મુદ્દાસર વિગતો: “MSMEની કામગીરીમાં વૃદ્ધિ અને પ્રવેગ” યોજના વિશ્વ બેંક દ્વારા સહાયતા પ્રાપ્ત કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કોરોના વાઇરસ બીમારી 2019 સ્થિતિસ્થાપકતા અને પુનર્પાપ્તિ હસ્તક્ષેપોને સમર્થન આપે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ બજાર અને ધીરાણ સુધીની પહોંચમાં સુધારો કરવાનો, કેન્દ્ર અને રાજ્યમાં સંસ્થાઓ તેમજ સુશાસનને મજબૂત કરવાનો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જોડાણો અને ભાગીદારીમાં સુધારો કરવાનો, વિલંબમાં પડેલી ચુકવણીના મુદ્દાઓનો ઉકેલ લાવવાનો અને MSMEને હરિત બનાવવાનો છે. રાષ્ટ્રીય સ્તરે MoMSMEની ક્ષમતાનું નિર્માણ કરવા ઉપરાંત, RAMP કાર્યક્રમ રાજ્યોમાં અમલીકરણ ક્ષમતા અને MSME કવરેજ વધારે વ્યાપક કરવાનો ઉદ્દેશ પણ રાખે છે. રોજગારી સર્જનની સંભાવના અને સંખ્યાબંધ લાભો સહિત મુખ્ય અસરો: RAMP કાર્યક્રમથી MSME ક્ષેત્ર સમક્ષ ઉભા થયેલા સામાન્ય અને કોવિડ સંબંધિત પડકારોને હાલમાં અસ્તિત્વમાં રહેલી MSME યોજનાઓના પ્રભાવમાં વધારો કરીને તેનો ઉકેલ લાવવામાં આવશે જેમાં ખાત કરીને સ્પર્ધાત્મકતા મોરચે ધ્યાન આપવામાં આવશે. વધુમાં, કાર્યક્રમ ક્ષમતા નિર્માણ, હેન્ડહોલ્ડિંગ, કૌશલ્ય વિકાસ, ગુણવત્તા સંવર્ધન, ટેકનોલોજિકલ અપગ્રેડેશન, ડિજિટાઇઝેશન, સંપર્ક અને માર્કેટિંગ પ્રોત્સાહન તેમજ, અન્ય બાબતોની વચ્ચે અપૂરતું ધ્યાન આપવામાં બ્લૉક્સને પ્રોત્સાહન આપશે. RAMP કાર્યક્રમ, રાજ્યો સાથે સહયોગમાં વધારો કરીને મોટા રોજગાર સક્ષમકર્તા, બજાર પ્રોત્સાહક, નાણાં સુવિધા પૂરા પાડનાર બનશે અને નિઃસહાય સ્થિતિમાં મૂકાયેલા વર્ગો તેમજ હરિત પહેલને સમર્થન કરશે. જે રાજ્યોમાં MSMEની હાજરી નીચલી બાજુએ હોય, ત્યાં RAMP હેઠળ આવરી લેવામાં આવતી યોજનાઓની ઉચ્ચ અસરને પરિણામે આ કાર્યક્રમ મોટા ઔપચારિકરણની શરૂઆત કરશે. આ રાજ્યો દ્વારા વિકસાવવામાં આવેલ SIP સુધારેલ MSME ક્ષેત્રના વિકાસ માટે ભાવિ રૂપરેખા તરીકે કામ કરશે. RAMP અંતર્ગત આવિષ્કારને પ્રોત્સાહન આપવામાં આવશે અને ઉદ્યોગજગતના માપદંડો, આચરણોમાં વધારો કરવામાં આવશે અને MSME સ્પર્ધાત્મક તેમજ આત્મનિર્ભર બની શકે તે માટે તેમને જરૂરી ટેકનોલોજિકલ ઇનપુટ આપવામાં આવશે, નિકાસમાં વધારો કરવામાં આવશે, આયાતની અવેજ ઉભી કરવામાં આવશે અને ઘરેલુ વિનિર્માણને પ્રોત્સાહન આપવામાં આવશે, માટે આ પ્રકારે આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત મિશનને અનુરૂપ રહેશે. RAMPની આ ભૂમિકા પણ જોવા મળશે: - પુરાવા આધારિત નીતિ અને કાર્યક્રમ ડિઝાઇન માટે ઉન્નત કરેલી ક્ષમતા દ્વારા “નીતિ પ્રદાતા” બનશે જેથી વધારે અસરકારક અને સસ્તા MSME હસ્તક્ષેપો આપી શકાય અને સ્પર્ધાત્મકતા તેમજ વ્યવસાયની ટકાઉક્ષમતામાં વધારો થઇ શકે. - બેન્ચમાર્કિંગ, શેરિંગ અને આંતરરાષ્ટ્રીય અનુભવોનો લાભ ઉઠાવીને શ્રેષ્ઠ આચરણો/સફળતાની ગાથાઓનું પ્રદર્શન કરીને “જ્ઞાન પ્રદાતા” તરીકે જોવા મળશે, અને - શ્રેષ્ઠ કક્ષા અને અત્યંત આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ , મશીન લર્નિંગ વગેરે દ્વારા MSMEના ડિજિટલ અને ટેકનોલોજિકલ પરિવર્તન માટે ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી સુગમ કરાવવા માટે “ટેકનોલોજી પ્રદાતા” બનશે. RAMP કાર્યક્રમ સમગ્ર દેશમાં પોતાના પ્રભાવ સાથે MSME તરીકે પાત્રતા ધરાવતા તમામ 63 મિલિયન ઔદ્યોગિક એકમોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાભ પહોંચાડશે. જો કે, કુલ 5,55,000 MSMEને ખાસ કરીને કામગીરીમાં ઉન્નતિ માટે લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે અને આ ઉપરાંત, સેવા ક્ષેત્રને સમાવવા માટે લક્ષિત બજારના વિસ્તરણ અને લગભગ 70,500 મહિલા MSMEની વૃદ્ધિ કરવાની પણ વિભાવના સમાવી લેવામાં આવી છે. અમલીકરણની વ્યૂહનીતિ અને લક્ષ્યો: આ કાર્યક્રમમાં પ્રાથમિક મિશન અને અભ્યાસ પછી બે પરિણામી ક્ષેત્રોને ઓળખી લેવામાં આવ્યા છે જેમાં MSME કાર્યક્રમની સંસ્થાઓ અને સુશાસનનું મજબૂતીકરણ અને બજારની સુલભતા, પેઢીઓની ક્ષમતાઓ અને ફાઇનાન્સની પહોંચને સમર્થન છે. બજારની સુલભતા અને સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, હાલમાં ચાલી રહેલા MoMSME કાર્યક્રમને સમર્થન આપવા માટે ડિસ્બર્સમેન્ટ લિન્ક્ડ ઇન્ડિકેટર્સ સામે મંત્રાલયના બજેટમાં RAMP દ્વારા ભંડોળનો પ્રવાહ લાવવામાં આવશે. વિશ્વ બેંક દ્વારા RAMP માટે કરવામાં આવેલી ભંડોળની ચુકવણી નીચે જણાવ્યા અનુસાર ડિસ્બર્સમેન્ટ લિન્ક્ડ ઇન્ટિકેટર્સ પૂરા કરશે: - રાષ્ટ્રીય MSME સુધારા એજન્ડાનો અમલ - MSME ક્ષેત્ર કેન્દ્ર – રાજ્ય સહયોગમાં પ્રવેગ - ટેકનોલોજી અપગ્રેડેશન યોજના ની અસરકારકતામાં વૃદ્ધિ - MSME માટે પ્રાપ્ત થવા યોગ્ય ફાઇનાન્સિંગ બજારનું મજબૂતીકરણ - સુક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ધીરાણ બાંયધરી ટ્રસ્ટ ની અસરકારકતામાં વધારો અને “ગ્રિનિંગ અને જેન્ડર” ડિલિવરી - ચુકવણીમાં વિલંબની ઘટનાઓમાં ઘટાડો કરવો RAMPનું મહત્વનું ઘટક વ્યૂહાત્મક રોકાણ યોજનાઓ તૈયાર કરવાનું છે, જેમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આમંત્રણ આપવામાં આવશે. SIPમાં RAMP અંતર્ગત આવતા MSMEની ઓળખ અને ગતિશીલતા માટે આઉટરીચ પ્લાન, મુખ્ય અવરોધો અને અંતરાયોની ઓળખ, સીમાચિહ્નો નક્કી કરવાની કામગીરી અને અક્ષય ઉર્જા, ગ્રામીણ અને બિન-ખેતી વ્યવસાય, જથ્થાબંધ અને છૂટક વેપાર, ગ્રામીણ અને કુટીર ઉદ્યોગ, મહિલા ઉદ્યોગ વગેરે સહિત જેમાં બજેટની જરૂર હોય તેવા પ્રોજેક્ટ સામેલ રહેશે. RAMP પર એકંદરે દેખરેખ અને નીતિઓના ઓવરવ્યૂની કામગીરી એક સર્વોચ્ચ રાષ્ટ્રીય MSME કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. તેનું નેતૃત્વ MSME પ્રધાન દ્વારા કરવામાં આવશે અને તેમાં વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિત્વનો સમાવેશ થાય છે તેમજ સચિવાલય દ્વારા સમર્થિત છે. MoMSMEના સચિવના નેતૃત્વ હેઠળ RAMP કાર્યક્રમ સમિતિ દ્વારા RAMP હેઠળ ચોક્કસ પૂરી પાડવા પાત્ર સેવાઓ અને સુવિધાઓ પર દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત, રોજબરોજના અમલીકરણ માટે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યોમાં કાર્યક્રમ વ્યવસ્થાપન એકમો તૈયાર કરવામાં આવશે, જેમાં RAMP કાર્યક્રમના અમલીકરણ, દેખરેખ અને મૂલ્યાંકન માટે MoMSME અને રાજ્યોને સમર્થન આપવા માટે ઉદ્યોગજગતમાંથી સ્પર્ધાત્મક રીતે પસંદ કરવામાં આવેલ વ્યાવસાયિકો અને નિષ્ણાતોને સમાવવામાં આવશે. રાજ્યો/જિલ્લાઓને આવરી લેવાશે: તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને SIP તૈયાર કરવા માટે આમંત્રણ આપવામાં આવશે અને SIP અંતર્ગત રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવોને તેમના મૂલ્યાંકનના આધારે ભંડોળ પૂરું પાડવામાં આવશે. ભંડોળ આપવાનો નિર્ણય ઉદ્દેશ્ય પસંદગીના માપદંડો પર આધારિત હશે અને SIPનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમજ MoMSMEમાં સ્થાપિત કરવામાં આવેલી સઘન પ્રક્રિયા દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. પૃષ્ઠભૂમિ: ભારત સરકારે યુ. કે. સિંહા સમિતિ, કે. વી. કામથ સમિતિ અને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા કરવામાં આવેલી ભલામણોને અનુરૂપ MSMEના મજબૂતીકરણ માટે RAMPની રચના કરી હતી અને તેનો પ્રસ્તાવ મૂક્યો હતો. 97મી સ્ક્રિનિંગ સમિતિ બેઠકમાં આર્થિક બાબતોના વિભાગ દ્વારા RAMPના પ્રાથમિક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારપછી, મિશન, રાજ્યો અને અન્ય હિતધારકો સાથે વ્યાપક પરામર્શ, વિશ્વ બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા ટેકનિકલ અને વિશ્વાસ આધીન મૂલ્યાંકન જેવા કાર્યો કરવામાં આવ્યા હતા. તે પછી, એક ખર્ચ ફાઇનાન્સ સમિતિ નોંધ તૈયાર કરવામાં આવી હતી અને સંબંધિત મંત્રાલયો/વિભાગો પાસેથી તેમની ટિપ્પણીઓ મેળવવા માટે તેમને મોકલી આપવામાં આવી હતી. 18 માર્ચ 2021ના રોજ યોજાયેલી EFCની બેઠકમાં તેમણે આ નોંધ અંગે ચર્ચા કરી હતી અને આ પ્રસ્તાવને મંત્રીમંડળ દ્વારા વિચાર કરવા માટે મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. SD/GP/MR સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 218
pib-295357
9f1e98d11e92fa7d87ddf33c663ee121a21bf69c7804c9be1ca36a90ac72c6ee
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય “આરંભ- 2020” પ્રસંગે નાગરિક સેવાઓના પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ શાસન વ્યવસ્થામાં ખૂબ મોટી ભૂમિકા સંભાળનારી અમારી યુવાન પેઢી કશુંક નવુ વિચારવા માટે તૈયાર છે. કશુંક નવુ કરી બતાવવાનો ઈરાદો પણ ધરાવે છે. મને આ બાબતે એક આશાનો સંચાર થયો છે. અને એટલા માટે જ હું આપને અભિનંદન પાઠવુ છું. ગઈ વખતે, આજના જ દિવસે કેવડિયામાં તમારી અગાઉના અધિકારીઓને ટ્રેનિંગ અંગે મારી સાથે વિસ્તારથી વાત થઈ હતી. અને એ સમયે નક્કી એવુ થયું હતં કે દર વર્ષે આ વિશેષ આયોજન આરંભ માટે અહીં સરદાર પટેલની જે પ્રતિમા છે, જે મા નર્મદાના કાંઠે આવેલુ છે. ત્યાંજ આપણે મળીશું અને અને સાથે રહીને આપણે ચિંતન- મનન કરીશું અને પ્રારંભિક અવસ્થામાં જ આપણે આપણા વિચારોને આકાર આપવાનુ કામ કરીશું. પરંતુ કોરોનાને કારણે આ વખતે એ શક્ય બની શક્યુ નથી. આ વખતે આપ સૌ મસૂરીમાં છો અને વર્ચ્યુઅલ પધ્ધતિથી જોડાયેલા છો. આ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને મારો આગ્રહ છે કે જ્યારે પણ કોરોનાની અસર હાલ કરતાં ઓછી થાય, હું તમામ અધિકારીઓને પણ કહી રહ્યો છું કે આપ સૌ એક સાથે એક નાની સરખી શિબિર સરદાર પટેલની આ ભવ્ય પ્રતિમાના સાનિધ્યમાં શરૂ કરો. અહીં થોડો સમય વિતાવો અને ભારતના આ અનોખું શહેર એટલે કે એક પ્રવાસન મથક કેવી રીતે વિકસી રહ્યું છે તેનો પણ આપ ચોક્કસ અનુભવ કરો. સાથીઓ, એક વર્ષ પહેલાં જે સ્થિતિ હતી અને આજે જે સ્થિતિ છે તેમાં ઘણો ફર્ક છે. મને વિશ્વાસ છે કે સંકટના આ સમયમાં દેશે જે રીતે કામ કર્યું છે, દેશની વ્યવસ્થાઓએ જે રીતે કામ કર્યું છે તેમાંથી તમે પણ ઘણું બધુ શિખ્યા હશો. તમે જો માત્ર જોયું જ નહીં હોય, નિરીક્ષણ પણ કર્યું હશે તો તમને પણ ઘણું બધુ આત્મસાત કરવા જેવું લાગ્યું હશે. કોરોના સાથેની લડાઈ માટે એવી ચીજો, કે જેના માટે દેશ બીજા દેશો ઉપર આધાર રાખતો હતો. આજે ભારતા તેમાંથી ઘણી બધી ચીજોની નિકાસ કરવાની સ્થિતિમાં આવી ગયું છે. સંકલ્પની સિધ્ધિનું આ એક ખૂબ જ શાનદાર ઉદાહરણ છે. સાથીઓ, આજે ભારતની વિકાસ યાત્રાના એક ખૂબ જ મહત્વના કાલખંડમાં તમે છો. જે સમયે તમે નાગરિક સેવાઓના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તે ખૂબ જ વિશેષ છે. જ્યારે કામ કરવાનું શરૂ થશે, જ્યારે સાચા અર્થમાં તમે ફીલ્ડમાં જવાનું શરૂ કરશો ત્યારે એ સમય હશે કે ત્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં હશે, આ ખૂબ મોટું સિમાચિહ્ન છે. એટલે કે તમારો આ વ્યવસ્થાઓમાં પ્રવેશ અને ભારતનું આઝાદીનું 75મું પર્વ અને સાથીઓ, તમે એવા અધિકારીઓ છો કે મારી એ વાત ભૂલશો નહીં કે આજે બની શકે તો રૂમમાં જઈને ડાયરીમાં નોંધી લેજો કે તમે એ જ અધિકારીઓ હશો કે તે સમયે પણ દેશની સેવામાં હશો, જ્યારે તમે પોતાની કારકીર્દિના પોતાના જીવનના એવા મહત્વપૂર્ણ મુકામમાં હશો કે જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરતું હશે. ભારતની આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ વચ્ચેના 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વના છે અને તમે એ ભાગ્યશાળી પેઢીમાં છો, તમે એ લોકો છો કે જે 25 વર્ષમાં સૌથી મહત્વની શાસન વ્યવસ્થાનો હિસ્સો બની રહેશો. હવે પછીના 25 વર્ષમાં દેશની રક્ષા- સુરક્ષા, ગરીબોનું કલ્યાણ, ખેડૂતોનું કલ્યાણ, મહિલાઓ અને નવયુવાનોનું હિત, વૈશ્વિક સ્તર ઉપર ભારતનું એક એક ઉચિત સ્થાન સ્થાપિત કરવા માટેની ખૂબ મોટી જવાબદારી તમારા શિરે છે. અમારામાંથી અનેક લોકો એ સમયે તમારી સાથે નહીં હોય, પરંતુ આપ હશો, તમારા સંકલ્પો હશે, તમારા સંકલ્પોની સિધ્ધિ પણ હશે અને એટલા માટે જ આજના આ પવિત્ર દિવસે મારે તમારી સાથે ઘણાં બધા વાયદા કરવાના છે. મને નહીં, તમારી જાત સાથે એ વાયદો કરો કે જેના સાક્ષી માત્ર તમે જ હોવ, તમારો આત્મા હોય. તમને મારો એ આગ્રહ છે કે આજની રાત્રે સૂતાં પહેલા પોતાની જાત સાથે અડધો કલાક જરૂર ફાળવશો. મનમાં જે ચાલી રહ્યું હોય, જે આપણું કર્તવ્ય હોય, આપણી જવાબદારી હોય, પોતાના વચન બાબતે વિચારી રહ્યા હોવ તો તે પણ લખી રાખજો. સાથીઓ, જે કાગળ ઉપર તમે તમારા સંકલ્પો લખશો, તમે તમારા સપનાના શબ્દો જે કાગળ પર લખશો તે કાગળનો એ ટૂકડો માત્ર કાગળ જ નહીં હોય, તમારા દિલનો પણ એક ટૂકડો હશે. સમગ્ર જીવન દરમ્યાન પોતાના સંકલ્પોને સાકાર કરવા માટે તમારા હૃદયની ધડકન બનીને તે તમારી સાથે રહેશે. જે રીતે તમારૂં હૃદય, શરીરમાં નિરંતર પ્રવાહ લાવે છે, તેવી જ રીતે આ કાગળ પર લખેલો દરેક શબ્દ તમારા જીવનમાં સંકલ્પોના, તેના પ્રવાહને નિરંતર ગતિ આપતો રહેશે. દરેક સપનાંને સંકલ્પ અને સંકલ્પને સિધ્ધિના પ્રવાહમાં આગળ લઈ જતો રહેશો. તે પછી તમને કોઈની પ્રેરણા, કોઈની શિખામણની જરૂર પડશે નહીં. તમારો જ લખેલો કાગળ તમારા હૃદયના શબ્દોમાં ભાવ પ્રગટ કરતો કાગળ તમારા મન મંદિરમાંથી નિકળેલી એક એક બાબત તમને આજન દિવસની યાદ અપાવતી રહેશે. તમારા સંકલ્પોની યાદ અપાવતી રહેશે. સાથીઓ, એક પ્રકારે કહીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ જ આ દેશની સિવિલ સર્વિસના પિતામહ હતા. 21 એપ્રિલ, 1947ના દિવસે એડમિનીસ્ટ્રેટીવ સર્વિસીસ ઓફિસર્સની પહેલી બેચને સંબોધન કરતી વખતે સરદાર પટેલને સનદી અધિકારીઓને દેશની પોલાદની ફ્રેમ કહ્યા હતા. તે અધિકારીઓને સરદાર સાહેબે એવી સલાહ આપી હતી કે દેશના નાગરિકોની સેવા હવે તમારૂં સર્વોચ્ચ કર્તવ્ય છે. મારો પણ એ આગ્રહ છે કે સિવિલ સર્વન્ટ જે કોઈપણ નિર્ણય લે તે રાષ્ટ્રીય સંદર્ભમાં લેવામાં આવે. દેશની અખંડતા અને એકતાને મજબૂત કરવા માટે લેવામાં આવે. બંધારણની ભાવનાને ટકાવી રાખવા માટે લેવામાં આવે. તમારૂં ક્ષેત્ર ભલેને નાનું હોય, તમે જે વિભાગ સંભાળી રહ્યા હોય, તેનો વ્યાપ ભલે ઓછો હોય, પરંતુ નિર્ણયો બાબતે હંમેશા દેશનું હિત, લોકોનું હિત કેન્દ્રમાં રહેવું જોઈએ. એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ હોવો જોઈએ. સાથીઓ, પોલાદની ફ્રેમનું કામ માત્ર આધાર આપવાનું કે માત્ર ચાલી રહેલી વ્યવસ્થાઓને સંભાળવાનું જ નથી હોતું. પોલાદની ફ્રેમનું કામ દેશને એવી ખાત્રી અપાવવાનું હોય છે કે સંકટ નાનું હોય કે પછી મોટું, પરિવર્તન નાનું હોય કે મોટું, તમે એક તાકાત બનીને દેશને આગળ વધારવામાં તમારી જવાબદારી નિભાવશો. તમે સુગમતા કરી આપનારની જેમ સફળતાપૂર્વક તમારી જવાબદારીઓ પૂરી કરશો. ફીલ્ડમાં ગયા પછી જાત જાતના લોકો સાથે ઘેરાયેલા રહ્યા પછી તમારે પોતાની ભૂમિકાને નિરંતર યાદ રાખવાની રહેશે. તેને ભૂલી જવાની ભૂલ ક્યારેય પણ કરશો નહીં. તમારે એ બાબત પણ યાદ રાખવાની છે કે ફ્રેમ કોઈપણ હોય, ગાડીની હોય, ચશ્માની હોય કે પછી કોઈ તસવીરની હોય, જ્યારે તે એક જૂથ હોય છે ત્યારે જ સાર્થક થઈ શકે છે. તમે પોલાદની જે ફ્રેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તેની અસર પણ એવા સમયે વધારે હશે કે જ્યારે તમે જૂથમાં રહેશો, જૂથની જેમ કામ કરશો. આગળ વધીને તમારે સમગ્ર જીલ્લાની સંભાળ રાખવાની રહેશે. અલગ અલગ વિભાગોનું નેતૃત્વ કરવું પડશે. ભવિષ્યમાં તમે એવા નિર્ણયો કરશો કે જેની અસર સમગ્ર રાજ્ય પર પડશે, પૂરા દેશમાં પડશે. તે સમયે તમારી જૂથ ભાવના તમને વધુ કામમાં આવશે. જ્યારે તમે પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે, દેશ હિતના વ્યાપક લક્ષને જોડી દેશો ત્યારે ભલેને કોઈપણ સર્વિસ હોય, તમે એક ટીમની જેમ પૂરી તાકાત લગાવી દેશો તો તમે પણ સફળ થશો અને વિશ્વાસ સાથે કહું છું કે દેશ પણ ક્યારેય નિષ્ફળ જશે નહીં. સાથીઓ, સરદાર પટેલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું સપનું જોયું હતું. તેમનું આ સપનું ‘આત્મનિર્ભર ભારત’ સાથે જોડાયેલું હતું. કોરોના વૈશ્વિક મહામારીના સમય દરમ્યાન પણ આપણને જે સૌથી મોટી શીખ પ્રાપ્ત થઈ છે તે આત્મનિર્ભરતાની જ છે. આજે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવના, ‘આત્મનિર્ભર ભારત’ ની ભાવના, ‘એક નવિન ભારત’ નું નિર્માણ થતું જોવા મળશે. નવિન હોવાના અનેક અર્થ થતા હોય છે, અનેક ભાવ હોઈ શકે છે, પરંતુ મારા માટે નવિનનો અર્થ એવો નથી કે તમે માત્ર જૂનું હોય તેને હટાવી દો અને કશુંક નવું લઈને આવો. મારા માટે નવિનનો અર્થ છે કાયાકલ્પ કરવો, સર્જનાત્મક બનવું, તાજા હોવું અને ઉર્જામય હોવું ! મારા માટે નવિન હોવાનો અર્થ એ છે કે જે જૂનું છે તેને વધુ પ્રાસંગિક બનાવવું, કાળના ગર્ભમાં જે પડેલું છે તેને છોડીને જવું, કશુંક છોડવા માટે પણ સાહસ કરવું પડતું હોય છે અને એટલા માટે જ આજે નવિન, શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કેવી કેવી જરૂરિયાતો છે તે તમારા માધ્યમથી જ પૂરી થશે. તમારે આ બાબતે નિરંતર મંથન કરવું પડશે. સાથીઓ, એ બાબત પણ સાચી છે કે આત્મનિર્ભર ભારતના લક્ષને પૂર્ણ કરવા માટે આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીની પણ જરૂર પડવાની છે. સાધનો અને નાણાંની પણ જરૂર પડશે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ વિઝનને પૂર્ણ કરવા માટે એક સિવિલ સર્વન્ટ તરીકે તમારી ભૂમિકા શું હશે. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તમારા કામની ગુણવત્તામાં, ઝડપમાં તમારે દેશના આ લક્ષને ચોવીસે કલાક ધ્યાનમાં રાખવાનું રહેશે. સાથીઓ, દેશમાં નવા પરિવર્તન માટે નવા લક્ષ્યોની પ્રાપ્તિ માટે નવા માર્ગો અને નવી પધ્ધતિઓ અપનાવવા માટે ખૂબ મોટી ભૂમિકા તાલિમની પણ હોય છે. સ્કીલ- સેટના વિકાસની પણ હોય છે. અગાઉના સમયમાં આ બાબતે ખાસ ભાર મૂકવામાં આવતો ન હતો. તાલિમમાં આધુનિક અભિગમ કેવી રીતે આવે, તે બાબતે ખાસ વિચારવામાં આવતું ન હતું, પરંતુ હવે દેશમાં માત્ર માનવ સંશાધન જ નહીં, પણ આધુનિક તાલિમ ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. તમે ખુદ પણ જોયું હશે કે જે રીતે વિતેલા બે- ત્રણ વર્ષોમાં જ સિવિલ સર્વન્ટની તાલિમમાં પણ ઘણાં બધા પરિવર્તનો આવ્યા છે. ‘આરંભ’ જ નથી એક પ્રતિક પણ છે અન એક નવી પરંપરા પણ છે. એક રીતે કહીએ તો સરકારે થોડાક દિવસ પહેલાં જ વધુ એક અભિયાન શરૂ કર્યું છે અને તે છે- મિશન કર્મયોગી. મિશન કર્મયોગી ક્ષમતા નિર્માણની દિશામાં પોતાના પ્રકારનો એક નવો પ્રયોગ છે. આ મિશનના માધ્યમથી સરકારી કર્મચારીઓને તેમની વિચારધારા અને અભિગમને આધુનિક બનાવવાનો તથા તેમના સ્કીલ સેટને સુધારવાનો ઉદ્દેશ છે. તેમને કર્મયોગી બનવાનો અવસર પૂરો પાડવાનો છે. સાથીઓ, ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે ‘यज्ञ अर्थात् कर्मणः अन्यत्र लोकः अयम् कर्म बंधनः’। નો અર્થ એ થાય કે યજ્ઞ એટલે કે સેવા સિવાય સ્વાર્થ માટે કરવામાં આવેલા કામ કર્તવ્ય હોતા નથી. તે ઉલ્ટું આપણને બંધનમાં મૂકનારા કામ છે. કર્મ એ છે કે જે એક મોટા વિઝનની સાથે કરવામાં આવે, એક મોટા લક્ષ્ય માટે કરવામાં આવે. આપણે સૌએ આવા કર્મના કર્મયોગી બનવાનું છે, તમારે પણ બનવાનું છે. આપણે સૌએ બનવાનું છે. સાથીઓ, આપ સૌ જે મોટી અને લાંબી સફર માટે આગળ ધપી રહ્યા છો તેમાં નિયમોનું ખૂબ મોટું યોગદાન છે, પરંતુ તેની સાથે સાથે તમારે તમારી ભૂમિકા ઉપર પણ ખૂબ વધારે કેન્દ્રિત બનવાનું રહેશે. નિયમ અને ભૂમિકા વચ્ચે સતત સંઘર્ષ રહેશે. સતત તણાવ ઉભો થશે, નિયમોનું પોતાનું મહત્વ છે, ભૂમિકાની પોતાની મહત્વપૂર્ણ જવાબદારી છે. તમારા માટે આ બંને વચ્ચે સમતુલા જાળવવી તે તંગ દોરડા પર ચાલવાનો ખેલ છે. વિતેલા થોડા સમયમાં સરકારે પણ ભૂમિકા આધારિત અભિગમ ઉપર ઘણો ભાર મૂક્યો છે અને તેના પરિણામો પણ મળી રહ્યા છે. અગાઉ સિવિલ સર્વિસીસમાં ક્ષમતા અને સ્પર્ધાત્મકતા તથા તેના નિર્માણ માટે નવું આર્કિટેક્ચર ઉભુ થયું. બીજુ, શિખવાના નિયમો પણ લોકશાહી યુક્ત થયા અને ત્રીજુ, દરેક ઓફિસર માટે તેની ક્ષમતા અને અપેક્ષા મુજબ તેની જવાબદારી પણ નક્કી થઈ રહી છે. આવા અભિગમની સાથે કામ કરવા પાછળ એવી વિચારધારા કામ કરે છે કે તમે જ્યારે દરેક ભૂમિકામાં પોતાની ભૂમિકા સારી રીતે નિભાવશો તો તમે પોતાના એકંદર જીવનમાં પણ સકારાત્મક બની રહેશો. આ સકારાત્મકતા તમારી સફળતાના દ્વાર ખોલી દેશે અને તે તમારા માટે એક કર્મયોગી તરીકે જીવનમાં સંતોષનું ખૂબ મોટું કારણ બનશે. સાથીઓ, કહેવાય છે કે જીવન એક ગતિશીલ પરિસ્થિતિ છે. ગવર્નન્સ પણ એક ગતિશીલ ઘટના જ છે. એટલે, અમે રિસ્પોન્સિવ ગવર્નમેન્ટની વાત કરીએ છીએ. એક સિવિલ સર્વન્ટ માટે સૌથી પહેલા એ જરૂરી છે કે તેઓ દેશના સામાન્ય માનવી સાથે સતત જોડાયેલા રહે. જ્યારે તમે લોકો સાથે જોડાશો, ત્યારે લોકશાહીમાં કામ કરવું વધુ સરળ બની શકશે. તમે ફાઉન્ડેશન ટ્રેનિંગ અને પ્રોફેશનલ ટ્રેનિંગ પૂરી કર્યા પછી ફિલ્ડ ટ્રેનિંગ માટે જશો. મારી તમને સલાહ છે કે તમે ફિલ્ડમાં લોકો સાથે જોડાવ, કટ-ઓફ ન રહો. દિમાગમાં ક્યારેય અમલદારને ઘૂસવા ન દો. તમે જે ધરતીમાંથી આવ્યા છો, જે પરિવાર, સમાજમાંથી આવ્યા છો, તેને ક્યારેય ભૂલો નહીં. સમાજ સાથે જોડાઈને ચાલો, જોડાઈને ચાલો, જોડાઈને ચાલો. એક રીતે સમાજ જીવનમાં વિલીન થઈ જાઓ, સમાજ તમારી શક્તિનો સહારો બની જશે. તમારા બે હાથ હજાર હાથ બની જશે. આ હજાર હાથની જન-શક્તિ હોય છે, તેને સમજવાની, તેને શીખવાની કોશિષ ચોક્કસ કરજો. હું ઘણીવાર કહું છું, સરકાર ટોચ ઉપરથી નથી ચાલતી. જે જનતા માટે નીતિઓ છે, તેમને સામેલ કરવી ખૂબ જરૂરી છે. જનતા ફક્ત સરકારની નીતિઓની, કાર્યક્રમોની રિસિવર નથી, જનતા જનાર્દન જ સાચું ચાલક બળ છે. એટલે આપણે ગવર્નમેન્ટથી ગવર્નન્સ તરફ જવાની જરૂર છે. સાથીઓ, એક અકાદમીમાંથી નીકળીને જ્યારે તમે આગળ વધશો, ત્યારે તમારી સામે બે રસ્તા હશે. એક રસ્તો સરળતાભર્યો, સુવિધાઓનો, નામ અને પ્રસિદ્ધિનો રસ્તો હશે. એક રસ્તો હશે, જ્યાં પડકારો હશે, મુશ્કેલીઓ હશે, સંઘર્ષ હશે, સમસ્યાઓ હશે. પરંતુ હું પોતાના અનુભવથી આજે તમને એક વાત કહેવા માગું છું. તમને સાચી મુશ્કેલીઓ ત્યારે પડશે, જ્યારે તમે આસાન રસ્તો પકડ્યો હશે. તમે જોયું હશે, જે સડક સીધી જતી હોય, કોઈ વળાંક ન હોય, ત્યાં સૌથી વધુ અકસ્માત થાય છે. પરંતુ જે આડા-અવળા વળાંકવાળી સડક હોય છે, ત્યાં ડ્રાયવર ખૂબ સાવધાન હોય છે, ત્યાં અકસ્માત ઓછા થાય છે અને એટલે જ સીધા-સરળ રસ્તા ક્યારેકને ક્યારેક ખૂબ મુશ્કેલ બની જતા હોય છે. રાષ્ટ્ર નિર્માણના, આત્મનિર્ભર ભારતના જે મોટા લક્ષ્ય તરફ તમે કદમ ભરી રહ્યા છો, તેમાં સરળ રસ્તા મળે, એ જરૂરી નથી, અરે, મનમાં એવી ઈચ્છા પણ ન કરવી જોઈએ. એટલે, જ્યારે તમે દરેક પડકારનો ઉકેલ કરતા કરતા આગળ વધશો, લોકોની જિંદગી સુગમ રીતે પસાર થાય તે માટે નિરંતર કામ કરશો તો તેનો લાભ ફક્ત તમને જ નહીં, સમગ્ર દેશને મળશે અને તમારી નજર સામે જ આઝાદીના 75 વર્ષથી આઝાદીનાં 100 વર્ષની યાત્રા સમૃદ્ધ બનતા જતા હિન્દુસ્તાનને જોવાનો સમય હશે. આજે દેશ જે મોડમાં કામ કરી રહ્યો છે, તેમાં તમે સહુ બ્યુરોક્રેટ્સની ભૂમિકા લઘુતમ સરકાર મહત્તમ શાસનની છે. તમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે નાગરિકોના જીવનમાં તમારી દખલ કેવી રીતે ઓછી થાય, સામાન્ય માનવીને સશક્ત કેવી રીતે બનાવાય. આપણે ત્યાં ઉપનિષદમાં કહેવાયું છે - ‘न तत् द्वतीयम् अस्ति’ એટલે કે, કોઈ બીજું નથી, કોઈ મારાથી ભિન્ન નથી. જે પણ કામ કરો, જેને પણ માટે કરો, પોતાનું સમજીને કરો. અને હું મારા અનુભવથી જ કહું છું કે જ્યારે તમે તમારા વિભાગને, સામાન્ય લોકોને પોતાનો પરિવાર સમજીને કામ કરશો, તો તમને ક્યારેય થાક નહીં લાગે, હંમેશા તમે નવી ઉર્જાથી ભરેલા રહેશો. સાથીઓ, ફિલ્ડ પોસ્ટિંગ દરમ્યાન, અમે એ પણ જોઈએ છીએ કે અધિકારીઓની ઓળખ કઈ બાબતે થાય છે કે તેઓ એક્સ્ટ્રા શું કરી રહ્યા છે, જે ચાલી રહ્યું છે, તેમાં અલગ શું કરી રહ્યા છે. તમે પણ ફિલ્ડમાં, ફાઈલોની બહાર નીકળીને, રૂટિનથી અલગ હટીને પોતાના ક્ષેત્રના વિકાસ માટે લોકો માટે જે પણ કરસો, તેનો પ્રભાવ અલગ હશે, તેનું પરિણામ અલગ હશે. ઉદાહરણ તરીકે, તમે જે જિલ્લામાં, બ્લોક્સમાં કામ કરશો, ત્યાં ઘણી એવી ચીજો હશે, ઘણી એવી પ્રોડક્ટ્સ હશે, જેની એક વૈશ્વિક સંભાવના હોય. પરંતુ એ પ્રોડેક્ટ્સને એ કળાને, તેના કલાકારને વૈશ્વિક સ્તરે જવા માટે સ્થાનિક સ્તરે સપોર્ટની જરૂર છે. આ સપોર્ટ તમારે જ આપવો પડશે. આ વિઝન તમારે જ આપવું પડશે. આ રીતે, તમે કોઈ એક લોકલ નવપ્રવર્તકની શોધ કરીને તેના કામમાં એક મિત્રની જેમ તેની મદદ કરી શકો છો. શક્ય છે કે તમારા સહયોગથી તે નવપ્રવર્તન સમાજ માટે અત્યંત મોટું યોગદાનના રૂપે સામે આવે ! આમ તો હું જાણું છું કે તમે વિચારી રહ્યા હશો કે, આ બધું કરી તો લઈશું, પરંતુ વચ્ચે જ અમારી ટ્રાન્સફર થઈ જાય તો શું થશે ? મેં જે ટીમ ભાવનાની વાત શરૂઆતમાં કરી હતી ને, તે આના માટે જ કરી હતી. જો તમે આજે એક જગ્યાએ છો, કાલે બીજી જગ્યાએ છો, તો પણ તે ક્ષેત્રમાં તમારા પ્રયાસોને છોડી દેશો નહીં, પોતાનાં લક્ષ્યો ભૂલશો નહીં. તમારા પછી જે લોકો આવનારા છે, તેમને વિશ્વાસમાં લેજો. તેમનો વિશ્વાસ વધારજો, તેમનો ઉત્સાહ વધારજો. તેમને પણ તમે જ્યાં હો, ત્યાંથી મદદ કરતા રહેજો. તમારાં સપનાં તમારા પછીની પેઢી પણ પૂરાં કરશે. જે નવા અધિકારી આવશે, તેમને પણ તમે તમારાં લક્ષ્યોના ભાગીદાર બનાવી શકો છો. સાથીઓ, તમે જ્યાં પણ જાવ, તમારે વધુ એક વાત ધ્યાન રાખવાની છે. તમે જે કાર્યાલયમાં હશો, તેના બૉર્ડમાં નોંધાયેલા તમારા કાર્યકાળથી જ તમારી ઓળખાણ ન થવી જોઈએ. તમારી ઓળખાણ તમારા કામથી થવી જોઈએ. હા, વધતી જતી ઓળખાણમાં, તમને મીડિયા અને સોશિયલ મીડિયા પણ ખૂબ આકર્ષિત કરશે. કામને કારણે મીડિયામાં ચર્ચા થવી એક વાત છે અને મીડિયામાં ચર્ચા માટે જ કામ કરવું એ બીજી વાત છે. તમારે બંનેનો તફાવત સમજીને આગળ વધવાનું છે. તમારે યાદ રાખવું પડશે કે સિવિલ સર્વન્ટ્સની એક ઓળખાણ- અનામી રહીને કામ કરવાની રહી છે. તમે આઝાદી પછીના સમયને જોશો તો તમને જણાશે કે પ્રતિભાવના ચહેરા ક્યારેક-ક્યારેક આપણે સાંભળીએ છીએ કે તેઓ પોતાના સમગ્ર કાર્યકાળ દરમ્યાન અજ્ઞાત જ રહ્યા. કોઈ તેમનાં નામ જાણતું ન હતું, રિટાયર થયા પછી કોઈએ કંઈ લખ્યું ત્યારે ખબર પડી કે આ અધિકારી દેશને આટલી મોટી સોગાદ આપીને ગયા છે, તમારા માટે પણ એ જ આદર્શ છે. તમારી અગાઉના 4-5 દાયકામાં જે તમારા સીનિયર્સ રહ્યા છે, તેમણે આ બાબતનું ચુસ્ત અનુશાસન સાથે પાલન કર્યું છે. તમારે પણ આ વાત ધ્યાનમાં રાખવાની છે. સાથીઓ, હું જ્યારે મારા નવયુવાન રાજકીય મિત્રો, જે આપણા વિધાનસભ્યો છે, સાંસદ છે, તેમને મળું છું તો હું વાતો-વાતોમાં અવશ્ય કહું છું કે દિખાસ અને છપાસ - આ બે બીમારીથી દૂર રહેજો. હું તમને પણ આ જ કહીશ કે દિખાસ અને છપાસ - ટીવી પર દેખાવું અને અખબારોમાં છપાવું - આ દિખાસ અને છપાસના રોગ જેને લાગે છે, પછી તે સિવિલ સેવામાં પોતાનું જે લક્ષ્ય લઈને આવ્યા હોય છે, તે હાંસલ નથી કરી શકતા. સાથીઓ, મને વિશ્વાસ છે, તમે સહુ તમારી સેવાથી, તમારા સમર્પણથી દેશની વિકાસ યાત્રામાં દેશને આત્મનિર્ભર બનાવવામાં ઘણું મોટું યોગદાન આપશો. મારી વાત પૂરી કરતાં પહેલાં હું તમને એક કામ સોંપવા માંગું છું. તમે કરશો, સહુ પોતાનો હાથ ઊંચો કરશે તો હું સમજીશ કે તમે કરશો. સહુના હાથ ઉપર થશે, કરોશો, અચ્છા, સાંભળી લો, તમારે પણ વોકલ ફોર લોકલ સાંભળવું સારું લાગતું હશે, સારું લાગે છે ને, ખરેખર સારું જ લાગતું હશે. તમે એક કામ કરજો, આગામી બે-ચાર દિવસોમાં તમે તમારી પાસે જે ચીજો છે, જે રોજિંદા ઉપયોગમાં છે, તેમાંથી કેટલી એવી ચીજો છે, જે ભારતીય બનાવટની છે, જેમાં ભારતના નાગરિકના પરસેવાની સુગંધ ભળી છે. જેમાં ભારતના નવયુવાનની પ્રતિભા ઝળકી છે, તે સામાનની એક યાદી બનાવજો અને બીજી એવી યાદી બનાવજો કે તમારાં પગરખાંથી માંડીને માથાના વાળ સુધી વપરાતી કઈ કઈ વિદેશી ચીજો તમારા ઓરડામાં છે, તમારી બેગમાં છે, તમે શેનો શેનો ઉપયોગ કરી રહ્યા છો. જરા જોજો અને મનમાં નક્કી કરજો કે આ જે તદ્દન અનિવાર્ય છે, જે ભારતમાં આજે ઉપલબ્ધ નથી, સંભવ નથી, જેને રાખવી જ પડે તેમ છે, હું માની શકું છું, પરંતુ આ 50માંથી 30 એવી ચીજો છે, જે તો મને સ્થાનિક રીતે ઉપલબ્ધ છે કે હું તેના પ્રચારની અસરમાં નથી આવ્યો, હું તેમાંથી કેટલી ચીજો ઓછી કરી શકું તેમ છું. જુઓ, આત્મનિર્ભર બનવાની શરૂઆત આત્મથી - પોતાનાથી થવી જોઈએ. તમે પોતાના માટે વોકલ ફોર લોકલ શરૂ કરી શકો છો. બીજું - જે સંસ્થાનું નામ લાલ બહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલું છે, તે સમગ્ર પરિસરમાં પણ તમારા ઓરડામાં, તમારા ઓડિટોરિયમમાં, તમારા વર્ગખંડમાં, દરેક જગ્યાએ કેટલી વિદેશી ચીજો છે, તેની યાદી અવશ્ય બનાવજો અને તમે વિચારજો કે આપણે જે દેશને આગળ વધારવા માટે આવ્યા છીએ, જ્યાંથી દેશને આગળ વધારનારી એક સમગ્ર પેઢી તૈયાર થાય છે, જ્યાં બીજ રોપવામાં આવી રહ્યાં છે, શું તે જગ્યાએ પણ વોકલ ફોર લોકલ - એ અમારા દૈનિક જીવનનો હિસ્સો છે કે નથી. તમે જોજો કે તમને મઝા આવશે. હું એમ નથી કહેતો કે તમે તમારા મિત્રો માટે પણ આ જ રસ્તો ખોલો, આ પોતાના માટે જ છે. તમે જોશો કે વિના કારણે એવી એવી ચીજો તમારી પાસે પડી હશે, જે હિન્દુસ્તાનની હોવા છતાં પણ તમે બહારથી લાવ્યા હશો. તમને ખબર પણ નથી કે આ બહારની છે. જુઓ, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સહુએ પોતાની જાતથી શરૂઆત કરીને દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. મારા નવયુવાન મિત્રો, દેશની આઝાદીના 100 વર્ષ આઝાદીના 100 વર્ષનાં સપનાં, આઝાદીનાં 100 વર્ષનાં સંકલ્પ, આઝાદીની આવનારી પેઢીઓ, તમારા હાથમાં દેશ સોંપી રહી છે. દેશ તમારા હાથમાં આવનારાં 25-35 વર્ષ સોંપી રહ્યો છે. આટલી મોટી ભેટ તમને મળી રહી છે. તમે તેને જીવનનું એક અહોભાગ્ય સમજીને પોતાના હાથમાં લેજો, તમારા કરકમળોમાં લેજો. કર્મયોગીનો ભાવ જગાવજો. કર્મયોગના માર્ગ ઉપર ચાલવા માટે તમે આગળ વધો એ જ શુભકામના સાથે તમને સહુને એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે હું દરેક પળે તમારી સાથે જ છું. હું પળે-પળે તમારી સાથે છું. જ્યારે પણ જરૂર પડે, તમે મારો દરવાજો ખખડાવી શકો છો. જ્યાં સુધી હું છું, જ્યાં પણ છું, હું તમારો દોસ્ત છું, તમારો મિત્ર છું, આપણે સહુ સાથે મળીને આઝાદીનાં 100 વર્ષનાં સપનાં સાકાર કરવા માટે અત્યારથી જ પ્રારંભ કરીએ, આવો, આપણે સહુ આગળ વધીએ. ખૂબ ખૂબ આભાર. SD/GP/BT (
pib-204589
6f779abdc11a4ca6f0d059e8eb100a2ee40b817a2235dc2bccd7a5e771608a27
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 175.46 કરોડને પાર છેલ્લા ચોવીસ કલાકમાં 7 લાખ ડોઝ આપવામાં આવ્યા સાજા થવાનો દર હાલમાં 98.33% છેલ્લા 24 કલાકમાં 16,051 દૈનિક નવા કેસ નોંધાયા ભારતમાં સક્રિય કેસનું ભારણ સાપ્તાહિક પોઝિટિવિટી દર છેલ્લા 24 કલાકમાં 7 લાખ રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 175.46 કરોડ ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 1,98,72,555 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ | | સંચિત વેક્સિન ડોઝ કવરેજ | | HCWs | | પ્રથમ ડોઝ | | 1,04,00,693 | | બીજો ડોઝ | | 99,52,973 | | સાવચેતી ડોઝ | | 40,49,502 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,84,07,927 | | બીજો ડોઝ | | 1,74,18,259 | | સાવચેતી ડોઝ | | 59,11,252 | | 15-18 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 5,36,77,342 | || | બીજો ડોઝ | | 2,17,30,069 | | 18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 55,03,74,397 | | બીજો ડોઝ | | 43,59,27,908 | | 45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ | | પ્રથમ ડોઝ | | 20,20,44,355 | | બીજો ડોઝ | | 17,83,73,700 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 12,62,13,826 | | બીજો ડોઝ | | 11,11,19,012 | | સાવચેતી ડોઝ | | 90,24,495 | | સાવચેતી ડોઝ | | 1,89,85,249 | | કુલ | | 1,75,46,25,710 મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 37,901 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,21,24,284 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.33% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 16,051 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 2,02,131. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.47% છે, સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,31,087 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 76.01 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2..12% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.93% નોંધાયો છે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 103
pib-254192
ba35298afb9e38a410f9dcb62bffa9a40af59df3443419f7e4a487b9e2c871b3
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને શૈક્ષણિક સેસના ભંડોળમાંથી સ્વાસ્થ્ય માટે સિંગલ નોન-લેપ્સેબ્લ રિઝર્વ ફંડ તરીકે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ ઊભું કરવાની મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નાણાં ધારા, 2007ની કલમ 136-બી હેઠળ ઉઘરાવવામાં આવતા આરોગ્ય અને શૈક્ષણિક સેસ સ્વરૂપે પ્રાપ્ત થયેલા ભંડોળમાંથી સ્વાસ્થ્યના હિસ્સા માટે સિંગલ નોન-લેપ્સેબ્લ રિઝર્વ ફંડ તરીકે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ ને મંજૂરી આપી છે. પીએમએસએસએનની ખાસિયતો i. સરકારી હિસાબમાં સ્વાસ્થ્ય માટે નોન-લેપ્સેબલ રિઝર્વ ફંડ; ii. સ્વાસ્થ્ય અને શૈક્ષણિક સેસમાં સ્વાસ્થ્યના હિસ્સાનું ભંડોળ પીએમએસએસએનમાં જમા થશે; iii. પીએમએસએસએનમાં સંચિત ભંડોળનો ઉપયોગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજનાઓ માટે થશે, જેમ કે, • આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના • આયુષ્માન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન • પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના • સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી દરમિયાન કટોકટી અને આપત્તિ સામે લડવાની સજ્જતા અને પ્રતિકાર • એસડીજી અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017માં નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા આગેકૂચ કરવા ભવિષ્યમાં કોઈ પણ લક્ષિત કાર્યક્રમ/યોજના. iv. પીએમએસએસએનના વહીવટ અને જાળવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સુપરત કરવામાં આવી છે; અને v. કોઈ પણ નાણાકીય વર્ષમાં એમઓએચએફડબલ્યુની આ પ્રકારની યોજના પર ખર્ચનું વહન શરૂઆતમાં પીએમએસએસએનમાંથી કરવામાં આવશે અને પછી કુલ અંદાજપત્રીય ટેકા માંથી. ફાયદા: મુખ્ય ફાયદા આ થશેઃ જોગવાઈ કરેલા સંસાધનોની ઉપલબ્ધતા દ્વારા સાર્વત્રિક અને વાજબી દરે સ્વાસ્થ્યની સારસંભાળ રાખવાની સેવાઓની સુલભતામાં વધારો થશે, સાથે સાથે એ સુનિશ્ચિત થશે કે નાણાકીય વર્ષનાં અંતે રકમ રદ નહીં થાય. પૃષ્ઠભૂમિ: વિકાસના સારાં પરિણામો મેળવવા માટે સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. આર્થિક દ્રષ્ટિકોણથી શ્રેષ્ઠ સ્વાસ્થ્યથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને અકાળે અવસાન, લાંબા ગાળાની વિકલાંગતા અને વહેલાસર નિવૃત્તિને કારણે થતા નુકસાનમાં ઘટાડો થાય છે. સ્વાસ્થ્ય અને પોષણ શૈક્ષણિક ઉપલબ્ધિઓ પર પણ સીધી અસર કરે છે તથા ઉત્પાદકતા અને આવક પર પણ અસર ધરાવે છે. સ્વાસ્થ્યલક્ષી પરિણામો સ્વાસ્થ્ય ક્ષેત્ર પર સરકારી ખર્ચ પર નિર્ભર છે. વસ્તીના સરેરાશ આયુષ્યમાં એક વર્ષનો વધારો થવાથી માથાદીઠ જીડીપીમાં 4 ટકાનો વધારો થાય છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ કરવાથી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે આરોગ્યકર્મીઓની જરૂર ઊભી થવાથી લાખો રોજગારીઓનું સર્જન થાય છે, મુખ્યત્વે મહિલાઓ માટે. વર્ષ 2018ના બજેટ ભાષણમાં નાણાં મંત્રીએ આયુષ્માન ભારત યોજના જાહેર કરતા તત્કાલિન 3 ટકા શિક્ષણ સેસને બદલે 4 ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ સેસ લાગુ કરવાની જાહેરાત પણ કરી હતી. SD/GP/JD (Visitor Counter : 113
pib-99528
5fc3ef74d456c3925778bfecd6910c670c2b0dfca99c78d06a510adec5ee0c27
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ શ્રી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા સાથે જ શ્રી દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું: "હું શ્રી @mieknathshindeજીને મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપવા માંગુ છું. એક પાયાના સ્તરના નેતા, તેઓ તેમની સાથે સમૃદ્ધ રાજકીય, કાયદાકીય અને વહીવટી અનુભવ લાવ્યા છે. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે કામ કરશે." પ્રધાનમંત્રીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: "શ્રી @Dev_Fadnavisજીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેઓ દરેક બીજેપી કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે. તેમનો અનુભવ અને કુશળતા સરકાર માટે એક સંપત્તિ હશે. મને ખાતરી છે કે તેઓ મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત કરશે." SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-88578
8554328a60532ed4942152238cd15b436f1f6f6353b60d25da79fc3b28d6dfd9
guj
આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે ભારત અને જાપાન વચ્ચે સહકાર પત્રને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને જાપાન સરકારના જમીન, માળખાગત સુવિધાઓ અને પરિવહન અને પર્યટન મંત્રાલય વચ્ચે શહેરી વિકાસ અંગેના 2007ના હાલના એમઓયુના બદલે સહી સિક્કા થનારા ટકાઉ શહેરી વિકાસ અંગેના સહકાર પત્ર- મેમોરેન્ડમ ઑફ કૉ-ઓપરેશન ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. અમલીકરણ વ્યૂહરચના: એમઓસીના માળખા હેઠળ સહકાર અંગે કાર્યક્રમોનો વ્યૂહ ઘડવા અને અમલી કરવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથ ની રચના કરવામાં આવશે. આ સંયુક્ત કાર્યકારી જૂથ વર્ષમાં એક વાર જાપાનમાં અને ભારતમાં વૈકલ્પિક રીતે મળશે. આ એમઓસી હેઠળ સહકાર સહી થયાની તારીખથી શરૂ થશે અને પાંચ વર્ષના ગાળા માટે ચાલુ રહેશે. ત્યારબાદ, તે વખતે 5 વર્ષના વધુ ગાળા માટે તે આપમેળે નવીનીકરણ થઈ શક્શે. મહત્ત્વની અસર: આ એમઓસી બેઉ દેશો વચ્ચે ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે મજબૂત, ગાઢ અને લાંબા ગાળાના દ્વિપક્ષી સહકારને ઉત્તેજન આપશે. લાભો: આ એમઓસીથી શહેરી આયોજન, સ્માર્ટ સિટી વિકાસ, પરવડે એવા આવાસ , શહેરી પૂર વ્યવસ્થાપન, ગટર અને ગંદા પાણીનું વ્યવસ્થાપન, શહેરી પરિવહન અને આફત સામે ટકે એવા વિકાસ સહિતના ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રોમાં રોજગારની તકો સર્જે એવી અપેક્ષા છે. વિગતો: આ એમઓસીના હેતુઓ શહેરી વિકાસ, સ્માર્ટ સિટી વિકાસ, પરવડે એવા આવાસ , શહેરી પૂર વ્યવસ્થાપન, ગટર અને ગંદા પાણીના વ્યવસ્થાપન, ઇન્ટેલિજન્ટ પરિવહન સંચાલન પ્રણાલિ, ટ્રાન્ઝિટ લક્ષી વિકાસ, મલ્ટી મોડલ ઇન્ટિગ્રેશન, આફત સામે ઝીંક ઝીલી શકે એવો વિકાસ સહિતના ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે અને બેઉ દેશોએ પરસ્પર ઓળખી કાઢેલા અન્ય ક્ષેત્રોમાં ભારત-જાપાન તકનિકી સહકારને સુગમ અને મજબૂત કરવાનો છે. સૂચિત એમઓસીથી ઉપર્યુક્ત ક્ષેત્રોમાં ચાવીરૂપ વિદ્વતા અને શ્રેષ્ઠ પ્રણાલિનું આદાન પ્રદાન થઈ શક્શે. (Visitor Counter : 124
pib-80413
40cf134e73313562847ed13037b92916fbce9e288131bc03629377d51cd466e7
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતના અમદાવાદ ખાતે મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ ‘મોદી શૈક્ષણિક સંકુલ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીશ્રીએ રિબિન કાપીને આ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે દીપ પ્રગટાવી ભવનમાં લટાર મારી હતી. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગઇકાલે તેમને માતા મોઢેશ્વરીના ચરણે શિશ નમાવીને તેમના દર્શન કરવાનું અને પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જ્યારે જનરલ કરિઅપ્પાએ એક રસપ્રદ વાર્તા સંભળાવી હતી તેને પ્રધાનમંત્રીશ્રીએ યાદ કરતા જણાવ્યું હતું કે, જનરલ કરિઅપ્પા જ્યાં પણ જતા હતા, ત્યાં દરેક લોકો તેમને સન્માનથી સલામ કરતા હતા, પરંતુ જ્યારે તેમના ગામના લોકોએ એક સમારંભ દરમિયાન તેમનું સન્માન કર્યું ત્યારે તેમને એક અલગ જ પ્રકારના આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થયો હતો. આ ઘટના સાથે સામ્યતા દર્શાવતા, પ્રધાનમંત્રીશ્રીએ તેમના પુનરાગમન પછી તેમના સમાજે આપેલા આશીર્વાદ બદલ સૌનો આભાર માન્યો. પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગને વાસ્તવિક બનાવવા અને શિક્ષણને પ્રાથમિકતા આપવા બદલ સમાજના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “સમયની રેખા મેળ ખાતી નથી એ વાત સાચી છે. પરંતુ તમે ધ્યેય છોડ્યો ન હતો અને બધા એકજૂથ થયા અને આ કામને પ્રાથમિકતા આપી.” પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે તેમના સમાજના લોકોને પ્રગતિ કરવાની તકો ઓછી મળતી હતી તે દિવસોને યાદ કરતા, ટિપ્પણી કરી હતી કે, “આજે આપણે સમાજમાં લોકોને પોતાની રીતે આગળ આવતા જોઇ શકીએ છીએ.” પ્રધાનમંત્રીશ્રીએ ટાંક્યું હતું કે, શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવા માટે બધાએ સાથે મળીને કામ કર્યું છે અને આ સામૂહિક પ્રયાસ જ સમાજની તાકાત છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે “માર્ગ સાચો છે અને આ રીતે સમાજનું કલ્યાણ થઇ શકે છે.” તેમણે કહ્યું હતું કે, “એક સમાજ તરીકે, આ ખૂબ જ ગૌરવની વાત છે કે તેઓ તેમની સમસ્યાઓ પર ધ્યાન આપને તેનો નિકાલ લાવે છે, અપમાનને દૂર કરે છે, છતાં તેમાં કોઇના માર્ગમાં આડા આવતા નથી.” સમાજમાં દરેક વ્યક્તિ એકજૂથ છે અને કલિયુગમાં તેના ભવિષ્ય વિશે વિચારી રહ્યો છે તે બાબતે પ્રધાનમંત્રીશ્રીએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીશ્રીએ પોતાના સમાજ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે સમાજનું ઋણ ચૂકવવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સમાજનો દીકરો ભલે લાંબા સમય સુધી ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો હોય, અને હવે બીજી વખત દેશનો પ્રધાનમંત્રીશ્રી બન્યો હોય, પરંતુ તેમના લાંબા સમયના શાસનની જવાબદારીઓ વચ્ચે પણ આ સમાજની એક પણ વ્યક્તિ તેમની પાસે કોઇ અંગત કામ લઇને આવી નથી. શ્રી મોદીએ સમાજના સંસ્કાર તરફ સૌનું ધ્યાન દોર્યું હતું અને આદરપૂર્વક તેમને દિલથી વંદન કર્યા હતા. વધુને વધુ યુવાનો મેડિસિન, એન્જિનિયરિંગ અને આવા અન્ય પ્રવાહો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તે બાબતે પ્રધાનમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીશ્રીએ બાળકનું શિક્ષણ પૂરું કરવા દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી અને માતાપિતાને તેમને કૌશલ્ય વિકાસ માટે તૈયાર કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું હતું કે, કૌશલ્ય વિકાસ તેમને એવી રીતે સશક્ત બનાવે છે કે તેમને ક્યારેય પાછું વળીને જોવું નહીં પડે. શ્રી મોદીએ આગળ ઉમેર્યું હતું કે, “જ્યારે કૌશલ્ય વિકાસ હોય, કૌશલ્યનું જ્ઞાન હોય, ત્યારે તેમણે ક્યારેય પાછું વળીને જોવાની જરૂર પડશે નહીં. સમય બદલાઇ રહ્યો છે મિત્રો, જેઓ ડિગ્રી ધરાવનારાઓ છે તેમના કરતાં વધુ કૌશલ્ય જાણે છે તેમની શક્તિને વધારવાની જરૂર છે.” સિંગાપોરની પોતાની સત્તાવાર મુલાકાત વખતે થયેલા પોતાના સંવાદને યાદ કરતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમને એક ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લેવા માટે સમજાવવામાં આવ્યા હતા જેની સ્થાપના સિંગાપોરના પ્રધાનમંત્રીશ્રીએ પોતે કરી હતી. આ સંસ્થાની મુલાકાત લઇને પ્રધાનમંત્રીશ્રીએ તેની આધુનિકતાને યાદ કરી હતું અને કહ્યું કે આ સંસ્થાની રચના બાદ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે શ્રીમંત લોકો પ્રવેશ મેળવવા માટે લાઇનમાં ઉભા રહે છે. પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમાજને તેની મહાનતા પણ સમજાવવામાં આવી છે અને હવે આપણા બાળકો તેમાં ભાગ લઇ શકશે અને ગૌરવની લાગણી અનુભવી શકશે. પોતાના સંબોધનના સમાપન વખતે, પ્રધાનમંત્રીશ્રીએ ટિપ્પણી કરી હતી કે, શ્રમમાં પણ જબરદસ્ત તાકાત હોય છે અને આપણા સમાજનો એક મોટો વર્ગ મહેનતુ વર્ગ છે. તેમણે કહ્યું હતું કે, “તેમના પર બધાએ ગૌરવ કરવું જોઇએ.” સભ્યોએ ક્યારેય સમાજને દુઃખી થવા દીધો નથી કે અન્ય કોઇ સમાજ સાથે ખોટું કર્યું નથી તે બાબતે પ્રધાનમંત્રીશ્રીએ ગૌરવની લાગણી વ્યક્ત કરીહતી. પોતાની વાતના સમાપનમાં તેમણે કહ્યું હતું કે, “મને ખાતરી છે કે, આવનારી પેઢી ખૂબ જ ગૌરવ સાથે પ્રગતિ કરશે તેવો જ તમારો પ્રયાસ હશે.” આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો શ્રી સી. આર. પાટીલ અને શ્રી નરહરિ અમીન, ગુજરાત સરકારના મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી મોઢવણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ ચીમનલાલ મોદી ઉપસ્થિત રહ્યા હતા. YP/GP/JD (
pib-6392
ccf1f1324bbd132aeabdcbaaa52091e85cef82a7f9066eea42b2e138e1eedaa0
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 201.99 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છેલ્લા ચોવિસ કલાકમાં 33,87,173 ડોઝ આપવામાં આવ્યા ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,43,384 થયું સક્રિય કેસનું ભારણ હાલમાં 0.33% છે સાજા થવાનો દર હાલમાં 98.48% નોંધાયો છેલ્લા 24 કલાકમાં 20,958 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,33,30,442 દર્દીઓ સાજા થયા છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,408 નવા કેસ નોંધાયા દૈનિક પોઝિટિવીટી દર 5.05% પહોંચ્યો સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.92% છે કુલ 87.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,04,399 ટેસ્ટ કરાયા SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 111
pib-276695
9ae6478c95539788e9d7c2f1c244d8706ce5a488c213558b50701224c60aa637
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીની ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સાથે મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 મે 2022ના રોજ જાપાનના ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી શ્રીએ પીએમ અલ્બેનીઝને તેમની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ બહુપક્ષીય સહકારની સમીક્ષા કરી, જેમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન સહિત રિન્યુએબલ એનર્જી, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ સંશોધન, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. બંને વડા પ્રધાનોએ દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક ગતિ ચાલુ રાખવાની તેમની ઇચ્છાને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-155318
0e95dd7c0e5eeae059186fc5dfac6dd1581fa224ad8e8ea8419997310a3d5b0d
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી સાથે અમેરિકાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની મુલાકાત અમેરિકાના વિદેશ મંત્રી મહામહિમ માઇકલ આર. પોમ્પો અને સંરક્ષણ મંત્રી મહામહિમ ડૉ. માર્ક ટી. એસ્પરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. 2020ના ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સફળ મુલાકાતને યાદ કરતાં પ્રધાનમંત્રીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સચિવોએ પ્રધાનમંત્રીને તેમની દ્વિપક્ષીય બેઠકો અને આજે યોજાયેલા ફળદાયી ત્રીજા ભારત-યુએસ 2 + 2 સંવાદ અંગે માહિતગાર કર્યા હતા. તેઓએ અમેરિકા સરકારની ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા અને એક સરખા દ્રષ્ટિકોણ અને લક્ષ્યોને સાકાર કરવા સાથે મળીને કામ કરવા માટે સતત રસ દાખવ્યો હતો. પ્રધાનમંત્રીએ ત્રીજા 2 + 2 સંવાદના સફળ નિષ્કર્ષની પ્રશંસા કરી હતી. તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં બહુપક્ષીય વૃદ્ધિ વિશે પોતાનો સંતોષ વ્યક્ત કરતા તેમણે બંને દેશો વચ્ચે વિશ્વાસ, વહેંચાયેલા મૂલ્યો અને લોકોની વચ્ચે સ્થપાયેલા મજબૂત પારસ્પરિક સંબંધોને પાયાના ગણાવ્યા. SD/GP/BT (
pib-32034
6d08a6258b44261940f59aca9986defacf5b7f83b89b4d3158e8709b6fc03253
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ IBMના CEO અરવિંદ ક્રિશ્ના સાથે વાર્તાલાપ કર્યો અમે આત્મનિર્ભર ભારતની દૂરંદેશી સાથે આગળ વધી રહ્યા છીએ જેથી વૈશ્વિક સ્તરે સક્ષમ અને વિક્ષેપો સામે ટકી શકે તેવી સ્થાનિક પૂરવઠા સાંકળ તૈયાર કરી શકાય: પ્રધાનમંત્રી ભારતમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે: પ્રધાનમંત્રી સરકાર ‘વર્ક ફ્રોમ હોમ’ તરફ થઇ રહેલું ટેકનોલોજી આધારિત સ્થળાંતરણ સરળ બને તે સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી ભારત એકીકૃત, ટેક અને ડેટા સંચાલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્રના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે જે પરવડે તેવું અને ઝંઝટમુક્ત છે: પ્રધાનમંત્રી IBMના CEOએ આત્મનિર્ભર ભારતની દૂરંદેશીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો; ભારતમાં IBM દ્વારા મોટાપાયે રોકાણની યોજનાઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IBMના CEO શ્રી અરવિંદ ક્રિશ્ના સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ શ્રી અરવિંદ ક્રિશ્નાને આ વર્ષની શરૂઆતમાં IBMના વૈશ્વિક વડા તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, IBMનું ભારત સાથે મજબૂત જોડાણ અને દેશમાં તેની ખૂબ જ વ્યાપક ઉપસ્થિતિ છે જેમાં દેશના 20 શહેરોમાં તેમના એક લાખ કરતાં વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. વ્યવસાયના કલ્ચરમાં કોવીડની અસર અંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘વર્ક ફ્રોમ હોમ’ની કાર્યપદ્ધતિને હવે મોટાપાયે અપનાવવામાં આવી રહી છે અને સરકાર સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તેમજ નિયમનકારી માહોલ પૂરો પાડવા માટે કાર્યરત છે જેથી ટેકનોલોજી સ્તરે આવેલું આ સ્થળાંતર વધુ સરળ કરવાનું સુનિશ્ચિત થઇ શકે. તેમણે તાજેતરમાં IBM દ્વારા પોતાના 75 ટકા સ્ટાફ પાસેથી વર્ક ફ્રોમ હોમ પદ્ધતિથી કામ લેવાના નિર્ણય સાથે સંકળાયેલી ટેકનોલોજીઓ અને તેમાં સમાયેલા વિવિધ પડકારો વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતમાં 200 શાળાઓમાં AI અભ્યાસક્રમ શરૂ કરવામાં CBSE સાથે જોડાણ દ્વારા IBMએ નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર વિદ્યાર્થીઓને AI, મશીન લર્નિંગ વગેરે પરિકલ્પનાઓ અંગે શરૂઆતના તબક્કેથી જ પરિચિત કરવા માટે કામ કરી રહી છે જેથી દેશમાં ટેકનોલોજી પ્રત્યેનો ઝુકાવ વધારી શકાય. IBMના CEOએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને ડેટા વિશેનું શિક્ષણ બીજગણિત જેવા પાયાના કૌશલ્યોની શ્રેણીમાં હોવું જોઇએ, તે ધગશ સાથે ભણાવવાની જરૂર છે અને પ્રારંભિક સ્તરે જ તેની શરૂઆત કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ શ્રેષ્ઠ સમય છે. તેમણે કહ્યું કે, દેશમાં ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણને આવકારવામાં આવી રહ્યું છે અને સહકાર આપવામાં આવી રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, દુનિયા અત્યારે પડતીના સમયનો સામનો કરી રહી છે, ત્યારે ભારતમાં FDIનો પ્રવાહ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, દેશ આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે જેથી વૈશ્વિક સ્તરે સક્ષમ અને વિક્ષેપો સામે ટકી શકે તેવી સ્થાનિક પૂરવઠા સાંકળ તૈયાર કરી શકાય. IBMના CEOએ ભારતમાં IBM દ્વારા મોટાપાયે રોકાણની ભાવિ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. તેમણે આત્મનિર્ભર ભારત દૂરંદેશીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે અને દરેક વ્યક્તિની પહોંચમાં શ્રેષ્ઠ ગુણવત્તાની આરોગ્ય સંભાળ સેવાઓ ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવાની દિશામાં છેલ્લા છ વર્ષમાં તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે પણ જણાવ્યું હતું. તેમણે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ભારતની જરૂરિયાત અનુસાર ચોક્કસ AI આધારિત સાધનો તૈયાર કરવાની સંભાવના અંગે અને બીમારીના અનુમાનના બહેતર મોડેલ અને વિશ્લેષણ તૈયાર કરવા વિશે વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત એકીકૃત, ટેક અને ડેટા સંચાલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્રના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે જે પરવડે તેવું અને ઝંઝટમુક્ત છે. તેમણે નોંધ્યું હતું કે, IBM આરોગ્ય સંભાળની દૂરંદેશીને આગળ લઇ જવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. IBMના CEOએ આયુષ્યમાન ભારત વિશે પ્રધાનમંત્રીની દૂરંદેશની પ્રશંસા કરી હતી અને બીમારીઓના વહેલા નિદાન માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી. બંને વચ્ચે ચર્ચાયેલા અન્ય ક્ષેત્રોમાં ડેટા સુરક્ષા, સાઇબર હુમલા, ગોપનીયતા સંબંધિત ચિંતાઓ અને યોગના કારણે આરોગ્યમાં થતા લાભો વગેરે પણ સામેલ હતા. DS/BT (
pib-94014
d884eecc28bf2b2139521a54fcca27cdbf88879cf907da153143ab0b18bb7ec9
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું: “અક્ષય તૃતીયાનાં ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે દાન અને શુભ કાર્ય શરૂ કરવાની પરંપરા સાથે જોડાયેલો આ શુભ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે. YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-49325
853f3533767da19e39185af6206d037f6e3d84e1cf392df509659ec24e62e6c2
guj
PIB Headquarters કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન - રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 169.63 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા - ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,08,938 થયું - સક્રિય કેસનું ભારણ હાલમાં 2.62% છે - સાજા થવાનો દર હાલમાં 96.19% નોંધાયો - છેલ્લા 24 કલાકમાં 1,99,054 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,06,60,202 દર્દીઓ સાજા થયા - છેલ્લા 24 કલાકમાં ભારતમાં 83,876 નવા કેસ નોંધાયા - દૈનિક પોઝિટિવીટી દર 7.25% પહોંચ્યો - સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 9.18% છે - કુલ 74.15 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,56,363 ટેસ્ટ કરાયા #Unite2FightCorona #IndiaFightsCorona PRESS INFORMATION BUREAU MINISTRY OF INFORMATION & BROADCASTING GOVERNMENT OF INDIA
pib-89797
0a01ce2e5355effa60643d130c94b5a1f1337131c1f1c018a1fdaecb000d379f
guj
રસાયણ અને ખાતર મંત્રાલય કેન્દ્રીય મંત્રીમંડળે 1લી ઓક્ટોબર, 2022 થી 31મી માર્ચ, 2023 સુધીની રવી સિઝન 2022-23 માટે ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો માટે પોષક તત્વો આધારિત સબસિડીના દરોને મંજૂરી આપી મંજૂર સબસિડી રૂ. 51,875 કરોડ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાઈટ્રોજન , ફોસ્ફરસ , પોટાશ અને સલ્ફાર ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો માટે જેવા વિવિધ પોષક તત્વો માટે પોષક તત્ત્વો આધારિત સબસિડી ના કિલોગ્રામ દરો માટે ખાતર વિભાગના પ્રસ્તાવને રવિ સીઝન - 2022-23 માટે મંજૂરી આપી છે. જે નીચે પ્રમાણે છે: | | વર્ષ | | રૂ. પ્રતિ કિલોગ્રામ | | N | | P | | K | | S | | રવિ, 2022-23 | | 98.02 | | 66.93 | | 23.65 | | 6.12 નાણાકીય ખર્ચ: એનબીએસ રવિ-2022 માટે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ સબસિડી રૂ. 51,875 કરોડ સ્વદેશી ખાતર માટે નૂર સબસિડી દ્વારા સપોર્ટ સહિત. લાભો: આનાથી રવી 2022-23 દરમિયાન ખેડૂતોને તમામ P&K ખાતરોની સરળ ઉપલબ્ધતા અને ખાતરના સબસિડીવાળા/ પોસાય તેવા ભાવે અને કૃષિ ક્ષેત્રને ટેકો મળશે. ખાતરો અને કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં અસ્થિરતા મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા શોષાય છે. પૃષ્ઠભૂમિ: સરકાર ખાતર ઉત્પાદકો/આયાતકારો દ્વારા ખેડૂતોને સબસિડીવાળા ભાવે યુરિયા અને P&K ખાતર માટે 25 ગ્રેડના ખાતરો ઉપલબ્ધ કરાવી રહી છે. P&K ખાતરો પરની સબસિડી NBS સ્કીમ we.f. દ્વારા સંચાલિત થાય છે. 01.04.2010. તેના ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમ અનુસાર, સરકાર. ખેડૂતોને પોષણક્ષમ ભાવે P&K ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફરની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ભારે વધારાને ધ્યાનમાં રાખીને, સરકારે ડીએપી સહિત પી એન્ડ કે ખાતરો પર સબસિડી વધારીને વધેલા ભાવને શોષી લેવાનો નિર્ણય કર્યો છે. ખાતર કંપનીઓને મંજૂર દરો મુજબ સબસિડી આપવામાં આવશે જેથી તેઓ ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવી શકે. YP/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 153
pib-273575
4c5808efd8b5d70bf3aeece280c329aedfd6566305d13e249590828763b1f3fe
guj
માહિતી અને પ્રસારણ મંત્રાલય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિમંડળે કાન્સ ફિલ્મ માર્કેટ 2020માં ભારતને સહભાગી થવા અને IFFIના વ્યુહાત્મક સ્થાન અંગે ચર્ચા કરી બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિમંડળનાં હેડ ઑફ સેલ્સ એન્ડ ઓપરેશન્સ, માર્ચે ડુ ફિલ્મ્સ, કાન્સ ફિલ્મ ફેલ્ટિવલ્સ સુશ્રી મૌડ એમસન અને માર્ચે ડુ ફિલ્મ્સ ના સેલ્સ એન્ડ ઓપરેશન્સ- એડવર્ટાઈઝિંગ અર્નાઉડ મેનીન્ડેસ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને મળ્યું હતું અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ- 2020માં ભારતને ભાગ લેવા અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં કાન્સમાં ભારતના વ્યાપક અને વ્યુહાત્મક રીતે સામેલ થવા અંગે વાતચીત થઈ હતી. IFFIનાં 51માં સંસ્કરણમાં કાન્સના સહયોગ અને સામેલ થવા અંગે પણ વાતચીત થઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળ આ પ્રસિદ્ધ ફિલ્મ ફેસ્ટિવલ્સના વડા, ફિલ્મસ કમિશનર્સ તથા સુશ્રી મેરીલી પેઉપેલિન, જેવા ટેલિફિલ્મ કેનેડાના સ્પેશ્યાલિસ્ટ ઈન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટ શ્રી એનરીકો વેન્સ્સી તથા યુરીમેગ્સના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાઇરેકટર તેમજ મેકીંગ મુવીઝ ઓવાયના શ્રી કૈ નોર્ડબર્ગને પણ મળ્યું હતું. આ ઉપરાંત સિનેમા ડુ બ્રાઝિલ, એકઝિક્યુટિવ મેનેજર શ્રી એડ્રીન ફેટીગ, ઈનવેસ્ટ, સાયપ્રસના હેડ ઑફ ફિલ્મ યુનિટના સિનિયર ઓફિસર શ્રી લેફટેરીસએસ. ઈલેફટ હેરોયુ, નેશનલ ફિલ્મ ઇન્સસ્ટિટ્યુટ હંગેરીના ફેસ્ટિવલ મેનેજર કુ. કેટલીન વાજડા, શ્રી લુઈઝ ચેબી વાઝ, પ્રેસીડેન્ટ ઓફ બોર્ડ, - આઈસીએ ઈન્સ્ટિટ્યુટો ડુ સિનેમા-ઈ ડુ ઓડિયોવિઝ્યુઅલ, પોર્ટુગલ અને ઈટાલિયન નિર્માતા શ્રી સેરીગો સ્કેપેગીનીને પણ મળ્યા હતા. શ્રી સ્કેપેગીનીએ એવો નિર્દેશ આપ્યો હતો કે ઈટાલી ચોકકસપણે IFFIની 51મી એડિશનમાં ભાગ લેવા માટે તથા સહયોગ આપવા અંગે સક્રિયપણે વિચારણા કરશે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ પ્રકારે ભાગલેવાથી બેને દેશો વચ્ચે સક્રિય જોડાણો માટેનો માર્ગ પણ મોકળો થશે. ભારતીય પ્રતિનિધિમંડળે આ પરામર્શ મારફતે IFFIની 51મી એડિશનનો અને ભારતમાં ફિલ્મ નિર્માતાઓને સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરૂ પાડતી ફિલ્મ સહાયક ઓફિસ મારફતે શૂટીંગ કરવા માટેની સરળતાનો પ્રચાર કર્યો હતો અને ભારતમાં વેબસાઈટ www.ffo.gov.in મારફતે ફિલ્મ પર્યટનને મંચ પૂરૂ પાડવા અંગે પણ ચર્ચા કરી હતી. આ પ્રતિનિધિમંડળે ભારત સાથે મળીને સહનિર્માણની સાથે સાથે ઈન્ટરનેશનલ ફિલ્મ હાઉસ સાથે સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ અને કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝ સંયુક્તપણે બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં સામેલ થઈ રહ્યાં છે. SD/DS/RP (Visitor Counter : 117
pib-238812
7980c9465b34a272c51e5f5594bd52d2ea713596070b01a77a4c659327f42bdc
guj
માહિતી અને પ્રસારણ મંત્રાલય કેન્દ્ર સરકારના કર્મચારીઓના ભથ્થામાં કોઇ કપાત નહીં, PIB ફેક્ટચેક દ્વારા ખોટા સમાચારનો પર્દાફાશ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો દ્વારા આજે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં કોઇ જ કપાત કરવામાં આવશે નહીં. કોરોના વાયરસના કારણે સરકાર આવી કપાત કરવાની યોજના લાવતી હોવાની ખોટી અટકળો મીડિયામાં ચાલતી હોવાથી ફેક્ટચેક દ્વારા પ્રતિક્રિયારૂપે આ ટ્વીટ કરવામાં આવી હતી. અન્ય એક પોસ્ટમાં, ફેક્ટ ચેક દ્વારા ફેસબુક પર ચાલી રહેલી એક અફવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કોવિડ-19 પરીક્ષણની કીટ્સના સસ્તા વિકલ્પો ઉપલ્બધ હોવા છતાં ICMR દ્વારા કથિતપણે નોંધપાત્ર પ્રમાણમાં મોંઘાભાવે આ કીટ્સ ખરીદવામાં આવે છે. ICMR દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કીટ્સ માટે નિર્ધારિત ભાવ છે અને જો તેનાથી પણ સસ્તા ભાવે કોઇપણ કંપની કીટ્સ આપી શકતી હોય તો તે આવકાર્ય છે. પૃષ્ઠભૂમિ સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોના પ્રસારને રોકવા માટે અને સર્વોચ્ચ અદાલતના અવલોકનના અનુપાલનમાં PIBએ સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓનું સત્ય બહાર લાવવા માટે એક વિશેષ યુનિટની સ્થાપના કરી છે. “PIB Fact check” ટ્વીટર પર એક માન્યતા પ્રાપ્ત હેન્ડલ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ મેસેજ પર સતત નજર રાખે છે અને ખોટા સમાચારોનો પર્દાફાશ કરવા માટે તેની સામગ્રીઓની વ્યાપક સમીક્ષા કરે છે. આ ઉપરાંત ટ્વીટર પર PIB ઇન્ડિયા હેન્ડલ અને સંખ્યાબંધ પ્રાદેશિક એકમો દ્વારા ટ્વીટર સમુદાયના હિતમાં #PIBFactcheck સાથે કોઇપણ માહિતી અથવા સત્તાવાર અને પ્રમાણભૂત સંસ્કરણ પોસ્ટ કરવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ ટેક્સ્ટ મેસેજ, ઓડિયો અને વીડિયો સહિત કોઇપણ સોશિયલ મીડિયા સંદેશની પ્રમાણભૂતતા તપાસવા માટે PIBFactCheckને મોકલી શકે છે. આવા સંદેશા https://factcheck.pib.gov.in/ લિંક પર અથવા +918799711259 વોટ્સએપ નંબર પર pibfactcheck[at]gmail[dot]com ઇમેલ પર મોકલી શકાય છે. આની વિગતો PIBની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે. GP/DS (Visitor Counter : 145
pib-203508
fa5e7196df61db09e0aadbdd97852140b86e5fae7580f18fd48d8207b4c91ce8
guj
નાણા મંત્રાલય ઓડિટ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષકનો રાજ્ય વિત્તનો 31 માર્ચ, 2020ના રોજ પૂરા થયેલા વર્ષ માટેનો ઓડિટ અહેવાલ , ગુજરાત સરકાર, તારીખ 23.09.2021ના રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલ છે. SD/GP/BT સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 158
pib-294453
c3062739313ee9d62c584b085775af45ace93dd4757fe661941bd1eef1fa9232
guj
PIB Headquarters કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન Date: 02.08.2020 Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 51,255 દર્દીઓ સાજા થયા; કુલ લગભગ 11.5 લાખ દર્દીઓ સાજા થયા; સાજા થવાનો દર 65.44% ની નવી ટોચ પર પહોંચ્યો; 2.13% સાથે મૃત્યુદરમાં સતત ઘટાડો ચાલુ રહ્યો છેલ્લા 24 કલાકમાં ભારતમાં આશ્ચર્યજનક રીતે 51,000થી વધુ દર્દીઓ સાજા થયા. 51,225 દર્દીઓને સાજા થઈ તેમને રજા મળતા ભારતમાં કોવિડ-19માંથી કુલ સજા થયેલા દર્દીઓની સંખ્યા 11,45,629 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સૌથી વધુ એક દિવસના વધારા સાથે, સાજા થવાનો દર 65.44%ની ઉંચી સપાટીએ જોવા મળ્યો છે. આનો અર્થ એ કે, કોવિડ-19માંથી વધુને વધુ દર્દીઓ સાજા થતા તેમને રજા મળી છે. 10મી જૂન 2020 ના રોજ, પ્રથમ વખત, સાજા થયેલ દર્દીઓની સંખ્યા 1,573ના તફાવત સાથે સક્રિય કેસ કરતાં વધી ગઈ હતી, જે આજે વધીને 5,77,899 થઈ ગઈ છે. સક્રિય કેસ એ ભારતના વાસ્તવિક કેસનું ભારણ છે અને હાલમાં સક્રિય કેસ કુલ કેસના 32.43% જેટલા છે અને તે બધા હોસ્પિટલોમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ છે. વૈશ્વિક સરેરાશની તુલનામાં ભારતનો મૃત્યુદર 2.13% સાથે સૌથી નીચા મૃત્યુદરમાંથી એક છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643005 ડૉ. હર્ષવર્ધને દેશભરમાં SARS- CoV-2ની પ્રથમ 1000 જીનોમ શ્રૃંખલા સફળતાપૂર્વક પૂર્ણ થઇ હોવાની જાહેરાત કરી કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને ગઇકાલે દેશભરમાં SARS- CoV-2ની પ્રથમ 1000 જીનોમ શ્રૃંખલા સફળતાપૂર્વક પૂર્ણ થઇ હોવાની જાહેરાત કરી હતી. તેમણે બાયોટેકનોલોજી વિભાગ સાથે બેઠક યોજી હગતી અને DBT, બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાય પરિષદ અને DBT- સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી કોવિડ-19 સંબંધિત પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, ડૉ. હર્ષવર્ધને વિક્રમી સમયમાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા પાંચ સમર્પિત કોવિડ બાયોરિપોઝિટરીના સૌથી મોટા નેટવર્કની જાહેરાત કરીને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ બાયોરિપોઝિટરી ટ્રાન્સલેશન હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ , ફરિદાબાદ, ઇન્સ્ટિટ્યુટ ઓફ લાઇફ સાયન્સિસ , ભૂવનેશ્વર, ઇન્સ્ટિટ્યુટ ઓફ લીવર એન્ડ બિલિઆરી સાયન્સિસ નવી દિલ્હી, નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ પૂણે અને ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટેમ સેલ સાયન્સ એન્ડ રિજનરેટિવ મેડિસિન બેંગલોર ખાતે છે. આ મહામારીના શમન માટે DBT દ્વારા કરવામાં આવતા અથાક પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642869 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વના સૌથી મોટા ઓનલાઇન હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વાતચીત કરી પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોનની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે, એના કેટલાંક નિરાકરણો શોધવા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. સમસ્યાઓનાં સમાધાનો પ્રદાન કરવાની સાથે વિદ્યાર્થીઓની કામગીરી ડેટા, ડિજિટાઇઝેશન અને હાઇ-ટેક ભવિષ્ય સાથે સંબંધિત ભારતની આકાંક્ષાઓને પણ મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતિ પર કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ 21મી સદીની યુવા પેઢીના વિચારો, જરૂરિયાતો, આશાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ફક્ત નીતિગત દસ્તાવેજ નથી, પણ 130 કરોડથી વધારે ભારતીયોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે લોકલ પર નીતિગત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ત્યારે એટલો જ ભાર આંતરરાષ્ટ્રીય સંકલન પર મૂકવામાં આવ્યો છે. ટોચની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં કેમ્પસ ખોલવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અગાઉ માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું હતું કે, આ વર્ષની સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં 4.5 લાખથી વધારે વિદ્યાર્થીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા દેશમાં ડિજિટલ અસમાનતા દૂર કરવાનું અને ડિજિટલ સાક્ષરતાને વધારે પ્રોત્સાહન આપવાનું સ્વપ્ન સેવ્યું છે, જેથી વિસ્તૃત જન આંદોલનનો વિકાસ થશે અને ભારતમાં દરેકની પહોંચમાં વહીવટ આવશે. અમે હાલ કોવિડ-19 રોગચાળામાં ડિજિટલ ઇન્ડિયા પહેલોનો લાભ જોઈ રહ્યાં છીએ. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642993 JNCASRના વૈજ્ઞાનિકોએ મહામારીમાં મહત્વપૂર્ણ સંસાધનોનું અનુમાન કરવા અને વ્યૂહનીતિ નક્કી કરવા માટે અનુકૂલનશીલ મોડેલ તૈયાર કર્યું મહામારીના પ્રારંભિક તબક્કામાં દેશમાં આરોગ્ય સંભાળ પ્રણાલી ઘણી વિકટ સ્થિતિનો સામનો કરે છે – ચેપગ્રસ્ત લોકોને ટ્રેસ અને આઇસોલેટ કરવા માટે ચોક્કસ અને સચોટ પરીક્ષણો કરવા જરૂરી છે અને નવતર પરીક્ષણો વધારવા જરૂરી છે, કોઇપણ વ્યક્તિને આગામી અઠવાડિયાઓથી મહિનાઓ સુધીમાં અપેક્ષિત ચેપની સંખ્યાનું અનુમાન લગાવવું પડે છે. અને ત્યારબાદ, આ આંકડાઓનો ઉપયોગ દેશમાં પ્રત્યેક જિલ્લામાં આરોગ્ય સંભાળ સ્ટોકની જરૂરિયાતનું અનુમાન લગાવવા માટે થાય છે. જો ગણતરીના મોડેલમાં આપવામાં આવતા ઇનપુટ્સમાં મોટાપાયે અનિશ્ચિત માપદંડો હોય તો કોઇપણ વ્યક્તિ કેવી રીતે આ અનુમાન લગાવી શકે? ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ પ્રગત વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર , ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનુકૂલનશીલ વ્યૂહરનીતિનો ઉપયોગ કરીને એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં ઉદાહરણ તરીકે કોવિડ-19ના પ્રારંભિક તબક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642992 શ્રી નીતિન ગડકરીએ અગરબત્તી ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નવી યોજનાને મંજ્રરી આપી કેન્દ્રીય MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ અગરબત્તીના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ પંચ દ્વારા સૂચિત અનન્ય રોજગારી સર્જન કાર્યક્રમને મંજૂરી આપી છે. આ કાર્યક્રમનું નામ “ખાદી અગરબત્તી આત્મનિર્ભર મિશન” રાખવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ દેશના અલગ અલગ ભાગોમાં વિસ્થાપિત શ્રમિકો માટે રોજગારીનું સર્જન કરવાનો અને તેની મદદથી સ્થાનિક સ્તરે અગરબત્તીના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. આ યોજના બે મુખ્ય નિર્ણયો – કાચી અગરબત્તીની આયાત પર પ્રતિબંધ અને વાંચની સળીઓ પર આયાત જકાત-બંને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643012 રેલવે મંત્રાલયે પહેલી વખત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર તમામ ઝોન/ડિવિઝન/ઉત્પાદન એકમોમાંથી નિવૃત્ત થઇ રહેલા 2320 અધિકારીઓ માટે વર્ચ્યુઅલ નિવૃત્તિ કાર્યક્રમ યોજ્યો રેલવે મંત્રાલયે 31 જુલાઇ 2020ના રોજ પહેલી વખત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર નિવૃત્ત થઇ રહેલા અધિકારીઓ/સ્ટાફના સભ્યો માટે વર્ચ્યુઅલ નિવૃત્તિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પહેલો એવો કાર્યક્રમ હતો જેમાં તમામ ઝોન/ડિવિઝન/ઉત્પાદન એકમોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર અધિકારીઓ અને સ્ટાફ સાથે જોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “આ દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે. આ પ્રસંગે ખુશી એટલા માટે છે કે, તમામ કર્મચારીઓએ વિવિધ ક્ષેત્રો, હોદ્દા અને જવાબદારી પર લાંબા સમય સુધી સેવાઓ આપી છે. છેલ્લા કેટલાક વર્ષમાં રેલવેએ તેમની કાર્યશૈલીમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારો દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડના તબક્કામાં, માલવાહક ટ્રેનો, પાર્સલ ટ્રેનો, શ્રમિક વિશેષ ટ્રેનો ચાલુ રાખવામાં આવી હતી. રેલવેએ મહામારીના સમયમાં દેશની સેવા માટેટ પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. રેલવેના કર્મચારીઓને કોરોના યોદ્ધાઓથી જરાય ઓછા આંકી શકાય નહીં. કોવિડ સામેની લડાઇ દરમિયાન પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કરવા બદલ હું રેલવેના સ્ટાફની કામગીરીને બિરદાવું છું. વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1642999 PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ - - પંજાબ: ફતેહ મિશન અંતર્ગત, કોરોનાના નિયંત્રણ અને નિવારણ માટે પંજાબ સરકાર દ્વારા લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોવિડ-19નો સામનો કરવા માટે તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ દ્વારા પરંપરાગત પદ્ધતિઓના બદલે અદ્યતન અભિગમ અપનાવીને તબીબી કોલેજો, જિલ્લા હોસ્પિટલો અને અગ્ર હરોળમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મચારીઓને પાયાના સ્તરે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. - કેરળ: રાજ્યમાં આજે 11 મહિનાના એક છોકરા સહિત છ વ્યક્તિનું કોવિડના કારણે મૃત્યુ નોંધાયું છે. રાજ્યના પાટનગરમાં સંપર્કના કારણે સંક્રમણના કેસોની સંખ્યામાં પૂરજોશમાં વધારો થઇ રહ્યો છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોના ક્લસ્ટર્સમાં પણ ચેપનો ફેલાવો થઇ રહ્યો છે. શહેરના હાર્દસમા વિસ્તારમાં છેલ્લે 3 દિવસમાં એક મુખ્ય વસાહતમાં 50થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. પોલીસ વડામથકમાં એક DYSP અને અન્ય છ પોલીસ કર્મચારીઓને કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોલ્લમ જેલમાં 14 કેદીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ છે. દરમિયાન, કોવિડ-19 સંબંધિત માપદંડોનું પાલન કરીને કોચી-મુઝિરિઝ દ્વિવાર્ષિક કાર્યક્રમ યોજાયો હોવાનું કાર્યક્રમના આયોજકો જણાવ્યું હતું. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 1129 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી જેમાંથી 880 દર્દીઓ સંપર્કના કારણે ચેપગ્રસ્ત થયા હતા જ્યારે 58 દર્દીઓ અજ્ઞાત સ્રોતોથી ચેપગ્રસ્ત થયા હતા. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 10,862 છે જ્યારે 1.43 લાખ લોકોને રાજ્યના વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. - તામિલનાડુ: શાળાકીય અભ્યાસ વિભાગ દ્વારા શાળાઓને કોવિડ-19 સર્વેયર અને તબીબો, સફાઇ કર્મચારીઓ, પેરામેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો સહિત અન્ય અગ્ર હરોળના કર્મચારીઓને આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવાની ભલામણ કરવામાં આવી છે. તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત હાલમાં હોમ ક્વૉરેન્ટાઇનમાં છે તેમણે ચેન્નઇમાં એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રાજ્યમાં કોરોનાથી ચેપગ્રસ્ત કુલ દર્દીની સંખ્યા 2.5 લાખ સુધી પહોંચી ગઇ છે જ્યારે ચેન્નઇમાં કુલ કેસની સંખ્યા 1 લાખ સુધી પહોંચી ગઇ છે. શનિવારે રાજ્યમાં નવા 5,879 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા જ્યારે 7,010 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી; રાજ્યમાં કોવિડના કારણે વધુ 99 લોકોએ જીવ ગુમાવ્યો હોવાથી કુલ મૃત્યુઆંક 4,034 થઇ ગયો છે. - કર્ણાટક: બેંગલોર શહેરમાં કન્ટેઇમેન્મેટ ઝોનની સંખ્યા 20,000 કરતાં વધી ગઇ છે. ચિત્રદુર્ગ શહેરમાં 110 વર્ષીય એક વૃદ્ધિ મહિલાને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો તેમણે સફળતાપૂર્વક કોરોનાને હરાવીને તેઓ સાજા થઇ ગયા છે. કર્ણાટક રાજ્ય માનવાધિકાર પંચે રાજ્ય સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કોવિડ-19ના દર્દીઓની સારવારમાં કથિત બેદરકારી બદલ આ કેસ કરવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં 5172 નવા કેસ નોંધાયા હતા જ્યારે 3860 દર્દીને રજા આપવામાં આવી હતી અને 98 દર્દી મૃત્યુ પામ્યા હતા; 1852 નવા કેસ બેંગલોર શહેરમાં નોંધાયા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 1,29,287; સક્રિય કેસ: 73,219; મૃત્યુ પામ્યા: 2412. - આંધ્રપ્રદેશ: રાજ્યના આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં કોવિડ-19ના ઉપદ્રવની સ્થિતિ ચિંતાજનક નથી અને રાજ્યએ તમામ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર પૂરી પાડવ માટે સંપૂર્ણપણે તૈયારીઓ કરેલી છે. હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલની સ્થિતિ અનુસાર રાજ્યમાં 2,800 ICU બેડ, 11,353 ઓક્સિજન સપોર્ટ ધરાવતા બેડ અને 12,000 સામાન્ય બેડ ઉપલબ્ધ છે; કુલ 26,253 બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલમાં ખાલી હોવાનું આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું. ગઇકાલે રાજ્યમાં કોવિડના નવા 9276 કેસ નોંધાયા હતા અને 12,750 દર્દીને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત, 58 દર્દી કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. કુલ નોંધાયેલા કેસ: 1,50,209; સક્રિય કેસ: 72,188; મૃત્યુ પામ્યા: 1407. - તેલંગાણા: હૈદરાબાદમાં ખાનગી હોસ્પિટલમાં IRDA દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં દર્દીઓની સારવાર માટે રોકડા રૂપિયા જમા કરાવવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો મોટાપાયે રકમ વસુલતી હોવાની ચર્ચાની રાજ્ય સરકારની પેનલ તપાસ કરશે. કોવિડ-19ના કારણે ગંભીર રીતે બીમાર 5,000થી વધુ દર્દીઓ – તેમાંથી સંખ્યાબંધ દર્દી સહ-બીમારી સાથેના – રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ સંપૂર્ણ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1891 નવા કેસ નોંધાયા છે, 1088 દર્દી સાજા થઇ ગયા છે અને વધુ 10 દર્દીએ કોરોનાની બીમારીમાં જીવ ગુમાવ્યો છે; નવા નોંધાયેલા 1891 કેસમાંથી, 517 દર્દીઓ GHMCમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 66,677; સક્રિય કેસ: 18,547; મૃત્યુ પામ્યા: 540; રજા આપવામાં આવી: 47,590. - અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પ્રેમા ખાંડુએ રાજ્યપાલ ડૉ. બી.ડી. મિશ્રા સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં કોવિડ-19ના વ્યવસ્થાપનની સ્થિતિ તેમજ નવા ઉભા થઇ રહેલા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. - આસામ: આસામના આરોગ્ય મંત્રી શ્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, આસામમાં કોવિડ-19ના કારણે મૃત્યુદર 0.24% છે જ્યારે દર્દીઓ સાજા થવાનો દર 75% છે. તેમજ પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની સંખ્યા 27,544 છે. - મણિપુર: મણિપુરમાં આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ 2756 કેસ પોઝિટીવ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં 1051 સક્રિય કેસ સારવાર હેઠળ છે અને સાજા થવાનો દર 61% છે. - મહારાષ્ટ્ર: અનલૉક 3.0ની માર્ગદર્શિકાઓ અનુસાર, મહારાષ્ટ્રમાં લગભગ સાડા ચાર મહિનાના લાંબા અંતરાલ પછી 5 ઑગસ્ટથી મોલ ફરી ખુલી રહ્યા છે. 75 મોટા મોલમાંથી, લગભગ અડધા મોલ મુંબઇ મેટ્રોપોલિટન પ્રદેશમાં આવેલા છે. મોલ ખોલવા માટે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી હોવા છતાં, ગ્રાહકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડે તેવી શક્યતા ઓછી જણાઇ રહી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 1.49 લાખ સક્રિય કેસો છે અને 15,316 દર્દીઓ આજદિન સુધીમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં શનિવારે 10,725 દર્દી સાજા થયા હતા જ્યારે 9,761 નવા કોવિડના દર્દીઓ નોંધાયા હતા. - ગુજરાત: ગુજરાતમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 45,000નો આંકડો વટાવી ગઇ છે. રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં શનિવારે કોવિડ-19માંથી વધુ 875 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી અને સક્રિય કેસોની સંખ્યા 14,327 થઇ ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 1136 કેસ પોઝિટીવ નોંધાયા હતા જેમાંથી માત્ર સુરતમાં જ 262 કેસ નોંધાયા હતા જ્યારે ત્યારબાદ અમદાવાદમાં 146 કેસ નોંધાયા હતા. - રાજસ્થાન: આજે સવારે રાજ્યમાં કોવિડના નવા 561 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. નવા નોંધાયેલામાંથી સૌથી વધુ કેસ કોટામાં હતા જ્યારે ત્યારબાદ જયપુર અને પાલી છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 12,391 છે. - મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં શનિવારે નવા 808 પોઝિટીવ કેસ હોવાની પુષ્ટિ થઇ હતી જેના કારણે રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 32,614 થઇ ગઇ છે. શનિવારે સૌથી વધુ કેસ ભોપાલમાં નોંધાયા હતા જ્યારે તે પછી જબલપુર અને ઇન્દોર છે. શનિવારે 698 દર્દી કોવિડમાંથી સાજા થઇ ગયા હતા અને હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 8,769 છે. - ગોવા: ગોવા સરકારે હોટેલોને તેમની કામગીરી શરૂ કરવા માટે મંજૂરી આપ્યાના 25 દિવસ કરતા વધુ સમય વીતિ ગયો છે તે પછી હોટેલોએ આ વર્ષે ઓક્ટોબર- નવેમ્બર સુધી હોટેલો ફરી ખોલવાનું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મોટાભાગના હોટેલ માલિકો જણાવી રહ્યા છે કે, ઓછામાં ઓછી સંખ્યા સાથે હોટેલ ચલાવવાથી ધંધો થઇ શકે નહીં માટે સપ્ટેમ્બર મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગોવામાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 1,705 છે જેમાં શનિવારે નવા 280 કેસ નોંધાયા હતા. FACTCHECK (
pib-19991
1416d415fab3d9012f7a63c0abbc18973d3c6d84ef598a75497720d50aebdd34
guj
મંત્રીમંડળ ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે આરોગ્ય અને તબીબી ક્ષેત્રે થયેલા સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે આરોગ્ય અને તબીબ ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતિ કરાર પર કરાયેલા હસ્તાક્ષરને પાછલી અસરથી મંજૂરી આપી દેવામાં આવી છે. આ સમજૂતિના કરાર પર તા. 16 મે 2017ના રોજ કરાર કરવામા આવ્યા હતા. આ સમજૂતિના કરારમાં સહયોગનાં નીચે મુજબનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે. - આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓનુ ક્ષમતા નિર્માણ - ચેપથી ફેલાતા રોગો અટકાવવા તથા તેનું નિયંત્રણ કરવું. - ફિઝીયોથેરાપી અને પુનઃવસન - ડ્રગ્ઝ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઈક્વિપમેન્ટ, અને - પરસ્પરના હિતનો સમાવેશ થતો હોય તેવાં અન્ય ક્ષેત્રો આ સહયોગ અંગે વિસ્તૃત વિગત નક્કી કરવા માટે તથા સમજૂતિ કરારના અમલની દેખરેખ માટે એક વર્કીંગ ગ્રુપની રચના કરવામાં આવશે. (Visitor Counter : 22
pib-255706
54e3551e2b79714e0d38634df89f270663659794ca17bba987000feace47cebd
guj
ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી ભારત વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે: સેમિકોનઇન્ડિયા 2023ના અંતિમ દિવસે વિદેશ મંત્રી શ્રી ડો. એસ જયશંકર સેમીકન્ડક્ટર વ્યાવસાયિકો ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના મુખ્ય સક્ષમકર્તા તરીકે વૈશ્વિક ભાગીદારી, પ્રતિભા વિકાસ અને નિયમનકારી માળખાની ભૂમિકાને રેખાંકિત કરે છે વિદેશ મંત્રી ડો એસ જયશંકરે ત્રણ દિવસીય સેમિકોનઇન્ડિયા 2023ના છેલ્લા દિવસને સંબોધન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકોમાં ભારતની ભૂમિકા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સમાં રાષ્ટ્રના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ભારતની વધતી હાજરી પર ભાર મૂક્યો. આ સંબંધમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ તથા અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે આગામી તકો મહત્ત્વપૂર્ણ છે. ત્રણ દિવસીય સેમિકોનઇન્ડિયા 2023 કોન્ફરન્સના અંતિમ દિવસે ઉદ્યોગ, સ્ટાર્ટ-અપ્સ, શિક્ષણ જગત અને સરકારની વિવિધ ભાગીદારી જોવા મળી હતી. સમજદાર સત્રો અને સંલગ્ન વાટાઘાટોમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પાસાંઓનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું હતું તથા મજબૂત, સ્થિતિસ્થાપક અને સ્થાયી સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ભારત "વસુધૈવ કુટુંબકમ" અથવા "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય"માં દ્રઢપણે માને છે. એટલે કે, સમાન વૃદ્ધિ અને તમામ માટે સહિયારું ભવિષ્ય. આ બાબતને ધ્યાનમાં રાખીને એનએસસીએસનાં સભ્ય શ્રી અંશુમાન ત્રિપાઠીનાં નેતૃત્વમાં એક સમર્પિત પેનલ ચર્ચા "આંતરરાષ્ટ્રીય સહયોગ ફોર ટ્રસ્ટેડ એન્ડ રિસાયલન્ટ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન" પર યોજાઈ હતી. પેનલિસ્ટ્સ, મિસ્ટર માઇક હેન્કી, કોન્સ્યુલ જનરલ, યુએસ એમ્બેસી; સુશ્રી ક્યોકો હોકુગો, મંત્રી, અર્થતંત્ર અને વિકાસ મંત્રી, જાપાન; શ્રીમતી જ્યોર્જિના રોઝ મેકે, પ્રથમ સચિવ, ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન અને પ્રોફેસર અરિજિત રાયચૌધરી, જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીએ સેમીકન્ડક્ટર ઉદ્યોગને વધારવામાં વૈશ્વિક ભાગીદારીની સંભવિતતાની શોધ કરી હતી, જેમાં ખાસ કરીને સેમીકન્ડક્ટર ઉત્પાદન, સંશોધન, પ્રતિભા વિનિમય, સ્વચ્છ ઊર્જા સંક્રમણો અને મહત્વપૂર્ણ ખનિજોના સંશોધનમાં ભારતની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉભરતી ટેકનોલોજીમાં તકો અને પડકારો પર પેનલ ડિસ્કશનમાં શ્રી સંતોષ કુમાર, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત નોંધપાત્ર નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા હતા. શ્રીમતી જયા જગદીશ, એએમડી; શ્રી હિતેશ ગર્ગ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ અને પ્રોફેસર ઉદયન ગાંગુલી, આઈઆઈટી બોમ્બે સામેલ રહ્યા હતા. આ ચર્ચા સેમીકન્ડક્ટર્સમાં મુખ્ય નવીનતાઓ, ઓટોમોટિવ સેમિકન્ડક્ટર્સનું ભવિષ્ય, સેમિકન્ડક્ટર ટેકનોલોજીને આગળ વધારવામાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં સ્થિરતાની આસપાસ ફરતી હતી. એચએસબીસી ઇન્ડિયાના એમડી શ્રી અમિતાભ મલ્હોત્રા અને મોર્ગન સ્ટેનલીના એમડી શ્રી રિધમ દેસાઇ સાથે "કેટેલિસિંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ" વિષય પર યોજાયેલી રસપ્રદ ચર્ચામાં ભારતમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાની રોમાંચક સંભાવનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની વપરાશ અને ઉત્પાદન બંને પ્રદાન કરવાની ક્ષમતા બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે આકર્ષક બનાવે છે. સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં વૃદ્ધિ માટે મૂડીની સુલભતા પર નિર્ણાયક તરીકે ચર્ચા કરવામાં આવી હતી અને બાહ્ય વાણિજ્યિક ધિરાણ અને ઇક્વિટી રોકાણો સહિત વિવિધ નાણાકીય માર્ગો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે તત્પરતા આકારણી પર પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇસીઇએનાં ચેરમેન શ્રી પંકજ મોહિન્દ્રૂએ ઇલેક્ટ્રોનિક્સ જીવીસીમાં ભારતની વધતી જતી હાજરી પર સત્રનું સંચાલન કર્યું હતું. પેનલિસ્ટ શ્રી સુધીર પિલ્લાઈ, એમડી, કોર્નિંગ ઈન્ડિયા; શ્રી અમન ગુપ્તા, સીએમઓ અને કોફાઉન્ડર, બોએટ; શ્રી રમિન્દર સિંઘ, ચેરમેન, તેજસ્વી; સુશ્રી નંદિની ટંડન, વેન્ચર કેપિટાલિસ્ટ અને ડૉ. રવિ ભટકલ, એલિમેન્ટ સોલ્યુશન્સે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની નોંધપાત્ર વૃદ્ધિ અને સંભવિતતા વિશે ચર્ચા કરી હતી. ભારતીય ચેમ્પિયન, બીઓએટીએ સ્થાનિક બ્રાન્ડનું નિર્માણ કરવાની અને આયાતથી સ્થાનિક ઉત્પાદન તરફ આગળ વધવાની તેમની યાત્રા શેર કરી હતી, જેને સરકારી નીતિઓ અને યોજનાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જેમાં તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ સામેલ છે. કોર્નિંગ ઇન્ડિયાએ 'સૂત્ર'થી 'મેક ઇન ઇન્ડિયા'માં 'માન્યતા' તરફના બદલાવ પર ભાર મૂક્યો હતો અને મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે ઉત્પાદન વ્યૂહરચનાની હાકલ કરી હતી. આ ક્ષેત્રના પડકારો પર વિસ્તૃત ઉત્પાદન વ્યૂહરચનાઓ, એકસમાન લેબર કોડ્સ અને વીમા કવચની જરૂરિયાત સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આઇઇએસએનાં ચેરમેન શ્રી સંજય ગુપ્તા અને અન્ય આદરણીય પેનલિસ્ટ શ્રી અક્ષય ત્રિપાઠીની આગેવાની હેઠળની પેનલ, ઉત્તરપ્રદેશ સરકાર; શ્રી વિજય નેહરા, ગુજરાત સરકાર; ડો. ઇ. વી. રમણા રેડ્ડી, કર્ણાટક સરકાર; તેલંગાણા સરકારનાં શ્રી સુજઈ કરમપુરી અને તમિલનાડુ સરકારનાં પ્રતિનિધિએ રોકાણને આકર્ષવા, માળખાગત સુવિધા વિકસાવવા અને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં પ્રતિભાઓનું પોષણ કરવા માટે ભારતનાં વિવિધ રાજ્યોની સજ્જતાનું પ્રદર્શન કર્યું હતું, જે આ ક્ષેત્રમાં ભારતની વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પેનલના સભ્યોએ સેમીકન્ડક્ટર કંપનીઓ માટે નાણાકીય અને બિન-નાણાકીય સહાયના મહત્વ, દંતકથાઓની ઉદ્યોગસાહસિકતાની જરૂરિયાત અને સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે રાજ્ય ભંડોળની રચના વિશે પણ ચર્ચા કરી હતી. "ગ્લોબલ સેમીકન્ડક્ટર ટેલેન્ટ કેપિટલ" પર વિચાર-વિમર્શમાં ભારતને સેમીકન્ડક્ટર ટેલેન્ટ રાષ્ટ્ર બનાવવા માટે સેમિકોન ઇન્ડિયા ફ્યુચર સ્કિલ્સ ટેલેન્ટ રોડમેપના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી. શ્રીમતી જયા જગદીશ, એએમડી ઇન્ડિયા; પ્રોફેસર ટી જી સીતારામ, ચેરમેન, એઆઈસીટીઈ; શ્રી બિનોદ નાયર, ગ્લોબલફાઉન્ડરીઝ; શ્રી શ્રીનિવાસ સત્ય, એપ્લાઇડ મટિરિયલ્સ; શ્રી રંગેશ રાઘવન, લામ રિસર્ચ; આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર ઉદ્યાન ગાંગુલી અને પરડ્યુ યુનિવર્સિટીના ડો. વિજય રઘુનાથને વ્યૂહાત્મક આયોજન, સહયોગ અને કાર્યબળ રોકાણ દ્વારા સેમીકન્ડક્ટર ટેલેન્ટ રાષ્ટ્ર બનવાની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું હતું. ડીપીઆઈઆઈટીના સચિવ શ્રી રાજેશકુમાર સિંહે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અનુપાલન અને નિયમનકારી માળખું ઊભું કરવા પર એક સત્રનું સંચાલન કર્યું હતું. તેમણે વેપાર-વાણિજ્યની સરળતા અને એફડીઆઇ પ્રક્રિયાઓમાં ઝડપી ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં રાજ્ય સ્તરે વેપાર-વાણિજ્યમાં સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મેઈટીના સચિવ શ્રી અલ્કેશકુમાર શર્માએ વૈશ્વિક રોકાણકારોને હેન્ડહોલ્ડિંગ, કરવેરામાં સુધારા, સરકારનો સંપૂર્ણ અભિગમ અને રોકાણકારો માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં નીતિગત સ્થિરતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સીબીડીટીનાં સભ્ય શ્રીમતી પ્રજ્ઞા સહાય સકસેનાએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ઔદ્યોગિક ચર્ચાવિચારણા અને જરૂરિયાતોને આધારે સરકાર માળખાગત ફેરફારોનાં અમલીકરણમાં કેવી રીતે સક્રિય છે. સીબીઆઈસીના સભ્ય શ્રી રાજીવ તલવારે સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમમાં કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટેની વિશેષતાઓની રૂપરેખા આપી હતી, જેમાં કોન્ટેક્ટલેસ, પેપરલેસ અને ફેસલેસ કસ્ટમ્સ પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. માઇક્રોનના એસવીપી શ્રી ગુરશરણ સિંહે એડવાન્સ પ્રાઇસિંગ એગ્રીમેન્ટ પ્રત્યે સરકારના ઝડપી અભિગમની પ્રશંસા કરી હતી. લાવાના એમડી શ્રી હરિ ઓમ રાયે ઉદ્યોગજગતના એ વિઝન પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારત વર્ષ 2033 સુધીમાં 50 ટકા ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરશે. શ્રીમતી જયા જગદીશ, એએમડી ઇન્ડિયાએ સેમિકોનઇન્ડિયા 2023 માં સમાપન ટિપ્પણી કરી હતી. સેમીકોનઇન્ડિયાની બીજી આવૃત્તિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં "ભારતમાં શા માટે રોકાણ કરવું"થી "ભારતમાં રોકાણ શા માટે ન કરવું"નો પ્રશ્ન બદલાઈ ગયો હતો. તેમણે નોંધ્યું હતું કે ચિપની વધતી જતી માંગને પહોંચી વળવા ચિપ્સ આર્કિટેક્ચર અને સામગ્રી વિજ્ઞાન જેવી ઉભરતી તકનીકીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું નિર્ણાયક છે. કુશળ પ્રતિભાઓ અને સ્ટાર્ટઅપ્સ અને સંશોધન અને વિકાસ માટે ટેકો આપવા માટે સરકારની પહેલથી આ ક્ષેત્રમાં નવીનતાને વેગ મળશે. સેમીકોનઇન્ડિયાની બીજી આવૃત્તિએ ભારતને સામાન્ય રીતે ટેકનોલોજીના ભવિષ્ય અને ખાસ કરીને સેમિકન્ડક્ટર્સના ભવિષ્ય પર વૈશ્વિક કંપનીઓને અગ્રણી અને શૈક્ષણિક સંસ્થાઓના ઉચ્ચ સ્તરે જોડીને વાતચીતના કેન્દ્રમાં મૂક્યું છે. તે ભારતની સેમીકન્ડક્ટર મુસાફરીના ઓપચારિક લોંચ પેડને ચિહ્નિત કરે છે જે ભારતને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરે છે. સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com YP/GP/JD (Visitor Counter : 75
pib-253579
60b81713249fd1c95d6fe75e95b6d90ca712742f4f390c975f36ebc797220b71
guj
| PIB Headquarters | કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન Date:07.04.2021 | | - છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુ ડોઝ સાથે દેશમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 8.7 કરોડ કરતાં વધારે થઇ ગયો - USને પાછળ રાખીને ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ બન્યો - 8 રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યામાં સતત વધારો - દેશમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાં હોય તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર કેન્દ્રની નજર અને તેમની સાથે નીકટતાપૂર્વક કામ કરી રહ્યું છે - ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 8,43,473 સુધી પહોંચી ગયું છે #Unite2FightCorona #IndiaFightsCorona Press Information Bureau Ministry of Information and Broadcasting Government of India છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુ ડોઝ સાથે દેશમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 8.7 કરોડ કરતાં વધારે થઇ ગયો, USને પાછળ રાખીને ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ બન્યો વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1710027 વિશ્વ આરોગ્ય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1709995 કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જ્યાં મોટી સંખ્યામાં કેસ જોવા મળી રહ્યા છે એવા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ની સ્થિતિ અને રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1709966 ડો. હર્ષવર્ધને વિશ્વ આરોગ્ય દિવસ પર WHOમાં સંબોધન કર્યુ વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1710023 ‘દવાઈ ભી, કડાઈ ભી’ સંદેશો ફેલાવો, માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી ચેનલો માટે એડવાઈઝરી જારી કરી વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1709899 INPUTS FROM PIB FIELD OFFICES - Maharashtra: In a significant development, Maharashtra government today announced that all students in Class 9 and Class 11 will be passed without taking exams. Earlier, Chief Minister Uddhav Thackeray-led government in Maharashtra had announced that all students from Class 1-8 will be passed without examinations. The state Government, however, announced that the exams for Class 10, Class 12 Board Exams 2021 will be held offline and the datesheet for these exams will be released soon. With vaccination drive picking up in the state, Maharashtra Government has requested the Centre to supply adequate quantity of doses to ensure that the momentum is not lost. Meanwhile, the Pune based Serum Institute of India has sought Rs 3,000 crore grant from the government to ramp up capacity of the Covishield Covid-19 vaccine beyond 100 million doses a month that it will reach by the end of May. Serum’s output is around 65-70 million doses a month right now. - Gujarat: In view of the deteriorating Covid situation in Gujarat, the state government has decided to impose night curfew in 8 municipal corporations and 20 cities of Gujarat - Ahmedabad, Surat, Vadodara, Rajkot and Gandhi Nagar from 8 am to 6 am till 30 April. As of April 30, all major events in the state have been cancelled. Only 100 people will be allowed to attend the wedding program. These decisions were taken in a meeting held on Tuesday night under the chairmanship of Chief Minister Vijay Rupani. The number of active cases in the state is 17,348 and a total of 4,598 deaths reported so far. - Madhya Pradesh: Madhya Pradesh Government has issued instructions that half the beds in the district hospitals will be reserved for corona patients and 30 ICU beds will have to be arranged in each district hospital. CT scan rates have now been fixed at Rs 3000 instead of Rs 6000 earlier There are reports of shortage of Remdesivir in Indore. Hospitals are finding it difficult to meet the requirement. - Rajasthan: Chief Minister Ashok Gehlot wrote to PM Narendra Modi urging him to open vaccination for people above 18 years. In view of the increasing number of Covid patients being admitted to hospitals, the state health department has issued directions to all hospitals, with 60 beds or more, to reserve 25% of it for patients infected by the virus. Earlier, the private hospitals were required to reserve 10% beds for Covid 19 patients. Active cases in the state are 16,140. - Kerala: In the wake of increasing Covid cases, the Centre has asked the state to hike the number of RT-PCR tests conducted. Union Health secretary Rajesh Bhushan said the percentage of RT PCR tests in Kerala never rose above 53 and instructed to increase it above 70 percent. Pointing out the sharp increase in test positivity rate since mid-March, he said there has been increase in Covid deaths also in the state with an average of 13 cases on a daily basis. The State reported 3,502 new cases on Tuesday. Test positivity rate is at 5.93% and active case pool has 29,962 patients. Meanwhile, Covid-19 vaccination in private hospitals has found less takers as people prefer government facilities. To speed up the vaccination process, IMA has started free mass vaccination centres from today. - Tamil Nadu: Active cases in Tamil Nadu crossed the 25,000 mark on Tuesday even as the state added 3,645 cases and 15 deaths to its Covid numbers. The case tally touched 9.07 lakh and cumulative death toll touched 12,804. In Tamil Nadu for the first time, the Revenue Department had roped in youngsters and college students to work as volunteers at polling booths yesterday for providing mask, sanitizers and gloves to voters. Pandemic fails to dampen poll mood in Puducherry: After a first few hours of brisk voting in Puducherry, sparking expectations that the polling percentage would cross 90, the figure settled at 81.64 by the end of the day. - Andhra Pradesh: In Andhra Pradesh, after drastic fall in February, the number of Covid-19 cases is gradually increasing since March. The government, in the backdrop of increase in Covid-19 cases, has made emphasis on online booking, thermal screening, physical distance, queue system, hand sanitisation and the need to keep theatre premises clean across the state, besides suggesting sanitising the air conditioners as well. Andhra Pradesh has reported 1941 new cases in the past 24 hours, after testing of 31,657 samples. The state also reported seven deaths in the past 24 hours taking the toll to 7251. The Covid vaccination programme which started on January 16 is continuing across the State since then. The state government is making elaborate arrangements for extending the vaccine drive to 45+ years people in the state following Centre’s instructions. - Karnataka: As per Covid bulletin released by the state government for 06-4-2021, New Cases Reported: 61590; Total Active Cases:45107; New Covid Deaths: 39; Total Covid Deaths: 1297.As new cases rose in Karnataka to 6,150 on Tuesday, the State government reserved 50% beds in private hospitals for COVID-19 patients. The Karnataka government on Sunday relaxed norms for gym operators allowing them to function with 50% occupancy. The state government has asked gyms to follow Covid-19 safety rules such as wearing of masks, physical distancing, and provision of hand sanitiser are enforced. BBMP to double daily Covid-19 vaccination rate to 70,000 at its facilities; As the city reports nearly 5,000 cases of Covid-19 every day, the BBMP has decided to ratchet up the vaccination at its facilities. - Telangana: A total of 1914 new daily cases and five fatalities were reported in the state yesterday. State Chief Secretary Somesh Kumar also tested positive for Covid. State Health Department asked all private and Corporate hospitals in the state to increase the number of beds for Covid patients in their hospitals from present 20 percent to 50 percent as the number of cases are on the rise. Chief Secretary Somesh Kumar reviewed the Covid situation in the state with all District Collectors and District Medical Officers through video conferencing and asked them to increase the daily vaccinations from present 50,000 to 1.25 Lakh. CM KCR in his message on the occasion of World Health Day called upon the people to follow Covid precautions. - Assam: Two more persons died due to Covid-19 in Assam on Tuesday, taking the death toll to 1,111, the NHM Assam said in its media bulletin. A total of 92 new cases were detected, of which 26 were from Kamrup Metro, 14 from Jorhat and 12 from Nagaon, taking the number of active cases to 683. With starting of the new academic session — both in government and private schools — amidst the rising cases of COVID-19, the State Health department of Assam is planning to conduct random Rapid Antigen testing in educational institutions to detect the virus infections among students and parents. - Manipur: The number of COVID-19 active cases in Manipur on Tuesday surged to 63 as seven more persons tested positive for the novel coronavirus. With it, the cumulative number of positive cases in the state reached 29,435, according to a release issued by the COVID-19 Common Control Room. As many as 923 people were administered COVID-19 vaccine in Manipur. With it, the number of people vaccinated in the state has risen to 88,642, including 31,733 healthcare workers. Chief Minister N Biren Singh has informed that instructions have been issued for taking up precautionary measures including screening people coming into the state via roads in addition to those arriving at Imphal Airport, in view of the rising number of Covid-19 cases across the country. - Sikkim: Sikkim recorded a noticeable spike in Covid cases with the number of active cases of novel coronavirus here going up to 65 with the detection of 23 cases in the last 24 hours. All the new cases were picked up in East District and include seven - tourists from Goa and Gujarat. In the meantime, a total of 2,403 persons in different categories received COVID vaccines in different parts of Sikkim. - Tripura: Special vaccination drive on 9th and 10th in the state, while as per data a total of 16 to 18 percent population of the state vaccinated informed state NHM MD. - Nagaland: No new Covid case in Nagaland on Tuesday. Active cases are 134 and tally is 12,365. FACT CHECK
pib-243232
4b1791c6ef04b102f3701e631025cad6d00fc96ee38f0b191b1c503b613c5f35
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીના નવા સંસદ બિલ્ડીંગમાં રાજ્યસભામાં સંબોધનનો મૂળપાઠ આદરણીય અધ્યક્ષ, આજનો દિવસ આપણા બધા માટે યાદગાર અને ઐતિહાસિક દિવસ છે. અગાઉ મને લોકસભામાં પણ મારી લાગણી વ્યક્ત કરવાની તક મળી હતી. હવે રાજ્યસભામાં પણ આજે તમે મને તક આપી છે, હું તમારો આભારી છું. આદરણીય અધ્યક્ષ, આપણા બંધારણમાં રાજ્યસભાની ઉપલા ગૃહ તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. બંધારણ ઘડનારાઓનો આશય એવો હતો કે આ ગૃહ રાજકારણની અરાજકતાથી ઉપર ઊઠીને ગંભીર, બૌદ્ધિક ચર્ચાનું કેન્દ્ર બને અને દેશને દિશા આપવાની શક્તિ અહીંથી જ આવે. આ દેશની સ્વાભાવિક અપેક્ષા પણ છે અને લોકશાહીની સમૃદ્ધિમાં આ યોગદાન પણ એ સમૃદ્ધિમાં વધુ મૂલ્ય ઉમેરી શકે છે. આદરણીય અધ્યક્ષ, આ ગૃહમાં અનેક મહાપુરુષો થયા છે. હું તે બધાનો ઉલ્લેખ કરી શકતો નથી, પરંતુ લાલ બહાદુર શાસ્ત્રી હોય, ગોવિંદ વલ્લભ પંત સાહેબ હોય, લાલ કૃષ્ણ અડવાણી જી હોય, પ્રણવ મુખર્જી સાહેબ હોય, અરુણ જેટલી જી હોય, આવા અસંખ્ય વિદ્વાનો, સર્જનાત્મક લોકો અને મહાનુભાવો છે જેમણે તપસ્યા કરી છે. જાહેર જીવનમાં વર્ષો સુધી આ ગૃહને શણગાર્યું છે અને દેશને માર્ગદર્શન આપ્યું છે. ઘણા એવા સભ્યો છે કે જેઓ એક રીતે, એક સંસ્થાની જેમ, સ્વતંત્ર થિંક ટેન્ક તરીકે વ્યક્તિ તરીકે રહ્યા છે, જેમણે પોતાની ક્ષમતાઓ દ્વારા દેશને લાભ આપ્યો છે. સંસદીય ઈતિહાસના શરૂઆતના દિવસોમાં, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણએ રાજ્યસભાના મહત્વ પર કહ્યું હતું કે સંસદ એ માત્ર વિધાયક નથી, પરંતુ એક વિચારશીલ સંસ્થા છે. દેશની જનતાને રાજ્યસભા પાસેથી ઘણી અપેક્ષાઓ છે, શ્રેષ્ઠ અપેક્ષાઓ છે અને તેથી માનનીય સભ્યો વચ્ચે ગંભીર મુદ્દાઓ સાંભળવા અને ચર્ચા કરવાનો આ ખૂબ જ આનંદદાયક પ્રસંગ છે. નવું સંસદ ભવન માત્ર નવી ઇમારત જ નથી પરંતુ તે એક નવી શરૂઆતનું પ્રતીક પણ છે. આપણે અંગત જીવનમાં પણ જોઈએ છીએ. જ્યારે આપણે કોઈપણ નવી વસ્તુ સાથે સંકળાયેલા હોઈએ છીએ, ત્યારે આપણો પ્રથમ વિચાર આવે છે કે હવે હું નવા વાતાવરણનો મહત્તમ ઉપયોગ કરીશ, હું તેના સૌથી સકારાત્મક વાતાવરણમાં કામ કરીશ, આ મારો સ્વભાવ છે. અને આ ઇમારત અમૃત કાળની શરૂઆતમાં બનાવવામાં આવી છે. તેનું અસ્તિત્વ અને આ ઈમારતમાં આપણા સૌનો પ્રવેશ, પોતાનામાં જ આપણા દેશના 104 કરોડ નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓમાં નવી ઉર્જા ભરી દેશે. નવી આશા અને નવો વિશ્વાસ પેદા કરશે. આદરણીય અધ્યક્ષ, આપણે નિર્ધારિત સમયમર્યાદામાં લક્ષ્યાંકો હાંસલ કરવાના છે. કારણ કે દેશ, જેમ કે મેં અગાઉ કહ્યું હતું, વધુ રાહ જોઈ શકતો નથી. એક સમય એવો હતો જ્યારે સામાન્ય મનને લાગતું હતું કે ઠીક છે કે આપણા માતા-પિતા પણ આ રીતે જીવ્યા, આપણે પણ આમ કરીશું, આપણે જીવીશું તે આપણા નસીબમાં હતું. આજે સમાજજીવનની અને ખાસ કરીને નવી પેઢીની વિચારસરણી એકસરખી નથી અને તેથી આપણે પણ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા નવી વિચારસરણી અને નવી શૈલી સાથે આપણા કાર્યનો વ્યાપ વધારવો પડશે. આપણે તેમાંથી પણ આગળ વધવું પડશે અને જેટલી આપણી ક્ષમતામાં વધારો થશે તેટલો દેશની ક્ષમતા વધારવામાં આપણો ફાળો પણ વધશે. આદરણીય અધ્યક્ષ, હું માનું છું કે આ નવા મકાનમાં, આ ઉપલા ગૃહમાં, આપણે આપણા આચરણ અને વર્તન દ્વારા સંસદીય માહિતીના પ્રતીક તરીકે દેશની વિધાનસભાઓ, દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને બાકીની સિસ્ટમને પ્રેરણા આપી શકીએ છીએ અને હું માનું છું કે આ જગ્યા એવી છે કે તેમાં મહત્તમ ક્ષમતા છે અને દેશને તેનો લાભ મળવો જોઈએ, દેશના જનપ્રતિનિધિને તે મળવો જોઈએ, પછી ભલે તે ગામડાના વડા તરીકે ચૂંટાયા હોય, સંસદમાં આવ્યા હોય અને આ પરંપરા અહીંથી આવી રહી છે, કેવી રીતે આગળ વધવું? આદરણીય અધ્યક્ષ, છેલ્લા 9 વર્ષથી આપ સૌના સહકારથી અમને દેશ સેવા કરવાની તક મળી છે. ઘણા મોટા નિર્ણયો લેવાની તકો ઉભી થઈ અને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો પર નિર્ણયો લેવામાં આવ્યા અને ઘણા નિર્ણયો દાયકાઓથી પેન્ડિંગ હતા. તે નિર્ણયો અને આવા નિર્ણયો એવી બાબતો હતી જેને ખૂબ જ અઘરી, મુશ્કેલ માનવામાં આવતી હતી અને રાજકીય દૃષ્ટિકોણથી તેને સ્પર્શવું પણ ખોટું માનવામાં આવતું હતું. પરંતુ આ બધું હોવા છતાં અમે એ દિશામાં થોડી હિંમત બતાવી. રાજ્યસભામાં અમારી પાસે એટલી સંખ્યા ન હતી, પરંતુ અમને વિશ્વાસ હતો કે રાજ્યસભા પક્ષપાતી વિચારસરણીથી ઉપર ઊઠીને દેશના હિતમાં નિર્ણયો લેશે. અને આજે હું સંતોષ સાથે કહી શકું છું કે આપણી ઉદાર વિચારસરણીના પરિણામો કરતાં આપણી સંખ્યાત્મક તાકાત ઓછી હોવા છતાં, આપ સૌ માનનીય સાંસદોની પરિપક્વતા, સમજણ અને જવાબદારીને કારણે, આપ સૌના સહકારથી, અમે ઘણા સફળ થયા છીએ. આવા અઘરા નિર્ણયો લેવા અને રાજ્યસભાની ગરિમા વધારવાનું કામ સભ્યોની સંખ્યાના બળે નહીં પણ સમજશક્તિના બળે આગળ વધ્યું. આનાથી મોટો સંતોષ શું હોઈ શકે? અને તેથી જ હું ગૃહના તમામ માનનીય સાંસદોનો આભાર માનું છું જેઓ આજે હાજર છે અને જેઓ પહેલા પણ હતા. આદરણીય અધ્યક્ષ, લોકશાહીમાં કોણ સત્તામાં આવશે, કોણ નહીં આવે, કોણ ક્યારે આવશે, આ ક્રમ ચાલુ રહે છે. તે ખૂબ જ સ્વાભાવિક છે અને તે લોકશાહીની કુદરતી પ્રકૃતિ અને વલણ છે. પરંતુ જ્યારે પણ દેશ માટે મુદ્દો આવ્યો ત્યારે આપણે બધાએ સાથે મળીને રાજકારણથી ઉપર ઊઠીને દેશના હિતોને સર્વોપરી રાખીને કામ કરવાનો પ્રયાસ કર્યો. આદરણીય અધ્યક્ષ, એક રીતે, રાજ્યસભા પણ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. એક રીતે, જ્યારે આપણે સહકારી સંઘવાદ પર અને હવે સ્પર્ધાત્મક સહકારી સંઘવાદ પર ભાર આપી રહ્યા છીએ, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આવા અનેક મુદ્દાઓ પર પૂરા સહકારથી દેશ આગળ વધ્યો છે. કોવિડ કટોકટી વિશાળ હતી. દુનિયાએ પણ સમસ્યાઓનો સામનો કર્યો છે, આપણે પણ તેનો સામનો કર્યો છે. પરંતુ આપણા સંઘવાદની તાકાત એ હતી કે કેન્દ્ર અને રાજ્યોએ મળીને ગમે તે માધ્યમથી દેશને એક વિશાળ સંકટમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો અને આનાથી આપણા સહકારી સંઘવાદની તાકાત વધુ મજબૂત બને છે. આપણા સંઘીય માળખાના દળોને કારણે આપણે ઘણા સંકટોનો સામનો કર્યો છે. અને માત્ર સંકટ સમયે જ નહીં પરંતુ ઉજવણીના સમયમાં પણ આપણે ભારતની તાકાત વિશ્વ સમક્ષ રજૂ કરી છે જેણે વિશ્વને પ્રભાવિત કર્યું છે. ભારતની વિવિધતા, ભારતમાં આટલા બધા રાજકીય પક્ષો, ભારતમાં ઘણા બધા મીડિયા હાઉસ, ભારતની આટલી બધી જીવનશૈલી અને બોલીઓ, આ બધી બાબતો G-20 સમિટ, રાજ્યોમાં યોજાયેલી સમિટમાં જોવા મળી હતી કારણ કે તે દિલ્હીમાં ખૂબ મોડું થયું હતું. પરંતુ તે પહેલા દેશના 60 શહેરોમાં 220 થી વધુ સમિટ યોજાઈ હતી અને દરેક રાજ્યમાં આતિથ્ય પણ ખૂબ જ ઉત્સાહ સાથે એ રીતે દર્શાવવામાં આવ્યું હતું કે તે વિશ્વને પ્રભાવિત કરે છે અને જે વિચાર-વિમર્શ થયા હતા તે દિશા આપવાની ક્ષમતા દર્શાવે છે. દુનિયા અને આ જ આપણા સંઘવાદની તાકાત છે અને એ જ સંઘવાદ અને એ જ સહકારી સંઘવાદને કારણે આજે આપણે અહીં પ્રગતિ કરી રહ્યા છીએ. આદરણીય અધ્યક્ષ, આ નવા ગૃહમાં, આપણી નવી સંસદની ઇમારતમાં પણ, તે સંઘવાદનો એક ભાગ ચોક્કસપણે દેખાય છે. કારણ કે જ્યારે તેની રચના થઈ ત્યારે રાજ્યોને વિનંતી કરવામાં આવી હતી કે એવી ઘણી વસ્તુઓ છે જેમાં અમને અહીંના રાજ્યોની કેટલીક યાદોની જરૂર છે. એવું લાગવું જોઈએ કે આ ભારતના તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ છે અને અહીં આવી અનેક પ્રકારની કલાકૃતિઓ અને ચિત્રો આપણી દિવાલોને આકર્ષિત કરી રહ્યાં છે. તે રાજ્યોએ રાજ્યની શ્રેષ્ઠ વસ્તુઓને પસંદ કરી અને તેમના સ્થાનો પર મોકલી છે. મતલબ કે એક રીતે જોઈએ તો અહીંના વાતાવરણમાં રાજ્યો છે, રાજ્યોની વિવિધતા છે અને સંઘવાદની સુવાસ પણ છે. આદરણીય અધ્યક્ષ, ટેકનોલોજીએ જીવનને ખૂબ જ ઝડપથી પ્રભાવિત કર્યું છે. પહેલા ટેક્નોલોજીમાં જે બદલાવ આવતા 50-50 વર્ષ લાગતા હતા તે હવે થોડા અઠવાડિયામાં થાય છે. આધુનિકતા એક જરૂરિયાત બની ગઈ છે અને આધુનિકતા સાથે મેળ ખાતી હોય તો આપણે આપણી જાતને ગતિશીલ રીતે સતત આગળ વધારવી પડશે, તો જ આપણે તે આધુનિકતા સાથે કદમથી આગળ વધી શકીશું. આદરણીય અધ્યક્ષ, અમે એક સમયે આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો જે જૂની ઈમારતને તમે હવે બંધારણ ગૃહ તરીકે ઓળખો છો. અમે અમારી 75 વર્ષની સફરને પણ જોઈ અને એક નવી દિશા અને નવો સંકલ્પ લેવાનો પ્રયાસ પણ કર્યો. સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે આપણે નવી સંસદ ભવનમાં સ્વતંત્રતાની શતાબ્દી ઉજવીશું ત્યારે તે વિકસિત ભારતની સુવર્ણ શતાબ્દી હશે.મને પૂર્ણ વિશ્વાસ છે. જૂની ઈમારતમાં અમે 5મી અર્થવ્યવસ્થામાં પહોંચ્યા હતા, મને વિશ્વાસ છે કે નવા સંસદ ભવનમાં આપણે વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થા બનીશું અને સ્થાન હાંસલ કરીશું. જૂના સંસદ ભવનમાં ગરીબોના કલ્યાણ માટે અનેક પહેલ કરવામાં આવી હતી, ઘણા કામો થયા હતા, હવે નવા સંસદ ભવનમાં અમારી પાસે 100 ટકા સંતૃપ્તિ છે, જેનો અધિકાર તેમને ફરી એકવાર મળ્યો છે. આદરણીય અધ્યક્ષ, આ નવા ઘરની દિવાલોની સાથે સાથે આપણે આપણી જાતને ટેક્નોલોજી સાથે પણ એડજસ્ટ કરવી પડશે કારણ કે હવે આઈ-પેડ પર બધું જ આપણી સામે છે. હું પ્રાર્થના કરીશ કે જો ઘણા માનનીય સભ્યો આવતીકાલે થોડો સમય બચી જાય અને ટેક્નોલોજીનો પરિચય કરાવે તો તેઓ આરામદાયક રહે, તેઓ ત્યાં બેસીને તેમની સ્ક્રીન અને આ સ્ક્રીન પણ જોવે, તો કદાચ તેમને કોઈ મુશ્કેલી ન પડે. કારણ કે આજે જ્યારે હું લોકસભામાં હતો ત્યારે ઘણા સાથીદારોને આ વસ્તુઓ ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. તેથી તેમાં દરેકને મદદ કરવાની જવાબદારી આપણા સૌની છે, તેથી આવતીકાલે થોડો સમય કાઢીને આ કરી શકીએ તો સારું રહેશે. આદરણીય અધ્યક્ષ, આ ડિજિટલ યુગ છે. આ ગૃહમાં આપણે પણ આદતપૂર્વક તે વસ્તુઓમાંથી આપણો હિસ્સો બનાવવો પડશે. શરૂઆતમાં થોડો સમય લાગે છે પરંતુ હવે ઘણી વસ્તુઓ યુઝર ફ્રેન્ડલી છે અને તેને ખૂબ જ સરળતાથી અપનાવી શકાય છે. મેક ઇન ઇન્ડિયા એ વૈશ્વિક રમત ચેન્જર છે અને અમે તેનો પૂરેપૂરો લાભ લીધો છે અને મેં કહ્યું કે નવી વિચારસરણી, નવા ઉત્સાહ, નવા જોશ અને નવી ઉર્જા સાથે આપણે આગળ વધી શકીએ છીએ. આદરણીય અધ્યક્ષ, આજે નવું સંસદ ભવન દેશ માટે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણયનું સાક્ષી બની રહ્યું છે. હવે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. ત્યાં ચર્ચા કર્યા પછી અહીં પણ આવશે. આજે આપણે સાથે મળીને મહિલા શક્તિના સશક્તિકરણની દિશામાં છેલ્લા ઘણા વર્ષોમાં ઉઠાવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યા છીએ. સરકારનો પ્રયાસ જીવનની ગુણવત્તા સુધારવાનો રહ્યો છે અને જો આપણે જીવનની સરળતા અને જીવનની ગુણવત્તા વિશે વાત કરીએ તો, અમારી બહેનો અને અમારી મહિલાઓ પ્રથમ તેના હકદાર છે કારણ કે તેઓએ બધું જ સહન કરવું પડે છે. અને તેથી જ અમારો પ્રયાસ રહ્યો છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા પૂરી થાય તે સુનિશ્ચિત કરવાની અમારી સમાન જવાબદારી છે. ઘણા નવા ક્ષેત્રો છે જેમાં મહિલા શક્તિ અને મહિલાઓની ભાગીદારી સતત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. બહેનો ખાણકામમાં કામ કરી શકે તે માટે આ નિર્ણય આપણા જ સાંસદોની મદદથી લેવામાં આવ્યો હતો. છોકરીઓમાં રહેલી ક્ષમતાને કારણે અમે તમામ શાળાઓના દરવાજા છોકરીઓ માટે ખોલી દીધા. તે સંભવિતને હવે તક મળવી જોઈએ; તેમના જીવનમાં જો અને બટ્સનો યુગ સમાપ્ત થઈ ગયો છે. આપણે જેટલી વધુ સુવિધાઓ આપીશું તેટલી વધુ શક્તિ આપણી દીકરીઓ અને બહેનો બતાવશે. 'બેટી બચાવો, બેટી પઢાવો'ની ઝુંબેશ કોઈ સરકારી કાર્યક્રમ નથી, સમાજે તેને આપણો બનાવ્યો છે અને સમાજમાં દિકરીઓ પ્રત્યે સન્માનની ભાવના પેદા થઈ છે. મુદ્રા યોજના હોય કે જન ધન યોજના, મહિલાઓએ તેનો ભરપૂર લાભ લીધો છે. આજે, ભારતમાં નાણાકીય સમાવેશમાં મહિલાઓનું સક્રિય યોગદાન દેખાઈ રહ્યું છે, મને લાગે છે કે, આ પોતે જ તેમના પરિવારના જીવનમાં પણ તેમની ક્ષમતા દર્શાવે છે. હવે સમય આવી ગયો છે કે આ ક્ષમતા રાષ્ટ્રીય જીવનમાં પણ પ્રગટ થાય. આપણી માતાઓ અને બહેનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉજ્જવલા યોજના શરૂ કરવાનો અમારો પ્રયાસ છે.અમે જાણીએ છીએ કે અગાઉ ગેસ સિલિન્ડર માટે સાંસદના ઘરે જવું પડતું હતું. હું જાણું છું કે તેને ગરીબ પરિવારો સુધી પહોંચાડવો એ એક મોટો આર્થિક બોજ છે, પરંતુ મેં તે કામ મહિલાઓના જીવનને ધ્યાનમાં રાખીને કર્યું. મહિલાઓના સન્માન ખાતર ટ્રિપલ તલાક લાંબા સમયથી રાજકીય પ્રયાસો અને રાજકીય લાભનો ભોગ બની રહ્યો હતો. આટલો મોટો માનવીય નિર્ણય પરંતુ તમામ માનનીય સાંસદોની મદદથી અમે તેને લઈ શક્યા. અમે મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવવામાં પણ સફળ રહ્યા છીએ. G-20માં મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ એ ચર્ચાનો સૌથી મોટો વિષય હતો અને વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જેમના માટે મહિલાના નેતૃત્વમાં વિકાસનો વિષય થોડો નવો અનુભવ હતો અને જ્યારે તેમની ચર્ચામાં અવાજો આવ્યા ત્યારે કેટલાક અલગ અવાજો સંભળાયા હતા. પરંતુ G-20ની ઘોષણામાં બધાએ સાથે મળીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસના વિષયને ભારતથી લઈને વિશ્વ સુધી પહોંચાડ્યો છે, તે આપણા બધા માટે ગર્વની વાત છે. આદરણીય અધ્યક્ષ, આ પૃષ્ઠભૂમિમાં, વિધાનસભા અને લોકસભાની સીધી ચૂંટણીમાં બહેનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો અને અનામતનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે, દરેકે કેટલાક પ્રયાસો કર્યા છે, પરંતુ તેની શરૂઆત 1996 થી થઈ હતી. અને અટલજીના સમયમાં, બિલો આવ્યા. ઘણી વખત લાવવામાં આવ્યા હતા. પણ માર્ક્સ ઓછા હતા, ઉગ્ર વિરોધનું વાતાવરણ હતું, અગત્યનું કામ કરવામાં ઘણી અગવડ પડી હતી. પણ જ્યારે નવું ઘર આવ્યું છે. નવા બનવાનો ઉત્સાહ પણ છે, તેથી હું માનું છું કે આ એક એવો વિષય છે જેની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે, હવે સમય આવી ગયો છે કે આપણે કાયદો બનાવીને આપણા દેશની વિકાસયાત્રામાં મહિલા શક્તિની ભાગીદારી સુનિશ્ચિત કરીએ. અને તેથી નારી શક્તિ વંદન એક્ટને બંધારણીય સુધારા તરીકે લાવવાનો સરકારનો વિચાર આજે લોકસભામાં મૂકવામાં આવ્યો છે, આવતીકાલે લોકસભામાં તેની ચર્ચા થશે અને તે પછી રાજ્યસભામાં પણ આવશે. આજે હું તમને બધાને પ્રાર્થના કરું છું કે એક એવો વિષય હોય જેને સર્વાનુમતે આગળ લઈ જઈએ તો એ શક્તિ અનેકગણી વધી જાય. અને જ્યારે પણ આપણે બધાની સામે આવીએ છીએ, ત્યારે હું આજે રાજ્યસભાના મારા તમામ માનનીય સાંસદ સાથીઓને વિનંતી કરવા આવ્યો છું કે જ્યારે પણ સર્વસંમતિથી નિર્ણય લેવાની તક મળે ત્યારે હું આવનારા એક-બે દિવસમાં તમારા સહકારની અપેક્ષા રાખું છું. હું મારા ભાષણને વિરામ આપું છું. . ખુબ ખુબ આભાર. CB/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-194561
5c78e1bd03ada9ea8569d102b80323572b57488592aa66392b06fdb7c266a4fb
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સમગ્ર દેશમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 19 કરોડથી વધારે થયો ભારતે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સર્વાધિક 20.61 લાખ પરીક્ષણો કરીને વધુ એક વિક્રમ બનાવ્યો દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.59% થયો સળંગ આઠમા દિવસે દૈનિક નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા વધારે સતત પાંચ દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 3 લાખ કરતાં ઓછી નોંધાઇ રહી છે ભારતે રસીકરણ કવાયતમાં વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે કારણ કે, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 19 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 27,53,883 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 19,18,79,503 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,24,339 HCWs એ પ્રથમ ડોઝ અને 66,80,968 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,47,91,600 FLWs એ પ્રથમ ડોઝ અને 82,85,253 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 86,04,498 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,98,35,256 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 95,80,860 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,62,45,627 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,81,31,102 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે. | | HCWs | | પ્રથમ ડોઝ | | 97,24,339 | | બીજો ડોઝ | | 66,80,968 | | FLWs | | પ્રથમ ડોઝ | | 1,47,91,600 | | બીજો ડોઝ | | 82,85,253 | | 18-44 વર્ષના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 86,04,498 | | 45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના | | પ્રથમ ડોઝ | | 5,98,35,256 | | બીજો ડોઝ | | 95,80,860 | | 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી | | પ્રથમ ડોઝ | | 5,62,45,627 | | બીજો ડોઝ | | 1,81,31,102 | | | | કુલ | | 19,18,79,503 દેશમાં આજદિન સુધીમાં આપવામાં રસીના કુલ ડોઝમાંથી 66.32% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20.61 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે, ભારતે ફરીવાર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પરીક્ષણો કરવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. બીજી તરફ, હાલમાં દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.59% થઇ ગયો છે. ભારતમાં સતત આઠમા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સંખ્યા કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,57,295 દર્દી સાજા થયા છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 2,27,12,735 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.25% સુધી પહોંચી ગયો છે. નવા સાજા થયેલામાંથી 74.55% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. અન્ય એક સકારાત્મક સુધારો એ છે કે, ભારતમાં સળંગ પાંચમાં દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાતા કેસનો આંકડો 3 લાખથી ઓછો રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા 2,59,551 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 76.66% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દેશમાં એક દિવસમાં સૌથી વધુ 35,579 નવા કેસ તમિલનાડુમાં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 30,491 કેસ નોંધાયા છે. બીજી બાજુ, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 30,27,925 થઇ ગયું છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,01,953 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 11.63% રહી છે. ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 69.47% દર્દીઓ 8 રાજ્યોમાં છે. (
pib-65081
9bf80b7151383bfd5a3ace81a3718be1d96997999b689665ee260d63c3bbd11b
guj
PIB Headquarters કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન | | - રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 47.22 કરોડ લોકોને રસી આપવામાં આવી - દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,57,467 કરોડ દર્દી સાજા થયા - સાજા થવાનો દર 97.35% થયો - છેલ્લા 24 કલાકમાં 36,946 દર્દીઓ સાજા થયા - છેલ્લા 24 કલાકમાં ભારતમાં 40,134 નવા કેસ નોંધાયા - ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,13,718 થયું - સક્રિય કેસ કુલ કેસનાં 1.31% થયા - સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.37% છે - દૈનિક પોઝિટિવિટી દર 2.81%એ પહોંચ્યો, 5%થી ઓછો છે - પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.96 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા #Unite2FightCorona#IndiaFightsCorona PRESS INFORMATION BUREAU MINISTRY OF INFORMATION & BROADCASTING GOVERNMENT OF INDIA કોવિડ-19 અપડેટ વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1741369 કોવિડ-19 રસીકરણ અપડેટ વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1741411 Important Tweets SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs… (Visitor Counter : 160
pib-249904
21355d4fd0cd5cd3a2e6b61a8948a37c7da6c39eaa37f2e00f699548823f3173
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ યથાવત્: છેલ્લા 10 દિવસથી મૃત્યુઆંક 150થી ઓછો નોંધાઇ રહ્યો છે 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસનું ભારણ 5000થી ઓછું 58 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપીને ભારત સૌથી વધુ લોકોનું રસીકરણ કરનારનો ત્રીજો ટોચનો દેશ બન્યો કોવિડ સામેની જંગમાં ભારતે મેળવેલી એક મહત્વપૂર્ણ સફળતારૂપે, દેશમાં છેલ્લા 10 દિવસથી સતત દૈનિક મૃત્યુઆંક 150થી ઓછો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 84 દર્દીના મૃત્યુ નોંધાયા છે. પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલના પાલનની સાથે તાત્કાલિક ટ્રેસિંગ, ટ્રેકિંગ અને સઘન તેમજ વ્યાપક પરીક્ષણના કારણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો સુનિશ્ચિત થઇ શક્યો છે અને દૈનિક ધોરણે પોઝિટીવ કેસમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોવિડ વ્યવસ્થાપન અને પ્રતિક્રિયા નીતિના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ સંબંધિત મૃત્યુઆંક પર ચાંપતી નજર રાખવા ઉપરાંત, કોવિડના તીવ્ર અને ગંભીર દર્દીઓને ગુણવત્તાપૂર્ણ તબીબી સંભાળ આપીને મૃત્યુની સંખ્યામાં ઘટાડો લાવવા માટે તેમજ લોકોના જીવ બચાવવા માટે પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સંયુક્ત પ્રયાસોના પરિણામે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો છે. 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીએ કોવિડના કારણે જીવ ગુમાવ્યો નથી. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, લદાખ , સિક્કિમ, રાજસ્થાન, મેઘાલય, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી, આંધ્રપ્રદેશ, ઓડિશા અને આસામ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,48,606 થઇ ગઇ છે. કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.37% રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 11,831 દર્દીઓ કોવિડથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. જ્યારે, સમાન સમયગાળામાં નવા 11,904 દર્દીઓ કોવિડમાંથી સાજા પણ થયા છે. દેશમાં કુલ સક્રિય કેસમાંથી 81% દર્દીઓનું ભારણ 5 રાજ્યોમાં છે. ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 70% દર્દીઓ બે રાજ્યો એટલે કે, કેરળ અને મહારાષ્ટ્રમાં જ છે. 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી છે. રાષ્ટ્રીય વલણના પગલે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ સક્રિય કેસના ભારણમાં નોંધનીય ઘટાડો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં સક્રિય કેસની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે જ્યારે ઉત્તરપ્રદેશ બીજા ક્રમે છે. 8 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીની સ્થિતિમાં દેશમાં હાથ ધરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના ભાગરૂપે 58 લાખથી વધુ લાભાર્થીઓને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. | | અનુક્રમ નંબર | | રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | | રસી લેનારા લાભાર્થીઓ | | 1 | | આંદામાન અને નિકોબારના ટાપુઓ | | 3,397 | | 2 | | આંધ્રપ્રદેશ | | 2,99,649 | | 3 | | અરુણાચલ પ્રદેશ | | 12,346 | | 4 | | આસામ | | 88,585 | | 5 | | બિહાર | | 3,80,229 | | 6 | | ચંદીગઢ | | 5,645 | | 7 | | છત્તીસગઢ | | 1,68,881 | | 8 | | દાદરા અને નગર હવેલી | | 1,504 | | 9 | | દમણ અને દીવ | | 708 | | 10 | | દિલ્હી | | 1,09,589 | | 11 | | ગોવા | | 8,257 | | 12 | | ગુજરાત | | 4,51,002 | | 13 | | હરિયાણા | | 1,39,129 | | 14 | | હિમાચલ પ્રદેશ | | 54,573 | | 15 | | જમ્મુ અને કાશ્મીર | | 49,419 | | 16 | | ઝારખંડ | | 1,06,577 | | 17 | | કર્ણાટક | | 3,88,769 | | 18 | | કેરળ | | 2,92,342 | | 19 | | લદાખ | | 1,987 | | 20 | | લક્ષદ્વીપ | | 839 | | 21 | | મધ્યપ્રદેશ | | 3,42,016 | | 22 | | મહારાષ્ટ્ર | | 4,73,480 | | 23 | | મણીપુર | | 8,334 | | 24 | | મેઘાલય | | 6,859 | | 25 | | મિઝોરમ | | 10,937 | | 26 | | નાગાલેન્ડ | | 4,535 | | 27 | | ઓડિશા | | 2,76,323 | | 28 | | પુડુચેરી | | 3,532 | | 29 | | પંજાબ | | 76,430 | | 30 | | રાજસ્થાન | | 4,60,994 | | 31 | | સિક્કિમ | | 5,372 | | 32 | | તમિલનાડુ | | 1,66,408 | | 33 | | તેલંગાણા | | 2,09,104 | | 34 | | ત્રિપુરા | | 40,405 | | 35 | | ઉત્તરપ્રદેશ | | 6,73,542 | | 36 | | ઉત્તરાખંડ | | 74,607 | | 37 | | પશ્ચિમ બંગાળ | | 3,54,000 | | 38 | | અન્ય | | 62,057 | | કુલ | | 58,12,362 છેલ્લા 24 કલાકમાં 1,304 સત્રોના આયોજન સાથે કુલ 36,804 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 1,16,487 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. દૈનિક ધોરણે કોવિડ વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં એકધારી વૃદ્ધિનું વલણ જળવાઈ રહ્યું છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.05 કરોડ સુધી પહોંચી ગઇ છે. સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે અને હાલમાં આ આંકડો 10,385,896 સુધી પહોંચી ગયો છે. સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.20% છે. નવા સાજા થયેલામાંથી 80.53% દર્દીઓ 6 રાજ્યોમાંથી નોંધાયા છે. એક દિવસમાં સૌથી વધુ સાજા થનારા દર્દીઓ કેરળમાંથી છે જ્યારે તે પછી અનુક્રમે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ છે. નવા નોંધાયેલા 85.85% કેસ છ રાજ્યોમાં છે. કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,075 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં 2,673 જ્યારે કર્ણાટકમાં 487 નવા દર્દી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 84 દર્દીના મૃત્યુ નીપજ્યાં છે. આમાંથી 79.76% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 30 દર્દીઓના મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે, કેરળમાં વધુ 19 દર્દીના મૃત્યુ નોંધાયા છે. SD/GP/BT (
pib-192432
f1496f3cd60d05987742a5e7f01fc81e3d0e2687129ea2670df5bab350d81f0c
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "આપણે તેમના ઉદાર વ્યક્તિત્વને યાદ કરીએ છીએ, આપણે તેમનો સુંદર સ્વભાવ યાદ કરીએ છીએ, આપણને તેમની સમજશક્તિ અને રમૂજ યાદ છે, આપણે રાષ્ટ્રીય પ્રગતિમાં તેમના યોગદાનને યાદ કરીએ છીએ. અટલ જી આપણા નાગરિકોના હૃદયમાં અને મનમાં વસે છે. આજે તેમની પુણ્ય તિથિએ સદૈવ અટલ જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. " SD/GP/BT સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-91479
9fdc2e8786f65cc37ef5610d82e84357afef0185f2dbb40594d46dbd472adbd0
guj
ખાણ મંત્રાલય પીડીએસી -2023 કોન્ફરન્સ, ટોરોન્ટોમાં ભારત દિવસની ઉજવણી ટોરોન્ટોમાં યોજાયેલી પીડીએસી -2023 કોન્ફરન્સમાં મંગળવારે ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વિવેક ભારદ્વાજ, સેક્રેટરી, ખાણ મંત્રાલય, મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, ભારતના કોન્સ્યુલ જનરલ, ટોરોન્ટો, કેનેડા અને કોલસા મંત્રાલય અને સીઆઈઆઈના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં સંભવિત રોકાણકારો, ખાણકામ નિષ્ણાતો અને ખનિજ સંશોધકો સામેલ રહ્યા. આ પ્રસંગે, ભારતીય અધિકારીઓએ ભારતમાં ખાણકામની તકો પ્રદર્શિત કરી, જેના પછી પ્રશ્નોત્તરી સત્ર યોજાયું. ખાણ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાથે વાત કરી હતી. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય જાડા ધાનની પહેલના ભાગ રૂપે, ભારતમાંથી લાવવામાં આવેલી મીઠાઇઓ અને જાડા ધાનના ઉત્પાદનોનું વિતરણ કરીને એક નાનો હોળી સમારોહ યોજાયો હતો અને આ સાથે પ્રોગ્રામ સમાપ્ત થયો. YP/GP/JD (Visitor Counter : 129
pib-266798
cc101c6d798549a487dedbbb0490bec7d363566ab1f4ca7892bcef0206572397
guj
પ્રવાસન મંત્રાલય ગુજરાતમાં કેવડિયા ખાતે ભારતીય સ્થાનિક ટૂર ઓપરેટર્સ સંગઠનના ત્રિદિવસીય વાર્ષિક સંમેલનનો આજથી પ્રારંભ પ્રધાનમંત્રીએ આપેલું ‘દેખો અપના દેશ’ સૂત્ર કોરોના પછીના સમયમાં પર્યટનને વેગ આપવા માટે છે: શ્રી પ્રહલાદસિંહ પટેલ સ્થાનિક પર્યટન પ્રગતિનો માર્ગ છે અને તેનાથી આ ક્ષેત્રને ફરી બેઠાં થવામાં મદદ મળશે, કેવડિયા તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે: પર્યટન મંત્રાલયના સચિવ કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના કેવડિયા ખાતે ભારતીય સ્થાનિક ટૂર ઓપરેટર્સ સંગઠન ના ત્રિદિવસીય વાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો તે પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આપેલું ‘દેખો અપના દેશ’ સૂત્ર કોરોના પછીના સમયમાં દેશમાં પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે છે. કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવેલી ટેન્ટ સિટી 2માં ADTOIના 10મા વાર્ષિક સંમેલન-કમ-પ્રદર્શનનો પ્રારંભ થયો છે જેની થીમ ‘સ્થાનિક પર્યટન- પુનરુત્કર્ષની આશા – દેખો અપના દેશ’ રાખવામાં આવી છે. ત્રણ દિવસનું આ સંમેલન પર્યટન મંત્રાલય અને ADTOI દ્વારા સંયુક્ત રીતે ગુજરાત ટુરીઝમના સહયોગથી યોજવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ દેશમાં સ્થાનિક પર્યટનને ફરી બેઠું કરવા માટે જાહેર જનતામાં મુસાફરી માટે વિશ્વાસનું નિર્માણ કરવાનો છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી ADTOIના સભ્યો, હોટેલ ક્ષેત્રના અગ્રણીઓ, એરલાઇન્સના પ્રતિનિધિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, મીડિયાના કર્મચારીઓ તેમજ પર્યટન ક્ષેત્રના અન્ય હિતધારકો સહિત અંદાજે 400 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા વીડિયો સંદેશામાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, “જો આપણે સારા ઇરાદા અને યોગ્ય આયોજન સાથે કામ કરીએ તો, આપણે ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ સ્મારક આ બાબતનો પૂરાવો છે.” તેમણે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિમાં તમને આવા બીજા પણ ઘણા આશ્ચર્યો જોવા મળશે.” પર્યટન ક્ષેત્રના હિતધારકોને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો કે, ભારત ટૂંક સમયમાં જ પર્યટન ક્ષેત્રમાં 34મા ક્રમેથી ટોચના સ્થાને આવી જવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, “ભારત ‘વસુધૈવ કુટુબંકમ’ની ભાવનામાં માને છે જેણે 140 દેશોને દવાઓનો જથ્થો પૂરો પાડ્યો છે અને હવે આજદિન સુધીમાં 16 દેશોને રસી પણ પૂરી પાડી છે. આનાથી પર્યટન ક્ષેત્ર પર સકારાત્મક પ્રભાવ પડશે અને તેની અસર અત્યારથી દેખાવા જ લાગી છે.” આ પ્રસંગે સંબોધન આપતા ભારત સરકારના પર્યટન સચિવ શ્રી અરવિંદસિંહે જણાવ્યું હતું કે, મહામારીના પરિણામે માણસોના આવનજાવન અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બંને સ્તરે પર્યટન ક્ષેત્ર પર ખૂબ જ ઘેરી અસર પડી છે. આતંરરાષ્ટ્રીય ઉડાનો સ્થગિત કરી દેવાથી, હવાઇમથકો તેમજ સરહદો બંધ કરવાથી અને સ્થાનિક મુસાફરી સહિત તમામ પ્રકારની મુસાફરીઓ પર ચુસ્ત પ્રતિબંધો મૂકવામાં આવ્યા હોવાથી પર્યટન ક્ષેત્ર સૌથી વધુ કપરી સ્થિતિનો સામનો કરનારા ક્ષેત્રોમાંથી એક છે અને તેના કારણે લાખો લોકોની નોકરીઓ પર જોખમ તોળાયું છે. જોકે, આ વર્ષમાં સકારાત્મક સંકેતો દેખાઇ રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરની સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પ્રયાસોના પરિણામે નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. મુસાફરી પર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા છે અને સમગ્ર દેશમાં એકબીજા રાજ્યોમાં મુસાફરીનો પ્રારંભ થઇ ગયો છે. રસી સંબંધિત પ્રોત્સાહક સમાચારો પણ ઝડપથી રિકવરીને મોટો વેગ આપ્યો છે. પ્રવાસના તમામ માધ્યમો જેમ કે, એરલાઇન્સ, ટ્રેનો અને ધોરીમાર્ગો પણ ખુલી ગયા છે અને દૈનિક ધોરણે મુલાકાતોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “સ્થાનિક પર્યટન આગળની પ્રગતિનો માર્ગ છે અને તેનાથી આ ક્ષેત્રને ફરી બેઠું થવામાં ઘણી મદદ મળશે.” સચિવશ્રીએ વધુમાં માહિતી આપી હતી કે, મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન અને પ્રસાદ નામની તેમની યોજનાઓ અંતર્ગત રૂપિયા 7103.12 કરોડની કિંમતની 132 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે જેની મદદથી દેશમાં વિવિધ યાત્રાધામો અને પર્યટનના સ્થળોનો વિકાસ કરવામાં આવશે જેનો મૂળ ઉદ્દેશ પર્યટનનો અનુભવ વધુ ઉન્નત કરવાનો છે. મંત્રાલય દ્વારા 19 આઇકોનિક ગંતવ્ય સ્થળોનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે અને આ આઇકોનિક ગંતવ્ય સ્થળો વિશ્વમાં શ્રેષ્ઠ સ્થળો તરીકે સ્થાન પ્રાપ્ત કરશે. તેમણે વિવિધ સરકારો સહિત તમામ હિતધારકો અને ખાનગી ક્ષેત્રોને એકજૂથ થવા અને ફરી પ્રવાસ ખેડવા તેમજ ‘દેખો અપના દેશ’ માટે એટલે કે દેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટેનો સંદેશો નાગરિકોમાં સંદેશો ફેલાવવા માટે અપીલ કરી છે. સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, આ સંદેશો ફેલાવવા માટે ભારતીય સ્થાનિક ટૂર ઓપરેટર્સ સંગઠનના વાર્ષિક સંમેલન માટે જરૂરી પ્રોટોકોલ અને સલામતીના અમલ સાથે આયોજન કરવું હોય તો, કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી બહેતર બીજું કોઇ સ્થળ ના હોઇ શકે. પર્યટન કેવી રીતે દરેક સ્તરે લોકોના જીવનને સ્પર્શે છે તે જાણવા માટે કેવડિયા એકદમ યોગ્ય દ્રષ્ટાંત છે. તેમણે ઉમેર્યું હતું કે, કેવડિયા તમામ સુવિધાઓ સાથે એક સંપૂર્ણ પારિવારિક મુકામમાં પરિવર્તિત થઇ ગયું છે. અહીં દેશના મોટા શહેરો જેમ કે, દિલ્હી, મુંબઇ, વારાણસી, ચેન્નઇ, રિવા, અમદાવાદ અને તે સિવાયના અન્ય સ્થળોએથી ટ્રેનની સીધી કનેક્ટિવિટી છે. અમદાવાદ- કેવડિયા જન શતાબ્દીમાં વિસ્ટા ડોમ કોચ પણ સામેલ કરવામાં આવ્યો છે જે મુલાકાતીઓને એક અનન્ય અનુભવ આપે છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પર્યટન અગ્ર સચિવ સુશ્રી મમતા વર્મા, ગુજરાત સરકારના પર્યટન કમિશનર શ્રી જેનુ દેવન, પર્યટન મંત્રાલયના ADG સુશ્રી રુપિન્દર બ્રાર, PIBના ADG સુશ્રી નાનુ ભસીન, ADTOIના પ્રમુખ શ્રી પી.પી. ખન્ના, ADTOIના ચેરમેન શ્રી ચેતન ગુપ્તા, ADTOIના સહ-ચેરમેન શ્રી અશોક ધૂત સહિત અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો. ADTOI મેન્યુઅલ અને વિશેષાધિકાર કાર્ડ પણ આ પ્રસંગે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સંમેલનના બીજા દિવસે ‘એકતા મેરેથોન’નું પણ આયોજન કરવામાં આવશે તે ઉપરાંત કેવડિયા સિટી ટૂર યોજવામાં આવશે જેમાં જંગલ સફારી, ન્યૂટ્રીશન પાર્ક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા મહત્વના સ્થળોને આવરી લેવામાં આવશે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં સ્થાનિક પર્યટન, વિવિધ સરકારી યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન અને સત્રોનું આયોજન કરવામાં આવશે જેથી ટૂર ઓપરેટર્સને MDA યોજના સહિત વિવિધ યોજનાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.
pib-227534
86a93a9966cf673ddc639e5515abffb60f0497a0922a00050842adab84094678
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોઝિકોડમાં “ગ્લોબલાઇઝિંગ ઇન્ડિયન થોટ” પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવને સંબોધન કર્યું કરુણા, સંવાદિતતા, ન્યાય, સેવા અને વૈચારિક વિવિધતા એવા આદર્શો છે, જેનાં પર ભારતીય મૂલ્યો આધારિત છેઃ પ્રધાનમંત્રી જ્યારે ભારત વિકાસનાં માર્ગે અગ્રેસર છે, ત્યારે ભારતીય વ્યવસ્થા અને પરંપરાઓના મૂળિયા પર ગર્વ છેઃ પ્રધાનમંત્રી સ્વામી વિવેકાનંદની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇએમ કોઝિકોડમાં સ્વામી વિવેકાનંદની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેઓ આઇઆઇએમ કોઝિકોડ દ્વારા આયોજિત “ગ્લોબલ ઇન્ડિયન થોટ” પર આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ એમના સંબોધનમાં કહ્યું હતું કે, “ભારતીય વિચાર જીવંત અને વિવિધતાસભર છે. આ વિચારધારા સતત વહેતી રહે છે અને સમયની સાથે સતત પરિવર્તન પામી રહી છે. એ એટલી હદે વ્યાપક છે કે તેને એક વક્તવ્ય, પરિસંવાદ કે પુસ્તકોમાં પણ સમાવી ન શકાય પણ વ્યાપકપણે જોઈએ તો ચોક્કસ વિચારો ભારતીય મૂલ્યોનું હાર્દ હંમેશા જળવાઈ રહેશે. આ મૂલ્યો છે – કરુણા, સંવાદિતા, ન્યાય, સેવા અને અન્ય સારા વિચારોને અપનાવવાની ક્ષમતા.” શાંતિ, સંવાદિતા અને ભાઈચારો દુનિયાને ભારત તરફ સતત આકર્ષણ રહ્યું છે એની પાછળનું કારણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મારા મનમાં પ્રથમ અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કારણ છે – શાંતિ, એકતા અને ભાઈચારાનાં ગુણો.” તેમણે જણાવ્યું હતું કે, શાંતિ અને સંવાદિતાને કારણે આપણી સભ્યતા સમૃદ્ધ થઈ છે અને હજારો વર્ષોથી તેનું અસ્તિત્વ ટકાવી શકી છે, જ્યારે ઘણી સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, “ઘણા રાજ્યો, ઘણી ભાષાઓ, વિવિધ બોલીઓ, અનેક પંથો, જુદાં-જુદાં રીતિરિવાજો અને પરંપરાઓ. દરેક પ્રદેશનું ભોજન અલગ, જીવનશૈલીઓ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમનાં તમામ રાજ્યોમાં પોશાક પણ અલગ, છતાં સદીઓથી આપણે શાંતિથી જીવીએ છીએ. સદીઓથી આપણે આપણી માતૃભૂમિ પર દુનિયાને આવકાર આપ્યો છે. એટલે જ આપણી સભ્યતા સમૃદ્ધ થઈ છે, જ્યારે અન્ય ઘણી સભ્યતાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકી નથી. ભારતીય સભ્યતા કેમ ટકી? કારણ કે આ સભ્યતામાં, આ ભૂમિમાં તેને શાંતિ અને સંવાદિતા મળે છે.” તેમણે જણાવ્યું હતું કે, આપણી તાકાત સરળ અને પ્રસ્તુત પદ્ધતિઓ દ્વારા માર્ગદર્શિત જીવંત પરંપરાઓ સમાન બની ગયેલા આપણા વિચારો. તેમણે કહ્યું હતું કે, “આ પદ્ધતિઓ ન તો સંકુચિત છે, ન દિશાહિન. એની સુંદરતા એ હકીકતમાં રહેલી છે કે, તેનું આચરણ તમે અલગ-અલગ રીતે કરી શકો છો. ભારત એવી ભૂમિ છે, જેણે હિંદુત્વ, બૌદ્ધમત, જૈનમત અને શીખ સંપ્રદાય જેવા જીવંત પંથોની ભેટ ધરી છે, આ જ ભૂમિમાં સૂફી પરંપરા સમૃદ્ધ થઈ છે. આ તમામ પંથો, સંપ્રદાયો કે ધર્મોનું હાર્દ અહિંસા છે અને મહાત્મા ગાંધી આ આદર્શોએ ચરિતાર્થ કર્યા હતા, જેણે ભારતને આઝાદી અપાવી હતી, સંઘર્ષ ટાળવાની ભારતીય પદ્ધતિ નિર્દય બળ નથી, પણ સંવાદની શક્તિ છે.” પર્યાવરણ માટે પ્રેમઃ તેમણે કહ્યું હતું કે, “જ્યારે હું કહું છું કે ભારત શાંતિ અને સંવાદિતામાં માને છે, ત્યારે એમાં પ્રકૃતિ અને પર્યાવરણ સાથેની સંવાદિતા સામેલ છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ જુસ્સાનાં મૂળિયા સરકારે લીધેલા કેટલાંક પગલાંમાં જોઈ શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે ભવિષ્યમાં પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના કરીને દુનિયાનું નેતૃત્વ કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં 36 કરોડ એલઇડી લેમ્પનું વિતરણ થયું હતું અને 1 કરોડથી વધારે સ્ટ્રીટ લાઇટને એલઇડી સાથે બદલવામાં આવી છે, જેથી રૂ. 25,000 કરોડની બચત થઈ છે અને 4 કરોડ સુધી કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં 4 કરોડ ટન સુધીનો ઘટાડો થયો હતો. વાઘ અને સિંહનું સંરક્ષણ તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2006થી અત્યાર સુધી વાઘની સંખ્યા વધીને બમણી થઈ છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે ભારતમાં લગભગ 2970 વાઘ વસે છે. દુનિયાનાં 75 ટકા વાઘ ભારતમાં વસે છે. આપણે વાઘ માટે સૌથી સુરક્ષિત સ્થાન ધરાવતા દેશોમાં સામેલ છીએ. વર્ષ 2010માં દુનિયાએ વર્ષ 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લીધો હતો. આપણે આ લક્ષ્યાંક વહેલો હાંસલ કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે વર્ષ 2010 થી 2015 સુધીમાં સિંહની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. વનવિસ્તારમાં વધારો પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ ધ્યાન દોર્યું હતું કે, દેશમાં વનવિસ્તાર વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “વર્ષ 2014માં સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 692 હતી. એ વર્ષ 2019માં વધીને 860થી વધારે થઈ હતી. વર્ષ 2014માં 43 સામુદાયિક અનામત ક્ષેત્રો હતા. અત્યારે 100થી વધારે છે. આ હકીકતો ભારત તરફ ઘણા પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓનું ધ્યાન દોરે છે.” મહિલાઓનું કલ્યાણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ભૂમિનું ઊડીને આંખે વળગે એવા પાસાઓમાંનું એક પાસું મહિલાઓનું મહત્ત્વ અને સન્માન છે. મહિલાઓને અહીં દેવી ગણવામાં આવે છે.” તેમણે ભક્તિ યુગનાં સંતો, રાજા રામમોહન રૉય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાત્મા ફૂલે અને સાવિત્રી બાઈ ફૂલેએ આ દિશામાં કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણે મહિલાઓને આઝાદી મળી એ જ દિવસે મતાધિકાર આપ્યો હતો, ત્યારે પશ્ચિમનાં વિકસિત દેશોમાં મહિલાઓને મતાધિકાર મેળવવામાં સદીઓ લાગી હતી. તેમણે કહ્યું હતું કે, “અત્યારે 70 ટકાથી વધારે મુદ્રા લોનની લાભાર્થીઓ મહિલાઓ છે. મહિલાઓ આપણી સશસ્ત્ર સેનાઓમાં સક્રિય પ્રદાન કરે છે. નૌકાદળમાં મહિલા અધિકારીઓના એક જુથે દરિયાઇ માર્ગે સંપૂર્ણ વિશ્વનું પરિભ્રમણ કર્યું છે! એ ઐતિહાસિક હતું. અત્યારે ભારતમાં સૌથી વધુ મહિલા સાંસદો છે. અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીઓમાં વર્ષ 2019માં આયોજિત ચૂંટણીમાં મહિલાઓએ સૌથી વધુ મતદાન કર્યું હતું.” વિવિધતાની ઉજવણી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જ્યાં ખુલ્લાપણું હોય, વિવિધ અભિપ્રાયોને સ્થાન હોય, ત્યાં નવીનતા સ્વાભાવિક છે. ભારતીયોનો આ જુસ્સો આખી દુનિયાને ભારત તરફ આકર્ષે છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય વિચારોએ દુનિયાને ઘણું આપ્યું છે અને વધુ પ્રદાન કરવાની સંભવિતતા ધરાવે છે. પોતાના સંબોધનને અંતે તેમણે કહ્યું હતું કે, આ વૈચારિક વિવિધતા આપણી પૃથ્વીનાં કેટલાક સૌથી મહત્ત્વપૂર્ણ પડકારોનું સમાધાન ધરાવે છે. DK/DS/RP (
pib-42113
b68d6be5806ae4ccfb3b3f0e77f2b919e1a99f7ff163db40be47a8491706fede
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કૃષિ કુંભને સંબોધન કર્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં કૃષિ કુંભને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ખેડૂતોનો આ મહાકુંભ કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અપનાવવા માટેનો માર્ગ મોકળો કરશે અને વધારે સારી રોજગારીની તકોનું સર્જન કરશે. પ્રધાનમંત્રીએ અનાજની ખરીદી નોંધપાત્ર રીતે વધારવાનાં પ્રયાસ કરવા બદલ ઉત્તરપ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ખેડૂતો દેશને પ્રગતિનાં પંથે દોરી રહ્યાં છે. તેમણે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની કેન્દ્ર સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે સરકારે આંતરિક ખર્ચાઓ ઘટાડવા અને નફો વધારવા માટે લીધેલા વિવિધ શ્રેણીબદ્ધ પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, નજીકનાં ભવિષ્યમાં દેશભરમાં ખેતરોમાં મોટી સંખ્યામાં સોલાર પમ્પો સ્થાપિત કરવામાં આવશે, સરકાર કૃષિવિજ્ઞાનનાં ફાયદા આપવા કામ કરી છે અને આ દિશામાં એક પગલાં સ્વરૂપે વારાણસીમાં ચોખા સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ છે. પ્રધાનમંત્રીએ ખેતીવાડીમાં મૂલ્ય સંવર્ધનનાં મહત્ત્વ વિશે પણ વાત કરી હતી. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં લેવામાં આવેલા પગલાંઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હરિયાળી ક્રાંતિ પછી હવે દૂધનાં ઉત્પાદન, મધનાં ઉત્પાદન તેમજ પોલ્ટ્રી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કૃષિ કુંભ દરમિયાન પ્રધાનમંત્રીએ જળ સંસાધનોનાં ઉચિત ઉપયોગ, સંગ્રહ માટે શ્રેષ્ઠ ટેકનોલોજી તથા ખેતીવાડીમાં અદ્યતન ટેકનોલોજીનાં ઉપયોગ જેવી બાબતો પર ચર્ચા કરવા માટે અપીલ કરી હતી. તેમણે બદલાતી નવી ટેકનોલોજીઓ અને નવી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે લણણી પછી પરાળ સળગાવવાની ખેડૂતોની સમસ્યાનું પણ સમાધાન કરશે. (Visitor Counter : 153
pib-19306
5765b95e4f81328d9aaad3e152a90bcc109ce4d6e2e8f0a5ae72f5b8653b6429
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી કાલે રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે તબીબોને સંબોધન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 જુલાઈ, 2021ના રોજ બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે તબીબોને સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારતને કોવિડ-19 સામેની લડાઈમાં તબીબોનાં અથાક પ્રયાસો માટે ગૌરવ છે. 1 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય તબીબ દિવસ તરીકે મનાવાય છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે તબીબ સમુદાયને @IMAIndiaOrg દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરીશ.” SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-10955
a5a6756d1bc03104fb350cefd057d7735c2743c4e9249df3256d9adefc4561a1
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ભારતીય ડૉક્ટર સાથેના અફઘાનના રાજદૂતના અનુભવ પર ટ્વીટ કર્યું તમારો અનુભવ ભારત-અફઘાન વચ્ચેના સંબંધોની સુવાસ ફેલાવે છેઃ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત શ્રી ફરિદ મામુન્દઝાયના ટ્વીટ પર ટિપ્પણી કરી હતી. રાજદૂતે તેમની મુલાકાત દરમિયાન એક ભારતીય ડૉક્ટર વિશે પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતીય ડૉક્ટરને ખબર પડી હતી કે, તેમના દર્દી ભારતમાં અફઘાનના રાજદૂત છે, ત્યારે તેમણે કહ્યું કે, તેઓ તેમના ભાઈનો ચાર્જ નહીં લે. આ ટ્વીટ હિંદીમાં હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અફઘાનના રાજદૂતે બયાન કરેલો આ પ્રસંગ ભારત-અફઘાનિસ્તાનનાં સંબંધોની સુગંધ ફેલાવે છે. પ્રધાનમંત્રીએ અફઘાનના રાજદૂતને પંજાબના હરિપુરાની મુલાકાત લેવા કહ્યું હતું, જ્યાં તેમને આમંત્રણ મળ્યું હતું અને સાથે સાથે ગુજરાતના હરિપુરાની મુલાકાત લેવા પણ જણાવ્યું હતું, જેનો પોતાનો આગવો ઇતિહાસ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ છે. SD/GP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-287797
96c238d93b84be98af590ef64c63b986e5aa7d5ae3b6dab198b47d3b8c908523
guj
મંત્રીમંડળ કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ને વધુ 6 મહિના માટે લંબાવવાની મંજૂરી આપી ગરીબ અને નબળા લોકોને લાભ માટે પગલાં લગભગ રૂ. 3.4 લાખ કરોડનો નાણાકીય ખર્ચ અને PMGKAY હેઠળ 1,000 LMT થી વધુ મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું સમાજના ગરીબ અને નબળા વર્ગો પ્રત્યેની ચિંતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના યોજનાને બીજા છ મહિના માટે સપ્ટેમ્બર 2022 લંબાવી છે.. PM-GKAY યોજનાનો તબક્કો-V માર્ચ 2022 માં સમાપ્ત થવાનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે PM-GKAY વિશ્વના સૌથી મોટા ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ તરીકે એપ્રિલ 2020 થી અમલીકરણ હેઠળ છે. સરકારે અંદાજે રૂ. અત્યાર સુધીમાં 2.60 લાખ કરોડ ખર્ચ કર્યો અને અન્ય રૂ. સપ્ટેમ્બર 2022 સુધી આગામી 6 મહિનામાં 80,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને PM-GKAY હેઠળનો કુલ ખર્ચ લગભગ રૂ. 3.40 લાખ કરોડ થશે. આ સમગ્ર ભારતમાં લગભગ 80 કરોડ લાભાર્થીઓને આવરી લેશે અને પહેલાની જેમ ભારત સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. ભલે COVID-19 રોગચાળો નોંધપાત્ર રીતે ઓછો થયો હોય અને આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડી રહી હોય, આ PM-GKAY એક્સ્ટેંશન એ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ ગરીબ પરિવાર રિકવરીના આ સમયમાં ખોરાક વિના સૂઈ ન જાય. વિસ્તૃત PM-GKAY હેઠળ દરેક લાભાર્થીને NFSA હેઠળના અનાજના સામાન્ય ક્વોટા ઉપરાંત દર મહિને વ્યક્તિ દીઠ વધારાનું 5 કિલો મફત રાશન મળશે. આનો અર્થ એ છે કે દરેક ગરીબ પરિવારને રાશનના સામાન્ય જથ્થા કરતાં લગભગ બમણું મળશે. વિશેષ ઉલ્લેખનીય છે કે સરકારે PM-GKAY હેઠળ લગભગ 759 LMT મફત અનાજની ફાળવણી પાંચમા તબક્કા સુધી કરી હતી. આ વિસ્તરણ હેઠળ અન્ય 244 LMT મફત અનાજ સાથે, PM-GKAY હેઠળ મફત અનાજની એકંદર ફાળવણી હવે 1,003 LMT અનાજ છે. દેશભરની લગભગ 5 લાખ રાશનની દુકાનોમાંથી વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ કોઈપણ સ્થળાંતર મજૂર અથવા લાભાર્થી દ્વારા પોર્ટેબિલિટી દ્વારા મફત રાશનનો લાભ મેળવી શકાય છે. અત્યાર સુધીમાં, 61 કરોડથી વધુ પોર્ટેબિલિટી વ્યવહારોથી લાભાર્થીઓને તેમના ઘરથી દૂર ફાયદો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીની સૌથી વધુ ચૂકવણી સાથે સદીની સૌથી ખરાબ રોગચાળા છતાં અત્યાર સુધીની સૌથી વધુ ખરીદીને કારણે આ શક્ય બન્યું છે. કૃષિ ક્ષેત્રોમાં આ રેકોર્ડ ઉત્પાદન માટે ભારતીય ખેડૂતો - ‘અન્નદાતા’ અભિનંદનને પાત્ર છે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-212104
1bd132a58ef7fd7071e5e69aa156523897fe911d5fd8278c7e91ba7cac21034e
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો. કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ પ્રધાનમંત્રી મોદીને ભારતને કોવિડ-19 રસી પૂરી પાડવા સંબંધિત કેનેડાની આવશ્યકતાઓ વિશે જાણકારી આપી. પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રીને આશ્વાસન આપ્યું હતું કે ભારત કેનેડાના રસીકરણના પ્રયાસોમાં શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કરશે જેવી રીતે તેણે અન્ય અનેક દેશો માટે કર્યુ છે. કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ ભારતની પ્રશંસા કરતા કહ્યું હતું કે જો દુનિયા કોવિડ-19ની વિરુદ્ધ જંગને જીતવામાં સફળ રહી તો તેમાં ભારતની શ્રેષ્ઠ ફાર્માસ્યુટિકલ ક્ષમતા અને આ ક્ષમતાને દુનિયાની સાથે શેર કરવામાં પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહેશે. પ્રધાનમંત્રી મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોનો તેમની આ ભાવના માટે આભાર માન્યો હતો. બંને નેતાઓએ અનેક મહત્વપૂર્ણ ભૂ-રાજકીય મુદ્દાઓ પર ભારત અને કેનેડાના સમાન વલણ અંગે પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક મહામારીના આર્થિક પ્રભાવ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં બંને દેશો વચ્ચે ગાઢ સહયોગ જાળવી રાખવા અંગે પણ સહમતિ દર્શાવી હતી. બંને નેતાઓએ આ વર્ષના અંતમાં વિવિધ અગત્યના આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજાને મળવા અને પારસ્પરિક હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુક્તા દર્શાવી હતી. SD/GP/BT/JD (
pib-129323
902776d23f980b2c6f0d054b77325c5bac7084bf0ea1ac603ba79c36bdde0a03
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય ભારત અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીઓ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇનનું સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 18 માર્ચ 2023ના રોજ 1700 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે, જેનું નિર્માણ અંદાજિત INR 377 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી બાંગ્લાદેશ દ્વારા અંદાજિત INR 285 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ પાઈપલાઈનનો ભાગ છે. ભારત સરકાર દ્વારા અનુદાન સહાય હેઠળ વહન કરવામાં આવ્યું છે. પાઇપલાઇનમાં હાઇ-સ્પીડ ડીઝલ ના વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટન પરિવહન કરવાની ક્ષમતા છે. તે શરૂઆતમાં ઉત્તર બાંગ્લાદેશના સાત જિલ્લાઓમાં હાઇ સ્પીડ ડીઝલનો સપ્લાય કરશે. ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનું સંચાલન ભારતથી બાંગ્લાદેશમાં HSDના પરિવહન માટે ટકાઉ, ભરોસાપાત્ર, ખર્ચ-અસરકારક અને પર્યાવરણને અનુકૂળ મોડ સ્થાપિત કરશે અને બંને દેશો વચ્ચે ઊર્જા સુરક્ષામાં સહકારને વધુ વધારશે. YP/GP/JD (
pib-255915
294603cf3055af102c5ba9ea0af35faa1faef08efd7c5e930a8f606f4e8baed0
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પીએમએ કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિના નિધન પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ વર્ષોથી યોગમાં તેમના અભૂતપૂર્વ યોગદાનની નોંધ લીધી. તેમણે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: "લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥" SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-173191
cf0004a226c13d1951d8374ed0056cb579578fc9f9498a2277ab5ee059adf909
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું "કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે" “ભારતમાં અમને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગૌરવ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ જ મૂલ્ય આપીએ છીએ” "'યુગે યુગીન ભારત' રાષ્ટ્રીય સંગ્રહાલયનું કામ પૂરું થતાં તે 5,000 વર્ષ કરતાં વધુ સમયથી ફેલાયેલા ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતા વિશ્વના સૌથી મોટા સંગ્રહાલય તરીકે ઊભું રહેશે" "મૂર્ત વારસો એ માત્ર ભૌતિક મૂલ્યનો જ નથી હોતો પરંતુ તે રાષ્ટ્રનો ઇતિહાસ અને ઓળખ પણ છે" "આર્થિક વિકાસ અને વૈવિધ્યકરણ માટે વારસો એ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે, અને 'વિકાસ ભી વિરાસત ભી'ના ભારતના મંત્રમાં તેનો પડઘો પડે છે" "ભારતનો રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડાર સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરી રહ્યો છે" "કાર્યકારી સમૂહનું કાર્ય ચાર ‘C’ એટલે કે – કલ્ચર, ક્રિએટીવિટી, કોમર્સ અને કોલૅબ્રેશનના મહત્વને પ્રતિબિંબિત કરે છે" પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે યોજવામાં આવેલી G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં વીડિયો લિંક દ્વારા સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું વારાણસીમાં સ્વાગત કર્યું, જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ શહેર તેમનો સંસદીય મત વિસ્તાર હોવાથી, G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકનું આયોજન આ શહેરમાં થઇ રહ્યું હોવાનો તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સૌથી પ્રાચીન જીવંત શહેરો પૈકીના એક કાશી હોવાનો તરીકે ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ નજીકમાં આવેલા સારનાથ શહેર કે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અહીં આવેલા અતિથિઓને ગંગા આરતી કાર્યક્રમના સાક્ષી બનવાનું સૂચન કર્યું હતું, સારનાથની મુલાકાત લેવાનું કાશીની સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવાનું સૂચન કર્યું હતું અને ટિપ્પણ કરી હતી કે, "કાશીને જ્ઞાન, કર્તવ્ય અને સત્યના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને તે ખરેખર ભારતની સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રાજધાની છે". સંસ્કૃતિમાં એવી સહજ સંભાવના રહેલી છે જે આપણને વિવિધ પૃષ્ઠભૂમિ અને પરિપ્રેક્ષ્યોને સમજવામાં સમર્થ બનાવે છે તે વાત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, G20 સાંસ્કૃતિક મંત્રીઓના સમૂહનું કાર્ય સમગ્ર માનવજાત માટે ઘણું મહત્વ ધરાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારતમાં અમને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગૌરવ છે. અમે અમારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ જ મૂલ્ય આપીએ છીએ”, તેમજ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેના વારસાના સ્થળોનું જતન કરવા અને તેને પુનર્જીવિત કરવા સખત મહેનત કરી રહ્યું છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે તેમજ ગ્રામ્ય સ્તરે દેશની સાંસ્કૃતિક સંપત્તિ અને કલાકારોના મેપિંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતની સંસ્કૃતિની ઉજવણી કરવા માટે અનેક કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારતના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરી રહેલા દેશના વિવિધ ભાગોમાં સ્થિત આદિવાસી સંગ્રહાલયોનું ઉદાહરણ આપ્યું હતું. નવી દિલ્હીમાં આવેલા પ્રધાનમંત્રી સંગ્રહાલયનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની લોકશાહીના વારસાને પ્રદર્શિત કરવાનો આ પોતાની રીતે એક અનોખો પ્રયાસ છે. તેમણે ‘યુગે યુગીન ભારત’ રાષ્ટ્રીય મ્યુઝિયમ વિકસાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું કામ પૂરું થયા પછી તે 5,000 વર્ષ કરતાં વધુ સમયથી ફેલાયેલા ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતા વિશ્વના સૌથી મોટા સંગ્રહાલય તરીકે ઊભું રહેશે. પ્રધાનમંત્રીએ સાંસ્કૃતિક સંપત્તિની પુનઃપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરતી વખતે કાર્યકારી સમૂહના પ્રયાસોને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, મૂર્ત વારસો એ માત્ર ભૌતિક મૂલ્યનો જ નથી હોતો પરંતુ તે રાષ્ટ્રનો ઇતિહાસ અને ઓળખ પણ છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "દરેકને તેમના સાંસ્કૃતિક વારસાની સુલભતા મેળવવાનો અને તેને માણવાનો અધિકાર છે." પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 2014થી અત્યાર સુધીમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિનો મહિમા દર્શાવતી સેંકડો કલાકૃતિઓને સ્વદેશમાં પાછી લાવવામાં આવી છે. તેમણે જીવંત વારસાની દિશામાં કરવામાં આવતા પ્રયાસો તેમજ ‘LiFE માટેની સંસ્કૃતિ’માં યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આખરે તો સાંસ્કૃતિક વારસો માત્ર પથ્થરોમાં કરવામાં આવેલી કોતરણીઓ નથી હોતી, પરંતુ તે પરંપરાઓ, રિવાજો અને તહેવારો પણ છે જે પેઢી દર પેઢીને સોંપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકારી સમૂહના પ્રયાસો ટકાઉક્ષમ વ્યવહાર અને જીવનશૈલીઓને પ્રોત્સાહન આપશે. આર્થિક વિકાસ અને વૈવિધ્યકરણ માટે વારસો એ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે, અને 'વિકાસ ભી વિરાસત ભી' એટલે કે વિકાસની સાથે વારસાનું જતનના ભારતના મંત્રમાં તેનો પડઘો પડે છે એ વાતને પ્રધાનમંત્રીએ રેખાંકિત કરી હતી. ભારતીય હસ્તકળાની વિશિષ્ટતા દર્શાવતી અને સાથે સાથે આત્મનિર્ભરતાને આગળ વધારતી 'એક જિલ્લો, એક ઉત્પાદન' પહેલ પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડતી વખતે કહ્યું હતું કે, "ભારત લગભગ 3,000 અનન્ય કળા અને હસ્તકળા સાથે તેના 2,000 વર્ષ જૂના હસ્તકળા વારસા પર ગૌરવ અનુભવે છે". તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે G20 દેશો દ્વારા કરવામાં આવતા પ્રયાસો ગહન મહત્વ ધરાવે છે કારણ કે તે પ્રયાસો સમાવેશી આર્થિક વિકાસને સરળ બનાવશે અને સર્જનાત્મકતા તેમજ આવિષ્કારને સમર્થન આપશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આગામી મહિનામાં ભારત 1.8 બિલિયન ડૉલરના પ્રારંભિક ખર્ચ સાથે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ યોજના પરંપરાગત કારીગરો માટે સમર્થનની ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે અને તેમને તેમની હસ્તકળામાં વિકાસ કરવા તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં યોગદાન આપવા માટે સમર્થ બનાવશે. સંસ્કૃતિની ઉજવણીમાં ટેક્નોલોજી મહત્વપૂર્ણ સહયોગ આપે છે તેની નોંધ લઇને, પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓને ફરીથી શોધવામાં મદદ કરી રહી રહેલા ભારતના રાષ્ટ્રીય ડિજિટલ જિલ્લા ભંડારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોને પર્યટકો માટે વધુ મૈત્રીપૂર્ણ બનાવવાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક સીમાચિહ્નોની વધુ સારી રીતે જાળવણી સુનિશ્ચિત કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે, G20 સાંસ્કૃતિક મંત્રીઓના કાર્યકારી સમૂહ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સંસ્કૃતિ બધાને એક કરે છે’ અભિયાન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. આ અભિયાન વસુધૈવ કુટુંબકમ - એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવનાને સમાવે છે. તેમણે મૂર્ત પરિણામો સાથે G20 એક્શન પ્લાનને આકાર આપવામાં તેમની મુખ્ય ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ અંતે કહ્યું હતું કે, “તમારું કાર્ય ચાર ‘C’ એટલે કે – કલ્ચર , ક્રિએટીવિટી , કોમર્સ અને કોલૅબ્રેશન ના મહત્વને પ્રતિબિંબિત કરે છે. તે આપણને કરુણાપૂર્ણ, સર્વસમાવેશી અને શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સંસ્કૃતિની શક્તિનો ઉપયોગ કરવામાં સમર્થ બનાવશે.” CB/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-101019
b7e1506c68796c96afa93028b14ee19e5aea61f03c6c6f8b94aeac9eea68e6a7
guj
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બાળકો સામેના સાયબર ગુનાઓને રોકવા માટેના પગલાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફીના ભયજનક મુદ્દા અને બાળકો અને સમાજ પર તેની અસરનો અભ્યાસ કરવા માટે રાજ્યસભાની એડહોક સમિતિના અહેવાલની ભલામણોને અનુરૂપ એકંદરે, સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 ને સૂચિત કર્યા છે જે અન્ય બાબતો સાથે જરૂરી છે - મધ્યસ્થીઓ ફરિયાદોના સમયબદ્ધ નિકાલ સહિત મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિ અપનાવે છે; મધ્યસ્થીઓ તેમના નિયમો અને શરતો જણાવે છે જેમાં વપરાશકર્તાઓને કોઈપણ રીતે હાનિકારક, અશ્લીલ, નુકસાનકારક હોય તેવી કોઈપણ માહિતી હોસ્ટ, પ્રદર્શિત, અપલોડ, સંશોધિત, પ્રકાશિત, પ્રસારિત, અપડેટ અથવા શેર ન કરવા માટે સંદેશાવ્યવહારનો સમાવેશ થવો જોઈએ અથવા અન્યથા ગેરકાનૂની છે; માહિતીના પ્રથમ પ્રવર્તકની ઓળખને સક્ષમ કરવા માટે મુખ્યત્વે મેસેજિંગ સેવાઓ પ્રદાન કરતી નોંધપાત્ર સામાજિક મીડિયા મધ્યસ્થીઓ; અને નોંધપાત્ર સામાજિક મીડિયા મધ્યસ્થી બાળ લૈંગિક દુર્વ્યવહાર સામગ્રીને સક્રિય રીતે ઓળખવા માટે ટેક્નોલોજી આધારિત પગલાં જમાવવાનો પ્રયાસ કરે છે. બાળકો સામેના ગુનાઓ સહિત સાયબર ગુનાઓ સાથે વ્યાપક અને સંકલિત રીતે વ્યવહાર કરવા માટે મિકેનિઝમને મજબૂત કરવા, MeitY એક કાર્યક્રમ, એટલે કે, માહિતી સુરક્ષા શિક્ષણ અને જાગરૂકતા દ્વારા, નૈતિકતાનું પાલન કરવાના મહત્વને પ્રકાશિત કરતા વપરાશકર્તાઓમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરવો અને તેમને અફવા/ફેક ન્યૂઝ શેર ન કરવાની સલાહ આપવી. માહિતી સુરક્ષા જાગૃતિ માટે એક સમર્પિત વેબસાઇટ તમામ સંબંધિત જાગરૂકતા સામગ્રી પ્રદાન કરે છે. વધુમાં, ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ, 2012 માં 2019 માં સુધારો કરવામાં આવ્યો હતો જેથી સજાને વધુ કડક બનાવવામાં આવે. સુધારામાં કલમ 2 હેઠળ બાળ પોર્નોગ્રાફીની વ્યાખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અશ્લીલ હેતુઓ માટે બાળકનો ઉપયોગ કરવા બદલ વધુ કડક સજા માટે કાયદાની કલમ 14માં સુધારો કરવામાં આવ્યો હતો. આગળની કલમ 15 માં પણ સુધારો કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં રિપોર્ટિંગના હેતુ સિવાય અથવા પુરાવા તરીકે ઉપયોગ કરવા સિવાય કોઈપણ સમયે પ્રસારિત કરવા અથવા પ્રચાર કરવા અથવા પ્રદર્શિત કરવા અથવા વિતરણ કરવા માટે બાળક સાથે સંકળાયેલી અશ્લીલ સામગ્રી સંગ્રહિત કરવા અથવા રાખવા માટે વધુ કડક સજા દાખલ કરવામાં આવી હતી. જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ નિયમો, 2020 વધુમાં જણાવે છે કે પંચાયત ભવનો, સામુદાયિક કેન્દ્રો, શાળાઓ અને કોલેજો, બસ ટર્મિનલ, રેલ્વે સ્ટેશનો, સ્થળો જેવા તમામ જાહેર સ્થળોએ સંબંધિત સરકારો દ્વારા યોગ્ય સામગ્રી અને માહિતીનો પ્રસાર કરવામાં આવશે. મંડળ, એરપોર્ટ, ટેક્સી સ્ટેન્ડ, સિનેમા હોલ અને આવા અન્ય અગ્રણી સ્થાનો અને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવા વર્ચ્યુઅલ સ્પેસમાં પણ યોગ્ય સ્વરૂપમાં પ્રસારિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય નિર્ભયા ફંડ હેઠળ મહિલાઓ અને બાળકો સામે સાયબર ક્રાઈમ પ્રિવેન્શન નામની યોજના પણ અમલમાં મૂકી રહ્યું છે જેની કુલ રકમ રૂ. 223.19 કરોડ છે. CCPWC હેઠળ, MHA એ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને સાયબર ફોરેન્સિક કમ તાલીમ પ્રયોગશાળાઓ સ્થાપવા, જુનિયર સાયબર કન્સલ્ટન્ટની ભરતી કરવા અને કાયદા અમલીકરણ એજન્સીઓ તપાસકર્તાઓ, ફરિયાદીઓ અને ન્યાયિક અધિકારીઓને હાથથી તાલીમ આપવા માટે ક્ષમતા નિર્માણ માટે ગ્રાન્ટ પ્રદાન કરી છે. 28 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોએ સાયબર ફોરેન્સિક તાલીમ પ્રયોગશાળાની સ્થાપના કરી છે. 19000 થી વધુ પોલીસ કર્મચારીઓ, ફરિયાદી અને ન્યાયિક અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. SD/GP/JD સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 184
pib-174648
f0f4c5e78bb1316a1b5b06d8ad4a3c1e4492f8b65498ec157043f2489adede1d
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય 9મા ધોરણની વિદ્યાર્થિની ઇશિતા દ્વારા PPC પર કરાયેલા પેઇન્ટિંગની પ્રધાનમંત્રી શ્રીએ પ્રશંસા કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિક્ષા પર ચર્ચા 2023 પર કેન્દ્રીય વિદ્યાલય, અંબાલા કેન્ટની ધોરણ 9ની વિદ્યાર્થીની સુશ્રી ઈશિતા દ્વારા બનાવેલ ચિત્રને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રી શ્રીએ કેવી સંગઠનના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું: "बहुत खूब! चित्रों के माध्यम से परीक्षा के समय विद्यार्थियों की दिनचर्या की बेहतरीन प्रस्तुति।" YP/GP/JD (
pib-2477
849e3320bb58e8928ad84fd646ac10106f9f6611e4f855025cb4814ddef79560
guj
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બિલ્ડીંગ બ્રાન્ડ ઇન્ડિયા પર વરિષ્ઠ IFS અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધન કર્યું વિદેશમાંથી ભારતમાં સારવાર લેવા ઇચ્છતા લોકો માટે વિશ્વસનીય માહિતીની સુવિધા અને સરળતા માટે ‘વન સ્ટેપ’ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છેઃ ડૉ. મનસુખ માંડવિયા "અમે અમારા પરંપરાગત દવા ઉદ્યોગને વધુ મજબૂત કરીને અને 'હીલ ઈન ઈન્ડિયા' અને 'હીલ બાય ઈન્ડિયા' પહેલને વેગ આપીને ભારતને વૈશ્વિક મેડિકલ વેલ્યુ હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ" : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બિલ્ડીંગ બ્રાન્ડ ઈન્ડિયા પર વરિષ્ઠ IFS અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા ડૉ. મનસુખ માંડવિયાએ નોંધ્યું હતું કે ભારત તેની ઉચ્ચ સ્તરની હેલ્થકેર ઇકોસિસ્ટમ અને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ધરાવતું સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમણે કહ્યું, “આજે વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો મોટી સંખ્યામાં સારવાર માટે ભારત આવી રહ્યા છે. મેડિકલ ટુરીઝમને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, ભારત સરકારે માનનીય પીએમના નેતૃત્વ હેઠળ 'હીલ ઇન ઈન્ડિયા' કાર્યક્રમ શરૂ કર્યો છે. એ જ રીતે, અમે 'હીલ બાય ઈન્ડિયા' પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અમારા તબીબી કર્મચારીઓને સમગ્ર વિશ્વમાં મુસાફરી કરવાની અને તંદુરસ્ત વૈશ્વિક સમાજમાં યોગદાન આપવાની તક પૂરી પાડશે.” "અમે અમારા પરંપરાગત દવા ઉદ્યોગને વધુ મજબૂત કરીને અને 'હીલ ઈન ઈન્ડિયા' અને 'હીલ બાય ઈન્ડિયા' પહેલને વેગ આપીને ભારતને વૈશ્વિક મેડિકલ વેલ્યુ હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ", એમ તેમણે ઉમેર્યું. મેડિકલ વેલ્યુ ટુરિઝમને વધુ મજબૂત કરવા પગલાં લેવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા, ડૉ. મનસુખ માંડવિયાએ સારવાર માટે ભારતની મુસાફરી કરવા માગતા લોકો માટે વિશ્વભરમાં ભારતીય દૂતાવાસોમાં સુવિધા કેન્દ્રો સ્થાપવાનું સૂચન કર્યું. વધુમાં, ભારતમાં સારવાર લઈ રહેલા લોકો પાસેથી પ્રતિસાદ/પ્રશંસાપત્રો મેળવવા માટેની સિસ્ટમની સ્થાપના કરી શકાય છે. આ આપણને મેડિકલ ટુરિઝમ, 'બ્રાન્ડ ઈન્ડિયા' બનાવવામાં મદદ કરશે. વિદેશમાંથી ભારતમાં સારવાર લેવા માગતા લોકો માટે વિશ્વસનીય માહિતીની સુવિધા અને સરળતા માટે એક ‘વન સ્ટેપ’ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. તબીબી ક્ષેત્રના ક્ષેત્રમાં અન્ય દેશો સાથે કરારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નોંધ્યું કે કુશળ નર્સો પ્રદાન કરવા માટે અમે જાપાન સાથે કરાર કર્યો છે. કુશળ તબીબી માનવશક્તિ માટે અન્ય દેશો સાથે પણ આવા કરાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તબીબી મૂલ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની શક્યતાઓ શોધવી જોઈએ. "છેલ્લા કેટલાક વર્ષોમાં, તબીબી મૂલ્યની મુસાફરીએ ઘણી લોકપ્રિયતા મેળવી છે અને ભારત હવે એશિયામાં સૌથી ઝડપથી વિકસતા તબીબી પ્રવાસન કેન્દ્રોમાંનું એક છે", એમ તેમણે ઉમેર્યું. પરંપરાગત દવાઓની પ્રણાલીના મહત્વ પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું કે “ભારતે પોતાને આયુષના કેન્દ્રબિંદુ તરીકે સ્થાપિત કર્યા છે. તાજેતરમાં, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'આયુષ ચિહ્ન' શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ભારતમાં આયુષ ઉત્પાદનોને પ્રમાણભૂતતા પ્રદાન કરશે અને પરંપરાગત દવા ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. આયુર્વેદ સારવાર માટે અન્ય દેશોમાંથી ભારત આવતા લોકો માટે વિશેષ વિઝા શ્રેણી બનાવવામાં આવી છે. આયુર્વેદ સારવાર મેળવવા માટે 165 દેશો સાથે મેડિકલ વિઝા અને મેડિકલ એટેન્ડન્ટ વિઝાની જોગવાઈ કરવામાં આવી છે. સમાપન કરતી વખતે, ડૉ. મનસુખ માંડવિયાએ દરેકને તબીબી પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરવા અને 'અતિથિ દેવો ભવ'ની ભાવનાને અનુરૂપ ભારતને 'ગ્લોબલ મેડિકલ હબ' બનાવવા સૂચનો શેર કરવા વિનંતી કરી. આનાથી માત્ર મેડિકલ ટુરિઝમ અને હેલ્થકેર સેક્ટરને જ નહીં, પણ આપણા સર્વિસ ઈન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. તાજેતરમાં, મેડિકલ ટુરિઝમ એસોસિએશન દ્વારા મેડિકલ ટુરિઝમ ઈન્ડેક્સ 2020-21 જારી કરવામાં આવ્યો છે. આ મુજબ, ભારત હાલમાં ટોચના 46 દેશોમાં 10મા સ્થાને છે, વિશ્વના ટોચના 20 વેલનેસ ટૂરિઝમ માર્કેટમાં 12મું છે, એશિયા-પેસિફિક ક્ષેત્રના 10 વેલનેસ ટૂરિઝમ માર્કેટમાં 5મું છે. ભારતમાં સારવારનો ખર્ચ અમેરિકામાં સારવારના ખર્ચ કરતાં 65 થી 90% ઓછો છે. ભારતમાં, 39 JCI અને 657 NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો છે, જે વૈશ્વિક ગુણવત્તાના ધોરણો અને બેન્ચમાર્કની બરાબર અથવા વધુ સારી છે. SD/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 206
pib-166055
0df0188081a33e7c828f354bd49f3b9355ccfd5d84b623c3dcd367bcc40d8980
guj
પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય મંત્રીમંડળે 15મા નાણાં પંચ ના બાકી રહેલા સમયગાળા માટે રૂ. 12882.2 કરોડના ખર્ચ સાથે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયની યોજનાઓને ચાલુ રાખવા માટે મંજૂરી આપી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 15મા નાણાં પંચ ના બાકી રહેલા સમયગાળા માટે રૂપિયા 12882.2 કરોડના ખર્ચ સાથે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયની યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ખર્ચ ફાઇનાન્સ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે, પૂર્વોત્તર ક્ષેત્ર વિશેષ માળખાકીય સુવિધા યોજના માટે રૂ. 8139.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે જેમાં હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધ થયા હોય તેની જવાબદારીઓ પણ સામેલ છે. ‘NECની યોજનાઓ’ માટે રૂ. 3202.7 કરોડનો ખર્ચ રહેશે જેમાં ચાલુ પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધ થયા હોય તેવી જવાબદારીઓ સામેલ છે. આસામમાં BTC, DHATC અને KAATC માટે વિશેષ પેકેજો માટેનો ખર્ચ રૂ. 1540 છે. કેન્દ્રીય ક્ષેત્રની યોજના NESIDS 100% કેન્દ્ર દ્વારા આપવામાં આવતા ભંડોળ સાથેની છે જેને, બે ઘટકો સાથે પુનઃરચિત કરવામાં આવી છે, આ બે ઘટકો - NESIDS અને NESIDS સામેલ છે. મંત્રાલયની નવી યોજના "પૂર્વોતત્ર ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીની વિકાસ પહેલ - PM-Devine" ને અગાઉ ઓક્ટોબર 2022માં અલગથી મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત માળખાકીય સુવિધાઓ હેઠળ મોટી અને ઉચ્ચ અસર ધરાવતી દરખાસ્તો, સામાજિક વિકાસ અને આજીવિકાના ક્ષેત્રોને લેવામાં આવ્યા છે. MDoNER ની યોજનાઓના ઉદ્દેશ્યો, એક તરફ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના પ્રયત્નોને પૂરક બનાવવાના છે અને બીજી તરફ, વિકાસ/કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે પૂર્વોત્તર પ્રદેશના રાજ્યોમાં અનુભવાયેલી જરૂરિયાતોને પૂરક બનાવવાનો છે. MDoNER યોજનાઓ પૂર્વોત્તર ક્ષેત્રમાં આવેલા આઠ રાજ્યોને તેમની અનુભવવામાં આવેલી જરૂરિયાતો અનુસાર, પ્રોજેક્ટ હાથ ધરીને ગેપ-ફિલિંગ સહકાર પૂરો પાડવામાં મદદ કરે છે - દા.ત., કનેક્ટિવિટી અને સામાજિક ક્ષેત્રની ઉણપમાં ઘટાડો લાવવા માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને પ્રદેશમાં આજીવિકા અને રોજગારની તકો વધારવા માટે સહકાર આપવો. 15મા નાણાં પંચની બાકી રહેલી મુદત એટલે કે 2025-26 સુધીમાં, મુદત લંબાવવા માટે મંજૂરી આપવામાં આવેલી યોજનાઓથી આટલું શક્ય બનશે: પ્રોજેક્ટની પસંદગીના સંદર્ભમાં યોજનાઓના અમલીકરણ માટે વધુ સારું આયોજન સક્ષમ કરવું, પ્રોજેક્ટની મંજૂરીનું ફ્રન્ટ લોડિંગ, અને યોજના સમયગાળા દરમિયાન પ્રોજેક્ટનું અમલીકરણ વર્ષ 2025-26 સુધીમાં મહત્તમ સંખ્યામાં પ્રોજેક્ટ્સ પૂરા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે જેથી આ વર્ષ પછી પ્રતિબદ્ધ થયા હોય તેવી જવાબદારીઓ ઓછામાં ઓછા પ્રમાણમાં બાકી હોય. આથી, યોજનાઓને પ્રાથમિક રીતે 2022-23 અને 2023-24માં નવી મંજૂરી આપવામાં આવશે; સાથે સાથે ખર્ચ 2024-25 અને 2025-26 દરમિયાન ખર્ચને ચાલુ રાખવામાં આવશે. હાલમાં ચાલી રહેલા મંજૂર કરવામાં આવેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ભારત અભિયાનના પાંચ આધારસ્તંભો, અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રણાલી, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને માંગને આ યોજના દ્વારા આગળ ધપાવવામાં આવશે. સરકારે પૂર્વોત્તર પ્રદેશના વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપી છે. પ્રધાનમંત્રી છેલ્લાં 8 વર્ષ દરમિયાન 50થી વધુ વખત પૂર્વોત્તર ક્ષેત્રની મુલાકાત લઇ ચૂક્યા છે, જ્યારે 74 મંત્રીઓએ પણ 400થી વધુ વખત પૂર્વોત્તર પ્રદેશની મુલાકાત લીધી છે. પૂર્વોત્તર પ્રદેશ અગાઉ અશાંતિ, બોમ્બ વિસ્ફોટો, બંધ વગેરે સમસ્યાઓ માટે જાણીતો હતો પરંતુ છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રદેશમાં શાંતિ સ્થાપિત થઇ છે. આ પ્રદેશમાં વિદ્રોહની ઘટનાઓમાં 74%નો ઘટાડો થયો છે, સુરક્ષા દળો પર થતા હુમલાની ઘટનાઓમાં 60%નો ઘટાડો અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 89% ઘટાડો થયો છે. લગભગ 8,000 યુવાનોએ આત્મસમર્પણ કર્યું છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે, તેઓ પોતાના અને તેમના પરિવારના સારા ભવિષ્યનું સ્વાગત કરે છે. આ ઉપરાંત, વર્ષ 2019માં ત્રિપુરાના રાષ્ટ્રીય મુક્તિ મોરચા સાથે કરાર કરવામાં આવ્યો છે, 2020માં BRU અને બોડો કરાર કરવામાં આવ્યો છે અને 2021માં કાર્બી કરાર પર સંમતિ સાધવામાં આવી છે. આસામ-મેઘાલય અને આસામ-અરુણાચલ સીમા વિવાદ પણ હવે લગભગ સમાપ્ત થઇ ગયો છે અને શાંતિની પુનઃસ્થાપના થઇ હોવાથી પૂર્વોત્તર પ્રદેશ હવે વિકાસના માર્ગ પર આગળ વધ્યો છે. 2014 થી, આપણે આ પ્રદેશ માટે ફાળવવામાં આવતા બજેટમાં મોટા પાયે વધારો થતો જોયો છે. 2014 થી, પ્રદેશ માટે રૂપિયા 4 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. MDONER યોજનાઓ હેઠળ છેલ્લા 04 વર્ષ દરમિયાન કરવામાં આવેલો વાસ્તવિક ખર્ચ રૂ. 7534.46 કરોડ હતો. જ્યારે, આગામી ચાર વર્ષ દરમિયાન 2025-26 સુધીમાં ખર્ચ કરવા માટે ઉપલબ્ધ ભંડોળ રૂ. 19482.20 કરોડ છે આ પ્રદેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કનેક્ટિવિટીમાં સુધારો કરવા પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવે છે. રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે, 2014 થી અત્યાર સુધીમાં રૂપિયા 51,019 કરોડ ખર્ચવામાં આવ્યા છે. 77,930 કરોડ રૂપિયાના 19 નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2009-14 દરમિયાન સરેરાશ વાર્ષિક બજેટ ફાળવણી રૂ. 2,122 કરોડ હતી જેની સરખામણીમાં, છેલ્લાં 8 વર્ષમાં, સરેરાશ વાર્ષિક બજેટ ફાળવણી કુલ રૂ. 9,970 કરોડ થઇ છે જે 370% વધારો દર્શાવે છે. માર્ગોની કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે રૂપિયા 1.05 લાખ કરોડના 375 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આગામી ત્રણ વર્ષમાં સરકાર 209 પ્રોજેક્ટ હેઠળ 9,476 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 1,06,004 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. હવાઇ કનેક્ટિવિટીમાં પણ મોટા પાયે સુધારો કરવામાં આવ્યો છે. આઝાદી પછીના 68 વર્ષ સુધી પૂર્વોત્તર પ્રદેશમાં માત્ર 9 હવાઇમથક હતા, જ્યારે આઠ વર્ષના ટૂંકા ગાળામાં તેની સંખ્યા વધીને 17 થઇ ગઇ છે. આજે, પૂર્વોત્તર પ્રદેશમાં હવાઇ ટ્રાફિકની હિલચાલ 2014 થી અત્યાર સુધીમાં 113% વધી છે. હવાઇ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે, પૂર્વોત્તર ક્ષેત્રમાં નાગરિક ઉડ્ડયનમાં રૂ. 2,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. ટેલિકોમ કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે, વર્ષ 2014 થી અત્યાર સુધીમાં, 10% GBS હેઠળ રૂ.3466 કરોડ ખર્ચવામાં આવ્યા છે. મંત્રીમંડળે NERના 4,525 ગામોમાં 4G કનેક્ટિવિટીને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે 2023 ના અંત સુધીમાં આ પ્રદેશમાં સંપૂર્ણ ટેલિકોમ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે 500 દિવસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જળમાર્ગો પૂર્વોત્તર પ્રદેશના જીવન અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ હેઠળની સરકાર આ પ્રદેશમાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રના વિકાસ માટે તમામ પ્રયાસો કરી રહી છે. 2014 પહેલાં NERમાં માત્ર 1 રાષ્ટ્રીય જળમાર્ગ હતો. હવે NERમાં 18 રાષ્ટ્રીય જળમાર્ગો છે. તાજેતરમાં રાષ્ટ્રીય જળમાર્ગ 2 અને રાષ્ટ્રીય જળમાર્ગ 16 ના વિકાસ માટે 6000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. NER માં કૌશલ્ય વિકાસને લગતી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા અને 2014 અને 2021 ની વચ્ચે હાલની સરકારી સંસ્થાઓને મોડલ સંસ્થાઓમાં અપગ્રેડ કરવા માટે અંદાજે રૂ. 190 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 193 નવી કૌશલ્ય વિકાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. 81.83 કરોડ રૂપિયા કૌશલ્ય માટે ખર્ચ કરવામાં આવ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળ કુલ 16,05,801 લોકોનો કૌશલ્ય વિકાસ કરવામાં આવ્યો છે. આ પ્રદેશમાં ઉદ્યોગસાહસિકતાના વિકાસને વેગ આપવા માટે વિવિધ યોજનાઓ હેઠળ MSME ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 978 એકમોને સહાય/સેટઅપ કરવા માટે રૂ. 645.07 કરોડ ખર્ચવામાં આવ્યા છે. DPIITના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તરમાંથી 3,865 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. છેલ્લાં આઠ વર્ષોમાં આરોગ્યને લગતી માળખાકીય સુવિધાઓ સુધારો કરવા પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રે 2014-15 થી અત્યાર સુધીમાં સરકારે રૂ. 31,793.86 કરોડ ખર્ચ્યા છે. 19 રાજ્ય કેન્સર સંસ્થાઓ અને 20 તૃતીય સંભાળ કેન્સર કેન્દ્રોને કેન્સર યોજનાની તૃતીય સંભાળના મજબૂતીકરણ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા આઠ વર્ષ દરમિયાન, આ પ્રદેશમાં શિક્ષણને લગતી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 2014 થી અત્યાર સુધીમાં, સરકારે પૂર્વોત્તરમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 14,009 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ઉચ્ચ શિક્ષણની 191 નવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. 2014 થી અત્યાર સુધીમાં સ્થાપિત યુનિવર્સિટીઓની સંખ્યામાં 39% નો વધારો થયો છે. 2014-15 થી અત્યાર સુધીમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણની કેન્દ્રીય સંસ્થાઓમાં 40% નો વધારો થયો છે. પરિણામ સ્વરૂપે, ઉચ્ચ શિક્ષણમાં કુલ વિદ્યાર્થીઓની નોંધણીમાં 29% નો વધારો થયો છે. આ પ્રદેશમાં વિકાસને વેગ આપવા માટે પાવર સંબંધિત માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં આવી છે. 2014-15 થી અત્યાર સુધીમાં, સરકારે રૂ. 37,092 કરોડ મંજૂર કર્યા છે જેમાંથી રૂ. 10,003 કરોડ અત્યાર સુધીમાં ખર્ચ કરવામાં આવ્યા છે. રૂપિયા 9,265 કરોડનો નોર્થ ઇસ્ટ ગેસ ગ્રીડ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તે NERમાં અર્થતંત્રમાં સુધારો કરશે. અરુણાચલ પ્રદેશના સરહદી ગામોમાં ઉજાસ ફેલાવવા માટે પ્રધાનમંત્રીએ 550 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. પ્રથમ વખત જિલ્લા કક્ષાનો SDG ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. SDG ઇન્ડેક્સનું બીજું સંસ્કરણ તૈયાર છે અને ટૂંક સમયને બહાર પાડવામાં આવશે. YP/GP/JD (Visitor Counter : 101
pib-181280
137e1769cec684fd6c91818231094d06dd66671de09b1c1279a0edee4545966b
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીના એથેન્સ, ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધનનો મૂળપાઠ નમસ્કાર, કાલીસ્પેરા, સત શ્રી અકાલ, જય ગુરુદેવ, બોલો ધન ગુરુદેવ, જ્યારે ઉજવણીનો માહોલ હોય છે, ઉજવણીનો માહોલ હોય છે, ત્યારે મને લાગે છે કે મારા પરિવારના સભ્યોમાં જલદી પહોંચું, હું પણ મારા પરિવારના સભ્યો વચ્ચે આવી ગયો છું. શ્રાવણ મહિનો એક રીતે ભગવાન શિવનો મહિનો છે અને આ પવિત્ર મહિનામાં દેશે ફરી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ચંદ્રના ડાર્ક ઝોનમાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર ત્રિરંગો લહેરાવીને ભારતે સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે, લોકો તેમની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે અને મને ખાતરી છે કે લોકો તમને પણ અભિનંદન આપતા જ હશે, ખરું ને? તમને પણ ખૂબ અભિનંદન મળી રહ્યા છે ને? દરેક ભારતીય તે મેળવી રહ્યો છે. સમગ્ર સોશિયલ મીડિયા અભિનંદન સંદેશાઓથી ભરાઈ ગયું છે. જ્યારે સફળતા આટલી મોટી હોય છે ત્યારે સફળતા સાથે જોડાયેલી ઉત્તેજના પણ સતત રહે છે. તમારા ચહેરા એ પણ કહી રહ્યા છે કે તમે દુનિયામાં ગમે ત્યાં હોવ, ભારત તમારા હૃદયમાં ધબકે છે. ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે. આજે, હું ચંદ્રયાન અને તેની ભવ્ય સફળતા માટે ફરી એકવાર બધાને અભિનંદન આપવા ગ્રીસમાં તમારી વચ્ચે છું. મિત્રો, આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ચંદ્રને આપણી જગ્યાએ ચંદા મામા કહેવાય છે. શું કહેવાય? ચંદા કાકા. તમે જોયું જ હશે કે કેટલાક લોકો ચંદ્રયાન વિશે તસવીરો શેર કરી રહ્યા હતા. કે આપણી પૃથ્વી માતાએ ચંદ્રયાનને તેના ભાઈ ચંદ્રને રાખી તરીકે મોકલ્યું છે અને જુઓ કે ચંદ્રએ તે રાખડીની ગરિમા કેટલી સારી રીતે જાળવી રાખી છે અને તેનું સન્માન કર્યું છે. રાખડીનો તહેવાર પણ થોડા દિવસોમાં આવી રહ્યો છે. હું પણ આપ સૌને રક્ષાબંધનની અગાઉથી શુભેચ્છા પાઠવું છું. મારા પરિવારના સભ્યો, હું વિશ્વના ઘણા દેશોમાં ગયો છું પરંતુ ગ્રીસ આવવું, એથેન્સ આવવું, મારા માટે ખૂબ જ ખાસ છે. પ્રથમ, એથેન્સનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. બીજું, હું કાશીનો સાંસદ છું, જે વિશ્વના સૌથી જૂના જીવંત શહેરોમાંનું એક છે. ત્રીજી, બીજી એક વાત છે, બહુ ઓછા લોકો જાણતા હશે કે જ્યાં મારો જન્મ ગુજરાતમાં થયો હતો ત્યાં વડનગર પણ એથેન્સ જેવું વાઇબ્રન્ટ શહેર છે. હજારો વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો પણ ત્યાંથી મળી આવ્યા છે. તેથી એથેન્સ આવવું મારા માટે એક અલગ લાગણીથી ભરેલું છે. અને તમે જોયું છે કે ગ્રીસની સરકારે મને ગ્રીસનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આપ્યું છે. તમે બધા આ સન્માનના હકદાર છો, 140 કરોડ ભારતીયો આ સન્માનના હકદાર છે. હું પણ આ સન્માન ભારત માતાના તમામ બાળકોના ચરણોમાં સમર્પિત કરું છું. મિત્રો, આજે હું ગ્રીસના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તાજેતરમાં જ અહીં જંગલમાં આગ લાગતાં ભારે સમસ્યા સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ગ્રીસના ઘણા લોકોના દુઃખદ મોત થયા હતા. સંકટની આ ઘડીમાં ભારત ગ્રીસના લોકોની સાથે છે. મિત્રો, ગ્રીસ અને ભારત વચ્ચે સદીઓથી સંબંધો છે. આ સંબંધો સભ્યતાના છે, સંસ્કૃતિના છે. ગ્રીક ઈતિહાસકારોએ ભારતીય સભ્યતાનું ખૂબ જ વિગતવાર વર્ણન કર્યું છે. ગ્રીસ અને મૌર્ય સામ્રાજ્ય વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હતા. સમ્રાટ અશોકના પણ ગ્રીસ સાથે ખૂબ સારા સંબંધો હતા. જ્યારે વિશ્વના મોટા ભાગોમાં લોકશાહીની ચર્ચા પણ થતી ન હતી. ત્યારે આપણી પાસે લોકશાહી પ્રણાલી હતી. ખગોળશાસ્ત્ર હોય, ગણિત હોય, કળા હોય, વેપાર હોય, આપણી બંને સંસ્કૃતિએ એકબીજા પાસેથી ઘણું શીખ્યું છે અને એકબીજાને ઘણું શીખવ્યું પણ છે. મારા પરિવારના સભ્યો, દરેક સભ્યતા અને દરેક સંસ્કૃતિની કોઈને કોઈ વિશિષ્ટ ઓળખ હોય છે. ભારતીય સભ્યતાની ઓળખ વિશ્વને જોડવાની રહી છે. આ લાગણી અમારા શિક્ષકો દ્વારા સૌથી વધુ મજબૂત થઈ છે. ગુરુ નાનક દેવજીની વિશ્વ યાત્રા જેને આપણે ઉદાસીઓ તરીકે ઓળખીએ છીએ. તેમનો હેતુ શું હતો? તેમનો ઉદ્દેશ્ય માનવતાને જોડવાનો, માનવતાનું ભલું કરવાનો હતો, ગુરુ નાનક દેવજીએ ગ્રીસમાં પણ અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. નાનક નામ ચડ્ડી કાલા તેરે ભણે સરબત દા ભલા. આ ઈચ્છા હતી કે દરેક વ્યક્તિ સારું રહે, દરેકને ફાયદો થાય અને આજે પણ ભારત આ મૂલ્યોને આગળ લઈ રહ્યું છે. તમે જોયું છે કે કેવી રીતે ભારતીય દવાઓએ કોરોના સમયગાળા દરમિયાન સપ્લાય ચેઇનને ચાલુ રાખી. કોઈ અવરોધો આવવા દીધા નથી. મેડ ઈન ઈન્ડિયા કોરોના રસીએ વિશ્વભરના કરોડો લોકોના જીવ બચાવ્યા. કોરોનાના આ સમયગાળામાં આપણા ગુરુદ્વારાઓમાં લંગરનું આયોજન કરવામાં આવ્યું, મંદિરોમાં ભંડારોનું આયોજન કરવામાં આવ્યું, આપણા શીખ યુવાનોએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું. એક રાષ્ટ્ર તરીકે ભારત જે કામ કરે છે, તે આપણા મૂલ્યો છે. મિત્રો, આજે વિશ્વ નવા વિશ્વ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારતની વધતી શક્તિ સાથે વિશ્વમાં ભારતની ભૂમિકા પણ ઝડપથી બદલાઈ રહી છે. અત્યારે હું બ્રિક્સ સમિટમાં ભાગ લઈને દક્ષિણ આફ્રિકા આવી રહ્યો છું. હવે થોડા દિવસો બાદ ભારતમાં G-20 સમિટ યોજાવા જઈ રહી છે. G-20 ના પ્રમુખ હોવાને કારણે ભારતે તેના માટે જે થીમ નક્કી કરી છે, તેમાં પણ વિશ્વ ભાઈચારાની લાગણી જોવા મળે છે. આ થીમ છે વસુધૈવ કુટુંબકમ, એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય, જેનો અર્થ થાય છે કે સમગ્ર વિશ્વનું ભવિષ્ય વહેંચાયેલું છે, જોડાયેલું છે. તેથી, આપણા નિર્ણયો અને આપણી ચિંતાઓ પણ એ જ દિશામાં છે. મિત્રો, આપણે ભારતીયોની બીજી વિશેષતા છે. કે આપણે જ્યાં પણ રહીએ છીએ, આપણે સાથે રહીએ છીએ જેમ આપણે દૂધમાં ભળીએ છીએ, જેમ પાણીમાં ખાંડ ભળીએ છીએ. અહીં ગ્રીસમાં આવીને તમે અહીંની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રની મીઠાશ પણ વધારી રહ્યા છો. તમે અહીં ગ્રીસના વિકાસ માટે ખૂબ મહેનત કરી રહ્યા છો. જેમાં તમારા સંબંધીઓ ભારતમાં છે. તેઓ પણ પુરી તાકાતથી દેશના વિકાસમાં લાગેલા છે. તમારા પરિવારના સભ્યોએ દૂધ ઉત્પાદનની બાબતમાં ભારતને વિશ્વમાં નંબર વન બનાવ્યું છે. તમારા પરિવારના સભ્યોએ ડાંગર, ઘઉં, શેરડી, ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ભારતને વિશ્વમાં બીજા સ્થાને પહોંચાડ્યું છે. આજે ભારત એવા સ્કેલ પર કામ કરી રહ્યું છે જે 10-15 વર્ષ પહેલા અકલ્પનીય લાગતું હતું. ભારત એવો દેશ છે જે વિશ્વનો નંબર વન સ્માર્ટ ફોન ડેટા કન્ઝ્યુમર છે, ભારત એવો દેશ છે જે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક છે, ભારત એવો દેશ છે જે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ છે, ભારત તે દેશ છે જે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે, ભારત એવો દેશ છે કે જેની પાસે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો મોબાઇલ માર્કેટ છે, ભારત એવો દેશ છે જે વિશ્વનું ત્રીજું સૌથી મોટું નાગરિક ઉડ્ડયન બજાર ધરાવે છે. મિત્રો, આજે IMF હોય કે વિશ્વ બેંક, દરેક જણ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાના વખાણ કરતા થાકતા નથી. આજે દુનિયાની મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે સ્પર્ધા કરી રહી છે. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ છે. અને દરેક મોટા નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારત આગામી થોડા વર્ષોમાં ટોપ 3માં આવશે. મિત્રો, જ્યારે અર્થતંત્ર ઝડપથી વધે છે, ત્યારે દેશ ઝડપથી ગરીબીમાંથી બહાર આવે છે. ભારતમાં સાડા તેર કરોડ નાગરિકો માત્ર પાંચ વર્ષમાં ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારતની અર્થવ્યવસ્થાના કદમાં વૃદ્ધિ સાથે, દરેક ભારતીય, દરેક પરિવારની આવક પણ વધી રહી છે, અને ભારતના લોકો વધુ કમાણી કરી રહ્યા છે અને વધુ રોકાણ પણ કરી રહ્યા છે. દસ વર્ષ પહેલા ભારતીયોએ મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ આઠ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આજે ભારતીયોએ મ્યુચ્યુઅલ ફંડમાં આશરે રૂ. 40 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આવું એટલા માટે થયું કારણ કે આજે દરેક ભારતીય આત્મવિશ્વાસથી ભરેલો છે અને ભારત પણ આત્મવિશ્વાસથી ભરેલું છે. મિત્રો, આજનો ભારત તેના વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનના આધારે વિશ્વ પર પ્રભુત્વ જમાવી રહ્યું છે. ભારતમાં 2014 થી 25 લાખ કિલોમીટર, આ આંકડો થોડો મોટો લાગશે. 2.5 મિલિયન કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવ્યું છે અને આ 2.5 મિલિયન ઓપ્ટિકલ ફાઈબરનો અર્થ એ છે કે તે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં 6 ગણો વધુ છે. આજે, ભારત વિશ્વનો એવો દેશ છે જેણે રેકોર્ડ સમયમાં 700 થી વધુ જિલ્લાઓમાં 5G સેવા પૂરી પાડી છે. અને અમે આ 5G ટેક્નોલોજી ક્યાંયથી ઉછીની કે આયાત કરી નથી. તેના બદલે તે સંપૂર્ણપણે ભારતમાં બનેલું છે. આજે ભારતમાં દરેક ગામ અને દરેક શેરીમાં ડિજિટલ વ્યવહારો થવા લાગ્યા છે. અમૃતસરથી આઈઝોલ સુધી, જો તમે 10 રૂપિયાની કિંમતની પણ કોઈ વસ્તુ ખરીદવા માંગો છો, તો તમે તેના માટે સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકો છો. તમારામાંથી જેઓ ભૂતકાળમાં ભારત આવ્યા છે, તમે આ અનુભવ કર્યો છે કે નહીં? આવું જ થાય છે ને? તમારે તમારા ખિસ્સામાં પૈસાની જરૂર નથી, ફક્ત તમારો મોબાઇલ ફોન પૂરતો છે. મિત્રો, ભારત આજે જે ઝડપ અને સ્કેલ પર કામ કરી રહ્યું છે તે સાંભળીને દરેક ભારતીયનું અને તમારું પણ હૃદય ભરાઈ જશે. તમને જાણીને ગર્વ થશે કે આજે દુનિયાનો સૌથી ઉંચો રેલ બ્રિજ તમારા ભારતમાં છે. આજે વિશ્વનો સૌથી ઉંચો મોટરેબલ રોડ તમારા ભારતમાં છે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આજે ભારતમાં છે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આજે ભારતમાં છે, વિશ્વનો સૌથી મોટો સોલાર વિન્ડ પાર્ક આપણા ભારતમાં બની રહ્યો છે. આ દિવસોમાં ચંદ્ર એક ચર્ચાનો વિષય છે, તેથી હું ચંદ્ર સાથે સંબંધિત બીજું ઉદાહરણ આપીશ. હું છેલ્લા 9 વર્ષમાં ભારતે તેના ગામડાઓમાં કેટલા રસ્તાઓ બનાવ્યા તેની વાત કરી રહ્યો છું. ગામમાં બનેલા રસ્તાઓની સંખ્યા પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર કવર કરી શકે છે. આ લાંબા ગામના રસ્તાઓ 9 વર્ષમાં બનાવવામાં આવ્યા હતા. ભારત દ્વારા છેલ્લા 9 વર્ષમાં બિછાવેલી રેલ્વે લાઇનની લંબાઈ 25 હજાર કિલોમીટરથી વધુ છે. હવે જ્યારે હું 25 હજાર કિલોમીટર કહું છું, ત્યારે તે માત્ર એક આંકડો લાગે છે. ચાલો ભાઈ, 25 હજાર કિલોમીટર થયા હશે. તમારે સમજવું જ જોઇએ કે ભારતે છેલ્લા 9 વર્ષમાં ઇટાલી, દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ અને બ્રિટનમાં જેટલા રેલવે લાઇનના નેટવર્કના નેટવર્કથી વધુ રેલ્વે લાઇન નાંખી છે. આજે ભારત તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પહેલા કરતા વધુ ખર્ચ કરી રહ્યું છે. મિત્રો, આજે ભારત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય સંશોધનના મંત્રને અનુસરીને દરેક ક્ષેત્રને મજબૂત કરી રહ્યું છે. અહીં ગ્રીસમાં, અમારા ઘણા મિત્રો પંજાબથી આવ્યા છે અને તેમાંથી મોટાભાગના ખેતી સાથે સંકળાયેલા છે. ભારતમાં અમે ખેડૂતો માટે એક યોજના શરૂ કરી છે. જેમાં સરકાર ખેતીના ખર્ચ માટે સીધા તેમના બેંક ખાતામાં પૈસા મોકલે છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હું તમને ફરી એકવાર કહેવા માંગુ છું કે મેં થોડા દિવસો પહેલા લાલ કિલ્લા પરથી જે જાહેરાત કરી હતી. ભારત પોતાના ગામડાઓમાં રહેતી બહેનોને ડ્રોન પાઈલટ બનાવવા માટે એક વિશાળ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. જરા વિચારો, આપણા ગામની દીકરીઓ હવે ડ્રોન પાયલોટ બનશે અને આધુનિક ખેતીમાં મદદ કરશે. ડ્રોનની મદદથી ખેતરોમાં દવાનો છંટકાવ કરવો, જરૂરી સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો, આ બધું તેના ડાબા હાથની રમત બની રહી છે. મિત્રો, ભારતમાં અમે ખેડૂતોને 20 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા છે. હવે તેઓ જાણે છે કે ખેતરમાં કયા પ્રકારના ખાતરની જરૂર છે, ખેતરમાં કેટલા ખાતરની જરૂર છે, તેમની જમીન કયા પ્રકારના પાક માટે ઉપયોગી છે. આ કારણે તેઓ હવે ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન કરી રહ્યા છે. આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પણ ભારતમાં ખૂબ મોટા પાયે કુદરતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. સરકારે બીજી યોજના શરૂ કરી છે જેનાથી ખેડૂતોને ઘણી મદદ મળી છે. આ છે- એક જિલ્લો, એક ઉત્પાદન યોજના. તમે એ પણ જાણો છો કે દરેક જિલ્લાની કોઈને કોઈ વિશેષતા હોય છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકના કોડાગુની કોફી, અમૃતસરથી અથાણું અને મુરબ્બો, ભીલવાડામાંથી મકાઈના ઉત્પાદનો, ફતેહગઢ સાહિબ, હોશિયારપુર, ગુરદાસપુરનો ગોળ, નિઝામાબાદથી હળદર, અમે દરેક જિલ્લામાંથી એક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તેની નિકાસ વધારી રહ્યા છીએ. આ આજનો ભારત નવા લક્ષ્યો તરફ નવી રીતે કામ કરી રહ્યો છે. મિત્રો, ગ્રીસ એ સ્થાન છે જ્યાં ઓલિમ્પિક્સનો જન્મ થયો હતો. ભારતના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો આ જુસ્સો પણ સતત વધી રહ્યો છે. ભારતના નાના શહેરોમાંથી આવતા, અમારા ખેલાડીઓ ઓલિમ્પિકથી લઈને યુનિવર્સિટી ગેમ્સ સુધીની દરેક બાબતમાં અજાયબીઓ કરી રહ્યા છે. જ્યારે અમારા નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો ત્યારે દરેકને ગર્વ થયો. થોડા દિવસો પહેલા જ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ ભારતના બાળકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધાના ઈતિહાસમાં એટલે કે આ સ્પર્ધા શરૂ થઈ ત્યારથી, ભારતે જીતેલા કુલ મેડલ કરતાં એક જ વારમાં વધુ મેડલ જીત્યા છે. મિત્રો, તમે ગ્રીસમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે તેની સંસ્કૃતિ, તેની પ્રાચીન ઓળખ અહીં સાચવવામાં આવી છે. આજનો ભારત પણ તેની વિરાસતની ઉજવણી કરી રહ્યો છે અને તેને વિકાસ સાથે જોડી રહ્યો છે. વિશ્વનું સૌથી મોટું, શું તમે તે સાચું સાંભળ્યું? વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ યુગ યુગિન ભારત હવે દિલ્હીમાં બનવા જઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા, મને મધ્યપ્રદેશના સાગર ખાતે સંત રવિદાસ સ્મારકનું ભૂમિપૂજન કરવાનો લહાવો મળ્યો. સંત રવિદાસના ઉપદેશોથી લોકોને પ્રેરણા આપતો આ વિસ્તાર 50,000થી વધુ ગામડાઓમાંથી લાવવામાં આવેલી માટી અને 300 નદીઓમાંથી કાઢવામાં આવેલી માટીથી બનાવવામાં આવી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંત રવિદાસજીનો જન્મ કાશીમાં જ થયો હતો. મને કાશીમાં સંત રવિદાસજીના જન્મસ્થળ પર વિવિધ સુવિધાઓનો વિસ્તાર કરવાનો લહાવો પણ મળ્યો છે. છેલ્લા 9 વર્ષોમાં, અમે અમારા ગુરુઓના પવિત્ર સ્થાનો સાથે વધુ સારી રીતે કનેક્ટિવિટી માટે પણ ઘણું કામ કર્યું છે. એક સમય હતો જ્યારે લોકો દૂરબીનથી કરતારપુર સાહિબના દર્શન કરતા હતા. અમારી સરકારે કરતારપુર સાહિબનો રસ્તો પણ સરળ બનાવ્યો છે. ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ હોય, ગુરુ તેગ બહાદુર જીનું 400મું પ્રકાશ પર્વ હોય, ગુરુ ગોવિંદ સિંહજીનું 350મું પ્રકાશ પર્વ હોય, અમારી સરકારે સમગ્ર વિશ્વમાં આવા શુભ પ્રસંગોની ઉજવણી માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કર્યું છે. હવે દર વર્ષે ભારતમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ પણ સાહબજાદોની યાદમાં ઉજવવામાં આવે છે. મિત્રો, ભારતમાં ભૌતિક, ડિજિટલ અને સાંસ્કૃતિક જોડાણનો યુગ શરૂ થયો છે. મને પૂરો વિશ્વાસ છે કે આજે ભારત સહિત વિશ્વભરમાંથી લોકો હેરિટેજ જોવા માટે ગ્રીસ આવે છે, તેવી જ રીતે ગ્રીસથી યુરોપના લોકો પણ વધુને વધુ લોકો ભારતમાં આવશે, તમે પણ તમારા કાર્યકાળ દરમિયાન એ દિવસ જોશો. પણ જેમ મેં તમને અહીં ભારત વિશે કહ્યું છે. એ જ રીતે, તમારે તમારા ગ્રીક મિત્રોને પણ ભારત વિશે જણાવવું પડશે. કહેશો? શું તમે ભૂલી ગયા છો? આ પણ ભારત માતાની એક મહાન સેવા છે. મિત્રો, ઐતિહાસિક સ્થળો કરતાં તમારા સાથી ગ્રીક લોકો માટે ભારતમાં જોવા માટે ઘણું બધું છે. અહીંના લોકો વન્યજીવ પ્રેમી છે. પર્યાવરણના રક્ષણ માટે ખૂબ જ ગંભીર. જો આપણે વિસ્તાર મુજબ જોઈએ તો ભારતમાં વિશ્વની અઢી ટકાથી પણ ઓછી જમીન છે. પરંતુ વિશ્વની 8 ટકાથી વધુ જૈવવિવિધતા ભારતમાં જોવા મળે છે. વિશ્વની લગભગ 75% વાઘની વસ્તી માત્ર ભારતમાં છે. વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં વાઘ ભારતમાં જોવા મળે છે, એશિયાટિક હાથીઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં જોવા મળે છે, વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં એક શિંગડાવાળા ગેંડા ભારતમાં જોવા મળે છે. વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં એશિયાટિક સિંહો જોવા મળે છે. આજે ભારતમાં 100 થી વધુ સમુદાય અનામત છે, આજે ભારતમાં 400 થી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો અને સદીઓ છે. મારા પરિવારના સભ્યો, આજનું ભારત ભારત માતાના કોઈપણ બાળકનો સાથ ક્યારેય છોડતું નથી. તે દુનિયામાં ક્યાંય પણ છે, ભારત તેને મુશ્કેલ સમયમાં ક્યારેય એકલા છોડતું નથી, તેનો સાથ છોડી શકતો નથી. અને તેથી જ હું કહું છું કે તમે મારો પરિવાર છો. તમે જોયું છે કે જ્યારે યુક્રેનમાં યુદ્ધ હતું ત્યારે અમે અમારા હજારો બાળકોને સુરક્ષિત લાવ્યાં હતાં. જ્યારે અફઘાનિસ્તાનમાં હિંસા શરૂ થઈ, ત્યારે ભારતે તેના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. અને મોટી સંખ્યામાં અમારા શીખ ભાઈ-બહેનો પણ હતા. એટલું જ નહીં, અમે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબનું સ્વરૂપ પણ પૂરા સન્માન સાથે ભારતમાં લાવ્યા છીએ. વિશ્વભરમાં ફેલાયેલા ભારતના મિશન હવે સરકારી કચેરીઓને બદલે તમારા ઘર જેવા બની રહ્યા છે. અહીં ગ્રીસમાં પણ ભારતીય મિશન તમારી સેવા માટે 24 કલાક તૈયાર છે. જેમ જેમ ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધો ગાઢ બની રહ્યા છે. કોઈપણ રીતે, ગ્રીસની મુસાફરી સરળ બનશે. વેપાર કરવો વધુ સરળ બનશે. આપણે બધાએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શક્ય તેટલું બધું કરવું પડશે. મિત્રો, આટલી મોટી સંખ્યામાં તમારું અહીં આવવું દરેક ભારતીયના હૃદયમાં સંતોષની ભાવના જગાડે છે. ફરી એકવાર, હું તમારા બધા મહેનતુ સાથીઓને અભિનંદન આપું છું. મને આટલો પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. CB/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 45
pib-175808
f54ac6760534998d21f7efaa0bea2d1f12262046e36515aa4444c5f5a353dd8e
guj
વેપાર અને ઉદ્યોગ મંત્રાલય ગત વર્ષની સરખામણીએ આ નાણાંકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ બમણા કરતાં વધારે અને વધીને 23.62 અબજ ડૉલર થઈ: શ્રી પિયુષ ગોયલ ભારત વિશ્વમાં સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે ઉભરી શકે છે, કહે છે શ્રી પિયુષ ગોયલ ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીને વિશ્વમાં અગ્રેસર ઉદ્યોગ બનાવવા શ્રી ગોયલે ચાર મુદ્દા તૈયાર કર્યા સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને વિશ્વનું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સંભાવના ધરાવે છે: શ્રી પિયુષ ગોયલ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને ટેક્સ્ટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે કહ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે ઊભરી શકે છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા આયોજિત “જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શૉ-2021”ના ઉદઘાટન સમારોહ દરમ્યાન એક વીડિયો સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે સરકારે નિકાસ પ્રોત્સાહન માટે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને ફોકસ એરિયા તરીકે જાહેર કર્યું છે. “ડાયમંડ કટિંગ અને પૉલિશિંગમાં આપણે આપણી જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી છે, આપણે સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ડાયમંડ ટ્રેડિંગ હબ બની શકીએ છીએ”, એમ તેમણે કહ્યું હતું. જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ આ નાણાકીય વર્ષનાં પ્રથમ 7 મહિનામાં ઓક્ટોબર 2021 સુધીમાં 23.62 અબજ ડૉલર હતી જે અગાઉના વર્ષના એ જ સમયગાળામાં 11.69 અબજ ડૉલર હતી. “આપણા ઉત્પાદકો-વસ્તુ નિર્માતાઓની ચઢિયાતી ગુણવત્તાએ આપણને દુબઈ-યુએઈ, યુએસએ, રશિયા, સિંગાપોર, હૉંગકૉંગ અને લેટિન અમેરિકા જેવા બજારોમાં પેસવા સમર્થ બનાવ્યા છે”, એમ તેમણે જણાવ્યું હતું. શ્રી ગોયલે કહ્યું હતું કે સરકારે આ ક્ષેત્રની વૃદ્ધિ માટે રોકાણને ઉત્તેજન આપવા વિવિધ પગલાં લીધા છે,- ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ સુધારી, ગોલ્ડની આયાત ડ્યુટીમાં ઘટાડો અને ફરજિયાત હૉલમાર્કિંગ. “વિશ્વમાં ડિઝાઇનિંગ અને હસ્તકલા માટે આપણી પાસે શ્રેષ્ઠ કારીગર-કસબી દળ છે, કારીગરોની સર્જનશીલતા અને યોજનાબદ્ધ કૌશલ્ય વિકાસને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે” એમ તેમણે જણાવતા ઉમેર્યું હતું કે, “હાલનાં બજારોમાં હાજરીને ગાઢ બનાવવા અને નવાં બજારોમાં વધુ વિસ્તરણ કરવા આપણે આપણી પ્રોડક્ટ્સને ગુણવત્તાનો માનદંડ બનાવવી જોઇએ.” ભારતના જેમ્સ અને જ્વેલરીને વિશ્વમાં અગ્રેસર ઉદ્યોગ બનાવવા શ્રી ગોયલે ચાર મુદ્દા તૈયાર કર્યા હતા: 1. આપણી વસ્તુઓની મૂલ્ય વૃદ્ધિ વધારવા અને આપના ઉત્પાદનને વધુ નફાકારક બનાવવા ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રીત કરવું. 2. નિકાસ પ્રોડક્ટ્સનું વૈવિધ્ય: મોતી, ચાંદી, પ્લેટિનમ, સિન્થેટિક સ્ટૉન્સ, કૃત્રિમ હીરા, ફેશન જ્વેલરી, બિન-સોનાનાં ઝવેરાત ઇત્યાદિ જેવી પ્રોડક્ટ્સ પર ભાર. 3. મિશ્ર-ફ્યુશન જ્વેલરીના ઉત્પાદનને વધારવા ખર્ચ અસરકારક પદ્ધતિઓ માટે અન્ય દેશો સાથે સહયોગ. 4. લૅબ-ગ્રોન ડાયમંડને પ્રોત્સાહન: આ હીરા પર્યાવરણીય રીતે અનુકૂળ છે અને પરવડે એવા છે અને રોજગાર સર્જનની સાથે ભારતની નિકાસમાં યોગદાન આપશે. શ્રી ગોયલે કહ્યું કે સુરત, કદાચ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને 450થી વધારે સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો ધરાવે છે. તેની પાસે વિશ્વનું જ્વેલરી ઉત્પાદન હબ બનવાની ક્ષમતા અને સંભાવના છે, એમ તેમણે ઉમેર્યું હતું. “આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિને સપ્ટેમ્બરમાં મેં ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી અને વિશ્વની સૌથી મોટી ઑફિસ બિલ્ડિંગ ઊભી કરવા કરાયેલાં પ્રયાસોથી હું પ્રભાવિત થયો હતો જે તમામ ડાયમંડ ટ્રેડિંગ પ્રવૃત્તિઓના હબ તરીકે કામ કરશે. આ પ્રધાનમંત્રીની આત્મનિર્ભરતા અને તમારા આત્મવિશ્વાસનું ઉદાહરણ છે. આ એ હકીકતની સાબિતી છે કે જો આપણે પૂરતી ઇચ્છા રાખીએ તો આપણે આપણી જાતે કંઇ પણ કરી શકીએ છીએ. જ્વેલર્સ આપણા રાષ્ટ્રના તાણામાં વણાયેલા છે. આપણા દેશમાં લોકો જ્યારે સોનું અને ઝવેરાત ખરીદે છે ત્યારે માત્ર નાણાં નથી ખર્ચતા પણ એમનાં જીવનની બચતનું રોકાણ કરે છે. જ્વેલર્સ આપણાં લોકોનાં વિશ્વાસ અને શ્રદ્ધાનાં સંગ્રાહક છે”. એમ શ્રી ગોયલે કહ્યું હતું. મંત્રીશ્રીએ કહ્યું કે એસજીએમએ, 2016માં એની શરૂઆતથી જ સુરતમાં જ્વેલરી ઉદ્યોગને સુધારવા અગ્રેસર છે. “તેમના ‘મેક ઇન સુરત’ કાર્યક્રમે તંદુરસ્ત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવા નવીનીકરણ સુગમ બનાવ્યું છે અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.” ભારતનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સમગ્ર વિશ્વમાં એની મોહકતા અને ખર્ચ અસરકારકતા માટે જાણીતું છે એમ જણાવતા શ્રી ગોયલે કહ્યું કે આ ક્ષેત્ર નૂતન ભારતની ભાવનાને સાકાર કરે છે, ભારતના કુલ જીડીપીમાં 7% યોગદાન આપે છે અને 50 લાખથી વધુ કામદારોને રોજગાર આપે છે. “ આપણા ઝવેરીઓ-જ્વેલર્સ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને ઝવેરાત બનાવવાની કલામાં પાવરધા છે અને ‘મેક ઇન ઇન્ડિયા’નું એને ઝળહળતું ઉદાહરણ બનાવ્યું છે”, એમ તેમણે કહ્યું હતું. “પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જેઓ પોતાનું મન નથી બદલી શકતા એ કશું જ નથી બદલી શકતા” એ કહેણીને ટાંકતા શ્રી ગોયલે કહ્યું કે આપણું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ‘લોકલ ગોઝ ગ્લોબલ અને મેક ઇન ઇન્ડિયા ફોર ધી વર્લ્ડ’નાં લક્ષ્યને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે અને નૂતન ભારતનું ચાલક દળ બની શકે છે. “પ્રગતિ માટે માનસિકતામાં પરિવર્તનની જરૂર છે”, એમ તેમણે કહ્યું હતું. SD/GP/JD (Visitor Counter : 168
pib-186313
af1df3c583ae576c6000eb8f6ba07f368fb74a9455d0ed493d46930fa35cc893
guj
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીની એમેઝોનના પ્રમુખ અને સીઈઓ એન્ડ્રુ આર. જસ્સી સાથે મુલાકાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં એમેઝોનના પ્રમુખ અને સીઈઓ શ્રી એન્ડ્રુ આર. જસ્સીને મળ્યા હતા. પ્રધાનમંત્રી અને શ્રી જસ્સીએ ઈ-કોમર્સ ક્ષેત્ર પર ચર્ચા કરી. તેઓએ ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે એમેઝોન સાથે વધુ સહયોગની સંભાવના અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારતમાં એમએસએમઈના ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવાની એમેઝોનની પહેલને આવકારી હતી. YP/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (
pib-197895
ea8a1b6219dda0524aba28c3f372f04e3113b3b4da977ccd98d9692302be3f96
guj
રાષ્ટ્રપતિ સચિવાલય ભારતીય ફોરેન સર્વિસના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ મુલાકાત કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ભૂમિકા અને પ્રભાવનો ઝડપથી વિસ્તરણ યુવા રાજદ્વારીઓ માટે નવા પડકારો સાથે અભૂતપૂર્વ તકો રજૂ કરે છે: રાષ્ટ્રપતિ મુર્મુ ભારતીય વિદેશ સેવા ના પ્રોબેશનરોએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રોબેશનર્સને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય રાજદ્વારી બનવા માટે આનાથી વધુ સારો સમય હોઈ શકે નહીં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ભૂમિકા અને પ્રભાવ - વૈશ્વિક વૃદ્ધિના ડ્રાઇવર તરીકે અને વૈશ્વિક શાસનમાં મજબૂત અવાજ તરીકે ઝડપથી વિસ્તરી રહ્યા છે. આજે, આંતરરાષ્ટ્રીય સમુદાય જટિલ વૈશ્વિક પડકારોના ઉકેલ માટે ભારત તરફ જોઈ રહ્યો છે: તે ટકાઉ વૃદ્ધિ હોય, આબોહવા પરિવર્તન હોય, સાયબર સુરક્ષા હોય, આપત્તિઓનો સામનો કરવો હોય અથવા ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવો હોય. તેમણે કહ્યું કે આ તેમના જેવા યુવા રાજદ્વારીઓ માટે નવા પડકારો સાથે અભૂતપૂર્વ તકો રજૂ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવા અધિકારીઓ જવાબદારીઓ નિભાવવાની તૈયારી કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદેશમાં તેમના તમામ પ્રયાસો અને પ્રવૃત્તિઓનો અંતિમ ધ્યેય તેમના પોતાના દેશમાં વિકાસ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ. તેમણે કહ્યું કે ભારતની વધુ સમૃદ્ધિના મોટા ધ્યેયને હાંસલ કરવા માટે તેઓએ અન્ય નાગરિક સેવાઓના અધિકારીઓ સાથે હાથ મિલાવીને કામ કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓએ વિશ્વભરમાં 33 મિલિયન મજબૂત ભારતીય ડાયસ્પોરા દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને કાળજીપૂર્વક કેળવવી અને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે જણાવ્યું કે કોન્સ્યુલર સેવાઓ અને સમુદાયની પહોંચ સંવેદનશીલતા અને માનવીય સ્પર્શ સાથે પહોંચાડવી જોઈએ. તેમણે અધિકારીઓને નિયમિતપણે ભારતીય સમુદાયના સભ્યોને મળવા અને તેમના કલ્યાણનું ધ્યાન રાખવા વિનંતી કરી. રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો – CB/GP/NP સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com (Visitor Counter : 104
pib-201402
9aa3c96ac345233ab58f70d59f47da314b35fe0fc6aa6f7a3c8c3b59f398248b
guj
ગૃહ મંત્રાલય મંત્રીમંડળે પ્રજાસતાક ભારતના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ અને પ્રજાસતાક માલ્દિવ્સના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ વચ્ચે આપતિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર ને મંજૂરી આપી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 02 ઓગસ્ટ, 2022ના રોજ પ્રજાસતાક ભારતના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ અને પ્રજાસતાક માલ્દિવ્સના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ વચ્ચે આપતિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર ને કાર્યોતર મંજૂરી આપવામાં આવી છે. એમઓયુના ફાયદાઃ આ એમઓયુ એવી વ્યવસ્થા ઊભી કરવા ઇચ્છે છે, જેમાં ભારત અને માલ્દિવ્સ બંનેને એકબીજાની આપતિ વ્યવસ્થાપન વ્યવસ્થાઓમાંથી લાભ થશે તથા એનાથી આપતિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સજ્જતા, પ્રતિભાવ અને ક્ષમતાનિર્માણના ક્ષેત્રોને મજબૂત કરવામાં મદદ મળશે. એમઓયુની વિશિષ્ટ ખાસિયતો: - બંને પક્ષો એક દેશના વિસ્તારની અંદર મોટા પાયે વિનાશક આપતિના સમયમાં એની વિનંતી પર કટોકટીમાં રાહત, પ્રતિભાવ, માનવતાના ધોરણે સહાયના ક્ષેત્રોમાં પારસ્પરિક સાથસહકાર આપશે - બંને પક્ષો આપતિ પ્રતિભાવ, આપતિને લઘુતમ કરવા, આયોજન અને સજ્જતાની માહિતીનું આદાનપ્રદાન કરશે, એકબીજાના અનુભવોની વહેંચણી કરશે અને શ્રેષ્ઠ રીતોની જાણકારી આપશે. - બંને પક્ષો સેટેલાઇટ રિમોટ સેન્સિંગ ડેટાની વહેંચણી કરશે તથા અંતરિક્ષ ટેકનોલોજી આધારિત એપ્લિકેશન્સના ક્ષેત્રમાં કુશળતા વહેંચશે, જેથી આપતિની અસરને અસરકારક રીતે ઘટાડવામાં મદદ મળશે તેમજ તેમાં નિવારણ અને જોખમની આકારણી પર માહિતીનું આદાનપ્રદાન સામેલ છે. - બંને પક્ષો અદ્યતન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ, રિમોટ સેન્સિંગ, ઉપગ્રહ સંચાર અને નેવિગેશન સેવાઓના ક્ષેત્રમાં સાથસહકાર આપશે. - આપતિનું જોખમ ઘટાડવામાં આ ક્ષેત્રને મુખ્ય પ્રવાહમાં લાવવા તાલીમ અને ક્ષમતાનિર્માણ કાર્યક્રમનો વિચાર કરવા બંને પક્ષો વરિષ્ઠ અધિકારીઓને તાલીમ આપવાની તકો પ્રદાન કરશે તથા ટૂંકા અને લાંબા ગાળાની તાલીમોમાં કટોકટીનું વ્યવસ્થાપન કરવાની સેવાના બચાવ અધિકારીઓને તાલીમ આપશે. - બંને પક્ષો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો વિશે માહિતીનું આદાનપ્રદાન કરશે તેમજ બંને દેશોમાં યોજાનારી કવાયતોની જાણકારીનું આદાનપ્રદાન કરશે તેમજ સંશોધન, માહિતીનું આદાનપ્રદાન, ફેકલ્ટી સપોર્ટ પ્રોગ્રામ, આપતિનું જોખમ ઘટાડવાના ક્ષેત્રોમાં દસ્તાવેજીકરણ અને આપતિમાં સક્ષમતા કેળવવામાં શૈક્ષણિક કાર્યક્રમો અને આબોહવામાં પરિવર્તનની સ્વીકાર્યતા અંગે કાર્યક્રમો જેવા ક્ષેત્રોમાં પણ સાથસહકાર સ્થાપિત કરશે. - બંને પક્ષો આપતિ વ્યવસ્થાપન સાથે સંબંધિત વધારે પ્રવૃત્તિઓમાં સાથસહકારનો નિર્ણય લેશે. - બંને પક્ષો ત્સુનામી એડવાઇઝરી, તોફાન પેદા થવા વિશે, ઊંચા તરંગની ચેતવણી, એકથી વધારે નુકસાનકારક જોખમકારક સ્થિતિસંજોગોની માહિતી અને તેમના દરિયાકિનારાના વિસ્તારોને સમાંતર દરિયા સાથે સંબંધિત આપતિઓના કારણે એકથી વધારે પ્રકારના નુકસાનકારક જોખમના મૂલ્યાંકન વિશે માહિતી કે જાણકારીનું આદાનપ્રદાન કરી શકે છે. - બંને પક્ષો ન્યૂમેરિકલ વેધર પ્રીડિકેશન ઉત્પાદનો અને એક્ષ્ટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ વિશે માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે. - બંને પક્ષો માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે, જેમાં ભારતીય પક્ષ દ્વારા ભારતીય હવામાન ઉપગ્રહની માહિતીના વિઝ્યુલાઇઝેશન કરવા રિયલ ટાઇમ એનાલીસિસ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ ઇન્ફોર્મેશન ડિસ્સેમિનેશન ની સુલભતાની જોગવાઈ તેમજ NWP અને IMD દ્વારા સેટેલાઇટ મીટિયોરોલોજી પર તાલીમ પ્રદાન કરવાની બાબત સામેલ છે. - બંને પક્ષો વાર્ષિક ધોરણે આપતિ વ્યવસ્થાપન સંબંધિત કવાયત શરૂ કરશે, જે બંને દેશોના વિવિધ ભૌગૌલિક વિસ્તારોમાં યોજાશે. YP/GP/JD (Visitor Counter : 135
pib-164872
ef164f87d884b9042e855493cd879ffb9be6f4c96cf54b895eefde39a42875ae
guj
રસાયણ અને ખાતર મંત્રાલય શ્રી મનસુખ માંડવિયાએ 5 ખાતર પ્લાન્ટ્સને ફરી બેઠાં કરવાની કામગીરીમાં પ્રગતીની સમીક્ષા કરી રામગુંદમ પ્લાન્ટમાં સપ્ટેમ્બર 2020 સુધીમાં ઉત્પાદન પ્રક્રિયા શરૂ થશે તેવી અપેક્ષા, જ્યારે ગોરખપુર, બરૌની અને સિંદરીમાં કોવિડ-19ની સ્થિતિ હોવા છતાં પણ મે 2021 સુધીમાં ઉત્પાદન શરૂ થઇ જશે શ્રી માંડવિયાએ સંબંધિત પ્રશાસકોને આ પાંચ પ્લાન્ટ્સનું કામ પૂરું કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેવા કહ્યું કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાતર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને ખાતરના પાંચ પ્લાન્ટ ફરી બેઠાં કરવા માટે ચાલી રહેલી કામગીરીમાં પ્રગતીની સમીક્ષા કરી હતી. આમાં હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડ : ગોરખપુર, બરૌની અને સિંદરી; રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને તાલચેર ખાતર લિમિટેડ નો સમાવેશ થાય છે. RFCL, HURL અને TFLના વરિષ્ઠ અધિકારીઓ આ પાંચ ખાતર પ્લાન્ટ્સને ફરી બેઠાં કરવા માટે ધ્યાન આપી રહ્યા છે આ તેમણે બેઠકમાં ભાગ લીધો હતો. ઉપરોક્ત તમામ ખાતર પ્લાન્ટની ભૌતિક અને આર્થિક પ્રગતીની કામગીરીની સમીક્ષા કરતી વખતે શ્રી માંડવિયાએ નિર્દેશો આપ્યા હતા કે, સંબંધિત પ્રશાસકો આ પરિયોજનાઓ વહેલી તકે પૂરી કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લઇ શકે છે. શ્રી માંડવિયાને માહિતી આપવામાં આવી હતી કે, રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા અત્યાર સુધીમાં 99.53% ભૌતિક કામગીરીમાં પ્રગતી કરી લેવામાં આવી છે અને કોવિડ-19 મહામારીના કારણે કેટલાક નાના નાના ભૌતિક કાર્યો પૂરાં કરવામાં વિલંબ થયો છે. આ તમામ કાર્યો સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં પૂરાં થઇ જશે તેવી અપેક્ષા છે. તેવી રીતે, મંત્રીશ્રીને જાણ કરવામાં આવી હતી કે, ગોરખપુર, સિંદરી અને બરૌની ખાતર પ્લાન્ટમાં અત્યાર સુધીમાં અનુક્રમે 77%, 70% અને 69% ભૌતિક કામગીરીઓ સંપન્ન થઇ ગઇ છે. ગોરખપુર, બરૌની અને સિંદરી પ્લાન્ટની કામગીરી મે 2021 પહેલાં પૂર્ણ થઇ જશે તેવી અપેક્ષા છે. તેમને એ પણ માહિતી આપવામાં આવી હતી કે, ઓડિશામાં તાલચેર ખાતર પ્લાન્ટ ખાતે વર્તમાન સમયમાં પ્રિ-પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમણે જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19ના કારણે કેટલાક પડકારો ઉભા થયા હોવા છતાં આ પરિયોજનાઓનું કામ ખૂબ જ ઝડપભેર ચાલી રહ્યું છે. ભારત સરકારે યુરિયા ક્ષેત્રમાં નવા રોકાણને આવકારવા માટે અને યુરિયા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર કરવા માટે નવી રોકાણ નીતિ , 2012ની જાહેરાત કરી છે. NIP, 2012 અંતર્ગત ભારત સરકાર ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ ના બંધ થઇ ગયેલા પાંચ ખાતર પ્લાન્ટ ફરી કાર્યાન્વિત કરવા માટે કામગીરી કરી રહી છે. ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે તેવા પાંચ જાહેર ક્ષેત્રના એકમો આ મુજબ છે:- રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ તાલચેર ફર્ટિલાઇઝર લિમિટેડ હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (Visitor Counter : 279